Hath kadu in Gujarati Drama by Prafull shah books and stories PDF | Hath kadu

Featured Books
Categories
Share

Hath kadu

નાટિકા

---- હાથકડી--

સ્ટેજ પર અંધકાર છે. નેપથ્યમાંથી - પકડો પકડો..અરે ભાગ્યો..ભાગ્યો..પોલીશ વાહનની સાયરન ધીમે ધીમે બંધ થાય છે..કમાલ છે કમાલ છે હજી પકડાતો નથી નો શોર શાંત પડતાં પડદો ખૂલે છે.

સ્ટેજ પર જમણી તરફ લખેલું બોર્ડ છે જરીપુરાણું લટકતું કબ્રસ્થાન,આ જાહેર મારગ નથી. સુમસામ રસ્તો લાગે છે. ૧ નંબર ટકલું છે. ખભે મેલો થેલો છે દાઢી છે..૨ -જુવાન પેંટ શર્ટમાં વિચારોમાં ઊભો છે. ૧ કબ્રસ્થાનમાંથી બહાર નીકળે છે. એક વ્યક્તિને (ર નંબર--) ને અચરજથી જોઈ રહે છે અને..

૧- કેમ છો? મેં તમને ક્યાંક જોયા

છે..(માથું ખંજવાળતા ખંજવાળતાં)

અરે ઓ હું તમને કહું છું કે મેં તમને ક્યાંક જોયા છે..

૨- તે મને કહ્યું કે? ( આંગળી ચીંધતા)

૧- આપણાં બે સિવાય કોઈ ત્રીજું

દેખાય છે તમને?"

૨- (આજુબાજુ નજર ફેરવતાં) તમને

કોઈ દેખાય છે?

૧- મેં તમને પૂછ્યું એટલે જવાબ પણ

તમે આપો

૨- ઓત્તારીની. આ નિયમ કોણે

ઘડ્યો?

૧- એ..ટ..લે.

૨- એ..ટ..લે.આ નિયમ કોણે ઘડ્યો?

૧- જો ભાઈ, મારું માથું ના પકાવ.

૨- તારું માથું પકાવવા અહીં સગડો ક્યાં છે?

૧- ( માથું ખંજવાળતાં ર ને જોયા કરે છે-

૨- તમે મને પૂછ્યું હતું કે તે મને ક્યાંક જોયા છે. કેમ ખરું ને?

૧- હા. ક્યારનો એ જ વાત કહ્યા કરું છું. મેં..તમને ક્યાંક જોયા છે.

૨- જો તે મને ક્યાંક જોયા હોય તો મેં તને પણ જોયા હશે! કેમ ખરું ને?

૧- કંઈ એ પૂછવા જેવી વાત છે.

૨ - એ તો વાત છે. મે તમને જોયા નથી એનું શું

૧- તમે તો મારે ગળે પડી ગયાં. તો શું હું ખોટું બોલું છું?

૨- મેં ક્યાં એમ કહ્યું કે તે ખોટું કહ્યું.

૧- તમે મારી વાત માનતા નથી એનો અર્થ એ જ થાયને!

૨- બરાબર બરાબર દે તાલી ( હાથ લંબાવતાં)

૧- અરે! આમાં તાલી દેવાની ક્યાં વાત આવી? ( હાથ પીઠ પાછળ લઈ જાય છે)

૨- તો તું પણ મારી વાત ક્યાં માને છે?

૧- તમે માનો કે ન માનો પણ મેં તમને ક્યાંક જોયા છે જોયા છે બોલો

૨- મારે ક્યાં બોલવાનું છે. પણ કોઈ સાબિતિ છે તારી પાસે?

૧- (માથું ખંજવાળતાં ) હા હા યાદ આવ્યું. કાળાં ચશ્મા પહેરી એક નવજવાન ત્યાં ઊભો હતો.

૨- ત્યાં એટલે ક્યાં?

૧- કદાચ આટલામાં જ

૨- આટલામાં એટલે ક્યાં? અહીં? તહીં

કે...

૧- તું તો નાના બાળક જેવી વાત કરે

છે..

( થોડી ક્ષણ મૌન પથરાઈ જાય છે)

૨- હાથમાં શું હતું?

૧- કદાચ લાકડી

૨- પાછું કદાચ આવ્યું.

