Ek Prodh Love Story in Gujarati Love Stories by Prit Khandor books and stories PDF | એક પ્રૌઢ લવ સ્ટોરી

Featured Books
Categories
Share

એક પ્રૌઢ લવ સ્ટોરી

Prit Khandor

prit.khandor92@gmail.com

મહેતાજી, l love you,

એક પ્રૌઢ લવ સ્ટોરી

વાત છે વડોદરામાં વસતા એક પ્રૌઢ દંપતી ની. Mr મહેતા રિટાયર્ડ થઈ ગયેલ છતાં ભણાવવાના ના શોખ ને ખાતર એમ. એસ. યુનિવર્સિટી માં આર્ટસ ના વિધાર્થી ઓ ને સાહિત્ય નું જ્ઞાન આપવા જતા.
Mr અને Mrs મહેતા નાં બે દીકરા , મોટો દીકરો વિદેશ ભણી ને ત્યાં જ સેટલ થઈ ગયેલ. નાના દિકરા એ મુંબઈ માં રેડીમેઈડ નો બિઝનેસ જમાવેલ. તેમની અત્યાર સુધી ની જિંદગી બસ છોકરાઓ ને ભણાવવા માં ને ઠરી ઠામ થવા માં જ ખર્ચાઈ ગઈ . પણ આ વાત નો તેમને આત્મસંતોષ છે.
મહેતાજી ને લખવાનો ગાંડો શોખ . કવિતા ,લઘુ નિબંધો પોતાની ડાયરીમાં લખતા . મહેતાજી ની અદમ્ય ઈચ્છા હતી કે તેમના આર્ટિકલ, કવિતા ઓ પ્રેમ કાવ્યો નું એક પુસ્તક પ્રકાશિત થાય. તેઓ કાયમ Mr મહેતા ને કહેતા" મીનુ જી, જો જે હો. તારા મહેતાજી ની પુસ્તક ઘેર ઘેર પહોંચશે. એક દિવસ સ્ટેજ પર આ મહેતાજી નું પુસ્તક પ્રકાશિત થશે . ત્યારે તાળીઓ પાડી ને તારા મહેતાજી ને શાબાશી આપવા આવીશ ને ....?"
"શું તમે પણ મહેતાજી...... એમ કરી ને Mrs મહેતા જી શરમાઈ ને કહેતા જરૂર જરૂર. હું પણ મારી બહેનપણી ઓ ને લઈને પ્રોગ્રામ માં આવીશ અને વી.આઈ.પી સીટ પર બેસીસ."
તેમના દરેક વર્તન માં અપાર પ્રેમ છલકાતો હતો. ..ઘર ની બહારે પ્રાંગણ માં જેવો ચંપલ નો અવાજ આવે કે મીનુજી પાણી નો ગ્લાસ લઈને દરવાજે આવકારવા ઉભા જ હોય મહેતાજી એ જયારે વિચાર્યું હોય કે આજે જમવામાં દાળ ઢોકળી હોય તો સારું .અને ઘરે આવે ત્યારે દાળ ઢોકળી જ થાળીમાં પીરસાય. આવું મન નું જોડાણ.
સવાર ના બરાબર 7 વાગે રોજ ની જેમ Mr અને Mrs મહેતા સયાજીબાગ માં ચાલવા નિકળે છે પરંતુ આજે દ્રશ્ય કંઇક અલગ હતું.મીનુજી ની નજર હાથ માં હાથ નાખી ને ચાલતા યંગ કપલ પર પડતાં જ તેઓ મનોમંથન કરવા લાગ્યાં કે "અમારી જિંદગી તો જવાબદારી માં જ પુરી થઈ ગઈ .છોકરાઓ ને દેવું કરી ભણાવ્યા ,બીજા ના ઘરકામ કરી દેવા પુરા કર્યા,છોકરા ઓ ના લગ્ન કર્યા,બસ ત્યાં તો વૃદ્ધત્વ ડોકાવા લાગ્યું ,ધોળા વાળ ટહુકો કરવા લાગ્યા .મને યાદ નથી કે છોકરાઓ થયા પછી ક્યારેય અમે શાંતિ થી બે ઘડી પ્રેમ ની વાતો કરી હોય ,ક્યારેય પ્રેમ એક બીજા સમક્ષ વ્યક્ત કર્યો હોય .જવાબદારી ના વાદળો એ પ્રેમ ના સુરજ ને એવો તે ઢાંક્યો કે ક્યારે એ સુરજ પછી દેખાયો જ નહીં. “
ઘરે આવી ને પણ હજી મીનુજી એજ વિચારો ના ચકડોળે ચડ્યાં ,ત્રણ મહિના પછી તેમના લગ્ન ની ૩૫ મી વર્ષગાંઠ આવે છે .ત્યારે હું મહેતા જી તે તેમના પ્રત્યે નો અગાઢ પ્રેમ વ્યકત કરું.. પણ કઈ રીતે??એવું તે શું ખાસ કરું ?.કઈ કઈ વસ્તુ કરું કે મહેતાજી ના દિલ માં વસી જાય??.એવું શું કરું કે મહેતાજી ના જીવન નો યાદગાર દિવસ બની જાય.. બસ ત્યાર થી મીનુજી લાગી ગયા તેમની વરસ ગાંઠ ની સરપ્રાઈઝ યુનિક પ્રપોઝલ "ની તૈયારી માં .


