Parmanand Ni Diary in Gujarati Drama by Yashvant Thakkar books and stories PDF | પરમાનંદની ડાયરી

Featured Books
  • तिलिस्मी कमल - भाग 22

    इस भाग को समझने के लिए इसके पहले से प्रकाशित सभी भाग अवश्य प...

  • आई कैन सी यू - 20

    अब तक कहानी में हम ने पढ़ा की दुलाल ने लूसी को अपने बारे में...

  • रूहानियत - भाग 4

    Chapter -4पहली मुलाकात#Scene_1 #Next_Day.... एक कॉन्सर्ट हॉल...

  • Devils Passionate Love - 10

    आयान के गाड़ी में,आयान गाड़ी चलाते हुए बस गाड़ी के रियर व्यू...

  • हीर रांझा - 4

    दिन में तीसरे पहर जब सूरज पश्चिम दिशा में ढ़लने के लिए चल पड...

Categories
Share

પરમાનંદની ડાયરી

નાટક :

“પરમાનંદની ડાયરી”

લેખકઃ યશવંત ઠક્કર


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as NicheTech / MatruBharti.

MatruBharti / NicheTech has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

NicheTech / MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.

પાત્રો :

•નવનીતલાલ : પતિ

•માલતી : પત્ની

•પરમાનંદ : મહેમાન

કથા :

પરમાનંદ પાસે મહેમાનગતિ માણવાની કળા છે. જેને ત્યાં એ મહેમાન બને એની ગરજનો ગેરલાભ લેવાની એની આદત છે. એ નવનીતલાલ અને માલતીબહેનની ગરજનો ગેરલાભ લઈને એમને ત્યાં મહેમાનગતિ માણે છે જેનું પરિણામ કેવું આવે છે એ આ નાનકડા નાટકમાં હળવાશથી દર્શાવ્યું છે. તો માણો નાનકડું નાટક ‘પરમાનંદની ડાયરી.’

વાચકોને ખાસ વિનંતી કે નાટક વાંચ્યા પછી આપના અભિપ્રાયો ખુલ્લા મનથી આપો.

યશવંત ઠક્કરના જય જય ગરવી ગુજરાત

“પરમાનંદની ડાયરી”

ચદૃશ્યઃ૧ૃ

ચમંચ પર નવનીતલાલ અને માલતી નજરે પડે છે. રિક્ષાનો અવાજ આવે છે.ૃ

માલતી : કહું છું કે રિક્ષા આવી લાગે છે.

નવનીતલાલ : રિક્ષા તો આવે ને જાય એમાં નવું શું છે?

માલતી : અરે પણ! આપણા ઘર પાસે જ ઊંભી લાગે છે.

નવનીતલાલ : તો ભલે ને ઊંભી.

માલતી : ને રિક્ષામાં કોઈ મહેમાન આવ્યું હશે તો?

નવનીતલાલ : તો ભલે આવે. મહેમાન વળી ક્યાંથી!

માલતી : અહાહા! ચચાળા પાડીનેૃ મહેમાન વળી ક્યાંથી! તો પછી મહેમાનથી રક્ષણ મેળવવાના ઈરાદાથી ગુરૂવારના એકટાણાં કોણ હું કરૂં છું કે તમે?

નવનીતલાલ : એ તો એવા મહેમાન માટે કે જેને મહેમાન નહીં પણ મુસીબત કહેવાય. એવા મહેમાન વહેલા વિદાય લે એ માટે તું માતાજીનો દીવો ક્યાં નથી માનતી.

માલતી : ધીમે બોલો. આવનાર સાંભળી જશે તો ફજેતો આપણો થશે. આમ, ઓડાની જેમ ઊંભા છો શું? બારીમાંથી જરા નજર તો કરો કે કોની પધરામણી થઈ છે.

નવનીતલાલ : ચઊંભા થતાૃં હે દીનાનાથ, રક્ષા કરજે. જો મહેમાન અમારે ત્યાં નહીં હોય તો આવતા ગુરૂવારે નકોરડો ઉપવાસ કરીશ. ચબારણા તરફ જઈને બહાર નજર કરે અને ઝડપથી માલતી પાસે આવેૃ આક્રમણ!

