The Play - 3 in Gujarati Short Stories by Hiren Kavad books and stories PDF | The Play - 3

Featured Books
Categories
Share

The Play - 3

The Play

Hiren Kavad

આગળ આપણે જોયુ.

વરસાદમાં મેઘ અને એનું નાનું ફેમીલી ફિલ્મ જોવા નીકળે છે. ટ્રાફીક સિગનલ પર મેઘની નજર એક યુવતી પર પડે છે, જ્યારે એ રોડ ક્રોસ કરી રહી હોય છે ત્યારે જ એક બકરો એને ટક્કર મારે છે. મેઘ દોડીને એની મદદે જાય છે. એ લોકો એને હોસ્પીટલ લઇ જાય છે. આખરે એ યુવતી હોશમાં આવે છે. મેઘ નવ્યાના કોમળ હાથનો સ્પર્શ કરે છે. મેઘને એનું નામ ખબર પડે છે. ‘નવ્યા.’ બન્નેની આંખો મળે છે. મેઘને ખબર પડે છે કે એ નવ્યાના પ્રેમમાં છે.

હવે આગળ.

3. Characters

મેઘનો હાથ એના ઠંડા હાથ પર હતો. એ કંઇ જ ન બોલી. પાંચ સેકન્ડ સુધી બન્નેની આંખો બોલતી રહી. એના ચહેરા પર કોઇ જ સુખ કે દુખના ભાવો નહોતા. નંદિની ત્યાં આવી.

‘મેઘ નવ્યાના પપ્પા આવ્યા છે.’, એણે પાછળથી મેઘના ખભા પર હાથ મુક્યો. અને પેલી યુવતીનું પર્સ બેડ પર મુક્યુ. પેલી યુવતીએ નંદિની તરફ પોતાની આંખો ફેરવી પરંતુ કંઇ ન બોલી. કદાચ હજુ એ ગભરાયેલી હતી.

‘નવ્યા.’, મેઘ પેલી યુવતીની સામે જોઇને આછા સ્મિત સાથે બોલ્યો. એણે પોતાનો હાથ નવ્યાના હાથ પરથી હટાવ્યો. એક ફોર્મલ કપડામાં સામાન્ય લાગતો માણસ ત્યાં આવ્યો.

‘શી ઇઝ ફાઇન.’, નંદિનીએ સ્માઇલ સાથે એ વ્યક્તિને કહ્યુ. તરત જ એ માણસ નવ્યા તરફ ગયો અને એને ભેટી પડ્યો. બન્નેની આંખો ઓલમોસ્ટ ભીની થઇ ગઇ. નવ્યા એક પણ શબ્દો નહોતી બોલી.

‘તમને ઘર સુધી છોડી દઇએ?’, નંદિની બોલી.

‘થેંક્યુ. આ મારો જીવ છે.’, નવ્યાના પપ્પાએ ગળગળા થઇને કહ્યુ.

‘માય પ્લેઝર.’, નંદિનીએ હાથ લાંબો કર્યો ‘નંદિની.’, એણે પોતાનું નામ કહ્યુ.

‘વરૂન મહેતા.’, એમણે હાથ મેળવ્યો.

‘તમને ઘર સુધી છોડી દઇએ?’, મેઘ બોલ્યો.

‘આ મારો દિકરો છે મેઘ.’, નંદિનીએ કહ્યુ.

‘હું બાઇક લઇને આવ્યો છું.’, વરૂનભાઇએ કહ્યુ.

‘ઓકે.’, નંદિની નવ્યા પાસે ગઇ. એના માથા પર ધીમેંથી હાથ ફેરવ્યો.

‘ટેક કેર બેટા.’, નંદિની બોલી. નવ્યાએ ખુબ જ મૃદુ સ્માઇલ કરી. મેઘે એ સ્માઇલ કેદ કરી લીધી. નવ્યાની નજર મેઘ તરફ ફરી. બન્નેની આંખો ફરી મળી. મેઘ આછી સ્માઇલ સાથે એને જોતો રહ્યો. એના માટે બધુ જાણે થોભી ગયુ હોય. મેઘની નજરમાં બધુ ધીમું પડી ગયુ હતુ. નંદિની ધીમેંથી મેઘ પાસે આવી અને મેઘનો હાથ પકડ્યો. ધીરેથી મેઘે નવ્યાની આંખોમાંથી આંખોને હટાવી અને ફરીને બન્ને ચાલતા થયા. ગૂરૂત્વાકર્ષણ બળ પછી પ્રેમ એ બીજી વસ્તુ છે જે સમયને ધીમો કરી શકે છે.

