SANGEEAKHIL
મહિમા
ભાગ – 2
E-mail :- sangeeakhil.k@gmail.com
Contac No. +917698884425
ચકોરી
મોહજાળ
તલવાર
અર્જુન
પથ્થર
પ્રીત
ભરવાડ
બ્રેકઅપ
ભુખ
10.સરવાળો
11. જોઇએ
12. ટૅકનોલોજી
13. તું
14. ધર્મ
15. નથી.
16. સાથમાં
17. માણસ
18. સમય
19. નહી.
20. નથી.
21. વગડાવાસી
22. જતી રહી તું
23. મંજુર નથી.
24. પ્રેમ કેટલો ?
25. રેવા દે
26. પ્રેમ એટલે
27. હું તૈયાર છું.
28. મળે છે.
29. વિચારોનું વાવેતર
30. હું છું.
31. બે પલ જીવનની મુડી
32. પ્રેમની સફય
33. ચમકુ છું.
34. વતન પ્રીતિ
35. સંધ્યા અને નિશા
36. લાગે છે.
37. રાધા કે મીરાં
38. નકામું છે.
39. તારૂ નામ ઘુટતા આવડે છે.
40. ઇતિહાસ તો એના રહે.
41. આગમન આપનું
42. શોધું છું.
43. તુમ
44. ભુલાય છે.
45. બેઠો છું.
46. કામ ચલાવું છું.
47. સંમદરમાં ખારાશ કેમ ?
48. ગામડાનો ગુજરાતી.
49. દરિયો છું.
50. દુહા
#1. ચકોરી
પ્રેમ તો અમે ચકોરી ચાંદ સમો કરવાનાં,
કંષ્ઠ કાપી સ્વયંને અગ્નિ સાપી બળી જવાનાં.
ભટક્તો-ભટક્તો કોક દિ વન વગડે આવશે શિવજી,
સ્નાન કરી રાખને શરીરે ચોળશે શિવજી.
રાખ થઇ, શિવની જટ્ટામાં જઇ ચાંદને મળી જવાનાં,
"મહિમા" ચકોરીના પ્રેમનો કહી જવાના.
પ્રેમ તો અમે ચકોરી ચાંદ સમો કરવાનાં,
કંષ્ઠ કાપી સ્વયંને અગ્નિ સાપી બળી જવાનાં.
સંગીઅખિલ "અખો"
#2. મોહજાળ
મોહજાળમાં પડતા પહેલા વિચાર જો નિકળવાની બારી નહિ મળે.
ઉજાગરા થતા રાત-દિના આ મોહજાળમાં.
વાત કરવામાં રાતોની રાતો ટુકી પડતી આ મોહજાળમાં.
વિદ્યાર્થી જીવનમાં ના પડતા આ મોહજાળમાં.
પડ્યાં પછી નિકળી નહિ શકો તમે આ મોહજાળમાં.
પુરી જિંદગી નોકરીના ફાફામારવા પડશેને,
મળશે નહિ કોઇ સારી નોકરી આ મોહજાળમાં.
ભુલા પડીને ભટકશો જો હશો આ મોહજાળમાં.
અર્ધ વચ્ચે લડકશો જો હશો આ મોહજાળમાં.
મજા મળે ના મળે, સજા જરૂર મળશે આ મોહજાળમાં.
માછલી પકડાશે જાળમાં તડફડીયા મારી મરશે આ મોહજાળમાં.
આત્મહત્યાના મોતનો "મહિમા" લખાશે મોહજાળનો
સંગીઅખિલ "અખો"
#3. તલવાર
માંથાવાઢી માન વધારે, ડરપોક ભાળી ભાગે,
કાયર કદી હાથ ન અડાડે, દેખી દોડ મુકે,
મ્યાન મહી મલકાવે, હાથ ધરે તો પાસે એક ન આવે.
ધિગાણામાં હાહાકાર બોલિવે, યુદ્ધ મહી લલકાર કરાવે.
યુદ્ધ કરાવે, રંજ ચડાવે ધર્મ ધરાવે શિકાર કરાવે.
ધડ કાપી રક્ત વહાવે તબ નિંજ નહિ કોઇ આવે.
વાર કરતી ધડ વેતરતી રક્તના રાતારંગે રમતી.
ધિગાણામાં હાહાકાર બોલાવે, યુદ્ધ મહી લલકાર કરાવે.
ભેટ રહેતી ભીંતે જુલતી, રાજાના રખોપા કરતી,
હાથી-ઘોડા ઘાયલ કરતી ઘાવ એવા કરતી ,
રક્ત પીતિ રાતા તોય તલવાર રહેતી તરસી.
ધિગાણામાં હાહાકાર બોલાવે, યુદ્ધ મહી લલકાર કરાવે.
કમર કંટારીની "મહિમા" મડદ મુછાળા કાયમ ગાવે,
શુરવીર તણા સમરાગણમાં મલકાતી ચમકાતી,
સંગ તલવાર હોય તો ના મુરજાવે મડદ મુછાળા
ધિગાણામાં હાહાકાર બોલાવે, યુદ્ધ મહી લલકાર કરાવે.
સંગીઅખિલ "અખો"
#4. અર્જુન
તરુ પર બેઠાલું પંક્ષી આંખે જ ભળાયું,
બાકી બધું આજુબાજુનું વિસરાયું.
ઉત્તમ વિદ્યાનું જ્ઞાન ત્યારે જ આવ્યું,
સાચા ગુરુનું દર્શન કરાવ્યું.
પાંચાલ પ્રદેશે પાંચાલીના સ્વયંવરે,
પાંચેય ભાઇ "સંગ" બ્રાહ્મણવેશે પાર્થ પ્રવેશી
પાણી સમેટ દેખી મસ્યવેધી,
"અખિલ" વિશ્વના સર્વશ્રેષ્ઠ ધનુરધરે
ધૃપતકન્યાની હરખથી આંખ છલકાણી
પાર્થના કંઠે પાંચાલીએ પૃષ્પમાળા પહેરાવી.
ખાંડવ વન ભડભડ બાળ્યું,
પીતા પુત્રનું યુદ્ધ ભંયકર ચાલ્યું.
ધરા પર બિદું એક નહિ આવ્યું
ધનજ્યે તિર એવું ચલાવ્યું.
તબ અગ્નિએ ગાંડીવ ધનુષ્ય ધરાવ્યું,
પછી યુદ્ધ એક ન હરાયું.
અર્જુનના "મહિમા" નું મહાભારત લખાયું,
કુરુક્ષેત્રે કૃષ્ણએ શ્રીહરીનું દર્શન કરાવ્યું.
