Love-Story - 20-20 in Gujarati Love Stories by Suketu kothari books and stories PDF | લવ-સ્ટોરી ૨૦-૨૦

Featured Books
Categories
Share

લવ-સ્ટોરી ૨૦-૨૦

Suketu Kothari

iamsuketu@gmail.com

લવ-સ્ટોરી ૨૦-૨૦

આજે મેં મારા પ્રમોશન ની ખુશીમાં નાની પાર્ટી રાખી છે. જેમાં મારી જોડે નોકરી કરતા મારા બધા મિત્રો ને એમના પરિવાર સાથે મારા ઘરે બોલાયા છે. ઓફીસ ના મિત્રો ને ખબર હતી કે મેં લવ-મેરેજ કર્યા છે માટે એમને હંમેશાથી મારી લવ-સ્ટોરી સાંભળવાની બઉ ઈચ્છા હતી. આજે પણ એ લોકોએ ખુબ જીદ કરી અને આજે હું એમને ના, ના પડી શક્યો. અમે બધા બેઠા, જયુસ અને જોડે નાસ્તો કરતા કરતા મેં મારી લવ-સ્ટોરી એમને કેહવાની ચાલુ કરી.

એ દિવસ મને હજુ પણ યાદ છે જયારે અમે પાંચ મિત્રો ગોવા ફરવા ગયા હતા. ગોવા ફરવા જવાનો પ્રોગ્રામ અમે લોકો એ પરીક્ષા ની તયારીઓ કરતી વખતેજ બનાવી લીધેલો અને દરેક જણે પોતાના મમ્મી પપ્પા ની પરમીશન પણ એજ વખતે લઈ લીધેલી. મિત્રો જોડે ગોવા ફરવા જવાનુ હતુ એટલે પરીક્ષા પૂરી થવાની ખુશી ઘણી વધારે હતી.

ગોવા જવાની ૫ ટીકીટ અમે મહિના પહેલા જ કરાવી લીધી હતી અને એ પણ પરીક્ષા પૂરી થવાના બીજાજ દિવસની. હાપા મડગાઉ એક્ષ્પ્રેસ સવારે ૯:૩૦ વાગે અમદાવાદ થી ઉપડી બીજા દિવસે સવારે ૫.૩૦ વાગે મડગાઉ ઉતારતી હોવાથી નક્કી કર્યા મુજબ અમારે સવારના ૮:૦૦ વાગે અમદાવાદ રેલ્વે સ્ટેશન પહોંચવાનું હતું. બધા લોકો મને ફોન પર ફોન કરતા હતા કારણકે દરવખત ની જેમ આજે પણ હું નક્કી કરેલા સમયે ન્હોતો પહોચ્યો. ગમે તેમ કરી ને બસ પકડવાના બદલે રીક્ષા માં બેસી ને હું ફટાફટ અમારા પ્લેટફોર્મ નં.૩ પર પહોચી ગયો. પહોચતાની સાથેજ જાણે ચારે જણા એ નક્કી કર્યું હોય એમ મારા પર ગુસ્સે થઇ ને તૂટી પડ્યા. મે સોરી કઈ ને ખિસ્સા માંથી એમને ચોકલેટસ આપતા કીધું,

“તમારા લોકો માટે આ લેવા રહ્યો એટલે મોડું થઇ ગયું”.

મારી સામે જોઈ ને બધા હસવા લાગ્યા મેં કીધું,

“હસ્યાજ કરીશું કે ટ્રેન માં પણ ચડીશુ? ચાલો ચાલો મોડું ના કરો”.

ટ્રેન માં જઈ ને અમેં અમારી સીટ પર બેસી ગયા અને ટ્રેન ની સીટી વાગી અને ગોવા જવાનો અમારો સફર ચાલુ થયો.

