Gumnam Shodh - 3 in Gujarati Adventure Stories by Bhavisha R. Gokani books and stories PDF | ગુમનામ શોધ - ૩

Featured Books
Categories
Share

ગુમનામ શોધ - ૩

નામ – ગોકાણી ભાવીષાબેન રૂપેશકુમાર

email id –

ગુમનામ શોધ - એક હ્રદય સ્પર્શી કથા

વિષય : નવલકથા

પ્રકરણ : 3

(અગાઉના પ્રકરણોમાં આપણે જોયુ કે કંદર્પ વધારે અભ્યાસ માટે પોરબંદરથી વડોદરા અભ્યાસ માટે આવ્યો હતો ત્યાં તેણે પ્રતિક્ષાને જોઇ અને તે પોતાનુ દિલ દઇ બેઠો હવે તેને શોધવાનો પ્રયાસ કરે છે. શુ થશે આગળ જાણવા માટે વાંચો આગળ) “એકસ્યુઝ મી, મિસ્ટર કંદર્પ આ તમારુ આઇ કાર્ડ અમારા કલાસ રૂમના દરવાજા પર પડેલુ હતુ” ઉપર નજર પડતા કંદર્પની આઁખો ચાર થઇ ગઇ. જેને શોધવા માટે તે આખી કોલેજમાં ફરી વળ્યો. તે જ તેને શોધતી તેની પાસે આવી ગઇ. આજે તેને એ વાત સાચી લાગતી હતી કે જેને તમે દિલથી યાદ કરતા હોય તે તમારી પાસે જરૂર આવી જાય છે. પ્રતિક્ષાને શોધવામાં અને શોધવામાં આઇ.કાર્ડ પણ પડી ગયુ તેની પણ કંદર્પને ખબર ન રહી. કંદર્પ બસ પ્રતિક્ષાને નીરખવામાં તલ્લિન બની ગયો હતો.. આજુબાજુ જાણે મીઠુ હળવુ સંગીત ગુંજી રહ્યુ હોય અને કંદર્પ અને પ્રતિક્ષા બન્ને એકાંતમાં બેસી એકબીજા સાથે નયનકટાક્ષથી તેના દિલની વતો કરી રહ્યા હોય તેવુ મનોમન સ્વપ્ન જોવામાં લીન બની ગયો કંદર્પ. “હેલો માઇ નેમ ઇઝ પ્રતિક્ષા એન્ડ પ્લીઝ ટેક કેર ફોર યોર આઇ-કાર્ડ. ધીસ ઇઝ વેરી નેસેસરી ઇન કોલેજ યુ ક્નો?”

“ઓહ્હ શ્યોર માય નેમ ઇઝ કંદર્પ.” હુ હસીને બોલ્યો. બાય ધ વે મે તમને કાલે ટેનિસ કોર્ટમાં રમતા જોયા હતા. તમે ખુબ જ સરસ રમી શકો છો. યુ આર ગ્રેટ. એકવાર તમને રમતા જોઇને હુ તો તમારો ફેન બની ગયો. “થેન્ક્યુ વેરી મચ ફોર સચ અ નાઇસ કમ્પ્લીમેન્ટ સોરી મારે લેકચર માટે મોડુ થઇ રહ્યુ છે. ફરીથી કયારેક મળીશુ” એમ કહી હસતા હસતા તે જતી રહી તેને દુર સુધી જતી જોઇ રહ્યો તે. તે થોડે દુર જતી રહી એટલે કંદર્પ તેની પાછળ પાછળ ધીરે ધીરે જવા લાગ્યો. થોડે દુર સુધી તેનો પીછો કરીને તેની અદા માણવા લાગ્યો. કેટલાક લોકો એવા હોય છે જેની પહેલીવાર મળીને પણ જાણે વર્ષોનો સંબંધ હોય તેવુ લાગે છે. આ જ કુદરતની લેણા દેણીનો નિયમ છે. પ્રતિક્ષાને તે પહેલા કયારેય મળ્યો ન હતો. તેને પહેલીવાર જ ટેનિસ કોર્ટમાં રમતા જોઇને તેનો દિવાનો બની ગયો. એવુ પણ ન હતુ કે તે સર્વ શ્રેષ્ઠ સુંદરતા ધરાવતી હતી કે તેનાથી વધારે સુંદર કોઇ છોકરી કંદર્પે જોઇ ન હતી. પંરતુ આ પ્રતિક્ષામાં કાંઇક એવુ ખાસ હતુ કે જે પળે પળ કંદર્પને આકર્ષતુ હતુ.

