Premni Paribhasha in Gujarati Love Stories by Rekha Joshi books and stories PDF | પ્રેમની પરિભાષા

Featured Books
Categories
Share

પ્રેમની પરિભાષા

Rekha Joshi

rrjoshi27@gmail.com

પ્રેમની પરિભાષા

આજ સતત વિચારોની હારમાળા વચ્ચે પાલવ ખાલી ખાલી ચક્કર લગાવતી હતી ,કોઈ હેતુ વગર વસ્તુને અહીંથી ત્યાં મૂકતી ને પરદા હટાવ્યા કરતી હતી,આજ એ પોતાના માતા પિતાને યશની વાત કરવાની હતી,મનોમન કેટલા વિચાર કરી લીધા હતા ,કે જો મને ના પાડશે લગ્ન માટે તો?તો હું કદાચ અહીં થી નીચે .....ના ના એવું કરાય/? તો મારા વગર યશની શું હાલત થાયઅને ...પાપા તો એ વિચારે ..કંપી ઉઠી નાના એવું એવું તો હું ના જ કરું ,

પછી એ વાતને ગોઠવવા લાગી કે પાપા ને કઇરીતે વાત કરું ?તેમને દુઃખ પણ ન લાગે અને મારી વાત પણ થાય ,મારા પ્રત્યે એ શું વિચારશે ?ઓહ કરતી બેસી જ પડી ,ત્યાં જ પેપર વાંચતા પાપા ની નજર પાયલ પર પડી અને સામેથી જ પાસે બોલાવી કહ્યું બેટા હું જાણું છું તારે શું કહેવું છે ,યશની વાત છેને બેટા ?મારી દીકરી ની પસઁદથી મારી પસઁદ કઇરીતે અલગ હોઈ શકે બેટા? મને અને તારી મમ્મી ને યશ પસઁદ છે ,પાયલ જાણે પાંખ વગર ઉડી રહી ,

આજે બે વ્યક્તિ વચ્ચે દિલની અદાલતમાં બે જાતિનો ચુકાદો હતો....પણ એ અદાલત પ્રેમની હતી કોઈ ગુનેગારની નહી ....

પાલવની આંખમાં આગિયાની ચમક હતી ,સોળ વરસનીહોય એવી એકદમ મુગ્ધ, જાણે નખશીખ લાવણ્ય થી શોભતી વસંત ...આજ તો ઉંમર હતી કોઈમાં ખોવાઈ જવાની ખભા પર માથું મૂકી રડી લેવાની ,હસી લેવાની અને અસ્તિત્વને ઓગાળી દેવાની ...એકદિવસ આમજ તે પોતાની મંઝીલ તરફ સ્વપ્નોની દુનિયામાં ખોવાતી ગઈ, યશ એટલે પાલવની વિચારધારામાં પરફેક્ટ બંધ બેસતો પ્રેમી પતિ કે પછી સર્વસ્વ હતો.

પાલવે સાડીનો પાલવ ઠીક કરતા યશને કહ્યું - ખબર છે તને ''પ્રાપ્તિ કરતા પ્રતીક્ષામાં વધુ આનંદ રહેલો છે ''એવું મેં ક્યાંક વાંચેલું આ સાંભળી યશ માર્મિક હસતા બોલ્યો -એટલે તું શું કહેવા માંગે છે ?આપણે સામસામે બે કિનારે રહી એક બીજાને જોઈ ખુશ થતા રહેવાનું?ના ના જરાય નહીં તું ચિંતા ન કર હું મમ્મી પાપા ને મનાવી લઈશ, ઓકે ?રહ્યો પ્રશ્ન તારા પક્ષનો એમાં તો તને કઈ કહેવું જ ન પડે ....પાપા કી બડી પ્યારી પરી બડી દુલારી ....

બરાબર?

