Samay ek samrangan in Gujarati Moral Stories by Dr. Siddhi Dave MBBS books and stories PDF | સમય એક સમરાંગણ

Featured Books
Categories
Share

સમય એક સમરાંગણ

સમય, સમય એ સમર્થ છે, સાથે સમય સમર્પણ પણ છે. સમય સમાધાન કરાવી શકે છે, તો સમય એ સમાપન પણ કરી શકે છે. સમય એ એવો સગીર છે જેની સતત સંભાળ લેવી પડે. સમય સત્યાચરણ કરાવે છે, તો સમય એ સત્યાનાશ પણ કરાવી શકે છે. સમય એ સત્તા સાથે સન્માન આપે છે. સમય એ સતત છે, સનાતન છે, સપ્રયોજન છે જે પાછળથી સમજાય છે. સમય ક્યારેક સખત છે, તો ક્યારેક સગવડ છે. સમય એ સજીવ સચીકણ લાગે છે જે આંખના પલકારામાં સમાય છે, તો ક્યારેક સમય એ સજડ છે જે એક કલ્પમાં પણ ન સમાય. સમય એ યુવાનીની સજાવટ, સગપણ છે તો સમય જ જરાવસ્થાનો સખા છે. સમય ક્યારેક સાંકળ લાગે છે કે જેમાંથી છૂટવું અશક્ય છે. સમય એ શિક્ષક છે જે સાથે રહીને શીખડાવે છે કે બંધ ઘડિયાળ પણ દિવસમાં બે વાર સાચો સમય બતાવે છે. સમય એ ખૂબ બળવાન છે, જ્યારે પુર આવે છે ત્યારે માછલી એ જમીનમાં રહેલી કીડીઓ ખાઈ છે અને પુરના પાણી ઓસરી જતાં કીડીઓ માછલીને ખાય છે. સમય એ ખરેખર સ્વમાં સર્વસ્વ છે.

દયારામ એક અંગ્રેજોનાં જમાનાના પોતાના વિસ્તારના એક ખ્યાતનામ ડોક્ટર છે. ખૂબ જ સારી પ્રેક્ટિસ ચાલતી હોવા છતાં એ એવખતે ન શોધાયેલી ટેક્નોલોજીના કારણે પોતાની પાંચ દીકરાઓની પત્નીને બચાવી શકતા નથી. એ જમાના પ્રમાણે તેમના ફરીથી લગ્ન એમની બ્રાહ્મણ કુટુંબ પ્રણાલી મુજબ કરવામાં આવે છે. નવી આવેલી પત્ની એ ખૂબ જ સારી નીકળે છે, જે ઘરની તમામ જવાબદારીઓ પોતાના પર લઈ લે છે. માત્ર કમાવવાની જવાબદારી એ દયારામ પર રહે છે. ઘરમાં જ દવાખાનું ખોલેલું હોય છે, પણ સાથે દયારામ એણે દવાની દુકાન ખોલેલી હોય છે. સમય જતા તે પાકો વેપારી બની જાય છે. પોતાની માલિકીની વીસ-વીસ દુકાનો ખરીદી લે છે. દવામાંથી વધુ પૈસા આવવા લાગે છે. સાથે 18 રૂમના બંગલામાં નવી પત્નીથી 2 દીકરાઓ અને એક મોટી દીકરી સાથે 5 દીકરાઓ પણ મોટા થવા લાગે છે. એમનો ઉછેર એકદમ ચાંદીની ચમચીથી જન્મ્યાં હોય એવો થતો હોય છે. એ વિસ્તારની મોટી મોટી દવા કમ્પનીઓની એજન્સી તેમની પાસે હતી. જગ્યા ઓછી પડતા એ જમાના પ્રમાણે બહુ જ ઓછા ભાડુ સાથે દુકાનો મળી જાય છે. એક સફળ અને સક્ષમ જીવન જીવતા હોય છે. દરરોજ મોટા માણસો સાથે ઉઠક બેઠક, એમના નામની ચિઠ્ઠીઓ કોઈપણ જગ્યાએ ચાલી જાય, આખું ભારત ભ્રમણ. કોઈપણ માણસની સ્વપ્નજીવન એ જીવી રહ્યા હોઈ છે. એમનો સુવર્ણયુગ ચાલી રહ્યો હોય છે.

