Voiceless Vedshakha - 3 in Gujarati Moral Stories by Poojan Khakhar books and stories PDF | વોઈસલેસ વેદશાખા - ૩

Featured Books
Categories
Share

વોઈસલેસ વેદશાખા - ૩

વોઈસલેસ વેદશાખા ૩

__________________________________________

પૂજન ખખ્ખર


3. એન્ટી રેગિંગ એક્ટ

(રાત્રે ૯:૩૦ કલાકે)

"બે યાર.. જો આ સેલ્ફિ કેવો આવ્યો??"

"જોરદાર..પ્રિયંકા.. આપણે તો જો આમાં રૂડારૂપાળા લાગી.."

"ઈટ્સ નોટ રૂડારૂપાળા..ઈટ્સ આર બ્યુટી.."

"આઈ હાય.. મારી અંગ્રેજી મેમ સાહેબ.."

વિશાખા અને પ્રિયંકા બેય મજાક મસ્તીના મૂડમાં હતા. હવે તેઓ હોસ્ટેલને, ત્યાંની રહેણીકરણીને અને ત્યાંના વાતાવરણ સાથે ટેવાય ગયા હતા. કોઈપણ જગ્યાને તમે સમય આપો તો તેને તમે તમારી કરી શકો છો. આપોઆપ તમને તે જગ્યા પ્રત્યે લાગણી ઉદ્દભવે છે. વળી, વિશાખા ને પ્રિયંકાની મૈત્રી પણ ધીમે-ધીમે ગાઢ બનવા લાગી હતી. બંને સમજી ગયા હતા કે એકલે હાથે લડવું કૉલેજમાં અઘરું હતું. એમાં પણ નવું શહેર,નવા લોકો ને નવા મગજ. અજબગજબ લોકો સાથે પનારા પાડવાના હતા. તેથી તેઓ સમજતા હતા કે આવા કપરા સમયે જો કોઈક આપણું હોય તો કામ સરળ બની જાય.થોડી વાતચીત કરીને બંને પોતાના મોબાઈલમાં મશગૂલ થઈ ગયા. ત્યાં અચાનક જ રૂમનો દરવાજો ખખડ્યો. વિશાખા મોબાઈલમાં મેસેજ લખતી લખતી ઊભી થઈ. રૂમનો દરવાજો ખોલ્યો અને જોયું તો સિનિયરોનું એક ટોળું અને તેના મિત્રો હતા. અચાનક રાત્રે બધાને એકસાથે જોઈને વિશાખાને આશ્વર્ય થયું. ‘આજે તો કોઈનો બર્થડે ભી નહોતો છતા આટલા બધા અહિં આ સમયે!’ પોતાને આવેલા આ વિચાર સાથે વિશાખાએ બધાને આવકાર્યા.

“ચલ બે.. ટગર ટગર નહિં જો.. અંદર ચાલ ને અમને બેસવા દે..”

આ વાક્યરચનાથી બધા ગભરાયા. હજુ તો બીજા રૂમની છોકરીઓ કંઈ બોલે એ પહેલા સિનિયરોએ બોલવાનું ચાલુ કર્યું.

"જુઓ આજથી તમે લોકો એક-દોઢ કલાક અમારા માટે ફાળવશો. અમે તમને એકાદ અસાઈન્મેન્ટ કે અમારા પ્રોજેક્ટ કે ક્લાસવર્ક લખવા આપીશું એ તમારે સમયાંતરે પૂરી કરી દેવાની રહેશે. તમે જેટલો અમને સહકાર આપશો એટલા અમે તમને ભવિષ્યમાં મદદરૂપ થશું. બાકી ચાલાકી,કામચોરી અને ફરિયાદો ચલાવી લેવામાં આવશે નહિં. તમને જરૂર પ્રશ્ન થશે કે આ કામ અમારા પાસેથી જ શુંકામ? તો એનો જવાબ એમ છે કે પહેલા વર્ષમાં બહુ કંઈ ખાસ હોતું નથી. રેગિંગ તો હવે કરાતું નથી. તો અમે આ રીતે જુનિયરો પાસેથી ફાયદો ઉઠાવવાનું શરૂ કર્યુ છે. અમારા સિનિયરોએ અમારી પાસેથી કામ કઢાવ્યુ હતુ તો અમે પણ એ જ કરીને પરંપરા ચાલુ રાખી છે. તમે પણ આમ જ કરશો પણ આવતા વર્ષે. એટલે હવે કંઈ પણ લપન છપન વગર તમારું કામ પડતું મેલી ને અમારું કામ શરૂ કરી દો."