******************************

“દીપુ.................. દીપુ..... કયા છે દીપુ?” ચીસ સાંભળતા જ કંદર્પ તંદ્રામાંથી બેઠો થઇ ગયો. વિચારમાં અને વિચારમાં તે ઉંઘ અને જાગ્રત અવસ્થાની વચ્ચે પહોંચી ગયો હતો તેનુ તેને પણ ભાન જ રહ્યુ ન હતુ. ચીસ સાભળીને તે દોડીને પ્રતિક્ષા પાસે ગયો. સવાર પડી ગયુ હતુ.

સુભદ્રાબહેન પ્રતિક્ષાને માથે હાથ ફેરવીને તેની પાસે બેઠેલા હતા. પ્રતિક્ષા રડી રહી હતી. “પ્લીઝ પ્રતિ કામ ડાઉન. એવરીથીંગ વીલ બી ફાઇન. પ્લીઝ ઓન્લી ટેક કેર ઓફ યોર સેલ્ફ” કંદર્પે પ્રતિક્ષાના હાથ પર હાથ મુકીને કહ્યુ ત્યાં તો ઝનુન પુર્વક ચાદર અને બાજુના ટેબલ પર પડેલા નાઇટ લેમ્પ અને પાણીના જગનો ઘા કરતા કહ્યુ. “નથિંગ વીલ બી ફાઇન નથિંગ. યુ આર ડુઇગ નથિંગ” તે ચીસો પાડતી જે વસ્તુ હાથમાં આવે તેનો ઘા કરવા લાગી અને બહાર ફેંકવા લાગી. કંદર્પના મમ્મી સુભદ્રા બહેન કંદર્પ સામે આઁખનો ઇશારો કરીને રસોડામાં જઇને દવા લઇ આવ્યા ત્યાં સુધીમાં તો પ્રતિક્ષાએ બધી વસ્તુઓ નીચે ફેંકી દીધી હતી. તે ખુબ જ વાઇલેન્ટ બની ગઇ એટલે પાણી અને દવા કંદર્પના હાથમં પકડાવીને સુભદ્રાબહેન ડોકટરએ ફોન કરવા ગયા. કંદર્પ પાણી નીચે મુકીને પ્રતિક્ષાને પકડી રાખી અને કહ્યુ, “પ્રતિ પ્લીઝ કામ ડાઉન તુ આમ કરીશ તે કેમ ચાલશે. તુ મારી હિમ્મત છે.” થોડીવારમાં પ્રતિક્ષા કંદર્પની પકડમાંથી છુટ્ટી ગઇ. તે ફરીથી પલંગ પર બેસીને ચાદર અને તકિયાને બધુ ઘા કરવા લાગી. કંદર્પ તેની પાસે આવ્યો

“પ્રતિ, પ્લીઝ કામ ડાઉન તુ હિમ્મત અને ધીરજ રાખ બધુ સારુ થઇ જશે.”

