Ek Ajani Mitrata - 10 in Gujarati Short Stories by Triku Makwana books and stories PDF | એક અજાણી મિત્રતા - 10

Featured Books
  • પ્રેમ અને મિત્રતા - ભાગ 2

    (પ્રથમ ભાગ માં જોયું કે રાહુલ એ નીરજા ને પ્રેમ કરે છે....અને...

  • સ્વપ્ન્સમ - ભાગ 2

    ગત. અંકથી શરુ......અનુએ આંખો ખોલી એ નામ હજી સુધી એના કાનમાં...

  • Dear Love - 3

    એક દિવસ મારા હોસ્ટેલના રૂમ પાસેથી એક છોકરી પસાર થઈ. તે એટલી...

  • લવ યુ યાર - ભાગ 74

    રહસ્યમય રીતે એક ગાડી મિતાંશની લગોલગ આવીને ઉભી રહી અને તે ગાડ...

  • સોલમેટસ - 7

    અદિતિના મૃત્યુનો આજે તેરમો દિવસ હતો. પરિવારજનો વિધિ પતાવી અન...

Categories
Share

એક અજાણી મિત્રતા - 10

એક અજાણી મિત્રતા ભાગ - 10

(વાચક મિત્રો એક અજાણી મિત્રતા હવે વેગથી આગળ વધી રહી છે. એટલે એવું બને કે તમોએ આગળના પ્રકરણ ન વાંચ્યા હોય તો બહુ મજા ન આવે. ગયા પ્રકરણમાં આપણે થોડી ગ્રામ્ય વિસ્તારની રહેણી કહેણી અને રીત રસમો જોઈ. આપ સહુ જાણો જ છો આ લઘુ નવલ ત્રિકોણીય પરિણય પર આધારિત છે. આપણને ક્યારેક એવું પણ લાગે કે તારકે જૂઠું બોલવું ન જોઈએ. પણ આપણે સહુ ઈશ્વરની કઠપૂતળીઓ માત્ર છીએ. જો તમોએ " એક અજાણી મિત્રતા, એક અજાણી મિત્રતા ભાગ -2 થી ભાગ -9 ન વાંચી હોય તો વાંચી જવા નમ્ર વિનંતી, આપના અભિપ્રાય વાર્તાને વળાંક આપવા સહાયક બનશે. )

રાતે લગભગ બે વાગ્યે તારકની આંખ ખુલી ત્યારે પોતાના રૂમમાં અજાણી સ્ત્રી જોઈને અચંભિત થઇ ગયો, તેને લાગ્યું કે તે કોઈ સ્વપ્ન જોઈ રહ્યો છે તેણે પોતાની હથેળીઓ આંખો પર ફેરવીને જોયું તો પણ અજાણી સ્ત્રી જ દેખાણી. તેનાથી ચીસ પડાઈ ગઈ રાધિકા...

રાધિકા તારકના મુખ તરફ હતી તે તારકની સામે આવી અને બોલી, બોલો?

આ બેન કોણ છે? અને આપણા રૂમમાં શું કરે છે? તારક બોલ્યો.

રાધિકાએ માંડીને બધી વાત કરી, તમને લો પ્રેસર થઇ ગયું હતું, એ તો સારું થયું કે બાજુના રૂમમાં ડોક્ટર દંપતી રહેતું હતું, નહિ તો અજાણી જગ્યામાં હું શું કરત?

તારકને હવે ગઈ રાતની વાત યાદ આવી, તે બે સ્ત્રીઓને છેતરી રહ્યો હતો તેના વિચારના વંટોળમાં તેને લો બી. પી. થઇ ગયું હશે. તેણે ડોક્ટરની પત્નીને હાથ જોડી નમસ્કાર કર્યા, અને જણાવ્યું કે હવે મને સારું છે. ડોકટર સાહેબને મારા વતી આભાર કહેજો.

ડોકટરની પત્નીએ રાધિકા તરફ જોયું, રાધિકાએ પણ જવાની રજા આપી. ડોકટરની પત્ની બહાર ગઈ એટલે રાધિકાએ રૂમનો દરવાજો બંધ કરી દીધો. તે તારકને વીંટળાઈને હીબકે અને હીબકે રડી પડી, તમને કશું થયું હોત તો હું શું કરત? તારકે તેને સાંત્વના આપી. ગળે લગાડી અને રડતા રડતા જ રાધિકાને ઊંઘ આવી ગઈ.