આ સાંભળી બધી છોકરીઓ જાણે તેમને કિડનેપ કરી લીધા હોય એમ ડરીને મુંગી થઈ ગઈ. તેઓ સિનિયરોની આ વર્તણૂકથી જરાપણ વાકેફ નહોતા.

"પરંતુ અમે જો તમારું લખીશું ને કામ કરીશું તો અમારું કામ કોણ કરશે??" વિશાખા બોલી ઊઠી.

"અરે.. તમને કિડનેપ નથી કર્યા. ખાલી લખવાનું કહીએ છીએ.. લખવા લાગો.. અમે પણ કર્યું હતુ ને તમેય કરશો..આવતા વર્ષે અમે જવાબદારી તમને સોંપીશું.."

"ના અમે નહિં લખીએ.."

વિશાખાનો આ અવાજ સાંભળી એક સિનિયરે તેની પાસે જઈને પ્રેમથી કહ્યું.

"બેટા.. તો તમે શું કરશો??"

"અમે અમારુ જ કામ કરવાના છીએ.."

પેલી સિનિયરે ઈશારાથી બીજાને બોલાવવા કહ્યુ. બીજા ૨ ટોળાં રૂમમાં દાખલ થયા.

"બધા રૂમમાં કામ શરૂ થઈ ગયુ છે.. તમે અમને બોલાવ્યા કંઈ કામ??"

"જુઓને.. આ એમ કહે છે કે અમે અમારુ કામ જ કરવાના.."

આટલું સાંભળતા જ તે છોકરીએ વિશાખા,પ્રિયંકા સહિત બધાને હરોળમાં ભીંતભર ઊભા રહી જવા કહ્યું. એ બધાને લખવું ના હોય તો એક બીજુ કામ છે તે કરવાનું કહ્યું. બધા સહમત થયા. તેમને હોસ્ટેલમાંથી ૨૦ મિનિટમાં ૪૧ પેન શોધી લાવવા કહ્યું. બધા જંગલમાં શિયાળ શિકાર માટે દોટ મૂકે તેમ પેન શોધવા દોટ મૂકી. છોકરીઓના ચહેરા ગંભીર હતા. પોતાના ઘરે ફોન કરે તો સ્વપ્ન મૂકીને ઘરે બેસી રહેવું પડે. કૉલેજનો ટાસ્ક સમજી બધા સાથે પેન શોધવા લાગ્યા. અત્યાર સુધી છાપા કે સમાચારમાં રેગિંગ વિશે સાંભળ્યું હતુ. આજે બધા ખુદ અનુભવી રહ્યા હતા. આશરે ૩૦ મિનિટ પછી બધા આવ્યા. સમયસર ના આવવા બદલ હજુ એક કામ કરવું પડશે તેવું કહેવામાં આવ્યું.

"બધા ફોર્મલ કપડામાં આવી જાઓ.. ચલો આપણે અત્યારે ફોટોસેશન કરીએ.."

"ના.. "

નકારાત્મક જવાબ સાંભળતા જ સિનિયર વિશાખા પાસે દોડીને ગઈ અને તેના વાળ ખેંચીને કહ્યું.

"તો કપડા કાઢવા માંડ.."

આ સાંભળી નિયતિ ખૂબ જ રડવા લાગી. વિશાખા પણ મનોમન ગભરાઈ ચૂકી હતી. કંઈ જ ખબર ના પડતી હતી કે શું કરવુ? આ બધાને ભગાવવા તો પણ કેવી રીતે? આ લોકોની ફરિયાદ પણ કોને કરવી? નવા વિદ્યાર્થીઓનું કોઈ સાંભળશે? કંઈક એવું કરવું પડે કે જેથી સાંપ ભી મરી જાય અને લાઠી ભી ના તૂટે. ઈજ્જત દાવ પર હતી. ૬ માંથી માત્ર બે આગળ જ ફોર્મલ કપડા હતા. બાકી કપડાં ઉતારવા પડે એવું હતુ.

