Laughter of Hasya - 4 in Gujarati Comedy stories by Hardik Bhoti books and stories PDF | laughter of હાસ્યા - ૪

Featured Books
Categories
Share

laughter of હાસ્યા - ૪

બચુની બબાલ

અમથાલાલની ઉમર વધારે ના કહેવાય. પંચોતેરની આસપાસ હશે. તે હંમેશની જેમ છાપું વાંચતા આજે બેઠા છે. પણ મુખ્ય દરવાજાની સામે. તેઓ તૈયાર થઇ બેઠા છે. શરીર પર રંગીન જભ્ભો અને લેંઘો ધારણ કરેલ છે. તેઓ ભલે છાપું વાંચતા હોય. પણ નજર તો તેમની ઘડીયાળ સામે જ હોય છે. તેઓ એકદમ ચિંતિત લગતા હોય છે.

ત્યાં તેમની ધર્મપત્ની આવે છે. તે એકદમ ઉત્સાહમાં હોય છે. કેમ ના હોય. જ્યારથી તેમનો છોકરો અને વહુ અલગ ઘરમાં રહેવા ગયા છે. તેઓ પોતાના પૌત્રને જોયો જ નથી. આખરી વખત જોયો હતો ત્યારે ભાખોડિયા ભરતો હતો. આજે તે કદાચ દસ વરસનો થયો હશે. પણ જોવા મળ્યો જ ન હતો. તેમના વ્યસ્ત જીવનમાં સમય ક્યાં હતો. આ તો બંનેને પોતાના ધંધાર્થે અમેરિકા જવાનું થયું તો પોતાના બચું દાદા દાદી પાસે મુકવાનું વિચાર્યું.

તેમનો ઉત્સાહ જેમ જેમ વધતો જાય છે. તેમ તેમ સમય પણ સમય વધતો જાય છે. આખરે બપોરના સમયે લગભગ એક વાગ્યાનની આસપાસ તેઓ આવ્યા. પણ ઘણી ઉતાવળમાં આવ્યા હતા. ટીનીયા પાસે સમય ના હતો. તેઓ એકદમ ઉતાવળમાં હતા. તેઓ ફટાફટ પોતાના બચુને છોડીને ગયા. આ બચું મજાનો લાગતો હોય છે. જીન્સ પેન્ટ, તે પણ ઘુટણ સુધી. બર્મુડો સમજી લો. મસ્ત ટી શર્ટ અને મોઢે કળા ગોગલ્સ. કોઈ ફિલ્મનો હીરો લાગતો હતો. દાદાજીને પોતાનું નાનપણ યાદ આવ્યું. તે ઉંમરે તેઓ નટરાજ પેન્સિલ અને અપ્સરા પેન્સિલ માટે ઝગડતા. પણ આ તો જબરો છે. આવતા જ પોતાના રમકડામાં ખોવાઈ ગયો. તે આવતા જ સોફા પર બેસી અને પોતાના હાથમાંની વસ્તુ સાથે રમવા લાગ્યો. દાદાજીથી રહેવાયું નહિ. તેઓ વાતની શરૂઆત કરે છે.

‘હેલો બેટા, હું તારા દાદા. અને આ દાદી. આ તારા હાથમાંની વસ્તુ શું છે?’

‘યા, આઈ નો. મારા ડેડુએ કીધેલું. તમે બી ડેડુ છો. યુ નો. તમે બહુ પૂરાનું છો.’

‘પુરાનું? ઓલ્ડ?’

‘હા, ઓલ્ડ. મને ટીચરે કીધેલું ઓલ્ડ એટલે બહુ વર્ષ જૂનું. એટલે હડ્ડીપાનું જમાનાનું. યુ નો. હડ્ડીપા?’

‘હા, બેટા. પણ મને કહે તું ક્યા ધોરણમાં ભણે છે.’

‘નો, બી.ડી. હું નોનેવોન સ્કુલમાં ભણું છું.’

‘બી.ડી?’ દાદાને ભાષા ન હતી સમજાતી ત્યાં બ.ડી સાંભળી થડકી જાય છે. ક્યાંક ફૂકી ના મારે.

‘બીગ ડેડુ.’ મસ્તીમાં કહે છે.

‘એટલે બી.ડી?’

‘તમે તો સાવ ઓલ્ડ છો. તમને તો અનીથીંગ નોટ સમજાતું.’ દાદાજીને મજા આવે છે. તેઓ આગળ વાત કરવાનું નક્કી કરે છે.