પાયલના ચહેરા પર થોડી ચમક આવી અને મનોમન બોલી -હા ''પાપા જરૂર માની જશે પણ .....મમ્મી કદાચ કહેતા કહેતા રડી જ પડી ,

અરે ! અરે!પાયુ , તેં તો આજ થી જ પ્રેક્ટિસ ચાલુ કરી કે શું?રડવાની?એવું કહી પોતાના રૂમાલ વડે આંસુ લૂછતા યશ બોલ્યો ''-હવે પહેલા જેવું વાતાવરણ નથી કે માતા પિતા પોતાની વાતને વળગી જ રહે ''એ પણ પોતાના સંતાન ની ખુશી જ ઇચ્છતા હોય છે એટલે તું ચિંતા છોડી દે ,અને એક ઈશ્વર પર અને બીજો ?એવું કહી પાયલ ને હળવા મૂડમાં લાવ્યો ,

યશ આજે એમ -ડી થઇ ડોક્ટર બન્યો પલકે એમ એ થઇ સ્કૂલમાં સર્વિસ ચાલુ કરી, બંને એકદમ પરિપક્વ છતાં કોઈવાર જાતિ ની વાતને લઈને ઉદાસી છવાતી ,પછી બન્ને કહેતા આ જાતિવાદ સમાજે ઉભો કર્યો છે પણ આપણે એમાંથી યોગ્ય રસ્તો જરૂર કાઢીશું ,

કારણ પાયલ બ્રાહ્મણ અને યશ મરાઠી હતો ,બંનેના તહેવારો અલગ રીતરિવાજો અને ખાણી પીણી પણ જુદા હોઈ લગ્ન બાબતે એક મોટો પ્રશ્નાર્થ ???

પણ પ્રેમ પાસે હવામાં ઓગળી જતો......એ પ્રશ્નાર્થ, અને બંનેને સાચા અર્થ મળી જતા ,

બંનેને નાટકનો બહુ શોખ નાટક મંચ પર પાયલ પાત્રથી એટલી ઓતપ્રોત થઈ જતી કે વાસ્તવિકતા ભૂલી જતી, એમાં પણ પાયલે દલિત કન્યાનું આબેહૂબ પાત્ર ભજવેલું ત્યારથી યશ પ્રેમનું ઊંડાણ પામી ગયો હતો .આ શોખે જ બંનેને એકબીજાથી નજીક લાવ્યા હતા. યશ નક્કર જમીન પર ડગ ભરતો વ્યક્તિ.છતાં પાલવના પ્રેમમાં પાગલ, પાલવના ગાલના ખંજનમાં ખોવાઈ જતો પ્રેમી ....બંને દરિયા કિનારે જરૂર મળતા.પછી એ પૂનમ હોય કે અમાસ. કારણ બન્ને એકબીજા માટે હતા ખાસ, આંખોમાં ભરતી થઇ ભટકતા અને મોજા સાથે મસ્તી કરતા .....

બંનેની આંખો ભલે અલગ હતી પરંતુ નજર અને સ્વપ્ન એક હતા તેની નજરે એક એવું ઘર હતું જ્યાં વિશ્વાસના શ્વાસ હોય , પ્રેમનો પમરાટ હોય. સમજણની શાન હોય...એવી સમજ સાથેજ બન્ને લગ્ન માટે આગળ વધ્યા હતા

યશ શર્ટનું બટન બંધ કરતા બોલ્યો –’'પલ્લું તું અને હું એક એવા ઘરને સજાવીશું તું તારી રીતે તારા સ્વપ્નને સાકાર કરી શકે ને હું મારા વિચારોને વ્યક્ત કરી શકું' 'પ્રેમ એટલે આધિપત્ય નહી માલિકીભાવ પણ નહી ..પરંતુ લાગણીની સાથે સાથે બંનેના વિચારો અને પસંદગીની પણ કદર હોય. પાલવે જવાબ આપતા કહ્યું -''તારી વાત બિલકુલ સાચી છે છતાં કહું -એટલો પ્રેમ પણ નહી કે જે ગુંગળામણનો અનુભવ કરાવે ... અને પસંદગી ને એટલું પ્રાધાન્ય પણ નહી કે પ્રેમને ઓળંગી જાય.