***

‘આઇ લવ હર.’, જેવો મેઘ કારમાં બેઠો એવુ એ નંદિનીની સામે જોઇને બોલ્યો.

‘મને શું ખબર.’, નંદિનીએ સ્માઇલ સાથે મેઘ સામે જોયા વિના જ કહ્યુ.

***

બેડ પર પડેલા મેઘની નજર સતત સ્થિર છત પર હતી. શિવની નજર વિસ્તરી રહેલા બ્રહ્માંડ તરફ હતી. બન્નેમાંથી કોઇની આંખો પણ ફરકી નહોતી રહી. બન્ને એક જ વ્યક્તિના વિચારોમાં ખોવાયેલા હતા. મેઘ નવ્યાના અને શિવ મિનાક્ષીના.

***

મારા વિચારો કરતા હતા?’, બાજુમાં પાર્વતી આવીને બેઠા. એમણે શિવ માટે ચલમ બનાવવાની શરૂ કરી.

હા, તમારૂ એક રૂપ મિનાક્ષી.’, શિવ એમની આંખોને વિચલીત કર્યા વિના બોલ્યા.

એટલા બધા પાગલ છો તમે?’, પાર્વતીએ ખુબ ચંચળતાથી પૂછ્યુ.

તમારી સુંદરતા તુ જુઓ.’, શિવ અચાનક પાર્વતી તરફ ફર્યા અને એમને જકડી લીધા. એણે પાર્વતીના કેશ છોડ્યા. એમના ચહેરા પર હાથ ફેરવ્યો.

તમારા માટે તો છે.’, પાર્વતીએ પોતાના હાથ શિવના મજબુત બાજુઓ પર રાખ્યા. શિવ ધીરે ધીરે એમનો ચહેરો પાર્વતીના ચહેરા પાસે લઇ ગયા, બન્નેએ પ્રણયને ચાખ્યો. શિવે પાર્વતીએ આપેલી ચલમનો દમ લગાવ્યો.

નવ્યાના પાત્રમાં મિનાક્ષી અદભૂત અદાકારી કરી રહ્યા છે. અહિં હોય ત્યારે એમની ચંચળતા અને ત્યાં એમની માસુમીયત.’, શિવે વધારે વર્ણન કર્યુ.

અત્યારે કોણ વિષ્નુ છે એક્ઝેક્યુશનમાં?’, પાર્વતીએ પૂછ્યુ.

ના સેલ્ફમોડ પર છે. કાલે નવો સીન ડિસ્કસ કરવાનો છે. પ્રોડક્શન ટીમ અત્યારે બધુ સંભાળી રહી છે.’, શિવે કહ્યુ.

ચલો ને નવ્યાને જોઇએ.’, પાર્વતીએ કહ્યુ. શિવ ધીમેંથી હસ્યા અને એમણે ચિત્રપટ પ્રગટ કર્યુ.

***

નવ્યા કપડા બદલીને પોતાના રૂમમાં જઇ રહી હતી. વરૂણભાઈ કિચનમાંથી સામે મળ્યા.

‘હવે કેમ છે?’, વરૂણભાઈએ પૂછ્યુ.

‘સારૂ છે પપ્પા.’, નવ્યાએ એના મૃદુ સ્વરમાં કહ્યુ.

‘ધ્યાન રાખો બેટા.’,

‘પપ્પા મને એમ કંઇ નહિં થાય.’, નવ્યાએ એના પપ્પાને ભેટીને કહ્યુ.

‘તારા સિવાય મારૂ કોઇ નથી ખબર છે ને?’, વરૂણભાઈ થોડા ભાવુક થઇ ગયા.

‘હા. ચલો હવે સુઇ જાવ.’, નવ્યાએ બીજા રૂમ તરફ વરૂણભાઈને લઇ જઇને કહ્યુ. નવ્યા ફ્લેટના પોતાના રૂમમાં ગઇ. અને બેડ પર પડી.

‘મેમ.’, એને એ અવાજ યાદ આવ્યો. એ પછી જ્યારે એની આંખો ખુલી ત્યારે એ થોડો શ્યામ વર્ણો કાળજીયુક્ત ચહેરો દેખાણો. એ આંખોમાં શું હતુ, શું બોલી રહી હતી? એ નવ્યા શબ્દોમાં નક્કિ નહોતી કરી શકતી. એની હાલત પણ લગભગ મેઘ જેવી જ હતી.

