Saraswati Chandra - 1 Chapter - 2 in Gujarati Fiction Stories by Govardhanram Madhavram Tripathi books and stories PDF | સરસ્વતીચંદ્ર - ભાગ 1 - પ્રકરણ - 2

Featured Books
  • My Wife is Student ? - 25

    वो दोनो जैसे ही अंडर जाते हैं.. वैसे ही हैरान हो जाते है ......

  • एग्जाम ड्यूटी - 3

    दूसरे दिन की परीक्षा: जिम्मेदारी और लापरवाही का द्वंद्वपरीक्...

  • आई कैन सी यू - 52

    अब तक कहानी में हम ने देखा के लूसी को बड़ी मुश्किल से बचाया...

  • All We Imagine As Light - Film Review

                           फिल्म रिव्यु  All We Imagine As Light...

  • दर्द दिलों के - 12

    तो हमने अभी तक देखा धनंजय और शेर सिंह अपने रुतबे को बचाने के...

Categories
Share

સરસ્વતીચંદ્ર - ભાગ 1 - પ્રકરણ - 2

સરસ્વતીચંદ્ર

ભાગ : ૧ : બુદ્ધિધનનો કારભાર

ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as Matrubharti.

Matrubharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.


પ્રકરણ ૨

બુદ્ધિધનનું કુટુંબ

નવીનચંદ્ર વાડામાં ગયો. મૂર્ખદત્તની ઓરડીમાંથી ધુમાડાના ગોટેગોટ નીકળવા લાગ્યા અને માત્ર થોડી જ વાર થઇ એટલામાં ગાડીઓનો ગડગડાટ અને ઘોડાઓની ખરીના પડઘા સંભળાયા. કણકણવાળા બે હાથ અગાડી ધરી ઉતાવળો ઉતાવળો મૂર્ખદત્ત ઓરડીના બારણા આગળ આવ્યો અને ડોકું ઊંચું કરી કાંડા વતે ચોટલી ઠીક કરી આંખો લોહતો લોહતો દરવાજા ભણી જોવા લાગ્યો. એટલામાં તેમાં થઇ ચારપાંચ સુંદરીઓ પગના ઘૂઘરાના ઘમકાર કરતી અંદર આવી પહોંચી અને શિવાલયનાં પગથિયાં પર પ્રયત્નથી

ચડતી હોય એમ દેખાઇ.

આ ટોળીમાં બે જણ અગ્રેસર હતી. છેક અગાડી વીશબાવીશ વર્ષની છકેલ જોબનના પૂરમં તણાતી બુદ્ધિધણની દીકરી અલકકિશોરી હતી.

તેની સાથે - પણ જરા પાછળ - ચૌદપંદર વર્ષની સંપૂર્ણ મુગ્ધાવસ્થામાં પણ જુવાનીના મળસકાના ઉજાસમાં તથા તે સમયને યોગ્ય મદનની વિરલ

પણ શીતળ લહેરોમાં મોજ માણતી, બુદ્ધિધનના પુત્ર પ્રમાદધનની નવોઢા પત્ની કુમુદસુંદરી હંસગતિથી ચાલતી હતી. તડાકાભડાકા કરતી અને આખા અંધકારને સળગાવી મૂકતી ચમકતી વીજળીની પાછળ મેઘ વેરાઇ જતાં કોમળ અને મનોહર મંદ ચંદ્રિકા પ્રકાશે તેમ ભભકભરી અલકકિશોરી પાછળ

સૌમ્ય કાન્તિવાળી અર્ધવિકસેલા સ્મિતભરી કુમુદસુંદરી શરમાતી શરમાતી પોતાના પ્રફુલ્લ વદનનો સ્થિર આભાર આખા મંદિરમાં પ્રકટાવતી હતી.

નણંદ-ભોજાઇ વચ્ચે દેખાવમાં, સ્વભાવમાં અને આચારવિચારમાં દેખાઇ આવે એટલો ફરક હતો; અને તેનું કારણ ઘણે અંશે તેમના કુટુંબ, ઇતિહાસમાં અને શિક્ષણમાં હતું. તે ફરકનાં બીજ ઇશ્વરે તો જન્મથી જ

મૂકેલાં હતાં પણ તે બીજનો વિકાસ આ બાહ્ય કારણોથી પ્રફુલ્લ થયેલો હતો.

અલકકિશોરી સ્ત્રીવર્ગ જેને ‘જાજરમાન’ કહે છે તે પ્રકારની હતી.

તેનો રંગ સોનેરી ગોરો તથા મધ્યાહ્‌નના તાપની પેઠે ચળકાટ મારતો હોય

તેવો હતો, એટલે પાસે આવનારની નજર તેના ભણી સહસા ખેંચાતી અને અંજાતી. તેના સર્વ અવયવોનો ઘાટ પ્રમાણસર પણ મોટો હતો એટલે જોનારની આંખ એકદમ ભરાઇ જતી. તેના હાવભાવ ચંચળ, પ્રબળ અને

પ્રતાપી હતા તેથી તંંની સામે ઊભા રહેનારનું હ્ય્દય સભાક્ષોભના જેવો ક્ષોભ પામતું અને ગરીબ બની જતું. અમલ ચલાવતી હોય તેવી રીતે તેને બોલવાની ટેવ હતી; તેની સાથે વાત કરનાર માણસ,વાત કરતાં સુધી અને એની પાસેથી છૂટતાં સુધી, સ્વાભાવિક પરાધીનતા ભોગવતાં અને જેમ બુદ્ધિધનનો દોર તેના અમલથી ચાલતો તેમ અલકબહેનનો દોર તેના દૃષ્ટિપાતથી ચાલતો. સાધારણ બુદ્ધિના લોકનું એમ માનવું હતું કે આ સર્વનું કારણ તેના શરીરની સુંદરતા છે. આમ માનવામાં તેનો દોષ ન હતો, કારણ ભભકધમકથી અંજાયેલી તેમની દૃષ્ટિઓની વિવેકશક્તિને પક્ષાઘાત થતો. ખરું અને ઝીણવટથી તપાસી જોનારને અથવા તેની ગેરહાજરીમાં સ્મરણ આણી વિચારનારને અલકકિશોરીમાં વધારે વધારે ખોડો માલૂમ પડતી; પરંતુ તેવાને પણ તેના રુઆબ આગળ લાચાર દિલના બની જવું પડતું.

આવું છતાં કોઇ પણ માણસનું મન બંડ કરવા ચાહતું તો આ પ્રતાપી હરિણાક્ષીના જોબનનો ઉકળાટ તેનું ગુમાન ઉતારી દેતો અને એનો નિરંતર

મચી રહેતો તનમનાટ તેને દિગ્મૂઢ બનાવી દેતો. આ આકર્ષણશક્તિને લીધે આ ઉન્મત્ત યૌવનવાળીની આસપાસ કચેરી ભરાઇ રહેતી જેમાં તે પોતે શક્તિ જેવી શક્તિ ધરાવતી હતી.

