Tane Prem karu Ke Nafarat Zindagi - 2 in Gujarati Moral Stories by Dhaval Patel books and stories PDF | Tane Prem karu Ke Nafarat Zindagi - 2

Featured Books
Categories
Share

Tane Prem karu Ke Nafarat Zindagi - 2

“તને પ્રેમ કરૂ

કે

નફરત જિંદગી...”

કવિતા અને રચનાઓનો સંગ્રહ

-ઃ લેખક :-

ધવલ પટેલ

E-mail : dhaval94284@gmail.com

Mo. : 9978401003, 932828257

© COPYRIGHTS


This book is copyrighted content of the concerned author as well as MatruBharti.


MatruBharti has exclusive digital publishing rights of this book.


Any illegal copies in physical or digital format are strictly prohibited.


MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.

અનુક્રમણિકા

•અલી, હું તને ખુબ ચાહું છું !

•સમય એવો હતો કે..!

•તે હતી મારી જીંદગી !

•માનવ જીવડા સમજી લેજે..

•જીંદગી તારી સફરે અનેક રંગ જોયા છે !

•જીવનના સપના પુરા કરવા મેં શું કર્યુ !

•ખબર નહીં ક્યારે મોટા થઇ ગયા !

•કેમ સમજાવું તને !

•અરે હા ! હું જ જીંદગી

•આજે કાંઇક અજુગતું લાગતું હતું

•એટલું યાદ રાખજે કે..

•પ્રેમ થઇ જાય છે

•મારી ઇચ્છા પણ એ જ છે

•ગણીત જોવા બેઠો જિંદગીનું

•તારા વિના કોણ છે મારૂં

૧. અલી, હું તને ખુબ ચાહું છું !

અલી ઓ, તું જ તો એક એવી છે જેને હું ચાહું છું,

તે જ તો મને મારી મારીને બધું શીખવાડયું હતું,

અરે ! તે જ તો વ્હાલથી બધી સમજણ આપી હતી,

આપણે બે તો હતા એકબીજાને ખુબ પ્રેમ કરવાવાળા,

મારા સુખમાં તું એકલી જ તો મારી સાથે હસતી હતી,

અને હા, મારા દુઃખમાં પણ તું એકલીજ મારી સાથે રડતી હતી,

અલી ઓ, સાચે જ તારા વીના તો મારું અસ્તિત્વ જ શક્ય નહોતું,

તેમ છતાં હંમેશા તને ખરાબ જ માનતો રહયો અને કહેતો રહયો,

મને માફ કરી દેને અલી, સાચું કહું, હું પણ તને ખુબ ચાહતો હતો,

તારા કરતા પણ વધુ હું તને પ્રેમ કરતો હતો, પરંતુ ક્યારેય કહી ન શક્યો તને,

અલી ઓ મારી, હા ! હા ! મારી પોતાની ‘જીંદગી’ હું તને કહું છું,

હું તને ખુબ ચાહું છું, તારા વિના આ ‘ધવલ’નું અસ્તિત્વ જ ક્યાં હતું.

૨. સમય એવો હતો કે..!

એ સમય એવો હતો કે જેણે આપણા બંન્નેને જુદા પાડયા હતા,

તેમ છતાં આજે આપણે એકબીજાથી જોડાયેલા છીએ.

હું તો હંમેશા તારી પ્રતિક્ષા કરતો હતો,

મને ખબર છે તુંયે મારી વાટ જોતી હતી.

અહમ હતો મારા ને તારા વચ્ચે,

એટલે જ તો આપણે બંન્ને પાસે હોવા છતાં એકબીજાથી દુર હતા.

સમયે મને કેદ કરી લીધો માયા જાળમાં,

આખરે મારૂં જીવન તો તું જ હતી ને.

લોકો એવું માને છે કે સાથે રહેવું એ જ પ્રેમ છે,

અરે! ગાંડી, મારો આત્મા જ તું છે તો સાથની ક્યાં વાત છે.

ઘણો પ્રેમ છે મારા મનમાં તારા માટે,

કેવી રીતે તને જણાવું, મારા સમયે જ મારી સાથે દગો કર્યો.

