વમળ
પ્રકરણ -18
લેખક:-ઈરફાન સાથીયા
વિશાળ અને આલિશાન ભારદ્વાજ કોર્પોરેટ હાઉસનાં એકવીસમાં ફલોર પર પોતાની ભવ્ય ઓફીસમાં શુબાન લગભગ પેરાલાઇઝ્ડ પડ્યો હતો . એનું મગજ શૂન્યમનસ્ક થઇ ગયું હતુ. ગરીબ વ્યક્તિ જિંદગીનાં ઠેલા અને ઠેબાં ખાઇને ઘડાઇ ચુક્યો હોય છે . અને એટલે જ એટલો મજબુત બની ચુક્યો હોય છે કે અમુકવાર એના અંગત વ્યક્તિનાં મુત્યુ ટાણે પણ એ અશ્રુ ખાળી શકે છે . ભુખ અને બિમારીથી વિશેષ એમને કોઇ ટેન્શન હોતા નથી . જયારે ગર્ભશ્રીમંત વ્યક્તિને અતિઅંગત કુટુંબીજનના સ્વાસ્થ અને બિઝનેશ સિવાય કોઇ જ ટેન્શનનો સામનો કરવો પડતો નથી. નાનીમોટી તકલીફો સપોર્ટ સ્ટાફ ઉઠાવી લેતો હોય છે. જેની ખબર સુધ્ધા આ કિસ્મતનાં ધણીને લાગતી હોતી નથી . જેમકે નબીરાએ કાર માટે માત્ર wish કરવાનું હોય. પછી ડિલિવરી થી લઇને ઇનશ્યુરન્સ, સર્વિસ, ફયુઅલ, ડ્રાઇવર મેનેજમેન્ટ અને રી-સેલ સુધીનાં ટેન્શન સપોર્ટ સ્ટાફની રિસપોન્સિબ્લીટીમાં આવી જાય . હોસ્પિટલમાં જઇને માત્ર એડમીટ થવાનુ હોય . બિલિંગ,મેડીકેશન સપોર્ટ સ્ટાફની રિસપોન્સિબ્લીટી . એટલે જ કયારેક નાની અમથી આંધીમાં પણ આ કાચનાં પુતળાઓ ટુટી જતા હોય છે .
'સોનિયા શુબાન ભારદ્વાજ' હજુ માંડ પંદર દિવસ પ્હેલા લંડનનાં હેરાલ્ડસ એન્ટિકમાં જઇને પ્લેટીનમ એમબોસ્ડ નેમપ્લેટ બનાવડાવી હતી . અને વિનાયક ભારદ્વાજને અદભુત અને સુખદ સરપ્રાઇસ આપવાનું વિચાર્યુ હતુ . મારાં રુમની આગળ નેમપ્લેટ મુકીને ડેડને મારી વાતનુ અનોખું પ્રપોસલ મુકીશ . અને ડેડ એમના બ્રોડ શોલ્ડરમાં મને દબોચી જ લેશે અને મારા ગાલ ખેંચતા જઇને કેહશે "શુબ્બુ, બિલકુલ તારી માં જેવી જ છોકરી તે પસંદ કરી છે . I am proud of you my son" . અને કેમ ના હોય? સોનિયા હતી જ એટલી સુંદર,સંસ્કારી અને સુશીલ કે વિનાયક તો શું દુનિયાના કોઇપણ બાપ ને "ના" પાડવા કારણ ન જ મળે . અને આ ચેસ્ટપરનું ટેટ્ટુ? સોનિયાને હંમેશા દિલની નજદીક રાખવા બનાવડાવેલુ . "શુબ્બુ તારાથી આ પેઇન ટોલરેટ નહિ થાય . પ્લીઝ આવુ બધું ના કર જાન, i know you love me like mad and u can do anything for me". સોનિયાનો મધુર રણકાર શુબાનના કાનમાં ગુંજી રહ્યો હતો . અને ટેટ્ટુ આર્ટિસ્ટની સામે જ શુબાને સોનિયાને ખેંચીને સોનિયાના ગાલ ખેંચતા જઇને બોલ્યો હતો . " i am proud of you my love, the way you care for me but i promose you, હું તને મારાથી કદી અલગ નહિ કરુ .અને મરીશ તો પણ તું મારી ચેસ્ટ ઉપર જ રહેશે . એટલે જ આ ટેટ્ટુ મારા દિલની કરીબ ત્રોફાવુ છું." અને તરત સોનિયાની મુલાયમ આંગળીઓનું તાળુ શુબાનના મોઢે વાગી ગયુ હતું . " will you please shut your mouth shubbu?, મરે આપણાં દુશ્મન. આપણે તો મસ્તીથી સૌ વર્ષ જોડે રહીશું . ભારદ્વાજ ગ્રાંડસનનુ ગ્રાંડ રિશેપ્સન કરાવીને પછી જ જોડે જ મરીશું" . આવા અનેક મધુર સંભારણાઓમાં ખોવાયેલો શુબાન આજે ડેડનાં પ્રોજેક્ટરમાં 'સોનિયા વિનાયક ભારદ્વાજ' વાંચીને એક અજીબ વમળમાં અટવાયો હતો. .
