Black face of modern society in Gujarati Short Stories by Jay Raval books and stories PDF | આધુનિક સમાજ નો કાળો ચહેરો

Featured Books
  • ખજાનો - 86

    " હા, તેને જોઈ શકાય છે. સામાન્ય રીતે રેડ કોલંબસ મંકી માનવ જા...

  • ફરે તે ફરફરે - 41

      "આજ ફિર જીનેકી તમન્ના હૈ ,આજ ફિર મરનેકા ઇરાદા હૈ "ખબર...

  • ભાગવત રહસ્ય - 119

    ભાગવત રહસ્ય-૧૧૯   વીરભદ્ર દક્ષના યજ્ઞ સ્થાને આવ્યો છે. મોટો...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 21

    સગાઈ"મમ્મી હું મારા મિત્રો સાથે મોલમાં જાવ છું. તારે કંઈ લાવ...

  • ખજાનો - 85

    પોતાના ભાણેજ ઇબતિહાજના ખભે હાથ મૂકી તેને પ્રકૃતિ અને માનવ વચ...

Categories
Share

આધુનિક સમાજ નો કાળો ચહેરો

આધુનિક સમાજ નો કાળો ચહેરો

  • જય રાવલ
  • કદાચ પહેલી વાર આવું બન્યું કે અનુજ, જે એની નાના માં નાની વાતો પણ મને કહેતો એણે આટલું બધું થયી ગયું હોવા છતાં પણ મને કઈ જ ના કીધું. હા, એ એની જગ્યા એ સાચો હતો કે હું પોતે મારી તકલીફો માં વ્યસ્ત હતો કે એ મને હેરાન કરવા નહોતો માંગતો. પણ હશે, આખરે એને લાગ્યું કે એની સાથે ના થવાનું થયી ગયું છે ત્યારે તો એને મને જાણ કરી. એને કહેલી વાતો એના જ શબ્દો માં.......

    હું ઘણા સમય થી એક છોકરી ના સંપર્ક માં છું, એનું નામ છે અનિતા. બસ એક સામાન્ય વાતચીત ના દોર થી શરુ થયેલી અમારી મિત્રતા ઘણી આગળ વધી ગયી. ધીમે ધીમે એ વાતો અવિરત થવા લાગી. નાના માં નાની વાતો એકબીજા ને કહેતા. એક પલ માટે પણ વાત ના થાય તો અધીરા રહી જતા. ક્યાય જવાનું થાય તો દૂરી ના વિચાર માત્ર થી ધ્રુજી ઉઠતા. મુલાકાતો પણ થવા માંડી. એકબીજાની જીંદગી ની બધી વાતો થી અવગત થયી ગયા. એકબીજાના સાથી બની ગયા. લાગણીયો ગાઢ થવા માંડી. નિકટતા વધવા માંડી. અને પછી અચાનક જ દરિયા માં ઓટ આવે એમ અમારી વચ્ચે ગેરસમજ અને વિવાદ વધવા લાગ્યા. અનિતા નું વર્તન અચાનક જ બદલાયી ગયું, અને એના એક એક શબ્દ થી ભારોભાર તિરસ્કાર, ઘૃણા, નફરત જલકવા માંડ્યા. અને જાણે કે બંને વચ્ચે જે પણ હતું કે થયેલું એ બધું ભૂલીને સંબંધ પર પૂર્ણવિરામ લાગી ગયું. આ બધું અચાનક થવાથી હું ઘણો હતાશ, નિરાશ થયીને તૂટી ગયો. પછી એક દિવસ મન શાંત કરવા બહાર નીકળ્યો ત્યારે અનિતા ને કોઈ બીજા છોકરા સાથે જોયી. લાગ્યું કે એનો કોઈ મિત્ર હશે અને કોઈ કામ થી એની સાથે જતી હશે. પણ ખબર નહિ અનાયાસે જ એ સમયે હું પણ એમની પાછળ પાછળ ગયો. અને પછી એ બંને એક ઘર માં જતા રહ્યા. રાત્રી નો સમય હતો, હું ઘણી વાર સુધી બહાર ફરતો રહ્યો કે હમણાં અનિતા આવશે, પણ એ બહાર ના આવી. અને બંને એ ઘર માં સાથે રહ્યા. એ પછી ગયી કાલે ફરી મેં એ બેય ને સાથે જોયા, અને અત્યારે જયારે તને આ વાત કરું છું, ત્યારે તું પણ એ જોવે છે કે બંને ફરી આજે એ જ ઘર માં આ રાતના સમયે ગયા છે..