એટલામાં ૧૧.૩૦ વાગે બરોડા સ્ટેશન આવ્યું અને હું થોડોક નાસ્તો લેવા સ્ટેશન પર ઉતર્યો. પાછા આવીને મિત્રોને નાસ્તો આપી ને હું બેઠો. અમે લોકો વાતો કરતા હતા કે બાકી ની ૩ સીટો ઉપર છોકરીઓ આવે તો મજા આવશે. અને ખરેખર એવુજ થયું ત્રણ છોકરીઓ ટ્રેન માં આવી ને સીટ શોધવા લાગી અને અમે એકબીજાની સામે જોઈ ને મન માં ને મન માં હસવા લાગ્યા. પણ એ લોકો તો અમારા પછી ના કમ્પાર્ટમેન્ટ માં ગયા. એમની પાછળ આવેલા બા દાદા અમારી બાકી ની સીટ પર બેઠા. અમારો તો મુડજ બગડી ગયો અને એ જોઈ ને પેલી ત્રણ છોકરીઓ અમારા પર હસવા લાગી. એમને ખબર પડી ગયી હતી કે અમે મન માં ને મન માં ખુશ થઇ ને કેમ હસતા હતા.

આખો દિવસ દરમ્યાન અમે મિત્રોએ વાતો, નાસ્તો, મસ્તી, અંતાક્ષરી અને છેલ્લે રાત્રે જમી ને થોડીવાર પત્તા રમ્યા. રાતના ૧૧ વાગતાજ અમારા સિવાય પેલા બા દાદા ને ઉંગવું હતું એટલે પોતપોતાની સીટ ઉંચી કરી ને અમે બધા ઉંગી ગયા.

થોડી વાર રહી ને બાજુ માંથી કોઈક બોલ્યું.

”હાઈ” ,

હું ઉંગ માં હતો એટલે મને ખબર ના પડી અને ફરીથી કોઈ બોલ્યું.

“હાઈ” ,

મેં ઉઠી ને મારા મિત્રો સામે જોયું પણ બધા ઊંઘતા હતા અને બાજુ માંથી મારા માથા માં કોઈએ ટપલી મારી. મેં જોયું તો પેલી છોકરીઓ માની એક છોકરી હતી. મેં પણ સામે રીપ્લાય આપ્યો ,

“હાઈ” ,

એ મારી બાજુ ના બર્થ માં મારી જેમ ઉપર ની સીટ માં હતી અને એ પણ બિલકુલ મારી બાજુ માંજ. અમને એકબીજાની ખાલી આંખો જ દેખાતી હતી. અમે વાત કરવાની ચાલુ કરી. એને મને પૂછ્યું કે,

“અમે ટ્રેન માં આવ્યા ત્યારે કેમ મારી સામે જોયા કરતો હતો ?”.

એની વાત સાચી હતી પણ મેં મન માં હસતા કીધું ,

“ના ના એવું કશુ નહોતું”.

અમે એક બીજા નું નામ પૂછ્યું મેં મારું નામ “કિશન” કીધુ તો એ હસવા લાગી મેં પૂછ્યું ,

“કેમ હશે છે ?તારું શું નામ છે ?”

એને હસતા હસતા કીધું,

“મીરાં”.

એનું નામ સાંભળી ને હું પણ હસવા લાગ્યો.

પછી અમે એકબીજા જોડે આખી રાત વાતો કરી જેમકે અમે શુ ભણ્યા ? અમારા માતા પિતા શુ કરે છે? અમારા ઘર માં કોણ કોણ છે? એ લોકો પણ અમારી જેમ ૧૨ માં ની પરીક્ષા આપી ને ગોવા ફરવા આવ્યા હતા. આ બધી વાતો અમે સુતા સુતા એક બીજાની આખો ને જોઈને જ કરતા હતા ખાસ કરી ને હું. હું તો માત્ર એની આખોજ જ જોયા કરતો હતો. જેમ બોલતી વખતે હોઠ નાના મોટા થાય એમ એની આખો પણ હસે ત્યારે મોટી થાય અને ધીમેથી બોલે ત્યારે નાની થાય. હું તો બસ એની આખોજ જોયા કરતો હતો. મને હમેશ થી મોટી આખો બહુજ ગમતી અને મીરા ની આખો બિલકુલ એવીજ હતી. એની આખો નો કલર પણ કથ્થઈ હતો. જયારે હસતા હસતા આંખ મોટી કરે ત્યારે તો એવું લાગે જાણે એની આંખો માં હું ડૂબી જઈશ. એની આખો ને જોવામાં ને જોવામાં અમુક વાતો તો એની હું સાંભળતો જ ન્હોતો. મેં પૂછ્યું

