Coffee House - 16 in Gujarati Love Stories by Rupesh Gokani books and stories PDF | કોફી હાઉસ - ૧૬

Featured Books
  • My Wife is Student ? - 25

    वो दोनो जैसे ही अंडर जाते हैं.. वैसे ही हैरान हो जाते है ......

  • एग्जाम ड्यूटी - 3

    दूसरे दिन की परीक्षा: जिम्मेदारी और लापरवाही का द्वंद्वपरीक्...

  • आई कैन सी यू - 52

    अब तक कहानी में हम ने देखा के लूसी को बड़ी मुश्किल से बचाया...

  • All We Imagine As Light - Film Review

                           फिल्म रिव्यु  All We Imagine As Light...

  • दर्द दिलों के - 12

    तो हमने अभी तक देखा धनंजय और शेर सिंह अपने रुतबे को बचाने के...

Categories
Share

કોફી હાઉસ - ૧૬

કોફી હાઉસ પાર્ટ – 16

વિષય – લવ સ્ટોરી

રૂપેશ ગોકાણી

“આવો આવો કથાનાયક, તમારા શ્રોતાઓ તમારી કાગડોળે રાહ જોઇ રહ્યા છે.” હેમરાજભાઇ લહેકાના સ્વરે બોલ્યા. “માફ કરજો કાકા, આજે આવવામાં જરા મોડુ થઇ ગયુ પણ તેનુ કારણ આ તમારા માટે કોફી બનાવી રહ્યો હતો એ છે.” પ્રવીણભાઇએ કોફીનું થરમોસ બતાવતા કહ્યુ. “વાહ રે વાહ પ્રવીણ્યા, હમણા અહી સાંજે આવી જઇએ છીએ ચાલીને તો તારા કોફીહાઉસ સુધી આવવાનો ટાઇમ જ નથી મળતો અને તારા હાથની કોફી પણ મને મળતી નથી. તારી કોફી પીવાની એવી તલપ લાગી હતી અને આજે તું થરમોસ ભરીને લાવ્યો, ખુબ જ સરસ. ચાલ ચાલ પાર્થયા જલ્દી કોફીના કપ ભર.” પ્રતાપભાઇ ઉત્સુકતાથી બોલી ઉઠ્યા.

બધાએ આરામથી કોફી પી લીધી અને ત્યાર બાદ રૂટીન ક્રમ મુજબ પ્રવીણભાઇ આંખો બંધ કરી સમાધી અવસ્થામાં સરી પડ્યા. “તને કાંઇ ખબર પડે છે કે નહી, બદદિમાગ જ રહી છે સાવ. તને કહ્યુ હતુ ને કે આજે શાક તીખુ બનાવજે. આ શાક છે? આ’ને શાક કહેવાય? કાંઇ ખબર પડે કે મગજ માવતરે મુકી આવી છે?” સાદુ જમણ જોઇને પપ્પા તાડુકી ઉઠ્યા અને થાળીનો છુટ્ટો ઘા કર્યો. “મમ્મી તો પપ્પાનુ આ રદ્ર રૂપ જોઇ ગભરાઇને દૂર ખસી તો ગયા પણ થાળીમાં રહેલુ ભોજન તેમના પગ અને સાડીમાં ઉડ્યુ. આ ગભરાહટમાં તેમની સાડીનો પ્લ્લુ માથા પરથી ખસી ગયો એ જોઇને તો પપ્પાનો ગુસ્સો વધુ ભભૂકી ઉઠ્યો.

