હુંુ ગુજરાતી - ૧૬
ડીજીટલ રંગો એટલાં બધાં છે કે...
માત્ર એકથી જ બોર કરતાં રહેવું મૂર્ખામી છે.
મુર્તઝા પટેલ
© COPYRIGHTS
This book is copyrighted content of the concerned author as well as NicheTech / MatruBharti.
MatruBharti / NicheTech has exclusive digital publishing rights of this book.
Any illegal copies in physical or digital format are strictly prohibited.
NicheTech / MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.
અનુક્રમણિકા
•એડિટરની અટારીએથી - સિદ્ધાર્થ છાયા
•કલશોર - ગોપાલી બૂચ
•ર્સ્િીપીંછ - કાનજી મકવાણા
•કૌતુક કથા - હર્ષ પંડયા
•માર્કેટિંગ મંચ - મુર્તઝા પટેલ
•ફૂડ સફારી - આકાંક્ષા ઠાકોર
•ઝીંદગી રોક્સ - ભૂમિકા દેસાઈ શાહ
•ગ્લોબલ મેનેજમેન્ટ - દીપક ભટ્ટ
•ભલે પધાર્યા - વર્ષા બારોટ
•સંજય દ્રષ્ટિ - સંજય પિઠડીયા
•મિર્ચી ક્યારો - યશવંત ઠક્કર
•પ્રાઈમ ટાઈમ - હેલી વોરા
•બોલીસોફી - સિદ્ધાર્થ છાયા
•લઘરી વાતો - વ્યવસ્થિત લઘર વઘર અમદાવાદી
એડિટરની અટારીએ થી...
સિધ્ધાર્થ છાયા
ઈ-દ્બટ્ઠૈઙ્મ : જૈઙ્ઘઙ્ઘરટ્ઠિંર.ષ્ઠરરટ્ઠઅટ્ઠજ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ
૧. હોલી કે દિન દિલ ખીલ જાતે હૈ
ઉત્સવોની ઉજવણી કરવી તો કોઈ આપણી પાસેથી શીખે. બાર મહિનામાં કેટકેટલા ઉત્સવો? માત્ર હિંદુઓજ નહીં પરંતુ મુસ્લીમો, શીખો, પારસીઓ અને ક્રિશ્ચિયન તથા જૈનોના ઉત્સવો ઉજવવા ઉપરાંત દરેક જ્જ્ઞાતિ અને પેટા જ્જ્ઞાતિઓના વળી અલગઅલગ ઉત્સવો ઉજવાતા હોય છે. પણ જેમ શેરમાર્કેટમાં અમુક બ્લુચીપ શેર હોય, કે બોલીવુડમાં અમુક જ બ્લોક બસ્ટર ફિલ્મો હોય એમ વર્ષમાં આવતાં મકરસંક્રાંતિ, ઈદ, હોળી, દિવાળી, પતેતી, બૈસાખી, નાતાલ અને પર્યુષણ પર્વની સમાપ્તિ આ બધા તહેવારોના બ્લુચીપ અર્થાત બ્લોક બસ્ટર રૂપો છે. છેલ્લા કેટલાય વખતથી હિંદુ ઉત્સવોને અમુકજ રીતે બાંધી રાખવાની કોશિશો પણ થઈ છે. મોઢું બગાડીને પણ લોકો ધીમેધીમે આપણા ઉત્સવોની કેટલીક મર્યાદાઓને અત્યારનાં સમયમાં ઓળખતા થયા છે જે ખરેખર આવકાર્ય પગલું છે.
આવી મર્યાદાઓ હોળી ના ઉત્સવ માટે પણ કહેવાઈ છે, જેમાંથી એક છે ‘સુકી હોળી’. વિચાર ખુબ સારો છે અને આજે વસ્તીની સામે પાણીના સ્તોત્રની મર્યાદા આપણી સામે છે જ. વળી આ વર્ષતો વરસાદ પણ મન મુકીને વરસ્યો નથી, એટલે એટલીસ્ટ આ વર્ષે તો સુકી હોળી થી શ્રેષ્ઠ ઉપાય બીજો કોઈ હોઈજ ન શકે. પણ જેમ પરાણે પ્રીત ન થાય એમ પરાણે સદીઓ જૂની પરંપરાઓને પણ ન તોડી શકાય. આપણા અમુક અખબારો હોળી નજીક આવે ત્યારેજ સુકી હોળીનું મહત્વ આપણને સમજાવવા લાગતા હોય છે, પરંતુ આ પ્રક્રિયા સતત હોવી જોઈએ અને વર્ષો સુધી ચાલવી જોઈએ ત્યારેજ લોકોમાં જાગૃતતા આવશે. માત્ર છાપામાં આ બાબતે મોટી જાહેરાતો અને લેખો લખવાથી આ પરંપરા એકાદ વર્ષમાં બદલાઈ જશે એ ભૂલ ભરેલું છે. જેમ દિવાળીમાં સુપ્રીમકોર્ટના આદેશ બાદ રાત્રે ફટાકડા ફોડવાનું ઓછું થયું છે, અથવાતો નવરાત્રી દરમ્યાન રાત્રે ૧૨ વાગ્યા બાદ વગર માઈકે ગરબા ગાવાનું સ્તુત્ય પગલું લેવાયું છે એમ હોળીમાં કાયદાનું પાલન કરાવવું સ્હેજ અઘરૂં લાગે છે, કારણકે આમ થવાથી આપણી જેલોમાં કદાચ જગ્યા નહીં રહે.