" જવાબદારી ના ભાર માં વીતી ગયા ૩૫ વર્ષ ,પ્રેમ ને અભિવ્યકત કરવા બાકી રહ્યાઓછા દિવસ"

પ્રેમ ને વ્યક્ત તો કરવો હતો પરન્તુ કૈંક અનોખી રીતે પછી ભલે ને મીનુજી એ તેના માટે ગમે તેટલું સમર્પણ પણ આપવું પડે.મીનુજી વિચારે છે .તેઓ તેમની અભિવ્યક્તિ અંગ્રેજી માં વ્યક્ત કરશે.મીનુજી માત્ર ૧૦ ભણેલા .અંગ્રેજી નું જ્ઞાન એટલું બધું નહીં કે સડસડાટ બોલી શકે .બજાર માંથી spoken English નું પુસ્તક લઇ આવ્યા .અને શરૂ થયું અંગ્રેજી શીખો અભિયાન .એ પણ મહેતાજી ને ખબર ના પડે એમ ..મહેતાજી કોલેજ ભણાવવા જાય ત્યારે જ મીનુજી અંગ્રેજી નું પુસ્તક કાઢે અને મહેતા જી આવવાના હોય એ પેલા પુસ્તક ઘર ના કોઈ ખૂણા માં છુપાવી દે.ક્યારેક તો અરીસા માં જોઈ ને પણ બોલવાની પ્રેકટીસ કરતા .પછી પોતે જ હસી પડતાં !

"પ્રેમ ને કઈ અનોખી રીતે કરવું છે વ્યક્ત ,મહેતાજી બોલી ઉઠે મીનુજી એકદમ મસ્ત !”