“ગોવા માં ક્યાં રોકવાના છો ? ”

તો એને કીધુ કે,

“મારા માસી વર્ષોથી ગોવા માં રહે છે એમના ઘરે અમે ત્રણ ફ્રેન્ડસ ૪ દિવસ રોકવાના છીએ.”

મેં મીરાં ની માસી નું સરનામું લઇ ને મારા મોબાઇલ માં સેવ કરી લીધું. અમે બંને નક્કી કર્યું કે આપડે બધા ગોઆં જોડે ફરીશું. એને હા પાડી. આટલું જલદી હા પાડતા જ મારાથી રેહવાયું નહિ એટલે મેં પૂછી લીધું કે,

“મીરાં તું મારા જેવા અજનબી વ્યક્તિ પર આટલો ભરોસો કેમ કરે છે ?”

તો એને મને કીધું કે,

“કિશન હું જયારે બરોડા સ્ટેશન પરથી ટ્રેન માં ચડતી હતી ત્યારે મેં તને દુકાન માંથી પેલા ગરીબ છોકરાઓ ને નાસ્તો આપતા જોયો હતો” .

પછી એ મને હસી ને જય શ્રી ક્રષ્ણ કહી ને ઊંઘી ગઈ અને હું પણ હસતા હસતા એને જય શ્રી ક્રષ્ણ કહી ને ઊંઘી ગયો.

વેહલી સવારે ૫-૩૦ વાગે આંખ ખુલી તો મડગાઉ સ્ટેશન આવી ગયું હતું. મેં બાજુ માં જોયું તો મીરા અને એની ફ્રેન્ડસ નહોતી. એ કદાચ અમારા પેહલાજ ઉતરી ગયા હશે. મારા ઓશિકા નીચે હું મારો મોબાઇલ લેવા ગયો એની સાથે એક કાગળ પડ્યું હતું જેમાં મીરાં નો મોબાઇલ નંબર લખેલો હતો. મેં પણ મારા મિત્રો ને ફટાફટ ઉઠાડયા અને અમે અમારી હોટેલ એ પહોચ્યા. અમે ગોવા માં ૩ દિવસ માટે રોકવાના હતા એટલે અમે ત્રણ દિવસ માં શુ શુ ફરીશું એ નક્કી કરીને જ આવ્યા હતા. મેં મારા મિત્રો ને મારી અને મીરા ની થોડી વાતો કહી કે આપડે એમની જોડે ફરવા જઈશુ. બધા ખુશ થઇ ગયા પણ મારી ખુશી એમના કરતા ઘણી વધારે હતી. મેં પેલા કાગળ માંથી જોઈ ને મીરાં ને ફોન કર્યો અને એક જગ્યા નક્કી કરી ને ૧૦ વાગે મળવાનું નક્કી કર્યું. ગોવા નું વાતાવરણ ખુબજ સુંદર અને બધી બાજુ ઊંચા ઊંચા ઝાડો હોવાથી ૨ વ્હિલેર પર ફરવાની બહુ મજા આવે. અમે ૮ જણા હતા માટે ૪ એક્ટીવા નું ૩ દિવસ માટે નું ભાડુ આમતો ૬૦૦૦ રૂ થાય પણ અમે ૫૦૦૦ રૂ માં ઉચ્ચક નક્કી કરી લીધું અને ત્યાંથી સીધા અમે નક્કી કરેલી જગ્યાએ પહોચી ગયા. પહોચતાની સાથેજ મેં મારા અને મીરાં એ એના ફ્રેન્ડસ ની ઓળખાણ કરાવી. થોડી વાર ત્યાજ વાતો કરી અને પછી ત્યાંથી અમે ફરવા નીકળી પડ્યા. મન માં ને મન માં એવું લાગતું હતું કે આ બધું કેટલું ફટાફટ થઇ રહ્યું છે.

પેહલો દિવસ

પેહલો દિવસ અમે માત્ર ગોવા ના અલગ અલગ બીચ જોવા નું નક્કી કરેલું. અંજુના બીચ અને બાગા બીચ જોયા પછી બીજા ૨-૩ બીચ જોયા. બધા બીચ જોતા જોતા અમારે સાંજ પડી ગઈ અને છેલ્લે અમે ગોવા નો પ્રખ્યાત કોલોન્ગુટ બીચ પર ગયા. બધા એકબીજા માં હળી મળી ગયા હતા અને બધા એકબીજા જોડે મસ્તી કરતા કરતા બીચ પર ચાલતા હતા. હું અને મીરા સૌથી આગળ અમારી જાણે અલગજ દુનિયા માં હઈએ એવી રીતે એકબીજા જોડે વાતો કરતા કરતા પાણી માં ચાલવા લાગ્યા. એવું લાગતું હતુ જાણે અમે બન્ને એકલા ફરવા આવ્યા હોઈએ. અમને એક બીજા નો સાથ ગમવા લાગ્યો હતો.

બીજો દિવસ

બીજા દિવસે અમે લોકો ગોવા ના અલગ અલગ ચર્ચ જેમ કે ઓલ્ડ ગોવા રોડ પર આવેલો ‘બેસીલીકા ઓફ બોમ જીસસ’ ચર્ચ, ૧૬મિ સદી નો ‘સે કેથેદ્ર્લ’ ચર્ચ અને છેલ્લે પણજીમ માં આવેલો ખુબજ સુંદર ‘ઈમીકયુંલેટ કોન્સેપ્શન’ ચર્ચ જ્યાં ઘણી બધી પીચ્ચરો ના શુટિંગ થયા છે જેમકે શાહરૂખ ખાન નું જોશ, ઇમરાન હાશમી નું ઝહેર વગેરે વગેરે.. આ ચર્ચ એટલા માટે ગયા કારણકે મારે મીરા જોડે લોન્ગ ડ્રાઈવ પર જવું હતું. ગોવા થી પણજીમ લગભગ ૫૦ કીમી. દુર છે એટલે ૨ વ્હીલર પર દોઢ કલાકતો થાય. ચર્ચ જોતાજ બધા ખુશ થઇ ગયા અને અંદર જતાજ બધાજ શાંત. અમે બધા મીણબત્તી લીધી અને ત્યાં પ્રગટાવી ને મૂકી. મીરાંએ અને મેં એકબીજાની મીણબત્તીઓ પ્રગટાઈ અને થોડી વાર ત્યાં આખો બંધ કરી ને ભગવાન ને પ્રાર્થના કરી. મીરા નું ખબર નહિ પણ મેં તો મીરા ને પોતાના માટે માગી લીધી હતી. આંખ ખોલી ને મેં મીરા સામે જોયું તો મીરા ની આંખ થોડીક ભીની હોય એવું લાગતા મેં પૂછ્યું,

“શુ માંગ્યું?”

તો એને કીધું ,

“તે જે માગ્યું એ જ મેં માગ્યું” ,

અમે બંને એકબીજા નો હાથ પેહલી વાર પકડી ને ચાલવા લાગ્યા. અમારા મિત્રો મને અને મીરા ને જોઈ ને હસવા લાગ્યા. એમને પણ ખબર પડી ગયી હતી કે અમે બંને એકબીજાને ગમાડવા લાગ્યા હતા.પણ હજુ આ વાત મારા અને મીરા ના દિલમાંજ હતી.