‘એનો ખુબ ખુબ આભાર.’, આભાર કોને પહોંચતો હતો? જે યુવતીના જીવનમાં અત્યાર સુધી કોઇ વ્યક્તિ ના આવી હોય અને અચાનક કોઇ આવીને એના હાથ પર લાગણી ભર્યો સ્પર્શ કરે ત્યારે શું થાય? એની આંખોના સ્મરણમાં એણે જોયેલી આંખો હતી. જે સતત એની સામે આવીને ઉભી હતી. ક્ષણો સુધી એ વ્યાકુળતા રાત્રીની સાક્ષીએ રહી.

***

જોયુ તમે? કેટલી નાજુકતા?’, શિવે પાર્વતી સામે જોઇને કહ્યુ.

અદભૂત. મહાનાટ્ય અચુક્ય છે.’, પાર્વતિએ કહ્યુ.

બ્રહ્માજીએ અમને ફર્સ્ટ ડ્રાફ્ટ સંભળાવ્યો હતો. બન્નેના રૂંવાટા ઉભા થઇ ગયા હતા એક સમયે બન્નેની આંખો ભીની હતી. અને નવ્યા. શું કહેવુ એનું. મિનાક્ષી એક્ટ પણ અદભૂત કરી રહી છે. પરંતુ…’, શિવે ધુમાડો અનંત અવકાશમાં છોડતા કહ્યુ.

‘પરંતુ શું?’, પાર્વતીએ ઉત્સુકતાથી પૂછ્યુ

‘નથીંગ, આઇ ડોન્ટ વોન્ટ ટુ સ્પોઇલ’.

અને મેઘ?’, પાર્વતી બોલ્યા.

શિવે પાર્વતિની આંખોમાં જોયુ. કંઇ ના બોલી શક્યા.

આંખોનો અને હ્રદયનો રસ છે, કાનનો નહિં.’, શંકરે કહ્યુ અને એક ઉંડો કશ માર્યો.

***

‘મને ખબર નથી પડતી તુ આટલી ચુપ કઇ રીતે રહી શકે?’, તર્જનીએ નવ્યાના ટેબલ પાસે આવીને કહ્યુ. નવ્યા માત્ર થોડુ હસી.

‘આમ તુ કોઇ સાથે નહિં બોલે અને વેલ બીહેવ કરીશ તો લોકો તારી વાતો કરશે.’, તર્જનીએ ફરી કહ્યુ.

‘હું ટ્રાય કરીશ.’, નવ્યાએ એના મૃદુ સ્વરમાં કહ્યુ. જેવો એનો નરમ સ્વભાવ, એવો જ એનો સ્વર અને હાવભાવ હતા.

‘એક મહિનો થયો છે નવ્યા. યુ શુડ ગો આઉટ વિથ સમવન.’, તર્જનીએ ધીમેંથી આંખ મારીને કહ્યુ. નવ્યા થોડુ હસી અને પોતાના કોમ્પ્યુટર સ્ક્રિન પર ધ્યાન આપ્યુ.

‘અમે લોકો ડિનર પર જઇએ છીએ, તુ આવીશ?’, તર્જનીએ પૂછ્યુ.

‘થેંક્સ તર્જની, મારા પપ્પા મારી રાહ જોતા હશે.’, નવ્યાએ સ્મિત સાથે જવાબ આપ્યો.

‘ઇટ્સ ફાઇન.’, તર્જનીએ હસતા હસતા જ જવાબ આપ્યો.

‘ટેલ મી ઇફ યુ નીડ એની હેલ્પ’, તર્જની હસતા હસતા પોતાની કેબીન તરફ ચાલતી થઇ.

***

‘જાગો મોહન પ્યારે.’, નંદિનીએ મેઘની રજાઇ ખેંચી.

‘થોડી વાર.’, મેઘ ઉંઘમાં જ બોલ્યો.

‘રાત્રે ઉંઘ નથી આવી લાગી.’, નંદિની હસતા હસતા બોલી. મેઘે થોડો ચહેરો ચાદરમાંથી બહાર કાઢ્યો.

‘હવે એકદમ સાચુ.’, નંદિની હસી પડી.

‘નંદુડુ.’, એ ફરી રજાઇ ખેંચીને સુઇ ગયો.

‘નો પ્રોબ્લેમ. મારી પાસે કોઇકનું એડ્રેસ છે.’, નંદિનીએ બેડ પરથી ઉભા થતા કહ્યુ. ધીમેંથી મેઘે રજાઇમાંથી મોં બહાર કાઢ્યુ.

‘તુ ખોટુ બોલે છે.’, મેઘ બોલ્યો.

