premno svikaar in Gujarati Love Stories by Manisha joban desai books and stories PDF | પ્રેમનો સ્વીકાર

Featured Books
Categories
Share

પ્રેમનો સ્વીકાર

Manisha Joban Desai

mn_desi@yahoo.com

પ્રેમનો સ્વીકાર

"શું પપ્પા, આવું છું ,"

સવારમાં ઓફિસે જવા પપ્પા એ બૂમ પાડી એટલે પ્રત્યુશ જલ્દી થી નાસ્તો છોડી પાર્કિંગ તરફ ભાગ્યો.

'અરે દીકરા નાસ્તો તો પૂરો કર "

" ,મોડું થઇ ગયું છે મમ્મી ,ને તે સિંહની ત્રાડ નહિ સાંભળી ?"

મમ્મી હસતા હસતા "બાય ,રોજ સાંભળું છું " રાજેશભાઈની સમય અને કામ પ્રત્યેની સભાનતા જગજાહેર હતી. આટલા મોટા બીઝનેસ ને શૂન્યમાંથી સર્જનાર શહેરમાં ખૂબ પૈસા ને નામ કમાઈ ચુક્યા હતા ,પ્રત્યુશને પણ એજ રીતે સજ્જ કરવાના પ્રયત્ન,પોતાની જાતને એવી ખોવી નાખી હતી કામમાં અને બસ જાણે સ્વ-સાબિતીની એક ધૂન લાગી હતી ,યુવાન દીકરાનાં બાલીશ વર્તન ને ભવિષ્યનાંખતરા રૂપે ગણતા હતા

પ્રત્યુશ ઓફીસથી નીકળી ફ્રેન્ડસ સાથે વીકેંડ માં ફાર્મ પર રહે .

"ઓહ ,આઈ જસ્ટ કેમ ઇન ફયુ મીનીટસ " કહી ફાર્મથી નીકળ્યો .

નજીક ના શોપિંગ મોલની મોબાઇલ શોપ માં જતાની સાથે ડેસ્ક પર એક સુંદર યુવતી હતી .

'હાય,નવા છો અહીંયા ?"

"યા, જસ્ટ જોઈન્ટ બીફોર ૩ ડેય્સ."

"પ્રત્યુશ" ,તમારું નામ ?"

"ઈશના"

"નાઇસ નેમ, લાઇક યુ"

"થેન્ક્સ ,લેટ મી ચેક યોર મોબઈલ સર "

થોડી વાર પછી ઈશના એ એક રિપ્લેસ મોબઈલ આપ્યો "સર ,૨-૩ ડેય્સ પછી તમારો ફોન ઓકે થાય એટલે રીંગ કરશું ,"

"ઓકે ,ફાઈન ક્યાં રહો છો ?"

" નજીકની સોસાયટી માંજ રહું છું ,સ્ટડી ચાલે છે ,પાર્ટ-ટાઈમ આવું છું "

"નાઇસ ટૂ મીટ યુ ." પ્રત્યુસે ગીત ગણગણતા કાર સ્ટાર્ટ કરી ફાર્મ પર ."હેઇ .બહુ ખુશ છે ને ?કોઇ મળી ગયું કે શું ?"

"ના ના ,એવું કઈ નથી "પાર્ટી પછી તો રાતે બસ ઈશના નાંજ વિચારો .બે દિવસ પણ રાહ નહીં જોવાઇ ને પાછો ફોન કર્યો .

"હેલો ,ઈશના કેમ છો? શું થયું મારા ફોન નું ?"

"ઓહ ,યા પણ હજુ તો ૨ દિવસ પછી આવશે તમે જરા જલ્દી ફોન કર્યો ."

"સમજુ છું ,પણ શું કરૂ મારે બહુજ અરજન્ટ છે."તમે જરા ખાસ ફેવર કરોને ?

"યા સ્યોર ."

"વેલ ,મારી ક્લબમાંથી મુવીની બે ટીકીટ આવી છે પણ મારો ફ્રેન્ડ આઉટ ઓફ ટાઉન છે તમારા મોલ ના થીએટર માંજ છે , તમે આવો તો બહુ ગમશે .એકલા નહિ તો કોઈ ફ્રેન્ડ ને પણ લાવી શકો ."

ઓહ સર, થેન્ક્સ પણ ......"

"કેમ મારી કંપની નહિ ગમે ?"

" આઈ ફિલ સો ગ્રેટફુલ ,કે તમે કહ્યું "પણ નહિ અવાશે ."

"ઓકે .હું એકલો જોઇ આવીશ .

મળવા

આવું છું વેઇટ કરજો ."