    આટલી વાત સંભાળીને મેં અનુજ ને તરત જ કહ્યું કે, ભાઈ, આ અનિતા તારી સાથે રમી ગયી છે. અને હવે બીજા ને પકડી લીધો છે. મારા એક મિત્ર આલોક સાથે પણ આવું જ થયું હતું. કોલેજ માં એ એક છોકરી સાથે બહુ ફર્યો, ઘણા નાઈટ-આઉટ કર્યા, અને પછી પેલી અચાનક જ જતી રહી. અમુક છોકરીઓ આવી જ હોય છે. એમને એક જ વ્યક્તિ સાથે ના ફાવે. બસ સ્વાર્થ હોય ત્યાં સુધી રહે અને પછી નવો મળે તો જતી રહે. લોકો પાસેથી મળતી સવલતો, ખર્ચ ના રૂપિયા એ બધા માટે એ બસ અલ્લડ બનીને જલસા કરાવે, પોતાની ગરિમા અને સન્માન ને પણ નેવે મૂકી દે. કારણ કે એ છોકરીઓ પ્રતિષ્ઠા અને ભાન ભૂલી ચુકી હોય છે. કદાચ આ કલિયુગ ના વાયરા માં એને પોતાની મર્યાદા ભુલાયી ચુકી છે. આનંદ અને ઉપભોગ પછી પણ એ સામાન્ય રહીને આપની વચ્ચે રહે છે. અને એ અરીસા માં પોતાની સાથે આંખો પણ મિલાવી શકે છે. અને હું કહું છું એ સાચું જ છે અનુજ, એનું પ્રમાણ તે સગી આંખે જોયું ને..!! આટલું સંભાળીને અનુજ ને પણ થયું કે અનિતા એની લાગણી અને પ્રેમ સાથે રમી ગયી, આવા જ બધા લોકો સાથે ફરતી હશે એમાં ક્યાંક મારા જેવો સીધો માણસ ફસાયી ગયો. પણ છતાં અનુજ ને મન માં થતું હતું કે અનિતા સાવ આવી તો ના હોયી શકે..!!

    થોડા દિવસો પછી અનુજ ફરી મને મળ્યો અને કહેવા લાગ્યો કે, એણે તપાસ કરીને માહિતી મેળવી લીધી છે. અનિતા જેની સાથે ફરે છે, એનું નામ અમર છે. એ બંને બહુ સમય થી પરિચય માં હતા. વચ્ચે થોડાક સમય માટે અમર ને બહાર જવાનું થયું એ સમય માં અનિતા મારી પાસે આવી અને જલસા અને મસ્તી કરી ને મારી સાથે રમી. અને હવે કદાચ અમર પાછો આવી ગયો છે, તો એ મને ધુત્કારી રહી છે. મને એ પણ જાણવા મળ્યું છે કે બંનેએ મને મળ્યા પહેલા અને મને છોડ્યા પછી પણ ઘણી વાર મર્યાદાઓ ઓળંગી છે. મને તો એ જ નથી ખબર પડતી કે એ આવું પણ કરી શકે..!! પણ, જેવું અનિતા એ મારી સાથે કર્યું, એવું જ એની સાથે થયું અને એ અમર એ કર્યું. અમર અનિતા ના સંપર્ક માં હતો એ પહેલાથી જ કોઈ છોકરી સાથે પ્રેમ માં હતો, પણ વચ્ચે એને બ્રેક-અપ થયું, અને વળી પાછા સાથે આવ્યા. અમર ના ઘરે પણ આ વાત ની ખબર છે અને એ એની સાથે લગ્ન પણ કરવાનો છે. બસ, જયારે અમર એ આ વાત અનિતા ને કરી ત્યારે અનિતા ના પગ તળે જમીન ખસી ગયી, એને થયું કે આ અચાનક શું થયી ગયું.!! એને લાગ્યું એ ફરી એકલી થયી જશે.!! અને પેલો અમર એને કહી રહ્યો હતો કે આપની વચ્ચે કઈ ની બદલાય, જેમ રહીએ છીએ એમ જ રહીશું, અને મેં ચીટ નથી કર્યું.. આ બધું થયા પછી કદાચ અનિતા ને મારી સાથે કરેલા વર્તન માટે ગ્લાનિ થયી હશે, તો મારી સાથે વાત કરીને માફી માગી અને કહ્યું કે એને મને જાણીને દુખી નથી કર્યો અને આવું બીજું બધું. પણ હજી એ અમર સાથે એમ જ રહે છે. પેલો અમર જે એની સાથે રમીને મજા કરી રહ્યો છે અને જેની સાથે લગ્ન કરવાનો છે એની સાથે પણ રમી રહ્યો છે. આ બધું દેખવા છતાં અનિતા એની સાથે એ જ રીતે રહે છે. મને એક બાજુ અમર પર ગુસ્સો આવે છે કે કોઈ માણસ એક સ્ત્રી સાથે આવું રમીને, એના સન્માન અને ગરિમા ને કેવી રીતે ઠેસ પહોચાડી શકે..!! પણ સાથે એમ પણ થાય છે કે આપણો જ સિક્કો ખોટો હોય તો બીજાને શું કહેવું.?! અનિતા જ બધું સામે હોવા છતાં આમ કરતી હોય તો અમર ને શું વાંક માં ગણવો...!!!!!