સવારે આઠ વાગે તારકની રૂમનો ડોર બેલ વાગ્યો, તારકે ખોલીને જોયું તો ડોક્ટર દંપતી આવ્યું હતું, તારકે તેમને રૂમમાં બેસાડ્યા, ડોક્ટરે તારકની નાડ તપાસી, બલ્ડ પ્રેસર ચેક કર્યું પછી કહ્યું કે ચિંતાની જરૂર નથી, પણ હવે તમારી પાસે ચોકલેટ કે કોઈ ગળી ચીજ સાથે જ રાખજો, જો ચક્કર આવે તો એકાદ બે ચોકલેટ ખાઈ લેવાની, તે ન હોય તો ખાંડ પણ ચાલે.

તારકે ડોક્ટરને ચા માટે આગ્રહ કર્યો પણ તેમને મોડું થતું હતું, તારકે પોતાની કંપનીનું વિઝિટિંગ કાર્ડ આપ્યું અને બોલ્યો ક્યારેક વડોદરા આવો તો જરૂર મળજો. ડોક્ટરની પત્ની બોલી જરૂર આવીશું , હવે તો તમારી પત્ની મારી સખી બની ગઈ છે. તારક રાધિકાને ઊંઘમાંથી ઉઠાડવા જતો હતો પણ ડોક્ટર અને તેની પત્નીએ મના કરી.

રાધિકા હજુ પણ ઘસઘસાટ ઊંઘતી હતી, તારકને ક્યારની ચાની તલપ લાગી હતી. તેણે ઇન્ટરકોમમાં ફોન કરી એક ચા અને બટર ટોસ્ટ નાસ્તા માટે મગાવ્યા. જે થોડીવારમાં રૂમ બોય આવીને આપી ગયો.

લગભગ સવારના દશ વાગ્યે રાધિકાએ આંખો ખોલી અને તારકને પૂછ્યું કેટલા વાગ્યા?

દશ વાગ્યા, તારક બોલ્યો.

તમે કેમ મને જગાડી નહિ? કહી રાધિકા બાથરૂમમાં ગઈ.

તું સૂતી હતી ત્યારે વધારે સુંદર લાગતી હતી એટલે તને જગાડી નહિ, હસતા હસતા તારક બોલ્યો.

રાધિકા બાથરૂમમાં સ્નાન કરી રહી હતી ત્યારે તારક વિચારી રહ્યો રાધિકાને પોતાના ઘેર કેમ લઇ જવી?

જો રાધિકા અને કસક બંને સત્ય જાણે તો તેના માટે કયામતનો દિવસ બની જાય.

વિચાર કરતા કરતા તેને યાદ આવતું કે તેની કંપનીમાં હમણાં જ રીક્રુટ થયેલ ગૌતમ હજુ અપરણિત છે.

તેણે ઓફિસમાં ફોન કરી, ગૌતમનો મોબાઈલ નંબર માંગ્યો અને ગૌતમ સાથે વાત કરી, એક કે બે દિવસ તેને ત્યાં રહેવું પડે તેવી પરિસ્થિતિ સર્જાઈ છે તેમ જણાવ્યું. અને મેસેજ કરીને બધું જણાવી દીધું.

જયારે તારક અને રાધિકા વડોદરા જવાની તૈયારી કરતા હતા ત્યાં સુધીમાં બપોરના બાર વાગી ગયા હતા. રાધિકાને કાકડીને ભૂખ લાગી હતી એટલે તારક અને રાધિકા હોટેલના રેસ્ટોરન્ટમાં બપોરનું ભોજન લઈને જ નીકળ્યા.

બપોરનું ભોજન લઈને તારકે ગાડી સ્ટાર્ટ કરી, રાધિકાએ ગાડી ચલાવવાની ઈચ્છા વ્યક્ત કરી, એટલે તારકે રાધિકા માટે ચાલક સીટ ખાલી કરી અને બાજુની સીટ પર પોતાનું સ્થાન ગ્રહણ કર્યું.

રાધિકાનો ગાડી ચલાવવા ઉપર સારો કાબુ હતો, કદાચ તે તારક કરતા પણ સારી રીતે ગાડી ચલાવી શકતી હતી.

