Gappa Chapter 13 in Gujarati Fiction Stories by Anil Chavda books and stories PDF | Gappan Chapter 13

Featured Books
Categories
Share

Gappan Chapter 13

પ્રકરણ : ૧૩

“સૃષ્ટિનું સર્જન કદાચ ઈશ્વરે કર્યું હશે, માની લઈએ, પણ હવે હું જે કહેવા જઈ રહ્યો છું, તેમાં તું સંમત નહીં જ થાય તેની મને ખાતરી છે. સૃષ્ટિનું સર્જન તો ઈશ્વરે કર્યું, પણ ઈશ્વરનું સર્જન કોણે કર્યું એ ખબર છે તને ?”

“ઈશ્વરનું સર્જન કોણ કરે ? એમણે જ તો આખી દુનિયા બનાવી છે.” તરંગે જવાબ આપ્યો.

“એમણે દુનિયા નથી બનાવી, દુનિયાએ એમને બનાવ્યા છે.”

“એટલે ?” તરંગે ભવાં ઊંચા કરીને પૂછ્યું.

“એટલે મારે તને વિગતવાર વાત કરવી પડશે.”

“કર.”

“તો સાંભળ ત્યારે... જે જે ચીજવસ્તુનો માણસ પાસે જવાબ નથી, તે તે ચીજવસ્તુ સાથે માણસે માન્યતાઓ જોડી દીધી, વાર્તાઓ ઘડી કાઢી, પોતાની રીતે પોતાની અનુમાનિત ફિલોસોફી સર્જી લીધી. અને ગહન રીતે જોઈએ તો ધર્મ, આધ્યાત્મ, ઈશ્વર એ પણ માણસના મનમાંથી ઉદ્‌ભવેલું એક વિજ્ઞાન છે, અથવા તો એમ પણ કહી શકાય કે તે એક સમાધાન છે.”

તરંગે આંખ જીણી કરી.

“મને ખબર છે તું મારી વાત નહીં માને. નથી માનતો ને મારી વાત ?” કલ્પેને તરંગ સામે જોઈને પૂછ્યું. તે મૌન હતો. ઈશ્વરની વાતમાં તે હંમેશાં વધારે ગંભીર થઈ જતો હતો. પણ તે સાવ અંધશ્રદ્ધાળુ પણ નહોતો.

“નથી માનતો ને મારી વાઆઆઆત... ?” કલ્પેને ફરી પૂછ્યું.

“એમનેમ કઈ રીતે માનું ?”

“એટલે કે તું હારી ગયો, તું નથી માનતો મારી વાત... તું ના પાડે છે મારી વાતમાં...” કલ્પો હવે કોઈ પણ રીતે તરંગ પાસે ના પડાવીને જીત મેળવવા માગતો હતો.

“મેં ના ક્યાં પાડી ? હું તો ખાતરી કરવા માગું છું. મને જો ખોટી વાત લાગશે અને ના પાડવા જેવું લાગશે તો હું જરૂર ના કહી દઈશ.” શાંતિથી તરંગે જવાબ આપ્યો. હવે બરોબર તે લાગમાં આવ્યો હોય તેમ કલ્પેનને લાગ્યું. આ વખતે તો ના પડાવીને જ રહેવું છે, તેવું તેણે મનોમન નક્કી કરી લીધું.

“શરૂઆતમાં માનવજાતિ ધીમે ધીમે વિકસી રહી હતી અને ટોળામાં વિભાજિત થઈ રહી હતી. તરંગ ! તને ખબર છે ને ભારત નામની એક ટોળકી પરથી જ આપણા દેશનું નામ ભારત પડ્યું છે ?”

“મારા ધ્યાનમાં તો એવું આવ્યું છે કે ભારત દેશનું નામ પ્રાચીન ભારતના ચક્રવર્તી સમ્રાટ, મનુના વંશજ ચક્રવર્તી ઋષભદેવના પુત્ર ભરત પરથી પડ્યું છે.” તરંગ વચ્ચે બોલ્યો. “શ્રીમદ્‌ ભાગવદના પશ્છમ સ્કંધમાં અને જૈન ગ્રંથોમાં એમના જીવન વિશે અમુક તથ્યો વાંચવા મળે છે. વાંચ્યા છે ને ?” તરંગે સામો પ્રશ્ન કર્યો. કલ્પેનના ઇતિહાસના જ્ઞાન સામે તરંગે પોતાના સંસ્કૃત જ્ઞાનનાં દ્વાર ખોલ્યાં.

“હા, હા, પણ મેં તો એવું પણ સાંભળ્યું છે કે પ્રાચીન સમયમાં વિવિધ ટોળકીઓ અસ્તિત્વ ધરાવતી હતી. તેમાંથી ભરત નામના એક માણસની ટોળકી હતી. તે ફરીફરીને સિંધુ નદીના કિનારે આવીને વસી. ત્યાં માનવ વસવાટ વધ્યો અને પછી ભરતની આ ટોળીને આધારે જ ભારત નામ પડ્યું.”