સુભદ્રાબહેને ડોકટર સાહેબને ફોન કરી દીધો હતો હતો. પ્રતિક્ષા પલંગ પર માથુ પકડીને રડવા લાગી તેણે પોતાની હિમ્મત ગુમાવી દીધી હતી. કંદર્પ તેને વળગીને સાંત્વના આપવા લાગ્યો ત્યાં તો ડોકટર કાપડિયા આવી ગયા. કંદપે પ્રતિક્ષાનો હાથ પકડીને તેને પલંગ પર સુવડાવી અને તેને ઇજેકશન આપીને આરામ કરવા કહ્યુ. પ્રતિક્ષા આરામથી સુઇ ગઇ હજુ તો સવારના છ જ વાગ્યા હતા. “મિસ્ટર કંદર્પ તમે થોડુક સમજવાની કોશિષ કરો હુ તમારી પરિસ્થિતિ સમજી શકુ છુ. પરંતુ આમ અને આમ કેટલો સમય ચાલશે. પ્રતિક્ષાની માનસિક હાલત ધીરે ધીરે ક્ષીણ થવા લાગી છે. તેને હવે વધારે સમય ઘરે રાખવાથી કોઇ ફાયદો નથી. તે હોસ્પિટલમાં રહેશે તો તમે બધા આરામથી રહી શકશો. બાકી આવા દર્દીઓનો કોઇ ભરોસો નહિ કયારે કોઇને નુકશાન પહોંચાડી દે માટે તમારા બધા માટે એ જ સારૂ રહેશે કે તમે પ્રતિક્ષાને મેન્ટલ હોસ્પિટલમાં મોકલી દો.” “ડો.કાપડિયા તમને મારી ચિંતા છે એટલે તમે સલાહ આપી રહ્યા છો પરંતુ પ્રતિક્ષા સાથે મે સાત ફેરા લીધા છે. જન્મોજન્મનો સંબંધ બાંધ્યો છે. હવે તેની ગમે તે હાલત થાય તેને સાથ આપવાની મારી ફરજ થાય છે. એક દિવસ બધી મુશ્કેલીઓ દુર થઇ જશે અને પ્રતિક્ષા ફરી હસતી બોલતી થઇ જશે તેનો મને વિશ્વાસ છે ત્યાં સુધી હુ તેને મારા ઘરમાં સાચવીશ અને તે મારી ફરજ જ છે. પ્રેમ અને દેખરેખથી ગમે તેવા રોગ દુર થઇ શકે છે. હું મારી પ્રતિક્ષાને સાચો પ્રેમ કરુ છું અને આજે તેની આવી હાલતમાં મારો પ્રેમ સાબિત કરવાનો સમય છે ત્યારે તમે એમ કહો છો કે હું તેને મેન્ટલ હોસ્પિટલમાં મોકલી દઉ? ક્યારેય નહી, નેવર.” કંદર્પે કહ્યુ. “વેલ મિ. વૈદ્ય જેવી તમારી ઇચ્છા. મે તો જે યોગ્ય સોલ્યુશન હતુ તે સુચવ્યુ પરંતુ આપની ઇચ્છા ન હોય તો એક કામ કરો. આ રોજ રોજ મારે અહીં ધક્કા ખાવા પડે અને તમારે હેરાન થવુ પડે તેના કરતા એક નર્સ હુ મોકલુ છુ.જે 24 કલાક તમારા ઘરે રહેશે અને પ્રતિક્ષાજીનુ ધ્યાન રાખશે. જેથી તમને કે મારે કોઇને વધારે હેરાન થવુ ન પડે. “ઓ.કે. ડોક્ટર એવુ જ કરો અને થેન્ક્યુ વેરી મચ” “વેલકમ બેટા આઇ હોપ્ કે બધુ જરૂરથી સારુ થઇ જશે.” “હા ડોક્ટર કાપડિયા બધુ સારુ થઇ જ જશે. ગુનેહગારને તો હું પકડાવીને જ રહીશ અને તેને આકરામાં આકરી સજા અપાવીને જ હુ ઝંપીશ. “હા આવો ગુનો કરનારને આકરી સજા અપાવવી જ પડશે નહિતર આપણા સમાજનુ શુ થશે? ચાલો હવે હુ નીકળુ છુ અને થોડીવારમાં એક નર્સને મોકલુ છુ. પ્રતિક્ષાજીને જરૂરી દવાઓ લખી આપુ છુ તે લઇને આપતા રહેજો.” આટલુ કહીને દવા લખેલો કાગળ આપીને ડો.કાપડીયા જતા રહ્યા કંદર્પ નિરાશ થઇને માથે હાથ દઇને બેસી ગયો. “બેટા આમ નિરાશ ન થઇ જા. હવે તારે એકલાએ હિમ્મત રાખીને આ લડાઇ લડવાની છે, અમે બધા તારી સાથે જ છીએ પણ જો તુ જ હિમ્મત હારી જશે તો ક્યાંથી ચાલશે?” બોલતા જ સુભદ્રા બહેનને ડુમો ભરાય આવ્યો. “મમ્મી સાચુ કહુ તો હવે તો મારી હિમ્મત પણ ટુટવા લાગી છે. મને ઇશ્વર પરથી ભરોસો ઉઠવા લાગ્યો છે. આ દુનિયામાં ઇશ્વરનુ અસ્તિત્વ છે કે નહિ. કેમ મારી સાથે જ આવુ બની રહ્યુ છે. મે કયારેય કોઇનુ ખોટુ કયાં કર્યુ છે તે