Motabhai aetle mathe chhattar in Gujarati Short Stories by Haresh Bhatt books and stories PDF | મોટાભાઈ એટલે માથે છતર (છત્ર)

Featured Books
Categories
Share

મોટાભાઈ એટલે માથે છતર (છત્ર)

મોટા ભાઈ એટલે માથે છતર(છત્ર)

- હરેશ ભટ્ટ


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as NicheTech / MatruBharti.

MatruBharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

NicheTech / MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.


મોટા ભાઈ એટલે માથે છતર(છત્ર)

સંપતરાયનું કેવું હસતું, રમતું, સંસ્કારી પરિવાર. ઘરમાં દોમ દોમ સાહ્યબી.દરેકને પોતાનું મંતવ્ય રજૂ કરવાની છૂટ. સંપતરાય પરિવારના વડા ખરા પણ બીજા બેભાઈઓને પણ પોતાનું મંતવ્ય રજૂ કરવાની છૂટ, એવું જરા પણ નહીં કે હું કહું એમજથવું જોઈએ અને મને પૂછવા સિવાય કોઈ નિર્ણય લેવાનો નહીં. હા, નિર્ણય બધાની ચર્ચા પછી જ લેવાય પણ સર્વાનુમત્તે. કોઈ વાતમાં સંપતરાય હા-ના કહે નહીં. વાતબરાબર લાગે તો કહે સરસ વાત છે. બધાને યોગ્ય લાગતું હોય તો કરો અને વાતબરાબર ન હોય તો કહે, મને આ વાત બરાબર નથી લાગતી પછી તમારી મરજી. બધામળીને નક્કી કરો. સવારે દરેક વ્યક્તિ પોતાની રીતે ચા-નાસ્તો, જમવાનું પતાવી નીકળીજાય. રાત્રે બધા સાથે જમે, આમતો સમય નક્કી રાખેલો સાડા આઠનો, પણ કોઈને મોડુંથવાનું હોય તો પહેલેથી કહી દેવાનું. દીકરા-દીકરી જે કોઈ હોય તે, પોતાની સુરક્ષા, સારૂં-નરસું બધાએ પોતે જ વિચારવાનું પોતાના અંતરાત્માને પૂછવાનું કે, એ યોગ્ય કરીરહ્યા છે...? તો કહે, પરિવારની આબરૂને આંચ ન આવવી જોઈએ. સંપતરાયને ઘરમાંસૌ મોટાભાઈ જ કહે, અને જમવાનું શરૂં થાય તો જે કોઈને કાંઈ કહેવાનું હોય તો પહેલાકહેવાનું, પછી જમવાનું. જમવાનું શરૂં થાય પછી અગત્યનો કોઈ વિષય ઉપાડવાનોનહીં. સંપતરાયના બે ભાઈઓ અને બે બહેનો હતી એટલે આમ એ પાંચ જણા થાય.સંપતરાય સૌથી મોટા. એમનાથી છ વર્ષ નાની બહેન અને પછી એવા જ લાંબા ગાળે બેભાઈઓ અને સૌથી છેલ્લી બહેન. એટલે આમ જોવા જાય તો સંપતરાયના લગ્ન થયાત્યારે સૌથી નાની બહેન સંયુક્તા બે વર્ષની હતી, આજે સંપતરાય, ૬૦ વર્ષના થયા.બાકી બહેનો-ભાઈઓ બધાના લગ્ન થઈ ગયા, દરેકને બાળકો, (સંયુક્તા સિવાય).અરે, સંપતરાયના મોટા દીકરાના લગ્ન હજુ ૬ મહિના પહેલા જ થયેલા, આટલોવિશાળ પરિવાર પણ ખુશખુશાલ. બે ભાઈઓએ સંપતરાયને એકવાર રાત્રે જમતાપહેલા કહેલું કે ’મોટાભાઈ તમને એક વિનંતી કરવાની છે, પરિવારમાં બધા સાથે વાતથઈ ગઈ છે, ભાભીને પણ કહ્યું છે અને સૌની સંમતિ પછી આજે આ વાત તમને કહેવાની છે’. સંપતરાય કહે ’તો કહો, મારી કાંઈ ભૂલ હોય તો માફી માંગીશ, ફરી એભૂલ નહીં થાય એની ખાત્રી