Vamad - 19 in Gujarati Love Stories by Shabdavkash books and stories PDF | વમળ - 19

Featured Books
  • आडंबर

    ’मां कैसी लगीं? रेवती मेरे परिवार से आज पहली बार मिली...

  • नक़ल या अक्ल - 80

    80 दिल की बात   गोली की आवाज़ से नंदन और नन्हें ने सिर नीचे क...

  • तमस ज्योति - 57

    प्रकरण - ५७दिवाली का त्यौहार आया, ढेर सारी खुशियाँ लेकर आया।...

  • साथिया - 124

    तु मेरे पास है मेरे साथ है और इससे खूबसूरत कोई एहसास नही। आज...

  • पुनर मिलन

    एक छोटे से गाँव में, एक सुखी और समृद्ध परिवार निवास कर रहा थ...

Categories
Share

વમળ - 19

વમળ

પ્રકરણ -19

લેખક: -નિમિષ વોરા


જે.પીના હાથમાં જાણે ફોનનું હેન્ડસેટ જડાઈ ગયું, સામે છેડેથી તો ક્યારનો ફોન કપાઈ ચુક્યો હતો. ફોનમાં જે તેણે સાંભળ્યું હતું તે હજુ તેને અડધી રાતનું કોઈ ભયાનક સપનું જ લાગી રહ્યું હતું. પોતે એક મહત્વના ફોન માટે આજે હજુ સુધી જાગતો હતો પણ ત્યાંતો આ ફોન તેને અંદરથી હચમચાવી ગયો. પોતાનું એકમાત્ર સંતાન લોક-અપમાં છે અને તે પણ કોઈ નાના-મોટા ગુનામાં નહિ પરંતુ સીધા ખૂનના આરોપસર, તે તેને કોઈ પણ રીતે માનવામાં નહોતું આવતું. બેડરૂમનું એ.સી. જાણે તેના પર ગરમ હવાનો મારો કરતુ હોય તેમ તેના આખા શરીરે પરસેવો વળવા લાગ્યો. બીઝનેસ માટે ભલભલા કાવતરા કરવામાં એક્કો જે.પી આજે પોતાની જાતને અસહાય મહેસુસ કરતો હતો. પોતાના કાળજાના ટુકડા માટે તેણે કેટલા સ્વપ્ના સેવ્યા છે? તેને બિઝનસની દુનિયામાં નમ્બર એક પર જોઈ રહ્યો હોય તેવા સ્વપ્ના તેણે કેટલી રાતોએ જોયેલા છે. કેટલું શીખવવાનું બાકી હતું હજુ આર્યનને? જેમ નાનપણમાં તેની આંગળી પકડી એક એક પગલી ચલાવતા શીખવ્યું તેમજ તેને હજુતો બીઝનેસમાં પણ પા પા પગલી શીખવવાની બાકી હતી. અને તે જયારે થોડા કાવાદાવા શીખવવા જતો ત્યારે પોતે આર્યન જ કહેતો કે ‘ડેડી, પ્લીઝ જો મહેનત અને માત્ર મહેનતથી બીઝનેસ કરવાનો હોય તો શીખવો, બાકી બીજાની લાઈન નાની કરીને મારે બીઝનેસ નથી કરવો’. આવું વિચારતો આર્યન આજે કસ્ટડીમાં?? અને કોણ છે આ સીમા?શ્વેતા, સલોની અને હવે આ સીમા? કયા ચક્કરમાં ફસાયો છે આ મારો આર્યન? ક્યાંક કોઈ ખોટી સંગતે તો નથી ચડ્યો? એક સાથે આવતાં વિચારોની હારમાળાથી તેનું મગજ ફાટવા લાગ્યું. તેને અત્યારેજ લોક-અપ જતા પહેલા એક ફોન કરવો જરૂરી લાગ્યો અને તરત હેન્ડસેટ મૂકી પોતાનો મોબાઈલ ઉઠાવ્યો.

.