૨- કેવી? સફેદ, ચોકલેટી કે કાળી જાડી કે પાતળી નાની કે મોટી

૧- અરે તું એટલું બધું બોલી ગયો.એટલું બધું બોલી ગયો અને બધું ભૂલી ગયો..

૨- લાકડીનો રંગ કેવો હતો

૧- કદાચ સફેદ

૨- કદાચ એટલે કાળો પણ હોઈ શકે

૧- કદાચ

૨- ઓહ.. એટલે રંગ ચોકલેટી પણ હોઈ શકે..

૧- એટલે તમે કહેવા શું માંગો છો?

૨- તું હવામાં વાત ચલાવે છે કેમ ખરું ને?

૧- એક મિનિટ એક મિનિટ.( માથે હાથ ફેરવતાં-) નક્કી નક્કી લાકડી સફેદ હતી

૨-ઠીક છે. હવે બીજી વાત તો ત્યાં કેટલા જણ હતાં? એક,બે કે ત્રણ? કે પછી એક?

૧- વળી પાછો તમે મને મૂંઝવી નાખ્યો.

૨- અરે તમે વાતવાતમાં કેમ ગડબડ કરી નાખો છો

૧- તમે શું બોલ્યા તે ના સમજાણું.જ...રા..ચોખવટ કરો તો...

૨- ત્યાં એટલે કે મને જોયો ત્યાં હું એકલો જ હતો કે પેલો ચશ્માવાળો પણ હતો?

૧- કશું સમજાતું નથી. કશું યાદ આવતુ્ં નથી.

૨- એક કામ કરો

૧- (ઉશ્કેરાઈને) ઓ મોટા, મને કામ કરવાનું કહેવાવાળો તું કોણ?

૨- અરે તપી ના જાવ. કામ કરો એટલે કે તમારું માથું ખંજવાળો ( માથું કેમ ખંજવાળે છે તે બતાવે છે-)

૧- તમે તો ભારે હોંશિયાર નીકળ્યાં.( હસતાં હસતાં)

૨- અરે મારું નહીં તમારું માથું

૧-(માથું ખંજવાળતાં) કોણ હતું ત્યાં? પેલો કે પેલો? ચશ્માવાળો કે ચશ્મા વગરનો? એક કે બે? કે ત્રણ..

૧- દોસ્ત યાદ આવતું નથી

૨- યાદ કર. જરુર યાદ આવશે.

૧- ચશ્મા વાળો હતો. તો પેલો કોણ હતો. પણ બંને સાથે તો ન હતા. હા ન હતા.

૨- શું કોયડો ઉકેલાયો?

૧- હા. થોડી થોડી સમજ પડે છે. બંને જણ હતાં પણ એક સાથે ન હતાં. હા ચોક્કસ એક સાથે ન હતાં. ( માથું ખંજવાળતાં)

૨- વાહ..વાહ. ( જોરથી હસતાં હસતાં-) એક વાત બતાવ માથું ખંજવાળતાં જવાબો કેવી રીતે મળે છે?

૧- મારાં વાળ ખેંચુ છું એટલે નસો ખેંચાય અને

૨- પણ તારે માથે વાળ નથી. ટકલું છો તમે?

૧- શું વાત કરે છે?

૨- ( માથે હાથ મૂકી) મને તો વાળ જ નથી મળતો

૧- તને નહીં મળે. વરસોથી આદત છે. માથું ખંજવાળું એટલે એમ જ લાગે કે હું મારા વાળ પકડીને ...

૨-ઓહ..વેરી સ્માર્ટ..

૧- તમે કશુંક બોલ્યા

૨- ના.

૧- તમારા જેટલો હું પણ ..

૨- શું કીધું

૧- ના.હું ક્યાં બોલ્યો છું

૨- ઓહ

૨- અરે એક વાત બતાવો તો?

૧- હજી કાંઈ બાકી છે પૂછવાનું?

૨- તમે જ્યાંથી આવો છો તે તો કબ્રસ્થાન છે કેમ ખરું ને?

૧- ( પાછળ ફરીને માટેથી વાંચે છે) આ કબ્રસ્થાન છે. જાહેર રસ્તો નથી, ( ૨ તરફ ફરીને) આટલું ચોખ્ખું લખ્યું છે છતાં મને કેમ પૂછે છે...શું તને વાંચતાં નથી આવડતું?