‘હા હું બોલુ છું.’, એટલુ કહીને નંદિની મેઘના રૂમમાંથી બહાર નીકળી ગઇ. મેઘ તરત જ ઉભો થયો અને તૈયાર થયો. ડાઇનીંગ ટેબલ પર બ્રેકફાસ્ટ તૈયાર હતુ. મેઘ આવીને બેસ્યો.

‘ક્યાં?’, મેઘ તરત જ આવીને બોલ્યો. દાદા દાદીએ મેઘની સામે જોયુ.

‘શું ક્યાં?’, નંદિની બોલી.

‘મમ્મી?’, મેઘે નકલી ઉદાસીના ભાવ આપ્યા.

‘મેં તો તને ઉઠાડવા માટે જ કહ્યુ હતુ, ખરેખર મને નથી ખબર.’, નંદિનીએ હસીને કહ્યુ.

‘હુ….હા.’, કરાટેની સ્ટાઇલમાં કહીને મેઘ નાસ્તો કરવા લાગ્યો.

***

નવ્યાના ડેસ્ક પરના ટેલીફોન પર રીંગ વાગી. નવ્યાએ પોતાની નજર કમ્પ્યુટર પરથી હટાવીને ફોન પર કરી અને ફોન ઉચક્યો.

‘નવ્યા, ઇન માય ઓફીસ.’, સામેથી અવાજ આવ્યો.

‘ઓકે સર.’, નવ્યાએ એજ કોમળતા સાથે કહ્યુ. નવ્યાએ પોતાનુ કામ સંકેલ્યુ.

‘ક્યાં જાવ છો?’, માહી નવ્યાના ટેબલ પાસે આવીને ઉભો રહ્યો.

‘શુકન સરે મને બોલાવી છે.’, નવ્યાએ ટેબલ પરની વસ્તુઓ ઠીક કરી અને કમ્પ્યુટર લોક કર્યુ.

‘આઇ લવ યુ.’, માહી મજાક ઉડાવતો હોય એ રીતે બોલ્યો. નવ્યા કંઇ બોલ્યા વિના ત્યાંથી નીકળી ગઇ. તરત જ પાછળથી ઘણા બધા લોકોનો હસવાનો અવાજ આવ્યો.

‘મે આઇ કમ ઇન સર?’, નવ્યાએ ધીમેંથી દરવાજો ખોલીને કહ્યુ.

‘યસ પ્લીઝ.’, ૨૯ વર્ષનો એક ચાર્મીંગ યુવાન રીવોલ્વીંગ ચેઇર પર બેઠો હતો. નવ્યા સામેની ચેઇર પર બેસી.

‘નવ્યા, યોર પરફોર્મન્સ ઇઝ રીયલી ગુડ ઇન યોર ફર્સ્ટ મન્થ.’, નવ્યાથી પોતાના સ્વભાવ પ્રમાણે કંઇ બોલાયુ નહિ. એ માત્ર નિર્દોષતાથી શુકન સર સામે જોઇ રહી.

‘યુ આર રીઅલી ડુઇંગ ગુડ.’, શુકન સરે સ્માઇલ સાથે કહ્યુ.

‘થેંક્યુ સર.’, આખરે નવ્યા ધીમેંથી બોલી.

‘યુ કેન કોલ મી શુકન. જેમ બધા કહે છે. સુક્ષ્મ એસોશીએટ્સમાં આપડે અહિં રીવાજ છે. ઉંમર કોઇ પણ હોય એકબીજાને નામથી બોલાવી શકે.’, શુકને કહ્યુ.

‘યસ સર.’, નવ્યાએ ટેબલ પર નજર રાખીને કહ્યુ.

‘નવ્યા બી કમ્ફર્ટેબલ, ફીલ એટ હોમ.’, શુકને કહ્યુ.

‘યસ સર, સોરી શુકન.’, શુકનથી હસી પડાયુ. નવ્યાના ચહેરા પર સ્માઇલ આવી.

‘નવ્યા તને એટલા માટે બોલાવી છે કે વી વોન્ટ ટુ ગીવ યુ મોર રીસ્પોન્સીબીલીટીઝ.’, શુકને કહ્યુ.

‘પ્રમોશન?’, નવ્યા ધીમેંથી બોલી.

‘એબ્સોલ્યુટલી રાઇટ.’, શુકનનો અવાજ એકદમ ફ્રેશ અને એનર્જેટીક હતો.

‘ફોર ચીફ આર્કાઇવીસ્ટ, પોઝીશન. ઇટ્સ બીગ રીસ્પોન્સીબીલીટી. કેન યુ ડુ ઇટ.’, શુકને કહ્યુ.

‘યસ સર.’, શુકન ફરી હસ્યો.

