સાગર ઠાકર
મો. ૯૮૯૮૯૪ર૦૦૪ (લેખક પોરબંદરમાં એબીપી ન્યુઝ ચેનલનાં કોરસપોન્ડન્ટ તરીકે કાર્યરત છે)
વાર્તા વિશે : આ વાર્તા સોરઠ પ્રદેશનાં એક ગામની સત્ય ઘટના પર આધારિત છે. આ ઘટનાનાં પાત્રો હાલ ભાવનગરમાં રહે છે. તમામ પાત્ર અને ગામનાં નામો પણ બદલી નાંખવામાં આવ્યા છે. આ સત્યઘટનાને વાર્તાનું સ્વરુપ આપવા પાછળનો મુખ્ય ઉદ્દેશ આજની ભોગવાદી યુવા પેઢીને તેનાં દુષ્પરિણામો વિશે માહિતગાર કરવાની છે.“ ” ‘ ’
પ્રકરણ - ૪
રાજકોટમાં તોરલ લગ્ન પ્રસંગની વિધીઓની તૈયારી અને કામ કરાવવામાં પડી ગઈ. તે યુવાનીનાં ઉંબરે ડગ માંડતી હતી. પાછી હતી યે દેખાવડી. આથી ઘરની વડીલ મહિલાઓની નજરે તરત ચઢી ગઈ.
“સોનાભાભી, તમારી દિકરીએ તો ભારી કાઠું કાઢ્્યું છે ને કાંઈ ? એની નજર ઉતારી લેજો. એમાંય લગન ટાણે તો ખાસ. નજરમાં વસી જાય એવી છે.” તોરલની કાકીએ કહ્યું.
“તે તારી ભત્રીજીને નજરમાં રાખજેજ. હવે કાંઈ નાની નથી. મન બીજે ક્યાંક વળે એ પહેલાં હાથ પીળા કરી નાંખીએ એટલે ગંગા નાહ્યા.” તોરલની માતા સોનાબેને કહ્યું. તોરલને આ સાંભળી હૈયે ફાળ પડી. મનનો માણીગર હજુ મળ્યો, તેની સાથે મનભરીને પ્રેમ પણ ક્યાં કર્યો હતો. માત્ર શરીરસુખ માણ્યું હતું. પ્રેમની વ્યાખ્યા બરાબર સમજાય એ પહેલાં તો વાસનાએ બંને વચ્ચે સ્થાન મેળવી લીધું હતું. લગ્નમાં તોરલની કાકીની બહેનનો અમેરિકા રહેતો દિકરો જેનીલ પણ આવ્યો હતો. જેનીલ કોઈપણ યુવતીને ગમી જાય એવો છ ફૂટિયો હેન્ડસમ યુવાન હતો. તોરલની માતા સોનાબેનની નજરમાં તે વસી ગયો. તેણે પોતાની દેરાણીને દાણો દાબી પણ જોયો.
ઘરમાં નાના ભાઈ-બહેનો સાથે રમત કરતી અને સરખી ઉમરની બહેનો સાથે મજાક મસ્તી કરતી તોરલને જેનીલ પણ જોઈજ રહેતો. આમેય તે લગ્નનાં ઈરાદાથીજ આવ્યોે હતો. જોકે, તોરલની નજર પણ ક્યારેક જેનીલ તરફ જતી ખરી. પણ હૃદયમાં જે સ્પંદનો જાગવાં જોઈએ એ નહોતા જાગતાં. કદાચ બબ્બે વખત જયદેવનો સાથ માણ્યા પછી તેનું ઉછાળા મારતું હૃદય થોડું શાંત થયું હતું. મનમાં ઉઠેલી પ્રેમની ભૂખને માનો એક દિશા મળી ગઈ હતી. આથી જેનીલ પ્રત્યે તેના મનમાં કોઈ આસક્તિ નહોતી જાગતી. આમ છત્તાં માનવસહજ વિજાતીય આકર્ષર્ણને લીધે ક્યારેક તે જેનીલ સામે ત્રાંસી આંખે જોઈ લેતી. જેનીલ એક વખત તેને તાકી રહ્યો હતો એ વખતે જ તોરલનું તેની સામે જોવું તેની નજરમાં આવી ગયું હતું. આથી મનમાંને મનમાં જેનીલ ખુબજ ખુશ થતો હતો. પોતે કોઈપણ દેખાવડી કન્યાને આકર્ષી શકે એવો તો છેજ એમ તે માનતો હતો. જોકે, તોરલની આંખોનાં ઉંડાણની લિપી તે ઉકેલી શકતો હોત તો તેને ખબર પડી જાત કે તે બીજાની થઈ ચૂકી હતી. તોરલનાં કાકી જેનીલનાં માસી થતા હતા. જેમના નાના દિકરા રેનીશનાં લગ્ન લેવાયાં હતા. જ્યારે મોટા દિકરા મોહિતને ઘેર પીન્ટુ નામે એક દિકરો હતો. તોરલ પીન્ટુને રમાડતી. તેને ભાભી સોનલ સાથે સારું બનતું. સોનલ જેનીલની આંખોમાં તોરલ પ્રત્યેનું આકર્ષર્ણ પામી ગઈ હતી. પણ તોરલનાં મનમાં જેનીલ પ્રત્યે કોઈ ભાવ ન હોવાનુંયે તેની અનુભવી નજરે પારખી લીધું હતું. તોરલની માતા સોનાબેને એક વાર સોનલને કહ્યુંયે ખરું, તું એક વખત તોરલને કહે તો ખરી. જેનીલ છોકરો સારો છે. તારી પાંહે ઈ મોકળા મને વાત કરશે.