રાતના ત્રણ વાગી ગયા હોવા છતાં લોક-અપમા પણ આર્યન હજુ આંશિક નશાયુકત હાલતમાં હતો. તે આજુબાજુની ગતિવિધિઓને પામવા મથી રહ્યો હતો. તેની આજુબાજુ ખુબ ધમાલ ચાલી રહી હતી. તે પોતે અહીં શા માટે આવ્યો છે તે પણ તેને પુરેપુરો ખ્યાલ ના હતો. તેનું મગજ ચકરાવે ચડ્યું હતું. તે એકજ વાતનું રટણ કરતો હતો, “આઈ એમ નોટ ગિલ્ટી, પ્લીઝ કોલ માય ડેડ...”

"આયેંગે આયેંગે તેરે ડેડ ભી આ જાયેંગે.. સાલા મૌજ તુમ લોગ કરતે હો ઔર રાતકો જગના હમકો પડતાં હૈ.." એક ની એક બડબડ સાંભળી બાજુમાં બેઠેલા કોન્સ્ટેબલ નો પિત્તો ગયો. "ક્યા સમજ રહે થે.. હા?? કે બડે બાપ કા બેટા હું તો કોઈ પકડ નહિ પાયેગા? યે મુંબઈ પોલીસ હૈ બચ્ચે.. ઇન્ડિયા કી સબસે બડી ઔર કાબિલ ફોર્સ..અગર એક બાર તય કરલે તો જહન્નમમેં સે ભી ગુનહગાર કો ઢુંઢ કે લાયે.. ઔર તું તો ખૂન કરકે બિન્દાસ ઉધર હી ચ સો ગયા સાલા.. હમારા કામ આસન કર દિયા ભાઈ તુને.. યે પાટીલ સાહબ કા ઓર્ડર નહિ હોતાં તો અબતક તેરી હડ્ડી પસ્લી એક કર દી હોતી ..."

.

ઇન્સ્પેકટર પાટીલ જાણતા હતા કે આ હાઈ-પ્રોફાઈલ કેસને કારણે હમણાજ મીડિયાનો જમાવડો થશે અને તેથી જ તે પહેલા તેઓએ એકઠા કરેલા સબૂત, ‘આર્ટ ડી નોક્સ’ના એક ખાલી અને એક ભરેલા મગને ફોરેન્સિક લેબ મોકલી આપવાની ઉતાવળમાં હતા. આજે રાતની શિફ્ટમાં આવેલો થોડી નીચી કદ કાઠી છતાં કસરતી શરીર ધરાવતો ઇન્સ. ભૂપેશ પાટીલ ખુબ શાતીર દિમાગ ધરાવતો હતો. ચૈનથી બેસવું તો તે જાણતો જ ના હતો. 'દૂધ માંથી પોરાં કાઢવા' કહેવત જાણે તેની માટેજ બની હોય તેમ તે સામાન્ય પબ્લીકને કે ઇવન અફસરોને પણ કાચ જેવા સાફ જેવા દેખાતા કેસમાં કેટલાય વળાંક ગોતી આવતો અને ગમે તેમ કરી સાચા ગુનેગાર સુધી પહોંચી જ વળતો. જયારે જયારે તેને કોઈ ચેલેન્જ મળે ત્યારે તે ખુબ ખુશ થતો અને તેથી જ આજે તે ખુશ હતો કેમકે તેને શરૂઆતથી આ કેસમાં કશુક અજુગતું લાગતું હતું.