"અમે લખવા તૈયાર છીએ.." પ્રિયંકાએ કહ્યું.

"તો અકલમઠ્ઠીની શું અમારી ૪૫ મિનિટ બગાડી.. પેલા જ કહી દિધુ હોત તો.."

બધા ચૂપચાપ લખવા બેસી ગયા. કોઈને લખવાનું મન નહોતું છતા લખવા સિવાય કોઈ ઉપાય નહોતો. અંગ્રેજોની ગુલામી વેઠી રહ્યા હોય એવો માહોલ રૂમમાં હતો. કોઈએ એકબીજાનો સાથ ના છોડવાનો નિર્ણય કર્યો. રાત્રિના ૩ વાગ્યા સુધી લખ્યું. સવારે બધા કૉલેજ ભેગા થયા. બધાના ચહેરા પર ગમગીની છવાયેલી હતી. વિદ્યાર્થી અવસ્થા જ એક એવી અવસ્થા છે કે જેમાં મા-બાપ અને બાળકો વચ્ચે જનરેશન ગેપ સર્જાય છે. આ અવસ્થામાં કોઈ વિદ્યાર્થી પોતાના ઘરે સત્ય કહી નથી શકતું. કોઈને માર્ક્સનું ટેન્શન છે તો કોઈને પૈસાની તંગી. ૧૦૦માંથી ૮૦ વિદ્યાર્થીઓને લાગે છે કે તેમને પોતાના મા-બાપ નથી સમજી શકતા. યુવાનીના જોશમાં બોલી નાખવું કેટલું સરળ છે કે “હું એકલો બધુ સંભાળી લઈશ. તમે જરા પણ ચિંતા ના કરો..” તે તો કોઈ મુશ્કેલી આવે ત્યારે જ સમજાઈ. અત્યાર સુધી બધી મુશ્કેલી મા-બાપને ખભે ઢોળી હતી. એવી પણ પરિસ્થિતિ આવી હોય છે જ્યારે મા-બાપ બાળકોનું ઉપરાણું લઈ લે છે. આજે મુશ્કેલીનો સામનો એકલેહાથે કરવાનો હતો. સ્કૂલના સમયમાં બધાને ઘર એક ગુલામી લાગે છે. કૉલેજમાં આઝાદી મેળવવા માટે તેઓ બહારે ભણવાનું નક્કી કરે છે. આ સ્વતંત્રતામાં સિનિયરોની ગુલામી હેઠળ રહેવાનું ક્યાં કોઈએ સ્વપ્ને પણ વિચાર્યું હતુ!

(બીજા દિવસે સવારે ૧૧:૪૦ વાગ્યે)

