Premni Sharuaat ke ant - Bas tarathi j - 3 in Gujarati Love Stories by chandni books and stories PDF | પ્રેમની શરૂઆત કે અંત - બસ તારાથી જ - 3

The Author
Featured Books
Categories
Share

પ્રેમની શરૂઆત કે અંત - બસ તારાથી જ - 3

પ્રેમની સરૂઆત કે અંત બસ તારાથી જ.

પ્રકરણ-3

વિષય : લવ સ્ટોરી.

સંજના બીજે દિવસે સામેથી કોલેજમાં સુકેતુને આવીને મળી અને તેને કહ્યુ, “હાય સુક્ક્ક્કુ.... સુકેતુ તો એકદમ ખુશ થઇ ગયો અને બોલી ઉઠયો, “થેન્ક ગોડ સંજના તુ માની ગઇ. તને ખબર છે તારા નારાજ થઇ જવાથી હુ કેટલો પરેશાન થઇ ગયો હતો. પળ પળ કયાંય પણ ચેન ન હતુ. મનમાં ખુબ જ ખરાબ ખરાબ વિચારો આવી રહ્યા હતા. કાંઇ ગમતુ જ ન હતુ.” “હેય સુકેતુ એક કોલેજ ફ્રેન્ડ માટે આટલુ બધુ???” “સંજના તુ મારી એક કોલેજ ફ્રેન્ડ જ નથી. આઇ એમ ઇન લવ વીથ યુ. તુ મારી જીંદગી છો યાર. હુ તને આ વાત કેટલા દિવસથી કહેવા માંગતો હતો. પરંતુ કોઇ દિવસ હિમ્મત જ થતી ન હતી તને કહેવાની. હુ તારો જીંદગીભર સાથ નિભાવવા માંગુ છુ. કેન યુ મેરી વિથ મી?” “ઓહ, કમ ઓન યાર. અત્યારે લગ્નના વિચારો કરવાના ન હોય. અત્યારે આપણી ઉંમર કોલેજ લાઇફ માણવાની હોય. પછી પડી છે ને, આખી જીંદગી લગ્ન કરીને સંસાર વસાવવાની. અત્યારથી આવુ કાંઇ વિચારવાનુ જ નહિ.” “સંજના, આઇ લવ યુ સો મચ. હુ જીંદગીભર તારી સાથે રહેવા માંગુ છુ. શુ તુ મારા પ્રેમનો સ્વીકાર કરે છે?” “જો સુકેતુ હુ આ પ્રેમ અને બધી વાતોમાં બહુ વિશ્વાસ નથી કરતી. પરંતુ તુ મારા પ્રત્યે આટલી બધી લાગણી દર્શાવે છે, ત્યારે હુ તેનો સ્વીકાર કરુ છુ. આપણે ખુબ જ સારા મિત્ર બનીને રહીશુ અને જયારે મારા દિલમાં પણ કોઇ એવી લાગણી થઇ આવશે તો હુ તને જરૂર, જરૂર અને જરૂરથી કહીશ.” “સંજના પ્રેમ એ કોઇ માનવા ન માનવાની વસ્તુ નથી. પરંતુ તારા દિલમાં એવી લાગણી નથી તો હુ એક દિવસ જરૂરથી જગાવીને રહીશ. મારા પ્રેમમાં એ તાકાત છે” આટલુ સુકેતુ બોલ્યો ત્યાં તો કોલેજનો બેલ વાગ્યો એટલે તે સંજનાનો હાથ પકડીને કલાસ રૂમ તરફ જવા લાગ્યો. સંજના તેના શબ્દો સાંભળીને શુન્યમસ્તક થઇને તેની સામે જોતા જોતા તેની સાથે ચાલવા લાગી. તેને અચાનક સુકેતુ સ્પર્શ ગમવા લાગ્યો. તેના મનમાં કોલેજના લેકચર દરમ્યાન દિલ અને દિમાગ વચ્ચે યુધ્ધ ચાલી રહ્યુ કે આખરે સુકેતુના શબ્દો સાચા છે કે ખાલી તેને ફસાવવા માટેનુ ખાલી ચક્રવ્યુહ છે. તેની આંખમાં કાંઇક એવુ કે સંજના તેની તરફ ખેંચી રહ્યુ હતુ. પરંતુ તેને ફરીથી સ્કુલમાં તેની ખાસ સખી સાથે ઘટી ગયેલી ઘટના આઁખ સામે તાજી થઇ ગઇ. *****************

