Anath in Gujarati Love Stories by Dakshesh Inamdar books and stories PDF | Anath-અનાથ

Featured Books
Categories
Share

Anath-અનાથ

Dakshesh Inamdar

daksheshinamdar@gmail.com

અહેસાસ દીલનો ..... પરોવાયેલો જુદી જુદી પ્રેમવાર્તાઓમાં

પ્રથમ નવલિકા

“અનાથ”

“એના, એના એય એના ક્યાં છું? સમર બૂમ પાડતો પાડતો બેડરૂમમાં ઘસી આવ્યો.... એના નથી રૂમમાં તો ક્યાં ગઈ? એના બહાર વરન્ડામાંથી અંદર આવી કહે “ ક્યારનો બૂમો પાડે, અરે બહારથી કપડા લેવા ગયેલી વરસાદ આવે એવું થયું છે. હવે કેવી રીતે નીકળીશું બહાર? મને ખબર છે બહાર જવા માટે બૂમો પાડે તું સમર કહે “ અરે એના આતો સોને પે સુહાગા…. રીમઝીમ રીમઝીમ બારીશ… મે હમતુમ... ચાલને એના મજા આવશે. વરસતા વરસાદમાં મારી એનાને બાથમાં લઈને ઝુમીશ નાચીશ પ્રેમ કરીશ ગીતો ગાઈશું એના કહે એય મીસ્ટર મજનુ વધારે રોમેન્ટીક થવાની જરૂર નથી. એમ પલળતા ક્યાંય જવું નથી મારે... સમર કહે “ એવું નહીં ડાર્લીંગ ચાલને કેવુ મસ્ત રોમેન્ટીક વાતાવરણ છે મેઘરાજા મહેરબાન છે રોમાન્સનો સમય છે ઠંડો લહેરાતો પવન છે અને પૂરબહારમાં મારો મૂડ છે. એમ કહેતાં જ એનાને ઊંચકી લીધી અને બાહોમાં પરોવી પ્રેમ કરવા લાગ્યો.

એના સમરનું મન રાખીને બહાર જવા તૈયાર થઈ ગઈ. કહે “ચલો મજનું મહારાજ હવે મોડું ના કરશો નહીંતર તમારો મેહૂલો રીસાઈ જશે વરસાદ બંધ થઈ જશે અને પછી તમારો મૂડ ઓફ... સમર તરતજ મુખ્ય દરવાજો લોક કરી એનાનો હાથ પકડી ઘરની બહાર નીકળી ગયો... એના થોડે સુધી ચાલતા ચાલતા જઈએ પછી આગળ જતાં ટ્રેઈનમાં બેસી આગળ જઈશું. જો આમેય દાર્જીલીંગમાં મોસમ બારેમાસ રોમેન્ટીક જ હોય છે પણ ખબર નહીં વરસાદ આવે કંઈક જુદુજ વાતાવરણ હોય છે. એના એ હસીને હાકારમાં રીસ્પોન્સ આપ્યો.

ચારે તરફ ગિરીમાળાઓ લીલોછમ પ્રદેશ ખૂબસૂરત મોસસ સાથે મારી વ્હાલી સુંદર પ્રિયતમા મારી એના... એના એને જોઈ જ રહી... આંખોમાં આખો પરોવીને સમરનો પ્રેમરસ પીતી રહી. સમર એને કંઈ ને કંઈ વાતો કરી રહ્યો હતો સતત બોલી રહ્યો હતો. એના એને બસ સાંભળી રહી હતી જોઈ રહી હતી આનંદ લઈ રહી હતી... થોડે આગળ ઢોળાવો ચઢતા ચઢતા એના હાંફવા લાગી અને સમરે એને કહ્યું "અરે આ જો સામે ફૂલોની બિછાત નીચે ખીણતરફ જો કેવા સરસ ફૂલો ખીલ્યા છે રંગબેરંગી દુનિયા જ છે જાણે આંખોને આનંદ અને ઠંડક મળે છે". તું થાકી છે આવ આપણે અહીં પાળી ઉપર બેસી જઈએ. આવા સરસ મજાના હવામાનમાં બે પ્રેમી માટે કેવો મજાનો સમય કેવો પ્રેમ કરવા માટે મદહોશ પ્રહર છે. ફરી એનાને બાહોમાં લઈ વરસતા વરસાદમાં પલળેલી લટોને સરખી કરી આંખોમાં આનંદની પીચકારી મારી અને પલળેલી પાણી ટપકતી ચિબૂકને ચૂમી ભરી લીધી.

સમર કહે “એના આખા વિશ્વમાં બસ તું જ છે જેણે મારૂ દિલ ચોરી લીધું છે હું તારા પ્રેમમાં બાવરો તારો પ્રિયતમ,તારી આંખોમાં બધીજ સુંદરતા તારામાં જોઉં છું મારા માટે તું જ સર્વસ્વ છે બસ તું જ”. એના કહે સમર સાચેજ તું મને આટલો પ્રેમ કરે? સમર કહે “તું કહે તો સર્વસ્વ લુંટાવું.... જીવ આપી દઊં તું કહે ખીણમાં કૂદી જાઉં અને આ શરીર છોડીને પણ તને જ પ્રેમ કરતો રહેવાનો મૃત્યુ પણ મારા પ્રેમની વચ્ચે નહીં આવી શકે. બસ સદાય રૂપી તને જ પ્રેમકરવાનો” એના કહે “સમર હું પણ તને જ સંપૂર્ણ સમર્પિત”. હું તને પ્રથમ વખત મળી ત્યારથી બસ તુંજ તને જ સમર્પિત મને હજી યાદ છે પાપા એ તને મળવા બોલાવેલો ત્યારે જ એમણે મને પૂછેલું “એના તારો સમર સાથે લગ્ન કરવાનો નિર્ણય અફર છે ? ભવિષ્યમાં તારા જીવન અંગેના કોઈપણ પરિણામ અંગે બસ તારી જ જવાબદારી રહેશે. સમર અનાથ છે કોઈ કુટુંબ ન્યાત કંઈ જ ખબર નથી. મા બાપની ખબર નથી ચર્ચમાં ફાધર પાસે ઉછરેલો છે. મેં એજ સમયે પાપાને કહ્યું હતું “ પાપા સમર અનાથ છે જ નહીં હું સમરનાં કાયમનાં સાથમાં જ છું. હું ક્યાંય કોઈ ફરિયાદ કે મારી પીડા લઈને તમારી પાસે નહીં જ આવું. પાપાએ કહ્યું “ભલે હવેથી તારું ભવિષ્ય તારા નિર્ણયમાં સમાયું અને એજ ક્ષણથી હું તારામાં સમાઈ ગઈ ફક્ત તારી જ થઈ ગઈ. અને સમરે એને વ્હાલથી આલિંગન આપી દીધું.

સમર કહે “ હા એના, મારા કુટુંબ માં બાપની ખબર નથીજ મેં તને બધુજ સાચું સ્પષ્ટ જણાવેલું જ છે. હું ચર્ચમાં ફાધર સાથે જ રહ્યો ઉછર્યો ભણ્યો. નામ અટક બાપની એમની જ લાગી. ફાધરનાં અવસાન પછી એ છત્ર પણ ગુમાવ્યું. બની રહ્યો સમર ડીસોઝા! તું મળી ગઈ બધુજ મળી ગયું કોઈ ખોટ કે ઓછપ ના જ રહી હું દુનિયાનો સૌથી ધનિક અશ્વર્યવાન બની ગયો. તે મારા જીવનમાં આવી મારૂ જીવન નસીબ બધુજ સંવાર્યું. એના કહે “હું પણ તારા જેવો પ્રેમી અને પતિ મેળવી ખૂબ સુખી છું ઈશ્વરની આભારી જ છું.

વરસાદ ખૂબ વધી રહેલો. એના કહે ચાલ સમર, વરસાદ ખૂબ વધી રહ્યો છે, સાથે ખૂબ ધુમ્મસ પણ છે. હજુ ચાલતા ઘરે પહોંચવાનું એનાની હાંફ વધી. સમર કહે એવો કોઈ ચઢાણતો ચઢ્યા નથી તું આટલી હાંફે છે કેમ ? ઘર એટલું દૂર પણ નથી તને એટલું દૂર કેમ લાગે છે ? એના કહે “ સમર સાચું કહું છેલ્લા કેટલાક દિવસથી મને શ્વાસમાં તકલીફ થાય છે હાંફી જવાય છે. તું પ્રોજેક્ટ પરથી થાકેલો આવે હું નથી કહેતી તને ચિંતામાં નથી નાંખવો પણ આજે મારાથી નથી સહેવાતું... સમર આટલું નજીક ઘર પણ મને દૂર લાગે છે મારાથી નહીં ચલાય મારો શ્વાસ ચઢે છે. સમર કહે “એના એકદમ જ શું થઈ ગયું ? ચાલતા નહીં જ જઈએ ચાલ ટેક્ષીમાં જતા રહીએ છીએ. તે મને થોડા સમય પહેલાંજ ખૂબ સારા સમાચાર આપી ખૂબ આનંદીત કર્યો છે. હું બાપ બનવાનો છું તું ચિંતા ના કર આપણે ડોક્ટરને જ બતાવી આવીએ છીએ. તારે પ્રેગનન્સી છે એટલે કદાચ તને.... સમર તું કાંઈ બોલીશ નહીં મને.... કંઈ સહેવાતુ જ નથી પ્લીઝ મને પહેલા ઘરે જ લઈજા....

સમર એનાને લઈને ક્લીનીક પર પહોંચી ગયો. ડો. મિશ્રાને મળીને પૂછ્યું “સર એનાને એકદમ જ શું થઈ ગયું ? ડો. મિશ્રા કહે આમતો બધુજ નોર્મલ લાગે છે.પહેલી પ્રેગનન્સીમાં ક્યારેય આવું થાય છે પણ ડો. કાદમ્બરીએ પણ ચેક કર્યું છે ગાયનેક તરીકે છતાં અને એવું લાગે શ્વાસની ખૂબ ફરિયાદ છે થોડા રીપોર્ટસ અને સીટીસ્કેન કરાવી લઈએ છે. પ્રેગનન્સી છે કોઈ બીજો ચાન્સ ન લેવો જોઈએ. સમર કહે ડોક્ટર જે જરૂરી લાગે કરાવી લઈએ મારી એનાને કે આવનાર બાળકને કોઈ તકલીફ પીડા નાજ થવી જોઈએ યોગ્ય સારવાર મળી જાય હું આમ એને જોઈજ નથી શકતો.

એના અંદર બેડ પર સૂતી સૂતી સમરને જોઈ રહી હતી સમર એની પીડાને કારણે બેબાકળો થઈ રહ્યો હતો એના મોં પરનો વિષાદ એ જોઈ નહોતી શકતી સમર ખૂબ જ વ્યથિત છે. એ અંદરને અંદર ગભરાઈ રહી હતી પીડાઈ રહી હતી. મારા શરીરમાં કંઈક અજુગતુ થઈ રહ્યું છે. આગળના પ્રેગનન્સીમાં રીપોર્ટ સમયે કેમ કંઈ ના થયું ? આ શું થઈ રહ્યું છે મને ?

બીજા દિવસે સમર વહેલો ઉઠીને કીચનમાં જઈને ગરમાગરમ કોફી અને બિસ્કીટ લઈને એના પાસે આવી ગયો એનાને પ્રેમથી જોઈ રહ્યો. એણે કોફી બિસ્કીટ ટીપોય પર મૂક્યા. એનાને ખૂબ પ્રેમથી માથે હાથ ફેરવી રહ્યો એનાએ આંખો ખોલીને સ્માઈલ આપ્યું સ્માઈલ એનાનું નથી... સમર યાદ કરી રહ્યો. એના એની સાથે કોલેજમાં હતી એના ખૂબ સુંદર અને એનું સ્માઈલ જોઈ કાયમ એ ઘાયલ જ થતો. હંમેશા ઈશ્વરનો આભાર માનતો કે એના મને પ્રિયતમા અને પત્નિ સ્વરૂપે મળી કાયમ એ પોરસાતો...

અત્યારે એનાનું સ્મિત જોઈને એને આઘાત જ લાગ્યો. એનું દીલ જાણે ધબકાર ચૂકયું એણે એનાની સામે જોયુ અને બોલ્યો “ એય એના... મારા વ્હાલા જીવ કેમ આમ ? તને કંઈજ ના થાય નાહક ચિંતા ના કરીશ તને કંઈજ નાજ થવા દઉં તારા બધા રીપોર્ટસ આવી જશે બધા નોર્મલજ હશે. આપણા ઘરે નાનકડો જીવ જન્મ લેવાનો છે. આપણું ઘર હર્યું ભર્યું અને કિલકિલાટ વાળું થઈ જશે. જીવનમાં આનંદ છવાઈ જશે. જેટલી તું સુંદર છે એવી સુંદર રાજકુમારી આપણા ઘરે પાપા પગલી માંડશે. એના એની વાતો સાંભળી મ્લાન વદને હસી રહી...

સમરને લાગ્યું એક જ દિવસમાં એનાની બિમારી જાણે અનેક ગણી વધી ગઈ છે. એના જાણે સાવ જ બદલાઈ ગઈ છે ફીક્કી જ પડી ગઈ છે. અણે એનાનું માથું પોતાનાં ખોળામાં લઈને સુવરાવવા લાગ્યો માથે વ્હાલથી હાથ ફેરવવા લાગ્યો. એના સમરની સામે જોતાં જોતાં નિંદ્રાનાં સરી ગઈ. સમર અમી નજરે એનાને સતત જોતો રહ્યો હાથ ફેરવતો રહ્યો.

સમર કિલીનીક પર જઈને ડો. મિશ્રાને માળ્યો. એનાનાં બધાજ રીપોર્ટસ આવી ગયેલા. ડો મિશ્રાએ સમરને હાથમાં રીપોર્ટ આપતા કહ્યું "મી. સમર તમે જ જોઈલો." સમરે રીપોર્ટસ લીધા વાંચ્યા એના હાથમાંથી બધાજ રીપોર્ટસ સરકી ગયા... એ સાવજ અવાચક પૂતળાની જેમજ ઊભો રહી ગયો. એનાં આંખમાંથી આંસું જ વહેવા લાગ્યા. એ એકદમ ડો. મિશ્રાના પગમાં જ પડી ગયો, કહે ડોકટર "પ્લીઝ મારી એનાને બચાવી લો" આ એના ના રીપોર્ટસ જ નથી આવું ના થાય. આ થાય જ કેવી રીતે? હજુતો એના ઘણી નાની છે. અમારા સ્વપ્ન અધૂરા છે. અમારા ઘરમાં પ્રથમ બાળક આવવાનું છે. હમણાં તો આ ખુશી આવી છે અમારા આનંદનો સાગર આમ ઝૂંટવાવો ના જ જોઈએ. ડો મિશ્રા કહે મી. સમર આમ નિરાશ ના થાવ સ્વસ્થ થાવ હું માનું છું આ સાધારણ બિમારી નથી. આ ઉમંરે આવો રોગ? એનાએ આજ સુધી કોઈ કંપલેઈન નથી કરી. આ રોગ અચાનાક જ છેલ્લા સ્ટેજ પર આવી ગયો અને સપાટી પર આવી ખબર પડી. એને ફેફ્સાનું કેન્સર લાસ્ટ સ્ટેજ પર છે. હવે કોઈ ચાન્સ લેવાય એમ નથી. આવા કિસ્સા ભાગ્યેજ બને છે આપણે સારામાં સારી ટ્રીટમેન્ટ આપીશું જ જરૂર પડે કલકત્તામાં લઈ જઈશું. એનાને આ વાતની જાણ ના થવી જોવે નહીતર તબીયત પર ખૂબ અવડી અસર પડશે દવાઓ પણ રીસ્પોન્ડ નહીં કરે તમારા ઉપરજ સર્વે જવાબદારી છે મી. સમર ટેઈક કેર... સમર કહે હા સર હું એનાને નહીં જ જણાવું ખૂબ જ ધીરજ રાખી સારવાર કરીશ જ એને સંપૂર્ણ રોગ મુક્ત કરીને ઝંપીશ હું. ઈશ્વર સામે પણ લડી લઈશ મારી એના માટે.

ધડામ કરતો અવાજ આવ્યો કસૂંક પડવાનો. એના ટીપોઈ પરથી કંઈક લેવા ગઈ પણ... એના ખૂબ હાફી રહી છે.એને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે. એણે બુમ પાડી સમર સમર સ..મ..ર.. સમર દોડતો જ આવી ગયો કહે હું તારા માટે કોફી બનાવી રહ્યો હતો. તારે દવા સાથે દૂઘ કે કોફી લેવાની છે. તને ભાવે છે પણ ખૂબ. આપણે સાથે કોફી પીશૂં. એના કહે "સમુ તું ક્યાંય ના જા મારી પાસેજ રહે બેસ". સમર કહે "એનું હું ક્યાંય નથી જવાનો તારી પાસેજ છું" કહી એનાની ચૂમી લીધી. એનાએ પૂંછયું સમર મને શું થયું છે? શેની બિમારી છે? આમ આટલી શ્વાસમાં તકલીફ હાંફ ચઢે છે? ખૂબજ અશક્તિ છે શું થયું છે મને ? મને સારુ થઈ જશે ને ? હું પ્રેગનન્ટ છું મારે તારી માનિતી દીકરીને જન્મ આપવો છે. મારે તારી સાથે રહેવું છે. મે કેટલું બધું વિચારી રાખ્યું છે પણ બિમારીએ બધુજ અસ્તવ્યસ્ત કરી નાખ્યું છે. સમર કહે "નોપ" એનુ તારા મારા જીવનમાં આવવાથી સ્વર્ગ મળી ગયું મને નવી દિશા મળી તું મારી એંજલ છે આઈ લવ યુ. તું ચિંતા ના કર સાવ સાજી થઈ જ જઈશ એમ કહી એના હાંફતા ધ્રુજતાં હોઠો પર ચુંબન કરી લીધું કહ્યું હમણાં પ્રોજેક્ટમાં ખાસ કામ નથી એટલે મેં રજા મૂકી દીધી છે હું તારી પાસેજ રહેવાનો તારી સાથે વાતો કરીશ ખૂબ પ્રેમ કરીશ તારી કાળજી રાખીશ ચાલ કોફી પી લઈએ એનાને કોફી સાથે દવાઓ આપીને એ ખાલી કપ લઈ કીચનમાં ગયો.

સમર સવારથી એનાની પાસે જ બેસી રહ્યો છે. એનાનું માથું ખોળામાં લઈને એને સૂવરાવી રહ્યો છે. જો એનાને સારુ નહીં થાય તો કલકત્તા લઈ જવાનું નક્કી કર્યું છે. એની સારવાર ઘરેથી જ કરવી સરળ હતી એટલે એ પ્રમાણે જ કરી રહ્યો હતો. ડોક્ટર મિશ્રાએ સમજીને કરવા કહ્યું. એનાની સામે જોતાં યાદોમાં ઊતરી ગયો... દાર્જીલીંગ કંપનીમાંથી પ્રોજેક્ટ માટે આવ્યા પછી રોજ સાંજે એનાને લઈને નીકળી પડ્તો. કોઈવાર સાથે સાઈકલીંગ કરતા, ક્યારેક નર્સરીમાંથી નવા નવા છોડ લઈ આવી ક્વાટરનાં કમ્પાઉન્ડમાં રોપતા ક્યારેક પહાડી પર જઈ આવતા કોઈવાર કાલીંગપોંગ સુધી પરોઢે ઉઠી ફરવા જતા. રેંશમકીડાઓ અને એમના પ્રસર્વન ઉછેર એમાંથી નીકળતા રેશમનાં તાંતણામાંથી કાપડ સુધીની પ્રોસેસ જોવા જતાં. કાયમ હાથમાં હાથ મિલાવીને જ ફરતાં. અહીં આવ્યા એ પછી ક્યારેય એના એ એનાં મમ્મી પપ્પાનાં ઘરે જવા સુધ્ધાની વાત નથી કરી. એક વાર સમરે સામેથી કહ્યું હતું આપણે તારી પ્રેગનન્સી પછી દિકરીનાં જન્મ પછી આપણી પ્રિન્સેસને લઈને જ જઈશું એમનાં આશીર્વાદ લઈશુ. એનાએ એકદમ સમરની આંખોમાં જોઈને કહ્યું હતું તારામાં જ મારું સર્વસ્વ વિશ્વ જીવન સમાયું. મારે તને છોડીને ક્યાંય નથી જવું ક્યાંય નહીં. ભગવાનનાં ઘરે પણ નહીં મારે બસ તારી પાસે તારી બાહોમાં જ રહેવું છે. સમર કહે ' એનુ હું તને ક્યાંય ના જવા દઉં ક્યાંય નહીં હું બેઠોછું મારી પાસેથી તને ઈશ્વર પણ નહીં લઈ જઈ શકે સદાય તારા સાથમાંજ રહીશ. અને એનાને એકદમ હાંફ ચઢવા લાગી... સમર એકદમ તંદ્રામાંથી જાગ્યો એનાને હાંફ ખૂબજ વધવા લાગ્યો. એની છાતી એકદમ ઊંચી નીચી ધમણની જેમ ચાલવા લાગી શ્વાસ અવાજ કરવા માંડ્યા એને સખ્ત પરસેવો છૂટવા લાગ્યો. એનાથી પીડા સહેવાતી નહોતી એણે સમરનો હાથ ખૂબજ મજબૂતીથી પકડી લીધો. સમરની હથેળીમાં એની આંગળીઓનાં નખ ખૂંપી ગયા. એનો હાથ પર ખૂબ જ ભીંસ વધી ગઈ. એણે જોરથી ચીસ પાડી સમરની આંખમાં આંખ મિલાવી આંખમાંથી અશ્રુધારા વહેવા લાગી એ જોરથી બૂમ પાડી ઉઠી.. સમર સમર સ...મ...ર... અને મોઢામાંથી લોહીનો ફુવારો ઉડ્યો. એની આંખો સમરને જોતી જોતી ધીમે ધીમે નમતી ગઈ બંધ થઈ ગઈ અને સમરની હથેળીમાંથી એનો હાથ ઢીલો પડી ગયો. એનાનું પ્રાણ પખેરૂ ઉડી ગયું. સમરને સમજ જ ના પડી આ શું થઈ ગયું ? આ અચાનક જ બધુંજ ખુંચવાઈ ગયું એનાનાં નખના દબાણથી એના હાથમાં લોહીની શેરો ફૂટી નીકળી. એનાનાં લોહીમાં એનું લોહી ભળવા લાગ્યું. એનોનો નિશ્ચેતન દેહ એનાં ખોળામાં હતો. દેહ હાથમાં રહ્યો અને જીવ સરકી ગયો.

સમર સાવ બેબાકળો થઈ ગયો. એકજ ક્ષણમાં એનું સર્વસ્વ લૂંટાઈ ગયું એનો સંસારનો માળો વિખાંઈ ગયો. પાંખો જ કપાઈ ગઈ. આજે એની બધીજ દુનિયા લૂંટાઈ ગઈ. કુદરતે કારમો ઘા કર્યો. એ જીવ હજી પણ આ દુનિયામાં પણ નથી આવ્યો એ અને એની વ્હાલી એના એને એકલી મૂકી ચાલી ગયા. એ આઘાતમાંથી બહાર જ ના નીકળ્યો. હજી હમણાં તો સુખ આવ્યું છે અને આમ અચાનક ચાલી ગયું ? સમર એનાનો નિશ્ચેતન દેહ જોઈ રહ્યો એની આંખોની રોશની જતી જોઈ રહ્યો. એ જોરથી ચીસ પાડી ઉઠ્યો " એના , એના હું આમ એકલો નહીં જીવી શકું નહીં રહી શકું એના હું આજે ફરી અનાથ થઈ ગયો. પરંતુ હું તને એકલી ક્યારેય નહી મુકું મારૂં વચન હતું. એના, આઈ કાન્ટ લીવ વિધાઉટ યુ કહીને સમર શાંત થઈ ગયો....

સંપૂર્ણ