“એવી તે શું ડરીને દૂર ભાગી ગઇ, હું કાંઇ સાવજ દીપડો નહી અને શું આપણું ગામ મુક્યાની સાથે સાથે લાજ શરમ પણ ત્યાં જ મુકીને આવી ગઇ કે શું? આ તારા માથે પલ્લુ કોણ તારો બાપ સરખો કરી દે’શે.?” “ મમ્મી ધૃજતા હતા પણ તેને પોતાની રીતે એ પણ છુટ ન હતી કે તે પપ્પાથી દૂર જઇ શકે. હું આગળના રૂમમાં ઉભો બધુ સાંભળી રહ્યો હતો, મમ્મીના રડવાનો અવાજ સાંભળી ઘણીવારથી મનમાં ને મનમાં દબાવીને રાખેલો ગુસ્સો મારા પર સવાર થઇ ગયો અને હું દોડીને પપ્પા સાથે ઝઘડો કરવાના મુડમાં જ રૂમમાં આવ્યો. “પાપા તમે......” મારુ વાક્ય મમ્મીએ પુરુ થવા ન દીધુ, તેણે મારો હાથ પકડી લીધો અને કાંઇ પણ ન બોલવા ઇશારો કરી દીધો પણ ત્યારે હું કાંઇ સાંભળવાના મુડમાં જ ન હતો.

“તમને અહી ઠીક થવા માટે લાવ્યા છીએ ન કે વધુ તબિયત બગડે તે માટે. હું કે મમ્મી અહી મોજશોખ કે હરવા-ફરવા માટે નહી આવ્યા, અમે પણ અહી મજબુરીથી રહીએ છીએ. મારુ ભણતર હું છોડીને આવી ગયો અને મમ્મી પણ તમારી સાથે નાછુટકે અહી આવ્યા એ બધુ શા કારણે? તમને ચુસ્ત તદુરસ્ત બનાવવા માટે અને જ્યારે ડોક્ટર છુટ આપે ત્યારે તીખુ તળેલુ મસાલેદાર બધુ ખાજો, અમે પણ ના પાડીશુ નહી પણ મહેરબાની કરીને હમણા આ સાદુ ભોજન જ લો તો પગે લાગુ તમને.” હું ગુસ્સાભેર બે હાથ જોડી તેમની સામે ઉભો રહી ગયો. “અરે તારી એ મજાલ કે મારી સામે આમ તાડુકે?” કહેતા પાપા ઉભા થઇ ગયા અને હાથ ઉગામી લીધો પણ મમ્મી વચમાં આવી ગયા પણ પાપા પોતાનો મગજ ગુમાવી જ બેઠા હતા, તેણે મમ્મીનો હાથ પકડી દૂર ધક્કો માર્યો ત્યાં બાજુમાં રહેલા ટેબલ પર મમ્મીનું માંથુ ટકરાયુ, મમ્મી ખુબ જોરથી બૂમ પાડી ઉઠ્યા. મે જોયુ તો મમ્મીને કપાળ પરથી લોહી નીકળતુ હતુ.

“મમ્મી..........” હું બૂમ પાડીને મમ્મી પાસે દોડી ગયો અને તેમને સહારો આપી બેડ પર બેસાડ્યા અને રૂ લઇને ઘા સાફ કર્યો અને પટ્ટી લગાવીને ડ્રેસીંગ કરી દીધુ. “મમ્મી બહુ દુખતુ તો નથી ને તને?” મે મમ્મીને ડ્રેસીંગ કરતા પુછ્યુ. “દિકરા આ ઘા તો કાંઇ નથી મારે મન, બસ તારા પપ્પા ઠીક થઇ જાય એટલે બસ છે. તને એક વાત કહું, કદાચ હું રહું નહી તો તારા પપ્પા સામે ઝઘડો ન કરજે તેની વ્યવસ્થિત રીતે દેખભાળ કરજે. જો હવે નડિયાદમાં તો આપણું એક મકાન જ રહ્યુ છે, મારુ તો કહેવુ એમ છે કે તે મકાન વેચીને અહી જામનગર જ તું અને પપ્પા સ્થિર થઇ જાઓ.” “મમ્મી પણ આમ કેમ બોલે છે? તને કાંઇ નહી થાય. તારી ઇચ્છા છે તો અહી જામનગરમાં જ આપણે સેટલ્ડ થઇ જશું પણ તુ આવા વિચારો ન કરજે ક્યારેય.” હું ચિંતીત સ્વરે બોલી ગયો. “ચાલ મમ્મી તુ હવે આરામ કરજે. હું પાપાને કસરત કરાવવા માટે હોસ્પિટલ જાંઉ છું.” મમ્મીને કહ્યુ. “દીકરા મને કાંઇ થયુ નથી. હું પણ સાથે આવું છું. વળી રસ્તામાં કે હોસ્પિટલે તમે બાપ દીકરો ઝઘડી પડશો તો???”