‘ધેન સેલીબ્રેટ યોર પ્રમોશન. મનાલી તને ફાઇનન્શીયલ ગ્રોથ વિશે કહી દેશે.’, શુકને કહ્યુ.

‘થેંક્યુ સર.’, નવ્યા થોડીક સ્માઇલ સાથે બોલી. ખરેખર નવ્યાની માસુમતા કોઇને પણ મૃદુ બનાવી શકે એવી હતી.

‘શુકન.’, શુકને કહ્યુ.

‘યસ શુકન.’, નવ્યા બોલી.

‘આઇ મસ્ટ સે યુ આર વેરી ઇનોસન્ટ એન્ડ ક્યુટ.’, નવ્યાએ પોતાનો ચહેરો ઉંચો કર્યો પોતાના વાળ કાન પાછળ કર્યા.

‘થેંક્યુ શુકન.’,

‘એન્ડ વેરી બ્યુટીફુલ.’, શુકને નવ્યાની આંખો સામે જોઇને ધીમેંથી બોલ્યો.

‘થેંક્યુ.’, નવ્યા ફરી બોલી.. શુકન હસ્યો.

‘કોન્ગ્રેચ્યુલેશન્સ.’, શુકન ઉભો થયો અને પોતાનો હાથ લાંબો કર્યો. નવ્યાએ પોતાનો એકદમ ગોરો, મુલાય હાથ લાંબો કર્યો.

‘થેંક્સ ટુ યુ.’, નવ્યા બોલી. શુકન નવ્યાનો હાથ વધારે દબાવી ના શક્યો, એ કોમળતા એને પણ ક્યાંય સ્પર્શી ગઇ હતી.

***

ઇઝ ધીઝ લવ ટ્રાયેંગલ?’, ચિત્રગુપ્તે વિષ્નુ અને શિવને ચ્હાનો કપ આપતા પૂછ્યુ.

મને શું ખબર? તમે તમારા પપ્પાને પૂછોને.’, વિષ્નુએ હસીને કહ્યુ.

આજ સુધી એમણે વિચારેલુ કોઇને કહ્યુ છે? તમારા બન્ને સિવાય?’, ચિત્રગુપ્તે કહ્યુ.

તમને તો ખબર હશે ને ક્યો એક્ટર અહિં રીટર્ન આવવાનો છે, એના પરથી અનુમાન લગાવી લો.’, વિષ્ણુ ખડખડાટ હસી પડ્યા. બ્રેકના સમયમાં શિવ એની ચલમ સાથે વ્યસ્ત હતા. શિવ અને એની ચલમને કોઇ વાતમાં રસ નહોતો.

મને એમાં રસ છે કે ક્યા પરીબળો એક્ટર્સને મારે છે. અથવા મૃત્યુ તરફ લઇ જાય છે?’, ચિત્રગુપ્તે કહ્યુ.

યુ આર સ્માર્ટ. આઇ કાન્ટ ટેલ યુ ધેટ. સમટાઇમ્સ વી ઓલ્સો ડોન્ટ નો. એક્ટર્સ વર્ષો પહેલાની ઘટનાઓથી પ્રેરીત થતા હોય છે. સ્ક્રિપ્ટમાં લખેલુ નથી હોતુ. અમે તો અમારા સીન સફળતા પૂર્વક ડાયરેક્ટ કરીએ. ક્યારેક પણ થઇ કે’, વિષ્નુએ સમજાવ્યુ.

તમે ખરેખર મહાન દિગદર્શકો છો.’, ચિત્રગુપ્તે કહ્યુ અને શિવે પોતાની ચલમ પૂરી કરીને ચિત્રગુપ્ત સામે જોયુ.

ઇન્દ્રને બોલાવોને.’, શિવ ગંભીર થઇને બોલ્યા. ચિત્રગુપ્ત ત્યાંથી તરત નીકળી ગયા.

વોટ્સ મેટર?’, વિષ્નુએ તરત પૂછ્યુ. શિવે વિષ્નુને સ્ક્રિપ્ટ આપી.

એક કલાક પહેલા વરસાદ શરૂ થવો જરૂરી હતો. યુ નો કનસીક્વન્સીસ.’, શિવે કહ્યુ. તરત ઇન્દ્ર પ્રગટ થયા.

વોટ્સ ગોઇંગ ઓન?’, શિવે ગુસ્સે થઇને કહ્યુ. ઇન્દ્રએ પોતાનો ચહેરો જુકાવી દીધો.