હા ! આજે બંધાઇ ગયો છું એવા બંનધનમાં,કે છુટવું શક્ય નથી,

પણ એટલો વિશ્વાસ રાખ કે ‘ધવલ’ તો બસ તને જ પ્રેમ કરે છે

ખબર ન હતી કે આ દુનીયા રીતરીવાજોથી ચાલતી હશે,

નહિં તો મારી વ્હાલી, હું ક્યારેય ભુલ ન કરત આ દુનીયામાં આવવાની.

બસ મારી વ્હાલી ‘જીંદગી’એટલો વિશ્વાસ રાખજે કે,

‘ધવલ’ તો બસ તને જ પ્રેમ કરે છે.

૩. તે હતી મારી જીંદગી !

ક્યારેક ઝઘડતી તો ક્યારેક વ્હાલ કરતી,

તે નહોતી મારી માં, તે હતી મારી જીંદગી.

ક્યારેક મારી સાથે રમતી તો ક્યારેક મને રમાડતી,

તે નહોતી મારી લાડકી બહેન, તે હતી મારી જીંદગી.

ક્યારેક મને અધુરો રાખતી તો ક્યારેક મને પુરો કરી દેતી,

તે નહોતી મારી પિતાની છત્રછાયા, તે હતી મારી જીંદગી.

ક્યારેક મને ઇર્ષા આપતી તો ક્યારેક મને ગર્વ અપાવતી,

તે નહોતી મારા ભાઇની પ્રગતિ, તે હતી મારી જીંદગી.

ક્યારેક હસાવતી તો ક્યારેક રડાવતી,

તે નહોતી મારી પ્રેમીકા, તે હતી મારી જીંદગી.

ક્યારેક પછાડતી તો ક્યારેક ઉભી કરતી,

તે નહોતી મારી કુદરત, તે હતી મારી જીંદગી.

ક્યારેક કંઇક શીખવતી તો ક્યારેક કંઇક ભુલવતી,

તે નહોતી મારી શિક્ષિકા, તે હતી મારી જીંદગી.

ક્યારેક સામે આવતી તો ક્યારેક સંતાઇ જતી,

તે નહોતી મારી રાતલડી, તે હતી મારી જીંદગી.

ક્યારેક મને લઇ જતી તો ક્યારેક પાછી લાવતી,

તે નહોતી મારી મોટરકાર, તે હતી મારી જીંદગી.

ક્યારેક સળગતી તો ક્યારેક હોલવાઇ જતી,

તે નહોતી મારી મીણબત્તી, તે હતી મારી જીંદગી.

૪. માનવ જીવડા સમજી લેજે..

માનવ જીવડા સમજી લેજે, આ કાયા નથી રહેવાની.

ભાથુ તારુ બાંધી લેજે, ત્યાં જરુર પડશે તારે ખાવાની.

સંસાર રહી તુ સાધુ બનજે, દુખીયાની સેવા કરવાની.

રડતાના આંસું લુછજે તું, ફરજ પાડજે હસવાની.

માતા-પિતાની સેવા કરજે, તક છે આશિષ લેવાની.

ગુરુચરણમાં વંદન કરજે, કંઠી ગુરુની પહેરવાની.

સાઇઠ વર્ષ તું ત્યાં બનજે, નહીંતર ફજેતી થાવાની.

પાંચ-પચ્ચીસનું પુણ્ય કરજે, સુવાસ તારી રહેવાની.

સમય લઇને ભજન કરજે, જરુર છે રામનામ ગાવાની.

ચીઠી ફાટશે ઉપર વાળાની, ત્યારે વેળા થશે જાવાની.

સહકુટુંબ સાથે મળીને, ચમચી પાણી પાવાની.

પાંચ-પચ્ચીસ જણ ભેગા મળીને, કરશે ઉતાવળ કાઢવાની.

લાકડા ભેગો બાળી દેશે, હશે ઉતાવળ નાહવાની.

લોટ-પાણીનો લાડવો મુકશે, જરુર નથી તારે ખાવાની.

હાડકા લઇને હાલતો થશે, રાખ તારી ઉડી જવાની.

બાર દિવસ તારી મોકાણ કરશે,ઉતાવળ મિષ્ટાન ખાવાની.