પાલવ યશની આંખોમાં જાણે જવાબ શોધી રહી હતી. યશ ઉમળકાથી બોલ્યો -''પ્રેમ એટલે સુખનું હાસ્ય દુઃખનું રુદન નહી'' ''પળ પળ હૂંફની પ્રતીતિ ક્ષણ ક્ષણ સલામતી'' ''વણકહી સમજદારી હૂંફાળો આધાર ,પ્રેમ એટલે માંગવું નહી આપવું ,માપવું નહી આપવું'' ભેટ સોગાદ જેવી સ્થુળ વસ્તુ એટલે પ્રેમ નહી ,સમજદારીની સુક્ષ્મતા એટલે પ્રેમ ... અને છેલ્લે કહું -''પીડા આપે એ પ્રેમ નહી પરમ આનંદ આપે એજ પ્રેમ ''એટલું કહી યશ અટક્યો - પાલવ આંખો બંધ કરી પ્રેમની પ્રતીતિ કરતી રહી.

યશ જતા જતા બોલ્યો -ચાલ ત્યારે આજે સાંજે મારે હોસ્પિટલ જવાનું છે અને રાત્રે મમ્મીને લઈને સપ્તકના પ્રોગ્રામમાં જવાનું છે એવું કહી વિદાય થયો.

10 ઓક્ટોબર પાલવનો જન્મદિવસ હતો ,યશ દીવમાં ભવ્ય પાર્ટી આપી સાથે સાથે બંનેના સબંધને નામ આપવા માંગતો હતો તેણે ...પોતાના મિત્રોને સરપ્રાઈઝ પ્રોગ્રામની વાત કરી આમંત્રણ આપી દીધા હતા ...બંને પોતાનું સ્વપ્ન પૂરું કરવાના હતા....અને

...એ દિવસ આવી ગયો. પાલવ પણ સુંદર કાંજીવરમની બ્લેક બોર્ડરવાળી સાડીમાં જાજરમાન લગતી હતી. યશને ગમતો મોટો ચાંદલો કર્યો હતો ..વારંવાર સુંદર સ્મિત આપી દરેકને આવકારતી હતી. ધીમું ...ધીમું ..સંગીત વાતાવરણને વધુ ને વધુ માદક બનાવતું હતું. યશ પણ અંગત મિત્રોને ગળે મળી અભિવાદન કરતો હતો ...પછી હળવેથી પાલવને નજીક ખેંચી અને તેના કોમળ હાથને હાથમાં લઇ રીંગ પહેરાવી ,મિત્રો વડીલોએ અભિનંદન આપી વિદાય લીધી. સમય જતા સાદગીથી લગ્ન લેવાયા અને યશે માંગ ભરી ,સાથે સાથે અઢળક સુખ પણ ભરી દીધું ,

પાયલે વધૂ બની ઘરમાં પ્રવેશી બધાના દિલ જીતી લીધા છે ,પ્રત્યેક રીતરિવાજો પણ હસીને પાળેછે વડિલો પણ એના વર્તનથી ખુશ છે તો યશ પણ પાયલની દરેક માંગ પુરી કરે છે ,પાયલ શાકાહારી હોવા છતાં પોતે નોનવેજ બનાવી આપે છે ,ગણપતિ અને ગૂડીપડવો ઉજવે છે ,તો યશ પણ જન્માષ્ટમી પર ભવ્ય આયોજન કરે છે આમ બંનેએ પ્રતિપાદિત કર્યું છે કે ''અદમ્ય ઇચ્છાશક્તિ આગળ બધાને ઝુકવુ પડે છે ''

આજે એ સમયને પુરા પચાસ વર્ષ થયા છે. સૂર્યાસ્તનું પણ એક સોંદર્ય હોય છે , એક ગરિમા હોય છે બંને આજે પણ એ પ્રસંગને વાગોળે છે. ધીરે ..ધીરે ...ઉઠતા મોજા સાથે લય મિલાવે છે ......હાથમાં હાથ પકડી કિનારે ચાલે છે. સુંદર સૂર્યાસ્ત છે ......પણ એના જીવનમાં તો સદા ....સૂર્યોદય જ .....

યશ કહે છે -સૂર્ય અને ચાંદ ભલે અલગ અલગ હોય પરંતુ સૂર્યમાંથી તાપ નહી પ્રકાશ લેતા આવડે અને ચાંદ માંથી દાગ ને બદલે શીતળતા લેતા આવડે

તો બધું શક્ય છે.......ને પાયલની સફેદ લટ આજે પણ .....યશને મજનૂ બનવા મજબૂર કરે છે ,

રેખા આર જોષી -અમદાવાદ

9426867671