Hrudayna umbarethi Maa ne dilthi samarpit in Gujarati Poems by Dakshesh Inamdar books and stories PDF | હૃદયના ઉમબરેથી માઁ ને દિલથી સમર્પિત

Featured Books
  • My Passionate Hubby - 5

    ॐ गं गणपतये सर्व कार्य सिद्धि कुरु कुरु स्वाहा॥अब आगे –लेकिन...

  • इंटरनेट वाला लव - 91

    हा हा अब जाओ और थोड़ा अच्छे से वक्त बिता लो क्यू की फिर तो त...

  • अपराध ही अपराध - भाग 6

    अध्याय 6   “ ब्रदर फिर भी 3 लाख रुपए ‘टू मच...

  • आखेट महल - 7

    छ:शंभूसिंह के साथ गौरांबर उस दिन उसके गाँव में क्या आया, उसक...

  • Nafrat e Ishq - Part 7

    तीन दिन बीत चुके थे, लेकिन मनोज और आदित्य की चोटों की कसक अब...

Categories
Share

હૃદયના ઉમબરેથી માઁ ને દિલથી સમર્પિત



..............ll શ્રી ગણેશ સ્તુતિ ll..........

દાદા ગણપતિ દાદા શ્રી વિઘ્નેશ્વરાય .

હર શુભ પ્રસંગે પ્રથમ સ્થાપન થાય .

માતા પાર્વતી પિતા મહાદેવ નમસ્કારાય.

ભ્રાતા કાર્તિકેય સાથે વાહન મૂશકરાય.

રિધ્ધિ સિધ્ધીના સાથમાં શ્રી લંબોદરાય .

હે ગૌરીપુત્ર ગણનાથ શ્રી વિનેશ્વરાય .

પ્રસાદ છે ચૂરમા લાડુ શ્રી ગણેશાય ..

મંગળવારે કરુ દર્શન શ્રી નમોહરાય .

હે ગજાનના એક્દંતાય શ્રી વિનાયક .

આપો સુખ પ્રગતી વિ્ધ્યા ઐશ્વર્યદાયક.

સર્વ કાર્ય કરો સિધ્ધ શિવપુત્ર શ્રી ગણેશ.

સ્તુતિ કરે "દીલ"આશિષ આપો શ્રી દેવ .


..................સરસ્વતી વંદના.................

આજના વસંત પંચમી ના શુભ દિવસે માઁ ને સમર્પિત ..

દિવસ છે આજે પાવન શુભ વસંતપંચમી નો....

માઁ સરસ્વતીની આરાધનાનૉ શુભ દિવસ ઘણો..

વાગ્વાદીની તારા પૂજન કરી શીશ નમાવુ તને ...

જ્ઞાન સંસ્કાર મીઠી વાચા વાણીના આશિષ મળે..

શ્વેતમ્બરી માઁ મયૂરરાજ પર બિરાજયા છો તમે ..

હાથમાં માળા વીણા શંખ નીર્ધાર્યા છે તમે ...

શુ વાઁચુ પાઠ કઈ રુચા , પ્રસન્ન થાઓ તમે ...

શરણે તમારા આવ્યો ખૂબ જ્ઞાન વધારો તમે ...

અજ્ઞાની છું હું પાપી નર હવે શું સમર્પણ કરુ તને ?

કરી દે બેડો પાર મારો ,જ્ઞાન દીક્ષિત હવે કર મને ..

જ્ઞાન ગંગા વહાવી મને પવિત્ર કર ખૂબ હવે ....

"દીલ"મા છે બસ વાસ તારો કિર્તિવઁત કર મને ..


.........માઁ ના પ્રાગટય દિવસની પ્રાર્થના .....

હે માઁ તારા આગમનની વાટ જોવાય ..

આવીને તુચ્છ જીવોનો કર ઉદ્ધાર ..

હે માઁ તારા ...........

તારા પ્રાગટયથી સર્વત્ર આનંદ છવાય..

મારા હૈયામા ભક્તિના રાગ ગવાય ..

હે માઁ તારા ............

હે અસ્ટભુજા તારા અનેક રૂપ દેખાય ..

બધા રૂપોમાં અમારું રક્ષણ થાય ..

હે માઁ તારા .............

પૂનમની ચાંદનીમાં તારા દર્શન થાય ..

નભમાં સર્વત્ર તેજ્ની રોશની ફેલાય ..

હે માં તારા ............

ગોખ મંદિરમાં ધૂપ દીપ હવન થાય ..

તારા નવલા સ્વરૂપના શણગાર થાય ..

હે માં તારા ..............

હર શક્તિપીઠમાં ખીર થાળ પીરસાય ..

આ "દીલ" માં તારો આજે સાક્ષાત્કાર થાય ..

..........ll માઁ હરસિધ્ધિ ll ...........

મારા દીલ હૃદયમાં વસનારી મારી હરસિધ્ધિમાં .

સાક્ષાત અંબા જગદંબા દુર્ગેશ્વરિ મારી હરસિધ્ધિમાં .

કોયલાપર્વત ઉજ્જૈન સિધ્ધપુર ગબ્બરવાળી હરસિધ્ધિમાં

કણ કણમાં અંતરીક્ષ ધરતી પાતાળમાં હરસિધ્ધિમાં.

તારા હર પાદરે જીવતા ડેરા કરાવુ મારી હરસિધ્ધિમાં.

ઉજ્જવળ ભવિષ્ય અગોચર પરચા આપે હરસિધ્ધિમાં .

ભક્તોના હ્રદયમાં અચળ સ્થાન તારૂ હરસિધ્ધિમાં .

તારા ચરણમાં ત્રિલોક કૈલાસ મારી હરસિધ્ધિમાં .

કાળી દુર્ગા સરસ્વતી મહાલક્ષ્મી તારા રૂપ હરસિધ્ધિમાં .

બધીજ નવરાત્રી તારા અનુષ્ઠાન કરુ મારી હરસિધ્ધિમાં .

સિંહ સવારી ત્રિશુલધારી ત્રિકાળદર્શીની હરસિધ્ધિમાં .