ત્રીજો દિવસ

ત્રીજા અને છેલ્લા દિવસે અમે લોકોએ નક્કી કર્યું કે ગોવા ની એવી જગ્યાઓએ જઈએ જ્યાં લોકો ઓછા જતા હોય પણ ખુબ સારી હોય. આજે ફરીથી અમે એક્ટીવા લઇ ને બધા નીકળી પડ્યા. મીરા કાલ ની જેમ આજે પણ મારી પાછળ બેસી પણ કાલ ની જેમ ઘભરાઈ ને નહી એકદમ ખુલી ને બિન્દાસ્ત પણે જાણે અમે બન્ને ગર્લફ્રેન્ડ-બોયફ્રેન્ડ હોઈએ. રસ્તા માં ઘણી બધી વાતો થઇ એકબીજા ની પસંદ-નાપસંદ વિશે. અમે જેટલી વધારે વાતો કરતા હતા એટલા અમે એકબીજાની વધુ નજીક આવતા હતા. આજે અમારો ગોવા માં છેલ્લો દિવસ હતો એટલે અમારી પાસે એકબીજા ની જોડે ફરવાનો પણ આ છેલ્લો જ દિવસ હતો. અમે ઘણું ફર્યા અલગ અલગ જગ્યાઓએ ગયા.

ગોવાની નાઈટ લાઈફ ખુબજ સરસ હોય છે માટે અમે આજે રાત્રે કોલોન્ગુટ બીચ જોડે આવેલા ટીટો’સ ડિસ્કો માં જવાનું નક્કી કર્યું. પણ મીરાં એ કીધું કે,

“કિશન આટલા મોડા માસી નહી આવવા દે યાર”.

મેં કીધું ,

“મીરા, પ્લીઝ કઈ પણ બહાનું બનાય પણ આજે આવજે. આજે આપડો આ છેલ્લો દિવસ છે પછી ખબર નઈ ક્યારેય મળીશું કે નહિ”.

મીરાં એ કીધું ,

“હું પ્રયત્ન કરીશ પણ પ્રોમિસ નહી આપી શકું”.

મેં માયુસ થઇ ને કીધું ,

“ઓકે ડીઅર” ,

રાત્રે હું મારા ૪ મિત્રો સાથે ડિસ્કો પહોચી ગયો પણ મીરા અને એની ફ્રેન્ડસ નહોતી આવી. મેં મીરા ને ફોન કર્યો પણ એને ના ઉપાડ્યો અને તરતજ પાછળ થી આઈ ને મીરા એ મને સરપ્રાઈસ આપી. મારો ખરાબ થયેલો મુડ તરતજ સારો થઇ ગયો. અમે લોકો અંદર ગયા. ડિસ્કો પાર્ટી અમે વિચારેલી એના કરતા પણ ખુબજ સારી હતી. ઘણા બધા લોકો ડાન્સ કરતા હતા, નાસ્તો કરતા હતા. એટલી બધી ડિસ્કો લાંઈટસ હતી કે કોઈ ના ચેહરા તો દેખાતાજ નહોતા. અમારા બધા ફ્રેન્ડસ ડાન્સ કરવા ગયા પણ હું અને મીરા ના ગયા. મીરા એ મને ડાન્સ માટે પૂછ્યું પણ મેં ના પાડી. મેં કીધું મને ડાન્સ નથી ફાવતો પણ એ મને ખેચી ને લઇ ગઈ. અમે ડાન્સ કરવા લાગ્યા. ફરીથી હુ એની આંખો ને જોવા લાગ્યો અને એ મને. અમે બંને ખુબજ એન્જોય કરી રહ્યા હતા. એના હાથ મારા ખભા ઉપર અને મારા હાથ પેહલી વાર એની કમર ઉપર હતા. અમે એકબીજા ની સામે જોઈ ને ધીમે ધીમે હસતા હતા.

