Vishnu Marchant - 19 in Gujarati Fiction Stories by Chetan Gajjar books and stories PDF | વિષ્ણુ મર્ચન્ટ - 19

Featured Books
  • चाळीतले दिवस - भाग 6

    चाळीतले दिवस भाग 6   पुण्यात शिकायला येण्यापूर्वी गावाकडून म...

  • रहस्य - 2

    सकाळ होताच हरी त्याच्या सासू च्या घरी निघून गेला सोनू कडे, न...

  • नियती - भाग 27

    भाग 27️मोहित म्हणाला..."पण मालक....."त्याला बोलण्याच्या अगोद...

  • बॅडकमांड

    बॅड कमाण्ड

    कमांड-डॉसमध्ये काम करताना गोपूची नजर फिरून फिरून...

  • मुक्त व्हायचंय मला - भाग ११

    मुक्त व्हायचंय मला भाग ११वामागील भागावरून पुढे…मालतीचं बोलणं...

Categories
Share

વિષ્ણુ મર્ચન્ટ - 19

“વિષ્ણુ મર્ચન્ટ”

પ્રકરણ – 19

હુ થોડો તો પાગલ થઇ ચુક્યો હતો. કંમ્પનીમાં એકલો એકલો ગુમસુમ બેસી રહેતો. કોઇકવાર એકલો એકલો હસવા લાગતો તો કોઇકવાર મુઠ્ઠીવાળી રાડ પાડી લેતો. અશોક આવતો અને એજ કહેતો રહેતો કે “વિષ્ણુભાઇ, આવી જાઓ મારી પાસે”.

મારી જીંદગી નકારાત્મકતાથી ભરાલી હતી, આટલી બધી નકારાત્મકતાની વચ્ચે એક હકારાત્મક બનાવ બન્યો. બધા મિત્રો વડોદરા આવ્યા, આર્યા સિવાય. બધા પોતપોતાની જીંદગીમાં સેટ હતા, વધારે ટાઇમ તો કોઇની પાસે હતો નહિ એટલે ખાલી ડિનર માટે ભેગા થયા પણ એ સમય એકદમ રીફ્રેશીંગ હતો કારણ કે બધા બધુ જાણતા હતા પણ મારી સાથે બધા સામાન્ય હતા જેવા પહેલા હતા.

જુના દિવસો યાદ કર્યા. એ બધી ક્ષણો ફરી વાગોળી જે અમે સાથે વીતાવી હતી. એ ફાર્મ હાઉસ, એ પ્રો. શર્મા વાળો કિસ્સો, ફેરવેલ, બધુ યાદ કર્યુ. અમે બધા ખૂબજ હસ્યા. હુ પણ મન મુકીને હસ્યો પણ મારી હસી અટકી ગઇ જ્યારે મને આર્યા વિષે કંઇક એવુ જાણવા મળ્યુ જે મારાથી છુપાવવામાં આવ્યુ હતુ.

વાતવાતમાં આદિત્યના મોઢે નીકળી ગયુ કે એ ગયા અઠવાડિયે આર્યોને મરીન ડ્રાઇવ પર મળ્યો હતો. એને પણ બોલ્યા પછી અહેસાસ થયો કે એને ભૂલ કરી દીધી. થોડીવાર વાતાવરણમાં શાંતિ પ્રસરી ગઇ. અમને બાજી સંભાળી લીધી.

“હા હા મારી સાથે પણ વાત થઇ હતી બે દિવસ માટે એ કોઇના લગ્ન માટે બોમ્બે આવી હતી”

એ રાતે ફરી એજ જગ્યા, અમનનુ ઘર અને સિવાસ રીગલ. એ રાત્રે મે અમન આગળ મન હળવુ કરી દીધુ. ખૂબ રડ્યો. અમન કંઇજ ના બોલ્યો, બસ મને સાંભળ્યા કર્યુ. મે મારી બધી ભળાશ એ રાત્રે એના આગળ કાઢી.

“જો વિષ્ણુ, સૌથી પહેલા તો તુ ગાંજો છોડી દે અને કોમલ પાસે જવાનુ ચાલુ કર, ના માને તો એને મનાવ અને એક સાચી વાત કહુ તો તુ કોમલ સાથેજ લગ્ન કરી લે”

“એ પરણેલી છે, એક છોકરાની મા છે” મે નિસાસો નાંખ્યો

“શુ વાત કરે છે?” અમન અચંબિત થયો

“મને પણ હુ જેલમાંથી બહાર આવ્યો ત્યારેજ ખબર પડી અને એની સાથે લગ્ન કરવા અશક્ય છે, હુ એ ઓપ્શન પણ વર્કઆઉટ કરી ચુક્યો છુ”

અમનની ચહેરા પર ઉદાસી પ્રસરી ગઇ.