બે કલાક ગાડી હંકારીને તારક અને રાધિકા ચા પીવા માટે એક હોટેલ પર રોકાયા. ત્યાં FM રેડીઓ પર એક જૂનું હિન્દી ફિલ્મી ગીત મુકેશ અને લતાના અવાજમાં વાગી રહ્યું હતું." એક પ્યાર કા નગમા હૈ, ....મોજો કી રવાઈયા..હૈ...જિંદગી ઔર કુછ ભી નહિ, ..તેરી મેરી કહાની હૈ.."

તારક વિચારી રહ્યો મારુ જીવન કોની કહાની છે? રાધિકાની કે કસકની?

કે પછી તેનું જીવન કોઈની કહાની બનવાની જગ્યાએ અચાનક જ મઝધારમાં ફસાઈ ગયું છે?

તારક અને રાધિકા ગૌતમને ઘેર પહોંચ્યા ત્યારે સૂર્ય વિદાઈ લેવાઈ તૈયારીમાં હતો, પશ્ચિમ દિશાની ક્ષિતિજે આકાશ તામ્ર વરણું બની ગયું હતું. એકાદ બે તારલા તેમાં રૂપેરી ભાત પાડી રહ્યા હતા.

ગૌતમના ઘેર ગૌતમે બંનેને હૃદય પૂર્વક આવકાર્યા, તારકે વળી પાછું સફેદ જૂઠ ચલાવ્યું, હમણાં હું અને ગૌતમ સાથે રહીએ છીએ. એક દિવસ ગૌતમ રસોઈ બનાવે બીજે દિવસે હું. હકીકતમાં તારકને ચા બનાવતા પણ નહોતી આવડતી, આવી સુંદર સ્ત્રીને તારક કેમ જૂઠું કહી રહ્યો છે તે ગૌતમની સમજમાં આવતું નહોતું.

રાધિકા ફ્રેશ થઇ સીધી રસોડામાં ચા બનાવવા જતી રહી, પણ ઘરમાં દૂધ નહોતું એટલે ગૌતમને દૂધ લેવા મોકલ્યો. તકનો લાભ લઇ રાધિકા બોલી આમ એકલા રાંધો છો તો મારી સાથે લગ્ન કેમ નથી કરી લેતા?

હજુ મારા મોટાભાઈનું લગ્ન બાકી છે એટલે મારાથી તેના પહેલા લગ્ન કેમ કરાય? તારકે એક નવું જૂઠ ચલાવ્યું.

ગૌતમ દૂધ લઈને આવી ગયો.

બધાએ ચા પીધી, ચા સરસ બની હતી, ગૌતમ બોલ્યો ભાભી ચા મસ્ત બની છે. મને શીખવાડો કેવી રીતે આવી સરસ ચા બનાવી.

હું તમારા ભાઈને શીખવી દઈશ એટલે તે તમને શીખવી દેશે. આંખો નચાવતા રાધિકા બોલી.

રાતનું જમવાનું બનાવવામાં ગૌતમ રાધિકાને મદદ કરવા લાગ્યો.

રાધિકા બોલી આ તમારા ભાઈબંધે લગ્ન માટે કેમ ઉતાવળ નથી કરતા, ક્યાંક બીજી છોકરી તેમને પસંદ હોય તેવું તો નથી ને?

અરે ભાભી તારકના તો લગ્ન થઇ ગયા છે તેવું ગૌતમના હોઠ સુધી આવી ગયું પણ તેણે માંડ મન પર સંયમ રાખ્યો.

તેના ભાઈના લગ્ન હજુ નથી ગોઠવાયા એટલે તે પણ લગ્ન કેવી રીતે કરે? ગૌતમ બોલ્યો.

હ..મ...મ.. કહીને રાધિકાએ ઊંડો નિસાસો નાખ્યો, જેવા મારા નસીબ.

ભાભી તમે ચિંતા ન કરો, ઉપરવાળો સહુ સારા વાના કરશે.

હા, ભાઈ હવે તો એનો જ આધાર વિષાદ ભર્યા ચહેરે રાધિકા બોલી.