    ઉપર લખેલી વાતો અને ડાયરી ના અંશો અહી લખવા પાછળ નું કારણ કદાચ હવે સમજાશે..!! અનુજ તો આટલું કહીને મૌન થયી ગયો અને બઘવાયી ગયો છે. એને તો બદલો લેવો છે અનિતા સાથે એ સમજાવીને કે એ મૂરખ નથી બન્યો, પણ એને ઓળખી ગયો છે.. અને એક બાજુ હૃદય ને ઊંડાણ માં એને એમ લાગે છે કે કદાચ એ અનિતા ને એની ભૂલો સમજાવીને સાચા રસ્તે પછી લાવી શકે..!!

    આ બધું જાણ્યા પછી અનુજ ને પણ લાગ્યું કે હું અનિતા ના ચરિત્ર વિશે જે કહી રહી હતો એ ખોટું નહોતું. પણ એક માણસ તરીકે એક સ્ત્રીના ચરિત્ર અને ગરિમા ને આ રીતે ઉછાળવું શોભનીય નથી. કદાચ અનિતા ના આવા સ્વરૂપ અને વર્તન નું કારણ શું છે એ પણ જાણવું જરૂરી છે..!! માણસ લાગણી નો ભૂખ્યો હોય છે. એને એકલતા કોરી ખાય છે. ક્યાય ઠોકર લાગે તો એ તરત કોઈનો સહારો શોધે છે. અને એવા સમયે એને સહારો આપવા જે હાથ પકડે છે એના વિશે એ કઈ જ વિચારતો નથી.. બસ, એને તો લાગે છે કે જેને એને આવી રીતે તરછોડી દીધો, અને આવો સમય બતાવ્યો, એ સમયે આ માણસ એ એનો હાથ પકડ્યો છે. અને એ પછી એના ઉપકાર તળે દબાયી જાય છે.. અને પોતાનું સર્વસ્વ એને સોંપી દે છે. બની શકે અનિતા સાથે પણ કંઈક આવું જ થયું હોય..!! પણ શું આવી ઘટનાઓ વચ્ચે અનિતા ને એક ક્ષણ માટે પણ પોતાનું સન્માન, ગરિમા, પોતાની માતા ના સંસ્કાર યાદ નહિ આવ્યા હોય..!! એને એ વિચાર સુધ્ધા નહિ આવ્યો હોય કે એની મમ્મી ને જયારે આવું ખબર પડશે તો એમનું શું થશે..!! એ પોતે પણ ક્યારેય આના માટે માફી માગી શકશે કે નહિ..!!?? અને સૌથી મહત્વ નો પ્રશ્ન છે કે, જયારે અનિતા ને એને કરેલી ભૂલ નો એહસાસ થશે, એ પછી એ આ એહસાસ સાથે કેવી રીતે જીવીને પોતાની જાત ને સંભાળશે..!!????