પોકેટમાંથી ગોલ્ડ ફ્લેક કાઢી ક્લાસિક બ્લેક પોલીસ્ડ લાઈટરથી સિગારેટ જલાવી આ કેસના ઘટનાક્રમ વિષે વિચારવા લાગ્યો, જાણે એક એક કસ ફેફસામાં ઉતારવાની સાથે ગુનેગારની માનસિકતા પણ આત્મસાત કરતો હોય તેમ એક પછી એક પાસા વિચારતો ગયો... અજાણ્યા વ્યક્તિનો ખૂનની બાતમી આપતો ફોન આવવો, નામ પૂછતાં ફોન મૂકી દેવો, કોફીના બે મગ હોવા પરંતુ તેમાંથી ફક્ત એકજ ખાલી હોવું, ખૂન કર્યા બાદ પણ આર્યનનું સીમાની બાજુમાં જ નશાયુકત હાલતમાં પડ્યા રહેવું, શારીરિક બળજબરી કે ઘરમાં ફોર્સ એન્ટ્રીના કોઈ નિશાન નહિ, નશાયુકત હાલતમાં ખૂન કર્યું હોવા છતાં હથિયારનું લાપતા હોવું, વિગેરે જેવી અનેક બાબતો તેને ગોલ્ડ ફ્લેકનો નશો ચડવા દેતી ના હતી.. જેમ વિચારતો ગયો તેમ વધુ ને વધુ વમળમાં અટવાતો ગયો. આટલા હાઈ પ્રોફાઈલ કેસમાં છાશ પણ ફૂંકી ફૂંકીને પીવી પડે તે એ બરાબર જાણતો હતો. અને તેથી જ તેણે ફિંગરપ્રિન્ટ એકસપર્ટસને સીમાના ઘરે મોકલી આપ્યા હતા. જયારે તેણે બીજી સિગરેટ પેટાવી ત્યારે હમેંશ સાચી પડતી સિક્ષ્થસેન્સ કહી રહી કે ખૂન થયું ત્યારે જરૂર કોઈ ત્રીજી વ્યક્તિ ત્યાં હાજર હતી..

.

“હેલ્લો, ગાયકવાડ... સોરી ટુ ડીસ્ટર્બ યુ એટ ધીસ ટાઈમ બટ આઈ નીડ યોર હેલ્પ યાર.. પ્લીઝ કમ સુન ટુ બાંદરા પોલીસ સ્ટેશન, પોલીસ હેઝ અરેસ્ટેડ આર્યન” જે.પી. પોતાના કોર્પોરેટ વકીલ અને હવે તો બની ગયેલા મિત્રને ફોન પર બને તેટલી સ્વસ્થતા જાળવી તેની પાસે હતી તેટલી માહિતી આપી અને તુરંત પોલીસ સ્ટેશન પહોચવા કહ્યું. કેસની ગંભીરતા પારખી હોવા છતાં પોતાથી બને તેટલું આશ્વાસન આપી ગાયકવાડ પોલીસ સ્ટેશન જવા રવાના થયો પણ તે સિવિલ કેસ લડતો હોવાથી જાણતો હતો કે આ કેસ તેના હાથની વાત નથી તેથી તેણે પોતાના એક મિત્ર અને ક્રિમીનલ કેસ જીતવામાં રેકોર્ડ ધરાવતા એડવોકેટ રાહુલ મ્હાત્રેને ફોન જોડી બને તેટલી ત્વરાથી પોલીસ સ્ટેશન મળવા જણાવ્યું.

.

દાદાની તબિયત સારી થઇ રહી હોવાથી આ એક મોરચે શ્વેતા થોડી રેલેક્ષ હતી. ડોક્ટરની સલાહ મુજબ હવે તે દાદાને થોડી હળવી કસરત કરાવતી તેમજ તેમની સાથે વધુ ને વધુ સમય પસાર કરતી જેથી તેઓ એકલતાનો લાભ ઉઠાવી ફરી ભૂતકાળના વમળમાં ના અટવાય. અને તેને પણ કોઈ વાત કરવાવાળું જોઈતું જ હતુંને? અજાણ્યા નમ્બર પરથી આવેલો મેસેજ વારે વારે તેના મન મસ્તિસ્ક પર રાજ કરી જતો હતો. તે મેસેજને કારણે જ તો તે આર્યનને મળવાનું ટાળતી હતી. તેના એક પણ મેસેજનો તે સરખો રીપ્લાય કરતી ના હતી. અને તે તેને ખુદને પણ સજા જ હતીને? તેથી જ તો દાદા સાથે સમય વિતાવી તે આ વાત ભૂલવા કોશિશ કરતી. દાદા પણ પોતાની લાડલી હમણાંથી હમેંશ તેની સાથે હોતાં ખૂબ ખુશ રહેતા.