“સંજના ઓ સંજના, કયાં છો તુ? જલ્દી આવ મોડુ થાય છે સ્કુલે જવા માટે. ફરીથી મેડમ તારા હિસાબે મને પણ બેન્ચ પર ઉભી રાખશે અને પછી આખો કલાસ મારી પણ હાંસી ઉડાવશે.” “અરે પાયલ હજુ તો સાડા અગિયાર થયા છે. હજુ એક કલાકની વાર છે તુ કયાં અત્યારમાં ઉડાઉડ કરી રહી છો.” “ભુત, તુ જલ્દી તૈયાર થઇ જા તેને ટ્રાફિકની તો ખબર છે ને. અત્યારે પાંચ મિનિટ વહેલુ પહોંચવુ સારુ અને મને ખબર જ હોય તુ તૈયાર નહિ હોય એટલે હુ વહેલી આવી. હવે જલ્દીથી દોડીને તૈયાર થઇ આવ” “ઓ.કે પાંચ મિનિટમાં હુ આવુ છુ.” **************** “અરે પહેલા તો બહુ ઉતાવળ ઉતાવળ કરતી મારતે ઘોડે મારા ઘરે આવી અને અહીં રસ્તામાં કયા આ સ્કુટી ઉભુ રાખી દીધુ?”

“મારે જરાક કામ છે તો તુ અહીં બે મિનિટ ઉભી રહે હુ હમણા આવુ છુ.” આમ કહી પાયલ તો દોડતી સામે રહેલા વૃક્ષ પાછળ જતી રહી પંદર મિનિટ બાદ તે દોડતી દોડતી ખુશ થતી થતી આવી અને ફટાફટ સ્કુટી ઝડપથી ફુલ સ્પીડે સ્કુલ તરફ લઇ લીધુ. તેની સ્પીડ એટલી વધારે હતી કે સંજના કાંઇ પુછી જ ન શકી. માંડ શાળાનો બેલ વાગ્યો ત્યારે તેઓ પહોંચી શકયા. બેલ વાગી ગયો એટલે તેઓ ઝડપથી પોતપોતાના ક્લાસ રૂમ જતી રહી. પાયલ “એ” વર્ગમા હતી અને સંજના “બી” માં એટલે તેઓ અલગ અલગ કલાસમાં હતા. છેક ત્રણ વાગ્યે રિસેષ પડી એટલે સંજના પાયલ પાસે લંચ બોકસ લઇને આવી અને તેને પુછ્યુ, “પાયલ તુ રસ્તામાં આટલી બધી વાર ત્યા શુ કરવા ગઇ હતી?” “અરે કાંઇ નહિ એ તો મારા એક કઝીનને મારુ કામ હતુ એટલે હુ તેને જરા મળવા ગઇ હતી.” “તારો વળી ક્યો કઝીન? તારા કોઇ રીલેટીવસ ક્યા અહી રહે છે.”