રાધિકાએ રસોઈ સરસ બનાવી હતી, કસક પણ આવી જ રસોઈ બનાવે છે, તારકે મનમાં વિચાર્યું.

કે પછી ગમતી વ્યક્તિઓનું આપણને બધું જ ગમે?

એવું પણ હોઈ શકે. વિચારતા વિચારતા તારક જમવા લાગ્યો.

તારક તમે હજુ એક રોટલી પણ પુરી કરી નથી, ક્યાં વિચારમાં ખોવાયેલ છો? રાધિકાએ કહ્યું.

તારક તંદ્રામાંથી બહાર નીકળ્યો, હું વિચારી રહ્યો હતો કે આપણું લગ્ન ક્યારે થશે?

એવી ચિંતા કર્યા વિના શાંતિથી જામી લો, ભૂલી ગયા ચોટીલામાં તમારી તબિયત કહેવી બગડી હતી?

શરીર છે, ચાલ્યા કરે. તારક બોલ્યો.

હે શું થયું હતું સર? ગોપાલે ચિંતિત સ્વરે પૂછ્યું.

કંઈ નહિ, જરા લો બી પી થઇ ગયું હતું, તારકે કહ્યું.

જમ્યા પછી રાધિકાએ તારકને અંદર બોલાવ્યો.

બોલ, તારક બોલ્યો.

જુઓ મારી ઈચ્છા પણ તમને વળગીને સુવાની છે, પણ અહીં ગૌતમભાઈ સાથે હોવાથી આપણે અલગ રૂમમાં સુઈએ તે ઠીક ન લાગે.

એટલે હું મારી પથારી અંદરના રૂમમાં કરીશ અને તમારી અને ગૌતમભાઈની પથારી બહારના રૂમમાં કરીશ.

હોં ને, માઠું ન લગાડતા, આજુ બાજુ જોઈ ગૌતમભાઈ ન દેખાયા એટલે રાધિકાએ તારકના ગાલ પર હળવી ચૂમી કરી.

કંઈ વાંધો નહિ, માય લવ કહીને તારકે રાધિકાને બાથમાં લીધી.

રાધિકા શરમાઈને બોલી છોડો ક્યાંક ગૌતમભાઈ જોઈ જશે તો હું શરમાઈને મરી જઈશ.

અને ન છોડું તો, તારકે આજુ બાજુ જોઈ આલિંગન વધુ ગાઢ બનાવ્યું.

મારી ઈચ્છા તો આમ જ જિંદગીભર તમારી બાંહોમાં ઝૂલતા રહેવાની છે, પણ તમે જ જલ્દી નથી કરતા.

વાક્યનો અર્થ સમજાતા તારકની આલિંગન ગાંઠ સહેજ ઢીલી પડી ગઈ.

ડાર્લિંગ અમુક પ્રશ્ન એવા હોય છે જે સુલઝાવવા માટે આપણે કેટલીય કોશિશ કરીએ તો પણ કામયાબ ન થવાય..

તારક સાચું કહું તો તમને કોઈ મારી પાસેથી કોઈ છીનવી લે તેવો સતત મને ડર લાગે છે.

તમે એટલા બધા હેન્ડસમ છો કે આપણા લગ્ન થઇ જાય પછી પણ અમુક છોકરીઓ તો તમારી પાછળ પડવાની જ.

અને જ્યાં સુધી મેં દુનિયા જોઈ છે ત્યાં સુધી મોટાભાગના પુરુષો ચંચળ મન ધરાવતા હોય છે. મોટેભાગે આ વાત કોઈ કબુલતું નથી હતું. જયારે સ્ત્રીને પોતાના મનનો માણીગર મળી જાય પછી સ્ત્રીઓ ભાગ્યે જ બીજે નજર દોડાવે. હા, આમાં પણ અમુક સ્ત્રીઓ અપવાદ હોઈ શકે. રાધિકાએ કહ્યું.

લોકોની વાત છોડ, આપણા બેની વાત કર, તારક ધીરે ધીરે રોમેન્ટિક મૂડમાં આવવા લાગ્યો.

મારા માટે તો તમે જ સર્વસ્વ છો, બાકી તમારા મનનો તાગ હું કેવી રીતે લઇ શકું?