માલતી : કોનું?

નવનીતલાલ : તારા ફોઈના દીકરાનું. મુંબઈવાળા પરમાનંદનું.

માલતી : હાય હાય! એને તો મલાઈ વગરનું દૂધ તો ભાવતું જ નથી.

નવનીતલાલ : અને ખીચડીનો એકેએક કોળિયો ઘીમાં બોળવા જોઈશે.

માલતી : ને નાસ્તામાં રોજ ગરમાગરમ થેપલાની ફરમાઈશ કરશે.

નવનીતલાલ : રોજ સાંજે ફળાહાર ફરજિયાત. આ બધું જ ડૉક્ટરની સલાહના નામે.

ચડોરબેલ વાગવાનો અવાજ આવેૃ

નવનીતલાલ : સાવધાન! એ દરવાજા સુધી આવી પહોંચ્યો છે. જા દરવાજો ખોલ અને હસતા મોઢે સ્વાગત કર. ઘર લઈને બેઠાં છીએ તો મહેમાન તો આવેય ખરા. શું કામ આટલી બધી દુઃખી થઈ જાય છે? મુસીબતનો સામનો કરતા શીખ.

માલતી : પણ આ મુસીબત નથી. મહામુસીબત છે.

ચફરીથી ડોરબેલનો અવાજ આવે અને પરમાનંદની બૂમ સંભળાયૃ

પરમાનંદ : અરે ઘરમાં કોઈનું અસ્તિત્વ છે કે નહીં?

નવનીતલાલ : ચસ્વગતૃ અસ્તિત્વ તો છે પણ જોખમમાં છે.

માલતી : ચદરવાજા તરફ જતાૃં એ ખોલું છું. ચમંચ પરથી અદૃશ્ય થાય અને ...ૃ ઓહોહો! પરમાનંદભાઈ! આવો ભાઈ આવો. જય શ્રીકૃષ્ણ.

નવનીતલાલ : ચદરવાજા તરફ નજર જોતાૃં એ આવો પરમાનંદભાઈ, પધારો પધારો.

પરમાનંદ : ચપ્રવેશ કરીનેૃ એ આવું એ પહેલાં મને પચાસ રૂપિયા આપો. રિક્ષાવાળાને આપવા છે. મારી પાસે પાંચસોની નોટ છે.

નવનીતલાલ : અરે! એમાં શું છે? હું ચૂકવી દઉં છું. તમે અંદર આવો. બેસો.

ચ નવનીતલાલ રિક્ષાના પૈસા ચૂકવવા જાય, માલતી અંદર આવીને પાણી લેવા જાય.ૃ

પરમાનંદ : ચબેગ નીચે મૂકે. અને સોફા પર બેસે. બૂમ પાડીને...ૃ ઓ નવનીતલાલ, જરા મારો સામાન પણ લેતા આવજો.

ચમાલતી પાણીનો ગ્લાસ લઈને આવે. નવનીતલાલ પાણી પીવે અને ખાલી ગ્લાસ માલતીને આપતાં...ૃ

નવનીતલાલ : અરે! માલતી, તારી રૂપા કેમ દેખાતી નથી?

માલતી : એ તો વાનગી કલાસમાં ગઈ છે.

પરમાનંદ : એની સગાઈ કરી કે બાકી છે?

માલતી : બાકી છે. શોધીએ છીએ પણ જોઈએ એવું ઠેકાણું મળતું નથી.

પરમાનંદ : ચિંતા ન કરશો માલતીબેન. હું તારી રૂપાનું ઠેકાણું બતાવવા માટે જ ખાસ આવ્યો છું. બાકી, સમયની બહુ મારામારી છે.

ચનવનીતલાલ ભારે બિસ્તરો લઈને આવે. હાંફતા હાંફતા ખુરશી પર બેસે.ૃ

નવનીતલાલ : પરમાનંદભાઈ, તમારો બિસ્તરો બહુ વજનદાર છે હોં.

પરમાનંદ : હોય જ ને. તમે જાણો છો ને કે હું ઘેરથી કુટુંબજાત્રાએ નીકળું એટલે બે મહિને પાછો ફરૂં. મુસાફરી દરમ્યાન ઓઢવા પાથરવાનું વ્યવસ્થિત ન હોય તો મને મજા ન આવે.

માલતી : પરમાનંદભાઈ, ચા પીવી છે ને?

પરમાનંદ : પીવાની જ હોય ને. મસાલાવાળી સરસ ચા બનાવજે હોં. રસ્તામાં સાલી ક્યાંય સારી ચા નથી મળી. પણ તું દૂધનો લોભ ન કરતી હોં.

માલતી : ચહસીનેૃ તમે હો ત્યાં લોભ ચાલે જ નહિને.

પરમાનંદ : લોભ કરવાનો જ ન હોય. દુનિયામાંથી શું લઈને જવાનું છે? ખોટી વાત છે નવનીતલાલ?

નવનીતલાલ : સો ટકા સાચી વાત. ચસ્વાગતૃ અમારે નથી લઈ જવાનું તો તારે લઈ જવાનું છે? વર્ષોથી પાંચસોની નોટ લઈને ફરે છે. ક્યારેક તો છૂટી કર.

પરમાનંદ : ચા પીતાં પહેલાં હું ગરમ પાણીથી સ્નાન કરી લઉં તો કેવું?

માલતી : હું તમારા માટે પહેલાં ગરમ પાણી તૈયાર કરૂં છું. પછી ચા મૂકી દઉં.

પરમાનંદ : માલતી, ચા સાથે ગરમ ગરમ થેપલાં હશે તો ઠીક રહેશે. અરે હા, મને નહાવા માટે લીમડાનો સાબુ જ માફક આવે છે એ ખબર છેને?

માલતી : ચનવનીતલાલનેૃ હું પાણી ગરમ કરૂં છું. તમે લીમડાનો સાબુ લઈ આવો.

પરમાનંદ : ભલે બીજું કાંઈ.

પરમાનંદ : બીજું માથામાં નાખવા માટે ભૃંગરાજ તેલ લેતા આવજો. મને એ સિવાયના બીજાં તેલની એલર્જી છે.

નવનીતલાલ : ચઢીલા અવાજેૃ ભલે.

પરમાનંદ : અને ઘરમાં વિક્સ ન હોય તો લેતા આવજો. મને રાત્રે સુતી વખતે જોઈશે.

નવનીતલાલ : ભલે. ચઝડપથી ભાગવા જાય પણ...ૃ

પરમાનંદ : અરે હા, જાવ જ છો તો પેલા શ્રીજી મીઠાઈવાળાને ત્યાંથી થોડા રસગુલ્લા લેતા આવજો. સરસ બનાવે છે નહીં?

નવનીતલાલ : ચહાથ જોડીનેૃ એ ભલે.

ચનવનીતલાલ ઝડપથી બહાર નીકળે. માલતી રસોડામાં જાય. પરમાનંદ એકલા પડે.ૃ

પરમાનંદ : ચસ્વગતૃ મહેમનગતિ કેમ ભોગવાય એ શીખવું હોય એણે આ પરમાનંદ પાસેથી પાસેથી શીખવું પડે. હું ઘી વગરનો ખોરાક ખાતો નથી. અને ઘી સીધી આંગળીએ ન નીકળતું હોય તો ટેઢી કરતા મને જેવું આવડે છે એવું કોઈને ન આવડે. ચગાયૃ આજનો લહાવો લીજીયે રે કાલ કોણે દીઠી છે... ફૂલની છે ગાદી ને ફૂલના છે તકિયા, ફૂલના બિછાના બીછાવીએ રે કાલ કોણે દીઠી છે.

ચપરમાનંદ નાચતાં નાચતાં ગીત ગાતા હોય એ દરમ્યાન દૃશ્ય પૂરૂં થાય.ૃ

ચદૃશ્યઃ ૨ૃ

ચનવનીતલાલ અને માલતી ઘરમાં બેઠાં હોય. બાથરૂમમાં નાહી રહેલા પરમાનંદનો ગાવાનો અવાજ સાંભળતાં હોય. પરમાનંદનો અવાજ..ૃ

શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવાય... શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવાય... શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવાય...

નવનીતલાલ : એક નંબરનો પાખંડી. સાલાએ પગ મૂકતાંની સાથે જ રિક્ષાના પૈસા માંગ્યા. હું મજૂર હોઉં એમ મારી પાસે વજનદાર સામાન ઊંંચકાવ્યો. મસાલાવાળી ચા અને ગરમાગરમ થેપલાં! સાબુ તો વાળી લીમડાનો જ. શ્રીજીના રસગુલ્લા! રાત્રે સુતી વખતે વિક્સ! આવતાંની સાથે જ ગુણધર્મો પ્રગટ કરવા માંડયો. જોને કેવો નહાય છે! પાણીની આખી ટાંકી ખાલી કરી નાંખશે.

માલતી : અઠવાડિયું રોકાશે તો ખંડ, અનાજ, તેલ બધું જ ખાલી કરી નાંખશે.

નવનીતલાલ : અઠવાડિયું રોકાશે?

માલતી : હું એને ઓળખું છું ત્યાં સુધી એ કોઈને ત્યાં અઠવાડિયાથી ઓછું રોકાતો નથી. પણ એવું કહેતો હતો કે, સમયની બહુ મારામારી છે. રૂપા માટે ઠેકાણું બતાવવા માટે જ ખાસ આવ્યો છું.

નવનીતલાલ : એમ? તો તો સાલાને સાચવવો પડશે.

માલતી : મને તો એની વાતમાં દમ હોય એવું લાગતું નથી.

નવનીતલાલ : એવું માની ન લેવાય. મને ખબર છે. એની પાસે એક મહત્ત્વની ડાયરી છે.

માલતી : ડાયરી?

નવનીતલાલ :ડાયરી એવી છે કે એમાં આપણી નાતના પરણાવવા લાયક છોકરા છોકરીઓની બધી માહિતી હોય છે. નામ, સરનામું, રૂપ, રંગ, ઊંંચાઈ, જાડાઈ જેવી બધી વિગતો! દેશનાં જ નહીં પણ વિદેશનાં ઠેકાણાં પણ ખરાં.

માલતી : તો તો પછી એ ડાયરી જ ચોરી લેવી જોઈએ.

નવનીતલાલ : પરમાનંદ એ ડાયરી કોઈના હાથમાં આવવા જ નથી દેતો. કિંમતી ઘરેણાની જેમ સાચવીને રાખે છે. એ ડાયરીના લીધે તો લોકો એને સાચવે છે. પણ જોજે હો, હવે મોઢું ન બગાડતી. આપણે એની પાસેથી રૂપા માટે ઠેકાણું જાણવું છે.

માલતી : એટલે તો હુંય બધું સહન કરૂં છું. ઢગલો એક થેપલાં તૈયાર કર્યાં છે. બેચાર થેપલાં તો એને કોઈ હિસાબમાં જ નહીં.

નવનીતલાલ : એની પાસે ક્યારેય છૂટા પૈસા હોતા જ નથી. પાંચસોની જ નોટ હોય છે. એટલે રિક્ષાભાડું તો એ જેને ત્યાં ખાબક્યો હોય એને ભાગે જ આવે છે.

માલતી : રિક્ષાની ક્યાં વાત કરો છો? એણે મારા બાપુજી હારે જયારે જયારે બસમાં કે ગાડીમાં મુસાફરી કરી છે ત્યારે ત્યારે મારા બાપુજીના ખર્ચે જ કરી છે. એને એવું આવડે છે. આપણાથી એવું ન થાય.

નવનીતલાલ : એકવાર મને હવેલીએ દર્શન કરવા લઈ ગયો. ત્યાં મારી પાસેથી સો રૂપિયા લઈને ભેટ ધરી અને બદલામાં જે પ્રસાદ આવ્યો એમાંથી મને જરીક આપ્યો અને બાકીનો પોતે ખાઈ ગયો.

માલતી : મંદિરમાં તો જેણે પૈસા દીધા હોય એને જ પૂણ્‌ય મળે.

નવનીતલાલ : પણ પ્રસાદ પણ મળવો જોઈ કે નહીં?

માલતી : ક્યાંય પોતે પૈસા કાઢવા નહીં. બધી વાતમાં પારકા પૈસે દિવાળી.

નવનીતલાલ : દિવાળી જ નહીં, બધા તહેવાર પારકા પૈસે કરે એવો છે.

માલતી : તહેવાર જ નહીં, વહેવાર પણ બીજા પાસેથી ઉછીના પૈસા લઈને કરે એની શી વાત કરવી? એક પ્રસંગમાં મારા બાપુજીએ બિચારાએ એકાવન રૂપિયા ચાંદલો લખાવ્યો. પણ એણે સો રૂપિયાનો ચાંદલો કર્યો.

નવનીતલાલ : એ સો રૂપિયા તારા બાપુજી પાસેથી જ લીધા હશે.

માલતી : એ તો એમ જ હોયને!

ચપરમાનંદ ગાતો ગાતો મંચ પર પ્રવેશ કરેૃ

પરમાનંદ : શેરી વળાવી સજ્જ કરૂં, તમે આવોને

આંગણિયે પથરાવું ફૂલ, વાલમ ઘરે આવોને...

ભોજન દેશું લાપશી, ઘરે આવોને

દેશું દેશું સાકરિયો કંસાર, મારે ઘરે આવોને....

અરે માલતી, લાપશીના જમાના તો ગયા. થેપલાંનું શું થયું?

માલતી : ચા થેપલાં બધું જ તૈયાર છે.

પરમાનંદ : તો પછી લાવો. ધરમના કામમાં ઢીલ કેવી? શું કહો છો નવનીતલાલ?

ચમાલતી થેપલાં લેવા જાય.ૃ અરે! નવનીતલાલ, તમે લોકોએ રૂપા માટે હજી ઠેકાણું નથી શોધ્યું ભલા માણસ!

નવનીતલાલ : શોધીએ તો છીએ પણ જોઈએ એવું મળતું નથી.

પરમાનંદ : એનું કારણ છે કે તમે વ્યવહારમાં બહુ કાચા છો. ઘરની બહાર નીકળ્યા જ નથી. સંબંધો વધાર્યા નથી. એટેલે હવે તકલીફ પડે છે. મારી જેમ હરતાફરતા રહ્યા હોત તો વાંધો ન આવત. મેં મારી બે દીકરીઓને ઠેકાણે પાડી પણ એં, આમ ચપટી વગાડતા હોઈ એમ. ને મારો યોગેશ તો હજી નાનો છે તો પણ એના માટે ઉપરાઉપરી ઠેકાણાં આવે છે! તમે ખરેખર ઘરકૂકડા છો.

નવનીતલાલ : શું કરૂં? ધંધો છોડીને બહાર નીકળાતું જ નથી.

પરમાનંદ : ધંધો તો આખી જિંદગી કરવાનો છે પણ વ્યવહારમાં તો રહેવું જોઈએને?

નવનીતલાલ : તમારા ધ્યાનમાં કોઈ સારૂં ઠેકાણું હોય તો બતાવો.

પરમાનંદ : ચહસીનેૃ ન કેમ હોય? ઠેકાણું આપવા માટે તો ખાસ આવ્યો છું. લો આ કાગળ. આમાં એક મુરતિયા વિષે બધી વિગત છે. રાજકોટમાં રહે છે. કમિશનનો મોટા પાયા પર ધંધો છે. સુખી પરિવાર છે. છોકરી સુખી થશે.

નવનીતલાલ : એમ? તો તો આજે જ રાજકોટ મારા મામાને ફોન કરીને વાત ચલાવું.

પરમાનંદ : ભલા માણસ. આવાં કામ ફોનથી ન થાય. ટાઈમ કાઢીને રૂબરૂ પહોંચી જવાય.