‘બોલ બેટા, આ તારા હાથમાં શું છે?’

‘બી.ડી શું મજાક ઉડાવો છો. આ મોબાઈલ છે. આજકાલ બધા પાસે છે. તમે તો સાવ ઓલ્ડ છો. તમને કશું નથી આવડતું.’

‘ખુબજ સરસ.’ દાદા ખુશ થાય છે.

‘બી.એમ. મને ભૂખ લાગી છે. પાસ્તા બનાવી આપો ને.’

‘પાસ્તા?’

‘હા, પાસ્તા. તમે પણ બી.ડી જેમ કોઈ બીમારી લાગી છે. જેણે ઓલ્ડ કહે છે.’

‘એમ?’ બા એકદમ ચમકી જાય છે. તેનો આ પૌત્ર કદાચ બીજી દુનિયામાંથી આવ્યો છે. કહે છે. ઓલ્ડ થવું બીમારી છે. આ કઈ દુનિયામાં રહે છે?

‘તમે પાસ્તા સાથે રુઅબ્સા જોઈએ છે.’ દાદા દાદી કશું સમજી ના શક્યા. તે શું માંગે છે. તેઓ નક્કી કરે છે. દાદા તેની જોડે વાતો કરશે. બ તે જે માંગે છે. તે શોધી લાવવું. દાદા બચુને જાતજાતના સવાલ પૂછે છે. બા ત્યાં સુધીમાં શોધી લાવે છે. તેઓ તરત બનાવી નાખે છે. બચું તો ફટાફટ ખાવા લાગે છે. ત્યાર બાદ તેનો બચું ફરી બેગમાંથી કોઈ સ્લેટ જેવું યંત્ર કાઢે છે. તેનું ઢાંકણ ખોલી રમવા લાગે છે.

દાદા દાદી તો પોતાના કામમાં જોડાઈ ગયા. પણ બચું મોબાઈલ અને લેપટોપમાં જ ખોવાયેલો રહ્યો. થોડા દિવસ બાદ ઉત્તરાયણ આવતી હોય છે. આથી તેને લઇ ધાબા પર લઇ જાય છે. ધાબા પર અડોશ પાડોશના લોકો પણ ભેગા થયા હોય છે. તેઓ હસી મજાક કરતા હોય છે. તેઓ જુએ છે. પેલો હજી પણ મોબીલામાં હોય છે. ત્યાં પડોસના પોપટ કાકા ત્યાં આવે છે.

‘એલા એય ટીનીયા. આ હું કરે છે?’

‘કાઈટ રમું છું.’

‘તો રમ. પણ પેલા ડબલામાં શું કરે છે?’

‘તમે તો સાવ ડોબા છો. હું ડબલામાં રમું છું. સાચુકલો ઉડાવવા જવાય તો બર્ડ હર્ત થાય.’

‘તારી કહું હમણા . બેટા.. બધા પક્ષી હિમાલય પર આ મોસમમાં સન્યાસ લેવા જાય.’

‘એમ? પણ ડેડુએ તો કશું ન હતું કીધું.’ બચું આશ્ચર્ય અનુભવે છે.

‘તે ઈ બાપ છે. તો હું એનોય બાપ છું. મને ખબર છે.’

‘તો? મને એ કહો દર વર્ષે પ્રાણી બચાઓ વાળા શા માટે કબૂતર બચાવવા જાય છે?’

‘એ તો તારા જેવા કબુતરાં પણ હોય ને? આખો દી ડબલામાં પડ્યા રહે. તે જવાનું રહી જાય. એટલે.’

‘તો એમના ડેડુ ના લઇ જાય. અને મોમું કેમ એકલું જતું રહે?’

‘’બેટા, લઇ જાય અને આમ ડબલામાં રમતો રહે તો ભમ થાય ને?’

‘હેં. બતાવો તો વિકિપીડિયા પર આ બધું.’

‘એ શું?’

‘એન્સૈક્લોપીડીયા. મારા મોબાઈલમાં છે.’

‘આ તો આપણા બધાનો બાપ નીકળ્યો.’ પોપટ ભાઈ ભોંઠપ અનુભવે છે.

‘એટલે જ કહું છું. આ બીજી દુનિયાનું છે. આપણને તે દુનિયા નહિ સમજાય.’દાદાજી કહે છે.