"દિલ"માં અરમાન તારા મંદિર બનાવું મારી હરસિધ્ધિમાં .


.......માઁ........

"હે માઁ મને તારો ચાકર રાખ ...

તારા જ ચરણો માં મને અચલ સ્થાન આપ

માડી તારા હજાર નવલા રૂપ ....

તુ જ મારી દ્રષ્ટા તુ જ અપાવે નૂર ...

હે માં મને ............

સંસાર સાગરમાં જીવન નાવ ને પાર તુ ઉતાર ..

કરુ તને કોટી કોટી વંદન તુ કર બેડો પાર ...

હે માં મને ............

તુજ નવદુર્ગા તુ જ રાજરાજેશ્વરી છે બસ તુ જ .

બધા રૂપ માં બસ તને જોઉં હરસિધિ તુ જ ..

હે મા મને ...........

મહેલ પર્વત મંદિર દેરી વસે તુ રુદ્દય મહીં ....

જ્યા જ્યા નજર કરુ મને તારા દર્શન થાય ..

હે મા મને .........

ગંગા જમુના યમુના સરસ્વતી તારા નદી રૂપ ..

ઉપર ગગન વિશાળ તોય ના સમયા રૂપ ...

હે માં મને .........

બધા કરુ કર્મ જે કરાવે તું ના પાપ પુણ્યનુ ભાન .

ખૂબ છે ભક્તિ આસ્થા તુ જ કરાવીશ પાર ....

હે માં મને .........

માઁ ખૂબ પિડાયો હું ,ના સમજાય અગમ્નિગમ ની ચાલ

આપીદે આશિષ આ પ્રેમ ઔરા ને થયો સમર્પિત.

હે માઁ મને તારો ....

.........મારી નવદુર્ગા...........

મારી અંતરમયી મારી આનંદમયી તું જ મારી નવદુર્ગા ..

મારી સૂક્ષ્મરુપા મારી વાસ્તવરુપા તું જ મારી નવદુર્ગા ..

બતાવ તારા હજારરૂપ લખાવ લાખ કથન મારી નવદુર્ગા ..

તને પામવા ઓછાં પડે મારા જ્ઞાન ભક્તિ મારી નવદુર્ગા ..

તારો બાળ છું તારા ચરણોમાં આળોટુ મારી નવદુર્ગા

છોરું કછોરૂ થાય ભલે માવતર કમાવતર ના થાય મારી નવદુર્ગા

ચામડીનાં મારા જૂતાં બનાવી પહેરાવુ તોય ઓછુ મારી નવદુર્ગા .

તું જ શક્તિ રાજેશ્વરી પંચદેવ કરે નમસ્કાર મારી નવદુર્ગા ..

વિનવુ વારમવાર સમાવી લે તારા હૃદયામાં મારી નવદુર્ગા ..

અંતરના ઊંડાણથી બોલાવુ તને હરપળ મારી નવદુર્ગા ..

આકાશ પાતાળ અંતરીક્ષમાં તારો વાસ મારી નવદુર્ગા .

આ જીવને મિલાવી દે શિવ સંગ તું જ મારી નવદુર્ગા ..

ગોચર અગોચર ઊર્મિ સંકેતને સમજાવી દે મારી નવદુર્ગા ..

પ્રેમ આરાધના કરે આ જીવ અપનાવીલે મારી નવદુર્ગા ..

આ "દીલ"ને આપી લક્ષ આશિષ મેંળાવી દે મારી નવદુર્ગા ..

તું જ મારી અંતરમયી મારી આનંદમયી તું જ મારી નવદુર્ગા ...


..............ll માઁ અંબાજી ll ..............

માઁ અંબા ભવાની તુળજા ભવાની અંબે માઁ.

વાઘ સવારી નવનીતરૂપ શક્તિ સ્વરૂપ માઁ.

અષ્ટભુજા ત્રિકાળદર્શિનિ તેજ રુપીણી તુ માઁ.

હાથમાં ચક્ર ધનુષ્ય ત્રિશૂળ તલવાર છે માઁ.

ગદા માળા શંખ કમળ હાથમાં ધર્યા છે માઁ.

પૂર્ણ શક્તિ સ્વરૂપ તારૂ ખૂબ શોભે છે માઁ.

અંબા જગદંબા રુદ્રગૌરિ પાર્વતી લક્ષ્મી તુ માઁ.

સરસ્વતી બ્રહ્માણી ગંગા નવદુર્ગા તુ જ છે માઁ.

પૂનમ તારી ભરે ભક્તો તારા ચરણોમાં માઁ .

અમાસના દર્શન ખૂબ ભાવે ભક્તોને માઁ .

હવન યગ્ન સ્તોત્ર રુચા શ્લોક પઠન થાય માઁ.

દર્શન કરવા ભક્તો લાંબી યાત્રા કરે છે માઁ .

ગરબા સ્તુતિ કરી ભક્તો તને મનાવે છે માઁ.

ગબ્બરવાળી "દીલ"ને તારામાં સમાવી લે માઁ.


.............ll મહાકાળી માં ll .............

કાળભવાની દૈત્ય હરણ દયાળુ મહાકાળીમાં.

ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમમાં તારા પરચા છે માં .

દૈત્યોને મારી ભક્તોને પાળે મારી મહાકાળીમાં ..

મુંડના હાર હાથમાં તલવાર પ્રચંડ રૂપ તારા છે માં .

વિશાળ આંખો ભીષણ રૂપ દૈત્યોનો કાળ તુ માં .

ધરતી ધ્રૂજાવે અંતરીક્ષ અકળાવેં તારો ક્રોધ માં .

પાપીઓનો નાશ કરે ભક્તોને ઉગારે મહાકાળીમાં .

હરિહર જ્યાં હારે ત્યાં તારો પ્રભાવ મહાકાળીમાં .

શિવની અર્ધાગીની મહિષાસુરમર્દિની મહાકાળીમાં .

કાળને નાથે શિવ ને બાંધે મારી મહાકાળીમાં .