.

હવે તો શ્વેતા એ નક્કી કરી જ લીધું હતું કે આર્યન બાબતે ડેડીથી વાત કરી લેવી પરંતુ શાંતિથી વાત થઇ શકે તેવી કોઈ પરિસ્થિતિ ઘરમાં સર્જાતી જ ના હતી. દાદાને દવા આપ્યા બાદ તેઓ બરાબર ઊંઘી ગયા છે તે જોઈ આજે તેણે મહા-મહેનતે ડેડીના બેડરૂમ તરફ પગલા ઉપડ્યા. પરંતુ ડેડી હજુ ઓફીસથી આવ્યા ના હોવાથી તેણે કાલે સવારે બધી વાત કરી સાંજે આર્યન અને ડેડીની મુલાકાત કરાવવાનું પણ વિચારી લીધું. તેણે લીધેલા આ નિર્ણય પર તે પોરસાઈ અને સવારે દાદાને વહેલું પેપર વાંચીને સંભળાવવાનું હોવાથી પોતાના બેડરૂમમાં ભરાઈ ગઈ.. તેને ક્યાં ખબર હતી કે આવતીકાલની સવાર એક મોટું વંટોળ લઈને આવવાની છે..

.

સવારે દાદાનો ક્રમ હતો બેડ ટીની ચૂસ્કી અને પેપર રીડીંગ બંને કામ સાથે જ કરવાના. હમણાં તેઓ પોતે પેપર વાંચી શકતા નહિ તેથી તે જવાબદારી શ્વેતાએ સહર્ષ ઉપાડી લીધેલી. ક્યારેય પેપર્સ ના વાંચતી શ્વેતાને પણ આ કામમાં આનંદ આવતો કેમકે પેપર વાંચતા વાંચતા દાદા પોતાના અનુભવોના ખજાનામાંથી થોડા રત્નો પણ શ્વેતાને વહેંચતા. પણ આજની સવાર ઘણી અલગ ઉગવાની હતી. પેપર અને કેટલ હમેશ મુજબ ટેબલ પર ગોઠવાઈ ચુક્યા હતા અને શ્વેતા એ આવી પહેલું કામ દાદા માટે ચા કાઢવાનું કર્યું અને ચા આપી દાદાને પ્રિય ‘મુંબઈ મિરર’ અખબાર જ પહેલું ઉઠાવ્યું. અને તેની હેડલાઈન વાંચતા જ તેની આંખો ત્યાં જ જડાઈ ગઈ... SEEMA MURDERED, ARYAN PANDIT FOUND DROWSY IN THE ROOM. તે અન્યમનસ્ક બસ હેડલાઇન જ વાંચી રહી અને તે ક્યાં અને કયા કારણસર બેઠી છે તે તેને ભાન જ ના રહ્યું. તે ફટાફટ ઉભી થઇ પેપર સાથેજ પોતાના રૂમમાં દોડી ગઈ અને તેના રૂમમાંથી એક ભયંકર ચીસ ભારદ્વાજ હાઉસમાં ફરી વળી. દાદાને કશુજ સમજાયું નહી કે આખરે મારીશ્વેતાને શું થયું?

.

શ્વેતાનું ફેવરેટ ટેડી આજે તેના જ આંસુઓથી ભીનું થઇ ગયું. મમ્મીના ગયા પછી આ ટેડી જ તેનું સુખદુઃખનું સાથી બની રહ્યું હતું. તેને ખુદને ખ્યાલ ના રહ્યો કે તે કેટલા ટાઈમથી અહી આમજ રડતી બેઠી હતી..