રોહિણીના પતિના અવસાન પછી એની જિંદગીનો આ માત્ર બીજો જ ઝટકો હતો . પતંગિયા જેમ ઉડાઉડ કરતી એની પરી સલોની આજે લાચાર પડી હતી . આમ તો રોહિણી ઘણી મેચ્યોર નારી હતી . પણ આજે જાતને અશક્ત અને મજબુર મેહસુસ કરતી લક્ઝુરીયસ લેધર લોંજ ના બદલે તુર્કીશ ગાલિચા પર પગ લાંબા કરીને પગ વચ્ચે માથું ઢાળીને બેઠી હતી . અને કેમ ના હોય? પોતાના માછલીઘરની સૌથી રંગીન માછલીને સિડેશન આપીને સુવડાવી રાખવાનું કોને ગમે ? લાખ સોનાના રમકડા ખરીદી શકતા હોય પણ બાળકને માટીનું જ રમકડુ પસંદ આવી જાય તો શું કરવાનું ? એને મનોમન નક્કી કર્યુ . ડેડાની વ્હાલી ડોલીને એનુ મનપસંદ રમકડુ યેન કેન પ્રકરેણ પાછુ લાવી દેવાનો દ્રઢ નિશ્ચય કર્યો અને એના માટે સામ ,દામ, દંડ ,ભેદ કોઇપણ રીત અજમાવી આ વમળમાંથી નીકળવા પોતાના વિશ્વાસુ નિર્મલને ફોન કનેક્ટ કર્યો....
'Dear dont take any step or dicision without consulting your father'.. શ્વેતા વારંવાર આ મેસેજ વાંચી રહી હતી . કોણ હશે? કોને અને કેમ આવો મેસેજ કર્યો હશે? ડેડ ખબર નહિ ઓફિસથી ક્યારે આવશે . અને દાદા માંડ પથારી માંથી બેઠા થયા છે. માંડ થોડું થાળે પડી રહ્યુ છે એવામાં હું આર્યનની વાત ડેડને કઇ રીતે કરું? અને ડેડનાં રુમ તરફ જતાં જ પેલી સ્ત્રીનો ચહેરો સામે આવી જતો હતો . એટલે એ રુમ તરફ શ્વેતાના પગ ઉપડતા જ નહોતાં . સ્નેહલતાનાં મૃત્યુ પછીના ભારદ્વાજ કુટુંબની જવાબદાર નારી એક અનોખા વમળમાં ફસાઇ હતી...
બીજી તરફ આર્યન વારંવાર શ્વેતાનો મેસેજ વાંચતો હતો .' M bit busy, ll call u later'. એવું તો શું થયું હશે કે શ્વેતા ફોન રિસીવ નથી કરતી ?. અરે, ગમે તેટલી બિઝી હોય થોડીક સેકન્ડ કાઢીને ટેક્સટ તો કરી શકતી હતીને? નાની-નાની વાતોમાં ચોવીસ કલાક અપડેટ કરનારી શ્વેતા આમ અચાનક કયાં બિઝી થઇ ગઇ હશે? શું ઇગ્નોર કરતી હશે? શું એની લાઇફમાં બીજું કોઇક આવી ગયું હશે? તાજેતરમાં જ ઘટેલી ઘટના હતી . કોઇક એનો પીછો કરતું હતું . કોણ હશે એ? શું એ શ્વેતાનો કોઇ ચાહનારો હશે ? આમપણ માનવજાતને જે હાથવગું હોય એની કદર કયારેય હોતી નથી . પણ તારલા જેટલા દુર હોય, કઠીન હોય તોડવા, એટલા જ વધુ સુંદર ભાસે . અને એને પામવાની ઇચ્છા પ્રબળ બનતી જાય . શ્વેતાના મનના ભેદ જાણવા બેતાબ બનેલો ડેશિંગ આર્યન આ વમળમાંથી નીકળવા મનોમન શ્વેતાની ફાસ્ટ ફ્રેંડ સીમાને મળવાનુ નક્કી કર્યુ. અને સીમાને ફોન કનેક્ટ કર્યો...
