Hitendrasinh Parmar
hitendrasinh146@gmail.com
કલ્કિ
“મારી ચારેય બાજુ અઁધકાર છે.કોઇ ખુંણા માંથી પાતળી ધુમાડા ની ધાર છુટી રહી છે.અચાનક ધુમાડા ની પેલે પાર કોઇ આક્રુતિ દેખાય છે.કોઇ ઘોડે સવાર ની આક્રુતિ.હુ એની પાછળ ખેંચાઇ રહી છુ.હુ ધીમા સાદે પાછળ થી અવાજ દઉ છુ.એ પાછળ વળી ને મારી સામે જોવે છે.એના ચેહરા પર એટ્લુ બધુ તેજ હતુ કે એનો ચેહરો ઓળખવો મુશ્કેલ હતો.”
કોલેજ ની કેંટીન મા અદિતિ તેને અવેલા ગઇ કાલ ના સપના ની વાત તેની મિત્ર મરિયમ ને કરી હતી. “પછી?” મરિયમે ઉત્સુક્તા થી પુછ્યુ.”પછી શુ? હુ એનો ચેહરો બરાબર ઓળખુ એ પેહલા અલાર્મ વાગી અને આંખ ખુલી ગઇ.
“શુ યાર, અલાર્મ દ્સ મિનિટ મોડા મુકવાની ખબર ના પડે?” મરિયમ નો અવાજ થોડો ઉંચો થઇ ગયો.”જો મને ખબર હોત તો ચોક્કસ મોડી મુકત હો મેડમ!!” અદિતિ એટ્લા જ ધીમા અવાજે બોલી.
અદિતિ અને મરિયમ બાળપણ ના મિત્રો હતા.બન્ને સાથે જ ભણ્યા અને સાથે જ મોટા થયા.એ બન્ને નો પરિવાર વરસો થી સાથે જ રેહ્તો હતો.આખી સોસાયટી મા ખાલી મરિયમ નો પરિવાર એક્લો જ મુશ્લીમ હતો.પણ ક્યારેય એમની સાથે કોઇ ના વર્તન મા ફરક જણાયો નહતો .અદિતિ અને મરિયમ નો પરિવાર દરેક તહેવાર સાથે જ ઉજવતા.દિવસે ને દિવસે એમની મિત્રતા ઓર ગાઢ થઇ રહી હતી.બન્ને એ થોડા મહીના પેહલા જ ગાન્ધીનગર ની આર્ટ્સ કોલેજ મા એડમિસન લીધુ હતુ.”હવે આ સ્વપ્ન પુરાણ બન્ધ કરીને વિશ્ણુપુરાણ મા જઇશુ?” અદિતિ ઉભા થતા બોલી.”વિશ્ણુપુરાણ?”
“હા,ભુલી ગઇ? અત્યારે શાંતિ મેમ નો લેક્ચર છે.”
“જઉ પડ્શે?” મરિયમ બગાસુ ખાતા બોલી.”હા મરિયમ બાનુ, જવાનુ જ છે” અદિતિ ને ગઇ કાલ ના ટોપિક મા રસ જાગ્યો હતો.એટ્લે તે ઉતાવળ કરી રહી હતી.એટ્લા મા રુદ્ર કેંટીન મા પ્રવેશ્યો.રુદ્ર અને અદિતિ કોલેજ ના પહેલા દિવસે જ મળ્યા હતા.અને હવે એમની મિત્રતા ‘સામાન્ય’ માથી ‘વિશેસ’ બનવાની અણીમાત્ર પર હતી.
“ક્યા ચાલી સિતા ગીતા ની સવારી?” રુદ્ર એ દૂર થી જ બૂમ પાડી.”શાંતિ મેમ ની કથા મા” મરિયમ અદિતિ સામે જોઇ ને બોલી.”તમારે આવુ હોય તો આવો, નહિંતર તમે બન્ને ગપ્પા મારો કેંટીન મા...હુઁ તો જઉ છુ” અદિતિ ચિડાઇ ને બોલી.”આ ચિબાવલિ સાથે બેસિ ને માથુ કોન દુખાડે..આના કરતા શાંતિ નો લોડ સહન થશે”
“હા તો મનેય તારી સાથે બેસવાનો કાઇ શોખ નથી” મરિયમે વળતો પ્રહાર કર્યો.ક્લાસ મા એક બેંચ પર વચ્ચે અદિતિ અને બન્ને બાજુ રુદ્ર અને મરિયમ ગોઠવાયા.થોડી વાર પછી શાંતિ મેમ નુ ક્લાસ મા આગમન થયુ.ચાલિસ વરસ ની ઉઁમર,ચુસ્ત કડ્ક સાડી અને અડધા હાથ સુધી નુ બ્લાઉજ,જાડી ફ્રેમ ના ચશ્મા.પહેલી નજરે જોતા જ કોઇ પણ કહી શકે કે આ શિક્ષક હશે.”તો આપણે કાલે એક્સટ્રા ટોપિક મા ભગવાન વિષ્ણુ ના નવ અવતાર સુધી જોયુ હતુ.આજે વાત કરિશુઁ એમના દસમા એટ્લે કે અવતાર ‘ક્લ્કિ’ વિશે.” શાંતિ મેમે ભણાવાની શરુઆત કરી.”કેહવાય છે કે આ અવતાર તેઓ કલિયુગ મા લેશે અને સફેદ ઘોડા પર સવાર થઇ ને આવશે તથા તેમના એક હાથ મા તલવાર હશે.તેઓ આ તલવાર થી પાપિઓ નો નાશ કરશે.””તો મેમ, હાલ કલિયુગ જ ચાલી રહ્યો છે ને! તો બની શકે કે દુનિયા મા કોઇ ખુણા મા એમને અવતાર લઇ લીધો હોય?” એક સ્ટુડંટે સવાલ કર્યો.
“હા બિલકુલ, દુનિયા ના કોઇ ખુણે જ કેમ...બની શકે કે આ શહેર મા પણ લઇ લીધો હોય.” મેડ્મે આછા હાસ્ય સાથે પ્રત્યુતર આપ્યો.”ભગવાન ખાલી પાપ નો નાશ કરવા જ થોડા પ્રુથ્વિ પર આવે? બની શકે કે એમની પત્નિ લક્ષ્મિ ની શોધ મા પણ આવ્યા હોય.” અદિતિ રુદ્ર ના કાન પાસે જઇ ને ગણગણી અને લેક્ચર પુરા થયા નો સાયરન વાગ્યો.”સિધ્ધાર્થના મમ્મી પપ્પા ને જોઇ ને તો મારી હાલત ખરાબ થઇ ગઇ હતી.” અદિતિ ગઇ કાલે રાત્રે મરિયમ ના ઘરે બનેલ ઘટના નુ વર્ણન ગાર્ડન મા રુદ્ર સામે કરી રહી હતી.”તને તો ખબર છે કે મરિયમ અને સિધ્ધાર્થ છેલ્લા બે વરસ થી જોડે છે.સિધ્ધાર્થએ ચાર મહીના પેહલા જ એના ઘરે એના અને મરિયમ ના સબઁધ વિશે વાત કરી હતી અને કહ્યુ હતુ કે હુ લગન કરીશ તો ફક્ત મરિયમ જોડે.સિધ્ધાર્થનો પરિવાર રાજસ્થાન ના રાજવી વંશ થી બિલોંગ કરે છે.ત્યારે તો એના પરિવારે ઘસી ને ના પાડી દિધી હતી.અને અચાનક કાલે મરિયમ ના ઘરે પોહ્ંચી ગયા.””પછી?” રુદ્ર એ ઉત્સુક નજરો થી પુછ્યુ.”પેહલા તો મને થયુ કે નક્કી આજે ઘર મા બખેડો ઉભો થવાનો છે.પણ બધા ની નવાઇ વચ્ચે એમને મરિયમ ને માથે ચુઁદડી પેહરાવી ને આશ્ચ્રર્ય સર્જ્યુ અને મરિયમ ને એમના ઘર ની પુત્રવધુ બનાવવા રાજી થઇ ગયા.””આ તો ખરેખર સુખદ આશ્ચર્ય કેહવાય,આજ કાલ તો અલગ જ્ઞાતિ મા પણ મેરેજ કરે તો મા બાપ છોકરા છોકરી ને મારતા ખચકાતા નથી.આ તો અખા અલગ ધર્મ નો મામલો હતો.આ ચમત્કાર થયો શી રીતે?” રુદ્ર નવાઇ પામતા બોલ્યો.
“ખબર નહી, એ દિવસ પછી સિધ્ધાર્થે આ વિષય પર ઘરે ક્યારેય વાત પણ નહતી કરી.કદાચ કોઇ સબઁધની દીવાલ સમય ના પાણી થી જ પાક્કી થતી હશે.”અદિતિ છેલ્લુ વાક્ય રુદ્ર ના આંખો મા જોઇ ને બોલી.
વહેલી સવાર ના પાંચ વાગે અદિતિ ના મોબાઇલ ની રિંગ રણકી.
“હેલ્લો” અદિતિ ઉંઘ મા બોલી.”અત્યારે જ ઘ4 ના ગાર્ડન મા આવી જા ને” સામે રુદ્ર બોલી રહ્યો હતો.”આટ્લી સવાર સવાર મા?”
“હુ તારી રાહ જૉઉ છુ, બાય” રુદ્ર એ આટલુ બોલી ને ફોન કટ કર્યો.આદિતિ ગાર્ડન મા પોહઁચી ત્યારે હજી અઁધારુ હતુ.ગાર્ડન મા ચહલ પહલ પણ એટ્લી જ ઓછી હતી.”બોલો સાહેબ, સવાર સવાર મા ઉંઘ બગાડવાનુ કારણ?” અદિતિ હજુ ઉંઘ મા હતી.”બસ કાઇ ખાસ નહી, વિચાર્યુ આજે જોડે વોકિંગ કરીએ” રુદ્ર આટ્લુ બોલી ગાર્ડન મા વોકિંગ લાઇન પર ચાલવા લાગ્યો.અદિતિ પણ એની પાછળ ખેંચાઇ.સુરજ બસ હવે ઉગવાની તૈયારી મા હતો.”મને નથી લાગતુ બસ આ જ કારણ હોય.” અદિતિ રુદ્ર ની સાથે કદમ મિલાવતા બોલી.”તો શુ લાગે છે તને?””એ તો હવે તને ખબર” અદિતિ ના અવાજ મા આછી ઉત્સુકતા હતી.”હુ ચાહુ છુ કે...” આટલુ બોલી રુદ્ર બે ઘુંટણ પર બેસી ગયો.”આ શુ કરે છે તુ?” અદિતિ હસવાનુ ના રોકી સકી.”હુ ચાહુ છુ કે આજ થી ઉગનારા દરેક સુરજ નુ પ્રથમ કિરણ તારી સાથે જોઉ.” અને રુદ્ર એ અદિતિ સામે છુપાવી ને લાવેલુ ગુલાબ નુ ફૂલ આગળ ધર્યુ.”શુ આ બધુ થોડુ જલદી નથી થઇ રહ્યુ?” અદિતિ એ સવાલ કર્યો.”બિલ્કુલ પણ નહી, તે જ કીધુ’તુ ને કે સબઁધની દિવાલ સમય ના પાણી થી જ પાક્કી થાય છે.અને એ પણ એટ્લુ જ સાચુ છે કે જો એ દીવાલ ને સમયસર પાણી ના આપવા મા આવે તો એ ભાંગી પડે છે.અને કદાચ આપણા આ સબઁધના પાક્વાનો સમય આવી ગયો છે.” રુદ્ર એ સ્પષ્ટ્તા કરી.”તો હુ પણ વચન આપુ છુ કે આપણા આ જીવન મા સૂરજ નો જેટ્લો તાપ તુ સહન કરીશ એટ્લો જ હુ પણ કરીશ.” અદિતિ પણ રુદ્ર ની સામે ઘુંટ્ન પર બેસી ને એક્શ્વાસે બોલી ગઇ.બન્ને ના પરોવાયેલા હાથ ની પાછ્ળ આકાશ મા સુરજ નુ તેજ પુરા શહેર પર ફેલાઇ ચુક્યુ હતુ.”તુ હાલ જ વેદ હોસ્પીટ્લ આવી જા” રુદ્ર એ ફોન ઉપાડ્તા જ સામે થી મરિયમ નો ચિંતિત અવાજ આવ્યો.”હા,પણ થયુ છે શુ?””એ બધી વાત પછી, તુ અત્યારે જ પહોંચ.” મરિયમ એ આટ્લુ બોલી ફોન કટ કર્યો.અદિતિ ના મમ્મી પપ્પા બહારગામ ગયા હોવાથી મરીયમ એના ઘરે જ હતી.ત્યા અચાનક અદિતિ ને ચક્ક્રર અને બ્લડ્પ્રેશર વધી જતા મરિયમ એને લઇ ને હોસ્પિટલ પોહ્ંચી હતી.”હવે તો બોલ થયુ શુ, અને અદિતિ ક્યા છે?” રુદ્ર આવતા વેંત મરિયમ પર ટુટી પડ્યો.