સંગીઅખિલ "અખો"
#5. પથ્થર
પથ્થર જેવા માનવી પથ્થરને પ્રભુ માને છે,
પ્રભુ જેવા માનવીને પથ્થર મારે છે.
નથી પીતા એને દુધ પાય છે માનવી,
પી શકે છે એને તરસથી મારે છે માનવી.
શણગારી, સાફો બાંધી, તિલક તાણી,
પુછે પથ્થરને અને પથ્થર પથ્થર બનીને બેસે.
પથ્થરનો "મહિમા" માનવી પથ્થર બનીને ગાવે,
પથ્થરના મહેલ બનાવી તેમાં "અખિલ" વિશ્વના નાથને બેસાડે.
સુંગધની ખબર નથી એને પુષ્પો છડાવે,
પથ્થરના પગ પખાળી ચરણામૃત લાવે છે.
"હૈ પ્રભુ તારામાં અને મારા ફરક એટલો જ છે,
તુ તનથી પથ્થર અને હું મનથી પથ્થર "
સંગીઅખિલ "અખો"
#6. પ્રીત
પ્રીત ઘોડે ચડાવે, રણ ચડાવે, યુદ્ધ કરાવે,
પ્રીત માંથા કપાવે, રક્ત ચખાડે, ભાણ ભુલાવે, ભટકાવે.
પ્રીત મરદ બનાવે, મોત કરાવે ધાંગ એવી પડાવે ધ્રૂઝાંવે.
પ્રીત નશો ચડાવે, દુનિયા ભુલાવે, ધિગાણા કરાવે.
પ્રીતનો પ્રીતથી "મહિમા" ગાવે,
"સંગ" આજ પ્રીતનો પ્રીતથી મહિમા ગાંવે.... (2)
પ્રીત રંગ ચડાવે તાલ પુરાવે તાન ચડાવે લાડ લડાવે.
પ્રીત પોકારે તો પલાણ ચંડાવે જીત અપાવે.
પ્રીત માગ ભરાવે, ઉપવાસ કરાવે, વ્રત કરાવે.
પ્રીત અમૃત પાવે, વારે આવે, પ્રીત પાળિયા પુજાવે.
પ્રીતનો પ્રીતથી મહિમા ગાવે,
સંગ આજ પ્રીતનો પ્રીતથી મહિમા ગાંવે.... (2)
પ્રીત પીવાડે પ્રીત જીવાડે પ્રીત નચાવે પ્રીત તડપાવે.
પ્રીત નૈન છલકાવે પ્રીત અબોલા કરાવે પ્રીત રડાવે.
પ્રીત ભજન કરાવે પ્રીત ખવરાવે પ્રીત મરક મરક મુસ્કુરાવે.
પ્રીત પાણી ચડાવે, પ્રીત પરબ બંધાવે પ્રીત પીઘલાવે.
પ્રીતનો પ્રીતથી મહિમા ગાવે,
સંગ આજ પ્રીતનો પ્રીતથી મહિમા ગાંવે.... (2)
સંગીઅખિલ "અખો"
#7. ભરવાડ
ભરવાડ તો લાંકડીવાળાં, માંથે પાંઘડીવાળાં,
કાળી કામળીવાળાં, સાવજ જેવી મોટી મુછોવાળં.
ગાયો ચારવાવાળાં, માલને રાખવાવાળાં,
આચરો આપવાવાળાં, એતો દયા દાખવે વાહલા.
મોજ પડે ત્યાં ગાવાવાળાં,ગામને પાદરે પડાવ રાખવાવાળાં,
અંધારે વાળું કરવાવાળાં, દુધ પીવાવાળાં.
માન આપવાવાળાં, ખભે વાછરું નાખવાવાળાં,
દુઃખ મળે તો દુઃખને ડામવાવાળાં, જય વડવાળાંનો "મહિમા" ગાવાવાળાં
સંગીઅખિલ "અખો"
#8. બ્રેકઅપ
ભટકી-ભટકીને અટકી હોય,
અટકી-અટકીને લટકી હોય,
લટકી-લટકીને ચટકી હોય,
ચટકી-ચટકીને ભટકી હોય,
એ બ્રેકઅપ હસતી- હસતી કરતી હોય.
કટકી-કટકીને ગળસી હોય,
ગળસી-ગળસીને છટકી હોય,
છટકી-છટકીને અડકી હોય,
અડકી-અડકીને નથી ના વેંદ વદતી હોય,
એ બ્રેકઅપ હસતી-હસતી કરતી હોય.
ગરકી-ગરકીને નિરખતી હોય,
નિરખી-નિરખીને સજતી હોય,
સજતી-સજતી હસતી હોય,
હસતી-હસતી નખરા કરતી હોય,
એ બ્રેકઅપ હસતી-હસતી કરતી હોય.
વાતે-વાતે ડબકા ઝુડતી હોય,
ઝુડતી-ઝુડતી લઇ લેવાનું કહેતી હોય,
લઇ લઇને ઘર ભેગું કરતી હોય,
ભરતી-ભરતી મોટી મહિમા કરતી હોય,
એ "બ્રેકઅપ" હસતી-હસતી કરતી હોય.
સંગીઅખિલ "અખો"
#9. ભુખ
પેટ છાટું પાપ કરવું પડતું હોય છે,
ભુખને ભાગવા અધરમને આચરવું પડતું હોય છે.
પેટની પીંડા કેવા-કેવા પાપ કરાવે છે ?
પાપી બની પુજા કરવી પડતી હોય છે.
હાથે હણાયેલા જીવની વાતુ કરવી પડતી હોય છે.
ભુખ ભુડીનો "મહિમા" ભુડો લખવો પડતો હોય છે.
આસરા વગર અવળે રસ્તે ભટકવું પડતું હોય છે.
આપણા પણ આપણાથી "સંગ" છોડતા હોય છે.
સંગીઅખિલ "અખો"
#10. સરવાળો
સમયના સરવાળા સાથે,
શ્વાસોનો સરવાળો કર્યો છે,
વાતોનો સરવાળો કર્યો છે,
શબ્દોનો સરવાળો કર્યો છે,
ચાલતા ચરણોનો સરવાળો કર્યો છે,
જ્ઞાન-અજ્ઞાનનો સરવાળો કર્યો છે,
ધન-દૌલતનો સરવાળો કર્યો છે,
સુખ-દુઃખનો સરવાળો કર્યો છે,
પાપ-પુણ્યનો સરવાળો કર્યો છે,
તીર્થધામનો સરવાળો કર્યો છે,
ભક્તિભાવનો સરવાળો કર્યો છે,
જીવન"મહિમા"નો સરવાળો કર્યો છે,
તોય છેલ્લે સરવાળામાં જીરો મળ્યો છે,
રહ્યો છે માત્ર સમયનો સરવાળો.