૨- તમે ત્યાંથી બહાર આવ્યાં એટલે.

૧- તો કબ્રસ્થાનમાંથી કોઈ બહાર ન આવે?

૨- તમને શું લાગે છે ?

૧- મને શું લાગે? એટલે તું શું કહેવા માગે છે? શું હું ભુત છું કે પછી શેતાન કે ગોસ્ટ?

૨- અરે તમે જ કહ્યું કે તમે કબ્રસ્થાનમાંથી બહાર આવ્યાં છો.

૧- બિલકુલ નહીં.

૨- તમે શું કહ્યું બોલો તો

૧- અરે તમે પૂછ્યું એનો મેં જવાબ આપ્યો.

૨- પણ અર્થ તો એ જ થયોને( કપાળે હાથ મૂકતાં) મારા બાપ જે કબ્રસ્થાને જાય તે પાછો ન આવે એમ હું કહેવા માગું છું.

૧- ભાઈ સાહેબ, કબરમાં દટાયેલી વ્યકતિ પાછી ન આવે.

૨- તો તમે કેમ ત્યાં ગયા હતાં?

૧-હું તો રોજ જાઉં છું?

૨- કોને દાટવા?

૧- બસ આમ જ

૨- પેલાં કાળા ચશ્માવાળાને ત્યાં દાટી તો નથી દીધોને ઉસ્માનભાઈ

૧- મારું નામ શરીફ છે.શરીફ સમજ્યાં કે?

૨- ઓહ! તમારું નામ શરીફ છે?

૧- તમને કોઈ શક છે?

૨- તું તો બહુરુપી જેવો છે..ક્યારે ક બંદગી તો ક્યારે ક પ્રાથના

૨- ( ૧નંબરની નજીક જઈ માથા પરની વીગ દાઢી ખેંચી લે છે. ચહેરો બદલાઈ જાય છે માથે વાળ હોય છે. લાઈટ ઈફેક્ટમાં ઝપાઝપી થાય છે.)

૧- અરે આ શું કરે છે? અરે આ શું કરે

છે....

૨- તારો અસલી ચહેરો તને બતાવું છું. ( દર્પણ બતાવતાં) બોલ આ ચહેરાનું નામ શું છે?

૧- ( માથું ખંજવાળે છે)

૨- નાથુ રામ કે અન્સારી?

૧- સાહેબ જરા કાળા ચશ્મા પહેરી લો

૨- હા એ જ હું જ છું. ઈસ્પેક્ટર રાઠોડ. ભાગવાની કોશિશ ના કરતો( પિસ્તોલ બતાવી) આ પિસ્તોલ તારી સગી નહીં થાય

૧- મારું નામ નાથુ નથી, અન્સારી પણ નથી. માય નેમ ઈઝ હબીબ

૨- હજી કેટલાં તારા નામ છે?

૧- જેટલાં ગામ તેટલાં મારા નામ છે.

૨- ગ્રેટ સ્મગલર ઓફ અન્સારી, નાથુલંગડો, જેકબ કે ધરમદાન કરતો ધરમદાસ..

૧- ( જોરથી હસે છે)

૨- બોલ હરણનો શિકાર કરી એનાં શીંગડાં,હરણ નાં ચામડાં તે અહીં જ સંતાડ્યાં છે ને?

૧- ( મોટેથી હસતાં હસતાં) હા હા ..

૨- તને એમ કે બહુરુપ ધારણ કરવાથી તું પોલીશની નજરમાંથી છૂટી શકીશ કેમ? પણ તે એક ભૂલ કરી માથું ખંજવાળવાની. નામ બદલ્યાં, વેશ બદલ્યાં, પણ આદત ના બદલાણી

ત્યાં તું થાપ ખાઈ ગયો.

૨ - ૧ ને હાથકડી પહેરાવે છે. લાઈટ ઈફેક્ટમાં નેપથ્યમાંથી ગીત ગૂંજે છે

હાથકડી,હાથકડી ચોરપોલીશની પકડાપકડી, પકડાપકડી...

પડદો પડે છે.

સમાપ્ત

- પ્રફુલ્લ આર શાહ