એમના જૂની પત્નીના દીકરાઓ બહુજ મોટા થઈ ગયા હોઈ છે. દરેક સારું શિક્ષણ મેળવી ગુજરાતના અલગ અલગ શહેરોમાં પોતાની કારકિર્દી અને ગ્રહસ્તી ચલાવી રહ્યા હોય છે. નવી પત્નીના દીકરાઓમાં મોટો દીકરો રાજેશ એ આયુર્વેદિક ડોક્ટર બને છે. નાનો દીકરો સુરેશ સરકારી નોકરી મેળવે છે. દીકરી જયા એ શિક્ષિકા બની ગયી હોઈ છે. રાજેશ સાથે દુકાનમાં પણ ધ્યાન દેતો હોય છે. પણ કહેવાય છે ને કે કલિયુગમાં પૈસા આવતા બુદ્ધિ ભ્રષ્ટ થતા વાર નથી લાગતી.

“સીતા સમાણી નહીં કોઈ શાણી,

પ્રલય સમયે મતિ ભ્રષ્ટ કીધી,

વિનાશકાળે વિપરીત બુદ્ધી. ”

રાજેશ એ દવાના બિઝનેસમાં જુવે છે કે કફસીરપના વેચાણમાં લગભગ બમણો નફો મળે છે. પૈસા હોવા છતાં પૈસાની લાયમાં રાજેશ બહુ જ મોટો જથ્થો કફસીરપનો મન્ગાવે છે. પરંતુ જથ્થાની એક્સપાયરી ડેટ નજીક હોવા છતાં કઈ ખાસ વેચાણ થતું નથી. છેવટે રાજેશ 4 રૂપિયાની દવા એ 3 રૂપિયામાં વેચે છે. જેનાથી બધીજ માલિકીની દુકાનો વેચવી પડે છે. પોતાના 18 ઓરડાના ઘરમાંથી એ જમાનાના પિત્તળ અને તામ્બાના વાસણો વેચી દેવા પડે છે. આખી ઘટનાને અંતે બંગલો અને એક ભાડાની દુકાન વધે છે. રાજેશ એ ઘર છોડીને મુંબઈ ચાલ્યો જાય છે. પાછળ સુરેશના નાના ખમ્ભા પાર બધી જવાબદારીઓ આવી જાય છે. એ દિવસો તો સુરેશ માટે બહુ જ કપરા વીતે છે. પોતાની સરકારી નોકરી છોડીને પોતાના ભાંગી પડેલા પિતાજી માટે એ દુકાન પર બેસી જાય છે. નવાસવા લગ્ન થયેલા સુરેશનું મગજ આ સ્થિતિને સહન ન કરી શકતા અમુક સમય માટે અસ્થિર બની જાય છે. બે વાર તો દુકાનના ગલ્લાની ચાવી રોડ પર ફેંકી દે છે પરંતુ એ કપરા અને લાંબા દિવસોમાં એની પત્ની વર્ષા ખૂબ જ હિંમત રાખે છે. સમય એક નિરામય છે. તેની પાસે હિલિંગ ઈફેક્ટ છે. સુરેશ એ હવે સ્વીકારી લીધું છે. જાણે કહેતો ન હોય કે,

“જ્યારથી પરીક્ષાની જિંદગી પુરી થઇ છે, ત્યારથી જિંદગીની પરીક્ષાઓ શરૂ થઈ છે.

થાકીને બેઠો છું, હારીને નહીં, બાજી ગઈ છે, જિંદગી નહીં.