વિશાખા અને પ્રિયંકા હાર માને એમ ના હતા. તેઓએ મનોમન નક્કી કર્યુ કે તેઓ તો આજે નહિં જ લખે. બીજી ચારેય છોકરીઓએ તેનો સાથ દેવાની ના પાડી. ગઈકાલે રાત્રે ઊંઘ પૂરી ના થવાથી વિશાખા અને પ્રિયંકા બંને બે લેક્ચર વહેલા ઘરે આવી ગયા. વિશાખા અને પ્રિયંકા કૉલેજથી આવતા જ નવી-નવી તક્નિકો વિચારવા લાગ્યા. જો તેઓ સિનિયરોને બીવડાવે તો બીજે દિવસે તેઓ ફરી કંઈક અલગ જ લઈને આવશે. આથી, કરવું તો કંઈક એવું પડશે કે જેથી આ પરંપરા તૂટી જાય. કોઈની પાસે ફરિયાદ કરવાથી કંઈ મતલબ ના હતો. તેઓ પોતે જ ખોટા પડી જશે અને સમસ્યા વધશે. એન્ટી રેગિંગ સમિતિને જો બોલાવે તો પણ તેઓ બચી જ જશે. બંનેને મગજમાં કંઈ જ આવતુ નહોતુ. છેવટે તેમની જાસુસી કરવાનુ નક્કી કર્યુ. આ માટે તેમના રૂમમાં જવુ પડે તેમ હતુ. વોર્ડન સાથે સંબંધો તો સારા જ હતા પરંતુ એકબીજાના રૂમમાં જવાની મનાઈ હતી. વિશાખાના મગજમાં એક તુક્કો આવ્યો. તેણે શોર્ટ્સ પેરીને વોર્ડનના રૂમમાં જવાનું નક્કી કર્યુ. વિશાખાને જોઈને જ વોર્ડન સફાળો બેઠો થઈ ગયો. વિશાખાના મીઠા અવાજ અને તેના તીખા દેખાવે વોર્ડનનું દિલ જીતી લીધું. ચાવી આપવાની વાત આવતા જ તે આનાકાની કરવા લાગ્યો. વિશાખાએ તેની બાજુમાં બેસીને તેના માથા પર હાથ ફેરવ્યો. એને તો જાણે સ્વર્ગની કોઈ અપસરા તેને પંપાળતી હોય એમ લાગતું હતુ. તેના ચહેરા પરની લાલી બતાવતી હતી કે તે કેટલો ખુશ છે. તેના બે હોઠની વચ્ચેથી જીભ વારંવાર વિશાખાને ચાખવાની ઈચ્છા ધરાવતી હતી. વિશાખાનો ફોન વાગ્યો અને માહોલ ભંગ થયો. પ્રિયંકાને બે મિનિટનું કહીને તરત જ વિશાખાએ ફોન કાપી નાખ્યો. વોર્ડનના હાથમાં તેઓના રૂમની ચાવી હતી. તે ચાવીઓ લઈને તે ઉપર દોડી ગઈ.

વિશાખાને ઉપર આવતા જોઈ પ્રિયંકા ખુશીથી જુમી ઊઠી.

"વાહ..મારી જાન.. મને વિશ્વાસ હતો કે તુ આ કામને પૂરું કરીને જ જંપીશ.." પ્રિયંકા બોલી.

"હવે આજે તો દેખાડી દઈએ સિનિયરને કે જુનિયર શું ચીજ છે!!!

બે ચાવી પછી ત્રીજી ચાવી લાગી ગઈ. રૂમની શકલ જોઈને તેઓ અચંબામાં આવી ગયા. તેમના રૂમમાં ચોપડાઓ કબાટમાં શો-પીસમાં પડ્યા હતા. હુક્કાઓ અને ઈન્જેક્શન તથા પાવડર જેવું કંઈ હાથમાં આવ્યું. નળીઓ તથા હોઠની વચ્ચે બીડી શકાય તેવા કેટલાય સાધનો હતા. દારૂની બોટલો તથા વાઈન ગ્લાસ પણ જોવા મળ્યા. હજુ જાત્તીય ઉત્તેજનાના સાધનો તથા ગઈકાલે રાત્રે તેમને આપેલી પેન પણ જોવા મળી. લગભગ બધા જ રૂમમાં આ વસ્તુ ઉપરાંત કેટલાક રૂમમાં છોકરાઓના કપડા પણ હતા. વિશાખા અને પ્રિયંકાએ તેના બધા ફોટોઝ પાડી દિધા. વિશાખાએ રૂમની ચાવી વોર્ડનને સોંપી. તેને કહ્યુ કે જો તેને આ બાબતે કોઈને કહેશે તો તે આજે થયેલી તેમની મુલાકાત વિશે તેની પત્નીને કહી દેશે. વિશાખાએ રૂમમાં જઈને રેગિંગ વિરુધ્ધ એક આર્ટિકલ લખીને તેમાં ફોટોઝ પણ મૂક્યા. ત્યારબાદ કૉલેજના ઓફિસ્યલ મેઈલ-આઈડી પર મેઈલ કર્યો. જો તેઓ કંઈ એક્શન નહિં લે તો તે સમાચાર પત્રકમાં આપશે એવી ચોખવટ કરી.

"પણ વિશાખા આનાથી એમ કેમ સાબિત થશે કે આપણું રેગિંગ થાય છે?"