અલકકિશોરીની મા સૌભાગ્યદેવી માત્ર એક સાધારણ રૂપગુણની

સ્ત્રી હતી અને તેના ઠરેલપણાને લીધે બુદ્ધિધન તેને ચાહતો. તોપણ અલકકિશોરી નાની હતી ત્યારથી જ બાપને હાથે ઘણું લાડ પામી હતી. અને ઉમ્મરમાં આવવા પછી પોતાના જલદ મિજાજને લીધે, નાનપણમાં ન દેખાડેલો અંકુશ હવે દેખાડવાની કોઇની શક્તિ ન હોવાને લીધે વ્યવહારમાં ગૂંચવાઇ રહેતા બુદ્ધિધનને ઘરખટલા ઉપર ધ્યાન આપવા અવકાશ ન હોવાથી તથા કોઇ

પણ માથે લઇ લેવા માણસને એ કામ કરવા દેવાની જરૂર હોવાથી, સૌભાગ્યદેવીને દીકરીનું કરેલું બધું કામ પસંદ જ આવતું એવું ન હતું તોપણ ભાર તાણવામાં તેની વૃત્તિ શિથિલ હોવાથી, તથા મૂળ સ્વભાવે જ શાંત હતી અને તેમાં વળી આવી સૌ માનતી દીકરી ઉપર મત્સરી જાણી જોઇને ન હોવાથી, અને ઉપર કહેલા અલકકિશોરીના પોતાના જ ગુણોને

લીધે સૌ પર સવાર થવાની પોતાની તાકાત હોવાને લીધે, એ ઉન્મત્ત કિશોરી બુદ્ધિધનના ઘરમાં, કુટુંબમાં, પરિવારમાં, બહારના માણસો સાથે જરૂર પડતા વ્યવહારમાં, અને માથું મારી શકે ત્યાં રાજકાર્યમાં પણ નિષ્કંટક રાજ્ય ચલાવતી હતી. તેને પૂછ્યા વિના ઘરમાનું કાંઇ કામ થતું નહીં.

તેનો દોષ કોઇ કાઢી શકતું નહીં. તેની ગતિ કોઇ રોકી શકતું નહીં.

બહારના માણસો આખા અમાત્યકુટુંબનો જીવ તેમાં જ દેખતાં, અમાત્ય

ઉપર સત્તા તેની મારફત જ ચલાવવા જતાં, મા અને ખુશામત તેના ઉપર જ ઢોળી દેતાં, અને કેટલાકનું ધારવું એમ પણ હતું કે એ સાસરે જાય તો અમાત્યના ઘરમાં અંધારું જ વળી જાય. અમાત્ય આ સર્વ જાણતો, એ સૌનો ગેરલાભ કોઇ લઇ જાય નહીં તે વિષે સાવધ રહેતો અને પુત્રીનું

માન રાખી પોતાનું જ ધાર્યું કરતો. તોપણ જગતનો અભિપ્રાય ફેરવવા ઇચ્છા ન હતી, શક્તિ હતી તેટલી વાપરતાં પુત્રીની અવગણના થાય માટે તે વાપરવા ઇચ્છા ન હતી, જગત કેવું આંધળું બની કેવા અભિપ્રાય બાંધે છે તે જોવામાં તેનું કુતૂહલ જાગતું, અને કેટલીક વખત તો એ ન જાણતો એમ - પણ સ્વાભાવિક રીતે - જગતનું ધાર્યું ખરુંયે પડતું. આવી રીતે સુર્વણપુરના અમાત્યના ઘરસંસારની ઘટમાળ ફર્યા કરતી હતી.

અલકકિશોરી ગમે તેવી પણ બાળક હતી; રંક અવસ્થા તેણે દીઠી ન હતી; પોતાનું ધાર્યું કર્યું જ સમજતી; પોતાાને હમેશ ફાવેલી જ જોતી;

મનમાન્યું અમલમાં આવ્યું જ જોતી; ચારે પાસથી વખાણ જ સાંભળતી.

અમાત્યના ઉદય કરતાં તેનું વય મોટું ન હતું; વયમાં, જ્ઞાનમાં, અનુભવમાં, જાતિમાં અને સુંદરતામાં પોતાનાથી ચડિયાતાં માણસોને પોતાથી દબાયેલાં રહેતાં અનુભવતી; ખરું શું છે તે તેને કોઇ સંભળાવતું ન હતું; ખોટું શું છે તે તેની આગળ કહેવા કોઇની હિંમત ચાલતી ન હતી; હિતઅહિત શામાં છે તે તેને કહેવાની કોઇને ગરજ ન હતી; ભૂતકાળની વાત સંભળાવી તેને કંટાળો આપવો એ સૌના સ્વાર્થવિરુદ્ધ હતું; ભવિષ્યકાળની સાચી વાતો ઉપર તેની આંખ દોડાવવી એ તેની કલ્પનાને શ્રમ આપણા જેવું અને તેના મનને ખેદ આપવા જેવું મનાતું; આથી વર્તમાન રંગભૂમિ ઉપરનાં નાટકો ઉપર તેનું લક્ષ રહેતું અને પ્રત્યક્ષ પડદા આગળ તેની દૃષ્ટિસીમાં પેસી રહી, ધૂંધવાઇ રહી, તેની ભમરો ઉપર ફણા માંડતો, આંખમાં ઘૃર્ણાયમાન થતો, જીભમાંથી ફૂંફાડા મારતો અને આખા શરીરમાં વિષમય ચંચળતા

પ્રેરતો. આ સર્પનો પ્રતિકાર કરવા તેનામાં વિદ્યામૃત હતું નહીં અને સત્સંગતિના કલ્પવૃક્ષનો વાસ તેણે અનુભવ્યો પણ ન હતો. માત્ર અમાત્યકુટુંબના સહજ વિનયરૂપ પોલા રાફડાથી વિષમય ચેતન ઢંકાઇ રહ્યું હતું.

આ લડાક કિશોરીનો ઉદયભાનું મધ્યાકાશમાં હતો. તેનાં સાસરિયાં તેની મરજી પ્રમાણે ચાલતાં. તેના પતિને તેનું ગુમાન ખૂંચતું તથાયિ તેનું દિલ દુખવવું એ કૃતઘ્નતા ભરેલું વસતું. સૌના મનમાં એમ હતું કે પ્રમાદધનભાઇ

ઉમ્મરમાં આવશે અને ગૃહસ્થાશ્રમ માંડશે એટલે અલકબહેનનો મત્સર નરમ

પડશે અને અમાત્યના ઘરમાં નવો કારભાર ચાલશે. પણ આવું ધારનારાઓને તરત તો વિચાર ફેરવવાનો અવસર આવ્યો.

પ્રમાદધનને ઘણી કન્યા વાસ્તે કહેણ આવ્યાં હતાં. પણ તેમનાં રૂપ, ગુણ અને કુળની તુલનામાં માબાપ અને દીકરીના મતનો ફેર પડતો એટલે ચોકઠું બેસતું નહીં. આખરે રત્નનગરીના પ્રધાન વિદ્યાચતુરની દીકરી કુમુદસુંદરી ખાલી પડી. તેનો વિવાહ પ્રથમ તો મુંબઇનગરીના એક ધનાઢ્ય અને પ્રખ્યાત વેપારી લક્ષ્મીનંદનના વિદ્ધાન પુત્ર સરસ્વતીચંદ્રની સાથે થયો હતો. પણ લગ્નનું મુહૂર્ત પાસે આવ્યું તેવામાં ઇશ્વર જાણે શાથી સરસ્વતીચંદ્ર

એકાએક અલોપ થયો, તેની ભાળ ખોળતાં પણ લાગી નહીં, અને આખરે

મુંબઇથી લખેલો તેનો એક કાગળ વિદ્યાચતુર ઉપર આવ્યો. તેમાં તેણે

લખ્યું હતું કે ‘કાંઇ કારણથી મેં મારું ઘર ને નામ છોડી દીધું છે, મારે પરણવાની ઇચ્છા નથી, હું ભવસાગરનું એક અગોચર મોજું થઇ મનસ્વીપણે સંસારમાં એકલો અને અપ્રખ્યાત અથડાઇશ, મારી કોઇએ ચિંતા કરવી નહીં, મારી ભાળ હવે લાગવાની નથી. ગુણવતી કુમુદસુંદરીને પરણી હું ભાગ્યશાળી થાત, પરંતુ મારાથી તે સુખી થઇ શક્ત એવું એકદમ મારાથી

મનાતું નથી; તેનું સૌભાગ્ય અમર રહો, તેને હવે મરજી પડે ત્યાં પરણાવજો.’

આ કાગળ વાંચી, તેની ખાતરી કરી, નિરાશ થઇ, વિદ્યાચતુર કુમુદસુંદરીનું શું કરવું તે વિષે ગભરાટમાં પડ્યો; કારણ કુમુદસુંદરીનો કન્યાકાળ વીતી ગયો હતો અને પોતાને પુત્ર ન હતો તોપણ બે કન્યારત્ન જોઇ એને સંતોષ થતો અને સરસ્વતીચંદ્ર તથા કુમુંદસુંદરીની જોડ જોઇ એને પરમાનંદ વ્યાપતો; તેમાં આ આપત્તિ આવ્યાથી તેને પુત્રનાશનાથી અધિક શોખ થયો. આવા

ચતુર અને સમજુ જમાઇને એકદમ આ શું સૂઝયું તે એ વિચારી ન શક્યો.

માત્ર ‘ઇશ્વરની ઇચ્છા’ કહી નિઃશ્વાસ સાથે ગતં ન શોચામિ કરી ભવિષ્યના વિચારમાં પડ્યો.

આ વાતો દેશવિદેશ પ્રસરી ગઇ. વર્તમાનપત્રોમાં છપાઇ. નાતજાતમાં

ચાલી રહી. જાણ્યાઅજાણ્યામાં ચર્ચાઇ રહી. વિદ્યાને માથે કલંક દેવાયાં.

છોકરવાદી સર્વની બત્રીશીમાં ચડી. પ્રમાદધને એ વાત વાંચી, સાંભળી અને જમતી વખત કહી બતાવી. કુમુદસુંદરીના દુર્ભાગ્યની વાત પણ સાથે નીકળી, સૌને બિચારીની દયા આવી, એમાંથી એનાં રૂપગુણની વાત ચાલી અને આખરે અલકબહેન બોલી ઊઠ્યાં : ‘ત્યારે મારા ભાઇને એ કન્યા ન ખપે ?’ સૌભાગ્યદેવીએ કહ્યું કે ખપે. બુદ્ધિધને કહ્યું કે વિદ્યાચતુર સાથે મારે જૂની મિત્રતા છે, તે ઊંચા કુળમાં જન્મેલો છે, રાજચંદ્રના ચતુર, સુશીલ

અને ભણેલી છે. સૌભાગ્યદેવી કહે : ‘કન્યા મેં દીઠી છે, રાજચંદ્રના લગ્નમાં અમે જોડકણાં ગાતી વેળા એકઠાં થયાં હતાં. એ ફુટડી ને ચતુર છે.’

અલકબહેને કહ્યું કે પ્રાતઃકાળમાં કન્યાનું માગું કરવા માણસ મોકલવું. એ દરખાસ્ત પસાર થઇ. કુળજોશી બ્રાહ્મણ જમવામાં સાથે હતો. તેણે કહ્યું :

‘પ્રાતઃકાળમાં ઉત્તમ મુહૂર્ત છે અને કામ સિદ્ધ થશે.’ પ્રમાદધને શાંત રહી સૌ વાત સાંભળી, દિવસશેષ ઉત્સવમાં ગાળ્યો અને રાત્રિ આનંદ સ્વપ્નમાં એક ઊંઘે કાઢી. સવારે માણસ સંદેશો લઇ રત્નગરી ભણી ગયું. વિદ્યાચતુર

ચિંતાગ્રસ્ત હતો તેથી સૌ કામ તેની સ્ત્રી ચલાવતી. તેને વર અને ઘર બંને સારાં લાગ્યાં. વરની બહુ ખબર ન હતી પણ ઘર સારું એટલે વર પણ સારો હશે જ એમ કલ્પના કરી. સ્વામીનાથને વાત કહી ક્ષોભ પામેલ

હોવાથી પ્રધાનના મુખમાંથી હા નીકળી ગઇ. બુદ્ધિધનને માણસ વધામણી

લઇ પાછો સુવર્ણપુર દોડ્યો. પ્રધાનને ભાન આવ્યે વિચાર થયો પણ હા કહેલી તેની ના કહેવાઇ નહીં. ઇશ્વરે સારા સારું જ કર્યું હશે ધારી ચિંતામુક્ત થયો. લગ્ન થયાં અને કુમુદસુંદરી પિયર છોડી સાસરે આવી. કથાનો પ્રસંગ

ચાલે છે તે સમયે તેને સાલરે આવ્યે માત્ર દશપંદર દિવસ થયા હતા.

ભાઇને આવી સારી કન્યા પરણાવવાનું કન્યા આપી; બહેનનું ઘરમાં માન વધ્યું અને ભાઇની તેના પરની પ્રીતિ વજ્રલેપ જેવી દૃઢ થયેલી ભાસી.

કુમુદસુંદરીનો સ્વભાવ પણ આ સ્થિતિને અનુકૂળ જણાયો. તેની

મા વિદ્યાચતુરની બાલ્યાવસ્થામાં પરણી હતી અને નિશાળે તો નહોતી ગઇ

પણ પતિને અવકાશ, આગ્રહ તથા ઉત્સાહ હોવાથી પોતાના સીમંત પહેલાં તેની પાસેથી કાંઇક ભણી હતી. તે જાતે ચકોર તથા ચપળ લાગણીવાળી હતી. પતિ ભણેલો અને પોતે અભણ, તેથી કેટલીક વખત પતિ ખરેખર દુઃખમાં ગરકાવ હોય તોપણ તેનું દુઃખ સમજી ન શકતી. ઘણુંય પૂછે :

‘વહાલા ! તમને શું દુઃખ છે ?’ પણ તેના જવાબમાં વિદ્યાચતુર નિઃશ્વાસ નાખી તથા તેને ખભે હાથ નાખી માત્ર એટલું જ મનમાં બોલતો કે :

‘અરેરે ! પ્રિય મેના ! તું બોલે છે મધુર, પણ મેના જ્યારે મનુષ્યનાં દુઃખ

સમજી શકશે ત્યારે તું મારું દુઃખ સમજી શકીશ; તને કહેવામાં ફળ શું ?

મધુર મેના, મારાં આંસુ જોઇ બાળકની પેઠે માત્ર રોયાં કર અને તે દેખાડી

મને વધારે રોવરાવ.’ આવું કહી તે પોતાના પુસ્તકમાં કે વ્યવહારકાર્યમાં જીવ પરોવતો. સારાં પુસ્તકો વાંચતાં, નવીન વિચારો સૂઝી આવતાં, દેશોન્નતિના સમાચાર સાંભળતાં અને ઇશ્વરલીલા મનમાં રમી રહેતાં તેનું

મુખારવિંદ આનંદથી ઊભરાઇ જતું. આ વખત તેની સ્ત્રી માત્ર પતિનો

મુખચંદ્ર જોઇ રહેતી અને તેને આનંદમાં જોઇ નિર્દોષ પમ અણસમજ્યા આનંદ મગ્ન થતી. પરંતુ કેટલીક વખત તેના મનમાં ખેદ થતો. પતિના સુખદુઃખમાં ભાગ લેવાય નહીં, વહાલામાં વહાલાનું અંતઃકરણ ભેદાઇ જતું હોય અને પોતે લાચાર બની જોયાં કરે છે એ ગુણસુંદરીને સારું ન લાગતું.

કેટલીક વખત તેને મન તો સહજ હોય એવા બોલમાંથી - નિર્માલ્ય હોય

તેવા કાર્યમાંથી - પતિને સાગરમાં વહાણ મન અલ્પ વસે. તેના ખરેખરા ઉત્સાહમાં જાણે માત્ર છોકરવાદી જ હોય તેમ પતિના લેખામાંયે ન આવે.

આ સૌ વિચારથી તેના મનમાં મહા ગૂંચવાડો થતો અને અમૂંઝણમાં શું કરવું - શો ઉપાય ખોળવો - એ ન સૂઝતાં કેટલીકવાર પથારીમાં સૂતી સૂતી, કેટલીક વાર પોતાના શૃંગારગૃહના મેજ ઉપર ઊંધું માથું ઘાલી, કેટલીક વાર બારીમાંથી નદી, મેદાન અને આકાશ ભણી જોતી જોતી, અને કેટલીક વાર પતિને ખોળે માથું હોય તેવે વખતે, આંખમાંથી આંસુ સારતીઅને છાનું છાનું - ઝીણું ઝીણું રોતી.

એક દિવસ દંપતી ઘરની અગાસીમાં બેઠેલાં હતાં. મધ્યરાત્રિ થઇ

હતી અને ચંદ્રમાં પણ મધ્યઆકાશમાં હતો. શરદઋતુએ તારારત્નોથી અને શ્વેત મેઘામ્બરથી આકાશસખીને શણગારી હતી અને ચંદ્રમા આ સજ્જિત નાયિકા સાથે નિરંકુશ વિહાર કરતો હતો. તે સમયે અગાસીમાં એક ગાલીચા ઉપર તકિયો નાખી વિદ્યાચતુર તે પર પડ્યો પડ્યો ચંદ્ર ભણી જોયાં કરતો હતો અને કાંઇ ઊંડા વિચારમાં પડ્યો દેખાતો હતો. ગુણસુંદરી તેના ખોળામાં

માથું મૂકી, તેનો હાથ પોતાના હાથમાં રાખી, ચતી સૂતી સૂતી આકાશમાં

ચંદ્ર છતાં પતિમુખચંદ્ર ઊંચી દૃષ્ટિએ નિહાળ્યાં કરતી હતી. આ મૌન વિહાર કેટલીક વાર ચાલ્યો એટલામાં રસજ્ઞ પતિના મુખમાંથી હ્ય્દયમાંથી - અચિંત્યું

મધુર ગાયન નીકળવા માંડ્યું :

‘અડોઅડ કપોલ લાગી રહેંલ;

મન્દ અતિમન્દ શી ગોષ્ઠિ૧ મચેલ !

નહીં પૂર્વાપર કાંઇ ગણેલ,

મુખે કાંઇ એમ લવંતાં ગેલ :

આલિંગન-અશિથિલ-થીરહી ચાંપી કર અક્કેક

ગમતસ્વપ્નમાં એમ નિશાના પ્રહર ન જાણ્યા છેક !૧

હસતું ત્યાં શિશું સમું મુગ્ધ પ્રભાત

આવી ઊભું રહેતું શયનની પાસ

અચિન્ત્યુ ! લજવાતો શૃંગાર

છુપાતોલપ્પાઇ તુજ ગાલ !

ગોષ્ઠિસુખ સૂતું નયનની જ માંહ્ય ! - પ્રિયે તે !’૨

આના પ્રત્યેક પદના છેલ્લા સ્વરોના લુપ્ત ઉચ્ચાર આકાશમાં અને

મુગ્ધાના કાનમાં અને હ્ય્દયમાં ઊંચા ચડી, મોહનમંત્ર પેઠે સર્વ આત્મવશ કરી, ધીમે ધીમે કૃતકૃત્ય બનતા હોય તેેમ આનંદભર મંદ પડતા પડતા, નીચા બેસતા બેસતા છેલ્લામાં પદના અંત્યસ્વરમાં લીન થતા થતા વિરામ

પામ્યા.

‘વહાલા ! મને એ સમજાવો. એ શું ગાયું ?’

જરાક અચકી રસજ્ઞ બોલ્યો : ‘તારાથી સમજાશે ? સમજાશે, સમજાશે.’ એમ કહી કથાનો પ્રસંગ તથા ગાયનનો અર્થ સમજાવ્યો.

‘આ સાંભળતા મારાં રૂંવા ઊભાં થાય છે. મને કંપારી વછૂટે છે.

હું શું કરું કે એવું એવું મારી મેળે સમજાય ? તમે મારા મનોરથ બધી રીતે પૂરા પાડો છો પણ એક વિષયમાં હું મરતાં સુધી તમારી લેણદાર રહીશ.

મરીશ તોયે ભૂત થઇશ. તમારા મનની વાતો સમજાય, તમારું મન સમજાય, અને આમ તમારા સુખદુઃખમાં અને તમારા આવા આવા વખતમાં મારે તમારા સામું જ જોઇ રહેવું ન પડે, એવું શું કરું જે થાય ?’

વિદ્યાચતુર હસ્યો. ‘ચાલ, ચાલ. એ બધુંયે થશે. હું ભણાવું તે ભણ. છે મરજી ?’

આને બીજે દિવસેથી ગુણસુંદરીએ અભ્યાસ કરવા માંડ્યો અને સીમંત આવતાં સુધીમાં પતિ પાસે ભણી તે ભણી. પછી જંજાળમાં કરવા

માંડ્યો અને સીમંત આવતાં તેનો અસંતોષ મટી ગયો. પતિને કામ લાગે એવી શક્તિ તો ન આવી પણ તેના હ્ય્દયમંદિરમાં પેસવા લાયક, તેમાંથી રસશય્યા પર સૂવા લાયક અને તે ઉપરના મર્મ સાથે યથેચ્છ વિલાસ કરવા

લાયક તે ગણાવા લાગી; અને પતિ પાસેથી વિદ્યાગ્રહણ કરવું બંધ પડ્યું તે છતાં પોતે વયે વધતી ગઇ તેમ તેમ ઘરની જંજાળમાંથી અવકાશ શોધી કાઢતાં શીખી, એ અવકાશપ્રસંગે આત્મપ્રયત્નથી યથાશક્તિ અભ્યાસ વધારી શકી, અને કાળક્રમે આ મહાપ્રયાસ અને ઉત્સાહનું એ પરિણામ આવ્યું કે વિદ્યાચતુરની વિદ્યા, રસજ્ઞતા વગેરેનું પ્રબળ વીર્ય વાતચીત અને વિનોદના વિહાર સમયે તેના મનહ્ય્દયમાં ઠેઠ પહોંચવા લાગ્યું અને તે તેજગર્ભ દિવસે દિવસે પ્રફુલ્લ થયો. આનો લાભ કુમુદસુંદરીને મળ્યો.

એક પ્રખ્યાત વિદ્ધાને માણસને દરજીની ઉપમા આપી છે. સૌ સૌને પોતાનાં જેવાં અને બને તો પોતે સીવેલાં કપડાં પહેરાવવા ઇચ્છે છે.

વિદ્યાનો પણ એક સાધારણ નિયમ એવો છે કે ભણેલા સૌને ભણાવવા મથે છે. દિકરી નાની હતી અને ભણાવવી. આપણા દેશમાં સ્ત્રીઓની વિદ્યાવૃદ્ધિમાં ઘણી અડચણો પડે છે. નાનપણમાં છોકરી નિશાળે જાય ત્યાં ધૂળધમાટ ભણે. પરણ્યા પછી સંસારમાં પડતાં અભ્યાસ પ્રતિકૂલ થાય છે. ઘરના વ્યવહારમાં, અભણ સ્ત્રીવર્ગમાં - સાસરિયામાં અને સાહેલીઓમાં - રહી, વિદ્યાનાં દર્શન પાવક ગણાતાં છતાં, પતિની તથા પોતાની પશુસામાન્ય

વૃત્તિઓ સાચવવામાં, છોકરાં-છૈયાંની લબ્ધાને લીધે, સ્ત્રી વર્ગના ઘડીઘડીના નાના મોટા રોગથી પગલે પગલે અડચણો લાગવાને લીધે, અને ઘણી અનુકૂલ

હોય તોપણ સ્ત્રીશિક્ષણમાં તેની શક્તિ અથવા વૃત્તિ અથવા અવકાશની ખામીને લીધે હિંદુ સ્ત્રીઓ ભણી શકતી નથી. પોતાના ચકોરપણાને લીધે તથા સદાગ્રહથી ગુણસુંદરી આ હરકતો દૂર કરી થોડુંઘણું શીખી તો તેના

મનમાં એમ જ રહેતું કે આ અડચણો પડે ત્યાર પહેલાંથી મારી પુત્રીને વિદ્યાનું ભાથું બંધાવી પછી જગતમાં મોકલું. વિદ્યાચતુર પોતે વ્યવહારજાલમાં દિવસે દિવસે વધારે લપટાતો હતો અને તેનો અવકાશ સંસારના વાદળાંથી ઘણુંખરું ઘેરાયેલો રહેતો. તોપણ પ્રસંગે પ્રસંગે ગુણસુંદરીના સ્તુતિપાત્ર ઉત્સાહ, આગ્રહ અને પ્રયાસને આશ્રય આપવામાં, સુગમતા કરી આપવામાં, સુધારવામાં, માર્ગ દર્શાવવામાં અને વધારવામાં તે જાતે પ્રયત્ન કરતો; અને તેમાં રહેતી ખામીઓ વાતચીતમાં, વિનોદમાં અને વ્યવહારમાં પડતા પ્રસંગો સમયે પૂરી દેતો. થોડાં વર્ષમાં કુમુદસુંદરીનો અભ્યાસ ઘણો વધી ગયો અને આખરે તેની પોતાની બુદ્ધિ જાતે ચાલવા માંડી અને માબાપને પ્રમાણમાં

પ્રયાસ ઓછો કરવાની, અને થયેલો પ્રયાસ સફળ થયો જોઇ આનંદ ભોગવવાની તક મળી. પરણવા પહેલાં અંગ્રેજી અને સંસ્કૃતમાં પ્રવેશ થયેલો હોવાથી સંસારધર્મ, રસજ્ઞતા અને રસિકતા, વ્યવહારકુશળતા, નીતિમાર્ગ આદિ

ગૃહસ્થાશ્રમના દ્ધારપાળો અણબોલાવ્યા પોતાનો સમય સમજી, મંદિરમાં આવતી રાણીને વણમાગ્યા સત્કાર દેવા તત્પર શોધી નિરાશ થઇ મન પાછું ફરતું, એ સિવાય બીજી બધી બાબતમાં કુમુદસુંદરીનાં માબાપ દીકરીને જોઇ જગતને સ્વર્ગ સમું ગણી લેતાં.

આવા સંસ્કારવાળી કુમુદસુંદરી બુદ્ધિધનનાં ઘરમાં આવી એટલે તરત એને એક નવી દુનિયામાં પેઠા જેવું લાગ્યું. દેખાવમાં તે અલકકિશોરીનાથી બહુ જુદી હતી. તેના શરીરનો વર્ણ રૂપેરી ગોરો હતો. તેનું કાઠું નાજુક હતું. ‘નાનીશી નાર ને નાકે રે મોતી’ એ વર્ણનના સહાધ્યાસી સંસ્કારો તેનામાં મૂર્તિમાન થતા હતા. ભભકની આકર્ષણશક્તિ તેનામાં રજ પણ ન હતી. રુઆબનો દોર તેનાથી જુદો પડતો હતો. કેટલાકને તે ગરીબ ગાય

જેવી દેખાતી. કેટલાકને તે નિર્માલ્ય -માલ વગરની - લાગતી. તેના મુખ

સામું સૌ કોઇ જોઇ શકતા. તે માત્ર મંગળઆભૂષણ અને આછાં પણ સુંદર ચિત્રવાળાં સાદાં જેવાં - વસ્ત્ર પહેરતી. નાજુક - બાળકના જેવા - હાથ અને તેવા જ કુમળા મેંદી મૂકેલા નાના પગ વગર તેના અંગનો સર્વ ભાગ વસ્ત્રમાં ઢકાઇ રહેતો. તેના હાવભાવ પ્રસંગે જ જોવામાં આવતાં અને

પ્રસંગોપાત્ત હોવાથી કોઇનું ધ્યાન ખેંચતા ન હતા. શરદઋતુનાં નાનાં વાદળાં ઉપર ચંદ્રલેખા જણાય તેમ એનાં વસ્ત્ર ઉપર તેનું ઘણુંખરું આછા સ્મિતવાળું

મુખ દેખાતું. તે બોલતી થોડું, પણ બોલે તે વખત રૂપાની નાની ઘંટડીના જેવો સ્વર નીકળતો અને સૌ કોઇને એનાં વચન મધુર લાગતાં. સાત્ત્વિક વૃત્તિવાળાં મનુષ્યો તેના ઉપર દૃષ્ટિ ઠારતાં અને જેઓને એનું મોં નિહાળવાની ટેવ પડતી તેમને એના ઉપર સહજ, નિર્દોષ અને શાંત પ્રીતિ ઊપજતી.

રસજ્ઞ પુરુષોને વધારે વધારે જોતાં એના મુખ ઉપર વધારે વધારે શુદ્ધ

સુંદરતા સ્પષ્ટ માલૂમ પડતી. ચતુર સ્ત્રીઓને તેની આંખ ચકોર લાગતી.

આધેડ સ્ત્રીઓ એમ કહેતી કે એનામાં સોજ બહુ છે. જુવાન લલનાઓને એની વાતોમાં રસ પડતો. રસિયણ બાઇડીઓ એની પાસે બેસતી, એના સામું જોઇ રહેતી, એની બોલવાની રીત સરતમાં રાખતી, એના હાવભાવનું અનુકરણ કરતી અને કરવાની બીજાને શિખામણ આપતી, અને એની નાજુકતા, સુંદરતા, ચતુરાઇ ને લજ્જા, એનું લાવણ્ય અને કોમળપણું : આ સૌ ક્યાં ક્યા પ્રસંગમાં કેવી કેવી રીતે દેખાયું તેનું પૃથક્કરણ કરતી અને તે પર એ આઘે હોય ત્યારે રસભેર ચર્ચા ચલાવતી. નાનાં બાળકો રમવાનું મૂકી દઇ

એની પાસે આવી એને વીંટાઇ બેસી રહેતાં. કોઇ પણ માણસ એની સુંદરતા શોધી કાઢતું તો સૌ સાંભળનાર તે શોધનારની ચતુરતા વખાણતાં અને તેના મતમાં ભળતાં. કેટલાંક અંતઃકરણોમાં એને જોતાં આશીર્વાદન ઊર્મિ ઊછળતી. એના ઉપર જોનાર, એને સાંભળનાર, એની સાથે બોલનાર

ઃ સૌ એકસરખાં શાંત ચંદ્રિકામાં નહાતાં હોય, અમૃતસરોવરમાં ડૂબકી મારતાં હોય, શીતળ આનંદની વૃષ્ટિમાં ફરતાં હોય - એવી નિર્દોષ રસિક વૃત્તિનો અનુભવ કરતાં.

સાસરિયામાં પણ અત્યાર સુધીમાં એણે સારો સમાસ કરી લીધો હતો. અલકકિશોરીને અમલ ચલાવવાની ટેવ પડી હતી, તો કુમુદસુંદરીને નાનપણમાંથી આજ્ઞા માનવાની ટેવ પડી હતી. અમાત્યના ઘરમાં સ્ત્રીવર્ગને કાંઇ કામ કરવાનું હતું નહીં કે વાદ થાય, પૈસાનો તોટો હતો નહીં કે સૌની ઇચ્છાઓ પૂરી પાડતાં ભેદ રાખવો પડે. તેમાં વળી નવી વહુને

લાવ્યાનું માન અલકબહેનને હતું એટલે એ વહુને શણગારવી, અગાડી પાડવી, એની શોભા વધારવી, એને નાતમાં જાતમાં સગાંવહાલાંમાં ને કુટુંબરૂઢિમાં દાખલ કરવી, સારી શિખામણ આપવી, ઇત્યાદિ કામ ઉત્સાહથી કરવાનો ઓરિયો પણ બહેનને લેવાનો હતો. સૌ બાબતમાં સૌભાગ્યદેવીની તો અનુમતિ જ લેવામાં આવતી, બુદ્ધિધન પાસે તો વાતો જ કરવામાં આવતી, અને પ્રમાદધનની પસંદગી પૂછવામાં આવતી. ભાભીસાહેબ બાબત ભાઇ પાસે ચાકરો વાતો કરી. બંનેની મહેરબાની મેળવવા યત્ન કરતા અને બહેન નર્મ૧ વાક્યો બોલી ટોળ કરતાં. અત્યાર સુધી ઘરમાં સર્વનો વખત આ નિર્દોષ અને નવીન આનંદમાં ગયો હતો. કુમુદસુંદરી સાસરે આવી ત્યાર પછી પણ તરતમાં તો સરસ્વતીચંદ્રને સંભારી સંભારી છાની છાની રોતી, લાગ મળ્યે નિઃશ્વાસ મૂકતી, પણ બધાં બેઠાં હોય ત્યારે તેમની રમતગમતોમાં તથા ઉત્સાહમાં શૂન્યહ્ય્દયથી ભાગ લેતી, ફીકા હાસ્ય વડે

મર્મશોક પર ઢાંકપિછોડો કરતી, લજ્જાળુપણાને નામે સૌ ચાલ્યું જતું, અને હ્ય્દયશંકુનાં ઉપજાવેલાં આંસુ આનંદનાં આંસુમાં ગણાતાં. પ્રમાદધન સાથે

મન મેળવવા ઇચ્છતી અને પ્રયત્ન કરતી, પરંતુ તેનું હ્ય્દય માત્ર ઘસડાતું આવતું અને ઘસડાતાં ઘણાક ઘા ખમતું. આમ છતાં કાળના પ્રવાહનું બળ, નવી સૃષ્ટિનો અનુભવ, બીજાં સૌના આનંદની ભરતીનો વેગ, પોતાના બાળક મનની સ્થિતિસ્થાપકતા, ઇશ્વરઇચ્છાને શરણ થવાની આવશ્યકતાબુદ્ધિ, નિરુપાય વાતને નિભાવી લેવાનો શાણો વિચાર, અને નવા પતિના સંબંધને

લીધે હવે પરપુરુષ બની ગયેલાની કલ્પના પણ કરવી એ પતિવ્રતાધર્મથી વિરુદ્ધ છે એવું જ્ઞાન : આ સૌને લીઓધે બલવતી બાળકીએ પોતાના મનને તંગ ખેંચી હળવે હળવે સ્વાધીન કરી લીધું હતું અને સમયધર્મને અનુસરવા ભાસતી હતી. પાછલી વાત વિસારે પડવા માંડી હતી અને પ્રસન્નતા તેના

મુખ ઉપર ભાસતી હતી; માત્ર એટલું હતું કે આ પ્રસન્નતા પ્રાતઃકાળની

ચંદ્રલેખા જેવી હતી. ગુણસુંદરી વિના તેને કળી શકે એવું કોઇ હતું નહીં.

તે પાસે હોત તો આ જોઇ તેનું વત્સલ હ્ય્દય ફાટી જાત. પ્રમાદધન માત્ર આનંદની સપાટી ઉપર જ રહેતો હતો. એને તથા સૌ જોનાર મંડળને કુમુદસુંદરી સુખની સીમા ભોગવતી પ્રત્યક્ષ પ્રમાણથી લાગતી હતી અને પરોક્ષ પ્રમાણ સૌને પરોક્ષ હતા.

પિતાના ઘરમાં મળેલા તેના સંસ્કારને ઉછેરનારા સાસરે કોઇ ન હતું. પ્રમાદધને શાળામાં વેઠિયાવાડથી અભ્યાસ કરેલો હતો. અને ઉમ્મરમાં આવ્યે વિદ્યાવસ્થામાં પરતંત્રતા લાગવાથી, શાળામાં નાનમ લાગવાથી, અભ્યાસ કંટાળા ભરેલા વૈતરા જેવો થવાથી, વિદ્યામાં નિર્ધન પુરુષોની ઉપજીવિકાના સાધનપણા વગર બીજું ફલ ન દેખાવાથી, વિદ્યામાં બીજું કાંઇ પણ ફલ ભણેલાઓને નોકર રાખી તેમની પાસેથી લઇ શકાશે તેવી સમજ હોવાથી, વિદ્યાના ભંડારના નમૂનામાં શાળાના માસ્તર નજર આગળ

હતા તેને સૌ ખાલી માન આપતા પરંતુ રાજ્યકાર્યમાં તેમની સલાહ લેવાની પણ કદી કોઇને જરૂર લાગતી ન હતી તે જોવાની ટેવ હોવાથી, અંગ્રેજી

વિદ્યામાં માત્ર પરભાષા અને રાજભાષાનું જ મહત્ત્વ લાગવાથી, સંસ્કૃત ભાષા માત્ર શાસ્ત્રીપુરાણી જેવા પૂજનીય પણ ભિક્ષુકવર્ગને જ ઉપયોગી તથા શોભાવાળી દેખાવાથી, ગણિતવિદ્યા, તત્ત્વવિદ્યા, વેદાંત વગેરે તો નવરા માણસો, ઘરડાઓ, સંન્યાસીઓ, સાધનરહિત માણસો અને એવા બીજા માન આપવા યોગ્ય પણ ખરું જોતાં નકામા માણસોને જ ઉપયોગી છે એવું લાગવાથી, પિતાના તરફથી પણ આવા સર્વ વિચારોનું બીજ મળેલું અને તે પોતાના આળસું વિચારરૂપ જળથી વૃદ્ધિપામેલું હોવાથી, પિતાનો અને પોતાનો મતભેદ પડે તે પણ પુત્રધર્મથી વિરુદ્ધ છે એ રીતની આવા વિષયોમાં બુદ્ધિ રહેવાથી, આસપાસ્ના મંડળની ખુશામત - અપ્રિય પણ સત્ય બોલાનારની ખામી અને અનિષ્ટ પરિણામોના અનુભવનો પ્રસંગ ના આવેલો - એ સૌ કારણથી, પોતાની બુદ્ધિને સારું સામાન્ય રીતે સર્વને હોય છે. તેમ પોતાનો ઊંચો અભિપ્રાય હોવાથી : પ્રમાદધન પ્રમાદમાં જે રહેતો, સંપત્તિને અચળ ગણતો, કાળના પ્રવાહમાં આંખો મીંચી તણાયે જતો, અને દારતો કે હું પોતાના બળતી તરું છું. દરબારી કામમાંથી નવરો પડતાં, નવલકથાઓ વાંચવામાં તથા મિત્રમંડળ વચ્ચે બેસી આત્મસ્તુતિ, પરનિન્દા, સ્ત્રીઓના પ્રસંગ મનને વિહ્‌વળ કરી નાખે એવી કલ્પનાઓ,

મરજી પડે ત્યાં ફરવું, હરવું, ફાવે તે બોલવું, મનમાં ઊર્મિ ઠે તે પ્રમાણે વર્તવું, અને એવા એવા વ્યાપારોમાં અમાત્યપુત્રનો કાળ જતો અને એવી રીતે વખત ગુમાવવાની જોગવાઇ તથા શક્તિ મળતી તેમાં પોતાનો ભાગ્યોદય

અને સંપત્તિનો સદુપયોગ માનતો. બીજી રીતે તેનો સ્વભાવ સુશીલ, આનંદી અને સંતોષકારક હતો. કુમુદસુંદરીના સર્વ અભિલાષ તૃપ્ત કરું એવી તેની વૃત્તિ હતી અને તેને સુખ આપવા શુદ્ધ અંતઃકરણથી મથતો, તેની સુંદરતાનું અભિમાન રાખતો, તેની વિદ્યાની સ્તુતિ કરતો, એને તેની સાથે પોતાનો યોગ થયો તે નંગકુન્દન જેવો યોગ માનતો.

પ્રધાદધન, અલકકિશોરી અને ટૂંકામાં અમાત્યકુટુંબનો બધો વ્યવહાર

ઃ તેમાં વિદ્યાચતુરના ઘરમાં જે સંસ્કાર થયા હતા તેનાથી જુદી જ જાતના સંસ્કાર કુમુદસુંદરીના અનુભવમાં આવ્યાં, પિયરમાં અને સાસરામાં વ્યવહાર, વિનોદ અને સર્વ રીતના આચાર-વિચારમાં ફેર હતો. નવે ઘેર પુસ્તકો હશે જાણી તેણે જૂને ઘેરથી પુસ્તક એક પણ નહોતું આણ્યું. આ નવી સૃષ્ટિમાં જૂની સૃષ્ટિને સંભારનાર તેની પાસે એક જ વસ્તુ રહી હતી. સરસ્વતીચંદ્રે વિદ્યાચતુર પર કાગળ લખ્યો હતો તે જ ટપાલમાં એક બીજો કાગળ કુમુદસુંદરી પર પણ લખ્યો હતો. પરંતુ તેમાં માત્ર એક શ્લોક જ સોનેરી શાહી વડે

લખ્યો હતો અને માત્ર તે લખનાર અક્ષરનો પરિચય હોવાથી તથા શ્લોક ઉપરથી જ કાગળ મોકલનારનું નામ કુમુદસુંદરી જાણતી હતી.

‘શશી જતાં, પ્રિય રમ્ય વિભાવરી,૧

થઇ રખે જતી અંધ૨ વિયોગથી;

દિનરૂપે સુભગા૩ બની રહે, ગ્રહી

કર૪ પ્રભાકરના મનમાનીતા !’

આ શ્લોક તેણે કોઇને બતાવ્યો ન હતો અને બતાવતી ન હતી;

માત્ર કંચુકીમાં છાતી સરસો સાચવી રાખતી, એકાંત વખતે લાગ મળ્યે કાઢી જોતી, શ્લોક મોઢે થયો હતો તોપણ કાગળ વાંચી જ ગાતી, કાગળ

જોઇ શ્લોક ગઇ રોતી અને આંસુ સારતી, અને કોઇને દેખે એટલે કાગળ

સંતાડી સજ્જ તથા સાવધાન થતી. કાગળના સામું કોઇને ઠપકો દેતી હોય

તેમ જોતી, ભમર ચડાવતી, અને વદનકમળ સાથે લાગું દુખિયારું, દયામણું અને કોયાપમાન કરી, આકાશ સામું જોઇ, નિઃશ્વાસ નાખી, આંખમાંનાં આંસુ પોતાને જ હાથે લોહતી. અસંસ્કારી સાસરિયામાં સર્વ છાનું રાખી શકતી હતી અને સંસારની દૃષ્ટિને તેની સ્થિતિમાં કાંઇ અસાધારણ જણાતું ન હતું. ટૂંકામાં, ચદર્મચક્ષુથી જોનારને તો અમાત્યકુટુંબમાં સર્વ રીતે સૌનામાં ઉત્સવ, ઉત્સાહ અને આનંદ દેખાતો હતો. એવા કુટુંબની કામિનીઓ રાજેશ્વર

મહાદેવનાં પગથિયાં ઉપર ઠમક ઠમક કરતી હાંફતી દેખાતી ચડી તે સમયે

મૂર્ખદત્ત તપોધન સિવાય તેમને કોઇ જોનારું ન હતું, તેથી આ એકાંત શિવાલયમાં ક્ષુદ્ર માનવજાતની દૃષ્ટિથી અગોચર રહેનારી દેવાંગનાઓ,

મૃત્યુલોકમાં આનંદામૃત છાનુંમાનું ઢોળવા, દેવોના દેવનાં દર્શન કરવાને મિષે સ્વર્ગમાં ઊતરી આવી હોય એવી કલ્પના જાણ્યેઅજાણ્યે ત્યાં સંતાઇ

રહી જોનાર કોઇ યક્ષાદિક કરે તો અયોગ્ય ન કહેવાય.

તપોધન ઉતાવળો ઉતાવળો હાથ ધોઇ અબોટિયાની કાછડી ખેંચી પાટલી જેમતેમ પગે આંટી ન આવે તેમ ઘાલી, છેટીના અંગૂછા વડે હાથ

લોહતો લોહતો આવ્યો અને ‘પધારો, પધારો’ કહેતો મંદિરા ગર્ભદ્ધારમાં પેઠો અને રીત પ્રમાણે જરાધારીમાંથી નમણ બીલીપત્ર વગેરે તરુણ સુંદરીઓને પાવન કરવા આપતાં આપતાં બોલ્યો :

‘બહેન ! તમારા કહાવ્યા પ્રમાણે સૌ વિચાર રાખ્યો છે. શિવપૂજનની સૌ સામગ્રીની ટીપ આપી દીધી છે અને બીજો હુકમ ફરમાવશો તે પ્રમાણે કરી દઇશું.’ પાર્વતી પાસે મહાદેવના ગળોમાંથી ભૂત ઊભું હોય તેમ આ

લલનાઓ પાસે ઊભો ઊભો મૂર્ખદત્ત વાતો કરે ચે અને આવતી કાલે શું કરવું તેની આજ્ઞા સાંભળી લે છે એટલામાં બહારથી એક સિપાઇ દોડતો દોડતો આવ્યો.

‘બહેન ! બહેન ! ભાઇસાહેબ’૧ આવે છે અને ઘણું કરી રાણાજી

પણ આવે છે.’

‘અમારાથી પાછાં જવાય એમ છે કની ?’

‘ના જી, રસ્તાના ફાંટા પડે છે તેની આણીપાસ ડંકો, નિશાન અને સવાર આવી પહોંચ્યા છે.’

‘ત્યારે શું ?’ - ઉતાવળી ઉતાવળી અલકકિશોરી પૂછવા લાગી :

‘હવે ?’

આવા પ્રસંગોના અભ્યાસીઓને પોતાના કાર્યમાં સમયસૂચકતાની ટેવ પડેલી હોય છે. સમો જોઇ એકદમ પગથિયાં ઉપરથી ઝટઝટ મૂર્ખદત્ત બોલતો બોલતો નીચે ઊતરવા લાગ્યો :

‘ચાલો, ચાલો, વાડામાં આવો. રાણાજી માત્ર દર્શન કરવા આવે છે એટલે બહુ વાર નહીં બેસે અને હું બારીએ તાળું દઇ સૌ ગયા પછી ઉઘાડીશ.’ વાડામાં નવીનચંદ્ર હતો તેની મૂર્ખદત્તને ફામ ન રહી.

સ્વાભાવિક રીતે સ્ત્રીમંડળ વશ થઇ ગયું હોય એમ તેની પાછળ

ચાલ્યું. જતાં જતાં અલકકિશોરી વિચારમાં કુમુદસુંદરીના સામું જોઇ બોલી

ઃ ‘કલાકે બે કલાકની કેદ હવે સમજવી. રાણાજીકાંઇ અમસ્તા દર્શન કરવા જ નથી આવતા. એમને અહીંયાં વાર થશે. આપણે અત્યારે આવ્યાં તે જ ભૂલ થઇ હશે. સરત ન રહી.’

ચાલતાં ચાલતાં કુમુદસુંદરીએ નણંદના સામું વળીને જોયું અને થયું તે ખરું એવું સમજાવવા, વદનકમળ ઊંચું કર્યું હતું તે મન્દ લીલાથી નમાવ્યું અને પાછું જમીન સામું જોઇ ચાલી.

સૌ બારણામાં પેઠાં એટલે પાછું જોતાં જોતાં ભડોભડ બાર વાસી તપોધને સાંકળ મારી દીધી અને તાળું પણ દીધું.