Niswarth premnu anany swaroop in Gujarati Short Stories by Haresh Bhatt books and stories PDF | નિઃસ્વાર્થ પ્રેમનું અનન્ય સ્વરૂપ

Featured Books
Categories
Share

નિઃસ્વાર્થ પ્રેમનું અનન્ય સ્વરૂપ

નિઃસ્વાર્થ પ્રેમનું અનન્ય સ્વરૂપ

- હરેશ ભટ્ટ


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as NicheTech / MatruBharti.

MatruBharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

NicheTech / MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.


નિઃસ્વાર્થ પ્રેમનું અનન્ય સ્વરૂપ

દૃષ્ટિ સારા પરિવારની સુંદર કન્યા. એ જન્મી ત્યારે એની આંખો સુંદર હતી કેએનું નામજ દૃષ્ટિ રાખ્યું. જો કે આ એની માં તરફથી વારસામાં મળી હોય એમ હતું કારણ એની માં પણ જ્યારે નાની હતી ત્યારે એની આંખો જ સરસ હતી. એટલે જ એનાદાદાએ એનું નામ હેમાક્ષી રાખેલું. પણ આ બાળકીનું નામ દૃષ્ટિ જ રાખવામાં આવ્યું. એની આંખો જોતા જ ગમી જાય એવી હતી પણ આંખોમાં તેજ નહીંવત હતું, એ વખતેકોઈને ખ્યાલ ન ગયો પણ ધીરે ધીરે એની આંખોનું તેજ સંપૂર્ણ જતું રહ્યું. નામજ રહી ગયું દૃષ્ટિ. ડોક્ટરોએ જાહેર કરી દીધું કે હવે આની દૃષ્ટિ પાછી નહીં આવે. આખા પરિવારને આઘાત લાગ્યો, પણ શું થાય. દૃષ્ટિના પિતા નયનભાઈએ બહું જ પ્રયત્ન કર્યો એ એનીમાં ને કહેતા પણ ખરા બે આપણી દીકરીને તારા જેવી સુંદર આંખો આવી પણ એની દૃષ્ટિ ન આવી. ત્યારે માં કહેતી કે આપણે પૂરતા પ્રયત્નો કરશું.