સોળમા દિવસે વરસી વાળશે, ઉતાવળ શોક મુકવાની.

ત્રીજે વરસે શ્રાધ્ધમાં ભેળવે, કાગને વાસ નાખવાની.

પ્રાણ સગી છે આ દુનિયા, તને ઘડીકમાં ભુલી જવાની.

માટે માનવ જીવડા તારે, જરુર છે સમજી લેવાની.

૫. જીંદગી તારી સફરે અનેક રંગ જોયા છે !

જીંદગીની લાંબી આ સફરમાં ઘણા રંગ જોયા છે,

તમે એકલાએ નહિં અમે પણ ઘણા રંગો જોયા છે.

તમે વિચારો છો કે મને શું દુખ છે, હુ તો સદા હસું છું,

પરંતુ હસતા ચહેરા પાછળ જ દુખ હોય છે.

સુખ સુધી ન પહોંચ્યા એ વાતથી તમે દુખી છો?

અરે હું તો લોકોને સુખ વહેંચીને સુખી છું.

તમને ફરીયાદ છે કે કોઇએ કાંઇ પુછયું નહિં,

અરે ! અહીં તો લોકોના ધક્કા ખાઇને પણ સંતોષી બન્યો છું.

તમારું ધારેલું નથી થયું તેનો તમને અફસોસ છે,

અરે અહીંતો સંબંધો તુટયા તેનો અફસોસ છે.

દુનીયામાં સંપૂર્ણ સુખી તમારે થવું હતું ?

અરે ! આ જગતમાં કોઇ તો એવું બતાવો જેની આંખ ક્યારેય ભીની નથી થઇ.

બસ, એટલું જ કહે છે ‘ધવલ’ જીંદગીની દરેક ક્ષણને માણો.

૬. જીવનના સપના પુરા કરવા મેં શું કર્યુ !

જીવનમાં સપનાના ઘર જ હંમેશા મેં બાંધ્યા હતા.

સપનાના ઘરની પાછળ મેં અનેક સંબંધો દાટયા હતા.

જીંદગીની શરુઆતે અનેક લોકોને મેં પછાડયા હતા.

મારે તો બસ જીવનનાં સપના પુરા કરવા હતા.

જેના માટે થઇને મેં મારી માણસાઇ ગુમાવી હતી.

જેના માટે થઇને મેં મારા સંસ્કારો ગુમાવ્યા હતા.

જેના માટે થઇને મેં મારા માં-બાપ ગુમાવ્યા હતા.

સપના મારા પુરા કરવા અનેક કામો કર્યા હતા.

સપનાનું સુખ મેળવવા માટે મેં મારા મનનું સુખ ખોયું હતું.

તેમ છતાં મારા સપના પુરા થઇ શક્યા નહતા.

કેમ,કે સપના પુરા કરવા મેં તમામ ખોટા કામો જ કર્યા હતા.

૭. ખબર નહીં ક્યારે મોટા થઇ ગયા !

ખબર નથી ક્યારે મોટા થઇ ગયા,

ક્યારેક પહેલીવાર શાળાએ જતા ડર લાગતો હતો,

આજે મળતાં જ મિત્રતા થઇ જાય છે.

ક્યારેક માતા-પિતાની તમામ વાતો સાચી લાગતી હતી,

આજે તેમની સાથે જ જુઠુ બોલીએ છીએ.

પરીઓની વાર્તાઓની જગ્યાએ આજકાલ,

મિત્રોની વાતો સાંભળવી વધુ સારી લાગે છે.

પહેલા પ્રથમ આવવા માટે આખું વર્ષ ભણતા હતા,

આજે પાસ થવા માટે તડપીએ છીએ.

કાલ સુધી કાર્ટુન જોઇ મન ખુશ થતું હતું,

આજે રીયાલીટી શોના તોલે કોઇ નથી.

ક્યારેક કંઇક નાનું અમથું વાગવાથી રડતા હતા,

આજે દિલ તુટી જાય તો પણ સંભાળી લઇએ છીએ.

પહેલા મિત્રો બસ સાથે રમવા સુધી યાદ રહેતા હતા,

આજે તે જ મિત્રો જીવથી વધુ સારા લાગે છે.

