silver sand in Gujarati Travel stories by Rekha Shukla books and stories PDF | silver sand

Featured Books
Categories
Share

silver sand

એક સો પચાસ યાર્ડ નો ડર હજુ લાગે છે…!! ઝીણો પ્રકાશ સામેથી દેખાતો હતો ને પૂર્ણિમા નો ચાંદલિયો પૂર્ણ કળાએ ખિલેલો હતો. ને અમારી સ્ટેશન વેગન ગાડી મ્યુઝિક ને વાતો માં રસ્તા ને ચીરતી ભાગતી હતી. અમે મિકુમી નેશનલ પાર્ક માં જવા તલપાપડ થતા હતા. આ પેહલા લેક મનિયારા કેન્યા માં જોઈ ને આવેલા ત્યાં ના પક્ષીઓ ના બેહતરીન ફોટાઓ પાડી ને મજા લીધી હતી. ને સાઇથ નોર્થ ટાન્ઝાનીયા ના સારંગેટીમાં પણ સુંદર જગ્યા ને ખુબ મજા કરેલી હતી. પેનિન્સુલા દરિયા પાર વાઇલ્ડ લાઈફ ‘ફેરી’ લઈને જવાતું ૨૦ મિનિટ જેટલુ લાગે. ત્યાં જર્મનીઓ એ સેકન્ડ વર્લ્ડવોર સમયે બેલ રાખેલ તે દેખાતો ને સામે પાર લેડિઝ હોસ્ટેલ પણ હતી. હવે મોરોગોરો થી આધે એકાદ કલાક દૂર જઈએ ને આવે આ મિકુમી નેશનલ પાર્ક. પણ તે પેહલા થોડી વાત કરી લઉ હાથી વિષે. ભારતીય હાથી-હાથણી અલગ-અલગ, પરંતુ ટોળાબદ્ધ રહે છે. નર એકલો અથવા બે-ત્રણ હાથી મળી તે એક અલગ ઝુંડમાં, પરંતુ માદાઓની નજીક રહે છે. જ્યારે છ કે સાત હાથણીઓ બાળબચ્ચાં વગેરે મળી અલગ ઝૂંડમાં રહે છે અને પુખ્તવયની કેળવાયેલી પરિપક્વ હાથણી તેની આગેવાની લે છે. પોતાના ટોળાના તમામ સભ્યોના રક્ષણની જવાબદારી તે વહન કરે છે. હાથણી 11 વર્ષની ઉંમરે અથવા એથી વધુ ઉંમરે પ્રજોત્પતિ માટે લાયક બને છે. ગર્ભાધાન બાદ 22 માસ પછી એક બચ્ચાને જન્મ આપે છે. બચ્ચાનો જન્મ થતાં જ સમગ્ર ટોળામાં આનંદ છવાઈ જાય છે અને ટોળાંમાં રહેલી તેની માસીઓ (માદાઓ) તેને લાડ કરાવવા સેવાસુશ્રૂષામાં લાગી જાય છે. જન્મ લીધા બાદ આ નવજાત શિશુ થોડા સમય સુધી બિલકુલ શાંત પડ્યું રહે છે. પછી તે લથડિયાં ખાતું પોતાના પગ ઉપર ઊભા રહેવા અને ચાલવા પ્રયત્ન કરે છે. માદા તેને સ્તનપાન કરાવવા પ્રયત્ન કરે છે, પરંતુ આરંભના તબક્કામાં આ બચ્ચાને માદાના ઈશારાની સમજ પડતી નથી, પછી તે કેળવાઈ જતાં સ્તનપાન કરવા લાગે છે. તે 5-6 મહિના સુધી માતાના દૂધ પર જીવનનો નિર્વાહ કરે છે. થોડા મહિના વહી ગયા પછી ધીરે ધીરે ઘાસ-ચારો ખાવાની આદત પડે છે. ટોળાંના અન્ય સભ્યો સાથે મળી તેનો આનંદ ઉઠાવે છે. નર હાથી જ્યારે વૃદ્ધ બની જાય છે ત્યારે તે પ્રજોત્પતિ માટે લાયક રહેતો નથી. તેની સૂંઢ વળી જાય છે. તેના દંતશૂળ વધુ લાંબા થઈ પરિપક્વ બની જાય છે. તેના મોઢામાંથી દુર્ગંધ મારતી તીવ્ર વાસવાળી લાળનો સ્ત્રાવ થવા લાગે છે. તેના પરિણામ સ્વરૂપે તેના ટોળાંના અન્ય સભ્યો તેને દૂર રાખવા પ્રયત્ન કરે છે. આ સમયે તેની કામોત્તેજના વધી જાય છે અને માદા પ્રત્યે વધુ આકર્ષાય છે. માદા તેનાથી દૂર ભાગવા લાગે છે. તેનું પરિણામ એ આવે છે કે તે વધુ ઉગ્ર બની જતા તે માનસિકતાણ અનુભવ કરે છે. ટોળાંના અન્ય સભ્યો પ્રત્યે તેનું આક્રમક વલણ સભ્યોને જ્યાં ત્યાં પોતાના ઉગ્ર સ્વભાવનો પરિચય આપવા લાગે છે. ટોળાંને અન્ય સભ્યો તેને પોતાના સમાજમાંથી બહાર હાંકી કાઢે છે, પછી તેને ટોળાંની હાથણીઓ સાથે કોઈ જ પ્રકારનો સંબંધ રાખવાનો અધિકાર ગુમાવવો પડે છે. આવા હાથીને TASKER (ગજદંત) કહેવામાં આવે છે. ઓછી માનસિક તાણ અનુભવતો હાથી ચારે તરફ વિનાશ વેરવા લાગે છે. ભારતીય પુરુષવયના હાથીની સરેરાશ ઊંચાઈ 2.75 મીટર સુધી મળી આવે છે. જ્યારે આફ્રિકન હાથી તેના કરતા વધુ ઊંચાઈ ધરાવે છે. એટલે કે તે 3.5 મીટરથી લઈને 4 મીટર સુધીની ઊંચાઈ ધરાવે છે. ભારતીય હાથીના કાન નાના, તેના છેડા ગોળાકાર હોય છે. આફ્રિકન હાથીના કાન સુપડા જેવા લગભગ 4 ફૂટ જેટલા પહોળા હોય છે. ભારતીય હાથીના કપાળના બન્ને છેડાનાં હાડકાં મંદિરના ઘુમ્મટ જેવા ગોળાકાર હોય છે. આફ્રિકન હાથીમાં આ પ્રકારના લક્ષણો જોવા મળતાં નથી, પરંતુ તેના કપાળનો વચ્ચેનો ભાગ ઉપસેલો હોય છે. ભારતીય અને આફ્રિકન હાથી વચ્ચે બીજું પણ એક ખાસ લક્ષણ જોવા મળે છે. તે છે ભારતીય હાથી આફ્રિકન હાથીની સરખામણીમાં સ્વભાવે શાંત, નમ્ર, સરળ હોય છે. એ જ્યારે ટોળામાં હોય છે ત્યારે ખૂબ જ શિસ્તબદ્ધ હોય છે. આફ્રિકન હાથીમાં આ લક્ષણ જોવા મળતું નથી. તે સ્વભાવે વધુ ઉગ્ર, ક્રૂર, નિષ્ઠુર, દયાહીન હોય છે. ઉપરાંત તે લડાયક અને ઝગડાખોર વૃત્તિનાં હોવાથી તેને પકડી પાલન-પોષણ કરી કામ લેવું મુશ્કેલ હોય છે. ભારતીય હાથી દરરોજ 200 કિલો જેટલો આહાર લે છે. તેમાંથી તે માત્ર 40 ટકા જ પચાવી શકે છે. બાકીનો તે મળ રૂપે ઉત્સર્ગ કરી દે છે. તેના આહારમાં મુખ્ય છે શેરડી, વાંસ, પીપળાનાં પાંદડાં ડાળીઓ, તથા ઘાસ. તેનું સરેરાશ આયુષ્ય 40 વર્ષનું હોવાનું માનવામાં આવે છે, પરંતુ તેનું વધુમાં વધુ આયુષ્ય 69 વર્ષનું નોંધાયું છે. આવુ વાંચેલુ ને સાંભળેલું પણ હું તો આફ્રિકા માંજ જન્મ્યો હતો. દારેસલામ મારું ગામ ને અમે ફોઇના દિકરાઓ ને બધા ભેગા થઈને નેશનલ મિકુમી પાર્ક જોવા ગયા. અમે તો અંધારી પરોઢે વેહલા પહોંચી ગયેલા. એક્દમ અલ્લડ હતા એ દિવસો ના કોઈ ફિકર હતી ના તો કોઈ ચિંતા. એટલા વેહલા તો અમારા સિવાય કોઈ ના મળે ત્યાં તો પાર્ક નો અસ્કારી (રખેવાળ) આવ્યો ને અમને વઢ્યો કે તમે લોકો અત્યાર માં શું કરો છો અહીં ? આ એક દાંડીયો જ છે તમારી ને જંગલી જાનવર ની વચ્ચે. આવી ને ફાડી ખાશે એ તો પ્રાણી છે. બાના અમે તો ડર્યા ને ગાડી માં બેસી તો ગયા બબડતા બબડતા કે એ તો બિવડાવે છે. પણ અમને તો જાનવરો ની સવાર જોવી જ છે. બચ્ચા સાથે સિંહણ કે હાથણી જોવા મળે તો કેટલું સારું. હસ્તા હસ્તા વાતુ ના ગપાટા મારતા હતા ને અડધા કલાકે પહોં ફાટ્યો ને ચોતરફ આડા અવળા વૄક્ષો પણ જોયા ને નાના મોટા ઉંહકારા જાનવરો ના સાંભળ્યા.ચકલી કાબર ને પોપટ ઉડ્યા. દૂર પાણી જેવું પણ દેખાયું. બીજો અડધો કલાક થયો ને અસ્કારી આવીને દાંડીયો ઉંચો કરી ગયો એનો મતલબ કે હવે પાર્ક ખુલી ગયો ને અંદર જવાની રજા છે.