“એ આવશે ખરી?”

“ના”

“કેમ?”

“નથી જાણતો, મે લાલાને પૂછ્યુ ત્યારે એણે કહ્યુ હતુ કે તમારે એ બધુ જાણવાની જરૂર નથી, તમને હુ એનાથી પણ વધારે સારો માલ આપીશ”

“ક્યારે થયુ?”

“ઇન્ડિયા પાકિસ્તાનની મેચ હતીને એના બીજા દિવસે, મે કોમલને ફોન કર્યો પણ એને ના ઉપાડ્યો, પછી લાલાને ફોન કર્યો તો એણે બીજી મોકલી દીધી ત્યારેજ આ બધી વાત થઇ”

“ગાંજો છોડવા રીહેબીલીટેશન સેન્ટર જોઇન કેમ નથી કરતો”

“એ તો સહારો છે”

“પણ નહિ મળે ત્યારે?”

મારી પાસે કોઇ જવાબ નહોતો.

“વિષ્ણુ, ગાંજો તારી જીંદગી બરબાદ કરી દેશે”

હુ ચૂપજ રહ્યો કારણ કે હુ જાણતો હતો કે અમન સાચી સલાહ આપી રહ્યો હતો પણ હુ એવા દલદલમાં ફસાઇ ગયો હતો અને એમા વધારે ને વધારે ખૂંપતો જતો હતો એમાંથી બહાર નીકળવુ લગભગ અશક્ય હતુ.

એક રાત્રે બાલ્કનીમા બેઠો બેઠો ગાંજાના કસ મારી રહ્યો હતો એટલામાં દરવાજે ટકોરા પડ્યા. દરવાજો ખોલ્યો તો સામે રવિભાઇ અને પ્રિયા હતા. પ્રિયાને જોઇને હુ થોડો વિચલિત થઇ ગયો પણ ચહેરા પર ના આવવા દીધુ.

“આવો રવિભાઇ”

“લો, રિધ્ધિએ આલુ પરાઠા બનાવ્યા છે”

“હુ તો જમીને આવ્યો છુ”

“નાસ્તા પૂરતાજ છે”

“આવોને, બેસો”

અમે બંન્ને બાલ્કનીમાં ગોઠવાઇ ગયા. પ્રિયા, આમતેમ રમ્યા કરતી હતી. મારુ ધ્યાન થોડીવાર વાતોમાં તો થોડીવાર પ્રિયા બાજુ. રમતા રમતા પ્રિયા મારા ખોળામાં આવીને બેસી, હુ ફટ દઇને ઊભો થઇ ગયો.

“પ્રિયા, અહિંયા આવ, અંકલને શાંતિથી બેસવા દે”

મન અશાંત થઇ ગયુ. ચહેરાના હાવભાવ બદલાવા લાગ્યા. હુ સામાન્ય રહેવા ખૂબજ પ્રયત્ન કરી રહ્યા હતો પણ રાક્ષસ મન મને ઝંપવા દેતુ નહોતુ. હુ આકુળ વ્યાકુળ થઇ ઉઠ્યો.

“બેસો પાણી લાવુ છુ” મે એમની હા ની રાહ ના જોઇ અને રસોડા તરફ નીકળી ગયો

પણ ગયો બાથરૂમમાં. કમોર્ડની બાજુમા ટૂંટીયુ વાળીને બેસી ગયો. મુઠ્ઠીવાળીને જોરથી રાડ પાડી પણ અવાજ ના નીકળવા દીધો. ઊભો થયો, અરિસામાં જોયુ એક એવો વિષ્ણુ દેખાયો જે એ નહોતો, મે તરતજ નજર ફેરવી લીધી, આંખના ખૂણા ભીના થઇ ગયા, મારી પોતાની આંખમાંજ આંખ પરોવવાની હિંમત નહોતી. આંખો બંધ કરી, ઊંડો શ્વાસ લીધો અને બહાર નીકળ્યો, પાણીને ગ્લાસ ભરીને રવિભાઇને આપ્યો.

થોડીવાર એ બેઠા, હુ હજી સામાન્ય નહોતો ખાલી સામાન્ય હોવાનો ઢોંગ કરી રહ્યો હતો કારણ કે જેવા રવિભાઇ ગયા, બીજાજ સેકન્ડે મે ગાંજાનો કસ ખેંચ્યો અને રાહતને ઊંડો શ્વાસ લીધો. ગાંજો લોહીમા ભળતાજ હુ ધીરે ધીરે સામાન્ય થવા લાગ્યો. થોડીવાર આંખો બંધ કરીને પડી રહ્યો પણ મારા નસીબમાં શાંતિ ક્યા હતી.