જ્યારે એક પળમાં રીસાવવું અને મનાવવું એ રોજનું થઇ ગયું હતું,

આજે જો એકવાર જુદા થઇ ગયા તે ઉંડા સંબંધો સુધી ખોવાઇ જાય છે.

૮. કેમ સમજાવું તને !

તારા વિના જીવન હતું પણ,

અર્થ અને પ્રેમ વિનાનું હતું.

અપાર ખુશીયોનો સમુદ્દ હતો પણ,

સંવેદના અને ઇચ્છા વિનાનો હતો.

અરે અપાર ચાહના હતી ચાહવાની પણ,

એ ચાહતની માલકીન તું ન હતી.

કોને કહું હું આ બધું કે સમયે જરાક દગો કર્યો,

તું ક્યાં હતી મારી સાથે એ સમયે, હું તો એકલો જ હતો.

મારી મજબુરી હતી એ સમયે કે મારાથી કંઇક થઇ ગયું હતું,

અને તે એને જાણ્યા વિના જ અનેક પ્રશ્નોમાં મુકી દીધું હતું.

પહેલા બંધનમાં એવો બંધાયો કે,

એની લાગણીએ પ્રેમ કરવા મજબુર થયો.

તને જોઇને બસ આજે પહેલી વાર મનથી એક અવાજ આવ્યો તો,

અરે હું તો તને ચાહું છું.

એકરાર કરૂં એ પહેલા તો તું ક્યાંક અલોપ થઇ ગઇ,

શોધતા શોધતા હું ખુદ ખોવાઇ ગયો.

બીજા બંધનમાં એવો બંધાયો કે,

એને સાચા રસ્તે લઇ જતા જતા પ્રેમ કરવા મજબુર થયો.

અંતે તુ ફરી પાછી આવી મારી વ્હાલી,

હવે કેમ સમજાવું તને કે હું તો તારી જ વાટ જોતો હતો.

લઇ જા હવે મારૂં સર્વસ્વ તું, કંઇ જ નથી જોઇતું મારે,

હુંં તો બસ તારા સાથ અને પ્રેમનો તરસ્યો છું.

જીંદગી તારો ખેલ પણ ખુબ મજાનો છે,

આજે તારી પાસે અનેક સવાલો છે અને મારી પાસે અનેક જવાબો.

પુછ તું સવાલ, આપીશ હું જવાબ,

પણ હા ! વિશ્વાસ રાખજે,મારા તમામ જવાબો સાચા હશે.

અરે ગાંડી! હંમેશા તારી જ વાટ તો જોતો હતો હું અને,

મારી ઉપર જ અવિશ્વાસુ બની તું.

અરે મારી વ્હાલી જીંદગી, ક્યારેય પાછો નહિં આવું,

બસ ! એક વાર કહી દે કે મારા પ્રેમને તું ખોટો માને છે.

૯. અરે હા ! હું જ જીંદગી

અરે હા ! મારું નામ જ જીંદગી,

સુખ દુખની રમત રમતી હું જીંદગી.

ક્યારેક વ્યકિતને રાજા તો ક્યારેક રંક બનાવતી હું જીંદગી,

હંમેશા લોકોની સાથે દગો કરતી તો ક્યારેક કરાવતી હું જીંદગી.

માણસને સ્વાર્થી બનાવતી હું જીંદગી,

અને એ જ માણસને લાગણીશીલ બનાવતી હું જીંદગી.

શુન્યમાંથી સર્જન કરનારી હું જીંદગી,

પણ સમય આવ્યે થપાટ મારનારી હું જીંદગી.

ભગવાન નથી તેમ છતાં તેના કરતા તાકાતવર છું હું જીંદગી,

પલમાં બધું વેરણછેરણ કરી નાંખનારી હું જીંદગી.

જે મને સમજે તેને સમજનારી હું જીંદગી,

અને જે ના સમજે એને સમજાવનારી હું જીંદગી.

મારૂં નામ છે જીંદગી,

અણધાર્યા વળાંકો આપું એવી છું હું જીંદગી.

મારી તો દુશ્મની પણ સારી નહિં કેમ કે હું છું જીંદગી,

મારી તો દોસ્તી પણ સારી નહિં કેમ કે હું છું જીંદગી.