આપીશ’. તો ભાઈ કહે ’ના મોટાભાઈ, તમારી ભૂલ આજસુધી નથી થઈ, અને અમારા કોઈની થઈ હશે તો દરેકને પ્રેમથી સમજાવ્યા છે. તમે ક્યારેય કોઈ પર ગુસ્સે નથી થયા, કે પ્રભૂત્ત્વ નથી બતાવ્યું, કે કોઈ વાતમાં જબરદસ્તીનથી બતાવી, તમે તો માત્ર એક જ ધ્યેય રાખ્યું છે કે આ પરિવાર આમ જ સંયુક્ત રહે,હસતું-રમતું રહે, સૌને એકબીજા માટે પ્રેમ રહે, બધા પોતપોતાની રીતે રહે પણ સંપીનેરહે. દરેક વ્યક્તિ, જતું કરવાની ભાવના રાખે, મન મોટું રાખે, દુઃખ હોય તો કહે પણપ્રેમભાવથી બધાની વચ્ચે, તરત નિકાલ. રવિવારે કે રજાના દિવસે, કાં તો દરેક પરિવારપોતાની રીતે બહાર જાય નહીં તો સાથે જાય, કોઈ બંધન નહીં, પણ મનમાં દુઃખ, દ્વેષ,કપટ રાખવાનું નહીં, જે હોય તે કહી દેવાનું. મોટાભાઈથી પણ દુઃખ થાય તો કહીદેવાનું કે મોટાભાઈ મને આ ના ગમ્યું. પ્રસંગ હોય તો જવાબદારીઓ વહેંચી લેવાનીઅને કોઈએ કોઈનામાં માથું નહીં મારવાનું. હા, કાંઈ ભૂલ થતી હોય તો કહેવાનું, યાદકરાવવાનું, પણ આપણા પરિવારની છાપ બહાર, સારી જ રહેવી જોઈએ, સાચા અર્થમાંદંભ નહીં’. આ બધી વાત સંપતરાય ધ્યાનથી સાંભળતા હતા અને વાત સાંભળતા થોડાભાવવિભોર તો થઈ જ ગયેલા પછી કહે હવે મુદ્દા પર આવશો...? તો નાનોભાઈ કહે,’હા મોટાભાઈ, તમે આખા પરિવારના માત્ર મોટાભાઈ નહીં પિતા સમાન છો. દરેકક્ષેત્રમાં અમને આગળ વધાર્યા છે, ક્યાંય માત્ર તમે જ છો એવું લાગવા નથી દીધુંઅમને. બધાને સરખું માન મળે એવું રાખ્યું છે. તમારો કાલે જન્મદિવસ છે અમે તમનેએક સરસ ભેટ આપવા માંગીએ છીએ’ તો મોટાભાઈ કહે, ’અરે આ તમારા બધાનોપ્રેમ જ મારા માટે મોટી ભેટ છે. તમે મને જે માન આપો છો એથી વિશેષ વધું શુંહોય...? બીજા બધા પરિવારમાં હૂંસાતૂંસી ચાલતી હોય છે, બધા એકબીજા પ્રત્યે મોઢાફેરવી પ્રેમ હોવાનો દંભ રાખતા હોય છે, ત્યારે, આપણા પરિવારનો તો લોકો દાખલોઆપે છે કે સંયુક્ત પરિવાર આને કહેવાય, માટે કંઈ જ નથી જોઈતું’. તો બીજો ભાઈકહે, ’અમે એવું કાંઈ નથી આપવાના, કોઈ વસ્તુ નહીં, પણ વ્હાલની ભેટ છે. મોટાભાઈતમે ના નહીં પાડો’. સંપતરાયે હકારમાં ખાલી ડોકું ધુણાવ્યું. એટલે એક ભાઈએ કહ્યું,’જુવો, હવે ત્રીજી પેઢી ધંધામાં જોડાઈ ગઈ, આ તમારો એટલે કે આપણો મનન ભણીરહ્યો, પરણી ગયો, અને ધંધામાં જોડાઈ ગયો, તમે આખી જીંદગી ખૂબ કામ કર્યું,આપણી કંપનીને દેશ-વિદેશમાં આગળ પહોંચાડી દીધી, દરેક જગ્યાએ પરદેશમાં મિટીંગમાટે અમને મોકલ્યા, અમે પરિવાર સાથે બધે ફર્યા, ધંધાના કામે જવાના હોઈએ ત્યારેય તમે કહ્યું છે પરિવાર સાથે જાવ, અને અમે બધાએ આખી દુનિયા જોઈ લીધી, પણ તમે અને ભાભી તો અહીં જ છો, મોટાભાઈ અમે સૌ ઈચ્છીએ છીએ કે તમે રોજ, સાડાનવે ઓફિસે આવી જાવ છો, બપોરે આપણે ઓફિસમાં સાથે જમીયે