"અરે! મૈં એમાં લખ્યુ છે કે જો તમે આવો તો ૧૦:૩૦ પછી આવજો.. આના સિવાય તેમની હરકતો તેમની બધી કામ કરાવવાની કુટેવો વિશે બધુ જ લખીને તે તેને કેમ અટકાવી શકશે એ પણ લખ્યું છે."

"પણ આ મેઈલ અસર કરશે?"

"હા..બી પોઝિટિવ..."

હવે તેમનાથી થવાનું હતુ તે બધુ તેમને કરી લીધું હતુ. રાત્રિ સુધી રાહ જોવા સિવાય કોઈ બીજો ઉપાય હતો નહિં. કૉલેજનો છૂટી જવાનો સમય થઈ ગયો હતો. હોસ્ટેલમાં અવાજ થવા લાગ્યો. બધા પરત પોતપોતાના રૂમમાં ફરી રહ્યા હતા. વિશાખા અને પ્રિયંકાએ મેસમાં જવાનું નક્કી કર્યું. તેઓ જમવા બેસતા હતા ત્યાં એક સિનિયરે આવીને તેને બેસતા અટકાવી. પ્રિયંકાનો મગજ ગયો અને તે પોતાની થાળી મૂકવા જતી હતી ત્યાં વિશાખાએ તેને રોકી.

"આજ રાત સુધી ખમી જા.. બાકી કાલથી આ બધુ ચાલુ.."

વિશાખાનો આ અવાજ તેને સંભળાતા તે અટકી ગઈ અને બીજે બેસી ગઈ. જમીને પરત રૂમમાં ફરતી વખતે દરવાજો ખખડ્યો. દરવાજો ખોલતા જ સિનિયરે કહ્યુ 'આજે પણ લખશો જ ને! નહિં તો તમે આપેલી પેનનો આપણે ઉપયોગ કરીશું.' આ બોલતા જ વિશાખાએ જોરથી દરવાજો બંધ કર્યો. સિનિયરો ખળખળાટ હસીને ચાલી નીકળ્યા. આજે તો હવે સભાનતાથી વર્તવાનું હતુ. એક આશા પ્રમાણે જો કોઈ ચેકિંગમાં આવે અને બધુ સિનિયરો આપણા પર ઢોળી દે તો બન્યો બનાવ્યો પ્લાન ફ્લોપ થઈ જાય. એકબાજુથી બપોર પૂરી ના થાય તો સારુ એમ વિચાર આવતા હતા તો વળી, રાત પડે ને એ લોકો પકડાય જાય એમ ખ્યાલો આવતા હતા. બપોરે એક ઊંઘ આવી જતા અને સાંજે અસાઈન્મેન્ટ પૂરુ કરતા જ રાત પડી ગઈ હતી. બે માંથી કોઈએ કંઈ જ ખાધુ ન હતુ. ફરી ગઈકાલ રાતની જેમ જ બારણું ખખડ્યું. વિશાખા સમજી ગઈ કે આ સમયે હવે કોણ હશે. તેને બારણું ખોલ્યુ અને એ જ લોકો ઊભા હતા.

"તો હવે તમે બે જ છો. તમે બંનેમાંથી કોઈ એક મને મસાજ કરશે અને બીજી બુક પૂરી કરશે." સિનિયરે કહ્યું.

"હું મસાજ કરીશ.."

વિશાખાના આ વાક્યથી પ્રિયંકા એકદમ જ ગભરાઈ ગઈ. તેને હવે લખવાનું હતુ. હકીકતમાં તો તે કોઈ કૉલેજની ટીમ આવશે તેની રાહ જ જો'તી હતી. વિશાખાએ તેના ખભ્ભા પર મસાજ કરવાનું ચાલુ કર્યું. ૧૦ મિનિટ પછી સિનિયરે તેને 'થોડું હજી નીચે કર..' એમ હુકમ આપ્યો. વિશાખા રૂમને જોઈ આવી હતી. તે તેને બરાબર ઓળખતી હતી. તેને જોરજોરથી મસાજ શરૂ કર્યુ.

"લાગે છે તને મારે શીખવાડવું પડશે.."

"મને આવડે એવું કરીશ.."