વાહ ! ઓપનએર માં પ્રાણીઓ ને અમે ગાડીમાં. કુદરતનો ખોળો ખૂંદી તેમની સામાજિક વ્યવસ્થા અને દાંપત્યજીવનમાં ડોકિયું કરનારાઓએ જ્યારે તેમની નજીક જઈ જે કંઈ જોયું અને અનુભવ્યું તેનાથી તેઓ આશ્ચર્યમાં ગરકાવ થઈ મોઢામાં આંગળાં નાંખી ગયાં. તેમને ભારોભાર નવાઈ લાગી. અહીં પ્રેમ છે, વિરહ છે, વેદના પણ છે. અહીં ક્યારેક હૈયાં મળે છે, તો ક્યારેક હૈયાં નંદવાય પણ છે અને ક્યારેક મનગમતી પ્રેયસીને મેળવવા તુમુલ યુદ્ધ પણ છેડી દેવામાં આવે છે અને તેનો અંત મૃત્યુમાં પરિણમે છે. ને આ બધું મિકુમી નેશનલ પાર્ક માં જોવા મળે પણ ખરું. પણ અમે હતા તોફાની ને સળી કરવામાં એક્કા.. મતલબ કે કંઈક શેતાની હો જાયે !! . પાણી આગળ મોટો હિપ્પોપોટેમસ જોયો...ન જોયો ને એ તો ચાલ્યો ગયો એના નાના નાના પગ માંડ માંડ ઉંચકી ને પડ્યો પાણીમાં. માત્ર આંખો ને નાક ના બે ફણગાં બસ દેખાય. હવે આમાં ફોટો નજીક થી કેવી રીતે પાડીએ ? તો કનુ ઉતર્યો ને બહાદુરી બતાવવા એક્દમ નજીક ગયો. ને પાણીમાંથી હિપ્પો ઉંચો થયો ને આગળ ધપ્યો. કનુ ગભરાયો...ધડ ધડ દોડ્યો..!! બારણું ખોલ્યું ને ફટાક કરી ને વાસી દીધું. અમે બધાએ રાડ નાંખીને એને બચાવેલો...બધાના જીવ અધ્ધર હતા. ને ધબકારા છેક બારી બહાર સંભળાતા હતા. બહાદૂરી કી તો ઐસી કી તૈસી..!! પણ આ તો ફાટ ફાટ થાતી મૂંછે વળ દેતી જુવાની હોય તો પડે તો ય મિયાં તંગડી ઉંચી !! બસ તમે બધાએજ મને ડરાવ્યો હું કંઈ એમ ડરપોક નથી. પણ ત્યાં જ યાદ આવ્યું કે કેમેરો તો ત્યાં જ પડી ગયેલો. ઓલો જાડીઓ હિપ્પોપોટેમસ બહાર આવશે ને એક પગ મૂકશે તો કેમેરો તો ગયો જ સમજો...હવે હિંમત ઉઠ્યો ને બોલ્યો તમે બધા જુઓ હું કેવી સિફત થી લઈ આવું છું એમ કંઈ કેમેરો ત્યાં રાખીને ઘરે ના પાછા જવાય મારા બાપા જોયા છે ને મને મારી નાંખશે જો કેમેરા વગર પાછા જઈશું તો...!! નામ છે હિંમત તો હિંમત તો કરું..પછી હિપ્પો મારી નાંખે કે પપ્પા શું ફેર પડે છે યાર !! અને અત્યારે તો હિંમતે મર્દા તો મદદે ખુદા...જય હનુમાન ગ્યાન ગુરૂ સાગર જય કપિસ તિહું લોક ઉજાગર..!! બોલતો બોલતો ધીમે ઘીમે સરક્યો ને સિફતથી કેમેરો પાછો લઈ આવ્યો...જલ્દી કર જલ્દી કર ભાગ કરતા અમે ગાડીનું બારણું વાસી ને આગળ વધ્યા. સાહસિકતા ને બિરદાવતા શાબાશી દેતા હસતા હસતા અમારી ગાડી થી થોડે દૂર અમે એક હાથીનું ટોળું જોયું નર ને માદા ના પગ આગળ પાછળ મહોલતું મદનિયું ..પણ ખૂબ સરસ હતુ. હું અવલોકન માટે ગયો હતો. આ નૅશનલ પાર્કના પશ્ચિમ છેડે ટેકરીની નીચે આવેલ નહેરને લગભગ સમાંતર એક રોડ નૅશનલ પાર્કને વીંધતો પૂર્વમાં આવેલ પર્વતમાળાની તળેટી સુધી લઈ જાય છે. તેની દક્ષિણ દિશામાં ફેલાયેલા વિશાળ જંગલમાં જંગલી હાથીની બહોળી વસ્તી છે, જેને રાહદારીઓ અને ખાનગી વાહનો માટે પ્રતિબંધિત કરવામાં આવેલ છે. બાકીનો પૂર્વ, ઉત્તર, દક્ષિણ તરફનો ભાગ ખુલ્લો છે. જ્યાં