“ના મમ્મી તારે આજે આવવાની કોઇ જરૂર નથી. તુ તારે બસ આરામ કર. અમે બન્ને જઇ આવીએ છીએ અને તુ ચિંતા ન કર હું કાંઇ ઝ્ઘડો નહી કરું પાપા સાથે.” કહેતા મે મમ્મીને આરામ કરવા માટે બીજા રૂમમાં મોકલી દીધા અને હું અને પાપા બન્ને સમર્પણ હોસ્પિટલ જવા નીકળ્યા. અમે ભાડા પર રાખેલુ મકાન હોસ્પિટલથી ૧૫ મિનિટ દૂરી પર હતુ. રીક્ષા મળતા જ અમે બન્ને બેસી નીકળી ગયા. આખા રસ્તે પાપાનું બોલવાનુ ચાલુ જ હતુ, પણ હું મગજ પર કંટ્રોલ કરી એક કાનેથી સાંભળી બીજા કાનેથી બધુ બહાર કાઢી નાખતો હતો. અહી જામનગર આવ્યા પછી મે એક વાત માર્ક કરી હતી કે મમ્મી દુઃખ અને હતાશામાં ગરકાવ થતા જતા હતા અને પપ્પાનો સ્વભાવ આ બધી દવાઓ લેવાથી અને કમને આ બધી કસરત કરવાથી અને સાદુ જમણ લેવાથી તેમનો સ્વભાવ પણ ચિડિયો બની ગયો હતો. મમ્મી અને પાપા બન્નેના સ્વભાવ વચ્ચે હું ચટણી બની જતો. બન્ને વચ્ચે સમન્વય સાધવા માટે હું બનતી મહેનત કરતો પણ એક યા બીજા કારણોસર પાપા મમ્મી સાથે ઝઘડી જ પડતા અને તેના કારણે મમ્મી વધુ હતાશામાં ધકેલાતા જતા. એક બાજુ મને પાપાનું પણ ટેન્શન થતુ હતુ અને સાથે સાથે મમ્મીની પણ ચિંતા હતી. આ બધી પરિસ્થિતિમાં ક્યાંક મમ્મીને કે પાપાને બે માંથી કોઇને કાંઇ થઇ જશે તો? આવા વિચારો વચ્ચે ચકરાવા લેતો હું પપ્પા સાથે હોસ્પિટલ પહોંચી ગયો. ત્યાં જઇ ખબર પડી કે મશીનમાં ટેક્નિકલ ખરાબી હોવાથી એક કલાક બાદ પાપાનો કસરતમાં વારો હતો. હું પાપાને ત્યાં બેસાડી બહાર કેમ્પસમાં લટાર મારવા જતો રહ્યો. આજે બપોરે જમવામાંથી ઝઘડો થવાથી મે પણ જમ્યુ ન હતુ એટલે મને કકડીને ભુખ લાગી હતી. ભુખને કારણે મારુ માથુ ચકરાવા લઇ રહ્યુ હતુ માટે બહાર જઇ ચા-નાસ્તો કરવાનો વિચાર કરતો હું બહાર રોડ સુધી પહોંચી ગયો.

હોટેલવાળો કલ્લુ પણ હવે મને સારી રીતે ઓળખી ગયો હતો. મને જોઇને તેણે તરત જ ખુરશી તેના ગમછા વડે સાફ કરતા બોલ્યો, “આવો આવો સાહેબ, શું ઓર્ડર છે કહો?” “કલ્લુ ચા લઇ લે ને એક અને સાથે કાંઇક કટકબટક માટે પણ લેતો આવજે. સાહેબ ગરમાગરમ કચોરી ઉતરી છે, કહો તો કચોરી ચખાડુ તમને?” “મારુ ધ્યાન હજુ પણ મમ્મી પાપાના ઝઘડામા જ હતુ તેથી મે કાંઇ જવાબ ન આપ્યો. “સાહેબ ક્યાં ખોવાઇ ગયા? શું કાંઇ ટેન્શનમાં છો?” કલ્લુએ નજીક આવી મારો ખભો દબાવતા પુછ્યુ. “અરે નહી તો કલ્લુ. શું કહેતો હતો તું?”

“સાહેબ મે પુછ્યુ કે કચોરી ગરમાગરમ ઉતરી છે, એક પ્લેટ ચાખો, બહુ મજા આવશે તમને ગરમાગરમ ચા સાથે કચોરી.”

“હા ઓ.કે. લઇ લે ચાલ.” મે કલ્લુને કહ્યુ અને ફરી ગુમસુમ બની ગયો અને હાઇ-વે રસ્તાની ભીડ નીહાળી રહ્યો હતો અને ફટાફટ ચાલતી મોટર, બસ અને ખટારાઓ જોતા એ મેહસુસ થતુ હતુ કે આજના આ ઝડપી યુગમાં કોઇને પણ સમય નથી . બધા ક્ષુલ્લુક સુખ મેળવવા માટે ભાગાદોડી કરી રહ્યા છે.

આજે હું જામનગરમાં એકદમ મુક્ત જ છું. હવે તો નથી મારુ ભણતર ચાલુ કે નથી મારી કુંજ મારી પાસે. બસ આખો દિવસ એકલુ રહેવાનુ અને મમ્મી પાપાને સાચવવાના. હું પણ ઘરમાં બેસી કંટાળી જતો પણ જો હું બહાર જતો રહું તો પાછળથી પાપા મમ્મી સાથે ઝઘડો કરી બેસે તો એ વિચારથી હું પણ ક્યાંય બહાર જતો નહી.

પાપાની તબિયત બગડ્યા પછી નડિયાદ આવ્યો અને એ પણ કુંજ કે કોઇને પણ કાંઇ પણ જાણ કર્યા વિના ત્યારથી લાઇફ ખુબ ટેન્શનવાળી બની ગઇ હતી. આજે કુંજ ખુબ યાદ આવી રહી હતી. એમ થતુ હતુ કે જામનગરથી તો રાજકોટ બસ બે કલાકની દૂરી પર છે તો એક દિવસ જઇ કુંજુને મળી આવુ પણ જવાનો મોકો જ મળતો નહી મને.