‘હું હાર નહિ માનું.’ પોપટ ભાઈ ઉત્સાહમાં કહે છે. દાદાજીને તે સમયે ખોજ કરતા કોઈ વૈજ્ઞાનિક જેવો લાગે છે.

‘બેટા, જો અમ બધું જ હોય તો કહે તારા દાદાના દાદાનું નામ શું છે.’

‘વોટ દાદા,’

‘બી.ડીની બી.ડી.’

‘એક મિનીટ, વીકી પીડીયા પર જોઈ લઉં.’ તે તરત વીકીપીડીયા ખોલે છે. થોડી વાર બાદ હર પણ માની લે છે.

‘નથી મળતું.’

‘એમ? તું કહેતો હતો કે બધું હોય.’ પોપટ ઉત્સાહમાં આવી જાય છે.

‘એ કદાચ અસ્તિત્વમાં નહિ હોય. ગુગલ જેણે ના શોધી શકે તે હોય જ નહિ.’ બચું કોન્ફીડન્સથી કહે છે. બધા જોરદાર હસી પડે છે.

‘બેટા. તું શું ખાય છે? પોપટ ઉત્સાહમાં આવે છે.

‘પાસ્તા.નુડલ્સ. અને ફ્રેન્ચાફ્રાય.’

‘હે? આ બધું પણ મળે? તે શું હોય?’

‘ખાવાનું. ચાયનીઝ, ઇટાલિયન. લાઈક ધેટ.’

‘એમ? આ બધું ભારતમાં?’

‘હા, ભારતમાં મળે. તમારે એની ખાસ દુકાનથી મંગાવવું પડે. તે બીજે ના મળે.’

બધા તેની વાતો સાંભળવા લાગ્યા. તેની વાતો બધાને અજીબ લાગતી હતી. સામાન્ય માણસ પોતાનું પેટ ભરવા કમાવવા મહેનત કરતો હોય. ત્યાં આવા શોખ પાળી ના શકે. અને આ લોકો તો પંચોતેર વટાવી ચૂકેલા. તેઓ કેવી રીતના આ બધું જાણતા હોય. તેમણે નિવૃત્તિ પછી સાદગીથી જીવન વિતાવવાનું શરુ કર્યું હતું. અને આમ પણ છોકરા પાછળ પોતાની જીંદગી વિતાવનાર લોકો પોતે દુનિયાથી બેખબર જ હોય છે.

પણ થોડા દિવસ પછી મોટો ધમાકો થયો. ચીનુભાઈને ત્યાં રમવા ગયો. ત્યારે ત્યાં બફવડા બનેલા. તે ત્યાં ગયા બાદ પોતાની ઉંમરના છોકરા જેમની સામે પોતાનો વટ પાડતો તેઓ સાથે ત્યાં બેઠો હોય છે. તેને આ વસ્તુઓ અજીબ લગતા તે નામ પૂછે છે. ચિનુ ભાઈ ઉત્સાહમાં કહે છે. “બેટા એ બફ્વડા છે.

તે અને તેના દોસ્તો આસપાસ પ્રખ્યાત બની ગયા હતા. આથી બધા તેમણે પસંદ કરે. આથી જાણ ખાતર કોઈએ પૂછ્યું. બેટા, ચિનુ ભાઈને ત્યાં શું કર્યું ?” તેણે જવાબ આપ્યો. “કશું જ નહિ. બીફ ખાધું.” સામે વાળા તેનો ખોટો મતલબ સમજ્યા. તે સમજ્યા. તેમણે નોનવેજ ખાધું. આથી ભડકીને તે ગુસ્સામાં બાકીના પાસે જાય છે. બાકીના લોકો પણ આ વાત સાંભળી ચમકી જાય છે. બીફ? મતલબ “પાપ”.

પછી વાત જ શું હતી. તેઓ તો ઉપડ્યા. છોટુ ભાઈ આ ટોળીના આગેવાન. તેઓ સીધા પહોંચ્યા. અને ઝગડો શરુ કર્યો.

‘ચિનુ ભાઈ બહાર આવો.’ છોટુ ભાઈ બુમો પાડે છે.

‘જી, બોલો. આ વખતે ક્યાં નો કાર્યક્રમ છે? દર વખતે રાજસ્થાન અને એવી જગ્યાએ જઈએ છે. આ વખતે નવી જગ્યા વિચારવી.’ ચિનુ ભાઈ પોતાના મૂળમાં હોય છે.

‘પ્રોગ્રામ તો તમારો બનાવીશું. આ શું માંસ તે પણ આપણી સોસાઈટીમાં? તમારી આટલી હિંમત?’