કલ્પેનની વાત સામે તરંગે વિસ્તારથી વાત કરતા કહ્યું. “જો ભાઈ, ભારતીય દર્શનશાસ્ત્ર મુજબ સૃષ્ટિની ઉત્પત્તિ પહેલાં બ્રહ્માના માનસપુત્ર એવા મનુએ બધી વ્યવસ્થા સંભાળી હતી. એમણે જ તો મનુસ્મૃતિ નામનો ગ્રંથ લખ્યો હતો.”

“જેણે અત્યાર સુધી સેંકડો વિવાદો ઊભા કર્યા છે એ જ મનુસ્મૃતિ ને ?” આયુએ પૂછ્યું.

“હા, પણ મૂળ વાત ભારત દેશનું નામ કેમ પડ્યું એની છે. મનુને બે દીકરા હતા. પ્રિયવ્રત અને ઉત્તાનપાદ. ઉત્તાનપાદ ભક્ત ધ્રુવના પિતા હતા. પ્રિયવ્રતને દસ પુત્રો હતા. આ દસમાંથી ત્રણ તો પહેલાંથી વૈરાગી જેવા હતા. એટલે પ્રિયવતે પૃથ્વીના સાત ભાગ કરી એક-એક ભાગ દરેક પુત્રને આપી દીધો. આ સાત પુત્રોમાંથી એક પુત્ર હતો આગ્નીધ, જેને જંબુદ્વીપનું શાસન સોંપવામાં આવ્યું હતું. આગ્નીધને વળી નવ પુત્રો હતા. તે વૃદ્ધ થયો ત્યારે તેણે પોતાના નવ પુત્રોને જંબુદ્ધીપના વિવિધ ભાગ પાડી શાસન સોંપ્યું. આ નવ પુત્રોમાં સૌથી મોટા પુત્રનું નામ હતું નાભિ. જેને હિમવર્ષની જમીનનો ભાગ મળ્યો હતો. હિમવર્ષના નામને પોતાના નામ સાથે જોડીને તેમણે અજનાભવર્ષ તરીકે પ્રચાર કર્યો. રાજા નાભિના પુત્ર હતા ઋષભ. વળી આ ઋષભદેવને સો પુત્રો હતા. આ સો પુત્રોમાંથી ભરત સૌથી મોટા અને ગુણવાન હતા. જ્યારે ઋષભદેવે વાનપ્રસ્થાશ્રમ લીધો ત્યારે રાજગાદી ભરતને સોંપવામાં આવી.”

“હહહહ.. અને પછી ભરત પરથી આપણા દેશનું નામ ભારત પડ્યું એમ જ ને ?” ભોંદુના ઉતાવળિયા પ્રશ્ન સામે તરંગે માત્ર સ્મિત આપ્યું અને પોતાની વાત ચાલુ રાખી.

“પહેલાં ભારત દેશનું નામ ઋષભદેવના પિતા નાભિરાજના નામથી અજનાભવર્ષ તરીકે પ્રસિદ્ધ હતું. સમય જતાં ભરતના નામથી લોકો અજનાભખંડને ભારતવર્ષ તરીકે ઓળખવા લાગ્યા. વિષ્ણુપુરાણમાં ઉલ્લેખ આવે છે,

ભભ ઼ક્રક્રથ્ભષ્ટ ભહ્ય્ક્રશ્વ ઙ્ગેંશ્વળ્ ટક્રટ્ટસ્ર્ભશ્વ ત્ન

એટલે કે ત્યારથી આ દેશને ભારતવર્ષ તરીકે ઓળખવા લાગ્યા. વાયુપુરાણમાં પણ એવો ઉલ્લેખ આવે છે કે ભારતવર્ષનું નામ હિમવર્ષ હતું.

સ્ર્શ્વક્ર ૐળ્ ૠક્રદ્યક્રસ્ર્ક્રશ્વટક્રટ્ટ ઼ક્રથ્ભક્રશ્વ રુસ્ર્શ્વડ્ઢઃ ઊંક્રશ્વડ્ઢ ટક્રળ્દ્ય્ક્ર ત્ત્ક્રગટ્ટસ્ર્ઘ્સ્ર્શ્વઌશ્વઘ્ધ્ ષ્ટ ઼ક્રક્રથ્ભબ્ૠક્રબ્ભ પ્સ્ર્બ્ઘ્ઽક્રબ્ર્ભિં ત્ન

એટલે કે સો પુત્રોમાંથી મહાયોગી ભરત સૌથી મોટા અને ગુણવાન હતા. તેમના નામથી લોકો અજનાભખંડને ભારતવર્ષ તરીકે ઓળખવા લાગ્યા. બે અધ્યાય પછી આ જ વાત ફરી દોહરાવવામાં આવી છે.”

કલ્પેનનું માથું ભમતું હતું. એને થયું કે આ વળી ક્યા લેક્ચર ઘસવા બેસી ગયો.