"યુ આર મોસ્ટ વેલકમ સર"

એક કલાક વહેલો ઓફીસ થી નીકળ્યો ,રસ્તે પપ્પાનો ફોન ."ક્યાં છે ?

."જરા ,મારા ફ્રેન્ડનાં મમ્મી હોસ્પીટલમાં છે ખબર લેવા જાઉં છું ."

"ઠીક છે ,"

"હાય , ઇશના નવા કયા મોબાઈલ લોન્ચ થયા છે વગેરે વગેરે..... વાતો કરી . એકાદ કોફીપીવા તો અવાય "

"સર મારે રીસ્પોન......."

"બસ જરા આ આસી.સભાળી લેશે હાફ અવર "

ઈશના સાથે કેફેમાં બેસી કોફી પીતાં પીતાં બસ સામે જ જોઈ રહ્યો .

"તું બહુ જ ગમે છે મને "

'હમ .."

"હમ.. એટલે શું સમજુ ?"

"હું શું સમજાવું ?"

"એજ કે કેમ ગમે છે ?"

"પ્લીઝ ,કેમ આમ કરો છો ?તમારા મન ની વાત મને કેવી રીતે ખબર પડે ?

"તો પૂછને ?"

ઈશના આંખ ઢાળી બેસી રહી .

"અહિયાં તને બધા ઓળખતા હશે .બહાર મળવા આવશે?"

"ટ્રાય કરીશ".

"બે દિવસ પછી ફોન કરું" .ગૂડ નાઇટ.મારે વાર છે ઘરે મૂકી જાઉં ?

'થેન્ક્સ ,પણ હું મારું સ્કુટી લઈને આવી છું ."

'બગડી ગયું છે, એમ કહી પાર્કિંગ માં મૂકી દે "

ઇશનાથી હસાઈ ગયું ,"ઘરે જુઠું બોલતા શીખવો છો ?"

"એમાં શું ,મેં પણ કેટલા ગપ્પા શરુ કરી દીધા છે."

ને કારમાં મુકવાં જતાં ખૂબ વાતો કરી , ઇશનાનાં પપ્પાને પેરેલીસીસ થવા ને લીધે જોબ છોડવી પડી હતી અને મોટો ભાઈ એન્જીનીઅર થઇ થોડા વખત પર દુબઈ જોબ માટે ગયો હતો .મમ્મી ઘરે ટ્યુશન કરતા હતા . ધીરે ધીરે સેટ થઇ રહ્યા હતા .

"મને બહુ ગમ્યું તું, જે રીતે ઘરમાં સાથે કામ કરી ઉપયોગી થાય છે તે , પણ..... તું અહી કામ કરે છે એને બદલે મારી ઓફીસ જોઈન્ટ કર." પછી થોડું પોતાના વિષે જણાવ્યું . ને લાંબો સમય કાર માં બેસી વાતો કરતા રહ્યા .

"વિચારી લઉં જરા "

અને ઘર પાસે ઉતારતા ,હાથ પકડી કહ્યું ,"હું તારા પ્રેમ માં છું "

"આટલું જલ્દી ? "

"કેમ,પ્રેમ માટે સમયની બધી પરીક્ષા આપવી પડે ?"

ના ,પણ ,છોડો ને હાથ ....ઓકે .. ગુડ નાઇટ "

કહી ઇશના પસીને ભીંજાતી ,ઘરે દોડી ગઈ ."

દૂર થી હાથ હલાવી બાય કરી બંને એકદમ હળવા મૂળ માં છુટા પડ્યા .ઘરે જઇ સીધો રૂમમાં જઇ સુઈ ગયો .એકાદ કલાક પછી ફોન જોડ્યો ."ઈશના ,તારા વગર શું પિક્ચર જોવાનું ...વગેરે વગેરે વાતો કરી ."

પરીક્ષા નજીક આવી રહી હતી પણ એકદમ વિચારોમાં ખોવાયેલી ઈશનાનું મન પ્ર્ત્યુશનાં પ્રેમમાં તણાતું જતું હતું .પ્રત્યુશનાં ઘરે એના ગાયબ રહેવા પર પ્રશ્નો થવા લાગ્યા એટલે એક દિવસ મમ્મીને જણાવ્યું .

"મારી તો તું ખુશ રહે એવી બધી વાતમાં સંમતિ છે ,પણ મારાથી તારા પપ્પાને નહિ સમજાવાય"

પપ્પાને ધીરેથી વાત કરતા કહ્યું .,

" મારા એક ફ્રેન્ડની કઝીન એમ.બી એ . કરી રહી છે એને ઓફીસ માં પાર્ટટાઈમ આવવું છે ." મારી સાથે ટ્રેઇન કરું .આઈ નીડ આસીસ્ટંટ એન્ડ શી ઇસ વેરી બ્રિલિએન્ટ ."