એટલામાં કોઈ એ મીરા ને ધક્કો મારી ને એને હેરાન કરવાનો પ્રયત્ન કર્યો. એક વાર તો હું કઈ ના બોલ્યો પણ એને ફરીથી એવું કરતા મારાથી ના રેહવાયું અને હું એની સાથે ઝગડવા લાગ્યો અને અમારા વચ્ચે મારામારી પણ થઇ ગઈ. થોડી વાર માટે મ્યુઝીક પણ બંધ થઇ ગયું. ક્લબ ના બાઉન્સર્સ જેને આપડે ગાર્ડ કહીએ છીએ એ આવે અને અમને ઉચકી ને ક્લબ બહાર લઇ જાય એ પહેલા મારા મિત્રો એ અમને છુટા પાડ્યા અને અમે લોકો ત્યાંથી નીકળી ગયા. આખી મજાજ બગડી ગયી.

બધા નો muડાન્સ પાર્ટી નો મુડ મારા કારણે બગડી ગયો મેં બધા ને સોરી પણ કીધું. dમીરાં ની એક ફ્રેન્ડે કીધું “કઈ વાંધો નઈ કિશન, જે થયું એ થયું ચાલો આપડે બીચ પર જઈ ને બેસીએ ખુબ મજા આવશે”. એના કેહવા પ્રમાણે અમે એજ કોલોન્ગુટ બીચ પર બેસવા ગયા.

મીરા મને એના હાથ થી મારા વાગેલા ઉપર હાથ ફેરવવા લાગી અને રડતા રડતા પૂછવા લાગી ,

“કિશન આટલો બધો ગુસ્સો આવ્યો? પેલા છોકરા એ મને હેરાન કર્યો એમાં ? ” ,

મેં કીધુ ,

“ના, આના કરતા ઘણો વધારે”.

એને ભીની આખે હસતા હસતા રૂમાલ થી મારું લોહી સાફ કર્યું. ફરીથી અમે વાતો કરવા લાગ્યા દરિયા કિનારે ઠંડો પવન આવતો હતો અને અમે વધારે ને વધારે એકબીજાના પ્રેમ માં આગળ વધતા હતા. પવન ના કારણે એના વાળ એની આંખો પર આવતા હતા જે મને બિલકુલ ગમતું ન્હોતું. મેં મારા હાથ વડે એના વાળ સાઈડ માં લઇ ને એના કાન ની પાછળ કર્યા. થોડી વાર રહી ને મેં એના હાથ મારા હાથ માં લીધા અને મેં કીધું ,

“મીરા મારે તને કઈક કેહવું છે”

મીરાં ને જાણે ખબર હોય એમ થોડીક આખો નીચે કરી ને શરમાઈ ને પૂછ્યું ,

“શુ?”

હું વાતોડિયો ખરો પણ જયારે મારે બોલવાનું હતું ત્યારે મારી બોલતી જ બંધ થઇ ગયી પેલું કેહવાય છે ને આપડા ગુજરાતીઓ માં “દશેરા ના દાડે ઘોડો બેસી ગયો” બસ એવુજ મારી જોડે થયું અને મારા દિલ ના વિચારો અને મારી મીરા પ્રત્યે ને લાગણીઓ એને કહીજ ના શક્યો.

એટલા માં મીરાં ના ફોન ઉપર જોર થી રીંગ વાગી અને ફરીથી ભેગી કરેલી મારી હિમ્મત વેરવિખેર થઇ ગયી. મીરાં ના ફોન ઉપર એની માસી ના વારંવાર ફોન આવવા લાગ્યા. હવે મારાથી હિંમત થાય એમ ન્હોતું એટલે ત્યાંથી સીધા અમે મીરાં અને એની ફ્રેન્ડસ ને એના માસી ના ઘરે મુકવા ગયા. ત્યાં ઉતારી ને અમે અમારી હોટેલ એ જવા નીકળતા હતા અને મીરા એ મારી પાછળ આવી ને કીધું ,

“કિશન કાલ નો દિવસ રોકાઈ જા. પ્લીસ ડોન્ટ ગો, આપડે પેલીજ જગ્યાએ કાલે સવારે ૧૦ વાગે મલીશુ”

આટલુ કહી ને એ ઘર માં જતી રહી અને અમે હોટેલ એ જવા.