આમને આમ દૃષ્ટિ મોટી થવા માંડી એ અંધશાળામાં જ ભણતી હતી. બ્રેઈલલીપીમાં એ માસ્ટર હતી અને બહું જ સરસ જ્ઞાન હતું એનું, એ ઘરમાં ટીવી સાંભળતીએ એના પપ્પાને કહેતી નેશનલ જીયોગ્રાફીક ચાલું કરો, એનીમલ પ્લેનેટ ચાલું કરો અનેએ બધું હિન્દીમાં કોમેન્ટ્રી આવતી એ ધ્યાનથી સાંભળતી અને જ્ઞાન મેળવતી. ક્યારેકએકલી બેઠી હોય ત્યારે શાંત વાતાવરણમાં કોયલ ટહૂકે તો એવી ખૂશ થઈ જાય કે જેનીસીમા નહીં. એના ચહેરા પર ખૂશી છવાઈ જાય અને આ જોઈ નયનભાઈ ખૂશ થઈજતા. દૃષ્ટિ જોશથી બૂમ પાડતી કે પપ્પા જુઓ કોયલ બોલે છે. તમે કોયલને જોઈ શકોછો...? તો પપ્પા કહેતા કે જરા પણ નહીં, બેટા કોયલને જોવી મહત્ત્વની નથી એનોમધુર મીઠો, હૃદયને સ્પર્શી જતો અવાજ સાંભળવો જ મહત્ત્વનો છે, અને દૃષ્ટિ હરખાઈઉઠતી. નયનને આ જોઈ આનંદ થતો, દૃષ્ટિને એની બ્રેઈલ લીપીમાં જ વાંચન સારૂં એવુંમળી રહેતું એ વાંચતી, વિચારતી, કલ્પનાઓ કરતી અને લખતી, અલબત્ત બ્રેઈલ લીપીમાંજ અને એ સારી લેખિકા તરીકે પ્રસ્થાપિત થતી જતી હતી. માં-બાપની એકની એકદીકરી દૃષ્ટિને પ્રશંસા બહું જ મળતી હતી. સહાનુભૂતિને હિસાબે જ નહીં, પરંતુ એનાવિચારો, એનું શબ્દ ભંડોળ, એની કલ્પનાઓ અને લાગણીસભર વિચારશીલ વાતો જેએ લખતી હતી એને સારી પ્રશંસા મળતી હતી. એને કેવું થતું હતું...? એ લખતી બ્રેઈલ લીપીમાં અને એના સાહેબ જે પ્રજ્ઞાચક્ષુ નહોતા પણ આ લોકોના શિક્ષક હતા. એદૃષ્ટિની બહું જ પ્રશંસા કરતા. એ શિક્ષકના હિસાબે જ દૃષ્ટિ લેખિકા તરીકે પ્રસિધ્ધિપામી. જ્યારે સૌ પહેલા એની સુંદર મજાની સંવેદનશીલ વાર્તા એક પ્રતિષ્ઠિત માસિકમાંછપાઈ ત્યારે સૌથી વધુ આનંદ એના માં-બાપને થયો હતો. એમણે દૃષ્ટિને અભિનંદનઆપ્યા. ત્યારે દૃષ્ટિએ કહ્યું કે, મારા સરને મારી કલમ માટે બહું જ માન છે અને હું જેકાંઈ બ્રેઈલ લીપીમાં લખું છું ત્યારે એ આખી વાર્તા કોમ્પ્યુટરમાં ટાઈપ કરે અને પછી એકફાઈલ બનાવી છે એમાં મૂકી દે. પણ પપ્પા, મને એ કહો કે આ વાર્તા છપાઈ છે એતમને કોણે કહ્યું...? તો પપ્પા કહે, તારા મામાએ આવીને આ મેગેઝીન આપ્યું અનેતારો ફોટો બતાવ્યો અને બેટા તારા ફોટા નીચે કેવું સરસ લખ્યું છે...? એમાં લખ્યું છે કે,સંપૂર્ણ દૃષ્ટિ ધરાવતા લોકો પણ જે વાત જોઈને ન વર્ણવી શકે એ વાત આ છોકરીએહૃદયથી અનુભવી પોતાની કલ્પના શક્તિને કલમના સથવારે કંડારી છે. પછી પપ્પાએઆખી વાર્તા મમ્મી અને દૃષ્ટિ સાંભળે એમ વાંચવાનું શરૂં કર્યું. વાત એટલી બધીલાગણીશીલ હતી કે કોઈનું પણ હૈયું ભરાઈ જાય. પપ્પા આખી વાર્તા વાંચી ન શક્યાઅને ડૂમો ભરાઈ આવ્યો અને અટકી ગયા, દૃષ્ટિ એકદમ જ બોલી કે પપ્પા શું થયું...?તો મમ્મીએ કહ્યું, પપ્પા રડી પડ્યા, દૃષ્ટિએ પપ્પાના બે ગાલ પકડ્યા અને આંખોમાંથીઆંસુ લુછ્યા. પછી બોલી, પપ્પા રડવાનું નહીં, તો પપ્પા રડતા રડતા જ બોલ્યા કે મારીદીકરી આટલું સરસ લખે છે એ જ વાતનો મને આનંદ છે. જો તારા નામ પ્રમાણે ભગવાનેતને દૃષ્ટિ આપી હોત, તો તો તું આથી પણ વધુ સારી ભાષામાં લખતી હોત તો દૃષ્ટિ કહે,પપ્પા, ભગવાન કોઈને બધું જ ન આપે, કોયલનો કંઠ કેવો મીઠો છે પણ કાળી છે ને...? આપણી ઘણી મોટી હસ્તીઓમાં એક એક જ મહાન ગુણ હોય. જો મારી પાસેદૃષ્ટિ હોત તો કદાચ હું આટલું સરસ ના પણ લખી શકી હોત.

આ વાત ચાલતી હતી ત્યાં જ દરવાજો ખખડ્યો, હેમાક્ષીએ ઉભા થઈ દરવાજોખોલ્યો, અને એક નવયુવાન આગંતૂકને આવકાર્યો એ જ વખતે પપ્પા અને દૃષ્ટિ બન્નેસાથે જ બોલ્યા, કોણ છે...? તો પેલો યુવાન જ બોલ્યો હું સ્મિત છું, મારે દૃષ્ટિને મળવુંછે. તો દૃષ્ટિ કહે, બોલો ને...? હું જ છું દૃષ્ટિ, આવો, બેસો અને સ્મિત દૃષ્ટિની સામેગોઠવાઈ ગયો, પછી બોલ્યો, ’તમારી વાર્તાઓ મને બહુજ ગમી, તમારી કલ્પના,તમારા વિચારો, તમારૂં શબ્દ ભંડોળ, તમારી કલમનો હું આશિક બની ગયો એટલે જસરનામું લઇ મળવા દોડી આવ્યો.’ ત્યાં જ દૃષ્ટિ બોલીઃ ’બધું બરાબર પણ મારી તો હજીઆ એક જ વાર્તા પ્રસિધ્ધ થઇ છે, એમાં તમને એટલો બધો ખ્યાલ આવી ગયો...?’ તોસ્મિત કહે : ’હું તમારા સરને મળ્યો એમણે મને તમારી આખી ફાઈલ વાંચવા આપી.અને મેં વાંચી, અને પછી મેં સરને તમારું સરનામું પૂછ્યું અને મળવા આવ્યો...’ આ વાત ચાલતી હતી તે દરમ્યાન દૃષ્ટિના માતા-પિતા આ યુવાનને જ જોયા કરતા હતા અનેઅંદર-અંદર ઇશારાથી વાત કરતા હતા કે, આણે કાળા ચશ્મા પહેર્યા છે એટલે એ પણઅંધ જ હશે...! પણ પુછાય તો નહીં, એટલે હેમાક્ષીએ ઉપાય કર્યો. અંદર જઇ ટ્રે માંપાણીના ગ્લાસ લઇ આવી અને સ્મિત સામે ઉભી રહી એટલે તરત જ સ્મિતે ટ્રેમાંથી એકગ્લાસ ખસેડી બીજો ગ્લાસ લઇ લીધો. ત્યારે એને ખાત્રી થઇ કે એ અંધ નથી. પછી એબંનેને એકલા વાતો કરવા દેવા માં-બાપ બહાર નીકળી ગયા. પછી તો જો કે, હેમાક્ષીચા-નાસ્તો બધું જ આપી ગઇ. વાત-વાતમાં એ યુવાને કહ્યું પણ ખરું કે, હું બ્રેઇલ લીપીસારી રીતે જાણું છું, અને તમે બ્રેઇલ લીપીમાં લખો તો હું ટાઈપ પણ કરી લઉં. મનેતમારા સરે કહ્યું કે દૃષ્ટિની એટલી બધી વાર્તાઓ છે કે, પુસ્તકો બહાર પડે. અને જો તુંસાથ આપે તો આપણે કોઇ સારા પ્રકાશકનો સંપર્ક કરી સારી વાર્તાઓનો પ્રથમ સંગ્રહપ્રકાશિત કરીએ. અને એ પ્રથમ સંગ્રહનું નામ જ રાખીએ, ’બંધ આંખે સુંદર સૃષ્ટિ...’અને પછી તો અનેક સંગ્રહ બહાર પડશે. દૃષ્ટિ તો એટલી ખુશ થઇ કે જેની કોઇ સીમા જનહીં, એણે પુછ્યું, કે તમે બીજું શું કરો છો...? તો સ્મિત કહે, આ જે માસિકમાં તમારીવાર્તા છપાઈ છે એમાં જ હું સહસંપાદક છું, મારું કોઇ જ નથી. આજ મારી સૃષ્ટિ છે.અને તમે મળ્યા છો તો લાગે છે કે હવે મારી આ સૃષ્ટિમાં દૃષ્ટિ છે. દૃષ્ટિને આ વાત બહુજ ગમી. મનોમન એને સ્મિત ગમી ગયો. આ લોકોની ચર્ચાઓ બે કલાક ચાલી પછીદૃષ્ટિના માં-બાપ અંદર આવ્યા. અને દૃષ્ટિના ચહેરા પર કંઇક અનોખો આનંદ જોઇઅંતરથી હરખાયા.

દૃષ્ટિ અને સ્મિતની મુલાકાતો વધી ગઇ, સ્મિત દૃષ્ટિને અનહદ પ્રેમ કરવામાંડ્યો હતો. અને કોણ જાણે કેમ પણ દૃષ્ટિને પણ સ્મિત બહુ જ ગમતો હતો. સ્મિતનોસાંજે ઘેર આવવાનો સમય છ વાગ્યાનો, અને દૃષ્ટિ રાહ જોઇને જ બેઠી હોય. મમ્મીનેપૂછે કે, કેટલા વાગ્યા...? અને એમાં ય જો છ વાગ્યાથી વધુ સમય થયો હોય તો દૃષ્ટિવિહવળ થઇ જાય અને સ્મિત આવે પછી એને શાંતિ થાય. હેમાક્ષીને દૃષ્ટિનો ખુશખુશાલચહેરો જોઇ બહુજ આનંદ થાય. ક્યારેક તો દીકરીનો આટલો બધો આનંદ અને સ્મિતસાથે વ્હાલભરી મસ્તી કરતી જોઇ માં ની આંખો આંસુથી છલકાઇ જાય. અને મનમાંવિચારે કે મારી આ અંધ દીકરીનો હાથ આ સ્મિત જીવનભર માટે હાથમાં લઇ લે તોદીકરીનું જીવન સુખી થઇ જાય.

એક દિવસ આમજ દૃષ્ટિ બહાર ઓટલા પર બેઠી હતી અને માં એ પૂછ્યું કે,બેટા તને સ્મિત બહુ જ ગમે છે...? તો દૃષ્ટિ કહે, બહુ જ માં. બહુ જ ગમે છે. તો માંકહે, એ તને લગ્ન માટે કહે તો તું હાં પાડે...? અથવા એમકહે કે તું એને લગ્ન માટે પૂછેતો એ હાં પાડે...? તો દૃષ્ટિ કહે, માં આ વાત અમારે થઇ ગઇ છે. એણે જ મને પૂછ્યું હતું, તું મારી સાથે લગ્ન કરીશ...? તો મેં એને કહ્યું, મારા પપ્પા ઘણાં સમયથી કોઇદાતા માટે પ્રયત્ન કરે છે. એમણે મારું નામપણ ’દૃષ્ટિ’ માં નોંધાવ્યું છે. કારણ ઘણાં લોકોપોતાની આંખોનું દાન કરતાં હોય છે, ઘણાં લખી આપે છે કે મારા મૃત્યુ પછી મારીઆંખોનું દાન કરવું. અને આપતી હોય છે. પણ કોઇને બંને ચક્ષુના મળે, એક એક જમળે. પણ સ્મિતને મેં કહ્યું છે એક મળે તો ય ઘણું અને જે સમયે મને એક આંખે દૃષ્ટિ મળી જાય પછી આપણે જીવન સંસાર માંડીશું. અને હું લગ્ન કરીશ તો માત્ર અને માત્ર તારીસાથે જ.

દૃષ્ટિના ત્રણ સંગ્રહ બહાર પડી ગયા. હજી બીજા સાત બહાર પડવાના બાકીહતા. અને એના પુસ્તકો પુષ્કળ વંચાવા માંડ્યા. ત્રણ-ત્રણ આવૃત્તિ તો બહાર પડી ચૂકીહતી, એનું જેવું નવું પુસ્તક બહાર પડે એ સાથે જ ચપોચપ વેંચાઇ જાય. દૃષ્ટિને પૈસા પણ સરળ મળે. અને હવે તો એવોર્ડ પણ મળ્યો.એક દિવસ સાંજે પપ્પા ઘેર આનંદમાં આવ્યા. અને ખુશખબર આપ્યા કે એક સરસ દાતા મળી ગયા છે, એમણે ખાસ શરત કરી છે કે, મારી આંખો દૃષ્ટિને આપવી. આટલીસરસ લેખિકા અને એ પણ અંધ...? ના ચાલે, અરે હેમાક્ષી આપણી દીકરી દુનિયા જોશે.

બરાબર દસ દિવસે ફોન આવ્યો કે દૃષ્ટિને લઇને આવી જજો. એની એક આંખબદલી નાંખીશું. હરખભેર પરિવાર ત્યાં ગયું, અને ઓપરેશન સફળ થયું, બરાબરઅમુક દિવસે આંખો પરથી પટ્ટી ખોલવાની હતી અને દૃષ્ટિએ કહ્યું કે મારી આંખ ખુલેત્યારે મારા મમ્મી-પપ્પા અને સ્મિત મારી સામે જ હોવા જોઇએ. અને એમજ થયું,દૃષ્ટિની પટ્ટી ખુલી અને ધીમે ધીમે આંખ ખુલી ત્યારે સામે હળવે-હળવે બધું સ્પષ્ટ થવામાંડ્યું, એને મમ્મી-પપ્પાનો થોડો ખ્યાલ હતો જ. એના મમ્મી-પપ્પાને જોઇ રાજી રાજીથઇ ગઇ. અને એ લોકો તો ભાવવિભોર થઇ ગયા, અને બાજુમાં જ સ્મિત ઉભો હતો,એની આદત પ્રમાણે કાળા ચશ્મા પહેરીને જ. દૃષ્ટિ બોલી સ્મિત હવે તો ચશ્મા કાઢ.અને એણે ચશ્મા કાઢ્યા તો એને બંને આંખો નહોતી. આ જોઇ દૃષ્ટિ ભાંગી પડી. અનેબોલી કે તું કેમ બોલ્યો નહીં કે તું પણ અંધ છે...? મને એ ખબર હોત તો હું તને લગ્નમાટે વચન આપત જ નહીં અને દૃષ્ટિ મેળવવા આગ્રહ ન રાખત. આ શું કર્યું, સ્મિત...તેં આ શું કર્યું...? તું જતો રહે અહીંથી.

સ્મિત આંખમાં આંસુ સાથે પાછો ફર્યો અને લોકોના સહારે પગથીયા ઉતરીગયો. દૃષ્ટિના માં-બાપે કહ્યું, બેટા આવું ન કરાય. તું અંધ હતી ત્યારે એ તારી પડખે નેપડખે રહ્યો, અને હવે તને દૃષ્ટિ મળી ત્યારે એને કાઢી મૂકવાનો...? તો દૃષ્ટિ કહે, માં હુંશું કરું...? આ વાત ચાલતી હતી ત્યારે જ નર્સ હેમાક્ષીના હાથમાં એક ચીઠ્ઠી આપી ગઈ, એમાં લખ્યું હતું... પ્રિય દૃષ્ટિ, તમે ઈશ્વરે એક આંખે દૃષ્ટિ આપી છે એ આંખને જીવની જેમ સાચવજે. કારણ કે એઆંખ પહેલાં મારી હતી. તું જે માત્ર કલ્પનાઓ કરતી હતી એ કલ્પનાને તું જોઈ શકે એજ આશયથી મેં મારી એકમાત્ર આંખ, તને દાન કરી છે. કારણ હું, તને પ્રેમ કરું છું,અને કરતો રહીશ. કોઇ દૃષ્ટિવાળા માણસ સાથે સુખી રહેજે.આ વાંચી હેમાક્ષી રડવા જ લાગી અને બોલીઃ ’જો બેટા આને કહેવાય પ્રેમ. એને માત્ર તારી ચાહના નહોતી. તને દૃષ્ટિ મળે અને તું ખુશ રહે એ ચાહના હતી. અને તેં એનેજાકારો આપ્યો...?’ દૃષ્ટિએ વાંચ્યુંઃ અને બોલી, ક્યાં ગયો સ્મિત, રોકો એને... તોનર્સ કહે, એ રોડ તરફ ગયા છે. અને દૃષ્ટિના પિતા દોડ્યા, સ્મિતને બોલાવવા... દૃષ્ટિદોડીને બારીના પડદા પાસે આવી અને ડોક્ટરે આપેલા કાળા ચશ્મા પહેરી ઉભી રહીઅને દૂરથી પિતાને જોયા, સ્મિતનો હાથ પકડી લઇને આવતા હતા અને દૃષ્ટિ રોતા રોતાબોલતી હતી, માફ કર મને સ્મિત. હું તને ના ઓળખી શકી.