એક તારીખ બદલાશે ખાલી આજે, જિન્દગીતો તારી તારી જાતે બદલવી પડશે. ”

એ નબળા વિચારોને છોડીને કામે લાગી જાય છે, કારણકે એને ખબર છે કે જ્યારે વીતેલા સમય પાર અફસોસ કરી રહ્યા હોઈએ, ત્યારે ખરેખર સમય વીતી રહ્યો હોઈ છે. સુરેશ ખૂબ જ મહેનત કરે છે. સાથે પોતાના પરિવાર આગળ વધારે છે. માતાપિતાનું ટાણું પતાવે છે. બહેનના લગ્ન, એમના બાળકોના લગ્ન સાથે રાજેશભાઇ બાળકો અને પોતાના બાળકોના પ્રસંગ પુરા કરે છે. માત્ર એક આશા સાથે કે આ કપરો સમય પણ ચાલ્યો જશે. એ અહીં ચાર્લ્સ ડાર્વિનનો સર્વાઇવલ ઓફ ધ ફિટેસ્ટ અનુસરે છે. જેનામાં ક્ષમતા છે એજ જીવી શકે છે. એ આ અજબ દુનિયામાં સુરેશ પોતાને જીવવા માટે સક્ષમ બનાવી લે છે. આજે સુરેશે ભાડાની દુકાન ખરીદી લીધી છે. ખૂબ સારો ધન્ધો ચાલી રહ્યો છે. રમેશ એ મુંબઈમાં પોતાની પ્રેક્ટિસ ચાલુ રાખી છે. બબસ એક રંજ છે કે અઢાર ઓરડામાંથી અઢી ઓરડાના ઘરમાં સુરેશ એના પત્ની અને એક દીકરાવહુ જોડે રહે છે. હજી મપણ ક્યારેક નોકરી કરતા લોકોને સાતમા પગાર પંચની વાતો કરતા સાંભળે ત્યારે એની જુવાની યાદ કરે છે, “મારો સમય હતો ત્યારે મારી પાસે સમય નહોતો. આજે મારી પાસે સમય છે પણ અત્યારે મારો સમય નથી”

રેતીને ક્યાં ખબર છે કે તે સરી જતા સમયની બ્રાન્ડએમ્બેસેટર છે. પહેલી નજરે આ સત્યઘટના એ એન્ડિંગમાં કૈક અલગ લાગે છે, પરંતુ વિચારો એ સમયે જો સુરેશે ધાર્યું હોત તો એ પોતાની નોકરી કરી રહ્યો હોત. પરંતુ એણે પોતાના પિતાની આબરૂ માટે નોકરી છોડી દીધી. જો કરવું હોત તો એ જિંદગી ટૂંકાવી પણ શકત, પરંતુ એને સમયના આ સમરાંગણમાં જીતવું હતું.

“ગતે શોકો ન કર્તવ્યો, ભવિષ્ય નૈવ ચિન્તયેત,

વર્તમાણેમ કાલેન વર્તયંતી વિચક્ષણ. ”

***

સમય કેવો આવી ગયો છે? મરીયમની યાદમાં મરતો અલીડોસો જો અત્યારના સમયમાં હોત તો વિડીઓકોલિંગ જરૂર કારી લેત. આ તો સમય સમયનું કામ કરે છે. સમયનો પણ એવો સમય આવી ગયો છે જ્યારે લોકો બે મિનિટનું મૌન પણ લોકો ત્રીસ સેકન્ડમાં પાળી લે છે. અલબત્ત, સમય એ જીવનમાં લાગણીઓ અને મનોસ્થિતિ ઘ્વારા નક્કી થાય, ઘડિયાળના કાંટા ઘ્વારા નહીં એ વાત સાચી ખરા! પરંતુ આ એક સરખો સમય બતાવતી ઘડિયાળ એ 4 લાખની છે કે 40 રૂપિયાની એ જેના કાંડામાં હોય એનો સમય બતાવે છે. સમય એ કોઈ દુકાનમાં મળતો નથી, એટલે જ તો કોઈને અપાતી અમૂલ્ય ભેટ એ પોતાનો સમય છે. સમય પર કોઈની માલિકી નથી, ખાલી આપડે વાપરી શકીએ. પૈસાની જેમ સાચવીને રાખી શકાય નહીં પણ ખર્ચી શકાય ખરા!સમય હમેશા આપડા માટે કંઈકને કૈક સારું જ લાવતો હોય છે... જે ખરેખર બહુ પાછળથી સમજાય છે.

“Time is always GOOD..... trust me. ”