દિકરીઃ કૂળની આબરૂ
- હરેશ ભટ્ટ
© COPYRIGHTS
This book is copyrighted content of the concerned author as well as NicheTech / MatruBharti.
MatruBharti has exclusive digital publishing rights of this book.
Any illegal copies in physical or digital format are strictly prohibited.
NicheTech / MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.
દિકરીઃ કૂળની આબરૂ
સુંદરલાલને એક મોટી કંપનીમાં ડીપોઝીટ મૂકી હતી, એ નાણાંની મોટી સમસ્યાહતી. એનો સમય પણ પૂરો થઈ ગયેલો અને એ જે આશય માટે રાખી હતી એ પણ પડીભાંગ્યો હતો. એટલે એમણે એ ડીપોઝીટ આગળ વધારવાનું માંડી વાળ્યું હતું. એમનેજીવનમાં આમતો કોઈ રસ નહોતો બસ એ વધુમાં વધુ ભક્તિભાવ તરફ વળી ગયાહતા. આ તો આ કંપનીમાં છેક પોતાના શહેરથી આ શહેરમાં આવ્યા હતા. આ પૈસાપાછા મેળવવા માટે જ. એમને એમથતું હતું કે, એ રકમઆજે વધતા વધતા દસ લાખથઈ ગઈ છે તો અહીંથી લઈ મારા શહેરની પોસ્ટ ઓફિસમાં મૂકી દઉં હવે આ બધીકંપનીઓનો શું ભરોસો...? એમણે ઓફિસમાં આવી બહાર સ્વાગતકક્ષ લખેલું હતું.ત્યાં આવીને બેઠા. એમણે સામે ટેબલ પર જે બહેન બેઠેલા એમને પોતાની વિગતઆપી. એમણે કહ્યું કે, મારે તમારા સીઈઓને મળવું છે એમને આ વિગત આપો. પેલાબહેને તો બહું જ સરળતાથી બધા પેપર્સ સીઈઓને મોકલાવ્યા અને લખ્યું કે આ વડીલશ્રી સુંદરલાલ રૂબરૂ આવ્યા છે, એ પેપર્સ લઈ. એક ભાઈ અંદર ગયા પછી પાંચ મિનિટેપાછા આવ્યા અને થોડીવાર પછી વડીલને ઠંડુ પાણી આપ્યું પછી પૂછ્યું ચ્હા પીશો,કોફી, કે ઠંડુ...? તો સુંદરલાલ કહે કંઈ નહીં આ મારૂં કામપતી જાય એટલે બસ, પેલાભાઈ જતા રહ્યા પછી સુંદરલાલને થયું ઓફિસ સરસ છ, માણસો સરસ છે, વહેવાર સરસ છે. તો મારે પૈસા શું કામપાછા લેવા જોઈએ...? આ વિચાર કરતા હતા એ જસમયે સ્વાગતકક્ષના ટેબલ પર બેઠેલા બહેને કહ્યું અમારા સીઈઓ મિટીંગમાં છે. હમણાતમને મળશે અને ત્યાં જ એક મોટા ઓફિસર આવ્યા અને વિવેકપૂર્વક પૂછ્યું, સુંદરલાલઆપ છો...? તો સુંદરલાલે એ માણસની વિનમ્રતા જોઈ સ્મિત આપ્યું અને હા પાડી.