Navratri in Gujarati Short Stories by Haresh Bhatt books and stories PDF | નવરાત્રીઃ રમજો રંગથી, સંસ્કારના ધનથી

Featured Books
Categories
Share

નવરાત્રીઃ રમજો રંગથી, સંસ્કારના ધનથી

નવરાત્રિઃ રમજો રંગથી, સંસ્કારના ઘનથી

- હરેશ ભટ્ટ


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as NicheTech / MatruBharti.

MatruBharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

NicheTech / MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.


નવરાત્રિઃ રમજો રંગથી, સંસ્કારના ઘનથી

આજથી જામશે નોરતાની રાત, હૈયે ઉમંગ હશે, આંખોમાં ચમક હશે, વસ્ત્રોઅને નીતનવા શણગાર છુંદણા કે ટેટુની છલક હશે, સૂરતાલના સથવારે, ઢોલના ધબકારે,ઝાંઝરના રણકારે, દાંડિયાના ટંકારે, રાતની ચમક કાંઈક અનોખી જ હશે અને સરખે સરખી સહિયર, નવયૌવના કે નવોઢા કે સંતાનોને સંસ્કારના સિંચન આપતી માતાઓગૃહિણીઓ પણ પગના થનકારને રોકી નહીં શકે એવી અનોખી રમઝટ હશે.

માત્ર નારી જ નહીં, અનેક યુવાનો અને એમના વડીલો પણ રમઝટ બોલાવશે.યુવાનો એમની મિત્ર, પ્રિય, પ્રેયસી કે થનાર પત્ની સાથે રંગમાં હશે તો જે યુવાનોનેહજી કોઈ મળ્યું નથી કે તાજેતરમાં જ જેણે યૌવનના ઉંબરે પગ મૂક્યો છે એવા યુવક કેયુવતી કોઈને જોવા કે કોઈ મને જુવે છે...? એ ભાવ સાથે નવા નવા સ્ટેપ્સ સાથે મનમોહવા રમતા હશે. હાથમાં દાંડિયા રણકતા હશે, પગ ઘૂમરિયો લેતા હશે અને આંખોઉડતા ભમરાની જેમ વિવિધ પરસ્પર મંડાતી હશે, અત્યારે કલ્પના કરજો અને આજે જ રાત્રે પ્રત્યક્ષ જોઈ લેજો.

જે લોકો રમતા ન હોય અને માત્ર જોવામાં જ રસ હોય, એ લોકોને વિનંતીઉછળતા, ધમકતા, યુવાનો કરતા યુવાન યુવતીઓને જો જો અને સમિક્ષા કરજો, જો કેઆમાં ઘણી યુવતીઓ એવી હશે કે, સાચા અર્થમાં મનભાવન અંગમરોડ અને અનોખીલચક સાથે રમતી હશે જેને બીજી કોઈ વાતમાં રસ નહીં હોય માત્ર સખીઓની સાથેજાતજાતના સ્ટેપ્સ લઈ રમવામાં જ રસ હશે અને આવી યુવતીઓની સામે જે કોઈયુવાન જોયા કરતા હશે કે લાઈન મારતા હશે, તો ઓલી યૌવના માત્ર આંખોથી જસમજાવી દેતી હશે કે સખણો રહેજે, નહીં તો ખેર નથી, આવા યુવાનો પણ હોય છે જેનેકોઈ વાતમાં રસ નથી હોતો માત્ર રમવામાં રસ હોય છે અને છેલ્લે એક વર્ગ એવો પણહોય છે કે જેને નથી રમતા આવડતું નથી સ્ટેપ્સમાં સમજણ પડતી, રમતા હોય ભૂલથી તો ય એવું લાગે કે માખી-મચ્છર કે જીવડા મારે છે, આવા લોકો માત્ર લોલુપ નજર અનેખરાબ ઈરાદાથી જ ફરતા હોય છે અને આવામાં યુવતીઓ ફસાઈ પણ જતી હોય છે.અનેક કિસ્સાઓ પ્રકાશમાં આવવા છતાં એમાં ફેરફાર થતો નથી. મા-બાપને આની જચિંતા હોય છે અને એમાંય દીકરીના મા-બાપને તો બહું જ ચિંતા હોય છે. કન્યા રૂપાળીહોય કે ન હોય પણ ચણિયા ચોળી અને શણગાર સજે તો અચૂક સુંદર લાગે જ. એટલે આવામાં જ મા-બાપની ચિંતા વધી જાય અને ભલે રમતા આવડતું ન હોય કે રસ પણ નહોય છતાં દીકરી માટે મોડી રાત સુધી ઉભા રહેવું પડે, મા દીકરી સાથે રમતી હોય અનેપિતાની નજર તો દીકરા પર કે દીકરી પર નજર કરવાવાળા પર હોય જ. ભલે એદીકરીના મા-બાપે આવી જ નવરાત્રિમાં રંગરેલિયા ખેલતા, હૈયે હૈયું મેળવી રાસલીલાનેબદલે કામલીલા આચરી હોય, એવા મા-બાપને આપણે પૂછવું જોઈએ હવે કેવું લાગેછે...? ઈ વખતે તમારા મા-બાપનો વિચાર નહોતો આવ્યો...? હવે આ તમારી જદીકરી છે, કેવું લાગે છે...? આવું પૂછશો તો શરમાઈ જશે અને કહેશે પણ ખરા કેઆમા તો એવું છે કે સીધું ઉતર્યું તો ઠીક છે પણ જો પછીથી ખબર પડી કે આ ચળકતા,સોનેરી ઢોળ ચડાવેલા દાબડાની અંદર, કેસર છે કે કાંટા, તો પરિસ્થિતિ સારી કે નરસીથાય.