સંગીઅખિલ "અખો"
#11. જોઇએ
મારામાં જેવી લાગણી છે,
એવી એનામાય હોવી જોઇએ.
મીઠું દર્દ જેવું મને મળ્યું છે,
એવું એનેય મળવું જોઇએ.
ફરી ફરી જોવાની આદત મારી છે,
એનીય જોવાની ટેવ હોવી જોઇએ.
મારી આંખમાં સ્વપ્ના જોવા મળે છે,
એવા એનેય આવવા જોઇએ.
મારી આંખમાં જેવા આંશુ છે,
એવા એનામાય છલકાવા જોઇએ.
જેવા વિચારો મારા છે,
એવા વિચાર એનામાય હોવા જોઇએ.
જેવો મારો "મહિમા" જોવા મળે છે,
એવો એનોય હોવો જોઇએ.
સંગીઅખિલ "અખો"
#12. ટેક્નોલોજી
મળવું હોય તો આવ જે ઓનલાઇન,
બાકી આમને સામને મળવાનો વખત નથી.
પુછી લેજે મેંસેજ કરીને મને,
બાકી રુબરુ મળવાનો વખત નથી.
શોધી લેજે ગુગલમાં નામ નાખીને,
બાકી શેરીએ શેરીએ શોધવાનો વખત નથી.
કોમ્પ્યુટરમાં કન્યાને જોઇ લિધી,
ઘરે જઇ જોવા જાવાનો વખત નથી.
મહોબ્બતમાં ટેક્નોલોજી ભળી છે કે,
ટેક્નોલોજીમાં મહોબ્બત મળી છે ખબર નથી.
કેટલાયના ઘર ભગાયા છે આ યંત્રના આગમનથી,
ઘણાના ઘર બધાયા છે આ યંત્રના આગમનથી.
નવા યુગનો "મહિમા" ગવાય છે મોજમાં,
સંસ્કાર આવે એવી સસ્કતિને સમજવાનો વખત નથી.
સંગીઅખિલ "અખો"
#13. તું
મારા શ્વાસમાં તું, ઉશ્વાસમાં તું, ઉપવાસમાં તું,
તનમાં તું, મનમાં તું, ધડકનમાં તું,
આંખમાં તું, કાજલમાં તું, નજરમાં તું,
હર નામ તું, હર નાજમાં તું, હર નાદમાં તું,
હર સાદમાં તું, હર કાળમાં તું, હર આકારમાં તું,
હર રાતમાં તું, રાજમાં તું, હાહાકારમાં તું,
હરપલમાં તું, પલકારમાં તું, હર સનમાનમાં તું,
મુસ્કાનમાં તું, મુલાકાતમાં તું, મુજ "મહિમા" માં તું,
અંધકારમાં તું, એકાંતમાં તું, અલંકારમાં તું,
ઝણકારમાં તું, રણકારમાં તું, ભણકારમાં તું,..... .... ....(3)
સંગીઅખિલ "અખો"
#14. ધર્મ
બળવાન વ્યક્તિ નિર્બળને મિત્ર બનાવે તો તે ધર્મ છે.
ઘનાવાન વ્યક્તિ નિર્ધનને ધન આપે તો તે ધર્મ છે.
એક મિત્ર બીજા મિત્રને સાચો રસ્તો સિધે તો તે દર્મ છે.
સૃષ્ટી પરના બંધા જ જીવોનો ખ્યાલ રાખવો તે સનાતન ધર્મ છે.
નિર્દોશને મુક્તિને દોષી દંડ આપવો તે ધર્મ છે.
પરાસ્ત રાજાને અપમાનિત ના કરવો તે ધર્મ છે.
દરેક વ્યક્તિનો પોતાની મર્યાદામાં રહેવું તે ધર્મ છે.
સ્ત્રીની ઇજ્જત કરવી તે દરેક વ્યક્તિનો ધર્મ છે.
ગાય, સ્ત્રી, બ્રાહ્મણનું રક્ષણ કરવું તે ધર્મ છે.
વિજ્ઞાન સમાજને એવી દિશા બતાવે તો તે ધર્મ છે.
ધર્મનો "મહિમા" સાંભળતાં ધર્મ સમજાય જાય તો તે ધર્મ છે.
સંગીઅખિલ "અખો"
#15. નથી.
ગીત ગાયને બરબાદ કરવા હું માગતો નથી.
અમથો કોઇને કોઇ'દી હું મલકાવતો નથી.
વાત-વાતમાં આંખને હું છલકાવતો નથી.
ન મળનારની પાછળ-પાછળ હું ભાગતો નથી.
લાખ લિંબોળીયે લિંમડો કદી નમતો નથી.
ગુણવાન માણસ કદી અસત્ય આચરતો નથી.
વિચાર્યા વગરના યુદ્ધ કદી હું કરતો નથી.
ખાલી ખોટી વાતમાં હું મોટા યુદ્ધ કરતો નથી.
મડદનો "મહિમા" નામર્દ કદી સમજતો નથી.
સામી સાતિયે કાયર યુદ્ધ કદી કરતો નથી.
સંગીઅખિલ "અખો"
#16. સાથમાં
એમ જ ક્યાં તડપવું પડે છે એકલા,
દિલ દિધા પછી દિલ સામું લેવું પડે સાથમાં.
પાગલ બનેલા સારસને પુછી તો જો,
સારસીને પણ સારસ મર્યા પછી મરવું પડે છે સાથમાં.
માર પડે છે બીજાને, દર્દ મળે છે બીજાને,
અજીબ બે જાનમાં એક જાન જોવા મળે છે સાથમાં.
ક્યારેક જોઇ તો આવો જીવનમાં તાજને,
મુમતાજને પણ તાજમાં ચણાવું પડે છે સાથમાં.
પ્રેમ પામવાથી થોકડીને મળે છે કોઇને,
ત્યાગનો "મહિમા" લખાય સાથમાં પછી જ મળે છે.
સંગીઅખિલ "અખો"
#17. માણસ
જીવ જાતા જોયો છે ક્યાં કોઇએ ?
મે તો માણસને તડપતા જોયો છે.
મરી ગયા પછી તેની પાછળ,
માણસને રાતા આશુંડે રોતાં જોયો છે.
મસાણે માણસને આગમાં બળતાં જોયો છે.