આછું જંગલ આવેલું છે. છૂટા-છવાયા ઊભેલા સુક્કાં વૃક્ષનાં મોટાં મહાકાય થડ અહીં એક વાર દુર્ગમ જંગલ હોવાનો અણસાર આપી રહેલ છે. લગભગ એક વિશાળ મેદાન જેવો લાગે છે. અહીં હાથીના ઉપદ્રવ નહીંવત છે. એકલ-દોકલ માણસ કોઈ પણ પ્રકારનો ભય અનુભવ્યા વગર વિહરી શકે છે. નહેર પર બનાવવામાં આવેલ એક નાનકડા પુલને પસાર કર્યા પછી એક કાચો રસ્તો ગામ તરફ લઈ જાય છે, આગળ જઈ સર્પાકારે દોડી જતી પગદંડીમાં રૂપાંતરિત થઈ જાય છે.નીચે ઉતરી ને જોઈ રહ્યો હતો. પ્રણયક્રીડા ને મદનિયા માટે ની મમતા કેમેરા માં કેપ્ચર કરતો આજુ બાજુ દ્રષ્ટિ ફેરવતો હતો. સૂરજ પણ ઉગી ગયેલો ને એનો પ્રકાશ ઉંચા ઉંચા ઝાડ ના પર્ણોમાંથી ચળાઇને આવતો હતો. વાહ વાહ કેટલું રમ્ય દ્રશ્ય હતું !! ખરેખર કુદરત નો વૈભવ તો બસ જાણે અહીંજ આવી વસ્યો છે. હું અહીં હાથીનો ભય ન હોવાથી નિર્ભય બની આ પગદંડી દ્વારા પૂર્વમાં આવેલ નીલ પર્વતની જમણી બાજુ આવેલ વિસ્તારમાં પક્ષીઓનાં અવલોકનમાં લીન હતો. પક્ષીઓનો કલરવ મારા મનમાં અનોખા-આનંદનો અનુભવ કરાવી રહેલ હતો. ત્યાં અચાનક સામેની ઝાડીમાં શાંતિનો ભંગ કરતો ખળભળાટ શરૂ થયો. એની તરફ નજર દોડાવી તો સામેની ગીચ ઝાડી વચ્ચે એક કાળી આકૃતિ ઊપસી આવી. હું સાવધાન બની ગયો. ત્યાં તો તેની પાછળ બીજી આકૃતિ ઊપસી આવી. હું એ આકૃતિને ઓળખી ગયો કે તે ટસ્કર હાથી છે. શરીરમાંથી ભયની ધ્રુજારી છૂટી ગઈ. પરસેવાથી રેબઝેબ થઈ ગયો. એ ટસ્કર હાથી હાથીઓનાં અન્ય ટોળાંમાંથી હાથણીને વિખૂટી પાડી આ તરફ લઈ આવ્યો હોય તેમ લાગ્યું. મારે મારી જાતનો બચાવ કરવા કઈ દિશામાં નાસી છૂટવું તે માટે એ કયું પ્રાણી છે તે જોવા પડી ગયો. વૃક્ષ પર ચઢી જીવ બચાવવાનો પ્રયત્ન કરવો એ તો મોતને સામેથી આમંત્રણ આપવા જેવું હતું. હાથી માટે સુક્કા ઝાડના થડને ભેટુ મારી ઉખાડી નાખવું રમત વાત હતી. જવું તો ક્યાં જવું ? હું સુક્કા ઝાડની ઓથ લઈ લપાતો-છુપાતો નજીક આવેલ ગીચ ઝાડી પાછળ જઈને ટૂંટિયું વાળી માથું નમાવી બેસી ગયો અને પેલા હાથી-હાથણીની ચેષ્ટા જોવા પ્રયત્ન કર્યો. હવે હું સલામત બની ગયો હતો. અહીં હાથી આવવાનો કોઈ ભય નહોતો. મેં બાઈનોક્યુલરની મદદ વડે પેલા હાથીઓનું ટોળું જે દિશામાં ગયું હતું તે દિશામાં દષ્ટિ ફેંકી. ઓહ આ શું ? પણ ત્યાં તો ફૂંફાડા મારતો હાથી ને આવતા મેં જોયો..ને પાછળ આખું હાથીઓ નું ટોળુ ઉતાવળા પગલે લગભગ દોડતું મારા તરફ ધસી રહ્યું હતું ..જ્યારે તે કાન ફફડાવે મોટે મોટે થી ત્રાડ નાંખે સમજવું કે ચાર્જ કરવા તે રેડી છે. અરે ! પણ મારો શો વાંક ? હું ડઘાઈ ગયો હતો ગાડી તરફ દોડ્યો..પંક્લાએ બેક ડોર ખોલ્યો ને મે મારી છલાંગ ને ઉપર ચડી ગયો ને બોલ્યો ભગાવ જલ્દી ભગાવ આ ટોળું આપણી તરફ આવી રહ્યુ છે. ..!! ને એણે રિવર્સ માં ગાડી ભગાવી..પણ એવી તો ભગાવી કે હજુ ફાસ્ટ હજુ ફાસ્ટ ની બધા બૂમો પાડતા હતા...