પ્રેમ-અપ્રેમ
ભાગ-૮
મિત્રો આપ આપણા સૂચનો અને અભિપ્રાયો મને આપશો તો મને ગમશે...
મોબાઈલ : ૯૯૯૮૭૨૧૫૮૩, ૯૭૨૫૪૯૨૮૨૨
ઈ મેઈલ : morbitiles09@yahoo.in
***************************************************
‘90 ફીટ એબવ’ રેસ્ટોરન્ટનાં જન્નત જેવાં ઓપન એર સીટીંગમાં સૂપ અને સ્ટાર્ટરની વેઇટ કરતાં સ્વાતિએ પોતાનાં પર્સમાંથી કંઈક કાઢીને ટેબલ પર મુક્યું, જે જોતાં જ અપેક્ષિતે સરપ્રાઈઝ થઈ જતાં સ્વાતિને પૂછ્યું,
“વ્હોટ્સ ધીસ સ્વાતિ...?!!”
“ઓન યોર પ્રમોશન અ લીટલ ગીફ્ટ ફ્રોમ મી.... તું દિવસે ને દિવસે પ્રગતિના નવા શિખરો સર કરે એવી શુભેચ્છા....અનપેક ઈટ માય ડીઅર.....” સ્વાતિ ગીફ્ટ અપેક્ષિતનાં હાથમાં પકડાવતા બોલી.
“ઓહ...! ગીફ્ટની ક્યાં જરૂર હતી સ્વાતિ..? તારી શુભેચ્છાઓ જ મારાં માટે કાફી છે....બટ એનીવેય્ઝ...તું આટલા પ્રેમથી લાવી છે તો હું ના નહી પાડી શકું....” કહેતાં અપેક્ષિતે ગીફ્ટ ખોલીને જોયું તો અંદર ક્રિસ્ટલનાં પિરામિડમાં ગણપતિબાપનું મીડીયમ સાઈઝનું અત્યંત સુંદર ટેબલ પીસ હતું. અપેક્ષિત થોડીવાર ગણપતિ બાપનું મનમોહક સ્વરૂપ જોતો જ રહી ગયો.
“થેંક યુ વેરી મચ સ્વાતિ ફોર સચ અ નાઈસ ગીફ્ટ......આ પિરામિડ હું સદાય મારી ઓફિસમાં મારાં ટેબલ પર રાખીશ...”
“માય પ્લેઝર ડીઅર.....એઝ યુ વિશ...” બંનેની આંખોનું તારા મૈત્રક રચાયું ત્યાં ઓર્ડર કરેલી આઈટેમ્સ સર્વ થઈ.
“આઈ એમ ટુ મચ હન્ગ્રી યાર.... મારાં પેટમાં તો ક્યારના ચૂહા કુદે છે..”
“મને પણ....” કહેતાં સ્વાતિ એ સૂપમાંથી એક સ્પૂન ભરીને અપેક્ષિતનાં મોંમાં મૂકી. સ્વાતિનો આવો ભાવ જોઈને અપેક્ષિત થોડો સેન્ટી થઈ ગયો. બંને સૂપ અને સ્ટાર્ટરની મોજ માણતાં ઉહ, વાઉ, સો ડીલીસ્ય્શ કહેતાં ફૂડનાં વખાણ કર્યે જતાં હતાં. સ્વાતિએ ગીફ્ટ તો આપી પણ હજી રોઝ અને કાર્ડ આપીને અપેક્ષિતને પોતાનાં દિલની વાત કરવાની બાકી હતી, પણ કોઈ વાતે તેની હિંમત થતી નહોતી.
“શું વિચારમાં છે..? કંઈ કહેવા માંગે છે..? હજી બીજી કોઈ જગ્યાએ પાર્ટી જોઈએ છે...?” અપેક્ષિતને અણસાર આવતાં તેણે હળવી મજાક કરી પૂછવાની કોશિષ કરી.
“નથીંગ રીઅલી, યુ ડોન્ટ બોધર....લેટ્સ ઓર્ડર સમથીંગ મોર....સાંભળ્યું છે કે અહીં નું વેજ લઝાનીયા બહુ સારું મળે છે....? લેટ્સ ટ્રાય ઈટ એન્ડ વિથ ધેટ સાન્ગ્રિઆ...?” સ્વાતિએ ટ્રેક ચેન્જ કરીને બહુ સિફતથી વાત ટાળી દીધી.