આવ્યો તેમ ખાલી હાથે પાછો જાતો જોયો છે.
વાત-વાતમાં માણસને માણસથી લડતા જોયો છે.
નાની એવી વાતમાં મોટા જગડા કરતાં જોયો છે.
વિશ્રામની વેળાએ માણસને શ્રમ કરતાં જોયો છે.
ઉંચ-નીંચનો વ્યર્થ "મહિમા" સંભળાવતા જોયો છે.
નોટોની સયા પર માણસને પૌંઢતા જોયો છે.
આખરે એને પણ કબરમાં પૌંઢતા જોયો છે.
સંગીઅખિલ "અખો"
#18. समय
यहां क्या कोई हारता है
सब समय के साथ चलता है
कोई हार कर भी जीत जाता है
तो कोई जीत कर भी हार जाता है
जिसका समय बुरा चल रहा है,
वो अशा हो कर भी बुरा बन जाता है
और जिसका समय अशा चल रहा है,
वो बुरा हो कर भी अशा बन जाता है
ए सारा समय का खेल है
हम सब समय के खेल के प्यादे है
अशा खेलने वाले भी खेल से बाहर हो जाते है
कभी नहीं खेलने वाले भी जीत जाते है
यहां तो समय ही बलवान है
हम कितने भी बलवान क्यूं ना हो
फिर भी समय के सामने हार ही जाते है
कोई समय का "महिमा" गा कर आगे निकल जाते है
तो कोई समय के ववंडर में फस कर मर जाते है
- संगीअखिल "अखो"
#19. નહી.
વ્યાજ વટાનો ધંધો કોઇ કરશો નહી.
ઉધાર આપ્યા પછી પાછુ માગશો નહી.
ખાખીમાં ખોટો વિશ્વાસ રાખશો નહી.
ખાદીમાં મોટો ખર્ચ કરશો નહી.
ખુલ્લા જળાશયમાં નાહવા પડશો નહી.
લફરા કોઇની સાથે ક્યારેય કરશો નહી.
પોલિસ ડરાવે તો નકામાં ડરશો નહી.
સિંહ સામા ડગલા ભુલથી પણ ભરશો નહી.
દુબળાને ભુલથી પણ ડરાવશો નહી.
અભિમાનીને એકવાર પણ છોડશો નહી.
"મહિમા" વગરના માન મળે તો મલકાશો નહી.
મળે "સંગ" સ્વજનોનો તો આ અવસર છોડશો નહી.
સંગીઅખિલ "અખો"
#20. નથી.
મગજ છે પણ મન નથી.
રહૃય છે પણ કરુણા નથી.
આંખ છે પણ દ્રષ્ટી નથી.
સાથી છે પણ વિશ્વાસ નથી.
જીભ છે પણ વાણી નથી.
શક્તિ છે પણ શાંતિ નથી.
વૈભવ છે પણ વિદ્યા નથી.
"મહિમા" છે પણ મુલ્ય નથી.
મારગ છે પણ મંઝિલ નથી.
મહેમાન છે પણ માન નથી.
સંગીઅખિલ "અખો"
#21. વગડાવાસી
વનવગડે રહીને, રોટલોને મરચું-ખાઇએ છીએ.
અમીરને પાછા પાડે તેવા સંપીને રહીએ છીએ.
વનવગડે ભટકેલાને રસ્તો સિંધીએ છીએ.
આંગણે આવેલાને આસરો આપીએ છીએ.
ઢેફાં ભાગીને, ધુડનું ધાન કરીને ખાઇએ છાએ.
અડધો કે આખો મળે એટલો રોટલો ખાઇએ છાએ.
સુખ દુઃખની છાવમાં નિરાતે પોઢણા પોઢિએ છીએ.
અડધામાંથી અડધું કરી દુબળા દાન આપીએ છાએ.
ભોય પર પથારીને ભીંતે છાણાં થાપીએ છીએ.
ધરતીને અંબરના કંડા ભેળા કરી ભીડીયે છાએ.
ભાવભીના થઇ ગામડાનો "મહિમા" ગાઇએ છીએ.
અલગ-અલગ હોઇએ, તોય સંપીને "સંગ" રહીએ છીએ.
સંગીઅખિલ "અખો"
#22. જતી રહી તું...
કૂવે વાટ જોઇ બેસી રહી તું,
વનવગડા વિધતો રહેતો હું.
ભાત દેવાના બહાને મળતી તું,
ગોવાળ બની ગાયો ચારતો હું.
નદીએ નિર ભરવા આવતી તું,
નવરો થઇ નાહતો રહતો હું.
ઝાલરના ટાણે ઝાપે આવતો હું,
ઘણ લઇ જાતાં જોતી રહી તું.
આથમતા દિયે આંગણે આવતી તું,
તારા રૂપનું અમૃત પીતો રહેતો હું.
પરણી પરદેશ જાતી રહી તું,
છલકતી આંખનો "મહિમા" લખતો રહ્યો હું.
સંગીઅખિલ "અખો"
#23. મંજુર નથી.
"હું માગુ અને તું આપે એ મને મંજુર નથી."
દયદે તારાથી દેવાતું હોય એટલું દર્દ મને,
દર્દને પણ હસી કાઢીશ, રડાવવાની તારી તેવડ નથી.
આપી-આપીને તું શું આપીશ ? ધન દોલત મને.
ખાલી-ખોટું ભેગું કરવાનો મારી પાછે વખત નથી.
કરાવવી હોય એટલી કરાવી લે મંજુરી મારી પાછે.
ભીખ માગી માગીને ખાવાની મારી આદત નથી.
કરી લઇશ કમાણી ખાય એટલી પુરુષાર્થથી.
ખાલી ખીસાને ભર્યુ દેખાડવાનો ભાવ મારો નથી.
સંગીઅખિલ "અખો"
#24. પ્રેમ કેટલો ?
ઢળતી સાંજે સરમાતાં સરમાતાં એને પુછ્યું,
મને તું કેટલો પ્રેમ કરે છે ?
હળવા સ્વરે ધડકતાં રહૃયે મેં કહ્યું
ત્રાજવામાં તોલ્યો તોલાતો હોત તો તોલી આપેત.
માપી શકાતો હોત તો માપ્યા વિના આપેત.
ગણતરીનો દાખલો હોત તો ગણી આપેત.
મળતો હોય જો બજારમાં તો ખરીદી આપેત.
કોથળામાં ભરી શકાતો હોત તો ભરી આપેત.
વ્યાજે મળતો હોત તો વ્યાજે લઇ આપેત.
મુમતાજ જેટલો "મહિમા" હોત તારો,
તો તાજનો ચોરો ચણી આપેત.
તું જેટલો પ્રેમ મને કરે છે એનાથી બમણો હું તને કરુ છું.
સંગીઅખિલ "અખો"
#25. રેવા દે.
ખાલી ખોટું હસવાનું તું રેવા દે
ખોટું અમથું ભસવાનું તું રેવા દે
લાખ ધડિકા કરવાનું તું રેવા દે
મનને મેલું કરવાનુ તું રેવા દે
સિધા માણસને ચેતરવાનું તું રેવા દે
ખાલી ખોટું લડવાનું તું રેવા દે
મન મેલા રાખી તિરથ કરવાનું તું રેવા દે
ભવેભવનું ભેળુ કરવાનું તું રેવા દે
અફિણ આદીના નશા કરવાનું તું રેવા દે
મોહમાયામાં ડુબેલાનો "મહિમા" કહેવાનું તું રેવા દે
સંગીઅખિલ "અખો"
#26. પ્રેમ એટલે
પ્રેમ એટલે.....
ખબર છે કે હાર મારી છે, છતાં તેની સામે રમવું.
પ્રેમ એટલે.....
મુસળધાર વરસાદમાં નાહવાથી લઇને, ખરા તડકામાં નાહવા સુધીની સફર.
પ્રેમ એટલે.....
તરતા ન આવડતું હોય તોય, તેને બચાવવા માટે કુદવું.
પ્રેમ એટલે.....
છુટાં પડતી વખતે આંખ છલકાંય આવે.
પ્રેમ એટલે......
દુર હોવા છતાં નજીક હોવાનો એહસાસ,
નજીક હોવા છતાં દુર હોવાનો એહસાસ.
પ્રેમ એટલે.....
મુલાકાતનો "મહિમા" વારી વારી યાદ કરી મલકાય પડવાનું
પ્રેમ એટલે......
જુદા હોવા છતાં એક હોવાનો એહસાસ.
પ્રેમ એટલે.....
લોકોની સામે નામ ન લેવામાં સરમાવું.
પ્રેમ એટલે.......
પાણીનો પ્યાલો એઠો હોવા છતાં પી લેવાનો.
સંગીઅખિલ "અખો"
#27. હું તૈયાર છું.
દંડ મળે તો દડવંત કરવા હું તૈયાર છું.
સપ્ન મળે તો સાકાર કરવા હું તૈયાર છું.
નાવ મળે તો તરવા માટે હું તૈયાર છું.
સાથ મળે તો સફર માટે હું તૈયાર છું.
લલકાર મળે તો લડવા માટે હું તૈયાર છું.
માન મળે તો "મહિમા" કહેવા માટે હું તૈયાર છું.
ગીત મળે તો ગાવા માટે હું તૈયાર છું
વિષ મળે તો પીવા માટે હું તૈયાર છું.
ગુરુ મળે તો જ્ઞાન લેવા હું તૈયાર છું.
સંત મળે તો સેવક બનવા હું તૈયાર છું.
શાંતિ મળે તો સમાધન માટે તૈયાર છું.
સુવિધા મળે તો સહકાર આપવા હું તૈયાર છું.
સંગીઅખિલ "અખો"
#28. મળે છે.
મન વગરના માણા મળે છે.
માણસાઇ વગરની કાયા મળે છે.
ખેતી વગરના ખેડું મળે છે.
ઇશ્વર વગરના મંદિર મળે છે.
ભણ્યા વગરની ડિગ્રી મળે છે.
ડિગ્રી વગરના ડૉકટર મળે છે.
લખ્યા વગરના માર્ક મળે છે.
પાણી વગરના કુવા મળે છે.
રોડે રખડતા ઇન્જીનીયર મળે છે.
ગુનેગારો ન્યાય આપતા મળે છે.
"મહિમા" વગરની વાતો કરતા માણસ મળે છે.
સંગીઅખિલ "અખો"
#29. વિચારોનું વાવેતર
હું તો વિચારોનું વાવેતર કરું છું.
પુરુષાર્થથી જીવનના ખેતરમાં ખેતી કરું છું.
સુખદ તો ક્યારેક દુઃખદ અવસરમાં માલ્યા કરું છું.
સુખ અને દુઃખને ફળ સમજી લંણ્યા કરું છું.
ચાર દિવસ પુરતાં ભાંડે લિધેલાં દેહ પછેથી,
મન મોહક કામ લિધા કરું છું.
આ સંસારનો "મહિમા" મજાનો ગાયા કરું છું.
સંગીઅખિલ "અખો"
#30. હું છુ.
ચાલતા ચાલતા પગ અટકી જાય,
તો માનજે તારી મંઝિલ હું છું.
યાદ આવતા આંખ વરસી આવે,
તો માનજે તારી પ્યાસ હું છું.
હાથમાં નામ મારું લખાય જાય,
તો માનજે તારા નામ પાછળના નામમાં હું છું.
કોઇ ના હોય તોય અનુભવ થાય,
તો માનજે એકાંતનો સાથી હું છું.
સફરમાં ઇન્તાર કાયમ રહે,
તો માનજે તારો હમસફર હું છું.
રહૃય ભરાય આવે તો માનજે,
તારા રહૃયનો રાજવી હું છું.
ગઝલમાં "મહિમા" જેનો લખાય,
એને મળવાનું મન થાય તો તે હું છું.
સંગીઅખિલ "અખો"
#31. બે પલ જીવનની મુડી
બે પલ માટેની મુલાકાતતારી,
મારી જીવન ભરની મુડી બની ગઇ.
લાલ-ગુલાબી હોઠોની લાલી તારી,
મારા હોઠો પર આવીને પ્યાલી ભરી ગઇ.
વગર જામે એક નજર તારી,
મને શરાબી બનાવી ગઇ.
ગુથાયેલા કેશની છુટી પડેલી લટ તારી,
મારી નજરને અટકાવી ગઇ.
બોલાયેલ વાણી તારી,
મને પુરી કહાની કહી ગઇ.
મુલાકાતની "મહિમા" તારી,
મને એક નવી દિશા બતાવી ગઇ
સંગીઅખિલ "અખો"
#32. પ્રેમની સફાય
તમારા જુના થયેલા પ્રેમને દ્યોય આપવાનું કામ કરુ છું.
ઘોબા પડ્યાં હોય તો ઘોબા ઉપાડી આપવાનું કામ કરુ છું.
કોઇને પ્રેમમાં ખોટ ગઈ હોય તો પુરુ વળતર અપાવવાનું કામ કરુ છું.
કચડાયેલા પ્રેમને સમારકામ કરી આપવાનું કામ કરુ છું.
ખોવાયેલા પ્રેમને ગોતી આપવાનું કામ કરું છું.
ઈજા થયેલા પ્રેમને ઇલાજ કરી આપવાનું કામ કરું છું.
દવાની જરૂર હોય તો મફતના ભાવે દવા આપવાનું કામ કરું છું.
દુશ્મની થઇ હોય તો દોસ્તી કરી આપવાનું કામ કરું છું.
કોઈના પ્રેમનો "મહિમા" ગોતી આપવાનું કામ કરું છું.
સંગીઅખિલ "અખો"
#33. ચમકુ છું
બરફની જેમ પીઘળું છું.
પાણીની જેમ વર્તું છું.
વરાળની જેમ વિસરું છું.
વરસાદની જેમ વર્ષું છું.
ઝરણાંની જેમ નિસરું છું.
સંમદરની જેમ છલકું છું.
ઝાંકળની જેમ ટપકું છું.
"મહિમા"થી મરક-મરક મલ્કું છું.
પરીશ્રમના પરશ્વેદ બિંદુમાં "ચમકું" છું.
સંગીઅખિલ "અખો"
#34. वतन प्रीति
हम तो वतन से प्रीति रखते है
वतन के आगे प्रेम भी कुरबान करते है ... ...... ..... (1)
वतन सर मागे तो सजा कर देगे
अगर कोइ वतन मागे तो सर काट देगे ..... ..... ....(2)
जन्म से प्रेम कर सुके है वतन से
अब वतन के अलावा किसी से प्रेम हो नहि सकता ... ....(3)
भगत,गुरु,देव को मेरा कौटी-कौटी सलाम
वतन के वास्ते फासी पर सड गये साथमें .... .... (4)
वतन के रंगे रंगाया हुं मेरे यार
ओर रंग से रंगने कि बेकार में कोसिस ना कर ..... ...(5)
नशा तो हमने वतन के प्रीत का लिया है
एक बार लिया है मरने तक नहि उतरेगा ..... ..... (6)
शहिदो का "महिमा" लिख कर खुद शहिद हो जाउगा
वतन के वास्ते शहिदो में एक मेरा नाम लग जाएगा .. .. (7)
संगीअखिल "अखो"
#35. સંધ્યા અને નિશા
સંધ્યા નિશાને મળે, મડી રડવા કારણ કે,
જેમાં નિશા ચેતરાણી હતી તેમાં તે ચેતરાણી.
હાલ બન્નેના એક હતા પરિસ્થિતિથી,
કોણ કોને આસવાસન આપે આવી પરિસ્થિતિમાં.
અનહદ પ્રેમમાં પડેલી સંધ્યા અને નિશા,
ધડાકા સાથે ટુટેલા રહૃય વાળી હતી.
સંધ્યા અને નિશા રહી જોતીને "દિવસ",
"સમય"ની સાથે નિકળી પડ્યો વાટમાં.
આવા ટુટેલા રહૃયની વાતું કોને કહે ?
કોઇ સાંભળવા તૈયાર થતિં નથી.
દુઃખનો "મહિમા" સાંભળવા જઇ પુરાણો એકલો,
અને "સંગ" ગઝલ બનાવી બેઠો સાથમાં.
સંગીઅખિલ "અખો"
#36. લાગે છે.
કોઇક તો રહૃયમાં વસ્તું લાગે છે,
માટે જ ગયા પછી તડપતું લાગે છે.
સપનામાં કોઇક મળતું લાગે છે,
માટે જ મઝાથી મન ઉઘતું લાગે છે.
એને મળવું આંખને પણ ગમતું લાગે,
માટે જ વારંવાર મુખ હસ્તું લાગે છે.
ઘડકનમાં પણ નામ એનું ગુજ્તું લાગે છે,
માટે જ લોકોને વગર અવાજે સભળાતું લાગે છે.
તારી મારી મુલાકાત કઇક ખાસ લાગે છે,
માટે જ કલમ પણ "મહિમા" લખતી લાગે છે.
સંગીઅખિલ "અખો"
#37. રાધા કે મીરાં
એને પુછ્યું રાધા બનીને આંવુ કે મીરાં,
થોડું હસીને મેં કહ્યું ,આવતાં પહેલા જો,
આંખ છલકાય જાય તો રાધા,
હૈયુ હરખાય જાય તો મીરાં.
શણગાર સજીને આવતો રાધા,
કાળો કામળો ઓઢીને આવતો મીરાં.
માખણ સાથમાં લાવ તો રાધા,
ઝેર પીને આવ તો મીરાં.
વાસળી લઇને આવતો રાધા,
એકતારો લઇને આવતો મીરાં.
"મહિમા" ગાઇને રાસ લે તો રાધા,
મહિમા ગાઇને ભજન કર તો મીરાં.
સંગીઅખિલ "અખો"
#38. નકામું છે.
ધ્યેય વગરનું કાર્ય કરવાનું નકામું છે.
મરી ગયા પછી અમૃત આપવાનું નકામું છે.
આબરુ ગયા પછી જીવન જીવવાનું નકામું છે.
ચોરી કરી દાન આપી દાનવીર થાવાનું નકામું છે.
આસ્થા વગરનું તપ કરવાનું નકામું છે.
ચરણાગતિ સ્વીકારી લિધા પછી યુદ્ધ કરવાનું નકામું છે.
આંખ જાય ત્યાં અજવાસ કરવાનું પુરુ નકામું છે.
માબાપની સેવા કર્યા પછી ચાર ધામની યાત્રા કરવાનું નકમું છે.
"મહિમા" વગરનું માન લેવાનું સાવ નકામું છે.
સંગીઅખિલ "અખો"
#39. તારુ નામ ઘુટતા આવડે છે.
મેં એને પુછ્યું તને શું આવડે છે ?
હસીને એને કહ્યું બસ તારુ નામ ઘુટતા આવડે છે.
તનમાં, મનમાં, હાથમાં રહૃયમાં,
તપમાં, તાલમાં, તાનમાં,
આંખમાં, જળમાં, ધુડમાં,
ગીતમાં,ગાનમાં, લયમાં,
ધારમાં, વારમાં, ઘાવમાં,
રણમાં, રેતમાં, રાજમાં,
સપ્નમાં, શ્વાસમાં, સુંગધમાં,
ભાવમાં, ભાનમાં, દાનમાં,
દાવમાં, દુવામાં, દેવામાં,
યાદમાં, વાતમાં, માગમાં,
તુજ "મહિમા"ના માનમાં.
સંગીઅખિલ "અખો"
#40. ઇતિહાસ તો એના રહે.
ઇતિહાસ તો એના રહે જેને માંથા લિધા અને દિધા હોય.
ઇતિહાસ તો એના રહે જેને રણમાં રક્તથી સ્નાન કર્યા હોય.
ઇતિહાસ તો એના રહે જેને મરદ કસુબલ રંગ પીધાં હોય.
ઇતિહાસ તો એના રહે જેને ધર્મને તલવારની ધાર પર રાખ્યો હોય.
ઇતિહાસ તો એના રહે જેને સામી સાતિએ ગોળિયો ખાધી હોય.
ઇતિહાસ તો એના રહે જે મોતના માંડવે માહલ્તાં હોય.
ઇતિહાસ તો એના રહે જેને ક્ષત્રિયતાને સાબિત કરી હોય.
ઇતિહાસ તો એના રહે જે વતનમાં પાળિયા થઇ પુજાયા હોય.
ઇતિહાસ તો એના રહે જેને ગાયોના રક્ષણ માટે યુદ્ધ કર્યાં હોય.
ઇતિહાસ તો એના રહે જેને પારકી બેન-બેટ્ટીની આબરુ બચાવી હોય.
ઇતિહાસ તો એના રહે જે પોતાના ગામગ્રહરા માટે લંડ્યા હોય.
ઇતિહાસ તો એના રહે જે આસરા ધરમને પાળતા હોય.
ઇતિહાસ તો એના રહે જેને સિંહની સામે બાથુ ભિડી હોય.
ઇતિહાસ તો એના રહે જે અજલી છાટી પાળિયાને પુછતા હોય.
ઇતિહાસ તો એના રહે જે દાન દક્ષિણા આપીને દાતાર થયા હોય.
ઇતિહાસ તો એના રહે જેને સેવા કરવી સ્વીકારી હોય.
ઇતિહાસ તો એના રહે જેને ભજન ભગવાનનું કર્યુ હોય.
ઇતિહાસ નો "મહિમા" તો એનો જ લખાય જે અનોખા થયા હોય.
સંગીઅખિલ "અખો"
#41. આગમન આપનું
આગમન આપનું થયુને હૈયુ હરખાય ગયું.
સ્વાગત આપનું થયું ને મુખ મલ્કાય ગયું.
ઝાંઝર આપનું ઝણક્યુંને સંગીત રેલાય ગયું.
દર્શન આપનું થયુંને દુઃખ બંધુ વિસરાય ગયું.
મુંખ આપનું મલકાયુંને વસંત રેલાય ગઇ.
શ્વાસ આપનો છુટયોને ખુશ્બુ વેરાય ગઇ.
આંખ આપની રડીને મહેફિલ નશાથી છલકાય ગઇ.
નજરથી નજર આપની મળીને વાત સમજાય ગઇ.
"મહિમા" આપનો ગવાયોને હર્ષબિંદુ આંખથી ખરી ગયું.
વિદાય આપને લિધીને યાદ બની સમણું છલકાય ગયું.
સંગીઅખિલ "અખો"
#42. શોધુ છું.
ખભા પર માથું મુકી રડી શકુ એટલો આધાર શોધુ છું.
આંખના આંશુ લુછી શકે એવો હાથ શોધુ છું.
પડછાયો બની ચાલી શકે તેવો હમસફર શોધુ છું.
ન વર્ણવેલા શબ્દો ઉકેલી શકે તેવો સાથી શોધુ છું.
દુઃખમાં થોડુ હસાવી શકે એવો માણસ શોધુ છું.
વગર દવાયે રોગ મટાડી શકે એવો વૈદ્ય શોધુ છું.
હૈયે વાગેલા ઘાવને રુઝાડી શકે એવો મલમ શોધુ છું.
જીવન નયા પાર કરાવી શકે એવો નાવીક શોધુ છું.
વગર શરાબે નશો ચડાવી શકે એવો એક જામ શોધુ છું.
"મહિમા" વધારી શકે "સંગ" તારો એવો એક અવસર શોધુ છું.
સંગીઅખિલ "અખો"
#43. તુમ
મેરી હર ઝંખમ કી દવા હો તુમ
મેરી હર કદમ કી મંઝિલ હો તુમ
મેરા હર સવાલ કા જવાબ હો તુમ
મેરે હર સ્વપ્ન કી કહાની હો તુમ
મેરી હર કામયાબી કી કિંતાબ હો તુમ
મેરી હર મોહબ્બત કા રાજ હો તુમ
મેરે હર જનમ કા પ્યાર હો તુમ
મેરે હર આશું કા ક્ષાર હો તુમ
મેરી હર દિન કી સામ હો તુમ
મેરી હર ગઝલ કી "મહિમા" હો તુમ
સંગીઅખિલ "અખો"
#44. ભુલાય છે....
કક્કો ભુલાય છે, એબીસીડી યાદ રહી જાય છે.
માતૃ મુગી થઇ જાય છે, અંગ્રેજી બોલાય છે.
સ્વદેશ વિસરાય છે અને વિદેશ વાહલું થાય છે.
ઘેરવાળાં ઘાંઘરા ઘાયલ થાય છે, જીન્સની ફેશન ફેલાય છે.
ઓઢણી અંગથી અળગી થાય છે, અડધો ઉઘાડો દેહ દેખાય છે.
દુધ ભારે થાય છે અને શરાબથી સેન લેવાય છે.
શાકભાજી સડી જાય છે, મુરઘાના માસ બફાય છે.
બાળકને બોટલના દુધ પીવરાવાય છે, ધાવણ ઉભરાય છે.
સંબંધો સંઘળા ગયા અને અવડને અપનાવાય છે.
"મહિમા" મરાતો જાય છે અને "સંગ" છુટતો જાય છે.
સંગીઅખિલ "અખો"
#45. બેઠો છું
નદી કિનારે નયનોમાં સાગર લઇને બેઠો છું.
સાગર કિનારે ઝરણાઓનું જળ લઇને બેઠો છું.
નાવીકોની આજીવીકાની નાવ લઇને બેઠો છું.
કવિતાઓના શબ્દ બનીને કવિયોની કલમ લઇને બેઠો છું.
એકલતાનો "સંગી"ને, મુસાફરોની મંઝિલ લઇને બેઠો છું.
દુઃખ ભરેલી આંખનાં આશું લુછવા રૂમાલ લઇને બેઠો છું.
રૂઠી ગયેલા ચહેરા પર મુસ્કાન લઇને બેઠો છું.
લાસ બનેલા માણસનું કફન લઇને બેઠો છું.
"સંગ" રહે હંમેશા તારો, "મહિમા" ગાયને બેઠો છું.
સંગીઅખિસ "અખો"
#46. કામ ચલાવું છું.
પ્રેમ કરવાની તાકાત તો રહી નથી,
લખીને કામ ચલાવું છું.
અપાય એટલો આપુ છું બાકી,
ખરીદીને કામ ચલાવું છું.
નજરો નજર મળવાની નથી માટે,
સપના જોઇએ કામ ચલાવું છું.
સંગ રહ્યાતા થોડો સમય એનો,
"મહિમા" ગાયને કામ ચલાવું છું.
સંગીઅખિલ "અખો"
#47. સંમદરમાં ખારાશ કેમ ?
એને કહ્યું એક સવાલ પુછું
સંમદરમાં ખારાશ કેમ આવી હશે ?
સરિતાનાં કાંઠે વિજોગણ રડતી હશે,
એની નૈન નિર વહાવી છલકાતી હશે.
ત્યારે સરીતા બે કિનારે વહેતી થઇ હશે,
સંમદરમાં વિજોગ ઠાલવતી હશે.
ખારા થવાનું આજ "મહિમા"નું કારણ હશે.
ઘરથી ધકેલી કાઢેલી વૃદ્ધ મા કાઠે રડતી હશે.
સરીતા દુઃખનું કારણ પુછતી હશે.
અંન્ન કાઢી આપીયા એને મા ગમતી નથી.
છાતીયે છાપી ધવરાવીયા એને મા ગમતી નથી.
ત્યારે દુઃખના આશુંથી સરીતા બે કિનારે વહેતી હશે.
સંમદરમાં દુઃખને ઠાલવતી હશે.
ખારા થવાનું આજ "મહિમા"નું કારણ હશે.
સંગીઅખિલ "અખો"
#48. ગામડાનો ગુજરાતી
ટાંઢ તડકાની જેને ખબર નથી તે છે ગામડાનો ગુજરાતી.
સોનાના દાગીનાનો ઘરમાં ઢગલો હોય,
તોય જાતને માનતો હોય ગરીબ તે છે ગામડાનો ગુજરાતી.
લગ્નમાં લાખો રૂપિયા ઉડાડતો હોય,
ભલે ધંધો કાયના કરતો હોય તે છે ગામડાનો ગુજરાતી.
વ્યાજનું માંથે ચક્ર ફરતું હોય,
તોય વાહનો ફેરવ તો હોય તે છે ગામડાનો ગુજરાતી.
વૃદ્ધ માબાપને રાખવાના વારા હોય,
જાણે પોતે વૃદ્ધ જ ના થવાનો હોય તે છે ગામડાનો ગુજરાતી.
ઘરમાં તો પોતાનું કાય ચાલતું ના હોય,
અને વાત દેશ ચલાવવાની કરતો હોય તે છે ગામડાનો ગુજરાતી.
વ્યાજ વટાનો વ્યાપાર હોય,
અને રહેવામાં ઝુંપડુ રાખતો હોય તે છે ગામડાનો ગુજરાતી.
રોટલો રળવા શહેરમાં આવતો હોય,
અને વ્યસનમાં ઉડાડ તો હોય તે છે ગામડાનો ગુજરાતી.
છોકરા ભુખ્યા રખડાતાં હોયને,
ભગવાનને ભોગ ચડાવતો હોય તે છે ગામડાનો ગુજરાતી.
"મહિમા" આખા ગામનો ખબર હોય,
પોતાના ઘરની કસી ખબર ના હોય તે છે ગામડાનો ગુજરાતી.
સંગીઅખિલ "અખો"
#49. દરિયો છું
હું તો દરિયો છું,
આગળ વધવાની શક્તિ મારામાં નથી,
અને જો વધીશ તો શાંત કરવાની શક્તિ તારામાં નથી.
હું મળવા આવુ કે ન આવુ,
એક દિવસ તારે જરૂર મળવા આવવું પડશે,
ભલે પછી હું ગાંડોતુરુ હોવું.
તુ દોડતી આવીશ,
અને સમાય જઇશ પુરે-પુરી મારામાં,
બની જઇશ મારા જેવી જ તું.
મુલાકાત કરવી,
એ તારીને મારી હદમાં નથી,
તને મારાથી જુદી કરવી એવી કોઇની ભક્તિ નથી.
"મહિમા" મારો ગાતી રહી તું,
સાયર બનીને તારી યાદમાં પૌઢતો રહ્યો છું હું,
લોકો તો તોય કહે છે, દરિયાને નદિની પ્યાસ છે.
સંગીઅખિલ "અખો"
#50. દુહા
નેહ તો નેહડે નેહડે મળશે, મિત્ર મળે નય "સંગ" માનતા માને,
કામ આવે ત્યારે કોક જ ઊભો રેશે, કર્ણની કિર્તી કવિયો ગાતા રેશે. ...... ... ..... ..... (1)
જ્ઞાનીને જ્ઞાન કદી ન દિજીએ, કાયરને કદી ન કહીયે શુરવિરની વાત,
શરાબીની સોબતને, દુર્જનને દાશ અને મુર્ખનો"સંગ"કદી ન કરીએ. ........... .......(2)
રમત રમતાં રાજ,રંકને, ફકીર,જીત કોની, હાર કોની એ મોજની વાત,
પણ રમત રમત નારે, ત્યારે "સંગ" હારતાં જર, જમીનને જોરુ. ....... ... .... (3)
ભારત ભમ્યો, ભમ્યો વિશ્વ આખું, બ્રહ્માંડમાં શ્રી હરીને ગોતવા ગયો.
પણ નમ્યો નય માબાપના ચાર ચરણને તો ભમ્યો એ"સંગ"સઘળું નકામું. ... ..... (4)
કા"સંગ"છુટે અને કા સ્ત્રી સંગ થાય,
પછી બદલાય મહિપતીને મોટા ભુપ. ...... ..... (5)
સ્વજનનો સાથ કદી ન છોડીયે, દુઃખી જન દેખી કદી ન ભાગીએ,
કપટ કર ધન,જીત કદી ન કરીએ,"સંગ"કહે એહી મડદ માણસની પહેચાન. ....... .. (6)
હરી વેચાયા હાડે, સતી તોલાણી "સંગ",
રોહિતને રાખવા ન્હોતા રહ્યા મા કે બાપ. .......................(7)
સંગીઅખિલ "અખો"