Mansikta - 2 in Gujarati Short Stories by Prasil Kapadiya books and stories PDF | માનસિકતા ( ભાગ-2 )

Featured Books
Categories
Share

માનસિકતા ( ભાગ-2 )

માનસિકતા

( ભાગ -2 )

  • પ્રસિલ કાપડીયા
  • માનસિકતા ( ભાગ-૨ )

    AT PRESENT ( 2 DAYS BEFORE GOING TO NAINITAL )…

    હાર્દિક અને અપૂર્વ ની લાશ મળવાથી તેમજ ભાવિક ના અચાનક જ ગાયબ થઇ જવાથી વિવાન અને તનીષા બંને ખૂબ જ પરેશાન છે.

    વિવાન અને તનીષા નૈનીતાલ જતા પેહલા ત્યાં જરૂરી સાધન સામગ્રી ની ખરીદી કરવા જવા નું વિચારે છે. જરૂરી સામાન પેક કરવા માટે તનીષા અભરાઈ પરથી એક bag ઉતારવા માટે ટેબલ પર ચઢે છે. આ સમયે વિવાન બાથરૂમ માં નહાવા ગયો હોય છે. તનીષા ટેબલ પર ચઢી ને અભરાઈ પર bag શોધવાનો પ્રયત્ન કરે છે ત્યારે અચાનક જ કોઈ એ ટેબલ ને ધક્કો માર્યો હોય એવો તેને આભાસ થાય છે અને તે ટેબલ પરથી પડી જાય છે. તેને માથા પર નાની ઈજા થાય છે. તનીષા કશું સમજી સકે તે પેહલા એના મોં માંથી ચીસ નીકળી જાય છે. તનીષા વિવાન ને બૂમ પડે છે, પણ વિવાન નો બાથરૂમ માંથી કોઈ જવાબ મળતો નથી. તનીષા ખૂબ ઘભરાઈ જાય છે. એટલા મા વિવાન પણ બાથરૂમ માંથી ડરેલો બહાર નીકળે છે. તનીષા વિવાન ને પૂછે છે : “શું થયું ? તું પણ કેમ આટલો બધો ઘભરાયેલો છે ?” વિવાન તનીષા ને કહે છે: “ હું બાથરૂમ માં સ્નાન કરી રહ્યો હતો ત્યારે અચાનક જ કોઈ સ્ત્રી મારા શરીર પર હાથ મુકે છે અને મને kiss કરવાનો પ્રયત્ન કરે છે. અચાનક જ કોઈ સ્ત્રી ને મારા બાથરૂમ માં જોતા હું ખૂબ ડરી ગયો અને બેહોસ થઇ ગયો. પછી તારી ચીસ સાંભળીને મારી અચાનક આંખ ખુલે છે, ત્યારે કોઈ બાથરૂમ માં હતું નહિ....” વિવાન પણ તનીષા ની સાથે જે થયું તે સાંભળે છે.

    વિવાન વિચારે છે કે એ તનીષા ને પોતાની જોડે બાથરૂમ માં શું થયું તેની સાચી જાણ ક્યારેય કરે નહિ..

    તનીષા આ બધી થયેલી ઘટનાઓ ના કારણે honeymoon માટે ના પડે છે. પણ વિવાન તનીષા ને ખૂબ સમજાવે છે. અને આખરે તનીષા તૈયાર થાય છે.

    વિવાન અને તનીષા આગળ જણાવ્યા મુજબ honeymoon માટે નૈનીતાલ જવા તૈયાર થાય છે. બંને ટ્રેન દ્વારા નૈનીતાલ પહોચે છે.......

    ***********************************

    ભાવનગર થી વિવાન અને તનીષા વડોદરા સુધી ટ્રેન માં જાય છે. ત્યાર બાદ તેઓ વડોદરા થી દેહરાદૂન એક્સપ્રેસ દ્વારા દેહરાદૂન પહોંચે છે. દેહરાદૂન થી નૈનીતાલ તેઓ બસ દ્વારા પહોંચે છે. બસ માં વિવાન વિચારે છે : “ મેં સારું કર્યું કે તનીષા ને બાથરૂમ માં મારી સાથે શું થયું તેની સાચી જાણ કરી નહિ. નહિ તો તનીષા મારી જોડે honeymoon પર આવતે જ નહિ. સારું છે કે મેં તનીષા ને college સમય ના raaz ની વાત કરી નહિ. હું કોઈ પણ સંજોગો માં હવે તનીષા ને છોડી શકું તેમ નથી... ” વિવાન આવું વિચારતા વિચારતા જ સુઈ જાય છે. તનીષા પણ વિચારતી હોય છે કે એને કોણે ટેબલ પરથી ધક્કો મારેલો ??? તનીષા પણ આવું વિચારતા વિચારતા સુઈ જાય છે. ત્યાં અચાનક જ તનીષા ની આંખ ખુલી જાય છે અને વિવાન ને ઉઠાડે છે. તનીષા વિવાન ને કહે છે : “મને મારા સ્વપ્ન માં તારું મરેલું મોઢું દેખાયું. એટલે હું ખૂબ ડરી ગઈ.” વિવાન તનીષા ને શાંત કરે છે....