દક્ષિણની મહાકાળી મારી દુર્ગેશ્વરિ મહાકાળીમાં .

"દિલ" તારા ચરણની ધૂળ ઉગારીલે મહાકાળીમાં .

............ll મહાલક્ષ્મી માં ll ...............

વિષ્ણુ નારાયણના દીલમાં રહેતી મહાલક્ષ્મી માં .

કમળના આસને બીરાજતી મારી મહાલક્ષ્મીમાં .

ભક્તો કરે તારા સ્તુતિ પાઠ રોજ મહાલક્ષ્મીમાં .

સર્વને કરે ન્યાલ આપી ધનકૂબેર મહાલક્ષ્મીમાં .

અંબા જગદંબા હરસિધ્ધિનું નિરાળુ સ્વરૂપ છે તુ માં ..

વિષ્ણુ ચરણની હર પળ સેવામાં રાચતી છે તુ માં .

તારી ભક્તિમાં ભક્તો થાય ન્યાલ મહાલક્ષ્મીમાં .

સોના ચાઁદી હીરા કુબેર ભંડાર તારા વશમાં છે માં .

હર પૂજન તહેવાર પ્રસંગે તારી પૂજા છે મહાલક્ષ્મીમાં .

રિધ્ધિ સિધ્ધીના રૂપમાં ગણેશજી ના સાથમાં છે તુ માં .

કરને કલ્યાણ તારા ચરણે આવ્યો તારો બાળ માં .

આ "દીલ"ને કર પારસ,આપી આશિષ તુ માં..


.........ll નવરાત્રી ll ...............

જીવોને કરી પવિત્ર ઉગારે નવલી માઁની નવરાત્રી ..

પોષી ચૈત્રી અષાઢી આસો બધી તારી માં નવરાત્રી ..

અનુપમ તારા રૂપ છે માઁ કરુ અર્ચન નવરાત્રીમાં..

અનુષ્ઠાન પૂજા પાઠ્માલા ઉપવાસ કરુ નવરાત્રીમાં ..

હવન યગ્ન પુરાણ ઉપનિષદ કરુ પઠન નવરાત્રીમાં .

પવિત્ર સંકલ્પ કરી લઉ આશિષ પૂરા હું નવરાત્રીમાં ..

નવ દિવસના લઉ સંકલ્પ પૂરા કરુ નવરાત્રીમાં ..

જીવનો કરવા ઉધ્ધાર વ્રત તપ કરુ નવરાત્રીમાં .

સાક્ષાત દર્શન માંગુ કરુણા કર માઁ નવરાત્રીમાં ..

કરુ ખૂબ કાલાવાલા લાડ તને માઁ ખૂબ નવરાત્રીમાં .

પળ પળ રહું એહસાસમાઁ તારા કર કલ્યાણ નવરાત્રીમાં .

ના કોઈ ભાન બસ રહું તારામાં જ રત હું નવરાત્રીમાં ..

કરી છે ખૂબ ભૂલો પ્રાયશ્ચિત હું કરુ નવરાત્રીમાં .

"દિલ"ને છે વિશ્વાશ ખૂબ થશે બેડો પાર નવરાત્રીમાં ..


............ll માં ગાયત્રી ll .............

ૐકાર કરી કરુ કોટી કોટી પ્રણામ ગાયત્રીમાં .

બ્રહ્મ મુહૂર્તમાં તારી સાધના કરુ મારી ગાયત્રીમાં .

બટુક તારો જનોઇ ધરી પ્રાણાયામ કરુ છું માં

ૐકાર સાથે યોગ કરી સર્વ ભોગ છોડુ હું માં .

કમળ ઉપર બિરાજિ ગીતા માળા હાથે ધરી તે માઁ .

શાંત ગંભીર રૂપ પવિત્ર પાવન સ્વરૂપ તારૂ છે માઁ .

સુર્યનારાયણ સ્વરૂપમાઁ તારૂ તેજ દેખાય છે માઁ .

તારા ચરણોમાં ધ્યાન ધરુ પાવન થઉં છું હું માઁ .

સવાર બપોર સાંજ રાત્રિ ધરુ તારૂ હું ધ્યાન માઁ .

મારો અધિકાર ફરજ ૐકાર ગણી કરુ છું હું માઁ

જ્ઞાન વિજ્ઞાનનો દરીયો જોઉં તારી આંખોમાઁ માઁ .

જ્ઞાન ડુબકી મરાવી મને પાવક બનાવને માઁ .

યાચક છું બાળ તારો બધાં ગણિત સમજાવને માઁ .

"દીલ"માઁ છે તારૂજ સ્થાન થઈ ગયો પવિત્ર હું માઁ .

............ll ફુલ જોગણી માં ll ..........

જોગણી તારા અનેક રૂપ એમાં અનેરૂ ફુલજોગણી રૂપ .

તારા પરચા હર પાદરે હર દેરીએ તારા છે મુકામ .

તારુ અનુપમ અગોચર રૂપ ભક્તો ખાય છે ભૂલ .

માઁ કર તુ કલ્યાણ તારે ચરણે આવ્યો તારો બાળ .

સાક્ષીમાં તારી સ્વીકાર્યા પ્રેમબંધન હવે કર કલ્યાણ .

રુણાનુંબંધનના થયા એહસાસ તારા ચરણોમાં જ માઁ .

તારાજ આશરે છે મારી નાવ કરાવ હવે પાર તુ માઁ .

અપાર શ્રધ્ધા ધીરજ છે આશિષ હવે આપને માઁ .

લીલા તારી અપરમપાર તારા દોરા બાંધુ છું હું માઁ .

આસ્થા રાખી બેઠો આ ભક્ત પૂરા કરજે અરમાન.

અગમનીગમ ના સમજાયા તુ આપને હવે જ્ઞાન .

"દિલ" માંગે આશિષ તારા ચરણોમં આપ સ્થાન .

...........ll માઁ ગંગા ll ............

પતીત પાવન સાક્ષાત દુર્ગા પાર્વતી તુ માઁ .

