રઘુના બધા સાથીઓ ગન ટ્રેનની બહાર ફેંકી દે છે.
" મને તારા જેવા આસિસ્ટન્ટની જ જરુર હતી." રાઘવને કહ્યું.
" થેક્યું સર. હું રેલ્વે પોલીસને ફોન કરું છું. " મીતે કહ્યું.
થોડા કલાકો પહેલાં........
સિદ્ધાંત જોડેથી ગોલ્ડન ગેંગની ડિટેલ્સ લઈને રાઘવન તેના આસિસ્ટન્ટ જીતને ફોન લગાવે છે, પણ જીત ફોન ઉપાડતો નથી. થોડીવાર પછી જીતનો ફોન આવે છે. જીતને દિલ્લી જવાનું હોવાથી તે તેના દોસ્ત મીતને મોકલે છે.
" હેલ્લો સર, હું મીત જીતે મને મોકલ્યો છે."
" હા આ વીંટી અને ચેઈન પહેરી લે." પછી રાઘવન મીતને બધું સમજાવે છે.
હમણાં............
" ઊભો રહે, ફોન ના લગાવ." રઘુ તેના ખિસ્સામાંથી રિમોટ કાઢીને કહે છે. " આ ટ્રેનમાં બોમ્બ લાગેલો છે અને આ રહ્યો તેનો રિમોટ."
" શું બોમ્બ? "
" હા બોમ્બ. મને અને મારા સાથીઓને જવા દો, નહિં તો એનું પરિણામ ખરાબ થશે."
" મને નથી લાગતું કે ટ્રેનમાં બોમ્બ હોઇ શકે." રાઘવને મીતને કહ્યું.
" પણ સર આપણે એવું રિસ્ક ના લઈ શકીએને એટલે આપડે જવાજ દેવા પડે."
" હા હા હા.............." રઘુ જોરજોરથી હસે છે.
રાઘવન ટ્રેનની ચેઇન ખેંચે છે અને રઘુ અને તેના સાથીઓને જવા દેવામાં આવે છે. રાઘવન અને મીત કશું કરી શકતાં.
⚫ ⚫ ⚫
" શું કર્યું તે રાઘવન?" સિદ્ધાંતે કહ્યું.
" સિડ પણ એને કહ્યું કે ટ્રેનમાં બોમ્બ છે એટલે પછી જવા જ દેવા પડે ને, યાર."
" પણ બોમ્બ મળ્યો! એ બધા એમ કહીને નીકળી ગયા."
" આ ગોલ્ડન ગેંગને તો છોડીશ નહીં."
" પણ એક વાત તો ખબર પડી કે CM ને મારવાની સુપારી ગોલ્ડન ગેંગે જ લીધી છે." સિદ્ધાંતે કહ્યું.
" આ કોણ છે?" સિદ્ધાંતે પુછ્યું.
" આ મારો આસિસ્ટન્ટ મીત છે."
" તારો આસિસ્ટન્ટ તો જીત હતોને આ કેમનો?"
" અલ્યા જીતનો ફોન આવ્યો હતો કે એને અચાનક દિલ્લી જવાનું થયુ છે એટલે તે દિલ્લી જાય છે અને મીતને મારી મદદ માટે મોકલી દીધો, પણ મીત બહુ કામનો માણસ છે હં."
" વાધો નહિં હું, હિમાંશુ અને રાહુલ આવતીકાલે CM જોડે તેમની સુરક્ષા માટે જઈશું. તું અને મીત આ નિસર્ગે છુપાડેલી પેનડ્રાઇવ શોધો."
" હા વાંધો નહિં. " રાઘવને કહ્યું.
" પણ સર આમને રઘુ કે એમના સાથીને ક્યાં જોયા છે? હું આમની સાથે જવું?" મીતે કહ્યું.
" હા તો વાંધો નહિં હું અને રાહુલ નિસર્ગની પેનડ્રાઇવ શોધીએ." રાઘવને કહ્યું.