“ઓહ ઓકે..વ્હોટ એવર યુ લાઈક માય ડીઅર....” સ્વાતિના સજેશનને સ્વીકારીને અપેક્ષિતે વેઈટરને બોલાવી વેજ લઝાનીયા સાથે બે સાન્ગ્રિઆ(ગ્રેપ જ્યુસ, ઓરેન્જ જ્યુસ, લાઈમ જ્યુસ, અને એપ્પલના પીસીસ મિશ્રિત એક મોકટેલ) ઓર્ડર કર્યા. સ્વાતિ અને અપેક્ષિત મંદ મંદ વાતા શીતળ પવનની સાથે કોન્ટીનેન્ટલ ફૂડનો લુત્ફ ઉઠાવતાં અલક મલકની વાતો કરતા રહ્યાં. ડીનર પૂરું કરીને બંને મોનિકાનો આઈસ્ક્રીમ ખાવા ગયા. ત્યાં ‘ક્રીમી ડ્રાય ફૂટ ડીલાઈટ’ જેવાં રીચ આઈસ્ક્રીમનો આસ્વાદ માણ્યો. અપેક્ષિત સ્વાતિને ડ્રોપ કરવાં તેના એપાર્ટમેન્ટ પર ગયો. કારમાંથી નીચે ઉતરતાં પહેલાં સ્વાતિએ કહ્યું,
“અપેક્ષિત, આઈ વોન્ટ ટુ સે યુ સમથીંગ....”
“યસ ટેલ....મેં તો રેસ્ટોરન્ટ પર પણ તને પૂછેલું કે તું કંઈ કહેવા માગતી હોય એવું લાગે છે.”
“ડુ યુ નો...કેમ મેં આજે જ તને પાર્ટી આપવા કહ્યું ....?”
“નો, આઈ રીઅલી ડોન્ટ નો...ઇવન આઈ વોઝ થીંકીંગ ધેટ વ્હાય યુ ઈનસિસ્ટેડ ફોર ટુ ડે..”અપેક્ષિતે વિચાર કરતાં કહ્યું.
“અપેક્ષિત આજે ૮ ફેબ્રુઆરી છે. ઇટ્સ અ પ્રપોઝ ડે ટુડે ઓફ ધ વેલેન્ટાઇન વિક....એ ખબર છે કે એ પણ ખબર નથી..?”
“ઓહ...! હા એ ખબર છે, તો તેનું શું..?”
“અપેક્ષિત બહુ સમયથી હું તને મારાં દિલની વાત કહેવા માગતી હતી પણ કહી નહોતી શકતી, આજે પ્રપોઝ ડે ના દિવસે હું માંડ તને એ વાત કરવાની હિમત ભેગી કરી શકી છું....”
અપેક્ષિત વિસ્મય સાથે સ્વાતિ સામે જોયા કર્યો અને સાંભળ્યા કર્યું. સ્વાતિએ પર્સમાંથી કાર્ડ તથા રેડ રોઝ કાઢીને અપેક્ષિતને આપતાં કહ્યું,
“અપેક્ષિત, હું તને રૂબરૂ નહીં કહી શકું એટલે આ કાર્ડની અંદર એક લેટર છે તેમાં મેં મારાં દિલની વાત લખી છે, તું શાંતિથી વાંચી અને વિચારીને મને રીપ્લાઈ આપજે. આઈ વિલ બી વેઈટીંગ....હેપ્પી પ્રપોઝ ડે માય ડીઅર....આઈ લવ યુ.... બાય..ગૂડ નાઈટ...” કહેતાં સ્વાતિ ઝટપટ કારમાંથી ઉતરીને લીફ્ટ તરફ જતી રહી. તેણે અપેક્ષિતના બાય કહેવાની રાહ પણ ન જોઈ. અપેક્ષિત તેને લીફ્ટ સુધી જતાં જોઈ રહ્યો, તે અત્યંત સરપ્રાઈઝ થઈ ગયેલો.