તેનું મગજ ભયંકર ચકરાવે ચડ્યું.... આર્યન?? મારો આર્યન સાવ આવો નીકળ્યો? અને સીમા? એ બન્ને સીમાના બેડરૂમમાં?? ખૂન? આર્યનના હાથે? આર્યન નશામાં?? આ બધું તેના દિમાગમાં ટુકડે ટુકડે આવતું હતું પરંતુ કઈપણ નક્કર વિચાર કરી શકે તેવી તો મગજની સ્થીતીજ ક્યાં હતી? તેના શરીરના બે મહત્વના અંગોમાંથી એક તો આ દુનિયા છોડી ચાલી ગયું હતું અને બીજું અત્યારે લોક-અપમાં હતું..

બંને એ મારી સાથે આટલો મોટો વિશ્વાસઘાત કર્યો?? શું ખરેખર સીમા અને આર્યનના સંબંધ હતા? ક્યારથી હતા? શા માટે આર્યને આવું કર્યું? સીમા?? “ઓ સીમા.. તું ક્યાં જતી રહી..” તે ચીસ પાડીને બોલી ઉઠી... સીમા યાદ આવતાજ તેને તે લોકો એ બે દિવસ પહેલા કરેલી ફોન પરની વાત યાદ આવી.. જેમાં સીમા કહી રહી હતી.. “મારા માટે સુખ એટલે બુકની પ્રસ્તાવનામાં લખ્યું છે એમ એક સમ્બન્ધ.. હાથમાં પકડેલો એક હાથ, ચોરીછુપીથી મળી ગયેલું ચુંબન કે આંખ મિચો પછી દેખાતો એક ચહેરો...” શું આ બધું સીમા આર્યનને મનમાં રાખી કહી રહી હતી? થોડા દિવસથી તે મને એટલે જ એવોઈડ કરતી હતી? ફોન પર મળવા આવું છું તેવું કહ્યા બાદ મળવા પણ ના આવી.. તો તેના આવા વર્તન પાછળ આર્યન-સીમાનો પ્રેમ હતો?? તે ના આવી તો શા માટે હું તેને તેના ઘરે મળવા ના ગઈ? જો હું તેને મળી હોતતો કદાચ તેના દિલની વાત પણ જાણી શકત ને? મારી બહેનથી પણ વિશેષ સીમા મારી સાથે વિશ્વાસઘાત કરે? અને આર્યન? તે તો મને કેટલાય દિવસથી મળવાની ટ્રાય કરે છે, હું ફોન નથી રીસીવ કરતી તો મેસેજનો ઢગલો કરી મુકે છે... તો એ બધું શું છે? શું તે પણ સીમાના પ્રેમમાં??? અરે આજે જ તો હું તને ડેડી સાથે મળવવાની હતી.. તે જેટલા વિચાર કરી રહી હતી તેટલા જ જાણે કે તેના હ્રદય પર શેરડા પડી રહ્યા હતા. તેનું મગજ જાણે ફાટફાટ થઇ રહ્યું હતું. તેને પોતાના આર્યન કરતા અત્યારે દુનિયા છોડી ચાલી ગયેલી સીમા વધુ યાદ આવતી હતી, અને કેમ ના આવે, બંને સાથે જ તો મોટા થયા અને જે એકબીજાના ડેડને પણ ડેડ કહીનેજ બોલાવે તેવી મિત્રતાનો આવો અણધાર્યો અંત આવે તો પ્રેમ કરતા પહેલા મીત્ર જ યાદ આવે તેમાં શી નવાઈ? તેની આંખો સામે અત્યારે સીમા અને તેના બાળપણથી લઈને અત્યાર સુધીના સાથે કરેલી તમામ ધીંગા મસ્તી, સાથે માણેલા વેકેશન્સ, એક બીજાથી શેર કરેલા ક્ર્શીસ, અમુક સમયે લીધેલા અબોલા જેવી કેટલીય યાદો આંખ સામેથી પસાર થઇ રહી.. તે આર્યનને અચાનક ધિક્કારવા લાગી.. તેના દિમાગમાં હવે બીજા પ્રશ્નો એ સ્થાન લીધું હતું.. જો તેઓ બંનેનું કોઈ રિલેશન હોત તો પણ હું સ્વીકારી લેત પણ આમ મર્ડર શા માટે કર્યું મારી બેનથી પણ વિશેષ ફ્રેન્ડનું? શા માટે તેણે આવું પગલું ભર્યું? શું તે પણ શરાફતનું માસ્ક પહેરી ખાનગીમાં ઘણી યુવતીઓ સાથે સમ્બન્ધ રાખતા યુવાનો જેવોજ યુવાન છે? ચાલો તે કદાચ તેવો પણ હોઈ શકે પણ તે ખૂની પણ??? તેને મેં કેટલો પ્રેમ કર્યો છે. અને તે પ્રેમ તેના રૂપિયા કે બાહ્ય આવરણને નહિ પણ તેના વ્યક્તિત્વની ખાસિયતોને પ્રેમ કર્યો છે. તો શું હું તેને સમજવામાં આવડી મોટી થાપ ખાઈ ગઈ? ના.. ના.. ના.. મારે અત્યારેજ તેને મળી સીમાના ખૂનનું કારણ તો જાણવું જ રહ્યું... આમ સ્વગત બોલી ઉભી થઇ અને તેજ હાલતમાં તે આર્યનને મળવા નીકળી પડી... મનમાં એક ડર હતો કે જો આ ખૂન આર્યને જ કરેલું હશે તો આજે તેના માટે એક નહી પણ બે મિત્રો મરી પરવાર્યા છે.....