16/10/16 ની સવારે.........
CM હસમુખભાઇ શાળાનું ઉદ્ઘાટન કરવા માટે સવારે નવ વાગ્યે શાળાએ આવાના હોય છે.
" બધી સિક્યોરિટી ચેક કરી લીધીને?" સિદ્ધાંતે CM ની સિક્યોરિટીના હેડ દિનેશભાઇને પુછ્યું.
" હા, સિક્યોરિટી એકદમ ટાઇટ છે."
CM સાથે તેમનો છોકરો આદર્શ પણ આવે છે તથા તેમની પાર્ટીના કાર્યકર્તાઓ પણ આવે છે. શાળાનું ઉદ્ઘાટનનો કાર્યક્રમ સારી રીતે પૂરો થાય છે. ત્યારબાદ CM J.K. હોટેલમાં રોકાય છે.
" દિનેશભાઇ હવે બહુ સિક્યોરિટીની જરુર નથી. બે જણને જ અહી રહેવા દો." આદર્શે કહ્યું.
" વાધો નહિં સર હું મેનેજ કરી લઈશ. "
" ઇન્સ્પેક્ટર સિદ્ધાંત આપણે નીચની સિક્યોરિટી જોઇએ. " પછી દિનેશભાઇ CM નો બોડીગાર્ડ અને મીતને રૂમની બહાર ઊભા રાખે છે અને બીજા બધા નીચે તેમની સિક્યોરિટી માટે ઊભા રહે છે.
J.K. હોટેલના ત્રીજા ફ્લોર પર CM રોકાય છે. તેઓ તેમના પુત્ર આદર્શ સાથે વાતો કરે છે.
" આજે તો બહુ થાકી ગયો, પપ્પા."
" હા બેટા હું પણ થાકી ગયો છું. "
" પપ્પા તમારા અને મારા માટે કોલ્ડ્રીંગર્સ મંગાવું."
" હા, મંગાવ?"
આદર્શ બહાર ઊભેલા બોડીગાર્ડને કોલ્ડ્રીંગર્સ લાવવા કહે છે.
નિસર્ગના ઘરે..........
" સર, મને નથી લાગતું કે અહીંયા પેનડ્રાઇવ હશે." રાહુલે કંટાળીને કહ્યું.
" હા રાહુલ મને પણ નથી લાગતું. "
" તો હવે શું કરવું છે?"
" ચલ તો પડોશીઓને નિસર્ગ વિશે પુછીએ."
અચાનક રાઘવનની નજર ત્યાં ટેબલ પર પડેલા નિસર્ગની બાઇકની ચાવી પર પડે છે. રાઘવન તે ચાવીને ઉપાડીને તેના કીચેનને જોવે છે. ગણપતિની નાની મૂર્તિ જેવુ કીચેન હોય છે. તે કીચેન રાઘવન ખેંચીને જોવે છે.
" યસ મળી ગઈ પેનડ્રાઇવ."
" હાશ પેનડ્રાઈવ મળી ગઈ."
" ચલ જલ્દીથી લેપટોપ ખોલ." રાહુલ લેપટોપ ખોલે છે અને પેનડ્રાઇવ ચેક કરે છે.
તેમાં એક વિડિયો હોય છે. એ વિડિયોમાં ત્રણ જણા ખુરશી પર બેસેલા હોય છે. બારીની બહારથી વિડિયો કાડેલો હોય એવું લાગે છે. આ વિડિયોમાં બે જણાના મોઢા દેખાય છે, પણ એકનું મોઢું દેખાતું નથી.
" CM હસમુખભાઇ 16/10/16 એ અમદાવાદ આવવાના છે તેને થોકી દો." ત્રીજા માણસે, જેનું મોઢું દેખાતું નથી તેને કહ્યું
" Oh my god આ તો...." રાહુલે કહ્યું.
" મને જલ્દીથી સિડને ફોન લગાવા દે." રાઘવન સિદ્ધાંતને ફોન લગાવે છે.