“ભાગવતમાં એક જગ્યાએ લખ્યું છે કે,

ત્ત્પઌક્ર઼ક્ર ઌક્રૠક્રહ્મભઘ્ષ્ટ ઼ક્રક્રથ્ભબ્ૠક્રબ્ભ સ્ર્ભૅ ત્ત્ક્રથ્ધ઼્સ્ર્ પ્સ્ર્બ્ઘ્ઽક્રબ્ર્ભિં ત્ન

એટલે કે જેનું નામ અજનાભ હતું તેને પછી ભારતવર્ષ તરીકે ઓળખવામાં આવ્યું. બીજો એક મત એવો પણ છે કે દુષ્યંત અને શકુંતલાના પુત્ર ભરત પરથી ભારત નામ પાડવામાં આવ્યું. પરંતુ જુદાં જુદાં સ્ત્રોતોમાં વર્ણવવામાં આવેલા આધારોને જોઈએ તો આ વાત ખોટી સાબિત થતી હોય તેવું લાગે છે. આખી વૈષ્ણવ પરંપરા અને જૈન પરંપરામાં વારંવાર એવા ઉલ્લેખો મળે છે કે દરિયાથી લઈને હિમાલય સુધી ફેલાયેલા આ દેશનું નામ પ્રથમ તીર્થંકર તથા રાજા ઋષભદેવના પુત્ર ભરત પરથી ભારતવર્ષ પડ્યું. આ સિવાય જે કોઈ પણ પુરાણોમાં ભારતવર્ષનું વર્ણન છે ત્યાં ઋષભપુત્ર ભરતના નામ પરથી જ આ નામ પડ્યું છે તેવું બતાવવામાં આવ્યું છે.

“અરે ભાઈ તેં તો બહુ જ લાંબુ લેક્ચર ઘસી કાઢ્યું.” કંટાળીને આયુએ કહ્યું.

“હજી તો બાકી છે. હજી પૂરું નથી થયું. વિષ્ણુપુરાણમાં પણ આ વાત છે. લિંગપુરાણમાં પણ આ વાત છે. મહાભારતના ભિષ્મપુરાણના નવમા અધ્યાયમાં પણ આ જ વાત કહેવામાં આવી છે. એનો અર્થ એ છે કે મહાભારતકાળ પહેલાના સમયથી આપણા દેશનું નામ ભારત પ્રચલિત હતું.”

“અરે મારા ભાઈ... હું પણ મહાભારત કાળ પહેલાના સમયની જ વાત કરવા જઈ રહ્યો છું. હું તો ખાલી એટલું જ કહેવા માગતો હતો કે માનવવસ્તી ધરતી પર ધીરે ધીરે વધી રહી હતી અને એ ટોળીઓમાં વિભાજિત થવા લાગી હતી.”

“હા, એ તો થવા જ લાગી હતી ને ! પણ એને ને તારી વાતને શું લેવાદેવા ?”

“અરે તું તારી વાતને બ્રેક માર અને મારી વાત સાંભળ તો હું તને કહું ને...”

“બોલ, શું કહેવા માગે છે ?”

“તેં હમણાં જે ભગવાન પાસે સૃષ્ટિની રચના કરાવડાવી એ ભગવાન કોની દેન છે એ મારે તને સમજાવવું છે.” કલ્પાએ સીધો પ્રહાર કર્યો.

“કોની દેન છે ?”

“આ વાત ખૂબ જૂની છે. એટલી બધી જૂની કે એ વખતે લગભગ પૃથ્વી પર માનવજાતિની માંડ હજી શરૂઆત થઈ હતી. કદાચ હજી થોડાઘણા માણસો જ પૃથ્વી પર હતા. પછી ધરતી પર બધા પોતાની રીતે રહેવા લાગ્યા. વસ્તી ધીમે ધીમે વધવા લાગી. લોકો ફળફળાદી વગેરે ખાતા થયાં, શિકાર કરતા થયા, શિકાર કરવા માટે નાનાં-મોટાં હથિયારો પણ બનાવતાં થયાં. એ વખતે દરેક માણસ સ્વતંત્ર હતો. પોતાની રીતે કામકાજ કરી શકતો, શિકાર કરી શકતો, લડી શકતો, ઝઘડી શકતો. હરી-ફરી શકતો. સંવનન કરી શકતો. આ જ વખતે કદાચ માણસોનાં નાનાં-નાનાં ઝુંડ બનવા લાગ્યાં હતાં.

સંપૂર્ણપણે સ્વતંત્ર હોવાથી માણસ ખૂબ જ સ્વચ્છંદી અને નિરંકુશ થઈ ગયો. એક માણસ ગમે ત્યારે બીજા માણસને મારી નાખતો. બીજા જીવજંતુઓને પણ મારી નાખતો. ચોરી-લૂંટફાટ પણ કરતો. એકબીજાનું પડાવી લેવાનું તો સાવ સામાન્ય વાત હતી. આના લીધે પ્રકૃતિના બીજા જીવથી લઈને માણસોને પોતાને પણ ખૂબ જ નુકસાન થતું. સબળી વ્યક્તિઓ નબળી વ્યક્તિને રંજાડતી રહેતી અને અનેક પ્રકારના - પાર વિનાના અત્યાચારો થવા લાગ્યા. માણસને કોઈ જ વાતનો ભય નહોતો. કોઈ જ એવી ચીજ નહોતી કે માણસ તેનાથી ડરે. મોટામાં મોટાં પ્રાણીને પણ એ પોતાના આઇડિયાથી અને વિવિધ સાધનોથી ખતમ કરતો થઈ ગયો હતો. માણસ માણસ વચ્ચે પણ ખૂબ જ અરાજકતા ફેલાઈ હતી. આના લીધે માનવજાતિને ભયંકર નુકસાન થાય તેમ હતું. તે વખતના અમુક બુદ્ધિશાળી લોકોને ભય પેદા થયો કે હવે માણસનું શું થશે ? જો આમ ને આમ ચાલશે તો એક દિવસ સૃષ્ટિ પરથી માનવજાતિ જ નાશ પામશે. વળી અનેક એવા પ્રશ્નો હતા, કે જેનો કોઈની પાસે કોઈ જ જવાબ નહોતો. જેમકે જન્મ કેમ થાય છે, માણસ શું કામ મરી જાય છે ? સૃષ્ટિ કેમ ચાલે છે ? બ્રહ્માંડનાં રહસ્યો શું ? નાનામાં નાના કીટકથી લઈને મહાકાય પ્રાણીમાં જીવન ક્યાંથી આવે છે ? આવાં અનેક ઉત્તરહીન પ્રશ્નોથી પણ માણસ બરોબરનો લદાયેલો હતો.

