ફિલ્મ ફેર અવોર્ડના નેશનલ મંચ પરથી દીપિકા પાદુકોણે તેના પપ્પાએ લખેલો આ પત્ર વાંચ્યો.આ પત્ર ઘણું બધું કહી જાય છે પિતા અને પુત્રી વચ્ચેની સમજ સાથે એક પિતાની પોતાના સંતાનો માટેની ભાવનાઓ અને અપેક્ષાઓનું બેલેન્સ કઈ રીતે થઇ શકે તે. અને સાથે સાથે જયારે કશુજ ના હોય ત્યારે કેમ વર્તન કરવું અને બધું જ મળી ગયા પછી કેમ વર્તવું? આ બધું જ બાળકોને શીખવવા માટે તેમને ભૂલો કરવાની જગ્યા આપવી પડશે. એમને એમની પોતાની પાંખોથી ઉડવાની છૂટ આપવી પડશે. અને હા ઉડવા માટે એક સૌથી જરૂરી છે તે છે આકાશ.તો વાંચો આ પત્ર એના જ શબ્દો માં જેમાં પ્રકાશ પાદુકોણ તેમની દીકરીને જીવનના ફન્ડા સીધી અને સરળ રીતે સમજાવે છે.(પ્રકાશ પાદુકોણ સક્સેસફૂલ બેડમિન્ટન ખેલાડી રહી ચુક્યા છે.)
પ્યારી દીપિકા & અનીષા,
તમે બન્ને અત્યારે જ્યાં ઉભી છો તે જીવનની શરૂઆત છે,એટલે હું જે પાઠો જિંદગીએ મને શીખવ્યા છે તે મારે તમારી સાથે શેર કરવા છે.દાયકાઓ પેહલા એક નાનો બાળક પોતાના જીવનની શરૂઆત કરી રહ્યો હતો. તે દિવસોમાં ત્યાં રમતગમત માટે સ્ટેડીયમ કે કોર્ટસ નહોતા કે ત્યાં જઈને ટ્રેનીગ લઇ શકાય.અમારો બેડમિન્ટન કોર્ટસ કે જે એક વેડીંગ હોલ હતો.કેનેરા યુનિયન બેન્કની પાછળ આવેલું આપનું ઘર. અને ત્યાં જ હું રમતો વિશેનું બધુજ શીખ્યો. દરરોજ અમે રાહ જોતા કે હોલમાં ફકંશન છે કે નહિ, જો ના હોય તો સ્કુલ પત્યા પછી દોડીને ત્યાં રમવા જતો ત્યારે મારા ર્હદયને સંતોષ થતો હતો.અત્યારે પાછળ ફરીને જોવ છું ત્યારે અહેસાસ થાય છે કે તે ખુબ જ મહત્વનું હતું. મારા બાળપણમાં અને તરુણાવસ્થાના તે વર્ષોમાં મને મારી લાઇફ સાથે ઘણી ફરિયાદો હતી.હું એ બાબતમાં આભારી હતો કે મારી પાસે વીકમાં થોડા કલાકો એવા હતા કે હું ત્યાં જઈને આગળ જવાની તકો વિષે વિચાર કરી શકતો હતો. પણ જે ફાઉન્ડેશન ઉપર મારું કરિયર અને મારું જીવન હતું તે નકારાત્મક અને બીજી ઘણી બાબતોમાં નબળું હતું. અને તે જ મારે તમને કેવું છે બાળકો, કે જીવનમાં હાર્ડવર્કનું કોઈ જ સબ્સટીટ્યુટ(પુરક) નથી.તમે જે કરવા માગો છો તેના માટેનો દ્રઢ નિર્ણય અને પેશન જ જોઇશે.બીજું કઈ જ અર્થપૂર્ણ નથી. નહિ કે અવોર્ડ, વળતર અને એ પણ તમને આનંદ નહિ આપે જયારે તમારો ચેહરો ન્યુજ્પેપર કે ટેલીવિઝનમાં આવે. જયારે હું ઇગ્લેન્ડ ચેમ્પિયનશીપ જ્ત્યો, બેડમિન્ટનના ઇનામ ની રકમ £3000 હતી. તે દિવસોમાં તે ખુબજ મોટી રકમ ગણાતી પણ તે પણ મારું ધ્યાન ડીસ્ટ્રેકટ ના કરી શકી.મારું ધ્યાન તો ઇન્ડિયાને આ ગેમમાં ગ્લોબલ મેપ પર કેમ લઇ જવું તેના પર જ હતું અને તેજ મને આનંદ આપતું હતું.
દીપિકા,તું 18વર્ષની થઇ,જયારે તે અમને કહ્યુંકે, તું મુંબઈ શિફ્ટ થવા માંગે છે અને મોડલિંગમાં કરિયર બનાવવું છે. અમે માનતા હતા કે ત્યારે તું ખુબજ નાની અને બિનઅનુભવી હતી.મોટા શહેરમાં એકલા રેહવા માટે અને સાથે સાથે આપણે તે ઇન્ડસ્ટ્રી વિશે પણ કશું જાણતા નહોતા. પણ છેલ્લે અમે નક્કી કર્યું કે તારે તારા હ્રદયને અનુસરવું જોઈએ અને અમે વિચાર્યું કે એ કેટલું નિર્દય કેહવાય કે આપણા બાળકને તેના પોતાના સપના સુધી પહોચવાની તક જ ના આપવી કે જે સપના માટે તે જીવતું અને શ્વાસ લેતું હોય.જો તું સફળ થઈશ,તો અમને ગર્વ થશે પણ જો નહિ થઇ સકે તો તને એવો કોઈ અફસોસ પણ નહિ રહે કે તે એના માટે પ્રયત્ન જ નહોતો કર્યો.