શિવ જટાથી નિકળી ધરતી કરી ન્યાલ માઁ.

તારા જળમાં ડુબકી મારી પુણ્યશાળી થઉં માં

અમ્રુત તણા જળ છે તારા જીવને એ પોષે ઘણાં.

તારાથી જીવ વનશ્રુશ્ટિ હર જીવ જીવે છે માં .

જીવ શિવ બધાં તારા આશરે છે મારી ગંગા માં .

હિમાલયથી નીકળી સાગર સુધીની વાટ છે માં .

ગામ શહેર જંગલ તારા થકી જ પોષાય છે માં .

હર હર ગંગેના પોકારોથી ગુંજે છે ધરતી માં .

રાત્રિ દિવસ આરતી અર્ચન તારા તટે થાય છે માં .

તારા જળ ભગીરથ માંગી લાવ્યા ધરતી પર માં .

મુખમાં ગંગા જળ લઈ સ્વર્ગે જવાય છે માં .

હર મંદિર પૂજામાં તારૂ અચળ સ્થાન છે માં .

"દિલ" લેશે સમાધિ જળમાં તારા મોક્ષ પામવા માં

...............ગુરુ મૈયા ...................

ગુરુબ્રમ્હા ગુરુવિષ્ણુ ગુરુદેવૌ મહેશ્વરા ...

બધા જ સ્વરૂપોમાં શ્રેષ્ટ મારી ગુરુ મૈયા ...

લાગે છે પાત્રતા મળી તારા દર્શન થયા ..

વણ ઊકેલયેલા રહસ્યો હવે જ્ઞાત થયા ..

હૈયા ખૂબ ભારે કરને હવે છૂટકારો મૈયા ..

કેટલા રુણ ચૂકવવા બાકી હજી કર ખમૈયા ..

નથી ક્યાય જોડાવું નથી કોઈ અભરખા ..

બસ હવે કર સ્પષ્ટ બધુ કરને હવે જ્ઞાતા ...

સમજાવને જીવનનાં કોણ છે પાત્ર બધા ..

ના જીવવાની ત્રુશા ના કોઈ ભોગ નવા ..

સમ્પૂર્ણ સમર્પિત્ત થયા કરને હવે કલ્યાણ ..

આ "દીલ"જુએ રાહ બોલાવે ક્યારે ચરણમાં ..

........માઁ તારો પ્રેમ ગુલાલ ......

હે માઁ તારા આ જીવ ને કર ખૂબ પ્રેમ ગુલાલ

દઈદે આશિષ પૂરા આ જીવને કર પ્રેમ ગુલાલ

ચુંદડી કેરો આકાશ ચઁદરવો તારો પ્રેમ ગુલાલ ..

ભક્તિ રસમાં કર તરબોળ માં તારો પ્રેમ ગુલાલ ..

મારી ભૂલોને મિટાવી કર માફ તારો પ્રેમ ગુલાલ ..

આપી સાચું જ્ઞાન મને કરાવ ભાન તારો પ્રેમ ગુલાલ ..

પ્રેમલક્ષણા ભક્તિમાં હું રાચ્યો તારો પ્રેમ ગુલાલ ..

પ્રેમ સાગરમાં ડુબકી મારી થઉં ક્રુતાર્થ તારો પ્રેમ ગુલાલ

સદાકાળ મને તારૂજ રહે જ્ઞાન તારો પ્રેમ ગુલાલ ..

"દિલ"માં વસ્યા જીવ તને થયા સમર્પિત તારો પ્રેમ ગુલાલ ..


.........માડી તારા ચરણોમાં શીશ ............

માડી તારા ચરણોમાં મારુ શીશ કરને રખોપુ ....

થઈ ગયો તને સમર્પિત પાર ઉતાર કરને રખોપુ

કર્યા છે ઘણાં પાપ આ જીવે સફરમાં કરને રખોપુ ..

સમજાવ જીવનના બધા અર્થ માડી કરને રખોપુ ..

કરું કોટી કોટી પ્રણામ તને માડી મારુ કરને રખોપુ.

કરું ના કોઈ ભૂલ ખાઉ ના કોઈ થાપ કરને રખોપુ .

આપને દર્શન સાક્ષાત માડી મારુ કરને રખોપુ ...

વિનવુ રડુ કકળુ કરું આજીજી મારુ કરને રખોપુ

ભજુ છું દિનરાત તારૂજ રટણ મારુ કરને રખોપુ .

બારણે આવ્યો તારો બાળ માડી મારુ કરને રખોપુ .

ભક્તિ જ્ઞાનના આપ આશીર્વાદ માડી કરને રખોપુ .

આ જીવમાં છે ભક્તિનો ઉમંગ માડી કરને રખોપુ..

આ "દીલ" તડપે તારી ભક્તિમાં માડી કરને રખોપુ .

મારા જીવને કરીલે કેદ તારામાં માડી કરને રખોપુ ..


........આશિષ માંગુ માં ...........

માં માં કરી પોકારુ અંતરના અવાજથી .

સાંભળ અવાજ મારો હે માં અંતર્યામી .

આપ્યો જન્મ ધરતી પર રૂપ માનવનો.

ક્રુપા કરી ઉધ્ધાર કર હવે આ જીવનો.

ના કરી ભક્તિ ના કર્યા સારા કોઈ કામ.

ચરણે પડી કરગરુ માફી માંગુ મારી માં.

સાચી શ્રધ્ધા આસ્થાથી કરુ હું નિશ્ચય .

માંગુ એ મેળવુ કરુ એવો પાકો નિર્ણય.

મારા જીવને મિલાવી દે તું શિવ સાથે .

માંબાબા આપે મિલનના આશિષ આજે.

ના દુનિયાની પછી ફીકર ના કોઈ ડર.

પામુ સુખઆનંદ સાચો ના રહે કોઈ દુખ.

વિજ્ઞાનની આ દુનિયામાં સાચું જ્ઞાન આપ.

"દિલ"ને મોક્ષ આપી માં તું કલ્યાણ કર .


........માઁ તને સમર્પિત ........

હે માઁ તને સમર્પિત તારાથી જ સુરક્ષિત ..

તારી આંખોના અમીનો તરસ્યૉ તારા પ્રેમનો પાગલ .

.મારી સિંહવાહિની ત્રિકાળ દર્શીની મહાકાલમર્દિની ..

કુમ્ભ નિકૂમ્ભ વિનાશિનિ શંખચક્ર ત્રિશૂળ ગદા ધારિણિ ..

ધર્યા તે હાથમાં તલવાર માળા મુંડ તીર ધનુષ્ય ..

કરી દે વિનાશ કાળા કાળનો આપીને મને આશિષ ..

તારા કાનમાં કુંડળ નૂપૂર તારો સોના મઢ્યો મુકુટ ...

હાથમાં કંગન પાયલ પગમાં સુંદર સોળ શિઁગાર ...

નવરંગિ ચુંદડી સાડી ઘુઁઘરાળા કાળા વાળમા શોભતી ..

ગળામાં હીરાનાં હારલા હાથમાં સુંદર ચુડિયા પહેરતી ..

તુજ મારી મહાકાલી મહાસરસ્વતી મારી મહાલક્ષ્મી ..

તુજ કાત્યાયની બહુસ્મરણા ગાયત્રી તુજ માં પાર્વતી ..

તુજ બ્રહ્મરુપિણિ બ્રહ્માણી તુજ ગંગા માં ચામુંડા ..

તુજ શ્રીપદા શ્રિયંત્ર સ્વરૂપ તુજ અંબેજગ્દંમ્બેમાં ..

તુજ મારી દુર્ગા દુરગેશ્વરિ તુજ મારી નવદુર્ગામાં ..

બધાજ સ્વરૂપોમાં તુજ મારી હરસિદ્ધિ રાજરાજેશ્વરીમાઁ ..

કર રક્ષા આ જીવની તારા શરણે આવ્યો તારો બાળ માઁ ..

માઁ સાંભળને પુકાર મારી કરું કોટી કોટી નમસ્કાર ..

આપને જવાબ બધા મારા સવાલના આપીને જ્ઞાન ..

તારાજ ચરણમાં આ "દીલ" શ્વાશ લે કરી દે કલ્યાણ ..


.........ll શ્રી કૃષ્ણ વંદના ll...........

કૃષ્ણ કનૈયાલાલ હે નારાયણ નંદલાલ .

યશોદાનો લાડકો દેવકીનો દુલારો કહાન.

ગોકુળ વ્રુઁદાવનમાં ગોપીઓને લૂભાવતો .

રાધાનો મોહન મીરાનો ગોપાલ ચીત્તચોર .

હે ત્રિપુરારિ ગોવિંદ માધવ રામનારાયણ .

તારી લીલા ના સમજાય હે પુરુષોત્તમ ..

ઉધ્ધવને રડાવ્યા કંસ પુતનાને રોળયા.

નાગદમન કરી તમે જળ છોડાવ્યા.

ગીતા રચી પાર્થને કર્મસિધ્ધાંત સમજાવ્યા.

મહાભારતમાં પાંડવોને સુરક્ષિત કર્યા ..

ગોપીજન વલ્લભ હું તારા દુલાર કરુ .

હે દ્વારીકાધીશ તારા ચરણોમાં જીવું .

હે કેશવ તારો અનેરો છે રાસ રસથાળ.

શંકર નારદ મોહિત કર્યા રમાડીને રાસ .

શ્રીનાથજી શામળાજી તારા છે અનેક રૂપ.

રાસબિહારી "દીલ"ને ભક્તિમાં કર તરબોળ .


..........શ્રી રામચંદ્ર સ્તુતિ ..............

હે ક્રૂપાનિધાન શ્રીરામચંદ્ર શ્રી દશરથનંદન.

સીતાસંગ આપો દર્શન હે ક્રુપાળુ રઘુનંદન .[१]

ભરત શત્રુઘ્ન લક્ષ્મણ સોહે સંગ શ્રી રઘુવીર.

માતા કૌશલ્યાની આંખોના નૂર શ્રી રઘુનંદન [२]

ચઢાવી યાન્ગા માથે પિતાની વનવાસ સ્વીકાર્યા .

સુપરણ્ખા મારિચનાં ત્રાસથી રૂશિઓને છોડાવ્યા.[३]

પ્રિય ભરતને આપ્યાં જ્ઞાન રાજપાટ વહીવટના .

પાદુકા આપી આપ્યાં ઉદાહરણ ત્યાગ તપના [४]

કરી શિક્ષા વાલીને સુગ્રીવને મિત્ર બનાવ્યા.

હનુમાનજીને ગળે વળગાવી સેવક સ્વીકાર્યા . [५]

મારિચ રાવણે કરી કુદ્રશ્ટિ કુકર્મ ની ચેષ્ટા .

વહાલી જનક્નઁદિનિનાં વિરહે ખૂબ સંતાપ્યા [६]

વન વન શોધ્યા સીતે સીતે ખૂબ પોકાર્યા .

આંખમાં આંસુ હ્રદયનાં દર્દ ખૂબ સહ્યા . [७]

જગનાં તાતને અમાપ વિવશ ખૂબ નીરખ્યા .

વ્રૂક્શે વ્રૂક્શે જાનકી ને સાદ ખૂબ દીધાં ..[८]

શબરીની ભક્તિપ્રેમમાં જૂઠા બોર ખાધા .

અહલ્યાને શીલા મુક્ત કરી શ્રાપ નીવાર્યા .[९]

હનુમંતને કરી યાગ્નાભાળલેવા લંકા સુધી મોકલ્યા .

ગિધરાજજટાયુનાં ક્રિયાકર્મ કરી સ્વર્ગ અપાવ્યા.[१०]

કરી નવરાત્રીનાં ઉપવાસ વ્રત માઁ ને ખૂબ વિનવ્યા .

આદિત્યહ્રદયની પ્રાર્થના કરી સૂર્ય ને પ્રસન્ન કર્યા.[११]

કુમ્ભકર્ણ રાવણ સહિત રાક્ષસૉને ખૂબ સંહાર્યા .

લંકા જીતી માતા સીતાને સુખદ છોડાવ્યા. [१२]

આપી રાજ લંકાનુ વિભીષણને રાજા બનાવ્યાં.

કરી લીલા અપરંપાર નરમાંથી નારાયણ બન્યાં.[१३]

મર્યાદાપુરોશત્તમ શ્રીરામ હે અયોધ્યાનંદન .

કોટી કોટી પ્રણામ "દીલ "નાં હે શ્રીરઘુનંદન. [१४]

............ll જય હનુમંત ll ..............

જય હનુમંત હે અંજનીપુત્ર .

રામના દુલારા જય પવનપુત્ર .

હે શિવવતાર જય ગણનાયક.

જય શ્રી રામ જય શ્રી હનુમાન.

હે અવતારી સૂર્યગ્રાસક હનુમંત .

ગદાધારી શક્તિવંત હનુમાન .

સાગર લાંઘિ બળશક્તિ બતાવી .

વિરાટ સ્વરૂપની ઝાંખી કરાવી.

સિહિકા સહિત લઁકિનિને મારી .

માતા સીતાને આસ્વસ્ત કરી .

અશોક્વનનો ખૂર્દો બોલાવ્યો .

રામ નામનો ડંકો વગાડ્યો .

અક્ષય સંહારિ લંકાને બાળી .

દશાંશનને ખૂબ હંફાવ્યો .

નીલ નલ સંગ પૂલ બંધાવ્યો .

વાનર સેનામાં પ્રાણ પુર્યો .

લક્ષ્મણ મૂર્છાએ જડીબુટ્ટી લાવ્યા.

રામ લક્ષ્મણ નાં જીવ બચાવ્યા .

વાનર સેના સંગ રાક્ષસ સઁહાર્યા .

લંકા જીતી રામચરણ સ્વીકાર્યા .

તમારી છે આશ હે શક્તિવંત .

રક્ષા કરી ચરણોમાં રાખો વીર .

ના કોઈ ડર નાં રહે કોઈ ભય .

હે બાહુબલી તમારી છે આણ .

તમારો છે આ જીવને આશરો .

શનિવારનો છે પરચો તમારો .

અષ્ટસિધ્ધી નવનીધી આપો .

સુખ આનંદનું ભાગ્ય આપો .

જય જય રામભક્ત હનુમાન .

"દિલ" નાં કોટી કોટી પ્રણામ .


.........જય સાંઈનાથ.............

જય સાંઇનાથ જય સચ્ચિદાનંદ સદગુરુ. .

હ્રદયમાં ભક્તિ મનમાં છે સૂત્રો તમારા .

શ્રધ્ધા સબૂરી મંત્રો સાથે ચરણમાં તમારા .

ગુરુવારે મંદિરીયે લાગે છે લંગર તમારા .

ભૂખ્યા ગરીબ લાચાર નાં છે પેટ ભરાયા .

ના નાતજાતના વડા તમે સદગુરુ સહુના.

કોઈ કહે સંત કોઈ ફકીર પાલનહાર અમારા.

ભક્તોની ભીડ છે સદ્ગુરુ પીર છે અમારા.

આપો આશિષ આસ્થા છે ખૂબ તમારી .

સબુરી ખૂબ જીવનભર સદગુરુ તમારી.

ના ડોલે વિશ્વાશ નાં ખૂટે ધીરજ અમારી.

આ "દીલ" સદગુરુ બસ આશરે તમારા .


.............ત્રિદેવ..............

બ્રહ્મા વિષ્ણુ મહેશનું છે ત્રિદેવ સ્વરૂપ.

ગુરુદાત્તાત્રેય નું છે શક્તિશાળી સ્વરૂપ .

જગના જન્મદાતા બ્રહ્મ સ્વરૂપ બ્રહ્મા.

વિષ્ણુ સ્વરૂપ પાલનહાર છે આ જગના.

વિધ્વંશક બને છે દેવાધિદેવ મહાદેવ .

ચલાવે અંતરીક્ષનો સંસાર મારા ત્રિદેવ .

હે પાલનહારા કર કમાલ તું જગમાં હવે.

પરચો બતાવ તારો તું અંતરીક્ષમાં હવે .

સાચી ભક્તિ આસ્થાના હવે ડંકા વાગે .

ત્રિદેવના ચરણોમાં ભક્તો ને મોક્ષ મળે.

હે ત્રિદેવ કલ્યાણકારી નિરાળુ સ્વરૂપ તમારુ.

"દીલ"ના હ્રદય મંદિરમાં બસ સ્થાન તમારું .

....................મહાદેવ..................

હર હર મહાદેવ જય જય નીલકંઠ ..

બમ બમ ભોલે જય જય શિવ શંકર ..

માથે પર ગંગા ને ચંદ્રમાં છે શોભતા ...

ભસ્મ લેપ ને વ્યાઘ ચર્મ શરીરે તમારા ..

હર હર મહાદેવ .....

કંઠે ઝેર પચાવીને નીલકંઠ કહેવાયા ..

ચંદન ભસ્મ ત્રિપુન્ડ ભાલે લગાવ્યા ..

હર હર મહાદેવ ....

સર્પ નાગ રુદ્રાક્ષની કંઠે છે માળા .....

હાથમા ત્રિશૂળ અને ડમરુ ધરાવ્યા ...

હર હર મહાદેવ ....

હિમાલે કૈલાસ પર્વત પર ડેરા તમારા ..

ચરણોમાં માનસરોવરના જળ છે તમારા ..

હર હર મહાદેવ .......

તાંડવ કરીને પ્રભુ નટરાજ કહેવાયા ...

દેવાધિદેવ તમે પ્રભુ મહાદેવ કહેવાયા ...

હર હર મહાદેવ ..........

બાર જ્યોતિર્લિંગ છે સ્વરૂપ તમારા ...

આ "દીલ"ને દર્શન કરાવો તમારા ......