આજની રાત પરથી એક કિસ્સો યાદ આવે છે, બે સખીઓ, રેખા અને સુરેખા.બેયને નાનપણથી બહું બને. બન્નેના વિચારો સરખા, ગમા-અણગમા સરખા, ટિખળમસ્તી પણ સરખા, અને બન્ને બહું જ સામાન્ય ઘરની, એના મા-બાપને તો જરાય ચિંતાનહોતી, કારણ બન્ને સાથે હોય, રમવામાં, ભણવામાં, જમવામાં એમના મા-બાપ તોકહેતા કે તમે લોકો જ એકબીજા હારે લગન કરી લેજો, આ બન્ને સહેલીઓ, કાળક્રમે,યુવાન થઈ, મન પોકારી પોકારીને કહેતું હોય કે ગાતું હોય, ’આજ મૈ જવાન હોઈ ગઈહું’ અને ખીલતા યૌવનનું તો એવું જ છે... ખીલતા ફૂલ જેવું, કળીમાંથી ગુલાબ કેગલગોટો, કે મોગરો ખીલતા જાય, ભરાતા જાય એમવધુને વધુ સુંદર દેખાતા જાય,ભરાવદાર ગલગોટા, ગુલાબ કે મોગરાને જોજો, વધુ કહેવાનું ન હોય, પણ આવા જપગથારે આ બે સખીઓ પહોંચી હતી. રેખા અને સુરેખા અને આ ઉંમરે તો એમ થાય જકે કોક અમને જોવે અને રૂપ સજીને આવ્યા હોય ત્યારે તો ખાસ, એવું જ આ બન્નેનું હતું.

બન્ને સખીઓ રેખા અને સુરેખા સામે બે સરખા યુવાનો જય અને વિજયનેમનમાં વસી ગઈ, રેખા-સુરેખા, જય-વિજયની નજરૂ મળી, દિલ ધડક્યા અને સામસામેજોડીમાં દાંડિયા રણક્યા. વચ્ચે પોરો ખાય એમાં, નાસ્તો ને ઠંડાપીણા છલક્યા, બસ, પછી તો પૂછવું જ શું...? પ્રેમરસના કૂંડા છલક્યા, પહેલું જ નોરતું હતું અને નવ નોરતારમવાનું હતું. બીજા-ત્રીજા નોરતે તો સામસામે એકબીજાની પ્રતિક્ષા કરવા માંડ્યા,ચોથા નોરતેથી તો રમતા-રમતા છટકી ખૂણે ખાંચરે, સ્પર્શ-આલિંગન-ચૂંબનના ખેલખેલાવા માંડ્યા, અને આ વસ્તુ આગળ વધવાનું કારણ હતું એક જ કે રેખા-સુરેખાનેગમતું હતું આ બધું અને જય અને વિજયને આ જોતું હતું અને નોરતાના છેલ્લા દિવસસુધીમાં તો ચારેય જણાયે સીમાડા ઓળંગી દીધા. છોકરાઓએ જલસા કર્યા અને બન્નેછોકરીઓએ યૌવન લૂટાવી દીધું અને નોરતા પૂરા થયા.

વાત આટલેથી અટકી નહોતી પછી તો મુલાકાતો વધવા માંડી અને યૌવનનાદરેક સુખ, સીમાડા પાર કરી ગયા, આમને આમ પછીના બે નોરતા ગયા, પ્રેમ પરાકાષ્ટાએહતો, શરીરસુખ, અવારનવાર હતું... અને એક દિવસ સુરેખા જય સાથે ઘર છોડીભાગી નીકળી. મા-બાપને બહું જ ચિંતા થઈ. દોડાદોડી મચી ગઈ. સુરેખાના મા-બાપરેખાને પૂછે કે તમે લોકો તો દિવસ-રાત એકબીજાના પડછાયાની જેમ સાથે ફરતા હતા,એટલે તને તો ખબર હોય જ, રેખાને ખબર પણ હતી કે સુરેખા ઘણું સમજાવવા નાપાડવા છતાં જય સાથે ભાગી ગઈ છે. સુરેખાના મા-બાપે રેખાને ત્યાં સુધી પૂછ્યું કે,ક્યા છોકરા સાથે નજીક હતી...? કોણ હતો એ તો તને ખબર હોય જ બોલ, પણ રેખાતો બોલે જ નહીં અને સુરેખાના મા-બાપે રેખાના મા-બાપને ય કીધું કે તમે આનું ધ્યાનરાખજો. આ બેય બેનપણીયું કોક બે છોકરાની જાળમાં આવી ગઈ છે. અમારી તો ભાગીગઈ છે અને થોડા સમયમાં આ પણ ભાગશે તો રેખાના મા-બાપ કહે, અમને અમારીછોકરી પર વિશ્વાસ છે ઈ એવી નથી, તમે તમારી છોકરીને શોધો.

થોડા જ દિવસમાં રેખાએ પોત પ્રકાશ્યું, ખૂબ ઉલ્ટી ઉબકા શરૂ થયા, ડોક્ટરનેબતાવ્યું અને ડોક્ટરે નિર્દોષ ભાવે રેખાને તપાસી હરખભેર એના મા-બાપને કહ્યું કે,અભિનંદન તમે નાના-નાની બનશો, તમારી દીકરી મા બનવાની છે, તમારા જમાઈનેબતાવો, આ સાંભળતા જ રેખાના મા-બાપ પર આભ ફાટ્યું, સાથે બીજા બે-ચાર સગાપણ હતા. આ બધાની હાજરીમાં જાહેર થયું કે રેખા મા બનવાની છે. ડોક્ટરે પૂછ્યું કે,કેમ મોઢું પડી ગયું...? દીકરી મા બને એ ના ગમ્યું...? તો રેખાના પિતા રોતા-રોતા જબોલ્યા, ’હજી આના લગન જ નથી થયા, કોને ખબર ક્યાં મોઢું કાળું કરી આવી, સોંપોપડી ગયો, રેખાની માંએ કહ્યું, અને ગર્ભપાત કરી નાંખો, તો ડોક્ટરે કહ્યું મારીહોસ્પિટલમાં આ નહીં થાય તમે આને લઈ જાવો બીજે ક્યાંક કરાવજો.’

રેખા એના મા-બાપ સાથે ઘેર આવી, માએ તો ખૂબ મારી-ધીબેડી જ નાંખીઅને કહી જ દીધું કે બોલ તારા પેટમાં કોનું પાપ છે નહીં તો જીવતી સળગાવી દઈશ.બોલ જલ્દી, રેખાના પિતા કહે રહેવા દે, આટલો ઝુલમના કર અને રેખા રોતી જાય અનેમા મારતી જાય, અને મા મારતી મારતી, રોતી પણ જાય, આ જ વખતે બહાર રીક્ષાઆવીને ઉભી રહી એમાંથી વિજય અને એના મા-બાપ આવ્યા, વિજયના મા-બાપ તોઆવી હાથ જોડી ઉભા રહ્યા માફી માંગતા હોય એ ભાવ સાથે, અને પછી વિજયઆગળ આવ્યો અને બે હાથ જોડી બોલ્યો મને માફ કરો કે મારો જે કરો પણ આ ભૂલ મેંઅને રેખાએ કરી છે અમે બે વર્ષથી પ્રેમમાં છીએ, પણ અમે બન્ને પરિવારોમાં કહીનહોતા શકતા. મેં જાણ્યું એટલે મારા બાપૂને વાત કરી માંને તો ખબર જ હતી, બાપૂગુસ્સે થયા પછી માંએ સમજાવ્યા કે ઓલી છોકરી પેટથી છે અને આપણો છોકરો કહે છે કે એનાથી જ છે. તો ચાલો દીકરીના મા-બાપ રાજી થાય તો પરણાવી દઈએ. દીકરીનામા-બાપની આબરૂ આપણા કારણે ન જાય, બન્ને ઘર સહમત થયા. રાજીખુશી લગ્નથયા અને આજે એમને પણ ૧૬ વર્ષની દીકરી છે. રાસ રમવાની શોખીન છે અને માબાપ એનું ધ્યાન રાખવા આવ્યા હશે.

ઓલી બાજુ જય-સુરેખા તો ભાગી ગયાના પાંચમા વર્ષે જ મૃત્યુ પામ્યા હતા.આપઘાત કરીને ગરીબી અને ભૂખમરાથી કંટાળીને. (એ વાત જુદી છે લાંબી છે) વિજયઅને રેખાને દીકરામાં એમના જીવનનું પૂનરાવર્તન ન થાય એ જોવું હતું. કારણ, વિજયરેખા તો બચી ગયા, સરસ સંસાર માંડ્યો પણ જય-સુરેખા જેવું થાય તો...?

’સંવેદના’ તરફથી સૌને શુભેચ્છા... રમજો દિલથી, મનથી, ઉલ્લાસથી,રંગભરીને પણ સંસ્કાર અને મા-બાપની આબરૂને હૃદયમાં રાખીને... તો, હાલો, જમાવોરંગ રઢિયાળી રાતનો, નોરતાની રાતનો, સૌ સરખે સરખા, સંગ સંગ મળીને-રંગથીસંસ્કારના ધનથી.