સાચી વાત, કોઈના મનનો ક્યારેય તાગ લઇ શકાતો નથી, ઘણીવાર એવું બનતું હોય છે કે જેને આપણે પોતાના ગણીએ તેઓ જિંદગી ભર હેરાન કરે, અને ક્યારેક સાવ અજાણ્યા પવનની લહેરખીની જેમ આવી દિલમાં ઠંડક આપી જતા હોય છે.

એટલાંમાં ગૌતમનો અવાજ આવ્યો, સર સુઈ જવું નથી?

મારે તો કાલે એક પાર્ટીને પ્રેજેન્ટેશન આપવાનું છે તો સવારે વહેલા ઉઠીને તૈયારી કરવી પડશે.

ગૌતમ તું સુઈ જા, હું અને તારી ભાભી થોડી વાતો કરીએ. તારકે જવાબ આપ્યો.

વાતો કરતા કરતા અચાનક જ તારક બોલ્યો, રાધિકા ચાલને આપણે ધાબા પર જઈએ?

અત્યારે? જરા સમય તો જુવો રાતના બાર વાગવાની તૈયારી છે.

એટલે રાતે ધાબા પર ન જવાય? તારકે પ્રતિ પ્રશ્ન કર્યો.

એવું નહિ, પણ અડધી રાતે ધાબા પર જઈએ તો લોકો શું વિચારે?

જો રાધિકા, લોકો શું વિચારે તે બાબત હું ક્યારેય વિચારતો નથી, મારુ તો એવું મનમાં આવે તે કરવાનું.

પણ તેનાથી બીજાને નુકશાન કે દુઃખ થવું ન જોઈએ, તારકે વાક્ય પૂરું કર્યું.

તારક તો ઉભો થઈને ધાબા ઉપર જવા લાગ્યો, ના છૂટકે રાધિકાએ પણ તેની પાછળ જવું પડ્યું.

ધાબા ઉપર હવા વેગથી ફૂંકાતી હતી, જેને લીધે રાધિકાએ પહેરેલ સાડી લહેરાતી હતી.

આખું આકાશ વાદળા વિનાનું હતું, જાણે આસમાને તારાની રૂપેરી ચૂંદડી ઓઢી હોય તેવું ભાસતું હતું.

નીચે કુતરાઓ ભસતા હતા, તેનો અવાજ અને થોડે દૂર હાઇવે પર કોઈ વાહન ગુજરે તેનો અવાજ આવતો હતો, તે સિવાય વાતાવરણ શાંત હતું.

રાધિકા પાછી નીચે ઉતરી એટલે તારકે તેને ખભેથી પકડી પૂછ્યું કેમ નીચે જાય છે?

એક સાદડી અને બે ઓશિકા લેવા જાઉં છું, મને આ વાતાવરણ બહુ ગમી ગયું છે એટલે અહીં જ સુઈ જઈશું.

તો સાથે એક કંબલ પણ લેતી આવજે કારણ કે ભાંગતી રાતે ઠંડી લાગશે. તારકે કહ્યું.

રાધિકા સાવરણી અને પાણીની બોટલ બોટલ લઈને ઉપર આવી, તારક ખુશ થયો રાધિકા તને કેવી રીતે ખબર પડી કે મને તરસ લાગી છે?

રાધિકા સ્વગત બોલી ( ઓ બબુચક આ પાણી તો આખી રાત માટે લાવી છું.) પણ બહારથી મલકાઈને બોલી હું તમને નહિ સમજુ તો કોણ સમજશે?

રાધિકાએ જ્યાં પથારી કરવાની હતી એટલી જગ્યા વાળીને સાફ કરી અને પાછી નીચે ગઈ. નીચેથી એક સાદડી, બે ઓશિકા અને બે કંબલ લઈને આવી, એટલે તારકે પૂછ્યું આ બે કંબલ કેમ લાવી?

આપણને તો એક જ જોઈશે, તારકે કહ્યું.રાધિકા તારક ભણી એવી રીતે જોઈ રહી જાણે કોઈ બબુચક સામે જોઈ રહી હોય.

તારક અને રાધિકા થોડીવાર વાતો કરતા રહ્યા, તારક રાધિકાના વાળની લટો સાથે મસ્તી કરતો રહ્યો. થોડી વાર પછી તારકે રાધિકાના ખોળામાં માથું નાખી લંબાવી દીધું, રાધિકા તારકના ઝુલ્ફામાં પોતાની હથેળી ફેરવતી રહી.