...........ll ભસ્માંગ શિવ ll ...............

ભસ્માંગ શિવ નાગધર જય નીલકંઠ ..

અંગે ભસ્મ ચોળી તમે હે શિવશંકર ..

ભાલે તિલક ચંદ્ર ગંગા શીશ પર ..

કંઠે રુદ્રાક્ષની માળા ડમરુ હાથ પર ..

ભજુ છું દિનરાત ભોળા ચંદ્રશેખર ..

વ્યાઘ્ર ચર્મ શોભે તન પર ત્રિલોચન ..

હાથમા ત્રિશૂળ શોભે તેજ લલાટે ..

આપોને ભક્તિ જ્ઞાન હળવેં હળવેં ..

આપીને દ્રષ્ટિ બંધ નયન ખોલો ..

રાખીને આસ્થા બેઠો નટરાજ ..

હે પશુપતિનાથ આપો જ્ઞાન જીવમાં.

વિનવુ નમુ ચંદ્રમૌલી રહી ચરણમાં..

સદા રહે નાગેશ્વર સાથમાં હરિ હરા

આશિષ આપી વસો ભસ્માંગ "દીલમાં"..


.......અર્ધનારીશ્વર......

આ અદભૂત સ્વરૂપના દર્શને આંખોમાં આનંદ છવાય..

તમારા પ્રેમપ્રતિકના સ્વરૂપમાઁ અંતરીક્ષના દર્શન થાય ..

પ્રેમતપસ્યા સન્યસ્ત શ્રુઁગારનો સમન્વય રચાય ..

ઉમાશિવ માયાત્યાગ આનંદ સમાધિ સર્વ સમાય ..

ન્રુત્યસંગીત પ્રેમપ્રક્રૂતિ આનંદ મોહનો સંગમ થાય ...

માનસરોવર કાંઠે શિવશક્તિ નો પ્રેમ જોવાય ...

એકમેકમાં ઐક્ય સ્વરૂપનો સાક્ષાત્કાર પ્રગટ થાય ..

નિર્મળ પ્રેમ અમ્રુત સમર્પિત ભાવના ત્રાદશ્ય થાય ..

કૈલાસમધ્યે નટરાજનું નૃત્ય ઉમાનુ સંગીત સંભળાય ..

આ "દીલ" ખૂબ આનંદે ઊછળે આ સ્વરૂપે દર્શન થાય ..


..........ડમરુ વાગે.............

હે ..ડમરુ વાગે ડમક ડમક ડમક ડમક .

ભોળા શિવ વગાડે ડમરુ ડમક ડમક ...

ઉમા સંગ નાચે શિવશંકર પ્રુથક પ્રુથક ..

જટામાંથી વહે ગંગે ખળખળ ખળખળ.

હેય ડમરુ વાગે ડમક ડમક.

સર્પોની માળા છે કંઠે જય જય નિલકંઠ.

ભસ્મ શોભે છે દેહે જય જય ભસ્માંગ ..

હેય ડમરુ વાગે ડમક ડમક .

ભાલે શોભે ત્રિલોચન જય જય હે ભોલે .

હાથમાં ત્રિશૂળ તેજ મુખપર હે ચઁદ્રમૌલિ.

હેય ડમરુ વાગે ડમક ડમક .

અર્ધનારીશ્વરની અદા અતિસુંદર અતિસુંદર.

જોડી અંતરીક્ષમાં સોહે ખૂબસુંદર ખૂબસુંદર.

હેય ડમરુ વાગે ડમક ડમક.

શિવશક્તિના દર્શન ખૂબ અનુપમ સુંદર .

"દિલ" કરે કોટી કોટી પ્રણામ થઇ સમર્પિત.


............મનસા મોક્ષ..............

ધરતી નભ દરીયો અંતરીક્ષ ઈશ્વરની રચના.

પાતાળ લોકમાં મારા મનસામોક્ષની દુનિયા.

નાગનાગેશ્વર શેષનારાયણને કોટી કોટી પ્રણામ .

દુનિયા અગોચર અગમનીગમના છે પરચા તમારા.

હર એક ઈશ્વરનાં રૂપનાં બન્યા સહોદર હમેશા.

શિવની જટા ગળા શરીરે તમે છો શોભતા..

શેષ શય્યા પર પ્રભુ વિષ્ણુ છે પોઢતા ..

ગુરુદત્તાત્રેયના બાથમાં શેષનાગ છે સાથમાં.

માઁ મનસા અને મોક્ષછે એકમેકના ખૂબ પ્રેમમાં..

રખોપા છે એમનાં સાચા પ્રેમ પારેવડાવોમા..

પૂનમરાત એ મનસા મોક્ષની છે પ્રેમ રાત..

ચાઁદ તારા નાચતાં પ્રેમ દીલોને ખૂબ લોભાવતા..

સર્પ નાગ અજગર બધાં સરી શ્રુપ માઁ સમાયા..

"દિલ"કરે કામના આશિષ વચન મળે એમનાં..


............II આજીજી II...........

તારા ડુંગરાના પહેલે પગથીએ શીશ નમાવી કરું આજીજી.

ધરતીના ધબકારે ધબકી સમાવું તારામાં અંતરની આજીજી.

મેં આપ્યા ઘણાં ઊંડા ઝખ્મ મને કર માફ કરું હું આજીજી .

કાળજાનાં કટકામાં લોહી ભીની શાહીથી લખી કરું આજીજી.

બારે દરવાજે કરે ફરિયાદ ઉતારી દે પાર કરું આજીજી.

વર્ષો પછી વિરહ મિટાવી મિલાવ્યા બે જીવ કરું આજીજી.

જીવ મિલાવી કર્યો અપાર ઉપકાર ખુબ હવે કરું આજીજી.

સાચા ખોટાં પાપ પુણ્યની નથી કોઈ સમજણ કરું આજીજી.

શ્વાસમાં શ્વાસ પરોવીને થાય ખુબ એહસાસ કરું આજીજી.

નહિ ઉથાપું આદેશ નહિ ભૂલું વચન એક હું કરું આજીજી .