એટલે પેલા ભાઈ, (આપણે પ્રકાશ નામરાખીયે) પ્રકાશભાઈએ કહ્યું ચાલો સાહેબ,મારી કેબીનમાં, સુંદરલાલ સસ્મિત ઉભા થયા અને એની પાછળ ગયા, પ્રકાશની સુંદરએસી કેબીનમાં બેસાડ્યા અને થોડી જ વારમાં માણસ એક ટ્રેમાં ચ્હા અને બિસ્કીટ લઈનેઆવ્યો. સુંદરલાલ કહે અરે ભાઈ આની શું જરૂર છે. તો પ્રકાશ કહે એક તો તમેબહારગામથી આવો છો, અને અમારા અગત્યના ડીપોઝીટર છો, તો સુંદરલાલ કહેઅરે ભાઈ, મારી રકમવધી વધીને દસ લાખ થઈ હશે અને તમારી પાસે તો કરોડોરૂપિયાના ડીપોઝીટર હશે. ત્યારે પ્રકાશે કહ્યું, રકમઅગત્યની નથી પણ આટલા વર્ષોથીતમે અમારી કંપની સાથે વિશ્વાસપૂર્વક જોડાયેલા છો, અમે આપના આભારી છીએ. તો સુંદરલાલ કહે, પરસ્પર છે આ મારો દીકરો ભણી રહ્યો અને તમારી કંપનીમાં અરજીકરીને તરત જ નોકરીએ રાખી લીધો. એણે અરજીમાં લખેલું કે મારા પિતાજીએ તમારીકંપનીમાં આટલા વર્ષોથી ડીપોઝીટ મૂકી છે અને ઈન્ટરવ્યુમાં સફળ થયો, નોકરી પણમળી ગઈ. હા, એ વાત જુદી છે કે બે જ વર્ષમાં એને બીજી કંપનીમાં સારી પોસ્ટ મળીગઈ એટલે જતો રહ્યો ત્યાં પણ સીડીનું પહેલું પગથિયું તો તમારી કંપનીએ જ આપ્યુંને...? બાકી અત્યારે તો બધાને અનુભવી જોઈએ. મારો છોકરો બીનઅનુભવી અનેઅનુભવનું લેબલ તમે લગાવ્યું તો સાહેબ, તમારો ક્યાં હું સમય બગાડું છું. ચાલો આપણે કામની વાત કરીએ. તો પ્રકાશ કહે, એ જ ચાલે છે હમણા પેપર્સ મારી પાસે આવશે ત્યાંસુધી આપણે ચ્હા પીતા વાતો કરીયે. અચ્છા વડીલ, આ ડીપોઝીટ તમે તમારા પેન્શનમાટે મૂકેલીને...? નિવૃત્ત જીવનમાં ટેકો રહે એટલા માટે. તો સુંદરલાલે ઉંડો નિસાસોનાંખ્યો અને કહ્યું, ના, એની વ્યવસ્થા તો જુદી જ હતી, અને મારી કંપનીમાંથી એ બધુંમળવાનું જ હતું, પણ આ રકમતો મેં મારી દીકરીના જન્મની ખુશાલીમાં મૂકી હતી.મારી બહું જ લાડકી દીકરી, મંજુષા. આટલું જ બોલતા જ સુંદરલાલની આંખો આંસુથીછલકાઈ ગઈ, પ્રકાશે સાંત્વના આપી પાણી આપ્યું પછી પૂછ્યું, તમારે એક દીકરી, એકદીકરો એમજ ને...? તો સુંદરલાલ કહે, હા. દીકરી મોટી બહું જ વર્ષો પછી દીકરોજન્મયો. સમજો ને, મારી મંજુષા સાત વર્ષની થઈ ત્યારે એટલે કે દીકરો સાત વર્ષનાનો, પણ મેં મારી દીકરી મંજુષા માટે બહું જ ઉંચા સપના જોયેલા. મારે એને દીકરાની જેમજ તૈયાર કરવી હતી. એટલે પ્રકાશ કહે, વડીલ, ’કરવી હતી’ એટલે...? અત્યારેએ નથી...? તો સુંદરલાલ કહે હશે જ ક્યાંક પણ મારે સંપર્ક નથી. આજે પણ ક્યારેકયાદ આવે તો આંખો ભરાઈ જાય છે. મારી બહું જ લાડકી હતી, પછી લાંબો નિસાસોનાંખ્યો અને વાત આગળ વધારી.