“ભલે કાકીબા.” કહી સોનલ એ વખતે તો પોતાનાં કામે વળગી ગઈ. પણ પછી કબાટ ગોઠવતી વખતે તે મદદ કરાવવા તોરલને સાથે લઈ ગઈ. પીન્ટુને તેના ખોળામાં બેસાડ્્યો. અને તેણે કબાટ ખોલતાં કહ્યું, “નણંદબા શું વાત છે પગ હવામાં ઉડે છે ?..”
“કાંઈ નથીં. એ તો બસ એમજ ભાભી.” કહી તોરલ નીચું જોઈ ગઈ.
“કાંઈ નથી તો પછી શરમ શેની ? કહે જોઉં કોણ નજરમાં આવી ગયું છે ?” સોનલે તેની આંગળીથી તોરલનો ચહેરો ઉંચો કર્યરે. તોરલની આંખો ઢળી ગઈ. તેેના મનમાં જયદેવનો ચહેરો રમવા લાગ્યો હતો.
“ભાભી..” પછી આગળ તે બોલી ન શકી. માત્ર હસી. સોનલે તેનો અર્થ પોતાની મેળે કાઢ્્યો. જીેનીલ જેવો હેન્ડસમ અને ગ્્રીનકાર્ડ ધરાવતો છોકરો હોય પછી કોઈ છોકરી ના પાડેજ નહીં. જાનમાં જતી વખતે આને બસમાં જેનીલ પાસે બેસાડી દઈશ એમ તેણે મનોમન નક્કી કર્યર્ુર્ં. પછી તે બીજા કામમાં પરોવાઈ ગઈ.
ઘરમાં ચાલતી રાંદલ તેડવાં, ગ્્રહશાંતિ, પીઠી ચોળવી જેવી વિધીઓેમાં તોરલ એવી સરસ રીતે તૈયાર થતી કે, જેનીલ તેને તાકીજ રહેતો. દાંડિયા રાસમાં પણ અસ્સલ ગામઠી ચણિયા ચોળીમાં તો તે ગામડાની ગોરીની માફક ગરબે ઘૂમતી હતી. તેમાં અનાયાસેજ પંચીયા રાસમાં તેની જેનીલ સાથે જોડી બની ગઈ. સોનાબેન તો આજ ઈચ્છતા હતા. ઘરની મહિલાઓ પણ મોઘમમાં આ સંબંધ પાછળ સોનાબેનની ઈચ્છા હોવાનું સમજી ચૂકી હતી. જેનીલ તો મનોમન તેને ભાવિ પત્ની તરીકે જ જોતો થઈ ગયો હતો. પણ તોરલનું મન કોઈ કળી નહોતું શકતું. જોકે, તેને એ વાતની ખબર હતી કે, પોતાની માતા જેનીલને જમાઈ બનાવવા માંગતા હતા.
જાન જતી હતી ત્યારે સોનલે યુક્તિપૂર્વક તોરલ અને જેનીલ એકજ સીટ પર બેસે એવો તખ્તો ઘડી કાઢ્્યો હતો. જેનીલ બેઠો હતો એ સીટ છોડીને બાકીની બધી સીટોમાં બીજા લોકોને બેસાડી દીધા. પતિને મોહિતને પોતાનો ઈરાદો પણ સમજાવી દીધો.