ભગવાન મને આ રીતે સજા આપી રહ્યા છે?” આટલુ બોલીને કંદર્પ તેના મમ્મીના ખોળામાં માથુ રાખીને ધ્રુસકે ધ્રુસકે રડી પડયો. “બેટા શાંત થઇ જા. ઇશ્વર આપણી અત્યારે કસોટી લઇ રહ્યા છે. આ કસોટીની પળો તો આપણે પાર કરવાની જ છે. અને અંતે બધુ સારુ જ થઇ જશે કારણ કે સત્યનો વિજય થઇને જ રહે છે. ભગવાન પર ભરોસો તોડ નહી બેટા. ભગવાને તકલિફ આપી છે તો એ જ તકલિફને સહન કરવાની શકિત આપશે, બસ તુ વિશ્વાસ અને ભરોસો રાખ ભગવાન પર દીકરા.” “મમ્મી મારાથી હવે પ્રતિક્ષાની હાલત જોવાતી નથી અને તેની આવી હાલત મારા હિસાબે જ છે હજુ પંદર દિવસ થઇ ગયા છતાંય હુ કાંઇ પણ કરી શક્યો નથી.” “બેટા સમય આવે બધુ કાર્ય થઇ જાય. તેની માટે યોગ્ય સમય આવશે ત્યારે બધુ સારુ થઇ જશે. બસ હવે આ બધા વિચારો છોડી દે નર્સ આવશે ધીરે ધીરે પ્રતિક્ષાને સારુ થઇ જશે તુ તારા પ્રયાસો ચાલુ રાખ.” “મમ્મી તુ ખરેખર મહાન છે આવડી મોટી તકલિફમાં પણ તુ દુઃખ જીરવીને સ્વસ્થ રહી શકે છે એ ખરેખર તારી મહાનતા છે.” “બેટા મારે પોરબંદર જવાનુ છે થોડુ કાર્ય છે વળી નૈમિષ પરમ દિવસે અહીં આવે તે પહેલા હુ બધુ સમેટીને કાલે આવતી રહીશ. હવે પોરબંદરમાં બાકી જ શુ રહ્યુ છે. તારા પિતાજી તો............” આટલુ બોલતા સુભદ્રાબહેન રડતા રડતા પોતાના રૂમમાં જતા રહ્યા. કંદર્પની આંખમાં પણ પાણી આવી ગયા. તે તેની માતાની હાલત સમજતો હતો આથી તેને થોડીવાર તેમને એકલા રહેવા દેવાનો નિર્ણય કર્યો અને તે પણ પ્રતિક્ષાના માથા પર હાથ ફેરવતો તેની બાજુમાં જ પડ્યો રહ્યો. **************** સાંજે સુભદ્રાબહેનને બસમાં બેસાડીને કંદર્પ ઘરે આવ્યો ત્યારે નર્સ પણ આવી ગઇ હતી. પ્રતિક્ષાએ અત્યારે જમી પણ લીધુ હતુ તે હવે ઠીક લાગતી હતી. આથી કંદર્પની આંખો પણ ઠરી. પોતાના જીગરજાન પ્રેમ એ તેની સાથે છેલ્લા પંદર દિવસથી વાત પણ કરી ન હતી પણ અત્યારે એ સમય ન હતો વિચારવા માટે એટલે બાકી બધા વિચાર છોડી કંદર્પે ફરીથી પોલીસ સ્ટેશને ફોન કરી વાત કરી લીધી. હજુ તપાસ ચાલુ છે જલ્દીથી કંઇક થશે એવુ ઇન્સ્પેકટર પ્રસાદે કહ્યુ. છેલ્લા પંદર દિવસથી તેઓનો આ એક જ જવાબ હતો કે તપાસ ચાલુ છે. આ વાત સાંભળીને કંદપને તો ખાવાનુ પણ ન ભાવ્યુ. આટલા દિવસથી તેના મમ્મી તેને પ્રેમથી સમજાવીને જમાડતા હતા પણ આજે તેઓ પણ ન હતા એટલે થાળી માથે ચડાવીને તે ઉભો થઇ ગયો. પ્રતિક્ષા પાસે ગયો ત્યારે તે સુઇ ગઇ હતી. આથી તેના માથે હાથ ફેરવીને તે પણ સુવા ગયો. પ્રતિક્ષા પાસે નર્સ હતી આથી તે હોલમાં જ આડો પડયો આટલા સમયના ઉજાગરાને કારણે થોડીવારમાં જ તેને ઉંઘ આવી ગઇ. મનમાં ગમે તેટલુ દુ:ખ હોય પરંતુ શરીર તેના શારિરીક આવેગો છોડી શકતુ નથી. ઇચ્છા મૃત્યુ સાધુ સંતો માટે શક્ય છે બાકી આપણે સીધા સાદા મનુષ્યો તો દુ:ખી થઇ શકીએ પરંતુ પંચમહાભુતો નુ બનેલુ શરીર તેનુ આયુષ્ય તો પુરુ જ કરે છે. અને એના માટે જરૂરી શારીરિક ક્રિયાઓ પણ અનાયાસે થઇ જાય છે. કંદર્પ રાત્રે તો આરામથી સુઇ ગયો સવારે દુધવાળો આવ્યો એટલે તેની ઉંઘ ઉડી ગઇ. આજે મમ્મી ન હતા અને નર્સ પણ હજુ નવી હતી આથી તેણે પ્રતિક્ષા પાસે ઘરે જ રહેવાનુ નક્કી કર્યુ.