.

જે.પી.એ જેવો ઓડીમાં ગોઠવાઈ ડ્રાઈવરને પોલીસ સ્ટેશન જવાનો આદેશ આપ્યો તેવોજ તે જે કોલ માટે અત્યાર સુધી જાગતો હતો તે કોલ આવી રહ્યો. તેને માહિતી મળી હતી કે શેલ ગેસની ડીલમાં હજી વી.બી.ને પ્રોબ્લેમ આવી શકે છે જો તેને એક એન.ઓ.સી ના મળે તો. અને તેથીજ તેણે પોતાના સોર્સીસને એક માણસ પાછળ લગાવી દીધા હતા. બસ આજે તે જ બીઝનસમેનનો કેન્યાથી ફોન હતો. અત્યારે ત્યાં પણ રાતના ૧૨:૩૦ થતા હશે તેમ તેણે વિચાર્યું. તેને બિઝનેસની કોઈ પણ વાત મોડીરાતે કરવી ગમતી નહિ છતાં તે લોકોનો એવો આગ્રહ હતો કે વાત થોડી મોડીરાતે થાય. તેની માનસિક હાલત ના હોવા છતાં જરૂરી હોવાથી તેણે આ ફોન ઉપાડ્યો. તેઓ થોડી ઔપચારિક વાતો પછી સીધા પોઈન્ટ પર આવ્યા અને પોઈન્ટ પર આવવાની શરૂઆત પેલા કેન્યાના બીઝનેસમેને જ કરી...

"તમારા માણસે બધી વાત કરી છે મને, પણ શેલ ગેસનું એન.ઓ.સી. વીનાયકને ના મળે તેમાં તમારો શું ફાયદો છે મી.જે.પી. કેન યુ ટેલ મી?"

"યસ, આઈ કેન.. બટ આઈ ડોન્ટ વોન્ટ ટુ.. તમેં જે ડીમાન્ડ અમારી સામે મુકેલી છે તે પૂરી થઇ જશે અને બીજું કઈ જોઇતું હોય તો કહો.." જે.પી. આજે તડ અને ફડ ના જ મૂડમાં હતો.

"ઓ.કે તો જો હું વિનાયકની ફર્મને નહિ અને તમારી ફર્મને ફાયદો કરવું તો આઈ વિલ બી ૨૫% પાર્ટનર ઇન યોર ફર્મ.. એગ્રી??