‘હા, આ સારું નથી કર્યું. આમ કેમ? તમને ખબર નથી પડતી?’ પોપટ ભાઈ વચ્ચે પડે છે.

‘આ તો અમે પકડ્યું નહિ તો તમે તો સાવ નાખી જ દીધું ધરમ કરમ.’ કોઈ ત્રીજું બોલ્યું.

‘પણ અમારે ત્યાં તો બફ્વડા જ બન્યા છે. બીજું કાંઈ નહિ.’

‘અરે! બચું દાદાને બી.ડી કહે છે. તેણે બફ્વડાનું બી.ફ કરી નાખું. અને બધા ઊંધું સમજ્યા.’ કોઈ કહે છે.

બધા જોરદાર હસવા લાગ્યા. અને પાછા ફર્યા. પણ ચિનુ ભાઈ ગુસ્સામાં સીધા પહોંચે છે. બચુના દાદા પાસે પોતાની વરાળ કાઢે છે. તેઓ એકદમ ચમકી જાય છે. તેઓ ખુબજ માફી માંગે છે. અને તેને સબક શિખવાડવાનું નક્કી કરે છે.

તે આ વાર્તાને થોડા દિવસ વીતી જાય છે. એક દિવસ બચું જાય છે ક્યાંક. તે ચાલતો પોતાના મોબાઈલમાં જોતો પોતાની ધૂનમાં જાય છે. ત્યાં એક સુંદર છોકરી અને એક હેન્ડસમ છોકરો તેની પાસે આવે છે. તેઓ તેને ચીકીની દુકાન બતાવા કહે છે. તે કહે છે. તે એકદમ નવો છે. તેને ચીકી જોઈએ છે. ભલે ઉત્તરાયણ ગઈ હોય પણ ક્યાંક હેન્ડમેડ ચીકી મળતી હોય. તેની વાત સાંભળી બચું ચમકી જાય છે. તે પૂછે છે.

“ચીક? એ તો સામે મળે છે. એકદમ સેક્સી.” તેની આ વાત સાંભળી બધા જ આસ પાસના ચમકી જાય છે. તેઓ તરત પોલીસ બોલાવી દે છે. પોલીસ બચુની બધાની સામે જ ઉલટ તપાસ કરે છે. આખરે અમાલો શું છે. તેઓ જરા ઊંચા અવાજે પૂછે છે. તે સાંભળી બધા ત્યાં રોકી તમાશો જોવા લાગે છે. આખરે મામલો શું છે? કોઈને નથી ખબર. પણ વાત એવી થાય છે. ચીક એટલે કે છોકરી ક્યાંક વેચાય છે. આથી પોલીસ ઉલટ તપાસ બચુની કરે છે. તે ક્યાં વેચાય છે. અને કોણ વેચે છે? આ બધાથી બચું ડઘાઈ જાય છે.

જ્યારે પોલીસ પુરો મામલો સંભાળે છે. તેને એક દંડો મારી છોડી દે છે. તે પણ એટલો ડરી જાય છે. કે ના પૂછો ને વાત. પાછો આવી દાદા દાદીને વાત કરે છે. તેઓ તેને પ્રોપર શબ્દ બોલવા સમજાવે છે. બચું નક્કી કરે છે. કૂલ દિખાવાના ચક્કરમાં ખોટા શબ્દ નહિ બોલે.

થોડા દિવસ બાદ તેમનો છોકરો પાછો આવી બચુને લઇ જાય છે. અને ત્યાર બાદ તેની વાત કરતા બધા હસવા લાગે છે. તે પોલીસ પેલા છોકરો અને છોકરી પણ તેમાં શામિલ છે. તેઓ આ નાટકમાં જોડાયા હતા. તેઓ તે ઘટનાને યાદ કરતા હસવા લાગે છે. આ મુસીબત પૂરી થઇ બધાએ શાંતિ અન્યુભાવી.

બધાના થોડા સમય બાદ ઘરનો દરવાજોકોઈ ખખડાવે છે. દરવાજો ખોલતા સામે તેના ભાઈનો છોકરો હોય છે. પાંચ વરસના દીકરા સાથે. તેને જોતા ચક્કર આવી જાય છે. તે નમસ્કાર કરતા કહે છે. તે ગોવા જાય છે. મોટા પ્રોજેક્ટ માટે.... અને દરવાજો બંધ થાય છે. ધડામ.

*****************************************************************************