એ ત્રીજો દિવસ અને એ અમારા પ્રવાસ ની છેલ્લી રાત ખુબ લાંબી હતી. આખી રાત ઊંઘ ના આવી. મીરા ના એ છેલ્લા શબ્દો અને વાક્યો મારા મગજ માં ઘણા બધા પ્રશ્નો ઉભા કરતા હતા. સવારે અમારે અમદાવાદ જવાની વેહલી ટ્રેન હતી. બધા તયાર થઇ ને સ્ટેશન પહોચી ગયા. મેં મિત્રો ને એક્દમજ કીધું કે દોસ્તો હું નહી આવી શકું. મારે મીરા ને મળવા જવું પડશે. એ લોકો ને અમારી લવ-સ્ટોરી ની ખબર હતી એટલે ખાલી એટલું પૂછ્યું કે તારા મમ્મી પપ્પા ને શુ કહીશું મેં કીધું ,

“તમે કઈ દેજો કે કિશન આજે પણ દર વખત ની જેમ મોડો પડ્યો અને ટ્રેન ચુકી ગયો છે માટે કાલ ની ટ્રેન માં આઈ જશે.”

હું આટલું કહી ને તરત ટ્રેન છોડી ને મીરા ને મળવા દોડ્યો.

ત્રણ દિવસ સાથે રહ્યા અને આટલી વાતો કર્યા પછી અમને બંને ને એટલી તો ખબર હતી કે મીરા કઈ જગ્યા એ મળવા ની વાત કરતી હશે. હું સીધો કોલોન્ગુટ બીચ પહોચી ગયો. મેં દુર થી જોયું તો મીરા એજ જગ્યાએ બેઠી હતી જ્યાં હું એના હાથ પકડી ને કશું બોલી ન્હોતો શક્યો. મેં પાછળ થી એની આખો પર હાથ મૂકી ને પૂછ્યું ,

“બોલ હું કોણ છુ ?”.

તો એ તરત મને ભેટી ને રડવા લાગી અને બોલી ,

“મીરા નો કિશન”.

એને મને તરતજ પૂછ્યું ,

“વિલ યુ મેરી મી ?” ,

મેં એને તરતજ હા પાડી દીધી ,

પણ મેં મીરા ને સમજાવી કે ,

“મીરાં હજુ આપડે ઘણા નાના છીએ હજુ આપડે આપડું ગ્રેજ્યુએશન પૂરી કરી ને પોતાના પગ પર ઉભા થવાનું છે ખાસ કરી ને મારે”

મેં એની જોડે ૬ વર્ષ નો સમય માંગ્યો તો એ કોઈ હિન્દી પિચ્ચર ની જેમ બોલી ,

“અરે મારા કિશન વર્ષો પેહલા મીરાએ તો આખી ઝીંદગી કૃષ્ણ ને આપી હતી અને તું તો ફક્ત ૬ જ વર્ષ ની વાત કરે છે”

આ બોલી ને એને મને હિંમત આપી અને અમે નક્કી કર્યું કે આપડે પેહલા આપડું ભણવાનું પૂરું કરીશું, ખુબ મેહનત કરી ને કઈક બનીશું અને પછી એકબીજાના ઘરે વાત કરીશું. બસ આટલું કહી ને અમે છુટા પડ્યા.

નક્કી કર્યા મુજબ ૬ વર્ષ પછી અમે અમારા માતા પિતા ને બધીજ વાત કરી. એ લોકો એ અમારી પ્રેમ ની લાગણી અને અમારી અમારા કેરિયર પ્રત્યે ની સમજદારી ના કારણે ખુશી ખુશી અમારા લગ્ન કરાવ્યા.

બસ મિત્રો આજ હતી મારી લવ-સ્ટોરી.

બધાએ તાળીઓ વગાડવા લાગ્યા.

એટલામાં અંદર થી અવાજ આવ્યો “કિશન બધાનું જમવાનું તયાર છે ડીઅર”

અને મેં જવાબ આપ્યો “ઓકે મીરા ડાર્લિંગ”.