"અબે..ચાલ આને ઉપર રૂમમાં લઈ લે.. આ બહુ જ દોઢી થાય છે. તુ અહિં જ રે.." સિનિયરે પ્રિયંકાને સંબોધીને કહ્યું.

બધા આ રીતે ઉપરના રૂમમાં જતા રહ્યા. તેમણે રૂમ ખોલ્યો. અચાનક જ એક સિનિયરે વિશાખાને પકડી સામેની સેટીમાં ફેંકી. વિશાખા હજુ તો હાથ સરખા કરીને ઊભી થવા જાય ત્યાં તો બે સિનિયરે તેના હાથ પકડીને બાંધી દિધા. ત્રીજી કે જે મસાજનો ફાયદો ઊઠાવતી હતી એને વિશાખાનુ મોં બંધ કર્યું. વિશાખા પરિસ્થિતિને ભાળી ગઈ. તે મનોમન ભગવાનને પ્રાર્થના કરવા લાગી કે 'હે..ભગવાન આજે મારી લાજ તારા હાથમાં છે. મને ખબર છે હું તને બહું ઓછી યાદ કરું છું પણ આજે હવે તારા સિવાય મને કોઈ બચાવશે એ લાગતુ નથી.' આંખમાં આંસુ આવી ગયા હતા. સિનિયરે ૪૧ પેનને ભેગી કરીને રબરથી બાંધી. તે એક-એક ડગલા આગળ વધતી હતી અને વિશાખા પગથી પોતાનો બચાવ કરી રહી હતી. એક સિનિયરે પરિકરને જોરથી પગમાં ખૂંચાવ્યું. વિશાખાના મોંમાંથી દર્દભરી ચીખ નીકળી ગઈ. હવે તે પગ હલાવી શકે એમ ના હતી. બાજુમાં રહેલી એક સિનિયરે તેનું ટ્રાઉઝર ખેંચવાનો પ્રયાસ કર્યો. વિશાખા જોરજોરથી રોવા લાગી. સિનિયર ટસના મસ થાય એમ ના હતા. તેમના મુખ પર હતુ તો માત્ર હાસ્ય! સામેની બાજુથી ૪૧ પેનનું બંડલ વિશાખાને દેખાય રહ્યું હતુ. એક કુંવારિકા માટે તેની જાતીય સલામતી એ સૌથી વિશેષ હોય છે. વિશાખાને હવે કંઈ જ સૂજતુ ના હતુ. તે આંખ બંધ કરીને ભગવાનને પ્રાર્થના સિવાય કંઈ જ કરી શકે એમ ના હતી.