જે.પી.ઓફિસમાં બેફિકરાઈનો ડોળ કરનાર નિર્મલ લિફ્ટમાંથી ઝપાટાભેર નીકળીને પોતાની BM560 માં ગોઠવાઇ ગયો . આગળ અને પાછળ એને કોર્ડન કરતી સિકયુરીટી એસ.યુ.વી. પાણીના રેલાની માફક ભારદ્વાજ કોર્પોરેટ હાઉસ તરફ દોડવા લાગી . પર્સનલ ફોનમાં વિનાયક, રોહિણી અને શ્વેતાના મીસ્ડકોલ જોયા . અને પહેલો કોલ એણે બોસને કરી લેવા નક્કી કર્યુ ."so what's the outcome nirmal?"..નિર્મલે હેલો કેહતાં જ સામેથી વિનાયકનો નરમાશ ભર્યો પણ ઉત્સાહિત અવાજ સંભળાયો . "એ તો બધું નિરાતે વાત કરીશુ પણ શેઇલ ગેસ ડીલનુ શુ થયુ ? આવતીકાલની ડેડલાઇન છે સો હું વિચારતો હતો કે પેપરવર્ક માટે હું સાંજની ટિકિટ બુક કરાવી દઉ ?! " નિર્મલ આજ્ઞાકારી અવાજમાં બોલી રહ્યો હતો . તરત વિનાયકે ટોક્યો . "નો , અત્યારે ટિકિટ બુક ન કરાવતો . આમતો ઓલમોસ્ટ ડીલ આપણી જ ફેવરમાં છે . પણ થોડુ લિગલી ચેલેન્જ છે. કોઇક કેન્યન સિટિજનનુ 12%જેવુ ખાસ્સુ સ્ટેક છે. સો ટેન્ડરમાં એની પ્રાયોરીટી ગણાય . અને જો ઇન્ટ્રેસ્ટેડ ના હોય તો એનુ એન.ઓ.સી. ફરજીયાત લેવુ પડશે . તું રાત્રે આવ શાંતિથી મેટર ડીસકસ કરીશુ ." કહીને વિનાયકે ફોન ડીસકનેક્ટ કર્યો . આજે શુબાનને બિઝનેસનો થોડો ભાર અને રોહિણીના પરિવાર વિષે વાત કરીને માનસિક ભાર પણ ઓછો કર્યો હતો . અને એકદંરે બહુ દિવસ પછી થોડી હળવાશ અનુભવતો હતો .અને આ હેપ્પી મોમેન્ટ રોહિણી જોડે શેયર કરવા પ્રોજેક્ટર ઓન કર્યુ અને સેક્રેટરીને ઇન્ટરકોમથી ડોન્ટ ડીસ્ટર્બનો આદેશ આપી દરિયા તરફ મોઢું કરી ચેયરમાં પગ લંબાવીને બેઠો. .પણ એને શુ ખબર હતી કે આ હળવાશ ક્ષણિક રહેવાની છે . અને પોતે આર્થિક, માનસિક અને સામાજીક વમળોમાં અટવાવવાનો છે..