વિચારોના વમળમાં અટવાતા અપેક્ષિતે કાર તેના ઘર તરફ દોડાવી મૂકી. ફ્લેટમાં એન્ટર થતાંની સાથે જ તેણે પોતાની જાતને સોફા પર ઢાળી, કવરમાં પેક્ડ કાર્ડ કાઢીને જોવા લાગ્યો. કાર્ડ એકદમ સોબર પણ મનમોહક હતું. ફ્રન્ટ પર “I LOVE YOU” અત્યંત સુંદર રીતે કર્સીવ રાઈટીંગમાં લખેલું હતું. કાર્ડ ખોલતાં સેન્ટરમાં એક થ્રી ડી હાર્ટ બનાવેલું હતું જેની એક બાજુ એક છોકરી ‘ની ડાઉન’ થયેલી દોરાયેલી જેના હાથ પર હાર્ટનો બોટમ પાર્ટ હોય અને બીજી બાજુ એક છોકરો એ હાર્ટને બંને હાથે હગ કરતો દોરેલો હતો. એક બાજુ પ્રપોઝ ડેનું સુંદર ક્વોટ લખેલું હતું,
“If I could reach your hand, will you hold it..?
If I hold out your arms, will you hug me..?
If I go for your lips, will you kiss me..?
If I capture your heart, will you love me..?
If I love you, Will you be my forever..?”
ડાબી બાજુ ઉપરના ખૂણામાં સ્વાતિએ પોતાનાં સુવાચ્ય અક્ષરોમાં ‘To My Dear Apekshit’ લખેલું હતું તેમજ જમણી બાજુ નીચેના ખૂણામાં ‘Love You, Swati’ લખ્યું હતું. આટલું સરસ કાર્ડ જોઈને અપેક્ષિત અભિભૂત થઈ ગયેલો. ત્યારબાદ તે અંદરથી લેટર કાઢીને વાંચવા લાગ્યો.
“અપેક્ષિત, Happy Propose Day...My Dear...
I Love You So Much...Since the very first day I saw you. હા અપેક્ષિત હું તને ત્યારથી જ ચાહવા લાગેલી જયારે મારી જોબના પહેલાં જ દિવસે તે મને વેલકમ કરેલી. તારી ચેમ્બરમાં તે મને જોબ ડીટેઈલ્સ સમજાવેલી અને કહેલું કે હું કોઈ પણ જાતના ડર વિના કામ કરું, ક્યાંય પણ કન્ફયુઝ થાઉં તો તને પૂછી લઉં તેમજ તું મને પૂરી હેલ્પ કરશે. બસ તે દિવસથી જ હું તને મનમાં ને મનમાં અનહદ ચાહવા લાગી. તારો મળતાવડો અને બધાંને મદદરૂપ થવાનો સ્વભાવ મને ખુબ ગમવા લાગ્યો. જેમ જેમ આપણે વધુ નજીક આવતાં ગયા તેમ તેમ હું વધુને વધુ તારા પ્રેમમાં ખૂંપતી ગઈ પણ હું ક્યારેય તને મારાં દિલની વાત કહી ન શકી કારણ કે મને લાગતું કે તું મને બેસ્ટ ફ્રેન્ડ માને છે પણ પ્રેમ નથી કરતો. મારી એ માન્યતા ત્યારે સાચી પડી જયારે તેં પહેલી વાર મને પ્રિયા વિશે જણાવેલું ત્યારે હું અંદરથી એકદમ તૂટી ગયેલી, પણ તેમ છતાં મેં ક્યારેય તને એવું દેખાવા જ નથી દીધું. મેં મારાં દર્દને દિલની અંદર છુપાવી લીધું, મનને એમ સમજાવી દીધું કે તે ક્યાં કદી મને પ્રેમ કર્યો છે..? તે તો હંમેશા એક ફ્રેન્ડ તરીકે જ મને જોઈ છે અને તારી ફરજ હંમેશા તે બખૂબી નિભાવી છે તો હવે મારે પણ તારી ફ્રેન્ડ તરીકેની ફરજ બજાવવી જ જોઈએ તેમાં મારો પ્રેમ ક્યારેય નડતરરૂપ ન બનવો જોઈએ. સમય જતાં હું વધુને વધુ સ્ટ્રોંગ બની ગઈ. પછી જયારે પ્રિયા તને છોડીને ગઈ ત્યારે મેં મનોમન નક્કી કરી લીધેલું કે તારા જીવનમાં હું હવે ક્યારેય તને પ્રિયાની ઉણપ વર્તાવા નહીં દઉં. તે