તમને ખબર છે, મેઘ અને સીન માટૅ વરસાદ કેટલો જરૂરી હતી. પ્રોપર્ટીઝ આર ઇમ્પોર્ટન્ટ, ફીલ ઇઝ ઇમ્પોર્ટન્ટ. બધુ તમને સમજાવવુ પડે?’, શિવે થોડુ ઉંચા અવાજે કહ્યુ.

આઇ એમ સોરી.’, ઇન્દ્રએ ધીમેંથી કહ્યુ.

વોટ્સ ગોઇંગ ઓન ઇન્દ્ર?’,

આઇ મેડ મીસ્ટેક.’, ઇન્દ્રએ કહ્યુ.

ડોન્ટ ટેલ મી યુ ડીડ ઇટ અગેઇન.’, વિષ્નુએ ગંભીરતાથી ઉભા થઇને કહ્યુ.

કેટલીવાર સમજાવવાનુ કે સ્ટેજ પર જઇને કોઇ પણ વ્યક્તિ સાથે સમય વિતાવવો બરાબર નથી. તમને પરિણામોની ખબર છે.’, વિષ્નુએ સમજાવવાનો પ્રયત્ન કર્યો.

કામી.’, શિવ ગુસ્સામાં બોલ્યા.

તમને આટલી અપ્સરાઓ મળી છે. હજુ તમને સંતોષ નથી?’, વિષ્નુએ ઇન્દ્રને ખખડાવવાનું શરૂ કર્યુ.

કોણ હતુ ?’, શિવે પૂછ્યુ.

મેઘના કોઇ સીનમાં નથી.’, ઇન્દ્રએ કહ્યુ.

નામ.’, વિષ્નુએ કહ્યુ.

ખ્યાતી’, ઇન્દ્રએ કહ્યુ.

તમે પરિણામ જાણો છો. તમે જઇ શકો છો.’, શિવે કહ્યુ. ઇન્દ્રએ વિલા મોઢે જવાની તૈયારી કરી.

અને હા સ્ટાર્ટ રેઇન.’, વિષ્નુએ કહ્યુ. ઇન્દ્ર ચાલ્યા ગયા.

એણે મેઘનો મેક અપ કર્યો હતો.’, શિવે ખુલાસો કર્યો.

વોટ?’, વિષ્નુ ચોંકી ગયા.

ખ્યાતી, સાઇડ કેરેક્ટર છે જેનુ કોઇ ઇમ્પોર્ટન્સ નથી.’, વિષ્નુએ કહ્યુ.

તર્જનીની ફ્રેન્ડ છે.’, શિવે કહ્યુ.

આપણે બ્રહ્માને કહેવુ જોઇએ. આપણે પરિણામો નથી જાણતા.’, વિષ્નુએ કહ્યુ.

તો એનો સામનો કરીએ.’, શિવે કહ્યુ અને તૈયારીમાં લાગી ગયા.

***

‘મમ્મી હું જાવ છું.’, મેઘે નંદિનીના રૂમમાં જઇને કહ્યુ.

‘ક્યાં?’, નંદિની ક્યાંક બહાર જવા માટે તૈયાર થઇ રહી હતી.

‘ક્યાં?’, મેઘ હસ્યો અને બોલ્યો.

‘ગુડ લક ધેન.’, નંદિનીએ તૈયાર થતા થતા જ જવાબ આપ્યો.

‘ઓકે નેવર માઇન્ડ.’, મેઘ પાછુ ફરીને ચાલતો થયો.

‘નેવર માઇન્ડ વાળી આમ આવ.’, નંદિનીએ ફરીને કહ્યુ. મેઘ હસ્યો. નંદિનીએ પોતાના હાથ ફેલાવ્યા.

‘વિશ યુ ગુડ ટાઇમ.’, નંદિની મેઘને હગ આપીને બોલી. મેઘે નંદિની સામે જોઇને સ્માઇલ કરી અને પછી નંદિનીના કપાળ પર પપ્પી ભરીને કહ્યુ. ‘હુ…હા…’, બન્ને હસી પડ્યા.

***

વરસાદ શરૂ થઇ ચુક્યો હતો. મેઘે નક્કિ કર્ય હતુ કે એ એજ જગ્યા એ જ ટાઇમ પર ઉભો રહે જ્યાં એણે નવ્યાને જોઇ હતી. એ ચાહત તો એના ઘરનું એડ્રેસ મેળવી શક્યો હોત. બટ એને નવ્યા સાથે એકલા જ મળવુ હતુ. એણે કાર પાર્ક કરી અને રોડના કોર્નર પર ઉભો રહ્યો. આખરે એના જીવનમાં કોઇક આવ્યુ હતુ જેને એ પોતાનું બનાવવા માંગતો હતો. એ નવ્યાની સુંદરતાથી આભો થઇ ગયો હતો.