“અદિતિ ને એડ્મીટ કરી છે,સામે ના રૂમ મા” મરિયમે આંગળી ચિઁધી. રુદ્ર એ રૂમ તરફ દોડ મુકી.અદિતિ બેડ પર સુઇ રહી હતી અને ડોક્ટર કોઇ ડોક્યુમેંટ ચકાસી રહ્યા હતા.”સર...શુ થયુ અદિતિ ને?” રુદ્ર એ અદિતિ તરફ જોઇ ને સવાલ કર્યો.”તમે આ બેન ના શુ થાઓ?” ડોક્ટર રુદ્ર ની નજીક આવી ને બોલ્યા.”જી....અમારા બન્ને ના મેરેજ થવાના છે.””ઓકે, ગુડ તો હુ સિધો પોઇંટ પર જ આવુઁ છુ.અદિતિ હવે વધુ દિવસ એક કિડ્ની સાથે નહી જીવી શકે” ડોકટરે મુદ્દા ની વાત કરી.”હુ કાઇ સમજ્યો નહી ડોક્ટર” રુદ્ર એ ચિંતિત શ્વરે પુછ્યુ.”જુઓ કદાચ તમને ખ્યાલ નથી, પણ અદિતિ ને જન્મ થી જ એક કિડ્ની છે અને હવે એ પણ સિત્તેર ટકા ઇફેક્ટ થઇ ચુકી છે.” ડોક્ટરે અદિતિ ની ફાઇલ રુદ્ર ની સામે ધરી.”તો હવે ડોક્ટર...વોટ નેક્સ્ટ?””જી અમે અદિતિ ના પેરેંટ્સ ને ઇંફોર્મ કરી જ દિધુ છે.એમને આવતા કલાક જેટલો સમય થશે.અમે અમારી રીતે ડોનર ની વ્યવસ્થા કરી જ રહ્યા છિએ.યુ રિલેક્સ યંગ મેન” ડોક્ટરે રુદ્ર ના ખભા પર હાથ મુકતા કહ્યુ.”સર, શુ હુ મારી કિડ્ની અદિતિ ને ડોનેટ કરી શકુ?” રુદ્ર એ અદિતિ ના ચેહરા તરફ જોઇ ને સવાલ કર્યો.”શ્યોર યંગ મેન પણ એના માટે આપણુ ચેક અપ કરવુ જરુરી છે.””જી બિલકુલ,આપ પહોંચો હુ આપની કેબીન મા આઉ છુ”
“ઓકે,” અને ડોક્ટર રૂમ ની બાર નિક્ળ્યા અને અદિતિ એ એની આંખો ખોલી.”તારે તારી કિડ્ની આપવાની શી જરુર છે.ડોક્ટર એમની રીતે વ્યવસ્થા કરી લેત ને” અદિતિ આંખો ખોલતા ની સાથે જ માઁડ માઁડ બોલી.હજી દવા ની અસર વર્તાતી હતી.”એટલે મેડમ, આપે બધી વાત સાઁભળી લિધી એમ ને””હા..પણ મે કિધુ ને કે તુ તારી કિડની નહિ આપે.” અદિતિ ગુસ્સા મા બોલી.”ભુલિ ગઇ? તે જ કિધુ’તુ કે સુરજ નો જેટ્લો તાપ તુ સહન કરિસ એટલો હુ પણ”રુદ્ર અદિતિ ના ચેહરા પર હાથ ફેરવતા બોલ્યો.”પણ....” અદિતિ પોતાનુ વાક્ય પુરુ કરે એ પેહલા જ ઉભો થઇ ગયો.”મે નિર્ણય કરી લીધો છે અને ઇટ્સ ફાઇનલ.તુ આરામ કર હુ ડોક્ટર ને મલી ને આવુ છુ” આટ્લુ બોલી રુદ્ર એ બહાર જવા પગ ઉપડ્યા.”રુદ્ર...” બારણા તરફ પોહંચતા જ અદિતિ એ પાછ્ળ થી ધિમો સાદ પાડ્યો.રુદ્ર એ પાછ્ળ વળી ને જોયુ,રુમ ની ખુલ્લી બારી માંથી સુરજ નો સીધો પ્રકાશ રુદ્ર ના ચેહરા પર પડી રહ્યો હતો અને ચહેરો તેજ થી ચમકી રહ્યો હતો.આ જોતા જ અદિતિ ની નજર સામે શાંતિ મેમ નુ લેક્ચર અને એને આવેલ સ્વપ્ન આકાર લઇ રહ્યુ હતુઁ.