**********

“ઓહ માય ગોડ!!! લુક જલ્પા, પેલા યુવકનો અકસ્માત થયો લાગે છે, જરા ચલ જલ્દી, આપણે જોઇએ.” પ્રતિક્ષાએ કહ્યુ અને બન્ને બહેનપણીઓ દોડતી અકસ્માત સ્થળે પહોંચી ગઇ અને બન્ને પેલા યુવકને જોઇને આશ્ચર્યચકિત થઇ ગઇ. “હેય કંદર્પ, આર યુ ઓ.કે.? કઇ રીતે બની ગયુ અકસ્માત??? જરા ધ્યાન તો રખાય.” પ્રતિક્ષાએ ઉચાટપુર્વક કહ્યુ. “પ્રતિક્ષા બહુ પિડા થાય છે મને. પ્લીઝ કોલ ધ એમ્બ્યુલન્સ ફાસ્ટ. આહહહહ.” કંદર્પે ઉભા થવાની કોશીષ કરી પણ તે ઉભો થઇ ન શક્યો અને તેના મોઢામાંથી ઉંહકારો નીકળી ગયો. પ્રતિક્ષાએ ફટાફટ તેના પપ્પાને ફોન કરી ડ્રાઇવરને કાર સાથે ઘટનાસ્થળે બોલાવી લીધો. ડ્રાઇવરના આવ્યા બાદ પ્રતિક્ષા ન જલ્પા તેને સીટી હોસ્પિટલ લઇ ગઇ. ત્યાં ફરજ પર હાજર ડૉક્ટરે કંદર્પની તપાસ કરવા લાગ્યા અને બન્ને બહેનપણીઓ બહાર ઉભી ડોક્ટરના જવાબની રાહ જોવા લાગી. “હેલ્લો ડોક્ટર ઇઝ કંદર્પ ઑલરાઇટ? કાંઇ ગંભીર સમસ્યા તો નથી ને?” પ્રતિક્ષાએ પુછ્યુ. ડોક્ટરે તેને બધી વાત કરી દીધી. એ સાંભળી પ્રતિક્ષાના ચહેરા પર દુઃખના નિશાન તરવરવા લાગ્યા. અંદર કંદર્પ પાસે જઇ પ્રતિક્ષા અને જલ્પા બન્ને કંદર્પ પાસે બેઠી. પ્રતિક્ષાએ વાત શરૂ કરતા કહ્યુ , “કંદર્પ ડોકટર સાહેબ સાથે હમણા જ વાત થઇ, તારા પગે ફેક્ચર છે. લગભગ ૪૫ દિવસનો પાટો આવશે તો તમારા ફેમિલી મેમ્બર્સને ઇન્ફોર્મ કરી તેને અહી બોલાવી લો, ડૉક્ટર સાહેબને મળવુ છે.”