“અરે એ તો મારો કઝીન અહી એક એકઝામ માટે તેના ફ્રેન્ડના ઘરે આવ્યો હતો.” “ઓ.કે.” પછી તો આ રોજનુ બની ગયુ. થોડા થોડા દિવસે બપોરે કે સાંજે અલગ અલગ જ્ગ્યા પર સ્કુટી રોકીને પાયલ ક્યાક જતી રહેતી. સંજના તેને પુછતી તો તે વસ્તુ લેવી અને ફ્રેન્ડને મળવા જવુ અને બીજા અલગ અલગ બહાના કાઢતી રહેતી. સંજનાને શંકા તો થતી પરંતુ તેની પાસે કોઇ પુરાવો ન હતો. એકાદ વખત સંજનાએ તેનો પીછો પણ કર્યો પરંતુ તે ઝડપથી કયાંક અદ્રશ્ય થઇ ગઇ. વેકેશનમાં એક દિવસ પાયલની પાડોશી હેતલ તેને એક બુક આપી ગઇ. પાયલ તેને આપવા કહ્યુ એમ કહીને. સંજનાએ તે ખોલી તો એક ડાયરી હતી. પ્રિય સખી સંજના, તુ આ ડાયરી વાંચીશ ત્યારે ઘણુ મોડુ થઇ ગયુ હશે. મારાથી એક બહુ મોટી ભુલ થઇ ગઇ છે. તુ મારી ખાસ સખી છો એટલે હુ તને બધુ કહી શકુ છુ. બાકી બીજા કોઇને કહેવાય તેવી વાત નથી. એન્ડ સોરી મે આ વાત તારાથી પણ છુપાવી તુ રોજ રોજ મને પુછતી છતાંય મે તારાથી બધુ છુપાવ્યુ. બની શકે તો મને માફ કરી દેજે. મને ખુબ જ પસ્તાવો થઇ રહ્યો છે. પરંતુ હવે હુ કાંઇ કરી શકતી નથી મારી સાથે બહુ મોટો દગો થયો છે. અમારી ઘરની પાછળની કોલોનીમાં રહેતો ગર્ભ શ્રીમંત કેયુરે મને ફસાવી તેની પૈસાની લાલચમાં આવીને તેના છળને હુ પ્રેમ સમજી બેઠી. અને તેને હુ તેની ચીકણી ચીકણી વાતો અને તેના પૈસાના મોહમાં હુ મારુ સર્વસ્વ આપી બેઠી અને તેની વાસના પુરી થઇ જતા મને તરછોડી દીધી. મારી સાથે બહુ મોટો દગો થયો. હવે મને ઓળખતો ન હોય તેવી રીતે વર્તે છે. મારો ઉપયોગ કરીને મને છોડી દીધી. હુ પ્રેગનેંટ છુ અને કોઇને મોઢુ બતાવવા લાયક રહી નથી એટલે હુ આત્મહત્યા કરી રહી છુ. મને બીજો કોઇ રસ્તો સુઝતો જ નથી. આઇ એમ સોરી. પ્લીઝ મારા ઘરે જઇને મારા માતા પિતાને સંભાળી લેજે. આટલુ વાંચ્યુ તો સંજનાના પગ ઢીલા પડી ગયા અને તે પરસેવે રેબઝેબ થઇ ગઇ. તેને કાંઇ સમજ પડતી ન હતી. તે સીધી દોડીને પાયલના ઘરે ગઇ ત્યાં તો તેની લાશ પડેલી હતી અને આખી કોલોની ત્યાં એકઠી થઇ હતી. તેના માતા પિતા અને પરિવાર ખુબ જ મોટે મોટેથી રડી રડયા હતા. *************************** નજર સમક્ષ તે દ્રશ્ય તાજુ થઇ ગયુ એટલે સંજનાએ મનોમન નક્કી કરી લીધુ. “હુ મુર્ખ જરાય નથી. સુકેતુની ચીકણી ચુપણી વાતોમાં જરાય ફસાઇ જ નહિ. તેને ખબર નથી કે સંજના શુ ચીજ છે. હુ તેને બરાબરનો મજા ચખાડીશ.” પાયલની યાદ આવી જતા આઁખનો ખુણો ભીનો થઇ ગયો અને તે લેકચર અધુરા છોડીને ઘરે જતી રહી. બપોરે સુકેતુનો મેસેજ આવ્યો. “કેમ યાર આમ અચાનક કોલેજ છોડીને ઘરે આવતી રહી? એની પ્રોબ્લેમ? હુ તારી પાછળ આવ્યો હતો ત્યાં તો તુ રીક્ષા પકડીને જતી રહી.” “કાંઇ નહિ પેટમાં બહુ જ દુ:ખતુ હતુ એટલે આવતી રહી ઘરે.” “ઓ.કે. ટેક રેસ્ટ.” સંજના સ્માઇલી મોકલીને ઓફ લાઇન થઇ ગઇ. તેને નક્કી જ કરી લીધુ કે તે સુકેતુની જાળમાં તેને જ ફસાવશે અને તેના પૈસે કોલેજ લાઇફ એન્જોય કરીને તેને છોડી દેશે.

તે હવે સાવધાની પુર્વક સુકેતુ સાથે મિત્રતા આગળ વધારવા લાગી અને તેના પૈસા તે જલસા કરવા લાગી. સુકેતુ તેને દિલથી સાચો પ્રેમ કરતો હતો. પરંતુ સંજના તેના પ્રેમ ને સમજવા માટે જરા પણ તૈયાર ન હતી. તેના માટે સુકેતુ માત્ર એક રમકડુ જે તેના પર લખલુટ પૈસા વાપરતો અને તેના બધા કામ પણ દોડી દોડીને કરી આપતો. મીરાને સંજનાનુ આવુ વર્તન જોઇ ખુબ જ દુ:ખ થતુ પરંતુ સંજના તેની કોઇ પણ વાત સાંભળવા તૈયાર જ ન હતી. કોલેજના દિવસો આમ જ પુરા થઇ ગયા. સુકેતુ ના દિલમાં દુ:ખ હતુ કે તે સંજનાનો પ્રેમ ન મેળવી શક્યો અને હવે તેનાથી દુર જવાનુ હતુ.