    **********************************

    વિવાન અને તનીષા નૈનીતાલ પહોંચે છે. ત્યાં તેઓ તેમણે બુક કરાવેલી HOTEL ANAMIKA માં પહોંચે છે. રૂમ પર પહોંચીને તનીષા વિવાન ને પોતે બસ માં જોયેલા સ્વપ્ન વિશે પૂછે છે. ત્યારે વિવાન કહે છે : “ આ બધું ભૂલી જા. જે થઈ ગયું એને હવે યાદ કરવાનો કોઈ જ ફાયદો નથી..”

    વિવાન અને તનીષા હોટેલ ની બહાર તળાવ માં boating કરવા જાય છે. તનીષા ને બાળપણ થી જ આવા નદી, તળાવ નો ફોબિયા છે. તે તળાવ નું પાણી માત્ર જોય એટલે એને એવો આભાસ થાય કે એ પાણી માં ડૂબી જશે.વિવાન ને આવા પ્રાકૃતિક સૌન્દર્યો પ્રત્યે ખૂબ જ લગાવ હોય છે.વિવાન અને તનીષા boat માં બેસે છે. તનીષા પોતાના ફોબિયા ને લીધે વિવાન ને boating ની ના પણ પડે છે. પણ વિવાન ખૂબ જીદ કરે છે અને તનીષા ને boat માં બેસાડે છે. boat માં બેસી ને વિવાન પોતાનો હાથ તળાવ ના પાણી માં નાખે છે. અચાનક જ વિવાન ને કોઈ પાણી માં ખેચી રહ્યું હોય એવો અને આભાસ થાય છે અને વિવાન તળાવ માં પડી જાય છે. તનીષા આ બધું જોઇને અને પાણી ના ફોબિયા ને કારણે બેહોસ થઈ જાય છે. boat નો driver તનીષા ને હોસ માં લાવવાનો પ્રયત્ન કરે છે. વિવાન પાણી માંથી બહાર નીકળી ને તનીષા ને રૂમ પર લઇ જાય છે. તનીષા વિવાન ને પૂછે છે કે શું થયું હતું?? તને અચાનક પાણીમાં કોણે ખેંચી લીધો????

    તનીષા વિવાન ને કહે છે: “મેં તારાથી એક હકીકત છુપાવી છે. જે હું કેહવા માંગું છું.” વિવાન પોતાની વાત શરૂ કરે છે : “ બાથરૂમ માં મને કોઈ સ્ત્રી નહિ પણ કોઈ પુરુષ kiss કરવાનો પ્રયત્ન કરી રહ્યો હતો અને એ કોઈ નહિ પણ હાર્દિક જ હતો. તને યાદ છે ને કે અપૂર્વ અને હાર્દિકે college માં એક વખત “માનસિકતા” નાટક ભજવ્યું હતું. એ નાટક માં એ બંને એ homosexual couple નો રોલ કર્યો હતો, પણ એ બંને વાસ્તવ માં gay છે. મને આ વાત ની જાણ college માં M.TECH દરમિયાન થયી હતી. મને આવી વાત એમને પૂછવાનું યોગ્ય લાગ્યું નહિ. મેં એટલે આ વાત કોઈને કહી નહિ. Ph.D દરમિયાન હાર્દિક અને અપૂર્વ પોતે કરેલા researchના પેપર publish કરવાના હતા. મને એ વાત ની જાણ હતી કે એ બંને gay છે અને જો આ વાત બધાને ખબર પડશે તો એમની ખૂબ બદનામી થશે. મને જાણ હતી કે હાર્દિક અને અપૂર્વ બંને પોતાનો ઘણો સમય અપૂર્વ ના રૂમ માં જ વિતાવે છે અને મને શંકા હતી કે એ બંને શારીરિક દુષ્કૃત્ય અપૂર્વ ના રૂમ માં જ કરે છે. એટલે મે અપૂર્વ ના રૂમ માં કેમેરો ફીટ કર્યો હતો. એ બંને પેપર publish કરવાના હતા એના બે દિવસ પેહલા મેં એ અપૂર્વ ના રૂમ માંથી કેમેરો કાઢ્યો અને ચેક કર્યો. કેમેરા માં મે એ બંને નો sex વીડીયો જોયો. એટલે મેં એમને research ના paper મને સોપી દેવાના નામે black mail કર્યા અને કહ્યું કે જો મને research paper નહિ આપસો તો હું આ વીડિયો youtube પર leak કરી દઈશ. એ બંને પાસે બીજો કોઈ ઉપાય નહોતો. એટલે એમણે મને research ના copyrights આપી દીધા અને મેં મારા નામે publish કરી દીધા. હાર્દિક અને અપૂર્વ ને એ વાત નો ડર હતો કે હું video youtube પર leak કરી દઈશ. એટલે એ બંને મારા parents ને સમજાવવા મારા ઘરે જઈ રહ્યા હતા. મને એ વાત ની જાણ થાય છે. મારી પાસે એ બંને ને મારી નાખવા સીવાય બીજો કોઈ ઉપાય નહોતો. એ બંને ને gay sex નો ખુબ શોખ હતો એટલે મે એ બંને ના ગુપ્તાંગ પણ કાપી નાખ્યા. હું ખૂબ જ ગુસ્સા માં હતો અને ગુસ્સા માં જ આ બધી ઘટના થયી ગયી. આ ઘટના ની જાણ ભાવિક ને થયી ગયી હતી. ભાવિક પોલીસ ને આ બધી ઘટના જણાવી દેવાનો હતો. એટલે મેં એને પણ મારી નાખ્યો અને એની લાશ એક કબ્રશ્તાન માં દાટી દીધી. મારી પાસે આ બધું કરવા સીવાય બીજો કોઈ ઉપાય નહોતો. જો મે ભાવિક ને મારી નાખ્યો ના હોત તો એ આ બધી ઘટના ની જાણ પોલિસ ને કરી દેત અને મારી ખૂબ બદનામી થાત...”