“ડૉક્ટર સાહેબને કહી દો કે જે કહેવાનુ હોય તે મને જ કહી દે, મારુ ફેમિલી તો પોરબંદર રહે છે, હું એકલો અહી રૂમ રાખીને મારા મિત્ર જયેશ સાથે ફ્રેન્ડ્સ કોલોનીમાં રહુ છું,” “ઓહ સો સેડ. અહી એકલા રહો છો અને આ પાટો આવ્યો તો હવે તમારી સંભાળ કોણ રાખશે?” પ્રતિક્ષાથી સહજતાથી પુછાઇ ગયુ. “હું છું ને?” જલ્પા ઓચિંતા બોલી ઉઠી. “હેહેહેહે......” કંદર્પ અને પ્રતિક્ષા બન્ને એકીસાથે બોલી ઉઠ્યા અને જલ્પાએ જોયુ કે બન્નેની આંખો ફાટી ગઇ છે. “અરે બન્ને આ રીતે શું કામ જુઓ છો મને? હું પણ ફ્રેન્ડ્સ કોલોનીમાં જ રહું છું. કેમ પ્રતિક્ષા તુ પણ ભૂલી ગઇ કે હું મારા પુરા પરિવાર સાથે ફેન્ડસ કોલોનીમાં જ રહું છું? કંદર્પ તારે કાંઇ પણ જરૂરિયાત હોય બીન્દાસ મને કહેજે.” “ઓહ થેન્ક યુ વેરી મચ.” “ઇટ્સ ઓ.કે. એમા થેન્ક્સ જેવા ભારે-ભરખમ શબ્દ યુઝ કરવાની કોઇ જરૂર નહી. વી આર ફ્રેન્ડ્સ નાઉ. આઇ એમ જલ્પા એન્ડ શી ઇઝ માય ફ્રેન્ડ પ્રતિક્ષા. અમે બન્ને ફર્સ્ટ યર આર્ટસમાં અભ્યાસ કરીએ છીએ. “આઇ એમ કંદર્પ. હું પોરબંદરથી અહી અભ્યાસ માટે આવ્યો છું ગ્રેજ્યુએશન અને સાથે સાથે કોમ્પીટીટીવ પરીક્ષાની તૈયારી માટે અહી આવ્યો છું. હું સાઇન્સ ફેકલ્ટીમાં એફ.વાય. માં અભ્યાસ કરું છું. નાઇસ ટુ મીટ યુ બોથ ઓફ યુ.” કહેતા કંદર્પે જલ્પા સાથે હાથ મીલાવ્યો. બન્ને કંદર્પને મળીને ખુશ થઇ.

વધુ આવતા ભાગમાં વાંચીએ આપણે..........

યાદોના વમળમાં ખોવાયેલા કંદર્પની જીંદગીમાં એવુ તે શુ બની ગયુ? પ્રતિક્ષા અને કંદર્પના જીવનમાં આગળ શુ બનશે? શુ ગુનો થયો છે? ગુનેગાર ઝડપાશે કે નવુ જ કંઇક બનશે? આટાપાટાથી ગુચવાયેલી આપણી આ જીંદગીમાં કયારે આપણુ ધારેલુ બને છે. પ્રતિક્ષા અને કંદર્પની જીવનમાં આવતા અણધારેલા વળાંકો અને ગુંચને માણતા રહો અને તમારા અમુલ્ય પ્રતિભાવો આપતા રહેજો. આભાર