કુંજના વિચાર સ્મરણયાત્રામાં વિહારતો હતો ત્યાં કલ્લુ ચા-નાસ્તો લઇને આવી ગયો, કલ્લુની મસાલેદાર ચા અને ટેસ્ટી કચોરીઓની સોડમ મારા નાક સુધી પહોંચી અને મનને તરોતાજા બનાવી રહી હતી. “લો સાહેબ નાસ્તો કરી લો અને મને જણાવજો કે કચોરીનો ટેસ્ટ કેવો છે?” કહેતો કલ્લુ બીજા ગ્રાહકોને સમજાવવા જતો રહ્યો. “હજુ તો મે ચા ની પહેલી ચુસકી ભરી ત્યાં સામેનુ દ્રશ્ય જોઇ હું દંગ બની ગયો.દૂર સામેથી જોઇ સ્ત્રી પોતાના હોંશકોંશ જાણે ગુમાવી બેઠી હોય તેમ આવી ટ્રાફીકમાં રસ્તા વચ્ચોવચ ચાલતી આવી રહી હતી. પાછળથી આવતા વાહનો તે સ્ત્રી પર ગુસ્સો ઠાલવતા રસ્તો કરી નીકળી જતા. “કલ્લુ જરા જો તો પેલી સ્ત્રી જે દૂર રસ્તામાં વચ્ચે ચાલી રહી છે, તેને શું મોતનો પણ ભય નહી હોય?” મે નાસ્તો આપતા કલ્લુને કહ્યુ. “અરે સાહેબ, હશે કોઇ બીચારી, વખતનો માર પડ્યો હશે નહી તો આ રીતે કોઇ શા માટે સામેથી મૃત્યુને ભેટવા આમ રસ્તાની વચ્ચે ચાલે?” કલ્લુના એ શબ્દો સાંભળી મને મનોમન મારી મા યાદ આવી ગઇ. તેને પણ પપ્પા દ્વારા અપમાનીત અને કટુત્તાભર્યા શબ્દો આટલા વર્ષોથી સહન કરતી આવી છે પણ તેણે ક્યારેય હિમ્મત હારી નથી. મને મમ્મીની હિમ્મત પર ભારોભાર માન ઉપજી આવ્યુ તે વખતે. “એ બાઇ, આઘી જા, કાંઇ ખબર પડે છે કે નહી તને? મરવાની આટલી જ ઇચ્છા હોય તો નજીકમાં રેલ્વેના પાટા પર જા’ને, અહી શું અમને પણ નાહક પરેશાનીમાં ધકેલે છે?” એક મોટરચાલકે ઉતરીને પેલી સ્ત્રીને ઠમઠોરતા કહ્યુ.

પેલો મોટરચાલક જોરથી બૂમો પાડતો હતો એ મે સાંભળ્યુ પણ હજુ પેલી સ્ત્રીનો ચહેરો દેખાઇ આવતો ન હતો મને, અધુરામા પુરુ ત્યાં લોકોની ભીડ એકઠી થઇ આવી હરી તેના કારણે પણ કાંઇ દેખાતુ ન હતુ. પેલી સ્ત્રી તો કાંઇ સાંભળ્યુ ન હોય તેમ વળી ઉલ્ટી દિશામાં ચાલતી મને દેખાઇ. મને થયુ કે નક્કી આ સ્ત્રીના હ્રદય પર વજ્રાઘાત થયો હોવો જોઇએ નહી તો કોઇ આ રીતે દિશાહિન બની ભટકે નહી. હું આવા વિચારે હતો ત્યાં જ પેલી સ્ત્રી મારી નજરથી દ્રષ્ટીગોચર થતી બંધ થઇ ગઇ તે હું પણ નાસ્તાને ન્યાય આપી કલ્લુને પૈસા આપવા ઉભો થયો. “સાહેબ કચોરી ભાવી કે નહી? કેવો હતો ટેસ્ટ?” પસંદ આવી કે નહી?”

“હાસ્તો કલ્લુ તારી કચોરી એટલે કહેવુ પડે હો.... એક કામ કરને જો હજુ કચોરી સ્ટોકમાં હોય તો થોડી પેક કરી દે, મમ્મી માટે લેતો જાંઉ.”

“હા સાહેબ છે’ને ઘણી કચોરી બનાવી છે. હમણા પેક કરી આપુ છું.” કહેતો ચહેરા પર અનેરી સ્માઇલ સાથે તે કચોરી પેક કરવા ચાલ્યો ગયો ત્યાં રોડથી દૂર માણસો ટોળે ટોળા જતા મે જોયા. મારુ ધ્યાન વારે વારે ત્યાં જ ખેચાઇ જતુ હતુ. માણસો એ જ તરફ જતા હતા જે તરફ પેલી સ્ત્રીને જતા મે જોઇ હતી. મને શંકા પડતી હતી કે ભગવાન ન કરે પણ પેલી સ્ત્રીને કાંઇ ન થયુ હોય તો સારૂ. “લો સાહેબ કચોરી. શું થયુ સાહેબ આ બધા લોકો ક્યાં દોડતા જાય છે?” કલ્લુએ પણ આશ્ચર્ય સાથે પુછ્યુ. “ખબર નથી કલ્લુ પણ લાગે છે કે કાંઇક અઘટિત બનાવ બની ગયો લાગે છે.”