***

‘ચલો મેડમ કેટલુ કામ કરશો?’, તર્જની નવ્યાના ટેબલ પર આવીને બોલી.

‘બસ એક મિનિટ.’, નવ્યાએ કહ્યુ.

‘આર યુ સ્યોર, તુ ડિનર માટે નથી આવવા માંગતી?’, તર્જનીએ પૂછ્યુ.

‘યસ.’, તર્જની સ્માઇલ સાથે બોલી. આજે એ ઘણી ખુશ હતી. એટલે કદાચ એ થોડુ વધારે બોલી રહી હતી. એક જ મહિનામાં આટલુ મોટુ પ્રમોશન અત્યાર સુધી આબ ફર્મમાં કોઇને નહોતુ મળ્યુ. એક મોટી લો ફર્મમાં એક જ મહિનામાં આર્કાઇવીસ્ટ બની જવુ એ ખુબ મોટી જવાબદારી હોય છે. દરેક કેસની ફાઇલ્સની જાણકારી અને સંભાળ રાખવી ખુબ અઘરી વાત હોય છે. પણ શુકન નવ્યાના કામને સમજતો હતો. નવ્યા પોતાનું કમ્પ્યુટર બંધ કરીને ઉભી થઇ.

‘મારે ટ્રીટ જોઇએ.’, તર્જનીએ કહ્યુ. બન્ને દરવાજામાંથી બહાર નીકળ્યા.

‘તુ એકલી જ ડિનર માટે જાય છે?’, નવ્યા એના સ્વભાવ મૃદુતાથી બોલી.

‘ઓફીસના દસ લોકો છે. મારી બે ત્રણ ફ્રેન્ડ પણ છે.’, તર્જનીએ કહ્યુ અને બન્ને લિફ્ટનું બટન દબાવ્યુ. લિફ્ટનો દરવાજો ખુલ્યો.

‘અમે નીચે જ આવતા હતા’, તર્જનીએ બહાર આવી રહેલી એક યુવતીને કહ્યુ અને ત્રણેયા લિફ્ટમાં ગયા.

‘નવ્યા આ છે ખ્યાતી.’, તર્જનીએ કહ્યુ.

‘હાઇ.’,

‘આ છે નવ્યા.’,

‘હેલો.’, ખ્યાતીએ પોતાનો હાથ લાંબો કર્યો. બન્નેએ હાથ મેળવ્યો.

‘હું આજ એક મસ્ત હોટ પર્સનને મળી. ઓહ માય ગોડ. હી વોઝ સો હોટ.’, ખ્યાતીએ તર્જની સામે જોઇને કહ્યુ.

‘વાવ. કોણ હતુ એ?’, તર્જનીએ કહ્યુ.

‘આઇ ડોન્ટ નો.’, ખ્યાતી હસી પડે.

‘એન્ડ વોટ હેપ્પન્ડ બીટવીન ટુ ઓફ યુ?’, તર્જનીએ ખ્યાતીના ગળા પર પોતાનો ધીમેંથી હાથ સરકાવતા કહ્યુ.

‘સો મેની થીંગ.’, ખ્યાતી બોલી. લિફ્ટ નીચે આવીને ઉભી રહી.

‘તારે આવવુ જોઇએ નવ્યા આજે.’, તર્જનીએ ફરી કહ્યુ ત્રણેય બિલ્ડીંગની બહાર નીકળ્યા.

બિલ્ડીંગના કોર્નર પર મેઘ રાહ જોઇ રહ્યો હતો. એની નજર રસ્તાની લગભગ દરેક બાજુઓ પર ફરી રહી હતી. વરસાદ એની પુરી તીવ્રતાથી આજે પણ વરસી રહ્યો હતો. નવ્યા, તર્જની અને ખ્યાતી ત્રણેય બિલ્ડીંગના કોર્નર તરફ આગળ વધી રહ્યા હતા.

ચારેય અહિં મળવા જોઇએ.’, વિષ્નુ બોલ્યા. એમનો ચહેરો ગંભીર હતો. નવ્યા, તર્જની અને ખ્યાતી મેઘ ઉભો હતો તરફ આગળ વધી રહ્યા હતા. શિવની નજર સતત દ્રશ્ય પર હતી.

કંઇક કરવુ પડશે, શિવ.’, વિષ્નુ બોલ્યા. એમણે આસપાસ નજર ફેરવી.

નંદિ.’, શિવે ત્રાડ લગાવી. નંદિ તરત બાજુમાં આવીને ઉભો રહ્યો.