“વિષ્ણુભાઇ, જાગો” અશોક

હવે હુ એનાથી ડરતો નહોતો.

“આજે તો હુ તમને લઇનેજ જવાને છુ, જુઓ તૈયારી કરીનેજ આવ્યો છુ”

“હુ તારી સાથે ક્યાંય નથી આવાનો, અશોક” મે આંખો નીચે કરી દીધી

એ નીચે બેસી ગયો, મારા હાથ પર હાથ મક્યો, મે હાથ ખેંચી લીધો.

“ચલો વિષ્ણુભાઇ, ચલો મારી સાથે”

“અશોક, તુ જા અહીંયાથી, હુ એને ધક્કો મારી ઊભો થઇ ગયો”

“જુઓ તમે, તમારી શુ હાલત થઇ ગઇ છે”

“હુ ખુશ છુ” અટકતા અટકતા

“એ તો મે જોયુ બાથરૂમમાં”

મારા બચાવમા કહેવા મારી પાસે કંઇજ નહોતુ.

“કેમ ચૂપ થઇ ગયા?”

“હુ તારી સાથે નથી આવાનો” મે ગાંજો કાઢ્યો

“શુ કહેલુ અમને, ગાંજો છોડી દો, એ તમને બરબાદ કરી દેશે”

“તુ અમનના ઘરે પણ આયો હતો”

“તમે જ્યા જ્યા જાઓ છો ત્યાં ત્યાં હુ તમારી સાથેજ હોઉ છુ”

“તુ મારો પીછો કરે છે?”

“મે તમને કહ્યુ છેને હુ તમને લીધા વગર નથી જવાનો”

“મે તને કેટલી વાર કહ્યુ કે હુ તારી સાથે નથી આવાનો, નથી આવાનો, નથી આવાનો” હુ ખૂબજ ગુસ્સે થયો

“હુ જઉ છુ, તમે ગુસ્સે ના થશો, પણ જ્યા સુધી તમે મારી સાથે નહિ આવે ત્યા સુઘી હુ ક્યાંય જવાનો નથી, હુ આવતો રહીશ”

એ ના ગયો, બસ ચૂપ થઇ ગયો. એ મારી સામેજ બેઠો હતો. જેવી હુ આંખો ખોલતો એ સ્માઇલ આપતો. મારો સંયમ ધટવા લાગ્યો. મે ફરી ગાંજો કાઢ્યો.

“ગાંજો છોડી દો”

“તુ જા અહિંયાથી” હુ ગુસ્સામાં ઊભો થયો

“તમે ગાંજો ના પીશો”

“તુ મારી નજર સામેથી દૂર જઇશ તો હુ ગાંજો છોડી દઇશ”

એ ગયો પણ મે ગાંજો ના છોડ્યો એટલે એ ફરી પાછો આવ્યો.

હુ કંટાળી ગયો, મે તરતજ લાલાને ફોન કર્યો.

“મોકલ કોઇને”

“વિષ્ણુભાઇ, જરા સાચવજો કારણ કે હમણાં હ્યુમન ટ્રાફિકીગનો કેસ ગરમ છે, પોલાસ જ્યા ને ત્યા દરોડા પાડે છે”

“ઓલરેડી એક કેસ તો ચાલે છે, કોઇ સેફ જગ્યા હોય તો કેહ”

“તમારા ઘરે”

“મકાન માલીકને ખબર પડી જાય તો....”

“તો હુ તો તમને એકાદ મહિનો ખમી જવાની સલાહ આપીશ”

“એક મહિનો? ના ના”

“તો પછી તમારા ઘરેજ મોકલુ”

“સારુ તો હુ બહાર આવુ છુ, એને ત્યાંજ મોકલજે, હુ એને મારી સાથે લઇ જઇશ”

“ઓ.કે”

“ડેઇરી ડેઇન સર્કલ પર સાડા નવ વાગે”

હુ સાડા નવ વાગ્યે પહોંચી ગયો. એ પણ આવી ગઇ. જીન્સ અને ટી-શર્ટ પહેરેલી મોર્ડન છોકરી હતી. ફીગર વેલ મેઇન્ટેઇનડ હતુ. ના તો મે એને કંઇ પૂછ્યુ, ના એણે મારા વિષે કંઇ જાણવાનો પ્રયત્ન કર્યો પણ મને અંદાજો આવી ગયો હતો કે એ છોકરી હજી કોલેજમાં ભણતી હતી.