અચાનક રૂમનો દરવાજો ખૂલ્યો. બધા જેમ હતા એમનેમ સ્થિર થઈ ગયા. સામે પ્રિન્સિપાલ, ટ્રસ્ટી, પ્રિયંકા અને વોર્ડન ઉભા હતા. વિશાખાની આ હાલત જોઈને પ્રિન્સિપાલ ચકિત થઈ ગયો. ટ્રસ્ટીએ વોર્ડન સામે જોયું. તે નીચે જોઈ ગયો. પ્રિન્સિપલ તે છોકરીઓની નજદ્દીક આવ્યા. તેણે આ બધુ કરવાનું કારણ પૂછ્યુ. નશો અને આ રેગિંગના નકારાત્મક પાસાઓ વિશે કહ્યુ. તેઓએ કહ્યું કે મને જ્યારે વિશાખાનો મેઈલ આવ્યો ત્યારે હું એકદમ શોક થયો કે આપણી કૉલેજમાં આવું થાય છે. આ ઉપરાંત અત્યારે જ્યારે પ્રિયંકાનો મારા પર ફોન આવ્યો અને કહ્યું કે ‘તમારી દિકરી આ જગ્યાએ હોત તો પણ તમે આવી રીતે એક રાત કાઢી નાખત.. પેલીની જાતીય સતામણી એ કંઈ નાની વાત નથી. અમે સારા છીએ એટલે જ તમે અમારો ફાયદો ઉઠાવો છો.. સાલા.. મૈં તો કીધું જ હતુ કે ન્યુઝમાં દઈ દઈએ.. પણ પેલીએ કહ્યું કે આપણી કૉલેજનું નામ ખરાબ થશે. હવે તમે ૧૦ મિનિટમાં અહિં નહિં આવો તો વિશાખાની જીંદગી ખરાબ થશે.’ અત્યાર સુધી કોઈએ આવી ફરિયાદ કરી નથી. તેને ગર્વ છે આ વિશાખાની હિંમત પર કે જેને આનો વિરોધ કર્યો. સરે આભાર પણ માન્યો કે તેને પહેલાં કૉલેજનું વિચાર્યુ અને સમાચારપત્રકમાં આ ખબર ના આપી. ફોટોઝ પ્રિન્સિપાલે બધી છોકરીઓના મમ્મી-પપ્પાને મોકલી દિધા હતા. તેઓ કાલે પ્રિન્સિપલ સરને રૂબરૂ મળવા આવવાના હતા. વોર્ડને વિશાખાને છોડી દિધી. સિનિયરો આ હિંમત અને વિશાખા પોતાના રૂમમાં કેવી રીતે દાખલ થઈ હજુ એ જ વિચારતા હતા. વિશાખા જેવી પ્રિયંકા સાથે નીચે આવી કે બધા વિશાખાના નામના નારા લગાવવા લાગ્યા. 'થ્રી ચિયર્સ ફોર વિશાખા.. હિપ હિપ હુરેરેરેરે...' સમગ્ર હોસ્ટેલમાં વિશાખાના નામનો નારો લાગ્યો. આ સાથે જ હોસ્ટેલનો રેગિંગનો સિલસિલો ભી ખતમ થયો. લગભગ બધી જ છોકરીઓ વિશાખાને આવીને આભાર વ્યક્ત કરી ગઈ. બધા સિનિયરોને પણ સભાનતા આવી ગઈ કે કામ તો જાતે જ કરવું પડશે નહિં તો અંજામ ખતરનાક આવશે.

બધા પોતપોતાના રૂમમાં ગોઠવાઈ ગયા.

"બે યાર.. થેન્ક્યુ.. આજે કદાચ તુ ના હોત તો.."

"પાગલ છે તુ વિશાખા.. તુ મારી પહેલી ફ્રેન્ડ છે અહિંની.. તને કંઈ થવા દઉ.."

"આ સાંભળી વિશાખા લાગણીવશ થઈ ગઈ. તે પ્રિયંકાને ભેટી પડી. થેન્ક્યું યાર.. આજે નહિં તો હું શું રે'ત!.."

"બસ.. હવે ભૂલી જા.. તુ ફેમસ થઈ ગઈ છે..યુ નો.. આ જો ફેસબુકમાં પણ બીજી છોકરીઓએ પોસ્ટ મૂકી છે.

‘If you have any issues on ragging meet our new princess..Ms. Vishakha..’

"એ બધાને નથી ખબર કે તે મને બચાવી છે."

"અરે! ફ્રેન્ડસ માટે કંઈ પણ..!"

બંને એકદમ જ એકબીજાને હ્રદયસ્થ થઈ ગયા. જાણે એકબીજામાં વસી ગયા. કૉલેજમાં આ જ મજા છે. પહેલા મહિનાથી જ તમારા મિત્રો અને દુશ્મનો નક્કી થઈ જાય છે. ત્યારબાદ કૉલેજ પછીના સમયમાં સાથે મસ્તી કરવી,ઘુમવું, કૉલેજમાં બન્કસ,ગ્રુપ માં મસ્તી,ઓનલાઈન કોમેન્ટો,બર્થ-ડે પાર્ટી વગેરેથી જ મૈત્રી ગાઢ બને છે. હજુ તો આ બંનેની મૈત્રીને બહુ ઓછો સમય થયો હતો. હા, આ તેમની મૈત્રીની પરિક્ષા હતી એમ જરૂર કહી શકાય અને તેઓ બંને આ પરિક્ષામાં ખરા પણ ઉતર્યા હતા. દિવસ એકદંરે સારો ગયો હતો અને કૉલેજમાં કાલે સવારે શું થશે.. બસ એની જ કલ્પનામાં આ બંને છોકરીઓ ચંદ્રની જેમ રાત્રિના ગાઢ અંધારામાં ડૂબવા લાગ્યા.

ક્રમશઃ..