મારું હ્ર્દય ધડધડ પોકારતું હતું ને રેરવ્યુમાં જોતા પંકલાએ જોયું હતું કે આખું ધણ આવી જશે બાજુમાં હમણાં તો મારંમાર ભગાવી ગાડી. ચાર પાંચ મિનિટે જ્યારે ધણ થોડું આધુ થયું ત્યારે બધા ખડખડાટ હસ્યા ને હું બોલ્યો બાલ બાલ બચ્યા..!! ને હવે તો માંડમાંડ જીવમાં જીવ આવ્યો. વળતા અમે મચુંગા લીધા ને અમારે ત્યાં કામ કરતા બોય માટે ફગીયો કનુ એ યાદ દેવડાવ્યો તો તે પણ લીધો ને અમારા ફેવરીટ જુગુ પણ ખરા. બાના ભૂલી જવાયું કે આફ્રિકા ની સ્વાહિલી ભાષા માં મચુંગા એટલે સંતરા, બોય એટલે કામવાળો , ફગિયો એટલે સાવરણો ને જુગુ એટલે સીંગદાણા...એ તો કેહવાનુ જ રહી ગયેલું. બધા પીકનીક સ્થાને પહોંચ્યા ત્યારે અમારા કુટુંબ ના બધા આવી ગયેલા. નાનો દરિયો ને મોટો દરિયો ત્યાં. બા ને ફૈબાનું ઉંધિયું બધાને ભાવતું ને જલેબી તો હોય જ બોય મોગો (શક્કરીયા જેવું કંદમૂળ) બાફે ને પછી તેની તળેલી ચીપ્સ ગરમાગરમ અમે બધા તરી ને આવ્યા ત્યાં સુધી માં બની ગયેલી તો ઉપર એક્સ્ટ્રા લીંબુ-મરચું-મીઠું ભભરાવીને ખાધી...યમમ્મ્મ ! પછી આવ્યા રસાવાળા ચણા-બટેકા ને ઉપર આવે ભૂંસુ (ચવાણું-ચેવડો) ને બટાકા ની કાતરી. ટેસડો પડી જ ગયો. સાંજે તલનું તેલ રેડીને ઉંધિયુ ને જલેબી ને પપૈયા નો સંભારો ...ને તળેલા મરચાં પછી છેલ્લે મકાઈ શેકાય તેની રાહ જોઈ રહ્યા હતા ને હિંમત બકી મર્યો કે આજે તો માંડ માંડ બચ્યા..શેકાતી મકાઈ ના તાપણાં જેવો બા નો ફેઈસ લાલ ઘૂમ થઈ ગયેલો ને આવતા અઠવાડિયે મળવાના હતા તે ૫૦ શિલિંગ અલાઉન્સના કાપી નાંખ્યા પનીશમેંટ માં !! અરે ઠપકો કંઈ ઓછો હતો ? ને મારો શું વાંક હતો તે તો કોઈ કહો? બાપુજી એ બાજુમાં બેસાડી ને ખારીશીંગ નાંખી ને કોક આપી ને ખભે પંપાળતા બોલ્યા હું છું ને..એક વાતે ૫૦ શિલિંગ આપીશ તેના બદલામાં રીંગણા ખાવા પડશે..હે ભગવાન ન ભાવતા રીંગણા પણ ખાવા પડશે? રૂપાળા મદનિયા ને માટે ને પેલા જાડિયા હિપોપોટેમસ માટે. ઉંચે ઉડતા બાજ ને ચિતરતા ચિતરતા કનુ હસ્તો રહ્યો ને હું ડોળા ઉંચા નીચા કરતો ચૂપચાપ બેઠો રહ્યો. બાપુજીને વાંચન નો ખૂબ શોખ તો લાઈબ્રેરી બંધ ત્યાં સુધી ્વાંચતા હોય. ને અમને પણ રોજ રોજ નવુ નવુ વાંચવાનું કહેતા. મને સાહસિક વાર્તાઓ ખૂબ ગમે...ને કશાય પણ આનાકાની વગર મિયાંફૂસકી ને વેતાળની વાતો એકસાથે ઝાડ નીચે બેસી ને વાંચીએ પણ ખરા.વરસાદ પછીના ખાબોચિયાં માં કાગળની હોડી બનાવી ને તરાવતા ને છત્રી ઉંધી કરી કાચી કેરીઓ પાડીએ તો સીધી છત્રીમાં જ પડે તેમ કરીએ જેથી ઉપાડવી પણ ના પડે. દર સાંજે મોટા મંદિરે દર્શન કરી મુઠ્ઠીમાં પ્રસાદ લઈ ને દરિયે ફરવા જતા. પાછા ફરતા રંગરંગના પથરા ને શંખલા પણ વીણી લાવીએ તે જુદુ. આમ જોવા જઈએ તો આ જિંદગી જ એક પ્રવાસ છે પણ ઉંમર હતી, ઉત્સાહ હતો ને સહિયારી મિત્રતા ની મજા હતી તો મિકુમી નેશનલ પાર્ક ની મજા કંઈક ઓર જ યાદ માં રહી ગઈ છે. મને યાદ આવે મનોજ ખંડેરિયા ને એમની આ કૄતિ ટાંકુ છું અહીં ઃઃ રસ્તા વસંતના !