“તમારે આ સીટ પર બેસવાનું છે જેનીલભાઈ.” તોરલે તેને એક જગ્યાએ બેસાડી દીધો. બસમાં વડીલો આગળની તરફ હતા. જ્યારે જુવાનિયાં પાછળની સીટોમાં બેસે એવૃં નક્કી થયું હતું. જેનીલ ગોઠવાયો. તોરલ પોતાની બાજુમાં બેસે તો સફર સુધરી જાય. માત્ર આ સફરજ શું કામ ? જો તોરલ પોતાની પત્ની બને તો આખી જીવન સફર સુધરી જાય. એમ તે મનોમન બબડ્્યો. એ માટે તે મનોમન ભગવાનને પ્રાર્થના કરતો આંખો મીંચીને બેઠો હતો. સોનલની યોજનાથી તે અજાણ હતો. જેનીલ અને તોરલને એકાએક સાથે બેસવાનું થાય તો જ તેમની ખરી પ્રકૃતિની એકબીજાને ખબર પડે. આથીજ તેણે બંનેને આ વાતની જાણ નહોતી કરી. વળી બસ ઉપડવાની હતી એ વખતે તેણે યુક્તિપૂર્વક તોરલને પણ બીજા કામમાં રોકી લીધી આથી તે પહેલાં ચઢીને બીજી જગ્યા ન શોધી લે. તોરલ સૌથી છેલ્લે બસમાં ચઢી. એ વખતે ફક્ત જેનીલ પાસેની સીટ ખાલી હતી. તેણે પોતાનાથી નાની કાકાની દિકરી નેહાને કહ્યું, “તું અહીં આવતી રહે ને ?”
“કાં ? શું કામ હું ત્યાં બેસું ? ટાઈમસર આવી જવાયને..” બટકબોલી નેહા બોલી. એટલામાં સોનલે બાજી સંભાળી લીધી. આ બધો તાલ જેનીલ જોતો હતો. અને મનોમન નેહા પોતાની જગ્યાએથી ઉભી ન થાય એમ ઈચ્છતો હતો.
“નેહા ભલે ત્યાં બેસતી તેને પિન્ટુને સાચવવા આપ્યો છે. કાંઈ વાંધો નહીં તું જેનીલભાઈ પાસે બેસી જા.” બહુજ સ્વાભાવિક રીતે તે બોલી. તોરલે કમને જેનીલ પાસે બેસવું પડ્્યું. લેમન કલરના સ્લીવલેસ ડ્્રેસમાં તોરલ મોડેલ જેવી લાગતી હતી. તો જેનીલ પણ બ્્રાન્ડેડ જીન્સ ટીશર્ટમાં ડેશીંગ લાગતો હતો.
“પ્લીઝ તમે અંદર બેસી જાવ.” કહી જેનીલે કર્ટસી બતાવી. તે તુરંત સીટની બહારની તરફ ખસી ગયો. તોરલ કમને બારી પાસે ગોઠવાઈ. બેસતી વખતે તોરલનાં હોઠ સ્હેજ વંકાયા. સતત તેની સામે તાકી રહેલો જેનીલ તેની આ અદા પર ઓવારી ગયો.
“ઈન્ડિયા એટલે ઈન્ડિયા. આના જેવી મજા બીજે ક્યાંય નહી.” થોડીવાર સુધી મુંગા બેઠા રહ્યા બાદ જેનીલે વાત શરૂરૂ કરી. તોરલ તેની સામે જોઈ માત્ર મલકી. તે મનોમન જયદેવ અને જેનીલની સરખામણી કરતી હતી. જેનીલ વાને ઉજળો હતો. તો જયદેવ સ્હેજ ઘઉંવર્ણરે ખરો. પણ મજબૂત અને કસાયેલું શરીર ધરાવતો હતો. જાણે કોઈ રોમન યોદ્ધાનીજ પ્રતિકૃતિ જોઈ લો. તેને જોતાંજ તોરલનાં મનના તાર રણઝણી ઉઠતા. જયદેવ પાસે બેઠો હોય એ વખતે તોરલ પોતાનાં મન પરનો કાબૂ ગુમાવી બેસતી. તેની સામે જેનીલ હેન્ડસમ જરૂર હતો. પણ તેની સોબત હજુ વિહ્વળ કરી મૂકે એવી નહોતી લાગતી. અડધી કલાકથી બંને બાજુબાજુમાં બેઠા હતા. તેમાં અનેક વખત બંનેનાં શરીરો એકબીજાને અડતાં રહ્યાં હતા. તોરલનો સ્પર્શ જેનીલને બેચેન કરી મૂકતો હતો. જ્યારે તોરલને તેની કોઈ જ અસર થતી નહોતી. તે મનોમન જેનીલ અને જયદેવની પર્સનાલિટીની સાથે બંનેના સ્પર્શને પણ સરખાવતી જતી હતી. જેનીલ પોતાને પ્રેમ કરે છે અને પોતાની કેર પણ કરે છે એ વાત તેણે નોેંધી હતી. જો તેણે જયદેવ સાથે શરીર સુખન માણ્યું હોત તો ચોક્કસપણે જેનીલને દિલ દઈ બેઠી હોત. પોતાના મનની વાત સોનલ મારફત વડીલોને પહોેંચાડી પણ દેત. પણ હવે તેના મન પર પ્રેમની ઉર્મર્ીઓની સાથે વાસનાનાં આવેગનો અનુભવ પણ સવાર થઈ ગયો હતો. જેનીલ પોતાના સમાજનો છે. જ્યારે જયદેવ પરનાતનો. લગ્નમાં આ વાત બહુ મહત્વની છે એ વાત પણ તે જાણતી હતી. આથી જેનીલ સાથેનું લગ્નજીવન વધુ સુખમય નિવડવાની શક્યતાઓ વધુ હતી એમ તેની બુદ્ધિ કહેતી હતી. પરંતુ તેનું હૃદય જયદેવ તરફ ખેંચાતું હતું. પોતાનું જયદેવ તરફનું આ ખેેંચાણ પ્રેમ છે કે વાસના ? એ તે સમજી શકતી નહોતી. કાંઈ નહીં અત્યારે ક્યાં એવો નિર્ણય કરવાનો છે. અને હજી તો પોતાનાં લગ્નની વાતેય ક્યાં સત્તાવાર રીતે શરૂરૂ થઈ છે. પછી જોયું જશે. એમ વિચારી તેણે સરખામણીનાં વિચારો ખંખેરી નાંખ્યા. અને જેનીલ સાથે અમેરિકાની વાતો કરવા લાગી. સફરનો રસ્તો ક્યાં કપાઈ ગયો એનો બેમાંથી એકેયને ખ્યાલ ન રહ્યો. રેનીશનાં લગ્ન વખતે બંનેએ વરનાં બુટ કોઈ ચોરી ન જાય એનું બખૂબી ધ્યાન રાખ્યું. બંને વચ્ચે વાતચીતનો સેતુ બંધાઈ ગયો. જેનીલ આને પોતાની રીતે પોઝીટીવ માનતો હતો. જ્યારે તોરલ કોઈપણ બાબતમાં ખેેંચાણ અનુભવાય છે કે નહીં તેનો તાગ કાઢતી હતી. બંનેને ખુલીને વાતો કરતાં જોઈ સોનાબેન પણ મનોમન ખુશી અનુભવતા હતા. તો તોરલની કાકી પણ ખુશ હતી. સગી ભત્રીજી જ સગી બહેનની વહુ બનીને જાય તો એનાથી રુડું શું હોઈ શકે ?
બીજી તરફ જેનીલ મનોમન વિચારતો હતો. અત્યારે તો સારો રીસ્પોન્સ છે. ઘરમાં બધા વાત ચલાવવાનાંજ છે. હવે તે પણ ખુલી ગઈ છે. તો એક વખત પ્રપોઝ કરી જોઉં ? તે પોતાની જાતને પૂછી રહ્યો. બસમાં પણ બેએક વખત તેણે આ માટે હોઠ ખોલ્યા પણ ખરા. પણ મોઢામાંથી શબ્દો નહોતા નિકળતા. જીંદગીમાં ક્યારેય કોઈ છોકરીને પ્રપોઝ નહોતી કરી. કોલેજમાં પણ બસ તે કેરીયર બનાવવાની દોડમાં પ્રેમનાં મામલે પાછળ રહી ગયો હતો. આથી હિંમત નહોતી ચાલતી. એક તરફ લગ્ન ચાલતાં હતા. એક સાઈડે બનાવેલા સ્ટેજ પર સીંગર ફટાણાં ગાતી હતી. રેનીશનાં બુટ બંનેએ સાચવ્યા હતા. એટલે હજુ એકબીજાની સાથેજ હતા. સોનલ અને સોનાબેને પણ બંનેને સાથે રહેવા દેવાનાં ઈરાદાથી તોરલને એકેય કામ નહોતું સોેંપ્યું.
“શું તમે ભવિષ્યમાં અમેરિકા આવવાનું પસંદ કરો ?” જેનીલે આખરે હિંમત કરીને પૂછીજ નાંખ્યું.
તોરલને મનમાં ડર હતો એજ વાત અત્યારે તેની સામે આવી ગઈ. જેનીલનાં સવાલનો મર્મ તે બરાબર સમજતી હતી. આથી જવાબ વિચારવા તે નીચું જોઈ ગઈ.