પછી રાત્રે મોડાબધા સાથે આવીયે છીએ, એના બદલે હવે આપણે એવું કરીયે કે તમારે બપોરે બારવાગે આવવાનું અને ચાર વાગે ઘેર આવી જવાનું, હિસાબ-કિતાબ, ચેકમાં સહીઓ એ બધું જ તમારે જોવાનું, પણ માત્ર એટલું જ કરવાનું નાણાં વિભાગ જેથી અમારી કંઈભૂલ ન થાય, પછી બપોરે ઘેર તમારે આવી જવાનું અને આરામ કરવાનો, અમે બધું જજોઈ લેશું, તમે જે ઉંચાઈએ કંપનીને પહોંચાડી છે એથી પણ વધારે પહોંચાડીશું, કોઈનિર્ણયો તમારી જાણ બહાર કે તમારી મરજી વગર નહીં જ લેવાય, પણ ભાઈ અમનેએમ થાય છે કે, તમે પણ જીંદગી માણો, તમે કોઈ દિવસ બહાર ગયા જ નથી, તમે અનેભાભી તો ઘરમાં જ તમે માત્ર અમારી જ ખુશી જોઈ છે, આ બધી ચર્ચા અમે કાલે કરી,અમે તમારા છોકરાઓજ છીએ, અમે બાપનું ધ્યાન ન રાખીયે તો કોણ રાખે. ભાઈ, તમેઅમારૂં આટલું માનો તો અમને આનંદ થશે’. આટલી વાત થઈ ત્યાં સુધીમાં સંપતરાયઅને એમના પત્ની જ્યોતિબહેનની તો આંખો આંસુથી છલકાઈ ગઈ, બધા જ જોતારહી ગયા, અને ભાઈઓને એમ લાગ્યું કે, મોટાભાઈને આ દુઃખ થયું છે, એ લોકો ઉભાથવા જતા હતા ત્યાં સંપતરાય બોલ્યા, અરે બેસો બેસો, હું તો ભાવવિભોર એટલે થયો કે, મારા ભાઈઓને પરિવારને કેટલી લાગણી છે અમારા માટે. તમે લોકો અમને માવતરનેઠેકાણે ગણો છો, આવા ભાઈઓ, ભાઈઓની વહૂઓ, બાળકો, આવો સંપ ક્યાં મળે...?અરે, બાળકો જે આટલું માન આપે ત્યારે જ કે જ્યારે માં-બાપ શિખવતા હોય, સંસ્કારઆપતા હોય, આ નાના બાળકો, મોટાબાપૂ-મોટાબાપૂ બોલતા થાકતા નથી, મને એજ વાતનો આનંદ છે કે આપણા પરિવારમાં કોઈ ખટરાગ નથી, માત્ર સંપ છે. તમારીવાત મને મંજુર છે એમજ થશે. આ વાત સાંભળી બધા ખુશ થયા, વાતાવરણ જભાવવિભોર થઈ ગયું, અને સંપતરાયનો દીકરો બોલ્યો- બાપૂજી, જુવો, આવતાઅઠવાડિયે તમે, ઉત્તરમાં ફરવા જશો, કાશ્મીર, સિમલા, કુલુમનાલી બધે તમે અનેભાભી, થોડા થોડા દિવસના અંતરે તમે ભારત દર્શન પતાવો પછી પરદેશનું ગોઠવો,તમે આનંદ કરો મોટાભાઈ, એક ગાડી તમારા અને ભાભી માટે ડ્રાઈવર સાથે હાજરરહેશે. બસ, તમારી મરજીની જીંદગી જીવો, અને અમારા માં જેવા ભાભીને આનંદકરાવો, જ્યોતિબહેન તો જોઈ જ રહ્યા, આમે ય ઘરમાં બન્ને દેરાણીઓ કામ કરવા જનહોતી દેતી, એ લોકોએ તો ભાભીમાંને આરામ જ આપેલો, પ્રેમથી સાચવતા વાતહળવી થઈને બધા જ સાથે જમ્યા.બીજા દિવસે સાંજે બધા ભેગા થયા ઘરમાં જ અને ઘરના જ લોકોની પાર્ટી થઈ હંમેશમુજબ અને સાંજે, દીકરાએ માં-બાપના હાથમાં પ્લેનની ટિકિટ આપી અને કહ્યું ’આભેટ, તમારી સંપૂર્ણ યાત્રાનું બુકીંગ, અને જ્યાં જ્યાં હોટલો બુક કરી છે એ બધાકાગળિયા’. સંપતરાય તો જોઈ જ રહ્યા. પછી બધા જ બોલ્યા, હવે, મોટાભાઈ તમેરીલેક્ષ, આનંદ કરો, આરામ કરો, હવે અમારી જવાબદારી છે કે અમે તમારૂં ધ્યાન રાખીયે.

આ વાત ચાલતી હતી ત્યાં જ સંયુક્તા ઘરમાં દાખલ થઈ, બધા જ ખુશ થયાઅને સંયુક્તા પણ હસવા માંડી, ભાઈએ કહ્યું જો બહેન, તું સમયસર આવી, અમને જાણતો કરવી હતી...? કોઈ તને એરપોર્ટ લેવા આવત. કેમ એકલી આવી...? શરદકુમારકેમન આવ્યા...? તું અમસ્તી ફરવા આવી...? મોટાભાઈને સરપ્રાઈઝ આપવા...?આ વાત ચાલતી હતી ત્યાં જ મોટાભાઈ નજીક આવ્યા અને સંયુક્તા પગે લાગી, સંપતરાયકહે તું ખૂબ સુખી થા, ચાલ તું ફ્રેશ થઈ જા, પછી આપણે કેક કાપીયે, આનંદ કરીયે,અને પછી જમીયે. સંયુક્તા ફ્રેશ થઈ ગઈ, નીચે આવી, જ્યોતિબહેને સંપતરાયનેે કહ્યું,સંયુક્તાનો ચહેરો જોઈ તમને નથી લાગતું...? કંઈક તકલીફ છે...? તો સંપતરાય કહે,એ તકલીફ એણે જાતે જ ઉભી કરી છે ચિંતા નહીં બધું જ સરસ થઈ જશે.

કેક કપાઈ બધાએ આનંદ કર્યો, રમત રમ્યા, પછી નાનાભાઈઓએ કહ્યું,આપણે જમી લઈશું...? મોટાભાઈએ કહ્યું, ગોઠવાઈ જાવ, પણ બધા ટેબલ પર ગોઠવાયપછી મારે કંઈક કહેવાનું છે, એટલે શાંતિથી સાંભળજો. સામે છેડે બે જ જણા, સંપતરાયઅને જ્યોતિબહેન બન્ને બાજુ બન્ને ભાઈઓના પરિવાર અને સંપતરાયની બરાબર સામેનીજગ્યા પર સંયુક્તા ગોઠવાઈ, એટલે નાના ભાઈએ કહ્યુ, તું એકલી છે સંયુક્તા તો યઆપણા માણસે બે ખુરશી મૂકી, બાજુમાં શરદકુમાર બેઠા છે એવી કલ્પના કરજે, ત્યાં જમોટાભાઈ બોલ્યા કલ્પના કરવાની જરૂર નથી, હમણા જ આવશે. આ ખુરશી મેં જમૂકાવી છે. આટલું બોલ્યા ત્યાં જ સંયુક્તા અડધી ઉભી થઈ ગઈ, બધા એની સામે જોવામંડ્યા, એનો ચહેરો ઝંખવાણો પડી ગયેલો, પછી બધાએ મોટાભાઈ સામે જોયું, મોટાભાઈકહે, બેસ બેન તું બેસ, મને તું આજે આવવાની છે એય ખબર હતી, અને શું કામ એપણ ખબર હતી, એટલે જ મેં કહેલું કે, મારે કંઈક કહેવાનું છે. શાંતિથી સાંભળજો. જોબહેન, તારો ગુસ્સો ખોટો છે, શરદકુમારનો કોઈ જ વાંક નથી, હવે બધા મારી વાતસાંભળજો, આપણી આ બહેન સંયુક્તાને પોતાની સખીઓ, કીટી પાર્ટી, ક્લબ, બ્યુટીપાર્લરમાંથી સમય મળતો નથી બહેનને કોઈ તકલીફ ન પડે એટલે શરદકુમારે રસોયો,બે કામવાળા, એક ડ્રાઈવર બધું જ આ બહેન માટે રાખ્યું છે અને એ એક જ આશયથીકે સંયુક્તા આરામમાં રહે, શરદકુમારને પૂરતો સમય અને પ્રેમ આપે, શરદકુમાર,ઓફિસ વહેલા જતા, બપોરે જમવા આવતા, બે કલાક આરામકરી પાછા ઓફિસ જતાઅને સાત વાગે ઘેર પાછા આવતા, એ માત્ર સંયુક્તા સાથે સમય ગાળવા પણ આપણાબહેનને તો સમય હતો નહીં એટલે શરદકુમારે ઓફિસે ટિફિન મંગાવવાનું શરૂ કર્યું.સાંજે સાત વાગે ઘેર પહોંચે શરદકુમાર તો અઠવાડિયાના ત્રણ દિવસ આપણા બહેન ઘેરહોય નહીં, બપોરે શરદકુમારને એકલા જમવું ફાવે નહીં એટલે, જમવાનું વધે, એએમની આસીસ્ટન્ટે જોયું, કારણ જાણ્યું પછી પૂછ્યું કે, તમારી સાથે જમું...? તો તમે સરખું જમશો, એટલે એ આસીસ્ટન્ટને શરદકુમારે કહ્યું, બરાબર પણ એક વાત ખ્યાલરાખજો કે, હું મારી પત્નીને અનહ્‌દ પ્રેમ કરૂં છું, ભલે એ એના આનંદમાં છે, પણ એકોઈ લફરામાં નથી, તમે માત્ર મારી સાથે જમશો, એ વાતનો બીજો અર્થ કાઢતા નહીંઆમ બન્નેનું જમવાનું શરૂં થયું એ આ બહેને ગઈકાલે જોયું, અચાનક ઓફિસમાં ગયાત્યારે અને વાતને મોટું સ્વરૂપ આપ્યું, ઘરમાં રાડારાડ કરી. શરદકુમાર એક શબ્દ નથીબોલ્યા, બોલ સંયુક્તા શું કહેવું છે તારૂં...? આ સાંભળી ભાઈઓ તો જોતા જ રહીગયા, અને જ્યોતિબહેન બોલ્યા તમને ખબર છે બધી...? તો સંપતરાય કહે, તમે બધાઅહીં છો રોજે રોજ વાત થાય, મારી બે બહેનો પણ બહાર છે, એમની સાથે હુંઅઠવાડિયામાં ત્રણ દિવસ વાત કરૂં છું, સંયુક્તા સાથે વાત કરતા લાગતું હતું કે બહેનવધુ વ્યસ્ત છે, પછી મેં શરદકુમાર સાથે વાત શરૂ કરી રોજની ગતિવિધિ જાણી, ગઈકાલનીઘટના પણ એમણે મને કહી, મેં એમને કહ્યું, તમે આવો, અહીં. એ હમણા આવશે,સંયુક્તા એનો કોઈ જ વાંક નથી, તું એના માટે સમય ફાળવ. સંયુક્તા દોડીને મોટાભાઈનેવળગી પડી પછી કહે મને માફ કરો, ફરી આ ભૂલ નહીં થાય. ત્યાં જ શરદકુમારઆવ્યા, અને સંયુક્તાએ પગમાં પડી માફી માંગી. એટલે એમણે પૂછ્યું, મોટાભાઈ તમેઆટલી વારમાં જાદુ કર્યો, તમે ન્યાય ચોક્કસ કરો છો, એટલે સંપતરાય કહે, મારા બધાભાઈ-બહેનોની મારે સંભાળ લેવાની છે, આ ભાઈઓને હિસાબે હવે, એક વસ્તુ થશે,વારંવાર રૂબરૂ મળી શકીશ.

બન્ને ભાઈઓ ઉભા થઈ મોટા ભાઈને વળગી પડ્યા અને બોલ્યા, ખરેખરમોટાભાઈ હોય તો આવા જ. બધા સાચું જ કહે છે, મોટો ભાઈ બાપને ઠેંકાણે કહેવાય,એ જ બનાવી શકે પરિવારને આદર્શ. એ જ રાખી શકે સંપ, એક્તા, સમતા આમેભાઈ-બહેનોએ પણ મોટાભાઈને એટલું જ માન આપવું જોઈએ.તમે છો...? એવા મોટાભાઈ કે એવા ભાઈ બહેન...?