આ ડાળ ડાળ જાણે કે રસ્તા વસંતના,

ફૂલોએ બીજું કૈં નથી, પગલાં વસંતના.

મલયાનિલોની પીંછી ને રંગો ફૂલો ના લૈ,

દોરી રહ્યું છે કોણ આ નકશા વસંતના !

આ એક તારા અંગે ને બીજો ચમન મહીં,

જાણે કે બે પડી ગયા ફાંટા વસંતના !

મહેંકી રહી છે મંજરી એક એક આંસુમાં,

મ્હોર્યા છે આજ આંખમાં આંબા વસંતના !

ઊઠી રહ્યા છે યાદના અબીલ ને ગુલાલ,

હૈયે થયા છે આજ તો છાંટા વસંતના !

ફાંટુ ભરીને સોનું સૂરજનું ભરો હવે,

પાછા ફરી ન આવશે તડકા વસંતના !

આજે એક મારી રચના માણો લો હવે ઃઃ

સમૄતિની નાજુક આંગળીએ વીંટળાઈ , સાકાર સ્વપ્ના આપણા કરી લે

ઘુંઘટની આડે શરમાઈ લજ્જા આવે રૂપકડી, વાવીએ સ્વપ્ના ને મનગમતાં માનવી ઉગી લે

વિરસાઈ જતી ને રિસાઈ ને સુષ્ટિ તું માણી લે

સ્મૄતિપટે સાનિધ્યમાં યાદોના તાંતણે ગૂંથી લે

રંગાયા ચેહરા મેધધનુષ્ય ના પાકા રંગમાં, પકડમાં પોકળ પડછાયા હકીકતમાં બથ ભરી લે

કોતરેલા જૂના કિલ્લાના દરવાજે ચડી લે

લીલાછમ્મ ઘાસ ને ડુંગરા મોટા ખૂંદી લે

તલાશે ઇશ્કની આછી રોશની કરી લે, સ્મરણે હૈયામાં હામ ને આશ તું ભરી લે

સંસ્કૄતિની સમજે કરી લે તહેવારની ઉજવણી લે

વાક્છટા ના પ્રભાવે, તું મોભે ઉજાણી તો કરી લે

----રેખા શુક્લ

આ સિવાય દોસ્તો માઉન્ટ કિલિમાંઝારો ની એક મીઠ્ઠી યાદ પણ સ્મરણમાં ઝબુકે ને વિતેલા સોનેરી દિવસો યાદ આવે છે. આવી જ રીતે જ્યારે અમે યુરોપ સાઈડ ગયા ત્યારે અમે બંને( હુતો હુતી ) લંડન ગયા ત્યાં ના પથરાળા રસ્તા, શિફ્ટ સ્ટીક જમણી તરફ ડ્રાઈવ કરવાનું મારી ભાગ્યવાન ને ગમ્યું ને એમાં અમે જ્યારે 'પિકાડેલી સર્કલ' કબૂતરો ના કાફલા પાસે ઉભા રહ્યા ત્યારે તેણે ફૂરફૂરર ને ઘૂટરઘૂ ઘૂટરઘૂ ના અવાજ કરી કબૂતર ને પકડવાની ટ્રાય પણ કરી એ જોવાની મજા પડી. મને તો પડે જ પણ આજુબાજુ ચાલતા, ફરતા, બેઠેલા થોડા જણાએ પલટી મારી ને બે વાર જોયું ને મૂંછમાં હસ્યા ને કોઈકે મારી સામે જોઈ મીઠ્ઠુ સ્માઈલ દીધું. ઓહ! મારા લોંગ લોસ્ટ દોસ્ત ની હેરસ્ટાઈલ જોઈ હું ઓળખી ના શક્યો ને ' કોકણી '(લંડન ની સ્લેંગ ભાષા) માં ગ્રીટ કરતા બોલ્યો "મીટ માય વાઈફ..