ક્યારેક અતિશય પ્રેમ આપનારી હું જીંદગી,

ક્યારેક અતિશય વિયોગ આપનારી હું જીંદગી.

આજે કહું છું તમને સૌને હું જીંદગી,

જે આપું તેને માણી લ્યો બસ, કેમ કે હું છું જીંદગી.

૧૦. આજે કાંઇક અજુગતું લાગતું હતું

ખબર નહિં કેમ ! પણ આજે કાંઇક અજુગતું લાગતું હતું.

કામ ઉપરથી આવ્યા પછી આજે પહેલી વાર,

આટલો બધો થાક અનુભવાઇ રહયો હતો.

એટલે જ તો ઘરમાં પ્રવેશતા જ,

હું સીધો સોફામાં આડો પડયો હતો.

અરે ! અચાનક જ ફોનની રીંગ વાગી,

અને ઝબકીને જાગી ગયો હતો.

આ શું ? કાંઇક અજુગતું લાગી રહયું હતું,

અરે ! હા, મારા હદયના ધબકારા તેજ થઇ ગયા હતા.

ખબર નહીં કેમ આજે આટલી બધી બેચેની લાગી રહી હતી,

હંમેશા શાંત રહેનારી ધડકન પણ આજે તેજ બની હતી.

કદાચ મને અણસાર આવી રહયો હતો કે,

હવે હું મારા પોતાનાને છોડીને જવાની તૈયારી કરી રહયો છું.

થોડો સ્વસ્થ બની ઉભો થયો અને લથડીયા ખાઇને પડી ગયો,

અહેસાસ આજે એક એવો થયો કે, કાયમ સાથ આપનારા શરીરે સાથ છોડી દીધો.

જીવનના અનેક સરવાળા-બાદબાકી અને ભાગાકારના ગણીત દેખાવા લાગ્યા,

જીવનમાં અનેક રંગો જોયા હતા,

પણ આ એક નવો જ રંગ હતો જે મેં ક્યારેય નહોતો જોયો.

મને પાક્કી ખાતરી થઇ જ ગઇ હતી કે,

ચોક્કસ આજે મારો છેલ્લો દિવસ છે.

બધાને મારે પ્રેમથી કહી દેવું છે,

કે ‘ધવલ’ તો બસ તમારા સંંંબંધનો મહોતાજ હતો.

વ્યકિતથી અનેક ભુલો થાય છે, મારાથી પણ થઇ હશે,

માફ કરી દેજો મારા વ્હાલાઓ, બસ હવે જાઇ રહયો છું.

અરે ! આ શું ? અચાનક જ મારો હાથ પકડીને મારી વ્હાલી ચાલી નીકળી,

પુરું થઇ ગયું જીવન, ખબર પણ ના પડી.

ચાલ ત્યારે મારી વ્હાલી, મારી લાડકી, મારી પોતાની ‘જીંદગી’,

આ જગતથી દુર, નવી દુનીયામાં, નવા સપનામાં.

૧૧. એટલું યાદ રાખજે કે..

તારા પ્રેમથી હું કાંઇ નથી જીવતો,

તને શું ખબર કે પ્રેમ શું છે.

મારી દરેક વાતને તે મજાક સમજી લીધી,

અને હું પાગલ સદા તારી વાતોને ગંભીતાથી લેતો રહયો.

તારો પ્રેમ નહોતો મળતો એટલે દુખી નહોતો,

હું તો બસ તને પ્રેમ કરીને જ સુખી હતો.

પારકા હોય કે પોતાના, સમય સૌને દગો કરે છે,

યાદ રાખજે તુ, કે હું તારી સાથે ક્યારેય દગો નહિં કરું.

એક સમય એવો આવશે કે તુ મારો સાથ છોડી દઇશ,

મારી જીંદગીનો એ છેલ્લો દિવસ હશે કે જ્યારે હું તારો સાથ છોડીશ.

જગત આખું મને કહે છે કે,

એ તારા માટે નથી અને તું એના માટે નથી.

અરે ! આ પાગલ દુનીયાને કેમ સમજાવું,

કે શરીર વિના હદય નથી અને હદય વિના શરીર નથી.