મંજુષા જન્મી ત્યારે મેં પેંડા વહેંચેલા અને લોકોને કહેલું કે એ મારા દીકરાબરાબર બનીને રહેશે એવી તૈયાર કરીશ. મંજુષાની માં મને કહેતી, તમે ખોટી ફટવીમારો છો આ છોકરીને દુઃખી થાશો ત્યારે હું કહેતો એવું નહીં થાય. તું જોજે ને, એનો વટહશે અને પ્રકાશ સાહેબ, એ ભણવામાં બહું જ હોંશિયાર, પહેલા-બીજા નંબરે હોય જ,અને એસ.એસ.સી.માં તો બોર્ડમાં બીજા નંબરે હતી. એ સારી કલાકાર, હસમુખી,ઉત્સાહી બધું જ. મારો વાંધો એક જ એના મિત્રો છોકારાઓ બહું હતા મને એ જરાયનહોતું ગમતું. હું એને કહેતો કે ’તું લફરાબાજ છો, કેટલાય મને કહેતા હોય છે તમારીછોકરીને અહીં આ છોકરા સાથે જોઈ હતી, ત્યાં જોઈ હતી, સાચવજો, ક્યાંક કોઈભગાડી ન જાય. ત્યારે એ મને કહેતી કે ભૂલી જાવ એ બધું, આ બધા જ માત્ર મારામિત્રો છે બધા જ મોટા સારા ઘરના સંસ્કારી છે. અમારા બધાનો એક જ આશય છે જીવનમાં કંઈક બનવું, અને પપ્પા, એવું કંઈક પણ હશે ને તો પહેલા તમને ખબર પડશેઅને તમે હા પાડશો તો જ હું આગળ વધીશ અને તમે જ મારૂં કન્યાદાન કરશો મનેધરપત થતી. પણ સમાજ એ સમાજ છે લોકો વાતો કરે એને પહોંચી વળાય...? એકવારએક બગીચામાં અમારા એક સંબંધીએ મંજુષાને એક છોકરા સાથે જોઈ, એણે ફોટો પણપાડી લીધો. ફોટામાં સ્પષ્ટ દેખાતું હતું કે એ એને આલીંગન આપતી હતી. કદાચ ચુંબનકરતી હશે. એ ફોટો, મારા સંબંધી જે મારા મિત્ર જેવા છે. એમણે મને આપ્યો. મેં અનેએની માંએ જોયો, અને બહું જ આઘાત લાગ્યો. એ આવી ત્યારે મેં એને બતાવ્યો ફોટોતો એ ગુસ્સે થઈ ગઈ અને બોલી, તમે ધ્યાનથી જુઓ, એ મિહિર છે એની આંખમાં કણુંપડ્યું હતું, કંઈક વાગી ગયું હતું એ બાંકડા પર ટેકો દેવાની જગ્યા પર બેઠો છે હું એનીઆંખનું કણું કાઢું છું- પપ્પા હું એવી નથી, અને એની માં તો, માને જ નહીં, લાકડીલઈને ફરી વળી, મંજુષા રોતી જાય ને બોલતી જાય કે પપ્પા મને તમારી આબરૂ વધારેવ્હાલી છે, હું એવું ન કરૂં. પણ એની માં તો મારતી જ જાય, અને એને ઘરમાંથી કાઢીમૂકી. મેં પણ કહી દીધું કે ’તું જા,’ બસ, આ શબ્દ એને હૃદયની આરપાર નીકળી ગયા.અને થયું, મારા પપ્પા મને આવું કહે...? એણે બે-ત્રણ દિવસ સતત પ્રયત્ન કર્યા પણઅમે એની સાથે વાત નહોતા કરતા, હા, મારો દીકરો નીતિન બહેનની ભલામણ કરતોએ કહેતો કે દીદી એવી નથી. પપ્પા તમે તો સમજો, પણ મને પહેલા પણ બે-ત્રણજણાએ કહેલું કે તમારી મંજુષા કોઈ છોકરા સાથે બાઈક પર હતી, ગાડીમાં હતી, વગેરે.’
’એક દિવસ’ સુંદરલાલે ઉં...ડો શ્વાસ લઈ કહ્યું, ’રાત્રે મંજુષા બેગ તૈયાર કરીબહાર નીકળી અમને પગે લાગીને કહ્યું, તમને હું નથી ગમતી... નથી જોતી, તો હુંજાઉં છું. પપ્પા મેં, તમને કહેલું, તમારૂં સપનું છે ને હું કંઈક બનું...? તો બનીશ. આજેપણ કહું છું ’મને તમારી આબરૂ વધારે વ્હાલી છે’ અને એ નીકળી ગઈ. અમારી ભૂલપહેલી એ કે જવા દીધી અને બીજી ભૂલ એ કે એણે બે-ત્રણ પત્રો લખ્યા એ પોસ્ટમેનનેજ પાછા આપ્યા. રીડાયરેક્ટ થયા હશે. અમે એ પત્રમાં શું લખ્યું છે એ પણ જાણવાનોપ્રયત્ન ન કર્યો. સરનામું પણ ન જોયું અને એ પત્રો બંધ થયા. મને આજે પણ મારી એલાડકી દીકરીનો ખાલીપો સતાવે છે. એ જન્મી ત્યારે આ ડીપોઝીટ મૂકેલી. એક જસપના સાથે કે એને આ જ પૈસે ભણાવીશ, કંઈક બનાવીશ અને સરસ રીતે વળાવીશ.પણ નસીબમાં નહીં હોય. મારી પત્નીને ય અફસોસ છે. અમારો દીકરો તો કહે જ છે કે તમે જ સાવ નકામા છો. લોકો આપણું ઘર ભરવા આવે છે...? લોકોના રોટલા ખાઈએ છીએ...? તો લોકોનું શું કામસાંભળવાનું...? અને એ મનહરભાઈએ ફોટા તમનેઆપ્યા એમના છોકરાએ શું કર્યું...? એ તો છાપે ચડ્યું...? તોય ઘરમાં જ છે ને...? પપ્પા ભૂલ તમારી છે, દિદિના કાગળો ય પાછા મોકલ્યા સરનામું પણ ના લખ્યું. અરે,એ હોત તો ય ભૂલ સુધારી લેત. ત્યારે એની માં કહેતી કે એ તો પરણી પણ ગઈ હશે, તોનીતિન કહેતો કે ના, એ પપ્પાની ચમચી છે. એમન પરણે. પરણશે તો પહેલા કાગળઆવશે અને હવે કાગળ આવે તો પાછો ના મોકલતા, પણ પ્રકાશભાઈ ઝાંઝવાના નીરજેવું છે. અમે લોકોની વાત સાંભળી, દીકરીની નહીં. પણ હવે શું...? એમકહી ધ્રુસકેને ધ્રુસકે રડી પડ્યા. બેય હાથ આંખો પર મૂકી દીધા અને રડવા માંડ્યા અને બોલતા હતાકે ભગવાન મને માફ કર, મારી દીકરીને શોધી આપ, હું એના પગમાં માથુ મૂકી માફીમાંગું, એ વખતે... માથે હાથ ફેરવી પાણીનો ગ્લાસ સુંદરલાલના હાથમાં આપ્યો,સુંદરલાલે આંખ ખોલી પાણીનો પ્યાલો લીધો અને હાથ જોઈ લાગ્યું આ કોઈ સ્ત્રીજ છે,પછી જોયું ફરીને તો સુંદર સાડીમાં સજ્જ, આંખમાં આંસુ સાથે દીકરી મંજુષા જ હતી.એકદમઉભા થઈ, દીકરીને વળગી પડ્યા, અને પછી બોલ્યા બેટા તું અહીં ક્યાંથી...? તો પ્રકાશ કહે, અમારા સીઈઓ, આપના સુપુત્રી જ છે’ અને એ જ વખતે મંજુષા કહે,તમે જેની સામે બેઠા છો એ ડાયરેક્ટર છે આ કંપનીના ચેરમેનના સુપુત્ર પ્રકાશ. સુંદરલાલકહે, બેટા તું અમને માફ ન કરે...? તો મંજુષા કહે, તમે ક્યાં ગુનો કર્યો છે અને તમે તોમાવતર છો, ચાલો બધું ભૂલી જાવ, મારા ઘેર જઈએ જમવા.
બન્ને મંજુષાની ગાડીમાં ગોઠવાયા, અને મંજુષાને ઘેર પહોંચ્યા, મોટા ઘરનોદરવાજો ખુલ્યો અને માણસોએ સ્વાગત કર્યું અને કહ્યું, બહેન જમવાનું પીરશું ને...?તો મંજુષા કહે, હા અને સાંભળો આ મારા પપ્પા છે. રોટલી ગરમઉતારજો અને ભાતપણ ગરમ. પપ્પાને એ ગરમજોશે. સુંદરલાલ તો ચારે તરફ જોતા હતા. એ દીવાલ પરએમનો અને એમના પત્નીનો મોટો ફોટો હતો. બાજુમાં ભગવાનનો ફોટો, પછી સુંદરલાલ કહે, તું એકલી છે...? તો મંજુષા કહે તો કોણ હોય...? તમે મને પરણાવી છે...?કન્યાદાન દીધું છે...? પપ્પા, તમે જે પ્રકાશને મળ્યા, એ જો તમને પસંદ હોય તો હું હાપાડું. તમે મમ્મીને નીતિનને બોલાવો, તમે લોકો પ્રકાશના માં-બાપને મળો અને લગ્નગોઠવો. પપ્પા હું તમારી દીકરી છું. પહેલા પણ કહેતી હતી કે હું તમારૂં સપનું સાકારકરીશ તમારી આબરૂ મને વધારે વ્હાલી છે. મેં તમારૂં સપનું સાકાર કર્યું. કંઈક બની અનેઆબરૂ તમારી અકબંધ છે. મેં અમારા ચેરમેન સાહેબને જ કહેલું આ લગ્ન ત્યારે જ થશેજ્યારે મારા પપ્પા આવશે અને તમને મળશે, હા પાડશે. સુંદરલાલને તો આંસુ વહી જજતા હતા એ ન સમજાય કે હરખના, ગૌરવના, દુઃખના, અફસોસના કે દીકરીને કરેલાઅન્યાયના પશ્ચાતાપના. દીકરી પપ્પાને વળગી જ પડી અને બોલતી જાય કે પપ્પાનહીં, તમારી આંખમાં આંસુ, મને નહીં જોવાય, પ્લીઝ પપ્પા, નહીં.
પછી બન્ને સાથે જમ્યા. અરે જમતા જમતા પણ બાપ-દીકરીની આંખમાં આંસ ુ આવી જાય, વીતી ગયેલા વર્ષોને યાદ કરીને. પછી બે-ત્રણ દિવસમાં માં પણ આવી,ભાઈ આવ્યો. માં ને તો મંજુષાએ કહ્યું કે, તું માં કંઈ જ ના બોલતી, તને લાકડી આપું,સાંવરણી આપું...? એટલે માં કહે, બેટા હવે ભૂલી જા.
બન્ને પરિવાર મળ્યા અને છ માસ પછી લગ્ન લેવાયા. જાન, સુંદરલાલનાશહેર એમના આંગણે જ ગઈ. બધાએ લગ્ન માણ્યા અને એ ખર્ચ પેલી ડીપોઝીટમાંથી જકર્યો. દીકરીનો એક પણ પૈસો નહીં. પછી એક મિત્રએ સલાહ આપી કે સુંદરલાલ,સમાજ, લોકો, સંબંધી, સગાની વાત ના સંભળાય. આપણું લોહી હોય એને સંભળાય.કોઈએ તમારા ઘરમાં મદદનું પૂછ્યું...? તકલીફમાં કોઈ ન ઉભા રહે. તમાશો જુવે, હુંતો લોકોને કહું છું, સમાજ તો કહેશે, પહેલા સંતાનને સાંભળો, સંતાન તમારૂં થઈનેરહેશે, સમાજ નહીં. આટલા વર્ષમાં કોઈએ પૂછ્યું, મંજુષા ક્યાં છે...? ના, પણ દીકરીમંજુષાએ તમારી ઈચ્છા પૂરી કરી અને તમારી આબરૂ વધારી. ’સુંદરલાલ આટલી મોટી કંપનીના ચેરમેનના વેવાઈ.’
તમે પણ ધ્યાન રાખો... તમારા બાળકને સાંભળો, એ તમારી પડખે રહેશે,લોકો નહીં... લોહી તમારૂં જ બોલશે.