    આપણી આસપાસ પણ ઘણા એવા લોકો હોય છે, જેને આપના સ્નેહ, સાથ અને સંગાથ ની જરૂર હોય છે, પણ આપણે આપણી જીવનચર્યા માં એમને હાંસિયા માં ધકેલી દયીએ છીએ. એમને એકલા મૂકી દયીએ છીએ, અને પછી એ લોકો કોઈ વિસંગત વ્યક્તિ ના પરિચય માં આવીને પોતાની જીંદગી સાથે રમીને જીવન ને રમત બનાવી દે છે. અને આ કહેવાતા ફોરવર્ડ જમાના માં વિજાતીય આકર્ષણ થી, એકલતા ના ડર થી અને જીવન માં બધું માણી લેવાના ગાંડપણ થી પોતાનો ઉપભોગ કરાવીને માનવીયતા, સંસ્કાર અને લાગણીઓ ને લજવે છે. આપણી જ વચ્ચે રહેતા લોકો માં કોઈ અમર છુપાયેલો હોય છે, જે સામાન્ય વ્યવહાર થકી આપણી વચ્ચે રહે છે, અને એની અંદર રહેલો શેતાન પોતાની ભૂખ સંતોષવા કે પાશવીયતા ને પોષવા લાગણી અને પ્રેમ ને મજાક બનાવીને સ્ત્રીઓ ની ગરિમા સાથે રમે છે. આપણી જ વચ્ચે રહેતા લોકો માં કોઈ અનિતા છુપાયેલી હોય છે, જે કદાચ પોતાના સ્વજનો, મિત્રો અને નિકટતમ વ્યક્તિઓ ની ઉપેક્ષા અને એમની પાસેથી મળેલા ખરાબ વર્તન ને લીધે કોઈ સાથ માટે ભટકે છે અને માર્ગ ભટકી જાય છે.

    જો આવા નરપિશાચો પ્રત્યે આ વાંચીને તમને ઘૃણા આવતી હોય તો સાથે એ પણ ધ્યાન રાખો કે ક્યાંક તમારી આસપાસ કોઈ અમર તો નથી ફરી રહ્યો ને..!! ક્યાંક તમારી અંદર કોઈ અમર નથી જન્મી રહ્યો ને..!!?? ક્યાંક તમે કોઈ અનિતા ને ઉપેક્ષિત કરીને એને કોઈ ખોટી સંગત સુધી જવા માટે રસ્તો નથી આપતા ને?? તમારા રોજબરોજ ના જીવન માંથી પરિવારજનો, મિત્રો અને સ્નેહીઓ ને સમય આપો, જેથી તેઓ લાગણી અને પ્રેમ માટે બીજે ક્યાય વલખા ના મારે..!! એમને કોરી ખાતી એકલતા માં ક્યાય કોઈ દીકરી પોતાનું સર્વસ્વ દાવ પર લગાવી એની માતા ને અને એના સંસ્કારો ને ના લજવે.. અને એ જ તક નો લાભ ઉઠાવીને કોઈ વ્યક્તિ એક સ્ત્રીનું અપમાન કરીને રમી ના જાય..!! આજે કદાચ પહેલી વાર કોઈ વાત નો અંત કેમ કરવો એ સમજાતું નથી, કારણ કે આ ઘટના લખતા અને આ વિચારો લખતા અત્યાર ના સમાજ ના આ વરવા ચહેરા થી હું સમસમી ગયો છું, અને અંદર થી હચમચી ગયો છું... બસ, એટલું કહીશ કે ક્યારેય કોઈ એવા કામ ના કરો જેથી સમય જતા પસ્તાવાથી પણ પાર ના આવે, જેનાથી તમે તમારી સાથે પણ આંખ ના મેળવી શકો, જેનાથી તમારા માતા-પિતાના સંસ્કારો લજવાય, જેનાથી માણસ ની માનવતા મારી પરવારે, જેનાથી જીવનપર્યંત એક ગ્લાનિ માં જીવવું પડે, જેનાથી તમારી આવનારી પેઢી પણ તમે જે કર્યું છે એ ના કરે એવા ભય ના ઓછાયા હેઠળ જીવવું પડે..!!! :( :( :( _/\\_ _/\\_