એક દિવસ કોઈ કારણસર બધા ચિંતનશીલ અને બુદ્ધિશાળી લોકો ભેગા થયા. એ બધા જ ચિંતનશીલ માણસોમાં એક માણસ હતો, પાતળો બાંધો, લાંબી સફેદ દાઢી, સાતેક ફૂટ ઊંચી હાઇટ, સફેદ વસ્ત્રોમાં સજ્જ, મોટું કપાળ, અણીદાર નાક અને ગહન વિચારોમાં ડૂબેલી આંખો ! જોતા જ લાગતું હતું કે તે કોઈ મહાન બુદ્ધિશાળી વ્યક્તિ હોવી જોઈએ.

બધા જ વ્યક્તિઓ જ્યારે ચર્ચાની સરાણે ચડ્યા હતા, ત્યારે પેલી બુદ્ધિશાળી પ્રતિભા શાંતિથી બેઠી બેઠી બધું જોઈ રહી હતી. દુનિયાના અનેક સવાલો માણસોને પજવતા હતા. વળી મહામારી પણ વધી રહી હતી. બધાએ વિચાર્યું કે કોઈ પણ કાળે આ મહામારી અટકાવવી જોઈએ. દુનિયામાં ખૂબ અનિષ્ટ થઈ રહ્યું છે. માણસ સંપીને રહેતો નથી. માણસને કોઈ જ વસ્તુનો ભય નથી. આના લીધે તે વધારે છાકટો થાય છે. કોઈ એવી ચીજ હોવી જોઈએ કે જેનો તેને ભય લાગે. બધા વિચારવા લાગ્યા. કોઈ હિમાલયના વિશાળ પહાડનો ડર બતાવવાનું કહેવા લાગ્યા. અમુક લોકો વળી ડાયનાસોર જેવા વિશાળકાય પ્રાણીનો ઉલ્લેખ કરવા લાગ્યા. પણ માણસ આમાંથી કોઈનાથી બીતો નહોતો.

પેલા બુદ્ધિશાળી અને વૃદ્ધ વ્યક્તિની દાઢી પવનમાં ફરફરી રહી હતી. સંધ્યાના આછા ઉજાસમાં તેની ટાલ હીરાની જેમ ચમકતી હતી. જાણે અધધ જ્ઞાનનું તેજ તેમાંથી ફાટ ફાટ ન થતું હોય ! હજી પણ જીણી આખે તે બુદ્ધિશાળી માણસ બધું જોઈ-સાંભળી રહ્યો હતો.

એક બુદ્ધિશાળી વિદ્વાને ઊભા થઈ અને કહ્યું કે, “બધા જ માણસો જેનાથી ડરતા હોય એવું કશુંક શોધવું જોઈએ. આપણે છેલ્લાં અનેક વર્ષોથી આના વિશે વિચારી રહ્યા છીએ. પણ કોઈને કશું ખાસ જડ્યું નથી. દિવસે દિવસે ધરતી પર ઉત્પાત વધતો જાય છે. હવે આપણે આપણા રિસર્ચમાં પણ ઝડપ રાખવી પડશે.”

પેલી બુદ્ધિશાળી વ્યક્તિ પોતાની જગ્યા પરથી ઊભી થઈ. તેણે પેલા માણસને પ્રશ્ન કર્યો કે, “મિત્ર, તું અહીં ક્યાંથી આવ્યો છે ?”

પ્રશ્ન સાંભળીને પેલા માણસે રસ્તા તરફ આંગળી ચીંધી. તેને આવો ઇશારો કરતા જોઈ પેલી વ્યક્તિના ચહેરા પર વિચારવંત સ્મતિ છલતી આવ્યું. “એમ નહીં, તું આ દુનિયામાં કઈ રીતે આવ્યો ?”

“જન્મીને.”

“તારો જન્મ કઈ રીતે થયો ?”

“મારી માતાની કૂખેથી.”

“જન્મ્યા પહેલાં તું ક્યાં હતો ?”

“હું હતો જ નહીં.”

વૃદ્ધને લાગ્યું કે હજી સુધી કોઈને મારી વાત સમજાતી નથી. પણ તેમણે પોતાની વાત ચાલુ રાખી.

“જન્મ્યા પહેલાં તું શું કરતો હતો ?”

“ખબર નથી.”

“તારા પિતા જીવે છે ?”

“હા.”

“તારા, પિતાના પિતાના જીવે છે ?”

“ના. મરી ગયા.”

“મર્યા પછી તે ક્યાં ગયા ?”

“ખબર નથી. તેમનું શરીર કામ કરતું બંધ થઈ ગયું હતું.”

“તેમના શરીર પાસે કોણ કામ કરાવડાવે છે ?”

“એ તો જાતે જ કામ કરતા હતા.”

પેલા વૃદ્ધને લાગ્યું કે હજી કોઈ વાત સમજી નથી રહ્યા. “તો પછી શરીરને કામ કરતું બંધ કોણે પાડી દીધું ?”

“ખબર નથી, એની મેળે બંધ પડી ગયું.”

“મર્યા પછી તારા પિતા શું કરે છે ?”

“ખબર નથી.”

“હંમ્‌... જન્મ પહેલાં શું થાય છે, અને જન્મ પછી શું થાય છે તેનાથી બધા જ માણસો અજાણ છો, કોઈને કંઈ ખબર નથી, બરોબર ને ?”

“હા, પણ તો ?” સભામાંથી એક માણસે પ્રશ્ન કર્યો.

“તો મને એક ઉકેલ મળ્યો છે.”

“કયો ઉકેલ ?”

“મારે તમને જે કહેવું છે તે હું તમને યોગ્ય રીતે કહી શકીશ કે નહીં, તેની મને જાણ નથી. પણ હું તમને સમજાવવા પૂરેપૂરો પ્રયાસ કરીશ.” તેમણે ગળું ખંખેર્યું અને પોતાની વાત શરૂ કરી.

“દરેક માણસ, પછી તે ગમે તેટલો શક્તિશાળી કેમ ન હોય, પણ અમુક ઉંમર પછી તો આખરે તે મૃત્યુ પામે જ છે. માટે આ શાશ્વત સત્યને ધ્યાનમાં રાખીને જ આપણે કોઈ ઉકેલ શોધીએ તો કેવું ?”

સભામાં ગણગણાટ થઈ ગયો. બધાને લાગ્યું કે અત્યાર સુધી કોઈને આ વાત સૂઝી કેમ નહીં ?

“આપણે જન્મ અને મરણના ચોક્કસ નિયમો બનાવીને તેનો પ્રચાર-પ્રસાર કરીએ. લોકોમાં તેનો ભય ઊભો કરીએ. જેથી માણસ ભયભીત થાય અને અનિષ્ટ આચરતો ઓછો થાય.”

“પણ આ વાત બધાને ખબર જ છે કે દરેક માણસ અમુક ઉંમરે મૃત્યુ પામે છે. છતાં દરેક માણસ દુરાચાર કરે છે, અનિતિ આચરે છે. આનાથી આપણે કઈ રીતે ભય પેદા કરી શકીશું ?”

“બધા મૃત્યુ પામે છે એ વાત બધા જાણે છે એ જ આપણા માટે પ્લસ પોઇન્ટ છે. આપણે એનો જ ઉપયોગ કરવાનો છે, હથિયાર તરીકે.”

“એટલે? કંઈ સમજાયું નહીં.”

તેમણે પોતાની સફેદ દાઢીમાં હાથ ફેરવ્યો અને હળવા સ્મિત સાથે કહ્યું, “એ જ કે જન્મ અને મૃત્યુની સત્તા કોઈ અલૌકિક તત્ત્વના હાથમાં છે. જે કોઈ અનિતિ આચરશે. વિનાશ કરશે તેમને મૃત્યુ પછી એ અલૌકિક તત્ત્વ આકરી સજા કરશે. અને જો કોઈ સારું કામ કરશે, ભલાઈ કરશે તો તેને મોક્ષ આપશે. જન્મ અને મૃત્યુ એ તો માત્ર જીવનની અવરજવર છે.”

“પણ આપણે તેને સાબિત કઈ રીતે કરીશું ?”

“તેને સાબિત કરવાની જરૂર નથી.”

“એટલે?” પેલા માણસે ફરી પ્રશ્ન કર્યો.

“એટલે એ જ કે એ પરમ તત્ત્વ અણુએ અણુમાં વ્યાપ્ત છે. તે દરેક વ્યક્તિની નાનામાં નાની ગતિવિધિ પર ધ્યાન રાખે છે.”

“પણ આપણે તેની ચોક્કસ વિભાવના તો રજૂ કરવી પડશે ને? તેમાં કોઈ ચોક્કસ અને દૃઢ તર્ક નહીં હોય તો કોઈ માનવા તૈયાર નહીં થાય. ઉલ્ટાનો વિનાશ વધશે અને માનવજાત નાશ પામશે.”

“હા, અમુક વિભાવનાઓ બનાવવી પડશે. એનો પણ આછો એવો રસ્તો મારા મનમાં છે.”

“પણ કઈ વિભાવનાઓ ?”

“એ જ કે તમે જન્મો કે મૃત્યુ પામો તે બધું જ પરમતત્ત્વને આધીન છે. જે ખરાબ કર્મ કરે તેને પાપ ગણવાં, સારાં કર્મોને પુણ્ય લેખવાં. પ્રાણી, પંખી, પશું, જીવજંતુ કોઈ પણ જીવને મદદરૂપ થાય તેને અંતે મોક્ષ મળશે.” થોડીવાર અટકીને ફરીથી હસીને તેણે કહ્યું, “મોક્ષ !”