એલી " આ બંને ક્યાર ના અમને જોઈ રહ્યા હતા ને હસ્યા તેજ મારો મિત્ર ને તેની સોનેરી વાળ વાળી પત્ની. અમને તેમના ઘરે લઈ જાય તે પેહલા ફેમસ લંડન બ્રીજ -થેમ્સ રીવર વગેરે ફેરવી ફેમસ "મારુ" ના ભજીયા ખવડાવ્યા. ઓહ માય ગોડ શી કુડ ઈટ સ્પાઇસી !!! હા, તેને બધુજ ભાવતું હતુ. તે પછી તેના ઘરે અમે ઇન્ગલીશ..ટી ટાઈમ માણ્યો. 'ટી ને બીસ્કીટ' ઉર્ફે કુકીઝ જસ્ટ પરફેક્ટ 'સ્નેક' બાના દેશમાં એને 'રોંઢો' કેહતા હતા એવુ માસી કેહતા'તા. સાંજ પડે બધા પબમાં ભેગા થયા, મારા બાળમિત્રો પરિવાર સાથે અમારી સાથે જોડાયા ખૂબ મસ્તી મજાક સાથે જૂની વાતો વાગોળી ને મોડી રાતે ઘેર પાછા ફર્યા. અમારા મિત્રની વિદાય લઈ અમે લંડન "મડામ તુષાર "વેસ્ક મ્યુઝિયમ ને 'બકિંગહેમ પેલેસ' જોઈ પેરીસ રવાના થયા. ભારે હૈયે જુની યાદો સંગ તાજી યાદો લઈ અમે પેરીસ ના એરપોર્ટ પર ઉતર્યા. હોટેલ પર ઉતર્યા ત્યારે સાંજ થવા આવેલી ને અમને તરસ ખૂબ લાગેલી. પણ માનશો નહીં તમે.. પાણી કરતા ત્યાં વાઇન સસ્તો મળે. ફ્રેંચ ઇંગલીશ જાણે પણ બોલે નહીં. અમે રૂમ સર્વિસ માં પાણી મંગાવ્યું. માંડ મળ્યું. ટી.વી પર ફ્રેંચ શોઝ આવતા હતા શાવર લઈને લાંબા થયા તો ક્યારે પડી સવાર તે પણ ના ખબર પડી. બીજે દિવસે અમારી ટુર ની તૈયારી હતી. ફ્રેશ થઈ અમે ટાઈમસર ફ્ર્ન્ટ ડેસ્ક આવ્યા ને અમારી રાહ જોતો અમારો ગાઈડ અમને લઈ ગયો. લોકલ ને ટુરીસ્ટ સાથે અમારી યાત્રા શરૂ થઈ ગઈ. 'વર્સાઈલ નો કેસલ' અમેઝીંગ ઝુમ્મરોથી શણગારેલો. આઈફલ ટાવર પર મોટી લાઈન માં ઉભા રહી અમે છેક ઉપર જઈ શહેર નો પેનેરોમિક વ્યુ જોયો ને કેમેરા માં કેપ્ચર કર્યો. ફેમસ આઈફલ ટાવર અમેઝીંગ સ્ટ્ર્કચરલ ડિઝાઇન ઓફ એન્જિનીયર્સ ્છે. અમે ચારેકોર થી ફોટા પાડતા ને જુદે જુદે થી આવેલા ટુરિસ્ટો ને જોતા હતા ત્યારે અમારા ગાઈડે પેરીસ ની સ્ટ્રીટ માં લંચ માટે મોકલ્યા ને કહ્યુ ૧ ક્લાક માં મળીએ. ફ્રેંચ બ્રેડ ઉર્ફે 'ઉન બગેત' ને ચીઝ, ફ્રેશ ગ્રેપ્સ ખુબ વખણાય અમે લીધા. રસ્તા પર વેચાતા સૂવેનીયર્સ ને એમની સાથે બાર્ગેઈન કરતા ટુરિસ્ટ ને જોયા. ગાઈડે ચોખ્ખી મનાઈ કરેલી આવું કરવાની જેથી છેતરાઈ ના જવાય. બાજુમાં