સમયે તારે એક સહારાની સૌથી વધુ જરૂર હતી અને મને ખબર હતી કે તારી લાઈફમાં હું એક જ એવી વ્યક્તિ છું કે જે તારો સહારો બની શકે. મેં મન મક્કમ કરીને તારી બેસ્ટ ફ્રેન્ડ બનીને સદા તારી આસપાસ રહીને તને ક્યારેય એકલો ન પડવા દેવાનું નક્કી કર્યું, મારું માનવું છે કે હું તેમાં મહદંશે સફળ પણ રહી છું. આ અરસામાં મેં હંમેશા કોશિષ કરી કે તું ક્યારેય પ્રિયાના દર્દમાં દુઃખી ન રહે. મેં તને હંમેશા હસાવવાની અને પળેપળ તારો સાથ આપવાની પૂરી કોશિષ કરી. હું તારા એક તરફા પ્રેમમાં છું એ વાત તને ક્યારેય મેં વર્તાવા સુદ્ધાં નથી દીધી. હું ક્યારેય તને મારાં દિલની વાત કરવાની નહીં હતી પરંતુ તારા બર્થ ડેના દિવસે જયારે મેં તને હગ કર્યું ત્યારે મારાં હ્રદયના બધાં જ તાર એકસાથે ઝણઝણી ઉઠ્યા, તારા માટેની તમામ લાગણીઓ જાણે આળસ મરડીને ફરી જાગી ઉઠી. સુક્કા રણની અતૃપ્ત ધરા પર જાણે આકાશી હેત વરસ્યું હોય તેમ એક આલિંગનમાં મારું હૈયું ફરી તરબોળ થઈ ગયું. એ આલિંગન પછી મારાં સૂતેલા સપનાઓ ફરી જીવંત બની ગયા. ભો માં ભંડારી દીધેલી તમામ ઈચ્છાઓ ફરી બહાર આવી ગઈ. આટલા સમયમાં ત્યારે પહેલી વાર મને એવું લાગ્યું કે દિલના કોઈક ખૂણામાં તને પણ મારાં માટે પ્રેમની લાગણી છે એવું જણાતાં મને થયું કે કમ સે કમ એક વાર તો મારે મારાં દિલની કિતાબ તારી સામે ખુલ્લી મુકવી જ જોઈએ. તે દિવસ પછી થી હું સતત તકની રાહ જોતી હતી કે જયારે હું તને મારાં દિલની વાત જણાવી શકું. બહુ પ્રયત્ન કરવાં છતાં હું તને રૂબરૂ ન કહી શકી. જો કે ક્યારેય જોઈએ તેવી તક મળી જ નહીં. પરંતુ આજના દિવસે તારું પ્રમોશન થયું અને ઉપરથી આજે પ્રપોઝ ડે હોવાથી મેં તને આજે જ ડીનર માટે કહ્યું, પણ મને ખબર હતી કે હું તને રૂબરૂ નહીં કહી શકું એટલે આ લેટર દ્વારા આજે હું કહેવા માગું છું કે હા અપેક્ષિત હું તને બેહદ પ્રેમ કરું છું, કદાચ તું કલ્પના પણ નહીં કરી શકે એટલો પ્રેમ કરું છું. હું મારાં જીવનની દરેક પળ તારી સાથે જ વિતાવવા માગું છું. I want to be mother of your children and I want to grow old with you….Will You…Apekshit…?”
લેટર વાંચતા વાંચતા અપેક્ષિતની આંખોમાંથી આંસુ વહી રહ્યાં હતાં. તે વિચારવા લાગ્યો કે કોઈ તેને આટલો પ્રેમ કઈ રીતે કરી શકે..? શું તે સ્વાતિના આટલાં પ્રેમને લાયક છે...? તેણે અનેક વાર તે લેટર વાંચ્યો, ક્યાંય સુધી વિચારતો રહ્યો. ઘડિયાળમાં જોયું તો સાડા બાર થઈ ગયેલા પંરતુ હજી સ્વાતિનો ગૂડ નાઈટનો મેસેજ નહોતો આવ્યો એટલે તે સમજી ગયો કે સ્વાતિ હજી તેના ફોનની કે રીપ્લાઈની રાહ જોતી હશે. તેણે આંસુ લૂછ્યા અને મોબાઈલમાં સ્વાતિનો નમ્બર ડાયલ કર્યો. માંડ અડધી રીંગ વાગી ત્યાં જ સામેથી કોલ પીક થઈ જતાં અપેક્ષિત બોલ્યો,
“હેલ્લો સ્વાતિ...........!!”
(ક્રમશ:)
-આલોક ચટ્ટ