કોઇપણ એમ્પેરરના એમ્પાયરને વિસ્તારવામાં એના વિશ્વાસુ સેનાપતિનો સિંહફાળો હોય છે . એજ રીતે દરેક નસીબના બળીયા બિઝનેસમેનની પાછળ વિશ્વાસુ મેનેજરનુ મગજ અને મહેનત હોય છે . નિર્મલ આવો જ એક વિશ્વાસુ સેનાપતિ હતો . અને બધા અરિસાના પ્રતિબિંબ એને જોઇ શકાતા હોવાથી તે આ વમળમાં સૌથી ઉંડે સુધી ખુંપેલો હતો . રોહિણીને ફોન ફોન કર્યો "હાં, ઓકે,ડોન્ટ વરી..." જેવા ટુંકા જવાબ આપી ફોન કટ કર્યો . અત્યારે નિર્મલના મગજમાં આડકતરી રીતે ધમકી આપીને ખંધુ હસતો જે.પી. નો ચહેરો હેંગ થઇ ગયો હતો . મનોમન બબડતા જઇ જે.પી.ને કહી રહ્યો હતો . " વી.બી. બનવા માટે અનોખુ સાહસ, અનન્ય આવડત અને અથાક પરિશ્રમ જોઇએ . આમ આછકલાઇ વડે વી.બી. ના બની શકાય . હરિફ બનવા ઓખાત જોઇએ જે.પી ." અને જે.પી. ને તેની ઓખાત બતાવી દેવા વિનાયકના આ કાબેલ સેનાપતિએ ગંજીફાનાં પાના ચીપવા માંડ્યા . અને જે.પી. જેવા ધ્રૂતને પણ પેક થઇ જવુ પડે એવી ચાલ રમી નાંખી .
નિર્મલને સોર્સીસ મારફત જાણ થઇ હતી કે સીમાને આર્યન માટે crush છે . અને દ્વેષરાગમાં એ શ્વેતાથી કિનારો કરીને ચાલે છે ." સામ,દામ,દંડ,ભેદ" આ રોહિણીના શબ્દો હજુ હમણાં જ એના કાને અથડાયા હતાં . સોર્સીસ મારફત ખબર પડી હતી કે સીમા રોજ પાંચ થી સાત બેરિસ્ટામાં અચુક જાય છે . ફોન કે મેસેજ કરીને કોઇ સાબિતિ છોડે એવો અબુધ નિર્મલ નહોતો જ . એ સમય જોઇને બેરિસ્ટા પ્હોચી ગયો . અને જાણે સીમા આકસ્મિક નજરે પડી હોય એ રીતનુ વર્તન કર્યુ. ઔપચારીક વાતો કરીને ટુ ધી પોઇંટ વાત કરવામાં માહેર નિર્મલ સીધો મુદ્દાની વાત પર આવી ગયો . અતિવૈભવી જીવન જીવવાની મહત્વકાંક્ષા સેવનારી સીમા નિર્મલની જેકપોટ જેવી ઓફર માટે હામી ભરવા કોઇ જ દંભ કે ફોર્માલીટી ના કરી . આમપણ એનો આર્યન માટેનો એકતરફી પ્રેમ એને કંઇપણ પગલુ ભરાવી શકે એવી ગાંડપણની હદ સુધી પ્હોંચી ગયો હતો . પૈસા અને આર્યન.. એક કાંકરે બે પક્ષી..જેવી કઇક વાતો કરી બંને છુટા પડ્યા . આમ પણ એને કંઇ વિશેષ કરવાનુ નહોતું. આર્યન સાંજે આઠ વાગ્યે આવવાં માટે ફોન કરી ચુકયો હતો ...