તેને તેના મામા ના ઘરે સોમાલિયા જવાનુ હતુ. તેની ફેકટરીમાં થોડી હેલ્પ કરાવવા માટે અને પછી છ સાત મહિના બાદ તેના પપ્પાનો બિઝનેશ સંભાળી લેવાનો હતો. તેના મામા સોમાલિયા રહેતા હતા અને કોલેજ પુરી થયે બીજા દિવસની જ ટિકિટ હતી. આથી છેલ્લા દિવસે ફેરવેલ ફંકશન પુરુ થતા તે સંજનાને મળવા આવ્યો. સંજનાને પણ ખબર હતી કે સુકેતુ આવતી કાલે જતો રહેવાનો હતો. આથી તે આખરી દાવ ખેલી લેવા તૈયાર જ હતી. “સંજુ હુ કાલે સોમાલિયા જતો રહેવાનો છુ અને છ સાત મહિના સુધી કદાચ અહીં પાછો નહિ આવી શકુ.” “આઇ ક્નો સુક્કુ મને પણ એ વાતનુ દુ:ખ છે કે આપણે હવે નહિ મળી શકીએ. તારા સાથે વિતાવેલ દિવસો હુ કયારેય ભુલી શકુ એમ નથી.” દુ:ખી થવાના નાટક સાથે સંજનાએ કહ્યુ. “હા, હુ પણ ખુબ જ ઉદાસ છુ. તારા વિના હુ નહી રહી શકુ. તારા વિના પળ પળ કાપવી ખુબ જ આકરી લાગશે. પરંતુ પપ્પાએ જીદ કરી ધરાર ટિકિટ કપાવી નાખી. બસ એક આખરી વાર હુ તને પુછુ છુ. શુ તુ મારી સાથે લગ્ન કરવા માંગે છે? મને જીવનભર સાથ આપવા માંગે છે?” “હા સુક્કુ હા. આઇ વીલ મેરી યુ. આજ સુધી હુ તારા પ્રેમને ન સમજી શકી. તારા જવાના સમયે મને પણ અહેસાસ થાય છે કે હુ તને પ્રેમ કરુ છુ.” સંજનાની વાત સાંભળી સુકેતુ ખુશીથી ઝુમી ઉઠ્યો અને સંજના ગોદમાં ઉઠાવી બોલ્યો. “થેન્ક્યુ સો મચ સંજના. થેન્ક્યુ વેરી મચ. હુ પાછો આવીને બધી તૈયારી કરી તારા ઘરે જાન લઇ આવી જઇશ તુ તૈયાર રહેજે. હુ બધી તૈયારી કરી લઇશ.” સંજનાએ પોતાનો આખરી દાવ રમી લીધો. તેને ખોટે ખોટે હા પાડી દીધી. હવે ભલે તે છ મહિના સુધી સપનાના મહેલ રચ્યા કરે. છેલ્લે એવો ફટકો આપશે કે તેનો મહેલ એક ઝટકામાં ચકનાચુર થઇ જશે. સંજના પોતાની ચતુરાઇ પણ ખુબ જ ખુશ થઇ ગઇ. બીજે દિવસે સુકેતુને સી ઓફ કરવા. મીરા સાથે સંજના પણ એરપોર્ટ પર ગઇ અને ખોટે ખોટા આંસુ સાથે સુકેતુ અને બાય બાય કહી દીધુ. તે ખુબ જ ખુશ હતી. તેને બધી બાજી જીતી લીધી હતી. ઘરે આવીને પોતાનુ સીમ કાર્ડ બદલાવી નાખ્યુ અને તેની ફ્રેન્ડ મીરાને પણ નવા નંબર સુકેતુને આપવાની ના પાડી દીધી. સુકેતુ બિચારો સોમાલિયાથી સંજનાને કોન્ટેક કરવાની ઘણી ટ્રાય કરતો પરંતુ કોઇ જાતનો કોન્ટેક થઇ શકતો ન હતો. તે વિરહની વેદના અને ઉદાસી સાથે માંડ દિવસ પસાર કરતો હતો. આ બાજુ સંજનાએ પોતાની જ્ઞાતિમાંથી તેની પિતાજીની પસંદના છોકરા સાથે સગાઇ કરી લીધી અને તેની સાથે સમય પસાર કરવા લાગી. છ મહિના વિતી ગયા એટલે સુકેતુ તો ફટાફટ ત્યાંથી નીકળી ગયો અને સીધો બીજે જ દિવસે સંજનાને મળવા તેના ઘરે ગયો ત્યારે સંજનાના લગ્નની તૈયારીઓ તેના ઘરે થઇ રહી હતી. સુકેતુ બધી વાતથી અજાણ પોતાના પ્રેમને મળવાની ખુશીમાં એકદમ ખુશ થઇ રહ્યો હતો. તે આજે હવામાં ઉડી રહ્યો હતો. “સંજના ક્યા છે? મારે તેને મળવુ છે.” સંજનાની કઝીન નિક્કી આવી એટલે સુકેતુએ તેને પુછ્યુ “દીદી તો પાર્લર ગયા છે” “ઓ.