વરસગાંઠ નો દિવસ નજીક આવી રહ્યો છે .
મીનુજી નું અંગ્રેજી સડસડાટ થઇ ગયું છે .હવે વરસગાંઠ ના દિવસે જયારે મહેતાજી કોલેજ થી ઘરે આવે ત્યારે કેમ આશ્ચર્ય માં પડી જાય એના માટે મીનુજી નું આયોજન શરૂ થાય છે ..
મીનુજી વિચારે છે "આખુંય ઘર દીવડા થી ઝળહળીત હોય ,ઘર ની બધી જ લાઈટ બંધ કરી માત્ર દીપ ની જ્યોત થી જ ઘર ઝગમગીત થતું હોય, મહેતાજી ની મનગમતી મોગરા ની મહેક થી આખુંય ઘર મઘમઘતું હોય ,રફી લતા ના રોમેન્ટિક ગીતો નું ધીમું સંગીત રેલાતું હોય,ગુલાબ ની પાંખડીઓ ની વચ્ચે એક મીણબત્તી રાખી ડાઇનિંગ ટેબલ પર બન્ને વચ્ચે એક જ થાળી રાખી તેમાં મહેતાજી ને ભાવતી અમેરિકન મકાઈ નું શાક ,ઘી થી લથપથ પૂરણ પોળી, ખીર ને ગુલાબ જાંબુ થી ડાઇનિંગ ટેબલ ની સુંદરતા ને ચાર ચાંદ લાગી ગયા હોય,
સ્વાદિષ્ટ ભોજન લીધા પછી ઝળહળીત દિવા ઓ ના પ્રકાશ ની વચ્ચે મહેતાજી ને હું દિવાનખંડ માં લઇ જઇશ તેમના હાથ માં ફુલ નો ગુલદસ્તો ધરી ને મારી રેકોર્ડ કરેલી કેસેટ હું ચાલુ કરીશ ."મહેતાજી happy 35 th anniversary thankyou for comming in my life તમે જીવન માં દરેક પરિસ્થિતિ માં મારી સાથે રહ્યા .તમે દુનિયા ના સૌથી સારા જીવન સાથી છો .આજ નો વરસગાંઠ નિમિત્તેમારે એટલું જ કેહવું છે મહેતાજી l love you .આવી અનોખી યોજના મીનુજી એ મહેતાજી ના પ્રેમ ને કૈંક અલગ રીતે વ્યક્ત કરવા વિચારી .
જોતજોતા માં વર્ષગાંઠ નો દિવસ આવી ગયો. મીનુજી નું મન હિલોળે ચડ્યું છે રોમ રોમ માં તરવરાટ છે ૩૫ વરસ માં પેહલી વાર મહેતાજી માટે કૈંક ખાસ કરવા નું છે તેના ઉત્સાહ અને થનગનાટ થી આજે મીનુજી રોજ કરતા વધુ ખીલેલાં લગતા હતાં.
મહેતાજી હતાં ભૂલકણા તેમને ના ક્યારે જન્મદિવસ યાદ હોય કે ન વરસગાંઠ.દર વખતે મીનુજી જ યાદ કરાવે.
મેહતાજી નો ભૂલક્કડ સ્વભાવ મીનુજી નો પ્લસ પોઇન્ટ બની ગયો.જેવા મહેતાજી કોલેજ ભણાવવા નીકળ્યા ત્યારે મીનુ જી એટલું જ કહે છે " આજે જરા વહેલા આવજો હો..!!"
હવે ઘર માં મીનુજી ની ચહલ પહલ શરુ.કાઉંટડાઉન શરુ થયું.માત્ર ૬ જ કલાક માં આખુંય ઘર સજાવવાનું હતું.
આયોજન મુજબ ગુલાબ ની પાંખડીઓ ,ગુલદસ્તો,દિવડાઓ, બધુ જ મીનુજી એ પહેલે થી લાવી રાખેલ.૪ કલાક માં તો મીનુ જી એ ઘર ને અદભૂત રીતે સજાવી રાખેલ. રસોઈ ની તૈયારી પણ અપ ટુ ડેટ.
દિપક ના પ્રકાશ થી ઘર માં ચારેકોર રોનક હતી,મોગરા ની સુગંધ થી વાતાવરણ માં અનેરી તાજગી હતી.શાંત ધીમુ રોમેન્ટિક સંગીત વાગી રહ્યુ હતુ. બધુ જ આયોજન મુજબ એકદમ બરાબર ગોઠવાઈ ગયું હતું.
મીનુજી આજે તો નવવધૂ ની જેમ તૈયાર થયા હતાં.લગ્ન વખત નુ પાનેતર પહેરી સોળે શણગાર સજી આજે જાણે નવોઢા ની જેમ સજ્યા હતાં.મહેતાજી આવે તો એ પોતે જ ના ઓળખી શકે કે આ મીનુજી જ છે ને!!ઘડિયાળ માં સાડા ચાર વાગ્યા હતા એટલે મહેતાજી ની આતુરતા થી રાહ જોવાતી હતી.આજે કહેતા તો હતા વહેલો આવી જઈશ,પણ કેમ હજી કેમ આવ્યા નહીં હોય !
ત્યાં તેમના ઘર ની ટેલિફોન ની ઘંટડી રણકે છે..ફોન માંથી અવાજ આવ્યો."હું કાંતિ ભાઈ,Mr મહેતા નો કૉલજ નો સહ અધ્યાપક,આપ મીનુજી ને ?"હા...હું મીનુજી પણ બોલો ને શું થયું..?એક માઠા સમાચાર છે.