"યસ, ડન.. આગળનું બધું તમે સાંભળી લેજો હમણાં હું થોડા દિવસ બીઝી રહીશ. અને ગુડ ન્યુઝ આવતાં મને તરત જણાવશો.. બાય.." ટૂંકાણમાં પતાવી જે.પી એ ફોન મુક્યો.

પોતાની આવડી મોટી ડીલ ફાઈનલ થયા બાદ પણ તેના મુખ પર ખુશીના કોઈજ સંકેતો ના હતા કેમકે આજે તેને ફક્ત તેના આર્યનની જ ચિંતા હતી.. આર્યન હેમખેમ મળી જતો હોય તો આવી કેટલીય ડીલ્સ તે હારવા તૈયાર હતો.હવે આર્યનને છોડાવવા કઈ રીતે આગળ વધવું અને આર્યનને કેમ હેન્ડલ કરવો તે જ તે વિચારતો રહ્યો. તેની આ વિચારમાળા ડ્રાઈવરે દરવાજો ખોલતાં તૂટી... તે પોલીસ સ્ટેશન પહોચી ગયો.

.

સામે છેડે કેન્યામાં... ફોન મુકાયા બાદ એક મુક્ત હાસ્ય વિશાળ હોલમાં ગુંજી ઉઠ્યું.. “મુર્ખ જે.પી. હું તો આમેય વી.બી.ની ફર્મને શેલ ગેસમાં નડવાનો જ હતો પણ તે મને ઓફર કરી મને તો બંને હાથમાં લાડવા ધરી દીધા છે..” સાંભળવા વાળું કોઈ ના હોવા છતાં આલોક બોલી રહ્યો.. અને વર્ષો પહેલાની ઘટનાઓમાં સરી ગયો.. નાનપણની તેની મિત્રનો ચહેરો સામે નજર સામે આવી રહ્યો.. તે, તેનો મોટો ભાઈ સમીર અને તે અલ્લડ છોકરી.. પાડોશી હોવાથી સાથેજ ફરતા-રમતા ક્યારે આલોકને તે છોકરીથી પ્રેમ થઇ ગયો તે તેને ખુદને ખ્યાલ ના રહ્યો. પરંતુ સંજોગો જાણે તેની ફેવરમાં ના હતા તેમ તેના મોટા ભાઈએ તેના પર વિશ્વાસ રાખી તેના અને તે યુવતીના પ્રેમ પ્રકરણ વિષે નિખાલશ વાત કરી... તે સાવ તૂટી ગયો છતાં ભાઈ માટે ખુશ થઇ કોઈ વિષાદ મુખ પર આવવા ના દીધો.. અને તે યુવતીને મળવાનું પણ સાવ બંધ કરી નાખ્યું.. પણ.. જયારે તેના ભાઈનું અકાળે અવસાન થયું અને એક બે મહિના બાદ તે આઘાતમાંથી સ્વસ્થ થયો ત્યારે તેને તે યુવતી યાદ આવી અને હવે તેને પોતાની લાગણી કહી શકે તેવો વિચાર આવતાં ઘરે ગયો.. જ્યાં તેને સમાચાર મળ્યા કે તે યુવતીએ તો મેરેજ પણ કરી લીધા છે.... 'વિમલે મને ક્યારેય ના રૂઝાય તેવો ઘા આપ્યો છે તો જયારે મારો વારો આવ્યો છે ત્યારે હું તેને કેમ છોડું... નહી.. નહી.. નહી.. વિમલ આ એન.ઓ.સી. તને નહિ જ મળે.." આ યુવતી એટલે રોહિણી, તેનો ભાઈ સમીર એટલે મીલીટરીનો ડોક્ટર જેને ગંભીર બીમારી ભરખી ગઈ અને જેણે રોહિણી સાથે મેરેજ કર્યા તે વિનાયક ઉર્ફે વિમલ.

ક્રમશ: