Saraswati Chandra - 1 Chapter - 1 in Gujarati Fiction Stories by Govardhanram Madhavram Tripathi books and stories PDF | સરસ્વતીચંદ્ર - 1 - પ્રકરણ - 1

Featured Books
Categories
Share

સરસ્વતીચંદ્ર - 1 - પ્રકરણ - 1

સરસ્વતીચંદ્ર

ભાગ : ૧ : બુદ્ધિધનનો કારભાર

ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as Matrubharti.

Matrubharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.


પ્રથમ આવૃત્તિની પ્રસ્તાવના

આજકાલ પૃથ્વી ઉપર એવો સમય આવ્યો છે કે કીર્તિ અમર કરવામાં સાધન દિવસે દિવસે શક્તિહીન થતાં જાય છે. માનવીની રુચિ કાલ ન હતી એવી આજ થાય છે, અને આજ નથી તેવી કાલ થશે. ભવિષ્યમાં એ રુચિને ક્યો પદાર્થ પ્રિય લાગશે એ વર્તમાનમાં કલ્પવું પણ કઠિન છે.

પ્રતિદિવસે વધતી શોધોના આ સમયમાં શાસ્ત્રીય ગ્રંથો પણ આજના કાલ નિરુપયોગી થાય છે, તેમ અપૂર્વ ત્વરાથી નિત્ય નવી થતી રુચિના આ સમયમાં સ્વભાવે ક્ષણજીવી નવલકથાઓ દીર્ઘાયુ થાય અને લખનારને ભવિષ્યકાળ સાથે કીર્તિની સાંકળથી સાંધે એ ધારણાથી અનુભવનો બોધ વિરુદ્ધ છે. નાટકોને દૃષ્ટિમર્યાદામાંથી ખસેડી પાડી તેને સ્થળે માનવીના હાથમાં નવલકથાઓ ઊભરાવા લાગી છે, એ જ આનું દૃષ્ટાંત છે. ગ્રંથકારના હ્ય્દયમાં કીર્તિનો લોભ આમ નિષ્ફળ અને નિર્જીવ લાગે એ પણ વર્તમાનકાળની એક ઉત્સાહક દશા છે. માનનું મૂલ્ય તેના ઉપયોગીપણા ઉપર આધારે રાખે તો તે ઇષ્ટાપત્તિ છે, અને કીર્તિએ છોડી દીધેલાં આસન ઉપર તે ઇષ્ટાપત્તિની સ્થાપના થાય તો સાહિત્યનો ફલવિસ્તાર સ્થિર મહત્તા ભોગવે એ ઘણે અંશે સંભવિત છે. પરંતુ પાશ્ચાત્વ દેશની અવસ્થા અને આપણા દેશ પર પડતી તેની છાયા પ્રધાનભાગે એવી છે કે સંગીન ઉપયોગ ભૂલી બાહ્ય સુંદરતાની પ્રત્યક્ષ માયાથી માનવી મોહ પામે છે, અને આથી પ્રધાન વસ્તુને ઠેકાણે ગૌણ વસ્તુનું આવાહન થાય છે. ખરી વાત છે કે, રસના પ્રત્યક્ષ માયાની અંતર ત્તત્વ સ્વાદિષ્ટ બની માનવીના અંતરમાં વધારે પચે છે; અને તેથી નવો અવતાર ધરતા મનુષ્યના જીવનનો અને અન્ય પ્રાણીઓનો ભેદ વધારે વધારે સ્પષ્ટ થતો જાય છે. પરંતુ માયાનો લય ત્તત્વમાં થઇ જાય છે - માયા એ માત્ર તત્ત્વની સાધક છે - માયાનો લક્ષ્ય અંત તે જ તત્ત્વનો આરંભ હોવો જોઇએ - માયાનું અંતર્ધાન થતાં તત્ત્વનો આવિર્ભાવ થવો જોઇએ - માયાઅંડ ફૂટતાં તત્ત્વ-જીવ સ્ફુરવો જોઇએ : એ વાત ભૂલવી જોઇતી નથી. સુંદર થવું એ સ્ત્રીનું તેમજ નવલકથાનું લક્ષ્ય છે, પરંતુ એ

લક્ષ્ય છે, પરંતુ એ લક્ષ્યની સંપત્તિ તે માત્ર કોઇ બીજા ગુરુતર લક્ષ્ય પામવાનું પગથિયું છે - એ પગથિયે ચડીને પછી ત્યાં અટકવાથી તે ચડવું નકામું થાય છે - હાનિકારક પણ થાય છે.

ત્યારે નવલકથાનું હાર્દ શું જોઇએ ? નવલકથા કોના હાથમાં જશે તેનો ઉપયોગ કોણ કેવી દ્રષ્ટિથી કરશે - તે જાણ્યાથી તેનું હાર્દ કેવું રાખીએ તો સફળબોધક થાય તે સમજાશે.

૧. સત્યશોધક વર્ગ માનસશાસ્ત્રના અભ્યાસને અર્થે જ નવલકથાઓ વાંચે છે.

૨. સારશોધક વર્ગ નવલકથામાંથી સુંદરતા આદિ પોતાને રચતાં તત્ત્વ શોધે છે. અને શેષભાગ પડતો મૂકે છે.

આ ઉભય વર્ગની સાથે પત્રવ્યહાર રાખવામાં ગ્રંથકારોને નવલકથા એ જ એક સાધન છે એમ નથી. અનેક આકારમાં તેમની સાથે સંબંધ કરાય છે; પરંતુ નવલકથાના લહાણામાં એ વર્ગ પણ ભાગ માગશે તે ભૂલવા જેવું નથી, કારણ વાંચનાર વર્ગમાં એ મુકુટમણિને સ્થાને છે. તેમની સંખ્યા ઘણી ઓછી હોય છે, પરંતુ તેમની પૂજનીયતા - તેમનું બ્રહવર્ચસ્‌ - સર્વમાન્ય છે.

૩. ત્રીજા વર્ગની સંખ્યા અગણ્ય છે. નવલકથા વાંચવાની વૃત્તિમાં નીચલાં કારણોમાંથી એક અથવા અનેક તેમને પ્રેરનાર હોય છે.

(ક) વાર્તાની રચનાનો જિજ્ઞાસારસ. આ રસ સર્વ બાળકોમાં હોય છે. સ્ત્રીઓનું તે લક્ષ્ય ગણાય છે, અને ચડતી અવસ્થામાં ઘણાંકમાંથી તે જતો નથી.

(ખ) મદન અને સ્ત્રીની વાર્તાઓને વશ થયેલાં ચિત્ત. આવાં ચિત્ત નવલકથાઓ જોઇ વિહ્યલ બની જાય છે, અને એવી કથાઓના અતિસંભોગથી અંતે નિર્વીય થાય છે.

છે, પરંતુ એક વાર્તાની વચ્ચે અનેક વાર્તા દર્શાવતા ઇશ્વરે રચેલા ઇતિહાસોને નિયમ જળવાય છે. કૃત્રિમ નિયમો સાચવવા એ આ ગ્રંથનો પ્રધાન ઉદ્દેશ નથી. ઇશ્વરલીલાનું સદર્થે ચિત્ર આપવું એ જ પ્રયાસ છે.

માનવીના મલિન વિકારોથી આખું ધ્યાન રોકવું એ કેટલાક ગ્રંથનું કર્મ હોય છે. ઇશ્વરસૃષ્ટિમાં એ વિકારો પણ આવી જાય છે એ વાત ખરી છે; તદપિ તે વિકારોમાં આપણા જીવનની સમાપ્તિ થતી નથી, તે વિકારોના ચિત્ર જાણવાનાં સાધન વિદ્ધાન વર્ગને અન્યત્ર એટલે શાસ્ત્રીય ગ્રંથોમાં મળી આવે એમ છે, અને એમ છે એટલે મલિન ચિત્ર કાઢવાનું કંટાળા ભરેલું કામ આ કથામાં બનતા સુધી ઘણે અંશે દૂર રાખ્યું છે.

પૃથ્વી ઉપરના માનવીને ઊંચે ચડાવવું હોય તો નિસરણીનું છેક ઉપલું પગથિયું બતાવવું એ તેની હિંમત હરાવવા જેવું છે. પૃથ્વી જ બતાવવી એમાં ઉત્કર્ષ બતાવાતો નથી. આ કારણને લીધે ગ્રંથના પાત્ર ઉત્કૃષ્ટતમ કર્યાં નથી કે વાંચનાર તેમને કેવળ કાલ્પનિક ગણે અને અનુકરણનો વિચાર જ ન આવે. તેમ જ લોકવર્ગનાં કેવળ સાધારણ મનુષ્યો જ ચીતર્યા નથી કે ઉત્કર્ષને ઉત્સાહક પગથિયું જ જોવામાં ન આવે. આપણા સાધારણ વિચારો ક્ષમા કરવા યોગ્ય નિર્બળતા - તેથી ડગમગતાં, પરંતુ સ્થિર થવા, ઉત્કર્ષ પામવા, યત્ન કરતાં માનવીઓના ચિત્ર આપ્યાં છે. નિર્બળ માનવીમાં નિર્બળ માનવી પર સમભાવ ઉત્પન્ન થાય, અને તેમ કરતાં, સંસારસાગરમાં બાથોડિયાં મારવાના ઉપાય સૂઝે : એ માર્ગનું દિગ્દર્શન અત્રે ઇચ્છ્યું છે.

તેમ કરવામાં મલિન માણસોનાં ચિત્ર શુદ્ધ ચિત્રોમાં કાળા લસરકા પેઠે ક્વચિત્‌ આણવાં પડ્યાં છે. કારણ અશુદ્ધિના અવલોકનથી શુદ્ધિના ગૌરવનું માટે સ્પષ્ટ થાય છે.

વિદ્યા, દ્રવ્ય, અધિકાર, સ્વતંત્રતા અને વિશુદ્ધિ : એ સર્વના પ્રકાશમાં, છાયામાં અંધકારમાં, તથા અધવચ રહેતાં મનુષ્યોની સ્થિતિઓ અને સંક્રાન્તિઓ દર્શાવવા યત્ન કર્યો છે કે સર્વ વાંચનારને કોઇ કોઇ પાત્ર ઉપર સમભાવ થાય અને અનુકરણ સારુ ઉપમાન મળે.

માનવી માત્ર સારાસારની મેળવણી જેવું છે. આ જગતમાં સર્વ રીતે સારું જ અથવા સર્વ રીતે નરસું જ એવું કાંઇ નથી. એ મેળવણી અત્રે દર્શાવવામાં આવી છે અને તેમ કરવામાં અનુભાવક ઉપદેશ કરવો ઇચ્છ્યો છે.

વાર્તાનો સમય છેક સમીપનો અને પ્રદેશ આપણી ગુર્જર વસ્તીનો રાખેલો છે. એટલે હજી સુધી આપણા કાનમાં વાગતા ભૂતદશાના ભણકારા, વર્તમાન દશાનો પ્રત્યક્ષ પડદો, અને ભવિષ્યકાળમાં વિદ્યાર્થી થનાર અવસ્થાની, આજથી આપણી કલ્પના પર પડતી પ્રતિચ્છાયા એ સર્વનું મિશ્રણ કરવાથી શાસ્ત્રીય દેશોદ્ધારકોને કાંઇ સૂચના મળશે એવી કલ્પના છે.

આ વિનાના બીજા ઉદ્દેશ પરીક્ષકને જાતે પ્રકટ થશે તો જ તે સફળ છે એમ માની અત્રે કથવામાં નથી આવતા.

વસંતમાસ,

ગો. મા. ત્રિ.

વિક્રમાર્ક ૧૯૪૩

મુંબઇનગરી.

પ્રકરણ ૧

સુવર્ણપુરનો અતિથિ

‘ઘર તજી ભમું હું દૂર સ્વજનહીન ઉર ભરાઇ આવે,

નહીં ચરણ ઊપડે હુંથી શોકને માર્યે.

સુખ વસો ત્યાં જ જ્યો ભૂલે રંક નિજ દુઃખો,

જ્યાં પામે આદરમાત્ર પ્રવાસી ભૂખ્યો.’ - ઑલિવર ગોલ્ડસ્મિથ સુવર્ણપુર પશ્ચિમસાગરની સાથે ભદ્રાનદી સંગમ પામે છે ત્યાં આગળ

આવેલું છે. સાગરે નદીરૂપ હાથ વડે કેડ ઉપર બાળક તેડ્યું હોય તેમ એક ટેકરીના ઢોળાવ ઉપર પથરાયેલો એનો વિસ્તાર લાગે છે. એ નગરના બંદરમાં માઘ માસમાં એક દિવસ એક વહાણ આવી નાંગર્યું, અને જુદા જુદા નાનામોટા મછવાઓ તે ઉપરનો માલ ઉતારવા ગયા તેમાં માલની ગાંસડીઓ ઊતરતી હતી તેમ કોઇ કોઇ ઉતારુઓ પણ ઊતારતાં હતાં. એક

મછવામાં કેટલાક વ્યાપારીઓ ઊતર્યા તેની સાથે એક તરુણ પુરુષ પણ આવી ઊતર્યો અને મછવાની એક બાજુએ લપાઇ રહેતો હોય તેમ બેઠો.

તેની દૃષ્ટિ સમુદ્ર અને સુવર્ણપુર વચ્ચે હીંચકા ખાધાં કરતી હતી - જાણે કે સમુદ્રના તરંગથી મછવો આમતેમ ખેંચાતો હતો તેનો પ્રત્યાઘાત થતો હોય

અથવા તો એક બાળકની પેઠે તેની આંખને મછવાના ચાળા પાડવાનું મન થતું હોય. તે પુરુષનું વય ત્રેવીસ-ચોવીસ વર્ષનું દેખાતું હતું. તેના વસ્ત્ર

પર ઉજાસ ન હતો અને મોં કરમાયેલું હતું. તે નિઃશ્વાસ નાખતો ન હતો પણ તેના અંતઃકરણમાં ઘણા નિઃશ્વાસ ભરાઇ રહેલા હોય એવું એની મુખમુદ્રા સૂચવતી હતી. પરંતુ તેની કાન્તિમાં કાંઇક લાવણ્ય હતું અને તેના મુખ

ઉપર કોમળતા હતી. આ સર્વથી આસપાસના આનંદમાં ગરકાવ થઇ ગયેલા પણ ગ્રામ્ય અને કઠોર કાન્તિવાળા વ્યાપારીઓમાં આ તરુણ સર્વ રીતે ભાત પાડતો હતો.

હોડી કિનારે આવી અને સૌ લોકો ઝપોઝપ ગાંસડાંપોટલાં લઇ

ઊતર્યા. તેમની સાથે એ પણ ઉદાસ અને મન્દવૃત્તિથી ઉતર્યો. થોડી વાર તે કિનારા ઉપર દાઢીએ હાથ દઇ ઊભો રહ્યો અને આખરે એક દિશામાં

ચાલ્યો. લોકો નગર ભણી વળતા હતા, પણ એ એક બીજી દિશાએ ચાલ્યો અને થોડીક વારમાં એક ઝાડપાનવાળા મેદાન વચ્ચે એક મોટા બાંધેલા રસ્તા ઉપર સૌ લોકથી જુદો તથા એકલો પડી, એક મોટા પુલ પર એક એકલ એંજિન સંભાળથી ધીને શ્વાસે ચાલતું હોય તેમ તેમ જવા લાગ્યો.

સામાનમાં તેની સાથે એક નાનીસરખી પોટલી હતી. આકાશ, પૃથ્વી, આગળ તથા પાછળ, વારાફરતી જોતો જોતો તે સ્થિર પગલે ચાલતો હતો. પ્રાતઃકાળનો બાળક સૂર્ય તેના આછાં કપડાંવાળા શરીરને ઠીક લાગતો હતો, તથાપિ કોઇ કોઇ વખત પવનને લીધે તેને હાથનો સ્વસ્તિક રચવો પડતો હતો. તોપણ ચાલવાના પરિશ્રમને લીધે તેમ જ તડકાને લીધે તેના વિશાળ કપાળ પરસેવાનાં ટીપાંનું જાળ બાઝયું હતું. તાપથી તેનું કમળપત્ર જેવું મુખ તથા ગાલ રાતાચોળ થઇ ગયા હતા. આખરે એક મહાદેવનું દેવાલય આવ્યું તેના દ્ધારમાં ચારે પાસ જોતો જોતો તે પેઠો.

આ દેવાલય રાજેશ્વર મહાદેવનું હતું. તે સુવર્ણપુરના અમાત્ય

(કાઉન્સિલર) બુદ્ધિધનના પૂર્વજોનું બંધાવેલું હતું. દેવાલયની આસપાસ ફરતો ફરસબંધી ચોક હતો અને તેની આસપાસ છાપરીવાળી ઓસરી હતી.

ઓસરીની આસપાસ કાચા પથ્થરની પણ ઘણી જૂની છપાલેયી ભીંત હતી. આ ઓસરીમાંથી પછીતમાં એક બારી પડતી હતી, અને તે બારી પાછળ એક વાડો હતો જેમાં મહાદેવને ઉપયોગમાં આવે એવા ફળફૂલના છોડ તથા એક બીલીનું વૃક્ષ હતું. વાડાની આસપાસ કાંકળો તથા થોરની વાડ કરી લીધેલી હતી અને તેમાં એકબે છીંડાં રાખેલાં હતાં. ઓસરીની બહાર બે બાજુએ મોટા ઓટલા બાંધી લીધેલા હતા, અને જમણી બાજુએ એક નાનું સરખું આરાવાળું તળાવ હતું જેનું નામ રાજસરોવર રાખેલું હતું.

દેવાલયની સામી બાજુએ એક કૂવો પણ હતો. ઉત્સવને દિવસે ભીડવેળા ઉપર ઊભા રહી મહાદેવનું દર્શન થાય એટલું ઊંચું તેનું થાળું હતું. શિવાલયનું દ્ધાર પણ પ્રમાણમાં જમીનથી ઊંચું હતું. પણ ઊમરા ઉપરથી તેનું ઊંચાણ જાણ જોઇને ઓછું રાખવામાં આવેલું હતું તે એવા વિચારથી કે જાણ્યે અજાણ્યે પણ મંદિરમાં જનારને નીચા નમી દેવને નમસ્કાર કરવા જ પડે.

ઓસરી બધેથી લીંપેલી હતી પણ વટેમાર્ગુંઓને ધર્મશાળાના ઉપયોગમાં આવતી તેથી ઘણે ઠેકાણેથી લીંપણ ઊખડી ગયેલું. તેના ઉપર થીગડાં દીધાં હતાં. ઓસરીની ભીંતો ઉપર વટેમાર્ગુએ, પોતાનાં નામ અમર રાખવા અગર પ્રસિદ્ધ કરવાના હેતુથી, અથવા માત્ર અટક્ચાળાપણાથી, ખડી, ઇંટાળા, કોયલા વગેરેથી લખેલાં હતાં અને કોઇ ઠેકાણે તો ખીલા વગેરેથી કોતરેલાં હતાં. આ આલેખોમાં ગામડિયા કવિતા, શુદ્ધઅશુદ્ધ શ્લોક, કહેવતો, અશ્લીલ

ગાળો, ધર્મશાળાના ધણીને આશીર્વાદો, સૂચનાનો, ધમકીઓ, કંઇ કંઇ બનાવોની તિથિ, દેવ વગેરેનાં સારાંનરસાં ચિત્રો, ઇત્યાદિ ડગલે ડગલે જોવામાં આવતાં.

ચોકની વચ્ચે શિવાલય, સાધારણ ઘાટનું અને દશબાર પગથિયાં ઓટલા, પોઠિયો વગેર સામગ્રીસમેત હતું.

દ્ધારમાં પેસતાંમાં જ નવો આવેલો તરુણ ચારે પાસ તેમ જ દેવાલયના ગર્ભદ્ધારમાં દૃષ્ટિ ફેરવી, પગથિયાં પર ચડી, બહારના ઘુમ્મટજમાં લટકાવેલો ઘંટ વગાડી, દેવને નમસ્કાર કર્યા જેવું કરી, ગર્ભદ્ધારમાં ઊમરા ઉપર બેઠો અને પોટલી મોં આગળ મૂકી; પણ અંદર પૂજારીને મહિમન્નો પાઠ ભણી રુદ્રી કરતો હતો તેણે તેના સામું જોઇ સાન કરી તે તરત ઊમરા બહાર હેઠળ બેઠો.

પૂજારી ત્રીસપાંત્રીસની વયનો એક તપોધન હતો. તેની હજામત વધી ગયેલી હતી એને બેભાન તથા જડ માણસ જેવો દેખાતો હતો પણ અમાત્યના ઘરનો સહવાસી હોવાથી તથા તેના ચાકરોના અનુકરણની લઢણ પડવાની તે જરીજરી સભ્યતા શીખ્યો હતો; ગ્રામ્ય ભાષા તેને સહજ હતી તોપણ તેમાં વાક્ચાતુર્યનાં ચોરેલાં થીગડાં મારતો. લાંબું લાંબું બોલાવાની ટેવ રાખતો, સવાસલાં તથા ખુસામત કરવા જતો, નાના વિષયોમાં મોટાનું ધ્યાન ચુકાવી કપટ કરી ફાવી જતો, મોટા વિષયોમાં કપટ કરવા જતાં પકડાઇ જતો, નાનાં તથા અજાણ્યાં માણસોને મોટાંને નામે ધમકાવી શિરજોરી કરી અભિમાન પામતો, અમાત્યનાં માણસો સાથે ઘડીમાં લડતો અને ઘડીમાં નીચ મસલતોમાં ભળતો, અને અમાત્યના કુટુંબવર્ગમાં ગરીબ પૂજારીનો દાવો કરી લાચારી ધાર્યું કરવા પામતો હતો. આવું છતાં તેને ભોળો અને બેવકૂફ ગણી અમાત્ય તેનો નિભાવ કરતો.

નવા તરુણને જોઇ પૂજારી મૂર્ખદત્તે રુદ્રીનો ઢોંગ વધાર્યો, જળાધારીમાં અભિષેકથી રેલ આણી, બાણ ઉપર ફૂલબીલીનો ઢગ રચ્યો અને સ્તવન કરતાં અશુદ્ધ ગર્જના કરવા લાગ્યો. આ મંદિર નગરથી દૂર હોવાને લીધે તેમાં કોઇ આવતું નહીં; પણ શિવરાત્રિ પાસે આવવાથી રાજમંડળ, અમાત્યકુટુંબ તથા નગરલોક આવવાના - એ વિચારનો નવો કેફ મૂર્ખદત્તને ચડ્યો હતો તેમાં ‘શ્રી ગણેશાય નમઃ’માં તરુણને જોઇ ભાંગ પીધેલાને દીવો જોતાં અસર થાય તેમ મૂર્ખદત્તને પણ થયું.

થોડીવાર તો તરુણ પુરુષ એ સર્વ એકીટશે જોઇ રહ્યો પણ પુજારીની પૂજાના માહાત્યને વિકાસ પામતું જોઇ તેને કાંઇક હસવું આવ્યું, અને

મૂર્ખદત્તે એમ ધાર્યું કે મારી મહાપૂજાના આડંબરની યોગ્ય અસર થઇ. આમ

ધારી તે મનમાં પ્રસન્ન થઇ પૂજા થઇ રહેવા આવી એટલે મોટા ડોળ તથા આડંબરથી ખોંખારી વચ્ચે વચ્ચે પ્રશ્નપરંપરા કરવા લાગ્યો :

‘તમે બહુ શ્રદ્ધાળું દેખાઓ છો ! તમારું નામ શું ? તમે કેણી પાસેથી આવ્યા ? કાંઇ ધંધાનોકરીનો વિચાર છે ? અત્યારે ક્યાંથી ? તમે આ ગામમાં નવા આવ્યા જણાઓ છો. હું આ મહાદેવ નો વંશપરંપરાનો પૂજારી છું. મારું નામ મૂર્ખદત્ત.’ અંતે ઊઠી મહાદેવનું નમણ તથા બીલીપત્ર તરુણ આગળ ધર્યાં.

મહાદેવના પ્રસાદથી આંખમાં પોપચાં પવિત્ર કરી તરુણ બોલ્યો :

‘મારું નામ નવીનચંદ્ર છે. હું બ્રાહ્મણ છું. અત્યારે જ બંદર ઉપરથી ઊતરી

ચાલ્યો આવું છું. આ ધર્મશાળામાં થોડા દિવસ ઉતારો રાખવો છે તેમાં તમારી મદદની જરૂર પડશે. મારી રસોઇ તમારા ભેગી કરી નાખશો તો

મને બાધ નથી.’ ‘બાધ નથી’ સાંભળી તપોધન આશ્ચર્યમાં પડ્યો; એટલામાં નવીનચંદ્રે ઊમરામાં એક રૂપિયો નાખ્યો. પથ્થર ઉપર રૂપિયાના શબ્દે તપોધનનું

મન વશ કર્યું અને આશ્ચર્યને અપૃચ્છામાં લીન કર્યું.

આનંદસ્વપ્નમાં મગ્ન થતો થતો પૂજારી લક્ષ્મીદેવીનો સત્કાર કરી ઉઠ્યો અને આગળ એ અને પાછળ નવીનચંદ્ર એમ બે જણ ચાલ્યા. જતાં જતાં મૂર્ખદત્તે વાગ્ધારા છોડી.

‘ભાઇ નવીનચંદર ! તમારું નામ અટપટું છે તેથી હું તમને ચંદરભાઇ

કહી બોલાવીશ અને તમે પણ બધાંની પેઠે મને દત્ત કહી બોલાવજો.

ચંદરભાઇ ! ચાલો. આ ઓસરીમાં મારી ઓરડી છે ત્યાં રસોઇ થશે તમારી પાસે જોખમ હોય તે મારા પટારામાં મૂકજો અને કૂંચી ગમે તો તમારી પાસે રાખજો. આ પાછળ વાડો છે અને જોડે તળાવ છે. તળાવમાં નાહી વાડીમાં બેસી બે છાંટા નાખવા હોય તો નાખી દેજો. જમવાનો વખત થયે હું તમને બોલાવીશ; ધુમાડામાં બેસવાનું તમને નહીં ગમે અને ઓસરી કરતાં વાડામાં ગમશે. વળી કાલે શિવરાત્રિ છે એટલે મહાપૂજાની ગોઠવણ કરવા અમાત્યના ઘરનાં બધાં આવવાનાં છે તે વખત પણ તમે વાડામાં હો તો તેમની

મરજાદ સચવાય. ચાલો. આ મારી ઓરડી.