બેઠેલા ફ્રેંચ કપલ ની ઢીંગલી અમારી સાથે આટલા ટૂંકા સમયમાં ભળી ગયેલી. ૪ વર્ષની સેરા આવી આવી ને હગ કરી જાય ને મન થાય તો કિસ કરી જાય મારા ગાલે. એના વાંકડિયા સોનેરી વાળ એની બ્લ્યુ બિલોરી કાચ જેવી આંખોને તંગ કરે તો તેના નાના હાથે ખસેડતી રહે. તોફાની પવન ફરી અડપલા કરતો રહે. અમે હસી પડ્યા. એની મોમે પર્સ માંથી બેબી બેરેટ કાઢી ને વાળ ખસેડી લિપ્સ પર કિસિ કરી દીધી ને બોલી માય બેબી ! સાંજ પડે તે પેહલા અમારી હોટલે પાછા ફરવાના હતા. અમારી સાથે બીજા બે કપલ સાંજે જોડાવાના હતા. અમે ઇવનીંગ ઇન પેરીસ પેકેટ ટુર લીધેલ. પણ કોઈ કારણસર એક કપલ ના આવી શક્યું ને અમે ૪ ને અમારા ગાઈડ સાથે અમે ઇવનીંગ માણવા ફ્રેશનઅપ થઈ નીકળી પડ્યા. માહોલ ભી થા દસ્તુર ભી થા ખૂબ રોમેન્ટિસ સીટી માં અમે ફરી રહ્યા હતા...રોશની થી ઝળહળતા આઈફલ ટાવર ને જોઈ ખુશ થતા અમે એક રસ્તા થી બીજે રસ્તે જઈ રહ્યા હતા. ને આ લોકો તો હસી રહ્યા હતા ને ફ્રેંચમાં વાતો કરતા હતા. એમના ભાંગ્યા તૂટ્યા ઇંગલીશમાં એ લોકો એટલુ સમજી શક્યા કે અમે શિકાગો થી આવ્યા છીએ ફરવા. લગભગ સાડા સાત થવા આવેલા અમને ગલી ના નાકે ઝળહળતી રેસ્ટોરંટ માં ડીનર માટે લઈ ગયા. બધાએ સાથે ડીનર લીધું. સાચેજ પરીઓનો આ દેશ છે. એક એક થી ચડિયાતી રૂપરૂપની અંબાર છોકરીઓ હતી. રેસ્ટોરન્ટ માં બીજા એક કપલ સાથે અમે એક સરખી ભાષા ના માધ્યમ દ્વારા પેરીસ વિષે ઘણું જાણી શક્યા. તેઓ અમારી જેમ ઇંગ્લીશ બોલતા હતા. અરસ પરસ મજાક મસ્તી ચાલુ હતી. એક સ્ટ્રીટ નો વારંવાર ઉલ્લેખ થતો સાંભળતા મારી પત્ની બોલી ઉઠી કે ત્યાં શું છે જોવા જેવું ? નો નો નો યુ વોન્ટ ગો ધેર ..કહી વાત ને ઉડાડી દીધી. વળતા અમારા ગાઈડે તે સ્ટ્રીટ પરથી પાછા ફરવાનું નક્કી કરેલું. બધું જ અલાઉડ ઓપનસ્ટ્રીટ માં ને વિન્ડોમાં લીટલ ટેડીમાં એક જુવો ને બીજી ભૂલો તેવી પરીઓ દેખાણી. અમે સમજી ગયા..મારી વાઈફે બીજી બાજુ મોં ફેરવી લીધું શરમ ના માર્યા. પેરીસ ના થીયેટર માં રેખા નું ફેમસ મુવી ચાલી રહ્યુ હતું તેણે મને પોસ્ટર બતાવ્યું ને અમે બીજી વાતો કરતા હોટલે પાછા ફર્યા. ---રેખા શુક્લ