“ઓકે. આપણે એકબીજાનાં ફ્રેન્ડ બની શકીએ ?” જેનીલ ખુદ સવાલ કર્યર પછી ડરી ગયો હતો. તોરલે જવાબ આપવામાં વાર લગાડી એટલે તેણે તુરંત વાત સુધારવાનો પ્રયાસ કર્યરે. તોરલે તેની સામે જોઈને ફક્ત ડોકું ધૂણાવીને હા કહી. અને બંને હાથ મિલાવતા હસી પડ્્યા.
“થેેંક ગોડ” જેનીલ મનોમન બોલ્યો. આમેય રુપાળી છોકરીઓ સાથે પહેલી વખત વાત કરતાં કોઈપણ છોકરો અચકાય ખરો. અને એક વખત વાતચીત શરુ થયા પછી તે ખુશ પણ થતો હોય છે. લન્ચ વખતે પણ બંને ફ્રેન્ડની વર્ત્યર. તોરલ ગામડામાં રહેતી હતી. પણ કોલેજ અને કાકાને ત્યાં રાજકોટ આવનજાવન રહેતી હોવાથી તે શહેરની રીતભાત શીખી હતી.
લગ્નમાંથી પરત આવ્યા અને બીજાજ દિવસે તોરલને પાછા મંગલપુર જવાનું હતું. જયદેવથી દૂર રહી એટલા દિવસો તેને યાદ આવતી. પણ તેના વિચારોમાં ખોવાયેલી નહોતી રહી. હા, જેનીલ સાથે બસમાં હતી એટલો વખત સતત સરખામણી કરી હતી. પણ પાછા જવાનાં દિવસે તે ખુબજ ખુશ હતી. તે સવારે અગાશીમાં કપડાં સૂકવી રહી હતી ત્યારે જેનીલ તેની પાસે આવ્યો.
“જેનીલ મારે એક વાત કહેવી છે. પ્લીઝ તમે માનશો ?” તોરલે સવાલ કર્યરે.
“હા બોલને..” જેનીલે કહ્યું. બંને વચ્ચે હવે એકબીજાને તુંકારે બોલાવવા જેટલી ફ્રેન્ડશીપ શરુ થઈ ચૂકી હતી.
“જુઓ, મને ખબર છે તમે મને ખુબજ પસંદ કરો છો. પણ પ્લીઝ તમે બીજી છોકરી શોધી લેજો. મને ખબર છે તમે મેરેજ માટે ઈન્ડિયા આવ્યા છો.” તોરલ એકીશ્વાસે બોલી ગઈ.
“બટ વ્હાય ? તું મને ખુબજ પસંદ છો તોરલ. મારી પહેલી પસંદ.” જેનીલ હેબતાઈ ગયો.
“પ્લીઝ જેનીલ મને માફ કરી દેજો. તમે ખુબજ સારા માણસ છો. કોઈપણને ગમી જાવ એવા. પણ હું બીજાને દિલ દઈ બેઠી છું. મને લાગે છે હું તેના વિના નહીં રહી શકું. તમે મારી મજબૂરી સમજી શકો છો ?” તોરલ રીતસરની રડી પડી.
“અરે, તેમાં તું રડે છે શા માટે ? આખરે વી આર ફ્રેન્ડઝ. અને આ માટે હજુ સત્તાવાર વાત પણ ક્યાં શરુ થઈ છે ? આઈ નો, તું મને સીધી ના નહીં પાડી શકે. તેને બદલે હું જ બીજી છોકરી શોધી લઈશ ઓકે ? નાઉ ચીલ.” કહી તેણે પોતાની આંગળી વડે તોરલનાં આંસુ લૂછી નાંખ્યા. પછી તે ત્યાંથી ચાલ્યો ગયો. તોરલ હજુ મનોમન કશ્મકશ અનુભવી રહી હતી. પતિ તરીકે કોણ સારો ? જયદેવ કે જેનીલ ? બુદ્ધિ હજુયે જેનીલની તરફ પલ્લું નમાવતી હતી. છેક મંગલપુર આવી ત્યાં સુધી તેની એજ હાલત રહી.
બીજા દિવસે તે નક્કી કરેલા સ્થળે સવારે પહોેંચી. જયદેવ તેની રાહજ જોતો હતો. બંને સજ્જડ રીતે વળગી પડ્્યાં. જયદેવનો સ્પર્શ થતાંજ તોરલની વાસના જાગી ઉઠી.
(ક્રમશઃ)