કલ્લુએ રસ્તે જતા લોકો પાસે દોડી જઇને પુછવા ગયો અને દોડતો દોડતો હાંફતો આવ્યો.

“સાહેબ પેલી સ્ત્રી જે થોડી વાર પહેલા અહી રખડતી હતી તેનો બહુ ખરાબ રીતે અકસ્માત થયો છે. બીચારી તરફડિયા મારે છે. આ બધા ત્યાં જોઇ જોઇને આવે છે પણ કોઇને એમ થતુ નહી કે તેને દવાખાને લઇ આવીએ અને પેલો ખટારાવાળો પણ ભાગી ગયો. મને તો બીચારી બાઇ પર દયા આવે છે.” કલ્લુ દુઃખી થતો બોલ્યો. “અરે કલ્લુ દુઃખી ન થા. દુઃખી લોકોની મદદ કરવી એ તો પુણ્યનું કામ છે. એક કામ કર આ કચોરી અહી રાખી દે. આપણે ત્યાં જઇએ અને તે સ્ત્રીને દવાખાને દાખલ કરી દઈએ ચાલ.”

હું અને કલ્લુ બન્ને દોડતા ત્યાં પહોચ્યા તો જોયુ કે લોકોની ખુબ ભીડ જામી હતી. ભીડમાંથી રસ્તો કાઢી અમે બન્ને આગળ પહોંચ્યા તો એ દ્રશ્ય જોઇ હું પણ દંગ રહી ગયો. તે એ જ સ્ત્રી હતી કે જેને થોડીવાર પહેલા મે જોઇ હતી. ખટારાનું પૈડુ પેલી સ્ત્રી પરથી ફરી ગયેલુ હોય તેમ દેખાઇ રહ્યુ હતુ. અને તે રોડ પર બીજી બાજુ પડખે પડી પડી કણસી રહી હતી. “હું અને કલ્લુ બન્ને દોડીને ત્યાં નજીક ગયા. કલ્લુએ એ સ્ત્રીનો હાથની નશ ચેક કરતા મને કહ્યુ “સાહેબ જીવ તો છે હજુ, ચાલો જલ્દી આપણે દવાખાને લઇ જઇએ,”

“કલ્લુ જરા એક કામ કર, આ બેનના ચહેરા પરથી વાળ સરખા કરી નાખ જરા. તેના માથા પર પણ વાગ્યુ લાગે છે.” “હા સાહેબ.” કહેતા કલ્લુ તે સ્ત્રીના ચહેરા પરના વાળને સરખા કરવા લાગ્યો અને મે બાજુમાથી નીકળતા એક રીક્ષાવાળાને ઉભો રાખવા લાગ્યો.

પ્રવીણભાઇ આંખો બંધ કરી વાત કરે જઇ રહ્યા હતા અને તેમની આંખોમાંથી આંસુઓ રસ્તો કરી બહાર આવતા બધાએ જોયા,

“પ્રવીણ્યા એ પ્રવીણ્યા. શું થયુ? આ વાત કરતા કેમ આ રીતે મુંજાવા લાગ્યો, તારો અવાજ ઘુંટાવા કેમ લાગ્યો? કેમ તુ રડે છે આ રીતે? શાંતા થા દીકરા શાંત થા.” પ્રતાપભાઇએ પ્રવીણભાઇને સાંત્વના આપતા બોલ્યા. ઓઝાસાહેબે પાણીનો ગ્લાસ પ્રવીણભાઇને આપ્યો. “બેટા એ સ્ત્રી કોણ હતી, એ અમારે આજે જાણવાની જરૂર નથી. શાંત થા. હવે ચાલો આપણે બધા બાલાહનુમાન જઇએ જેથી તારા મનને શાંતિ મળે.”

બધા સાથે મળી ઉભા થયા. ઓઝાસાહેબે પ્રવીણને ટેકો આપ્યો અને પછી ચાલતા થયા બધા બાલા હનુમાન તરફ.

To be continued……