નવનીતલાલ : ભલે. એવું કરીશ.

પરમાનંદ . : પણ પછી ઢીલ ન કરતા હો.

નવનીતલાલ : નહીં કરૂં. હવે ઢીલ નથી કરવી.

પરમાનંદ : અરે હા! તમે ફોનની વાત કરી તો મને યાદ આવ્યું કે મારે જૂનાગઢ મારા મોટાભાઈને ત્યાં વાત કરવાની છે. મારી બા બીમાર છે. જરા ફોન કરીને તબિયતના સમાચાર પૂછી જોઉં. તબિયત સારી હોય તો નિરાંતે જાઉં. બરાબરને?

નવનીતલાલ : બરાબર. આ અ રહ્યો આપણો ફોન. લગાડો. લગાડવા માટે તો છે.

ચપરમાનંદ ફોન ખોળામાં લઈને લગાડતા હોય અને નવનીતલાલ દૂર જઈને...ૃ

નવનીતલાલ : ચસ્વાગતૃ હવે આ માણસ એની બાની જ નહીં એની સાત સાત પેઢીના સગાંની ખબર પૂછી લેશે. ચાલ ભગવાનને પ્રાર્થના કરૂં કે ટેલિફોન બંધ થઈ જાય. ...હે ભગવાન ટેલિફોન બંધ કરો... ટેલિફોન બંધ કરો... ટેલિફોન બંધ કરો અને મારા બજેટની રક્ષા કરો. રક્ષા કરો.

ચપરમાનંદ ટેલીફોન પર વાતો કરતા હોય અને નવનીતલાલ પ્રાર્થના કરતા હોય અને દૃશ્ય પૂરૂં થાય.ૃ

ચદૃશ્યઃ૩ૃ

ચનવનીતલાલનું ઘર. માલતી કશું વાંચતી હોય. નવનીતલાલનો હાથમાં બેગ સાથે પ્રવેશ.ૃ

માલતી : ચઉમંગથીૃ આવી ગયા? જય શ્રીકૃષ્ણ.

નવનીતલાલ : ચબેગ નીચે મૂકીને ઢીલા અવાજેૃ જય શ્રીકૃષ્ણ. આવી ગયો.

માલતી : કેમ ઢીલું ઢીલું બોલો છો? તબિયત બરાબર નથી?

નવનીતલાલ : મગજ બરાબર નથી.

માલતી : કેમ? શું થયું? ઠેકાણાની તપાસ કરી?

નવનીતલાલ : કરી.

માલતી : કેવું છે?

નવનીતલાલ : શું કહું? સાંભળીશ તો તારા પરમાનંદભાઈને રૌરવ નરકમાં જવાનો શાપ આપી દઈશ.

માલતી : કેમ? મુરતિયામાં ખામી છે? કે પછી એનું ખાનદાન બરાબર નથી?

નવનીતલાલ : ખાનદાન તો તારા પરમાનંદભાઈનું બરાબર નથી. આપણે ત્યાં કેટલું રોકાયો હતો?

માલતી : પૂરૂં એક અઠવાડિયું.

નવનીતલાલ : આપણા ફોન પરથી રોજ કેટલા ફોન લગાડતો હતો?

માલતી : ગણ્‌યા ગણાય નહીં એટલા. ફોનનું બિલ આવ્યું છેને. એક હજારનો આંકડો વટાવી ગયું છે.

નવનીતલાલ : શું વાત કરે છે? એક હજાર?

માલતી : એક હજારને એકસો વીસ.

નવનીતલાલ : એનું નખ્ખોદ જાય.

માલતી : પણ ઠેકાણાની વાત તો કરો.

નવનીતલાલ : કરૂં છું. પહેલાં એ જવાબ દે કે એને સાચવવામાં આપણે કોઈ જાતની કચાશ રાખી હતી?

માલતી : કચાશ રાખવી હોય તોય ક્યાં રાખવા દે એવો છે? એમાં વળી પાછું એણે રૂપા માટે ઠેકાણું બતાવ્યું હતું. એટલે તો એને લાટસાહેબની જેમ રાખ્યો હતો.

નવનીતલાલ : તોય એણે કેવો બદલો આપ્યો? સાલો આવી ચાલાકી કરશે એવું ધાર્યું નહોતું.

માલતી : પણ થયું શું એ તો કહો.

નવનીતલાલ : થયું છે એવું કે એણે રૂપા માટે જે છોકરાની વાત કરી હતી એ છોકરાનાં તો લગ્ન થઈ ગયાં છે.

માલતી : આજકાલમાં થયાં હશે.

નવનીતલાલ : આજકાલમાં નહીં. બે વરસ પહેલાં થઈ ગયાં છે. એને ત્યાં નાનું બાળક પણ છે.

માલતી : હાય હાય!

નવનીતલાલ : મારા મામા તો બરાબરના ખીજાયા કે આવી ખોટી માહિતી લઈને શું દોડી આવ્યો. ફોન તો કરવો જોઈએ.

માલતી : ફોન કરવાની તો એણે ના પાડી હતી. રૂબરૂ જ જવાનું કહ્યું હતું.

નવનીતલાલ : તારા ભાઈએ એની ડાયરીમાંમાથી આઉટ ઓફ ડેટ થઈ ગયેલી માહિતી આપણને પધરાવી દીધી.

માલતી : ને એના બદલામાં અઠવાડિયું મહેમાનગતિ માણી ગયો. હવે મને સમાજ પડી. એને આપણે ત્યાં ધામા નાંખવા હતા એટલે રૂપા માટે અઠ્‌ઠેકઠ્‌ઠે ઠેકાણું બતાવી દીધું. પણ ઠેકાણું બતાવતા પહેલાં એણે તપાસ તો કરવી જોઈએ ને કે છોકરો હજી કુંવારો છે કે નહીં? એના પેટમાં જ પાપ!

નવનીતલાલ : પાપનું મૂળ એની ડાયરી છે. એ ડાયરીના જોરે જ એ આપણી જેવાને મૂરખ બનાવે છે.

માલતી : તમને જ બહુ ભરોસો હતો એની ડાયરી પર.

નવનીતલાલ : કહેવત છે ને કે ‘ગરજવાનને અક્કલ ન હોય’. મારી અકકલ ચરવા ગઈ હતી. પણ તારી અક્કલ ક્યા ગઈ હતી?

માલતી : મારી અક્કલ પણ ચરવા ગઈ ગઈહતી. હું પણ જુવાન દીકરીની મા તો ખરીને? દીકરીને સારૂં ઠેકાણું મળે એવી ગરજ મને પણ હતી. ચાલો જે થવાનું હતું એ થઈ ગયું. હવે જાગ્યા ત્યાંથી સવાર. અરેરે! આ બળતરામાં હું ત પાણી લાવવાનું પણ ભૂલી ગઈ.

ચમાલતી પાણી લેવા જાય. નવનીતલાલ ગુસ્સમાં આમથી તેમ ચક્કર મારે. માલતી પાણીનો ગ્લાસ લઈને આવે. નવનીતલાલ પાણીનો ગ્લાસ હાથમાં લે. જમણા હાથની હથેળીમાં પાણી લઈને પ્રતિજ્જ્ઞા લે.ૃ

નવનીતલાલ : આથી હું પ્રતિજ્જ્ઞા લઉં છું કે તારો ખોટા સિક્કા જેવો પરમાનંદભાઈ જ્યાં ગયો હશે ત્યાંથી, સાતમાં પાતાળમાં ગયો હશે તો ત્યાંથી પણ શોધીને એની ડાયરીના સહસ્ત્ર ટૂકડા ન કરી નાખું તો મારૂં નામ નવનીતલાલ નહીં. નવનીતલાલ નહીં. નવનીતલાલ નહીં.

ચનવનીતલાલ અને માલતી સ્થિર થઈ જાય અને એ દૃશ્ય સાથે નાટક પૂરૂં થાય.ૃ.