હું તો તને ખુબ ચાહું છું મારી લાડલી,

બસ આ દુનીયામાં તારા સહારે તો જીવું છું.

આજે સમયે અને કુદરતે મને ઠોકર મારી દીધી,

એટલે તુ મારાથી દુર થઇ ગઇ છે.

તેમ છતાં મારા દિલમાં તો આજે તું જ વસે છે અને વસતી રહીશ.

એ વાત અલગ છે કે તું મને નથી પ્રેમ કરતી,

પણ મારી વ્હાલી હું તને પ્રેમ કરું છું એ જ મારી જીંદગીની રાહ છે.

ખેર તને જેમ ઠીક લાગે તેમ તું કરજે,

પણ મારી ‘જીંદગી’ એટલું યાદ રાખજે કે,

હું તારા માટે બન્યો છું અને તું મારા માટે.

૧૨. પ્રેમ થઇ જાય છે

જીવનમાં ક્યારેક કોઇક ખાસ બની જાય છે,

ન ઇચ્છતા હોવા છતાં પ્રેમ થઇ જાય છે.

હું હંમેશા આવતીકાલની ચીંતા કરતો રહયો,

પણ એ આવતીકાલ ક્યારેય આવી જ નહીં.

વિચાર જે હતો તે ક્યારેય સાચો ન ઠર્યો,

સાચો હોવા છતાં હંમેશા હું જ ખોટો સાબિત થયો.

કેમ સમજાવું આ દુનીયાને કે હું દુખી ખુબ હતો,

કેમ કે, હું સદા મારી આવતીકાલની ચીંતા કરતો હતો.

જેને ચાહતો હતો તે દુનીયાના બંધનથી ડરતી હતી,

અરે કેમ સમજાવું એને કે બંધનથી નહિં પ્રેમથી જીંદગી જીવાય છે.

ક્યારેક અણધાર્યા વળાંકો પણ લાવી દેનારી મારી વ્હાલી ‘જીંદગી’,

કેમ સમજાવું કે તારી આવતીકાલના વિચારમાં મેં મારી આજ ખોઇ હતી.

થવાનું કંઇ જ નહતું આવતીકાલે,

તેમ છતાં આવતીકાલના ડરથી મારી આજ બગાડતો હતો.

જગત આખું કહે છે કે, કોઇ એક વિના જીંદગી અટકી નથી જતી,

હા ! સ્વીકારું છું, પરંતુ કોઇ એક વિના જીંદગી ચાલી પણ નથી શકતી.

તારા વિના જીવી લઇશ એમા કોઇ બે મત નથી,

પણ યાદ રાખજે એટલું બસ, કે તારા વિનાનું મારું જીવન વેરાન છે.

ના કોઇ રંગ, ના કોઇ ઉમંગ, ના કોઇ સ્વપ્ન,

બસ ! એક જ રંગ અને દરેક ક્ષણે સમજુતી સાથે જીવવાની વૃતી.

શરીર બે ભેગા થાય એટલે એની વ્યાખ્યાય બદલાય છે,

પ્રેમમાં બે એક થાય ત્યારે તેનું જીવન બદલાય છે.

૧૩. મારી ઇચ્છા પણ એ જ છે

ચાલ આજે તું તારા ઇશ્વરને પ્રાર્થના કર,

અને હું મારા ઇશ્વરને પ્રાર્થના કરૂં.

તુ માંગ તારા ઇશ્વર પાસે કે મારી ઇચ્છા પુરી થાય,

અને હું માંગું મારા ઇશ્વર પાસે કે તારી ઇચ્છા પુરી થાય.

મારા ને તારા ઇશ્વર પાસે,

એકબીજાની ખુશી અને ઇચ્છાપુર્તી માંગીએ.

સાંભળ્યું છે કે ઇશ્વર બીજાની મનોકામના પુરી કરે છે પણ પોતાની નહીં,

હું ક્યાં મારા માટે માંગું છું કાંઇ,

હું તો તારા માટે માંગું છું અને તું મારા માટે.

આપણે તો એકબીજા માટે કંઇક માંગીએ છીએ,

તો મારી ને તારી ઇચ્છા પણ એ પુરી કરશે, વિશ્વાસ રાખ.