પછી તેમણે સ્વર્ગ અને નર્કની આખી થીયરી ઘડી કાઢી. તેમણે કહ્યું કે જે પોતાના જીવનમાં પુણ્ય કરશે તેને પેલું તત્ત્વ સ્વર્ગનું અસીમ સુખ આપશે અને જે પાપ કરશે એને મૃત્યુ પછી નર્કની ગર્તામાં ધકેલીને આકરામાં આકરી સજા કરશે. જન્મ, મૃત્યુ, સ્વર્ગ, નર્ક, પાપ-પુણ્ય જેવી અનેક વાતો ઊભી કરવામાં આવી. તેને માણસના મનમાં કઈ રીતે ઉતારવી તેનો પણ વિચાર કરવામાં આવ્યો. બહુ ચર્ચાઓ પછી એક ચોક્કસ શબ્દ શોધી કાઢવામાં આવ્યો.

“કયો શબ્દ ?”

“ઈશ્વર... ! ધીમે ધીમે આ ઈશ્વરીય થીયરીનો પ્રચાર-પ્રસાર ચાલુ થયો. નવી નવી વાર્તાઓ ઊભી થઈ. સ્વર્ગ અને નર્કને લઈને અનેક કલ્પનાઓ તેમાં ઉમેરાતી ગઈ. પછી તો માણસો પોતપોતાની રીતે નવી નવી કથાઓ ઊભી કરવા લાગ્યા. ઈશ્વરને પ્રત્યક્ષ જોયો અને તેનાં દર્શનની પણ વાત થવા લાગી. આ થીયરી એવી ચાલી... એવી ચાલી... એવી ચાલી... કે વાત ન પૂછો. સૃષ્ટિ પર કાળક્રમે સારા માણસો થયા તેને જ પછી તો ઈશ્વરનો દરજ્જો આપવાના રિવાજો શરૂ થઈ ગયા. ઈશ્વર તરીકે તેની કથાઓ પ્રચલિત થવા લાગી. દરેક માણસના મનમાં ઈશ્વરનો ભય પેસવા લાગ્યો. એ ભય એટલો બધો પેઠો કે વિશ્વની તમામ માનવજાતિ એમાં લપેટાવા લાગી. માત્ર એક જાતિ નહીં પણ પેઢીઓની પેઢી એની જાળીમાં માછલીની જેમ ફસાઈ ગઈ. ઈશ્વર નામનું તત્ત્વ જાણે માણસના વિચોરોમાં અને વર્તનમાં વણાઈ ગયું. તેના લોહીમાં હિમોગ્લોબીન થઈને જાણે વહેવા લાગ્યું. તેના મગજમાં કદી પણ ન નીકળી શકે એવા ખીલાની જેમ ઠોકી દેવામાં આવ્યું આ તત્ત્વ. જન્મતા સાથે જ માણસ તેના ઓછાયા નીચે જીવવા લાગ્યો.

આ બધું જ માત્ર માણસની અનિતિને રોકવા માટે થયું હતું, પણ થયું એવું કે એનાથી અનિતિનો એક બીજો અનંત રસ્તો બનતો ગયો. એની માણસોને પોતાને પણ ખબર ન રહી. માનવજાતિ ધીરે ધીરે વિભાજિત થતી ગઈ. ઈશ્વરનો ભય માણસના મનમાં બરાબર ઘર કરી ગયો. તેનો ભય એવો ફેલાયો કે આજ દિન સુધી પણ તે નીકળી શક્યો નથી. આ એક ભયની પાછળ સેંકડો માન્યતાઓ જોડાઈ, એમાંથી સેંકડો ધર્મો બન્યા, માણસ-માણસ વચ્ચે વિભાજનો પણ થયાં. અરે... આ જ ઈશ્વરના પણ માણસે ભાગ પાડ્યા, ધર્મોનાય ફાંટા પડ્યા, ફાંટામાં ય ફાંટા... પણ ઈશ્વર તો અકબંધ જ રહ્યો. એની થીયરી એટલી સજ્જડબંબ બનાવવામાં આવી કે જે કંઈક પુરાણો લખાયા, ગ્રંથો સર્જાયા, માન્યતાઓ સર્જાઈ તે બધી જ તેને આધીન રહીને સર્જાઈ. તું જે ભાગવત પુરાણ, વિષ્ણુપુરાણ, લિંગપુરાણ કે જે કંઈ પણ પુરાણોની વાતો કરે છે તે બધાં જ પુરાણો પણ ઈશ્વર નામની એક શોધના પાયામાં રહીને જ સર્જાયા છે, સમજ્યો ?”

તરંગની ગંભીરતા વધતી જતી હતી.

“તને ખબર છે તરંગ ? યુગોથી ઈશ્વર નામનું એક ગપ્પું માણસને અંદરથી ઉધઈની જેમ ખાઈ રહ્યું છે. ઈશ્વર એ તો માણસની શોધ છે. માણસે મારેલું ગપ્પું છે !”

કલ્પો તરંગની શ્રદ્ધા પર વાર કરી રહ્યો હતો. તેને ગળા સુધી ખાતરી હતી કે ઈશ્વર વિશે પોતે આવી વાત કરશે એટલે તરંગને ના પાડ્યા વિના છૂટકો નથી. તે જરૂર ના જ પાડી દેશે. તે ત્રાંસા હોઠે સ્મિત કરતો તરંગ સામે જોઈ રહ્યો. તરંગ અંદરથી ઘવાઈ રહ્યો હતો. તેણે હા પાડવી કે ના પાડવી તે સમજાતું નહોતું.

“તને ખબર છે તરંગ ? ચર્વાક ઋષિ પણ ઈશ્વરમાં માનતા નહોતા. સત્યકામ જાબાલીના મત અનુસાર સૃષ્ટિમાં ભગવાન, આત્મા, પુનર્જન્મ, સ્વર્ગ-નર્ક જેવું કંઈ હતું જ નહીં. મનુષ્યને આ એક જીવન મળેલું, જેને અંત સુધી માણી લેવાનું હતું. જીવન સિવાય બીજું કશું જ નથી. એ તો ઠીક ભગતસિંહ પણ ઈશ્વરમાં નહોતા માનતા, બોલ ! ઘણા વૈજ્ઞાનિકો પણ નથી માનતા. કેમકે એમને ખબર છે, ઈશ્વર જેવું કશું છે જ નહીં. હોય તો માને ને !...”

તરંગ હજી પણ મૌન હતો. તેનું આંખું શરીર સ્થિર હતું, માત્ર આંખની પાંપણો ધીરે ધીરે ધ્રૂજી રહી હતી. તે કોઈ ઊંડા વિચારમાં ખોવાયેલો હતો અને પોતાના અડધા તૂટેલા દાંત પર જીભ ફેરવવાનું પણ ભૂલી ગયો હતો. કલ્પેનને લાગ્યું કે તેની જીતનો રસ્તો હવે બહુ દૂર નથી. થોડી ભીંસ કરશે એટલે તરંગ ગુસ્સે થઈને ના પાડી જ દેશે.

“જો તને એક સિમ્પલ વાત કહું.” કલ્પેને વધારે એક પ્રહાર કર્યો. “આજથી હજારો વર્ષ પહેલાં કોઈ માણસ એમ કહી શકે ખરો કે કોમ્પ્યુટર જેવું કશું છે જ નહીં ?”

“હજારો વર્ષ પહેલાં કમ્પ્યૂટર જેવું કશું ના હોય તો એ ના જ પાડે ને !” શૌર્યએ ડંફાસ મારતો હોય તેમ કહ્યું.

“અરે પણ હજારો વર્ષ પહેલાં કમ્પ્યૂટર ન હોય તો ‘કમ્પ્યૂટર’ શબ્દ પણ ક્યાંથી હોય, ટણપા !”

“હા, પણ તો એનું શું ?”

“કમ્પ્યૂટર નામનો શબ્દ એટલે ઉદ્‌ભવ્યો કેમ કે કમ્પ્યૂટર ઉદ્‌ભવ્યું. માણસે એક ડિવાઇસ બનાવી અને તેનું નામ પાડ્યું - કમ્પ્યૂટર. હજારો વર્ષ પહેલાં ‘ઈશ્વર’ શબ્દ પણ આ જ રીતે ઉદ્‌ભવ્યો. માણસે એક ફિલોસોફિકલ ડિવાઇસ બનાવી અને એનું નામ પાડ્યું ઈશ્વર ! આ ડિવાઇસ માત્ર વિચારોને આધીન રહીને જ સર્જાઈ છે અને બહુ જ ખતરનાક છે. કમ્પ્યૂટરનું તો એની આગળ કશું ના આવે. આ અદૃશ્ય ડિવાઈસે અત્યાર સુધીમાં કરોડો લોકોના ભોગ લઈ લીધા છે. આ ડિવાઇસની માન્યતામાં લોકો સેંકડો મંદિરો બનાવે છે, મસ્જિદો અને દેવળો ચણે છે. ઈશ્વર નામની આ ડિવાઇસે માણસને સુધારવાને બદલે વધારે બગાડ્યો. સમજાય છે તને ?”

તરંગ પૂતળાની જેમ વાત સાંભળી રહ્યો હતો. “તને સમજાય છે મારી વાત ?” કલ્પેને ફરી દૃઢતાપૂર્વક પૂછ્યું.

“હહહહહ... અલ્યા તરંગિયા બોલ તો ખરો.” ભોંદુએ પૂછ્યું. તરંગ ધૂંઆપૂંઆ થઈ ગયો હતો.

“તું સંમત ન હોય તો ના પાડી દે એટલે વાત પતે...” આયુને પણ હવે તો તરંગનું આ મૌન ખૂંચતું હતું.

તરંગના હાવભાવ જોતાં બધું કળાઈ જતું હતું. તેના મનમાં હજારો પ્રશ્નો ઘૂમરાતા હતા. કલ્પાની વાત ખોટી છે એવું કહેવાની તેને ઇચ્છા થતી હતી. તેનું મન ભમવા લાગ્યું. “ખરેખર આપણે કોઈ વિશાળ શક્તિ દ્વારા મારવામાં આવેલું ગપ્પું તો નથી ને ? આપણે ઑલરેડી પહેલેથી જ કમ્પ્યુટરના પ્રોગ્રામની જેમ બનેલા તો નથી ને ? આપણે વિશ્વ નામના એક સૉફ્ટવેરનો ભાગ તો નથી ને ? આ ભૂકંપ, જ્વાળામુખી, તોફાનો એ બધી એરર તો નથી ને ? કલ્પેનના એક ગપ્પાંએ તેના મનમાં બીજા અનેક પ્રશ્નો ઊભા કરી દીધા હતા.

કલ્પાએ ફરી ભાર દઈને પૂછ્યું, “તને સમજાય છેને મારી વાત તરંગિયા ?”

મનમાં ઘૂમરાતા અનેક પ્રશ્નોને પંપાળતા પંપાળતા ગંભીરમુખે તેણે કહ્યુ,“હા, સમજાય છે.”

“તો પછી બોલ, આ સાચી વાત કે ખોટી ?” કલ્પાએ વિજયી થવાની આશામાં ઝડપભેર પ્રશ્ન કર્યો.

“તારી વાત સાવ સાચ્ચી છે કલ્પા !” હજી પણ તરંગ ગંભીર મુદ્રામાં હતો.

કલ્પાનું મોઢું એમને એમ પહોળું ને પહોળું રહી ગયું. તેને આશા નહોતી કે તરંગ આ રીતે હા પાડી દેશે.

તરંગના ચિત્તમાં એક ઘેરું મનોમંથન ચાલી રહ્યું હતું. એક ક્ષણ તો તેના મનમાં એવો વિચાર પણ આવી ગયો કે મેં હા તો પાડી દીધી છે, પણ કલ્પેનની વાત ખરેખર સાચી તો નથી ને ?... તેને મનમાં ભયનું એક લખલખું પસાર થઈ ગયું. તેને થયું કે ઈશ્વર માણસની એક વૈચારિક શોધ તો નથી ને ? એક ફિલોસોફિકલ ડિવાઇસ તો નથી ને ? તેણે આકાશ ભણી ઊંચું માથું કર્યું. જાણે તે ઈશ્વરને જ પૂછવા ન માગતો હોય ! પણ આકાશ તો સાવ ખાલીખમ હતું. જેમ યુગોથી છે તેમ જ.

‘કલ્પા, તેં તો બહુ મોટું ગપ્પું માર્યું !” શૌર્યએ પણ ગંભીર મુદ્રામાં કહ્યું.

“આપણે બધા જ એક અલૌકિક સૉફ્ટવેરનો ભાગ છીએ.” તરંગ એમ ને એમ જ સ્થિર રહી બોલ્યો. “આપણે બધા જ સાવ પામર અને એક નકામું કોઈ દ્વારા મરાયેલું ગપ્પું જ છીએ.”

તરંગના મોઢે આવી વાત સાંભળીને કલ્પો અંદરથી રાજી થયો. તે બોલ્યો, “હા, કોઈ શક્તિ અથવા અશક્તિ અથવા તો કંઈ નહીં... અથવા તો જેને આપણે ઈશ્વર સમજી બેઠા છીએ તેવી કોઈ અજાણી ઊર્જા આપણા જીવનનું ગપ્પું જેમ માર્યા કરે છે એમ આપણે જીવ્યા કરવું પડે છે. અત્યારે આપણે ગપ્પાં મારવા ભેગાં થયા છીએ એ પણ એક ગપ્પું જ છે ! બોલ તરંગ, તું ખરેખર માને છે મારી વાત ?”

કલ્પાને હજી પણ લાગતું હતું કે તરંગ ના પાડી દેશે. પણ તરંગ મૌન હતો.

“બોલ, ખરેખર લાગે છે તને કે આપણે પોતે પણ એક સપનું છીએ, એક ગપ્પું છીએ ?”

“હહહહ... એણે હા તો પાડી દીધી.. હવે શું પૂછ પૂછ કરે છે.”

“એને બોલવા દેને તું શું કામ વચ્ચે ડાફર્યા માર્યા કરે છે.”

“હું બોલું છું. મેં તને કહી દીધી છે મારી વાત.”તરંગે શાંતિથી કહ્યું. “પણ હવે મારી વાત સાંભળ.”

“અચ્છા તો હવે તું તારી વાત પાછો ચાલુ કરીશ નહીં ?” કલ્પેને પ્રશ્ન કર્યો.

“એ જ તો રમતનો નિયમ છે. જ્યાં સુધી ના ન પાડીએ ત્યાં સુધી રમત ચાલુ રાખવી.”

“હહહહ.. પણ આમ ને આમ તો ક્યારેય પતશે જ નહીં. હવે તો યાર ઘરે જવાનું ય મોડું થાય છે...”

“સારું ત્યારે તારી વાત ચાલુ કર.” ભોંદુનો ઉકળાટ જાણે કલ્પેને સાંભળ્યો જ ન હોય તેમ કહ્યું.

“તારી આ વાતનો હું સારી રીતે જવાબ આપીશ, કલ્પા.” તરંગને શું કહેવું છે તે કદાચ તેને સારી રીતે સમજાઈ ગયું હતું.