દીપિકા, હું જે શીખ્યો છું એ તે છે કે તમે હંમેશાં જીંદગીમાં જીતી નહિ શકો. જે તમે બધું ઈચ્છો છો તે રસ્તામાં જ નહિ હોય.કોઈ પણ પરિસ્થિતિ હંમેશાં બદલાઈને તમારે જોઈએ છે તેવી જ નહી બને.કશુક મેળવવા માટે કંઈક ગુમાવવું પડશે.તમારે લાઈફના અપસ અને ડાઉન બંનેમાંથી શીખવાનું છે.રમતના પેહલા દિવસથી લઈને નિવૃત્તિ સુધી જે શ્રમ અને શક્તિ મેં મારી રમતમાં આપી તે ક્યારેય વધુ કે ઓછી નથી થઇ.એટલેસુધી કે જે નહોતું તેનો ખાલીપો અનુભવ્યા વગર જ મારા નબળા સમયની અંદર પણ હું જે હતું તેમાં વધુ ફોકસ્ડ રહ્યો છું.મારામાં એબીલીટી હતી કે ખરાબ પરિબળોની અંદર પણ હું મારા ગોલ સુધી પહોચવા સ્થિર ઉભો રહી શકું.
યાદ રાખો કે જે હું કોન્સ્ટટલી તમને બંનેને કહું છું કે પેરેન્ટ્સની રાહ જોયા વગર જ તમારા માટે તમારો મહત્વનો રસ્ત્તો બનાવો. હું માનું છું કે બાળકો તેમના સપના પુરા કરવા માટે હાર્ડવર્ક કરે અને એટલે જ તેમને બધું જ થાળીમાં હાથોહાથ ના મળવું જોઈએ.જયારે તું ઘરે અમને મળવા આવે છે દીપિકા, તું તારી પથારી જાતે જ બનાવે છે,જમ્યા પછી ટેબલ સાફ કરે છે અને જો ઘરમાં મેહમાન આવ્યા હોય તો ફ્લોર પર પણ સુઈ જાય છે.જો તું અવારનવાર આચાર્યથી વિચારતી હોય કે શા માટે અમે તને એક સ્ટારની જેમ ટ્રીટ નથી કરતા? તો તેનું કારણ એ છે કે તું અમારી દીકરી પેહલા અને સ્ટાર પછી છે.બધી જગ્યાએ જે કેમેરા અને આર્ક લાઈટો તને અનુસરે છે તે પણ અંતે તો બંધ જ થઇ જશે પછી જે બચશે તે હશે સાચી દુનિયા(રીયલ વર્લ્ડ).તારી આસપાસ પોઝીટીવીટી જાળવવાનો પ્રયત્ન કરજે ત્યારે પણ જયારે તું કોઈ કામમાં નવી હોય અને ખુબ જ નાની પ્રાથના પણ મોટો બદલાવ લાવશે.તું એવી ઇન્ડસ્ટ્રીમાં છે જ્યાં હંમેશાં ખુબજ પૈસા છે,પણ હું માનું છું કે મહત્વનું તે છે કે પૈસામાં ધ્યાન આપ્યા વગર જ તમે જે કઈ પણ કરો તે બેસ્ટ કરો અને જીવનનમાં જે સાચે જ અર્થપૂર્ણ છે તે છે, રિલેશનશિપ,હોનેસ્ટી અને માતાપિતા ને તમારાથી મોટાઓ પ્રત્યે રીસ્પેક્ટ(સન્માન). ભૌતિક સફળતા મહત્વની જ છે,પણ તે જ હેપીનેસ અને પીસ ઓફ માઈન્ડ માટે ફંડામેન્ટલ નથી.મેં તને પ્રાથના અને વિશ્વાસના રીજુવેનાઈટીંગ પાવર વિશે પુરતું કહ્યું નથી.તમારા દિવસમાંથી થોડી મીનીટો એવી કાઢો કે જેમાં આંખો બંધ કરી અને મેડીટેશન કરતા કરતા ભગવાન વિષે વિચાર કરી શકાય અને તું જોઈ શકીશ કે તારો તેની શક્તિ પરનો વિશ્વાસ તને શું સ્ટ્રેન્થ આપશે. અને અંતે જયારે તમારું કરિયર પાછળ રહી જશે ત્યારે જે વધશે તે હશે કુટુંબ અને મિત્રો જે તમે બનવ્યા હશે.એવી જિંદગી જીવ કે જે હેલ્થી હોય અને તમને તમારા અંતરનો અવાજ સાંભળીને જીવવાની જગ્યા અને પરમિશન આપે.બધું જ ક્ષણિક છે અને યાદ રાખ,કદાચ કંઈપણ થઇ જાય, અમે હંમેશાં તારા માટે અહી હોઈશું જ.
તારા વ્હાલા,
પાપા.
(પત્ર કર્ટસી- દીપિકા પાદુકોણના ઓફિસિયલ ફેસબુક પેજ પરથી લઈને ટ્રાન્સલેટ કરેલ છે)