કે. કોના લગ્ન છે અહીં? અને કયારે આવશે. સંજના?” “દીદીના જ કાલે લગ્ન છે અને તે તો હવે સાંજે જ આવશે.” આટલુ બોલીને નિક્કી જતી રહી. હાથમાં રહેલી ગિફટસ બધી નીચે પડી ગઇ અને સુકેતુ ભાંગી પડયો. આંખમાંથી આંસુઓ વહેવા લાગ્યા. કોઇ જોઇ ન જાય એટલે તે ભાંગેલા હૈયે કારમાં બેસી ગયો. સંજનાએ બહુ મોટો દગો કર્યો તેની સાથે. છેલ્લે હા પાડીને તેને દિલમાં આશા જગાવીને છોડી દીધો. તેને વિચાર આવ્યો કે કદાચ તેના બળજબરીથી લગ્ન કરાવવામાં આવ્યા હોય. સંજનાના તો કોઇ કોન્ટેક નંબર ન હતા. આથી તેને મીરાંને ફોન કર્યો. મીરાંએ તેને બધી હકીકત કહી દીધી. હવે તો સંજનાના લગ્ન થવાના હતા. હવે કોઇ વસ્તુ છુપાવવાનો કોઇ ફાયદો ન હતો. મીરાંની વાત સાંભળીને સુકેતુનુ હૈયુ ભાંગી પડયુ. તેને દિલોજાનથી જેને ચાહી હતી તેણે તેની સાથે આવડો મોટો ખેલ ખેલ્યો. પ્રેમમાં મળેલો આવો દગો તે ખમી શક્યો નહિ. તેને પોતાની કારને પુરપાટ દોડાવી મુકી તેનુ હૈયુ સાવ ભાંગી ચુક્યુ હતુ. તેને કોઇ ભાન રહ્યુ અને અને કારને ખાઇમાં પડતી મુકી સદાઇ માટે દુનિયા છોડીને જતો રહ્યો. લગ્નની ઉજવણીમાં સંજના તો છાપુ વાંચવા અને સમાચાર સાંભળવા માટે તેને જરા પણ ફુરસદ ન હતી. લગ્નના પંદર દિવસ બાદ મીરા એક દિવસ તેને મળવા આવી, “સંજના તુ તો બહુ જ ખુશ છો ને?” “હા યાર દીપેશ ખુબ જ લવિંગ એન્ડ કેરિંગ હસબન્ડ છે. પણ તુ કેમ ઓંચિતા આમ પુછે છે? આવને તુ પહેલા બેસ. તારા માટે કાંઇક બનાવુ.” “તારા જેવાના ઘરનુ મારે કાંઇ પણ લેવુ નથી.” “કેમ આવી વાતો કરે છે મીરુ. શુ થઇ ગયુ તને?” “સંજના સુકેતુ ઇઝ ડાઇ. તે તેનો ભોગ લીધો. તેના સાચા પ્રેમ સાથે રમત રમીને તેનો ભોગ લીધો.” રડતા રડતા મીરા દરવાજા પાસે ફસડાઇ પડી. “વોટ?” સંજના મીરાની વાત સાંભળી સ્પીચલેશ થઇ ગઇ. “હા સંજુ હા. તને તેના પર વિશ્વાસ જ ન હતો તો તેની સાથે આવી રમત રમવાની શી જરૂર હતી? તારે તેનાથી દુર રહેવુ હતુ. તારી આ ભયાનક રમતે બિચારાનો ભોગ લીધો અને તેના પરિવારે એક નો એક દીકરો ગુમાવ્યો. સુકેતુ જેવો પ્રેમી કોઇ નસીબદારને જ મળે. તે તેના સાચા પ્રેમને કયારેય સમજવાની કોશિષ પણ ન કરી.” આટલુ બોલીને મીરા જતી રહી અને જતા જતા કહેતી પણ ગઇ કે આપણી ફ્રેન્ડશીપ હવે ખત્મ હવે કયારેય મને પણ કોન્ટેક ન કરજે.