" હેલ્લો સિદ્ધાંત મીત ગોલ્ડન ગેંગનો મેમ્બેર છે એને પકડી લે."
" ઓહ શેટ..................." સિદ્ધાંતે કહ્યું.
સિદ્ધાંત રાઘવન સાથે વાત કરીને ગન કાઢીને દોડતો CM ના રુમ પાસે જાય છે. રુમનો દરવાજો ખુલ્લો હોય છે. મીત CM ની સામે ગન લઈને ઊભેલો હોય છે. આદર્શ તેમનાથી દૂર ડરીને ઊભો હોય છે. સિદ્ધાંત આવીને સીધા મીતના હાથમાંની ગન પર ગોળી ચલાવે છે, પણ મીતે ચલાવેલી ગોળી CM ના હાથ પર વાગે છે. CM ને તરત જ હોસ્પિટલ લઈ જવામાં આવે છે
" બસ મીત તારો ખેલ હવે ખતમ !"
રાઘવન અને રાહુલ પણ J.K. હોટેલ પહોંચી જાય છે.
" આ વિડિયો જો." રાહુલે કહ્યું.
મીતને પેલો વિડિયો બતાડવામાં આવે છે. એ વિડિયોમાં એક રઘુ, ગોલ્ડન ગેંગનો લીડર અને બીજો મીત હોય છે.
" આ ત્રીજો માણસ જેને તને CM ને મારવાની સોપારી આપી એ કોણ છે? " સિદ્ધાંતે પુછ્યું.
" આદર્શ" મીતે કહ્યું.
આદર્શ અને મીતને ગિરફ્તાર કરવામાં આવે છે.
" મીત તને તો મીટ સમજીને ખાવાનું મન થાય છે. અમારી જોડે રહીને જ CM ને મારવાનો પ્લાન બનાયો." રાહુલે ગુસ્સામાં કહ્યું.
" શૂ..... શાંતિ રાખને." હિમાંશુએ રાહુલને શાંત કરતા કહ્યું.
" નિસર્ગનું ખૂન કોણે કર્યું? " સિદ્ધાંતે પુછ્યું.
" મેં જ." મીતે કહ્યું.
" કેમ" સિદ્ધાંતે પુછ્યું.
" જ્યારે આદર્શ અમારા અડ્ડા પરથી જતો હતો, ત્યારે મેં નિસર્ગને ભાગતા જોયો. હું તેની પાછળ ભાગ્યો પણ મને એ મળ્યો નહિં. પછી હું જ્યારે પાછો અડ્ડા પર આવ્યો ત્યાં મને તેનું પૉકેટ મળ્યું. તેમાં તેનું ડ્રાઇવિંગ લાયસન્સ પણ હતું. પછી હું તેના ઘરે ગયો, પણ એને કશું કીધું નહિં એટલે મારે એને મારી નાખવો પડ્યો."
" જીતને તે શું કર્યું? " રાઘવને કહ્યું.
" જીતને રઘુએ કિડનેપ કર્યો છે અને તેની ડુપ્લીકેટ અવાજ કાઠીને તને કીધું કે હું તેનો દોસ્ત છું અને મને તારી મદદ કરવા મોકલયો, જેથી હું CM ને મારી શકું. "
" તું કેમ તારા પિતાને મારવા માંગતો હતો?"
" હું બિલ્ડર છું. મારો કરોડોનો કોન્ટ્રાક્ટ પાસ કરવો હતો, પણ પપ્પાના લીધે તે પાસ નહોતો થતો, એમ પણ કયાં મારા સગા પપ્પા હતા."
ગોલ્ડન ગેંગને પકડી લેવામાં આવે છે અને જીતને પણ સારવાર માટે મોકલી દેવામાં આવે છે.
⚫ ⚫ ⚫
વાંચક મિત્રો,
મારો આ પ્રયાસ તમને કેવો લાગ્યો તે જરુર જણાવ જો.