મેઘની નજર સામેથી દોડીને આવી રહેલા આખલા પર પડી. એ એની પુર જડપે દોડી રહ્યો હતો.

‘ક્યાં પાર્ક કરી છે તે કાર?’, તર્જનીએ ખ્યાતીને પૂછ્યુ.

‘ઓહ શીટ, એ તો પાછળ તરફ છે.’, ખ્યાતી બોલી.

‘ભુલકણી. ચલ હવે એ સાઇડ.’, તર્જનીએ ખ્યાતીને પીઠ પર હાથ માર્યો અને કહ્યુ.

‘નાઇસ ટુ મીટ યુ.’, ખ્યાતી બોલી. નવ્યાએ એક નાની સ્માઇલ આપી.

‘તુ આવી હોત તો, વધારે મજા આવત.’, તર્જનીએ નવ્યાને કહ્યુ.

‘પછી ક્યારેક. એન્જોય.’, નવ્યાએ કહ્યુ.

‘બાય.’, ત્રણેયે એકબીજાને કહ્યુ.

મેઘ તરત જ દોડ્યો અને થોડો દૂર ચાલ્યો ગયો.. આખલો મેઘની થોડે દૂરથી જ નીકળી ગયો.. મેઘ ફરી પોતાની જગ્યાએ આવીને ઉભો રહી ગયો. વરસાદને કારણે નવ્યા બિલ્ડીંગના કોર્નર પર આવીને ઉભી રહી. મેઘે નવ્યાને જોઇ. નવ્યાને ખબર નહોતી કે બાજુમાં મેઘ છે. એ તો રોડ ક્રોસ કરવાની તૈયારી કરી રહી હતી. મેઘે ખોટી ઉધરસ ખાધી. નવ્યાની નજર તરત જ બાજુમાં ઉભેલા મેઘ પર પડી. મેઘના ચહેરા પર સ્માઇલ આવી. બન્નેએ એકબીજાની સામુ જોયુ. બન્નેના હ્રદયના ધબકારા વધી ચુક્યા હતા.

‘હું તમને મળવા જ આવ્યો છું.’, મેઘ તરત બોલી ગયો. નવ્યા કંઇ ન બોલી શકી. એ માત્ર મેઘની આંખોમાં જોઇ રહી. ઠંડો પવન, વરસાદ અને કોઇની આંખ. નવ્યા માટે આ કોમ્બીનેશન પહેલીવારનો અનુભવ હતો.

‘હેલો?’, મેઘ ધીમેંથી બોલ્યો.

‘મેઘ?’, નવ્યાના મોંમાંથી મેઘે આ પહેલો શબ્દ સાંભળ્યો હતો.

‘હા’, મેઘે કહ્યુ. બન્ને એકબીજાની આંખોમાં આંખો નાખીને હસ્યા. બન્નેના સ્મિતમાં પ્રેમ હતો.

***

શું મેઘ અને નવ્યા એકબીજાના પ્રેમમાં પડશે? શું ઇન્દ્રની હરકત મેઘના પ્રેમ પર કંઇ અસર કરશે? શું થશે મેઘ અને નવ્યાની ડેટ પર? જાણવા માટે મળીશું આવતા શુક્રવારે. તમારા રેટીંગ અને રીવ્યુઝ આપવાનું ભૂલતા નહિં.

લેખક વિશે

હિરેન કવાડ એક ગુજરાતી અંગ્રેજી ફિક્શન-નોન ફિક્શન લેખક છે. એમનું ધ લાસ્ટ યર અને નેકલેસ માતૃભારતી પર બેસ્ટ રેટેડ અને મોસ્ટ ડાઉનલોડેડ પુસ્તકો રહી ચુક્યા છે. હાલ એ ગુજરાતી ફિલ્મો અને કેટલાક બીજા પુસ્તકો પર કામ કરી રહ્યા છે. એ મલ્ટી ટેલેન્ટેડ વ્યક્તિ છે, એકસાથે એ ઘણા પાત્રો ભજવી રહ્યા છે, લેખક, સોફ્ટવેર એન્જીનીયર, કન્સલ્ટન્ટ, એનીમેટરનો રોલ એ ખુબ સારી રીતે ભજવી જાણે છે. એમના બધા જ પુસ્તકો તમે માતૃભારતી પર વાંચી શકો છો. તમે એમનો કોન્ટેક્ટ નીચેના માધ્યમો પર કરી શકો છો.

Social Media

Facebook.com/meHirenKavad

Twitter.com/@HirenKavad

Instagram.com/HirenKavad

Mobile and Email

8000501652

HirenKavad@ymail.com