"ઓકે ,"

અને ઇશના ઓફીસમાં આવી ગઈ . ઈસના પ્રત્યેનું આકર્ષણ સ્માર્ટ રાજેશભાઈથી લાંબો સમય છૂપું નહિ રાખી શક્યો પ્રત્યુશ .

ઘરે જતા કારમાં કહ્યું ,રાતે શાંતિથી વાત કરવી છે મારે ,જમીને રૂમમાં આવી જજે .

" આ શું ચાલી રહ્યું છે બધું ?"

"પપ્પા વી આર ઇન લવ"

"શું બકવાસ કરે છે ?" આ બધું નહિ ચાલે "

ઘણા આર્ગ્યુમેન્ટ બાદ રાજેશભાઈ એના ફેમીલીને મળવા તૈયાર થયા .

" બોલાવ એ ઈસના મહેતાનાં પેરેન્ટ્સને મારે વાત કરવી છે."

"એના પપ્પા તો નહિ આવી શકે ,એનાં મમ્મી ને કહીશ "

રાજેશભાઈ ઓફીસની કેબીનમાં બેસી ફોન પર વાત પતાવી ત્યાં તો એક અવાજ સંભળાયો

"સર આવું કે ?"મારા મમ્મી આવ્યા છે "

"હા મોકલ એમને "

અને ,એમને જોઈ રાજેશભાઇ "ઇશ્મત કુરેશી ,તમે અહી ?"

"ઓહ રાજેશભાઈ ,દુનિયા ખરેખર બહુ નાની છે ,આ રીતે મળશું વિચાર્યું નહોતું ,ઈશના મારી ને સંદીપ મહેતાની દીકરી છે "

રાજેશભાઈ ને આંખ સામે બરોડા ની ફાઈન આર્ટમાં ભણતા ત્યારનું મિત્રવર્તુળ, સંદીપ મહેતા કેમિકલ વેપારી નો દીકરો ,

પ્રખ્યાત ગઝલકાર ઇન્તેખાબ કુરેશીની દીકરી ઈશ્મત સાથેના પ્રેમલગ્ન, અને બધા એ મળી કરેલો સપોર્ટ , ગઝલ ની મહેફીલો ,પોતાનો ગરીબી ને કારણે વત્સલા સાથે થયેલો પ્રેમભંગ અને સંદીપ -ઈશ્મત નું હેરાનગતિ ને કારણે અજાણ્યા શહેર માં ભાગી જવું .પોતે કાકા ને ત્યાં આવી જમીન ના ધંધા માં જોડાયા .બધું એક મિનીટ માં આંખ સામે ફરી વળ્યું .

"મારું નામ ઈલા મહેતા છે અને હજુ બાળકો ને પણ કઈ જણાવ્યું નથી .હું અનાથાશ્રમમાં હતી અને અમે પ્રેમલગ્ન

કર્યા હતા એવું જ કહ્યું છે "

"તમે શાને માટે બોલાવી હતી .મારી દીકરી બરાબર કામ તો કરે છે ને ?અમે પાંચ વર્ષથી જ સુરતમાં સેટ થયા છે .સંદીપને ગુજરાતની ધરતી માટે નો પ્રેમ અમને ફરી અહી લઇ લાવ્યો .મારું ગુજરાત જ સલામત છે એમ કહે છે .એના પેરેલીસીસને લીધે .થોડી તકલીફ ચાલી રહી હતી પણ હવે બધું ઠીક થઇ રહ્યું છે ."

"બસ આતો .......આમજ જરા પ્રત્યુશ અને ઇશના ખૂબ નજીક આવી ગયા છે અને પ્રત્યુશ મારી કોઈ વાત સાંભળવા તૈયાર નથી .હું નાં કહીશ તો પણ એ કોઇપણ હિસાબે એની સાથે જ લગ્ન કરવા માંગે છે."

"સમજી શકું છું ,તમે તમારા દીકરા માટે જોયેલા સપનામાં મારી દીકરીને આડખીલી રૂપ નહિ બનવા દઉ "

"ના ના ,એવું નથી વિચારતો ગઇકાલ નાં મારા વિચારોમાં અને આજે ખૂબ પરિવર્તન છે .પ્રેમ માટે આખાજીવનનો તમારો સંઘર્ષ અને પ્રેમ પામ્યા વગરની મારી સફળતા ."

'વિશ્વાસ રાખજો આપણાં બાળકો ને આમાનું કઈ સહન કરવાનું નહિ આવે '

અને ઈશ્મત એટલે કે ઈલા આનંદિત હર્દયે 'આભાર'કહી ઝડપથી આંસુ ભરેલી આંખે ઘરે જવા નીકળી ગઈ .