અમે બંન્ને ઘરે પહોચ્યા. બહાર કોઇ દેખાયુ નહિ એટલે મને હાસકારો થયો. ફટાફટ હુ એને લઇને ઘરમાં લઇ ગયો.

વાસનાના કીડા થોડા શાંત પડી ગયા હતા એટલે મે પેલીને કહ્યુ કે તારે ફ્રેશ થવુ હોય તો થઇ જા. એ બાથરૂમમાં ગઇ, મે ગાંજો કાઢ્યો અને દમ મારવા લાગ્યો.

એ આવીને પથારીમા બેઠી. મે એની સામે જોયુ. એની નજરે નીચી હતી.

“ટી.વી. ચાલુ કર”

“જરા જલ્દી કરો, મુજે સો જાના હે, કલ સુબહ જલ્દી કોલેજ જાના હે”

“ઠીક હે, બસ પાંચ મીનીટ”

હુ ફ્રેશ થઇ આવ્યો. એની સામે જોયુ, એ આંખો નીચી કરીને બેઠી હતી. એક મીનીટ માટે તો હુ સુહાગરાતમાં પહોંચી ગયો જેના મે ખાલી સપનાજ જોયા હતા. એનુ કારણ એટલુજ કે પહેલીવાર કોઇ મારી સાથે કોઇ હોટેલમાં નહિ, મારી પથારીમાં હતુ. એક મીનીટ માટે હુ લાગણીશીલ થઇ ગયો, આંખોમાં આંસુ પણ આઇ ગયા અને 0આછુ આછુ સ્મિત પણ. કોમલનો વિચાર પણ આવ્યો કે કાશ કોમલને એકવાર ઘરે લાવ્યો હોત તો.

મે એના શરીરને સંપૂર્ણ નીરીક્ષણ કર્યુ. હુ એના પાસે ગયો, એના ચહેરાને સહેજ ઊંચક્યો અને હળવેથી એના કપાળ પર કિસ કરી, પછી ગાલ પર, પછી હોઠ પર અને બસ પછી એનામા ખોવાઇ ગયો પણ એ તો ગરમ માંસના લોચા માફસ બસ પડી રહી. જાણે એને કોઇ રસજ નહોતો.

જેવી વાસનાના રાક્ષસની ભૂશ સંતોષાઇ ગઇ એ તરતજ કપડા પહેરીને સૂઇ ગઇ. હુ ગયો બાલ્કનીમાં ગાંજાના કસ મારવા.

મને ઊંઘ ના આવવાનુ કારણ સેક્સની તડપ તો નહોતી કારણ કે એ દિવસે તો વાસનાના રાક્ષસને ભોગ ચડાવ્યો હતો અને એ પણ મારી પથારીમાં. હુ સેક્સ નહિ, કોઇની હૂંફ ઝંખતો હતો, કોઇનો સાથ ઝંખતો હતો. જે માંસનો લોચો મારી પથારીમા પડ્યો હતો એ ખાલી રાક્ષસ મનનો ખોરાક હતો પણ સજ્જન મન તો ક્યારનુંય ભૂખ્યુ હતુ. સજ્જન મનને ભૂખ હતી પ્રેમની.

હુ એને સવારે એની હોસ્ટેલ સુધી મુકી આવ્યો.

બીજીવાર એનેજ ઘરે બોલાવી. ત્રીજીવાર, ચોથીવાર. મારો આત્મવિશ્વાસ વધી ગયો. હવે મને ના તો મકાન માલિકનો ડર રહ્યો ના તો સોસાયટીના લોકોનો.

મારી જીંદગીમાં કંઇજ સામાન્ય નહોતુ. અશોકનુ વારંવાર આવવુ, પ્રિયાને જોઇને વિચલિત થઇ જવુ, ગાંજાની લત કંઇજ સામાન્ય નહોતુ.

ફરી એકવાર એવોજ બનાવ બન્યો. રાતના લગભગ આઠ વાગ્યે દરવાજે ટકોરા પડ્યા. દરવાજો ખોલ્યો તો પ્રિયા હાથમા ડીશ લઇને ઊભી હતી. મારા હાવભાવ બદલાઇ ગયા. મન વિચલિત થઇ ગયુ.

“અંકલ લો, મમ્મા એ મોકલાયુ છે”

હુ થોડો સામાન્ય થયો.

“શુ છે બેટા?”