દુનિયા નહિ સમજે સાચો પ્રેમ આ બે દીલોનો કરું આજીજી.

હે માં તારા આશિષથી “ દિલ “ કર ગુલાલ હું કરું આજીજી.


.....અરજ....

હરિ મારી કરને ખૂબ આળપંપાળ .....

તારા શરણે કરું કોટી કોટી પ્રણામ ..

હરિ મારી ......

જનમ આપીને કર્યા ખૂબ ઉપકાર ...

હવે તુ કરાવ સંસાર સાગર પાર ...

હરિ મારી ....

ધ્રુવ પ્રહલાદ ને તે ઊગાર્યા ....

હવે મારો કર તુ ઉધ્ધાર ...

હરિ મારી ....

નરસિંહ મીરા ને દર્શન આપ્યા ..

હવે લડાવો મુજને ખૂબ લાડ ...

હરિ મારી ....

જન્મોના ફેરા ખૂબ કરાવ્યા ...

હવે "દિલ"ને કરાવો હાશ ....

હરિ મારી કરોને ખૂબ આળપમ્પાળ...

............પુકારુ તને..............

શું કહીને પુકારુ તને બોલને .

કેમ કરી સમજાવુ તું સમજને .

કઈ બોલીમાં તને હું બોલાવુ ?

કયા શ્લોક સ્ત્રોત્ર તને ગમતા?

ના દેખાય છતાંય છે સર્વવ્યાપ.

ભક્તિનો કયો રંગ છે તને પસંદ.

એ જ રંગે રંગાઉ હું હવેં પ્રભુ .

પાડુ સાદ તને હવે તો તું આવ.

કેમ કરી તને મનાવુ હું વહાલા ?

આપ દર્શન હું ખૂબ તને કરગરુ.

વ્હેમ અંધશ્રધ્ધા બધી જ હટાવ.

સાચી આસ્થા જ મને સમજાવ.

કણ કણમાં છે તારો જ વાસ .

છતાં હું કેમ તારાથી અજાણ .

પામી જઈશ નક્કી જ હું તને .

મનની છે પાકી ગાંઠ જ હવે .

અનેરા તારા રૂપનાં દર્શન કરાવ.

"દિલ"સમર્પિત તને હવેતો આવ .

.........પંચ તત્વ..............

ધરતી જળ અગ્નિ વાયુ ગગન પંચ તત્વ રૂપ ..

પંચ તત્વ મળીને આ શ્રુશ્ટિ બને અદભૂત ...

પહાડ ખીણ ખનિજ હીરા ધરતીના છે નૂર ..

નદી તળાવ સરોવર સાગર જળ અમ્રુત રૂપ ..

ચંદ્ર સૂરજ તારલીયા દીવા અગ્નિ ના સ્વરૂપ ..

વાયરા પવન હવા વંટોળ વાયુના પ્રચંડ રૂપ ...

આખા અંતરીક્ષમાઁ સમાયુ ઉપર ગગન વિશાળ ..

પંચ તત્વ સમ તત્વ બની પોષે સ્રુશ્ટિ ના આધાર ..

થઈ પરિવર્તિત શક્તિ એકમેકમાં બને સત્વ ....

પંચ તત્વમાઁ જ જોઉં છું હું પંચ દેવ સાક્ષાત ..

મળે સમીકરણ બધા તત્વમાં છે જ્ઞાન વિજ્ઞાન ..

કરો શોધ સંશોધન બધા પડ્યા ભેદ અકબંધ ...

તત્વ તત્વ માઁ સમાયુ સ્થૂળથી સત્વ ગુણ ...

ગોચર અગોચર આ "દિલ" ના જાણે છે સાવ મૂઢ઼ ..


..................માંગુ વરદાન...............

માંગુ વરદાન બસ હવે આપ મારા વહાલા.

રખડ્યો હું વર્ષો જન્મ સાંભળને વહાલા .

દરીયાદીલ પાલન્હારા કરુ હું પુકાર તને .

ક્રિષ્નાબીહારી કરી દેને હવે ન્યાલ તું મને .

નમો નારાયણાયની ખૂબ ધૂન હું બોલાવુ .

તારા ચારણોની ધૂળ હું માથે જ ચઢાવુ .

નાજુક હ્રદય મારુ નહીં જ સહે હવે વધુ .

મિલન વિના હવે નહીં જોઇએ બીજું કશું .

મનોમન હૈયામા ખૂબ મથામણ રહે મને.

દૂર કરને પરેશાની આપને હવે શાંતિ મને.

ગોવિઁદ માધવ હવે તારા શરણે આવ્યો છું

આપીદે આશિષ મે ખૂબ આશ રાખી છે .

અગમનીગમના તારા ખેલ નિરાળાઅનોખા.

પરચા સંકેતના તારા હવે ખૂબ સમજુ છું .

હ્રદયના દ્વારે કાયમ તારા દર્શન કરુ છું .

મોક્ષનાં સંકલ્પે "દીલ" તને જ પ્રેમ કરે છે .

.................માંબાબાની ધૂન...................

ૐનમો નારાયણાય ઊમાપતિ જય શિવશંકર .

યમુનામહારાણી શ્રીનાથજી જય શ્રી કૃષ્ણ .

રામ લક્ષ્મણ સીતા હનુમાનનો દરબાર જય સીયારામ

અયોધ્યાનઁદન દશરથનંદન બોલો જય સીયારામ .

જય ગણપતિદેવા જય ગણેશ જય ગણનાયક.

આનંદચૌદશે ચૂર્મૂ લડ્ડુ ધરાવું હે ગણપતિ બાપા.

હરસિધ્ધિ અંબા રાજરાજેશ્વરી કુળ દેવીમાં નો જયજયકાર હો .

કાત્યાયની બહુસ્મરણા મહાલક્ષ્મી માંનો જયજયકાર હો .

હે હનુમંત ગદાધારી રામભક્ત જય હનુમાન .

રક્ષા કરો રામદુલારે અંજનીપુત્ર જય હનુમાન