મહેતાજી હવે ઘરે કયારેય પાછા નહી આવે. હાર્ટ એટેક થી હમણાં જ તેમનું દુઃખદ અવસાન થયું છે . આમ કહી ને તેમને ફોન કટ કરી દીધો મીનુજી ના પગ નીચે થી જમીન ખસી ગઈ ,દુનિયા સ્તંભી ગઈ ,સમય રોકાઈ ગયો..મીનુજી થોડા દિવસ સુધી તો સૂનમૂન જ રહ્યા . વિદેશ થી અને મુંબઈ થી છોકરાઓ વ્યવહાર પૂરતા આવ્યા અને જતા પણ રહ્યા
મહેતાજી ને ગયા ને ૩ મહીના વીતી ગયા મીનુજી એમ તો મજબૂત મનોબળ ના હતાં હિંમત હારી જાય એવા નહોતા પણ પોતાનો શ્વાસ જતો રહે તો જીવન ફિકકુ જ લાગે .મીનુજી ને તો મહેતા જી હજી સાક્ષાત સામે જ હોય એવું લાગતું હતું
મહેતાજી નું એક સ્વપ્ન હતું જે માત્ર મીનુજી જ જાણતા હતા કે મહેતાજી એક સારા પતિ ની સાથે સારા લેખક પણ હતા .હવે સમય આવી ગયો હતો તેમના સપના ને જીવંત કરી તેમના પ્રત્યે નાં પ્રેમ ને વ્યક્ત કરવાનો .
મહેતાજી ના સહ અઘ્યાપકો મીનુજી ને સાંત્વના આપવા ઘરે આવ્યા ત્યારે મીનુજી એ મહેતાજી ના સપના ની વાત કરી કે મહેતાજી એ પોતાના આર્ટિકલ ,લઘુ કાવ્યો નું સંકલન એક ડાયરી માં કરેલું છે .જે દરેક ઉગતા સાહિત્યકાર ને પ્રેરણા આપશે .મહેતાજી ના સહઅધ્યાપકો એ મીનુજી ના શબ્દો ને ઝીલી મહેતાજી ના સપના ને સાકાર કરવા ની તૈયારી બતાવી .
બે મહિના ની તનતોડ મહેનત પછી મહેતાજી નું પુસ્તક તૈયાર થાય છે
એવા માં જ હર વખત ની જેમ આ વખતે પણ ગુજરાત સાહિત્ય એકેડેમી ની આમંત્રણ પત્રિકા Mr &Mrs મેહતા ના ઘરે આવે છે .મીનુજી વિચારે છે આનાથી સારું માધ્યમ ક્યુ હોય શકે પુસ્તક વિમોચન નું .?
વડોદરા ના અકોટા ગ્રાઉન્ડ માં ગુજરાત ના સાહિત્યકાર ઓ ની પરિષદ માં મીનુજી હાજરી આપે છે .પ્રોગ્રામ ના દીપ પ્રાગટ્ય પછી વકતા એ કહ્યું "આજે એક સારા માણસ, સ્પષ્ટ વક્તા ,પ્રેમાળ હ્રદય Mr અનુજ મહેતા આપણી વચ્ચે નથી કે જે હર વખતે શ્રોતા ઓ ને પ્રતિબોધતા .પરન્તુ આજે હું તેમના વતી તેમની પત્ની ને સ્ટેજ પર આવવા આમંત્રણ આપીશ કે તેઓ શ્રોતાઓ ને સંબોધે.
"વ્હાલા શ્રોતાગણ, આજે આપણી વચ્ચે મહેતાજી પ્રત્યેક્ષ હાજર નથી પરન્તુ તેઓ હજી પરોક્ષ રીતે મારી સાથે હોય એવું મને લાગી રહ્યું છે .તેઓ સારા વ્યક્તિ ની સાથે સારા લેખક પણ હતા તેમને તેમના આર્ટિકલ, પ્રેમકાવ્યો ,લઘુ નિબંધ બધું જ એક ડાયરી માં ટપકાવેલ પણ ક્યાંય પ્રકાશિત નહીં કરેલ. તેઓ દેહ થી હાજર નથી પરંતું શબ્દ રૂપી દેહ થી સદૈવ અમર રહેશે. આજે એમના સંકલિત થયેલાં લેખો નાંપુસ્તક નું હું વિમોચન કરું છું.. જેનું નામ છે "મહેતા જી I LOVE U " આ પુસ્તક અનેક ઉગતા સાહિત્યકારો માટે શીખવાનું માધ્યમ અને તેમની પ્રેરણા બનશે.
આકાશ માં જોઈને મીનુજી કહે છે તમે જ્યાં પણ હશો મને ખબર છે મને જોતા જ હશો અને હરખાતાં જ હશો. હું આજે તમારા માટે નો પ્રેમ તમારું સેવેલું સપનું સાકાર કરી ને વ્યક્ત કરું છું.
તમારુ પુસ્તક હવે ઘર ઘર પહોંચશે મહેતાજી .ફર્ક એટલો છે કે આજે સ્ટેજ પર તમે નહીં પણ તમારી જ વ્હાલી પત્ની મીનુ છે.
મહેતાજી, મને લાગે છે અત્યારે પણ તમે અદ્રશ્ય રીતે પણ વી.આઈ.પી. સીટ પર બેસી ને તાળી પાડતા હશો .!