    તનીષા આ બધું સાંભળી ને દંગ થઇ ગયી.

    તનીષા એ વિવાન ને પૂછ્યું કે આ બધું શા માટે કર્યું? વિવાન બોલ્યો :“ મારે life માં ખુબ જ successful થવું હતું. successful થવા માટે હું life માં કોઈ પણ સાચા ખોટા રસ્તા અપનાવાવા તૈયાર હતો. એટલે મેં આ બધું કર્યું અને તું પણ એક જ સંજોગો માં મારી સાથે લગ્ન કરવા તૈયાર હતી અને એ condition એ હતી કે હું ખૂબ successful હોવ. આ બધું મેં તારા માટે જ કર્યું છે.” તનીષા ને પોતાની ભૂલ સમજાય છે. તનીષા વિવાન ને સમજાવે છે કે એ આ બધી ઘટના ની હકીકત પોલીસ ને જણાવી દે. તનીષા કહે છે કે: “ HOMOSEXUALITY IS NOT A CRIME. તે એ બંને ની homosexuality નો ગેરફાયદો ઉઠાવ્યો.. હું વિચારી પણ સકતી નથી કે તું આવું કરી સકે છે..!!! હું ભલે homosexual નથી, પણ હું HOMOSEXUALITY માં માનું છું. દરેક વ્યક્તિ ને જીવન જીવવાનો અધિકાર છે અને તે બે ખુશ રેહતા વ્યક્તિ ને મારી નાખ્યા...!!!! તારે પોલીસ સામે જુર્મ કબુલ કરવું જ પડશે...” તનીષા વિવાન ને ખૂબ સમજાવે છે અને વિવાન પોલીસ સામે પોતાનો જુર્મ કબુલ કરે છે.. વિવાન ને ત્રણ ખૂન માટે ઉમરકેદની સજા થાય છે.....

    હાર્દિક અને અપૂર્વએ આગળ જણાવ્યા પ્રમાણે કોલેજ ના સમય દરમિયાન “માનસિકતા” નાટક ભજવ્યું હતું. આ નાટક નેશનલ લેવલ પર બીજા નંબરે આવ્યું હતું. “માનસિકતા” નાટક national level પર બીજા ક્રમે આવ્યું એનો મતલબ એવો કે નાટક લોકો એ સ્વીકાર્યું.. પણ નાટક નો concept કોઈ એ follow કરવાનો પ્રયત્ન કર્યો નહિ. HOMOSEXUALITY IS NOT A CRIME. આ વાત લોકો માત્ર movies કે stories માં જ accept કરે છે. વાસ્તવ માં કોઈ અમલ કરવા માંગતું નથી. આમીર ખાન ના “સત્યમેવ જયતે” શો માં પણ homosexulaity પર આ વાત નો મુદ્દો ઉઠ્યો હતો કે જો બે couple પોતાની life માં ખુશ હોય તો પછી સમાજ આ બાબત ને કેમ સ્વીકારવા તૈયાર નથી?? અલીગઢ movie જે પણ homosexuality ની વાસ્તવિક ઘટના પર આધારિત હતી, એમાં પણ અલીગઢ ના પ્રોફેસર ને પોતાની homosexuality ની બદનામી ના કારણે suicide કરવું પડ્યું હતું. કેમ આપણો દેશ homosexuality સ્વીકારવા તૈયાર નથી???

    ખરેખર, દેશ ના લોકો ની “માનસિકતા” બદલવી જરૂર છે....

    ON 12TH DECEMBER, 2013

    INDIA’S SUPREME COURT RULED

    TO UPHOLD SECTION 377.

    HOMOSEXUALITY WAS CRIMILIZED AGAIN…..

    IS HOMOSEXUALITY REALLY A CRIME????

    તમારા વિચારો મહેરબાની કરી share કરજો...

    મને ખાતરી છે કે તમને આ વાર્તા પસંદ પડી હશે. આ વાર્તા ને reviews અને ratings આપવાનું ભૂલશો નહિ અને share કરવાનું પણ ભૂલશો નહિ. તમે પોતાના reviews મને મારા whatsapp no. 8460653664 પર આપી શકો છો.....