હું નથી જાણતો કે તારી ઇચ્છા શું છે,

અને તું યે નથી જાણતી કે મારી ઇચ્છા શું છે.

બસ જાણીએ છીએ તો એકબીજાની ખુશી,

બસ જાણીએ છીએ તો એકબીજાની જીંદગી.

હા ! એટલું ચોક્કસથી જાણું છું,

કે મારાથી ક્યારેય દુર થવાનું તને મંજુર નથી.

કદાચ તારી ઇચ્છા પણ એ જ હશે,

અને મારી ઇચ્છા પણ બસ એ જ છે.

૧૪. ગણીત જોવા બેઠો જિંદગીનું

આજે જીંદગીનું ગણીત જોવા બેઠો,

સુખ-દુખના સરવાળા જોવા બેઠો.

જીંદગીમાં બસ કોઇ એક સહારો એવો નહતો,

જેના સહારે દુનીયા જીતી લઉં.

તેમ છતાં આજે એક એવો સાથી શોધવા બેઠો,

કે જે મને પછડાટ ખાધેલી હાલતમાંથી કરે બેઠો.

અનેક સંબંધો બાંધ્યા અને અનેક ગુમાવ્યા,

ત્યારે આજે એમ થયું કે જે ગુમાવ્યું એ શું ખરેખર મારૂં હતું ?.

આમ તો જીવનમાં કશું જ આપણું નથી,

ખાલી આવ્યા ને ખાલી જવાના.

આ બધી તો વાતો છે ખાલી,

ક્યાં કોઇ સમજી છે.

ખરેખર મારે એ સમયે એને સ્વીકારી લેવી હતી,

આજે દુખ છે કે એને મેં સ્વીકારી ન હતી.

૧૫. તારા વિના કોણ છે મારૂં

સુખ હોય કે દુખ આખરે સાથ આપવા વાળી તો તું જ છે ને,

તારા વિના કોણ છે મારૂં આ દુનીયામાં.

સબંધો બધા મનના અને શરીરના છે,

દિલ અને આત્માનો પવિત્ર સબંધ તો ફક્ત તારો જ છે.

નહિં સમજી શકે આ દુનીયા આપણા સબંધને,

એટલે તો આ દુનીયાથી છુપાવાનો છે.

પ્રેમની વ્યાખ્યાય આ દુનીયા નથી જાણતી,

કુદરતે આપણને સમજાવી છે તો આપણે તો સમજીએ.

એને મંજુર ન હોત જો આપણો સંબંધ,

તો શું કામ આપણા બે ને એક કર્યા હોત.

તુ વ્હાલ કરતા ઠોકર ખુબ મારે છે,

પણ એ ઠોકર ખાવાનો અધીકાર પણ મારો જ છે ને.

દુનીયાની ચીંતામાં આપણે આપણું બધું ખોઇ બેસીશું,

પણ એકમેકની ચીંતામાં આપણે બધું મેળવી લઇશું.

તું મારો આત્મા છે એટલે જ તું મારી તાકાત બની જા,

તું મારું શરીર નથી કે સમય આવ્યે મારી કમજોરી બની જાય.

શરીરના સંબંધો ક્યારેય મનને નથી સમજતા,

દુનીયાના સબંધો ક્યારેય વ્યકિતને નથી સમજતા.

બસ એક જ એવો અનમોલ સંબંધ છે આત્માનો,

જે બધું સમજે છે અને ખુશી આપે છે.

અરે સમજી જા મારી જીંદગી,

કોઇ જ નથી આપણું આ જગતમાં.

બસ એક જ સંબંધ છે મારો ને તારો,

ચાલ આજે તું જ મારી તાકાત બની જા.

દુનીયાની ચીંતા કરવાથી સુખી નહિં થવાય,

કારણ કે દુનીયા તો સમાજના બંધનોથી ચાલે છે.

કેમ વિચારે છે આવતીકાલનું,

આવતીકાલે તો મોત આવશે મારૂં.

એમ થશે પછી તને કે, ગઇકાલે જીવી હોત તો,

પણ પછી પસ્તાવા સિવાય કંઇ જ નહીં હોય.

એટલે જ કહે છે ધવલ,

બસ માણી લે, સ્વીકારી લે, અને સમજી લે.