એ ડિશ હાથમા આપી જતી રહી અને મે દરવાજો બંધ કરી દીધો.

મન થોડુ વિચલિત તો હતુ પણ હવે એટલુ વિચલિત હોવુ મારા માટે તો સામાન્ય હતુ. અશોક હવે ચોવીસ કલાક મારી આસપાસ રહેતો. મને એનાથી કંઇ ફરક નહોતો પડતો. ઘણાવીર મને ઉક્સાવાનો પ્રયત્ન કરતો, કોઇ વાર હુ ગુસ્સે થઇ જતો તો કોઇવાર ગણકારતો નહિ. મારી ઊંઘ ખૂબજ ઘટી ગઇ હતી. સ્વભાવ પણ ચિડિયા થઇ ગયો હતો. કંમ્પનીમાં હુ કોઇની સાથે વાત નહોતો કરતો. ઓફિસ જઉ, સીધો ઘરે આવી જઉ.

તમે વિચારતો હશો કે હુ માનસિક રીતે આટલો ભાંગી ગયો હતો તો હુ ગંભીરતાથી, ધ્યાન કેન્દ્રિત કરીને કામ કેવી રીતે કરી શકતો હતો. હુ નહોતો કરી શક્તો.

હુ કામમાં ઘણી ભૂલો કરતો હતો. કંમ્પનીમાં મારી ઇમેજ ખૂબજ ખરાબ થઇ ચૂકી હતી. સાયકો, રંડીબાજ, વાંઢો, ચરસી એવા ઘણા ઉપનામો મને આપવામાં આવ્યા હતા. મારી પાછળ બધા મારી પર હસતા, મારી મજાક ઉડાવતા. હુ સીનીયર હતો તો પણ નવા આવેલા જુનીયર પણ મારી મજાક ઉડાવતા. મારા બોસ પણ મને હવે જવાબદારી વાળુ કામ નહોતા સોંપતા. રોજ સવારે, બપોરે, સાંજે મારે બોસની ફટકાર સહન કરવી પડતી. એક વર્ષ તો મને સેલરી ઇન્ક્રીમેન્ટ પણ ના મળ્યુ. એક એવો સમય પણ આવ્યો જ્યારે મને કંઇ પણ કામ સોંપવામા નહોતુ આવતુ.

આ બધામા મારો એકજ સાથી હતો જેને મારા માટે થોડી સાંત્વના હતી. એ ઘણીવાર બોસની ફટકારથી બચાવવાનો પ્રયત્ન કરતો. હુ એકલો ગુમસુમ હોઉ ત્યારે એ મારી પાસે આવીને બેસતો, કંઇ બોલતો નહિ બસ બેસી રહેતો.

મારી કંમ્પલેઇન છેક કંમ્પનીના માલીક સુધી ગઇ હતી. એ મને મારા એ મિત્રએજ કહ્યુ હતુ. એને એ પણ કહ્યુ હતુ કે બધા મને સસ્પેન્ડ કરવાનુ બહાનુજ શોધે છે. મારી એક ભૂલ અને હુ સસ્પેન્ડ. એટલે તો કંમ્પનીમાં હોઉ ત્યારે અશોકની કોઇપણ વાતને પ્રતિકાર નહોતો કરતો. આઠ કલાકમાં બે બ્રેક મળતા એ બેજ બ્રેકમાં ગાંજાના કસ ખેંચી લેતો.

પણ જે થવાનુ હતુ એ થઇનેજ રહ્યુ. એક દિવસ હુ કંમ્પની પહોચ્યો તો મને સીક્યુરીટીએ મને અંદર ના જવા દીધો.

“કેમ?”

“ઉપરથી ઓર્ડર છે, તમે વેઇટીંગ રૂમમાં બેસો”

મને અંદેશો તો આવી ગયો કે આજે મારી નોકરી ગઇ પણ કેમ એ સમજાતુ નથી. હુ શાંત મને છેલ્લા એક અઠવાડિયુ રીકોલ કરવા લાગ્યો પણ એવુ કંઇ મળ્યુજ નહિ જેના કારણે મને એ લોકો સસ્પેન્ડ કરી શકે.

મે આંખો ઊંચી કરી તો સામેની ખુરશી પર અશોક બેઠો હતો.

“મારી પાસે આવવાનો સમય આવી ગયો” અશોક

હુ અશોકની વાતનો પ્રતિકાર આપવાજ જતો હતો ત્યા મારા બોસ, એચ. આર. હેડ અને બે સીક્યુરીટી ગાર્ડ રૂમમાં પ્રવેશ્યા.