નિયત સમયે આર્યનની મુન સિલ્વર ઓડી મેટરીક્સ સીમાના બંગલાના પોર્ચમાં પ્રવેશી .આર્યન થોડો ઉતાવળમાં જણાતો હતો . પણ હંમેશ મુજબ આજે પણ એના ડ્રેસકોડમાં કોઇ કચાસ નહોતી .G starના બ્લુ ફંકી ડેનિમ ઉપર zaraનુ વી નેક સ્કીની ટીશ પહેર્યુ હતુ. ડાર્ક ટીશને કારણે એનો ગૌર વર્ણ કોન્ટ્રાસ રીફલેક્શન પામી વધુ ચમક આપી રહ્યો હતો . સીમા એને જોતા જ ધબકારા ચુકી ગઇ હતી .બંને ફોર્મલ હગ કરી સોફા પર સામસામે ગોઠવાઇ ગયા . "સીમા લિસન, મારે શ્વેતા વિષે સિરિયસ વાત કરવી છે " આર્યન ઉતાવળમાં બોલવા લાગ્યો.. "ohh, serious talk?? Dont u think aryan serious topic should be discussed after some stimulation??". સીમા જરા મસ્તી ભર્યા અંદાજમાં બોલી . ચર્ચામાં ઉતરવાનુ ટાળી આર્યન "હમમમ બટ બી ક્વિક" એટલુ જ બોલ્યો . આર્ટ ડી નોક્સનાં બે નાના મગ બ્લેક કોફીની કડક અરોમા સાથે આર્યનની સામે હાજર થઇ ગયા . ઉતાવળને કારણે આર્યન પાંચ સાત ઘુંટમાં જ આખો મગ ગટગટાવી ગયો . અને ખાલી મગ કોફીટેબલ પર મુકતા મુકતા તો એ સોફા પર ધડામ દઇને પછડાયો . પડછંદ શરીરના કારણે અવાજ થોડો વધુ આવ્યો . પ્લાન મુજબ તરત જ સીમા કામે લાગી ગઇ . એને વ્હિસલ વગાડતા જ બે બુકાનીધારી વ્યક્તિ સીમાના ડ્રોઇંગ રુમમાં પ્રવેશી . અને આર્યનનુ ટી શર્ટ કાઢી નાંખ્યુ . "મેડમ જલદી કીજીયે, એકાદ ઘંટેમે યે ચીકના હોંશ મે આ જાયેગા ". થોડા કડક અવાજમાં બે પૈકી એક બુકાની પાછળથી અવાજ પડઘાયો . સીમાએ આ રીતે આર્યનનુ મસ્કયુલર ચેસ્ટ અને ગઠાયેલા શોલ્ડર પહેલીવાર જોયુ હતું . એ જાણે ટોપલેસ આર્યનને જોઇને સુદબુધ ગુમાવી બેઠી અને આભી જ બની ગઇ .ભલે બેહોંશ પડ્યો હતો પણ આર્યનને ચોંટવાનો મોકો મળવો એ સીમા માટે જાણે કિસ્મતના દ્વાર ખુલવા બરાબર હતુ .ટોપલેસ આર્યનને એ વીંટળાય ગઇ અને આર્યનના ડેવિડઑફ બોડીસ્પ્રેની ખુશ્બુમાં જાણે મદહોંશ થવા લાગી . કલિક કલિક બંને એંગલથી કેમેરાના ચળકા પડવા લાગ્યા . બેહોંશ આર્યનને આલિંગનમાં જકડીને એ પોતે જ ભાન ગુમાવી બેઠી . જાણે કોઇ વેલ થડને વીંટળાઇ ગઇ હોય . પ્લાનમાં નહોતું છતાંયે એ આર્યનના ગાલ અને હોંઠ પર પોતાના અઘરથી રગડી પલાડવા લાગી . અને મદહોંશ સીમા આંખો બંધ કરીને જાણે મધુરજનીમાં ખોવાઇ ગઇ હતી . અને પાછળથી સીમાના કાન પાછળ કંઇક અવાજ થયો અને આર્યનના શ્વાસોમાં ખોવાયેલી સીમા હંમેશા માટે શ્વાસ ખોઇ બેઠી...
મધરાતે અઢી વાગ્યાની આસપાસ જે.પી.નો બેડરુમમાં ફોનની ઘંટડી કોઇ ભયંકર આંધીની એલણી આપતી હોય એમ રણકી ઉઠી . સામે છેડેથી કરડાકી ભર્યો અવાજ પડઘાયો...
आपण जयंत पंडित आहात का?
मी इन्सपेक्टर भूपेश पाटिल बोलतोय.
हे बघा..तुमचा मुलगा नशेत धुत मिळाला आहे. ड्रग-केस वाटतेय. आपण वांद्रे पोलीस चौकीत अर्जन्टली येउन जा. थोडी फार चौकशी करायला हवी आहे.
વી.બી.ના કદને આંબવાની લ્હાયમાં જે.પી. કાંકરીઓ ફેંકીને ભારદ્વાજ ખાનદાનમાં વમળ ઉતપન્ન કરવાની લાલસામાં પોતે એક ભયંકર ચક્રાવાતમાં ફસાઇ ચુક્યો હતો .
આગલી સવારે મુંબઇ મિરરની હેડલાઇન હતી...
" SEEMA MURDERED, ARYAN PANDIT FOUND DROWSY IN THE ROOM"
ક્રમશ: