“વિષ્ણુ મર્ચન્ટ”
પ્રકરણ – 17
સવારે ઉઠ્યો ત્યારે માથુ ભારે લાગતુ હતુ. નવ વાગી ગયા હતા, ઓફિસ પહોંચવામા મોડુ થઇ ગયુ. હુ એજ વિચારતો હતો કે સાલુ શુ હતુ એ સીગારેટમા? મનોહર પૂછવુજ પડશે.
“મનોહર, શુ હતુ એ?”
“એ બધુ છોડો મજા આવીને”
“શુ મજા આવી?, મને તો યાદજ નથી કે હુ ઘરે ક્યારે પહોચ્યો? અને સવારે ઉઠ્યા ત્યારે માથુ ભારે ભારે લાગતુ હતુ”
“એ તો કમાલ છે કે માણસ બધા દુખો ભૂલીને એ નવી દુનિયામા પહોંચી જાય છે”
“ગાંજો હતોને?”
મનોહર ખડખડાટ હસવા લાગ્યો.
“ખબર પડી ગઇ એમ, પહેલા ટ્રાય કર્યો લાગે છે?”
“તે મને ગાંજો પીવડાવ્યો?” હુ થોડો ગુસ્સે થયો
“અરે વિષ્ણુભાઇ, તમને ના પસંદ હોય તો હવે નહિ આપુ, લો આ સીગારેટ પીવો”
મે એની સામે શંકાથી જોયુ
“અરે લઇ લો સીગારેટજ છે, ગાંજો નથી” મનોહર હસવા લાગ્યો
મનમાં ક્યાક ખૂણામા ગાંજો પીવાની ઇચ્છા તો હતી કારણ કે એ રાત્રે મને ના તો આર્યા યાદ આવી, ના સેક્સના વિચારો આવ્યા, ના તો એકલા પડખા ફેરવવાના એ દર્દનો કોઇ અહેસાસ ના થયો. એ રાત્રે મને શુકુનથી ઊંઘ આવી.
એકલતાની એ રાતો મારુ મન જાણે છે કે હુ કેવીરીતે વીતાવતો. સુવાની તૈયારી કરુ પછી એક કલાક સુધી તો હુ ખાલી પડખાજ ફેરવતો, ઘણીવાર તો અડધી રાત જાગતો તો ઘણીવાર આખી આખી રાત. એ મનની પીડા ખૂબજ ખતરનાક હતી જે મને ખતમ કરી રહી હતી. જે પીડા અશોક સહન ના કરી શક્યો અને એણે આત્મહત્યા કરી લીધી. મન કોઇકવાર બાજુમા રહેતા ભાઇ ભાભીના બેડરૂમમાં લઇ જતુ તો કોઇકવાર પ્રેમની કોઇ નવીજ ફેન્ટસી મન રચી લેતુ. એ વિચારો ધીરે ધીરે મારા મનને ઉધઇની જેમ અંદરથી ખોખલુ કરી રહ્યા હતા. મનમા સજ્જન મન ધીરેધીરે દિનપ્રતિદિન પોતાનુ અસ્તિત્વ ગુમાવી રહ્યુ હતુ જ્યારે રાક્ષસ મન બળવાન થઇ રહ્યુ હતુ. સાદી ભાષામા કહુ તો પાણીને ઘડો હતો જેમા હુ ધીરે ધીરે પાણી કાઢી દારૂ ભરી રહ્યો હતો. જ્યારે આખી રાત જાગતો ત્યારે તો એક બે પેકેટ સીગારેટ તો એમજ પી નાખતો.
એ રાત્રે આર્યાને ફોન કર્યો. એણે ઉપાડ્યો, મે માફી માંગી લીધી એણે મને માફ કરી પણ દીધો પણ એણે કહ્યુ કે એ લંડન જઇ રહી છે.
“કેમ અચાનક?”
“હવે વિહાનને ત્યા પરમેનન્ટ જોબ મળી ગઇ છે અને એણે બધુ સેટ કરી દીધુ છે, મને ત્યા બોલાવે છે”
“ઓ.કે., તો હવે તો વર્ષે એકાદ વારજ આવીશ ને?”
“વર્ષે એકવાર તો આવીશજ”
“ક્યારે જવાની છે?”
“આવતા રવિવારે”
“એકવાર મળીએ”
“મળવુ તો મારે પણ છે, મારે તૈયારી પણ કરવાની છેને”
“એકાદ કલાક તો કાઢી શકીશ ને?”
“હુ તને ફોન કરીશ”
મન ઉદાસ થઇ ગયુ. સીગારેટનુ પેકેટ જોયુ તો ખાલી. હુ ગલ્લે ગયો. મનોહર ત્યાજ બેઠો હતો.
“વિષ્ણુભાઇ કેમ છો, કાલે દેખાયા નહિ?”
“બહાર હતો”
“સાદી કે પછી સ્પેશિયલ માલ આપુ?” એ હસવા લાગ્યો, મે પણ સામે સ્માઇલ આપી
મે શનિવારે સવારે આર્યાને ફોન કર્યો પણ એનો મોબાઇલ સ્વીચ ઓફ હતો. બપોરે પણ સ્વીચ ઓફ અને પછી ચાલુજ ના થયો. હિંમત કરી ને સાંજે એના ઘરે ગયો તો ખબર પડી કે એ તો કાલે રાત્રેજ નીકળી ગઇ. મારા મનને ખૂબજ મોટો ધક્કો લાગ્યો.
“આર્યાએ આવુ કેમ કર્યુ? એ જુઠ્ઠુ કેમ બોલી? એને મારા પર વિશ્વાસજ નથી રહ્યો? હુ એટલો નીચ થઇ ગયો છુ?”
વારંવાર આ સવાલો મારા મનમા ઘૂમ્યા કરતા હતા. મે મારી જાતને એ કિસ્સા માટે મનભરીને કોસી. હુ મારી નજરમા તદ્દન ઉતરી ગયો કારણ કે આર્યાએ મારો જે રીતે તિરસ્કાર કર્યો, મને મારી જાત પ્રત્યે નફરત થઇ ગઇ. માનસીક રીતે ભાંગી પડ્યો નહોતો, મારુ મન તબાહ થઇ ચૂક્યુ હતુ, બધુ વેરવિખેર થઇ ગયુ.
હુ ગલ્લે ગયો. મનોહર ત્યાજ બેઠો હતો.
“લાવ”
“શુ?”
“સ્પેશિયલ માલ”
“શુ થયુ વિષ્ણુભાઇ, તમે ઠીક તો છોને”
“મે કહ્યુને તુ લાવ”
એણે એક સીગારેટ કાઢીને મને આપી દીધી. મે એની પાસેથી આખુ પેકેટ ઝૂંટવી લીધુ.
“પૈસા કાલે લઇ લેજે”
“વિષ્ણુભાઇ?”
હુ જવાબ આપ્યા વગર નીકળી ગયો.
ઘરે જઇને પહેલુ કાલ સીગારેટ પીવાનુ કર્યુ. એક નહિ, બે નહિ, પાંચ પી ગયો. અને એવી એક દુનિયામા પહોંચી ગયો જ્યા ના આર્યાની યાદ હતી, ના જીવનસાથીની ઝંખના, ના સુના પડખા, ના કોઇ જવાબદારીઓ. બધા દુખો જોજનો દૂર હતા. હુ એક એની અહ્લાદક દુનિયામા હતો જ્યા પીડા નહોતી, વેદના નહોતી, ત્યા કોઇ નહોતુ, બસ હુ હતો અને અનંત બ્રહ્માંડ. ક્યા હુ એકલતાની આગમા રીબાતો, જૂલસતો અને પીડાતો પડખા ફેરવતો અને ક્યા એ બધાથી દૂર એક નવી દુનિયામા હતો.
સવારે શુ હુ સીધો બીજા દિવસે સાંજે ઉઠ્યો. માથુ તો ફાટુ ફાટુ થતુ હતુ. દુખાવાની દવા લીધી અને ગલ્લે ગયો. મનોહર ત્યાજ હતો.
“કેવુ રહ્યુ વિષ્ણુભાઇ, જન્નત ફરી આયા?”
મે કોઇ જવાબ ના આપ્યો.
“કેટલા આપવાના?”
“નવા ક્લાયન્ટને ફીફ્ટી પર્સન્ટ ડિસ્કાઉન્ટ આપુ છુ પણ તમે તો ઘરના છો એટલે પહેલો સપ્લાય ફ્રી”
“હુ કંઇ રોજ રોજ નથી લેવાનો”
“કંઇ વાંધો નહિ, જ્યારે લો ત્યારે, એક સીગારેટના પચાસ રૂપિયા અને ખાલી ગાંજો જોઇતો હોય તો એક પેકેટના એક હજાર”
અઠવાડિયે એકથી શરૂ કરેલી ક્યારે, રોજની એક, બે થઇ ગઇ ખબરજ ના પડી. પછી તો હુ ગાંજાનુ પેકેટજ લેવા લાગ્યો. કોમલને ખબર હતી પણ હુ માનુ તોને.
ગાંજાની તલપ મને ત્યારે સમજાઇ જ્યારે એકવાર કોમલે મારી સીગારેટનુ પેકેટ સંતાડી દીધુ અને ખૂબ સમજાવા છતા પણ એને મને ના આપ્યુ.
હુ થોડો સનકી તો થઇજ ગયો હતો એમાંપણ ગાંજાની તલપે મને પાગલ કરી દીધો.
“તુ આપે છે કે નહિ”
“તુ આટલો ગાંજો કેમ પીવે છો?”
“કોમલ મને આપીદે”
“શુ મળે આ બધુ પીવાથી, પૈસા પણ બગાડવાના અને શરીર પણ”
મારે સંયમ ખૂટવા લાગ્યો. ધીરે ધીરે ગુસ્સો આવવા લાગ્યો. માનસીક સંતુલન હલી ગયુ. હુ એની તરફ જપટ્યો. મે એના હાથ જોરથી પકડ્યા.
“શુ કરે છે? દુખાય છે”
“સીગારેટનુ પેકેટ આપી દે”
મે એનુ ગળુ પકડી લીધુ.
“ઊભો રેહ આપુ છુ, ગળુ છોડ”
એણે જેવુ પેકેટ બતાવ્યુ, હુ જપટ્યો, ફટાફટ સીગારેટ કાઢી કસ માર્યો. મનને શાંતિ મળી.
“જો કોમલ આવી મસ્તી નહિ કરવાની”
સીગારેટ પતાવી મે કોમલને મારી તરફ ખેંચી અને લપકી પડ્યો.
“તુ દિવસે દિવસે જંગલી બનતો જાય છે”
મે એના સ્તન પર બચકુ ભરી લીધુ. એમે તરતજ મને ધક્કો માર્યો. હુ ફરીથી એના તરફ લપક્યો એણે ફરીથી મને ધક્કો માર્યો. મારો ઇગો હર્ટ થયો એટલે મે પૂરી તાકાતથી વળતો પ્રહાર કર્યો. ટેક્નિકલી જોઇએ તો પહેલીવાર મે બલાત્કાર ત્યારેજ કર્યો હતો. સવારે કોમલ મને ઉઠાડ્યા વગરજ જતી રહી.
મને હવે કહી શકાય કે ગાંજાની લત પડી ગઇ હતી. મને એના વગર એક પણ સેકન્ડ ચાલતુ નહોતુ. મને યાદ છે એકવાર મે મનોહરને ફોન કર્યો અને એ અમદાવાદ હતો. એણે કહ્યુ કે બે કલાક થઇ જશે. મારુ તો દિમાગ ભમી ગયુ. એ બે કલાકમા મે મનોહરને પચ્ચીસ ફોન કર્યો. એ ઘરે ના ગયો, પહેલા મને ગાંજો આપ્યો. પછી જ્યારે પણ એ બહાર જતો ત્યારે મને એ સ્ટોક આપીને જતો.
આ બાજુ હુ તો ગાંજાના નશામાંથી બહારજ નહોતો આવતો અને બીજી બાજુ મમ્મીનો સંયમ હવે ખૂટવા લાગ્યો હતો. એ મને હવે કોઇપણ હિસાબે મને પકણાવી દેવા માંગતા હતા. મમ્મીએ ફેંસલો સંભળાવી દીધો અને હુ વહુ ખરીદવા તૈયાર થઇ ગયો. મમ્મી તો ખુશ ખુશ થઇ ગઇ. મે જોવા જવાની પણ ના પાડી. તમે જે ફાઇનલ કરો તે મને ખાલી લગ્નની તારીખ કહી દેજો.
ભલે ગાંજો મને મારા દુખો ભૂલવામા મદદ કરતો પણ જેવા નશો ઉતરતો પાછા દુખના મોજા મનને તરબતર કરી દેતા. એકપણ સેકન્ડ જો મન ખાલી પડે તો નકારાત્મક વિચારોની ઉધઇ ટૂટી પડતી. મારા મનને પણ જીવનસાથીની ઝંખના હતી પણ વેદનાનો દાવાનળ ફાટી નીકળતો જ્યારે કોઇ પ્રેમી યુગલને હાથમા હાથ પરોવી ફરતા જોતો, જ્યારે બાઇક પર ગર્લફ્રેન્ડ એના બોયફ્રેન્ડને ચીપકીને બેસી હોય, કોઇ યુગલને એક ભાણામાંથી ખાતા જોતો. ટૂંકમા કહુ તો જ્યારે જ્યારે કોઇ યુગલને સાથે જોતો મન એક નિસાસો નાંખી દેતુ, દર્દથી ઉકળતા મનમાંથી પીડાની વરાળ છૂટી જતી.
એક રાત્રે અચાનક વાસનાનુ ચક્રવાત ચડ્યુ. મે કામીનીને ફોન કર્યો પણ એણે ના ઉપાડ્યો. હુ આકુળવ્યાકુળ થઇ ગયો. મનમા ઉઠતા વાસનાના રાક્ષસનુ ગળુ પકડીને, લગામ લગાવવાના બધા પ્રયત્નો સદંતર નીષ્ફળ જઇ રહ્યા હતા. એને ભૂખ હતી એ ઉના માંસના એ લોથડાની જે મારા માટે ખાલી એક સેક્સ ઓબ્જેક્ટ હતુ, બીજુ કંઇજ નહિ. એ વખતે પહેલીવાર મે એ તડપ, એ તલપ, એ વ્યગ્રતા, એ ઓબ્શેશન, એ શોતાનીયત નો અનુભવ કર્યો હતો. કદાચ એ છેલ્લી તક હતી જ્યારે હુ મારી જાતને રોકી શક્યો હોત પણ મારા મન પર રાક્ષસનુ સામ્રાજ્ય સ્થપાઇ ચૂક્યુ હતુ.
મે ખરી કોમલને ફોન કર્યો પણ એણે ના ઉપાડ્યો એટલે મે લાલાને ફોન કર્યો.
“વિષ્ણુભાઇ, આજે મને કેમ યાદ કર્યો?”
“જોઇએ છે”
“કોમલ નથી?”
“જલ્દી કોઇને મોકલી આપ”
“અરે, વિષ્ણુભાઇ, પણ”
“લાલા, ટાઇમ ના બગાડીશ, હુ હોટલ મોનાલીસા પર જઉ છુ, તુ જલ્દી મોકલી આપ અને હા સ્ટાન્ડર્ડનુ ધ્યાન રાખજે”
મે તરતજ ફોન કાપી નાખ્યો અને ઉપડ્યો હોટલ મોનાલીસા તરફ. મને જરા પણ અંદેશો નહોતો કે વાસનાથી તરબતર એ રાત મારા વધ્યા ઘટ્યા જીવનને તહસનહસ કરી નાખશે. મને ઝંખના હતી એક કાયાની જે વાસનાના રાક્ષસને શાંત પાડી શકે. મન બીજુ કંઇ પણ વિચારવા અસક્ષમ હતુ.
હુ હોટેલના રૂમમા પહોંચી ગયો. અડધો કલાક વીતી ગયો પણ કોઇ આવ્યુ નહિ. મન અશાંત હતુ. મે લાલાને ફોન કર્યો.
“હા વિષ્ણુભાઇ, પહોંચેજ છે”
થોડીવાર પછી દરવાજે ટકોરા પડ્યા. મે તરતજ દરવાજો ખોલ્યો. મારી સામે એક સુંદર કામણગારુ શરીર હતુ. સંયમ ખૂટી ગયો. મે એને અંદર ખેંચી, દરવાજો બંધ કર્યો અને તૂટી પડ્યો. એ શરીરે પણ એક મડદાની જેમ હુ જે કરતો હતો એ કરવા દીધુ. હુ સંપૂર્ણપણે રાક્ષસના સકંજામા હતો, મને જરાપણ ભાન નહોતુ. એટલામાં દરવાજા પર જોરજોરથી ટકોરા પડ્યા, થોડીવારતો મે ધ્યાન ના આપ્યુ પણ ધીરેધીરે ટકોરાની તીવ્રતા વધી. મને ચીડ ચડી. મે ગાળો પણ દીધી, કારણ કે હુ ઉત્તેજનાની અણી પર હતો, મારાથી હવે એકપણ સેકન્ડ રોકાવાય એમ નહોતુ.
ટકોરા બંધ થઇ ગયા અને જોરજોરથી ધક્કા પડવા લાગ્યા. ગાળો, બૂમો સંભળાવા લાગી.
ધડામ!!!!!!!!!!
દરવાજો ખૂલતાજ ચારપાંચ પોલીસવાળા દંડા લઇને અંદર ઘૂસ્યા. મને ખેંચીને પલંગની નીચે ફેંકી દીધો. પેલા શરીરે તરતજ ચાદર ખેંચી લીધી. એક પોલીસવાળો અંદર ધૂસ્યો, મારી તરફ જોયુ. હુ તદ્દન નગ્ન હતો. ઉત્તેજના, નશો બધુ ઉતરી ગયુ.
“કપડા પહેરાવો સાલાને”
એક પોલાસવાળાએ મારી તરફ કપડા ફેંક્યા. મે ફટાફટ કપડા પહેર્યા.
“બંન્નેને પોલીસ સ્ટેશન લઇ લો”
મને તો સમજાતુ નહોતુ કે શુ કરુ? શુ કહુ?
“સર” મે હિંમત કરીને વાત કરવાનો પ્રયત્ન કર્યો
“જે કહેવુ હોય એ પોલીસ સ્ટેશન જઇને કહેજે”
“સર, પોલીસ સ્ટેશન કેમ? રૂમની વાત રૂમમાંજ રહેવા દઇએ તો, કંઇ સેટીંગ થાય એવુ હોય તો?”
ગાલ પર જોરદાર થપ્પડ પડ્યો. પછી બીજો, ત્રીજો અને જોડે ગાળો.
“એક તો રંડીબાજી કરે છે અને પાછો ભેણ....”
અચાનક અટક્યો
“કપડા પહેરાવો સાલાને”
એક પોલાસવાળાએ મારા તરફ કપડા ચેક કરવા લાગ્યો. હુ ફફડી ઉઠ્યો કારણ કે એમા ગાંજો હતો. પરસેવા છૂટી ગયો. એણે સીગારેટનુ પેકેટ કાઢી કપડા મારી તરફ ફેંક્યો. હુ રીતસરનો ધ્રૂજતો હતો. પેલાએ પેકેટ ખોલી એક સીગારેટ કાઢી, મે આંખો બંધ કરી.
“સર, ગાંજો”
પછી તો મને કપડા પણ ના પહેરવા દીધા, લાફા અને ગાળો નો મારો ચાલુ થઇ ગયો.
“તુ તો લાંબો જઇશ”
“સર કંઇ થતુ હોય તો કરોને” હુ રડવા લાગ્યો અને હાથ જોડ્યા
“લઇ ચલો સાલાને” એણે લાત મારી
“સર, તમે કહો એટલા”
“ચૂપ થા, સર ને પૈસા ઓફર કરે છે, ખૂબ માર પડશે” કોન્સ્ટેબલ
“તમે કંઇક મદદ કરોને”
“પહેલા કપડા પહેરી લે”
“કંઇક કરોને, મારી આબરૂના ધજાગરા ઉડી જશે”
“કેસ તો થશેજ, બહાર મીડીયા હાજર છે”
“જેટલા કહેશો એટલા આપીશ”
“હુ જોઉ છુ” પેલા કોન્સ્ટેબલે જવાબ આપ્યો
મારો ફોન રણક્યો. મે રીક્વેસ્ટ કરી એટલે મને એણે ફોન આપ્યો. મમ્મીનો ફોન હતો.
“વિષ્ણુ, રવિવારે તારા પપ્પા આપે એ એડ્રેસ પર પહોંચી જજે, તારા લગ્ન નક્કિ થઇ ગયા છે”
“પરમદિવસે?”
“જો વિષ્ણુ, હવે મારે કંઇ નથી સાંભળવુ, તુ રવિવારે પહોંચી જજે”
હુ કંઇ બોલુ એ પહેલા તો ઇન્સ્પેક્ટરે ફોન ખેંચી લીધો.
“સર, પ્લીઝ, મારો ફોન”
એણે સાંભળ્યુ ના સાંભળ્યુ અને મને ઢસડીને લઇ ચાલ્યા.