અચાનક તારકે પોતાનું મુખ ઊંચું કરી રાધિકાના લિપસ્ટિકથી રંગીન હોઠ પર પોતાના હોઠ ચાંપી દીધા. આ દીર્ઘ ચુંબન ખાસું લાબું ચાલ્યું. પછી રાધિકા પણ પાથરેલ પથારીમાં સુઈ ગઈ.

તારક અને રાધિકા આલિંગન બદ્ધ થઇ ગયા, મંદ મંદ વાતો પવન બંનેની પ્રણય ચેષ્ટાઓ જોઈ શરમાતો હતો.

ઉપર આકાશમાં ચાંદ પણ તેમની પ્રણય લીલા જોઈ શરમાઈને વાદળાંઓમાં છુપાઈ ગયો. માત્ર તારાઓ કુતુહલથી આગળ શું થાય જે વિસ્મયતાથી જોઈ રહ્યા હતા.

તારકે વસ્ત્રોના આવરણ સહીત રાધિકાના અંગે અંગને ચૂમ્યું, રાધિકાની છાતી ધમણની જેમ હાંફતી હતી, તેણે પોતાની આંખો બંધ કરી રાખી હતી, આ સ્પર્શ સુખ રાધિકાના રોમે રોમમાં આલ્હાદક આનંદ અર્પતું હતું.

તારકે આલિંગન વધુ મજબૂત કર્યું, તે રાધિકાના કાનમાં ગણગણ્યો રાધિકા આઈ લવ યુ.

રાધિકાએ પ્રતિધ્વનિના આઈ લવ યુ...ટુ...કહ્યું તેને હવાની એક લહેર આકાશમાં લઇ ગઈ.

અચાનક રાધિકાના પગે કોઈ જંતુનો સ્પર્શ થયો, તેનાથી ચીસ પડાઈ ગઈ...તારક.

તારક ગભરાઈ ગયો, તે બોલ્યો શું થયું?

મારા પગ પાસે કંઈક છે?...જરા મોબાઈલની બેટરી કરો તો..રાધિકા હજુ પણ ગભરાયેલ હતી.

તારકે ફટાફટ બેટરી કરી, જોયું તો એક મોટો વંદો રાધાના પગની બાજુમાંથી પસાર થઇ જઈ રહ્યો હતો.

તારક અને રાધિકાનો બંને તો રોમેન્ટિક મૂડ ગાયબ થઇ ગયો, રાધિકા તો હજુ ધ્રુજી રહી હતી.

તારક હસવા લાગ્યો, રાધિકા આટલા અમથા વંદાની તને બીક લાગી?

તારક હસવાની વાત નથી, આ વંદાઓ જોઈ મને ચીતરી ચઢે છે, રાધિકાએ કહ્યું.

ઓકે, નહિ હસું બસ હવે નોર્મલ થઇ જા. તારક બોલ્યો.

તારક, હવે મને અહીં ઊંઘ નહિ આવે, ચાલો આપણે નીચે જઈને સુઈ જઈએ.

તારક માટે તો હા પાડવા સિવાય કોઈ વિકલ્પ બચ્યો જ નહતો. તેણે સારું કહ્યું અને પથારી લઈને બંને નીચે ઉતર્યા.

નીચે જઈને તો બંને માટે અલગ અલગ પથારી કરી જ રાખી હતી.

તારક રાધિકા પાસે હવે સુઈ શકે તેમ નહોતો, રાધિકા તો પથારીમાં પડી તેવી જ ઊંઘી ગઈ.

તારક પડખા ઘસતો રહ્યો, પણ ઊંઘ આવી જ નહિ, એક વાર રાધિકા જ્યાં સૂતી હતી ત્યાં પણ જઈ આવ્યો.

રાધિકા તો આરામથી સૂતી હતી, તેને વંદા ઉપર બહુ ગુસ્સો આવ્યો. તેણે વિચાર્યું કે ભગવાને વંદા બનાવવાની જરૂર જ નહોતી. વિચારતા વિચારતા તારકની આંખો મીંચાઈ ગઈ.

( વધુ વાંચવા માટે આગળનો ભાગ જરૂરથી વાંચજો.)