તો સતત અને આખું વર્ષ, હોળી નજીક હોય કે દુર પાણીની બચતની વ્યાખ્યા અને સમજાવટ ચાલુ રહેશે તો જ લોકોમાં સુકી હોળી રમવાની જાગૃતિ આપોઆપ આવશે અને તો જ હોલીમેં ભી દિલ ખીલ જાયેંગે. નહીં તો માત્ર અમુકજ ધર્મના ઉત્સવો પર જ કેમ રોક? એવી લાગણી સદાય આપણા સમાજમાં સ્થીર રહેશે.
હું ગુજરાતી પરિવાર તરફથી વાચકોને હોળીની અઢળક શુભકામનાઓ!
કલશોર
ગોપાલી બુચ
ઈ-દ્બટ્ઠૈઙ્મ : ર્ખ્તટ્ઠઙ્મૈહ્વેષ્ઠરજ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ
૨.“મારામા ઉતરતી આખી વસંતને રોકી શકાય તો રોકો”
આજ અલી મારામાં કેસૂડો ક્યારનૉ ફૂટું ફૂટું થાય,
ઓ મને એવું તે ,એવું કેમ થાય ?
રંગોને આવેલા તોફાની સપનાને લૂટું લૂટું થાય
આજ અલી મારામાં...
રંગઢંગ બદલીને ફાગણમા મહાલતી
અલ્લડ કળીઓને ટોકો
મારામા ઉતરતી આખી વસંતને
રોકી શકાય તો રોકો
લજ્જાથી ઝૂકેલા ઠાવકા આ ફુલોને ચૂંટું ચૂંટું થાય
આજ અલી મારામાં...
મારામાં ફૂંકાતા પૂરવના વાયરાી
બદલ્યો છે જ્યારથી મિજાજ
હોળીમાં રંગાતા રંગોએ પાડયો
બસ છેડતી કરવાનો રિવાજ
મારો એ ઉન્માદી આભલાનો હિસ્સો તીટું તૂટું થાય
આજ અલી મારામા....
(યામિની વ્યાસ)
યૌવનના ઉન્માદને વસંત સાથે જોડતી અલ્લડ યુવતિની મનમોજી કબુલાત સાથે કવયિત્રી યામિની વ્યાસ આ ગીતમા ફાગણિયો રંગ છલકાવે છે. ફાગણનો વાયરો વાય અને કેસૂડાને રોમેરોમ વસંત ફૂટે.પ્રકૃત્તિ વસંતની ઓઢણી ઓઢે ,અને એમા ફાગણનો ગુલાલ ભળે પછી યૌવનના ઉંબરે ડગ માંડતી કોઈ અલ્લડ યુવતિના શમણાને ફાલ ન આવે તો જ નવાઈ.
સૂર્યના પ્રખર સોનેરી તાપની ઝાંયમા લચીલચીને મહોરતો કેસૂડો એનાં કેસરિયા ફાલમા જાણે વરસાદી ઠંડક આપી જાય છે.આવે સમયે તન અને મનમા ઉછરી રહેલા ભાવના ચડાવ ઉતારને પામવાની અવઢવમા કોઈ ચંચળ નવયૌવના પોતાની અંદર પાંગરતી જતી વસંતને પણ અનુભવી રહી છે.
રંગ રંગની ઓઢણી ઓઢી બન્ને હાથમા ગુલાલ સાથે પ્રિયતમ સાથે હોળી રમવા આતુર ,રંગોની છોળો વચ્ચે ઉડાઊંડ કરતી વ્રજની કોઈ ગોપી આંખ સામે આવીને ઉભી રહી જાય છે.આમ પણ કેસૂડો,હોળી,ક્રિષ્ણ અને વ્રજ બધુ જ એકબીજા સાથે જાણે સંકળાયેલું છે.
એમા પાછો વાસંતી સ્પર્શ ! ગમતાને ગુલાલ કરવા જ જાણે કેસૂડાનો વાસંતી વૈભવ મહોરી ઉઠતો હશે.અવની અંગ મરડીને બેઠી થાય અને હોળીના નામે કોઈ છેલછબિલો રસિયો સજન હાથમા રંગભરી પિચકારી સાથે કોઈ કોડભરી લજામણીને ભીજવવા ધસી રહ્યો છે એવું દ્રશ્ય આંખ સામે ઉભરી તો આવે જ .અને પછી કોની મજાલ કે આપણામા ઉછરતી વસંતને રોકી શકે ? બસ,રંગો કે રંગાઈ જાવ.રંગરેઝના સ્વરૂપે મળતો પ્રણય મોસમના રંગીન મિજાજમા રંગાઈને ભાન ભુલે ત્યારે શરમના કાનમા પવન આવીને પણ ગણગણે,"મોંઘેરી મોસમે લજ્જાને ઠમઠોરી,એલી થોડી તો આઘી તુ ખસ..." અને પછી રંગ ચડે છે.એ રંગ માત્ર ગુલાલનો કે માત્ર હોળીનો કે માત્ર વસંતનો જ નથી હોતો ,પન વસંતના રંગે રંગાયેલો પ્રણયનો ઘેરો લાલ રંગ હોય છે જે સમયાંતરે કસૂંબલ રંગે ઘુંટાઈ ઘુંટાઈને અલખનો જોગ ધારણ કરે છે.
હોળી રંગોનો તહેવાર છે.પ્રેમના અમીછાંટણામા ભિંજવવાનો તહેવાર છે.જીવનની રંગતને ઘરથી બહાર શેરીમા લઈ જઈને ઉજવી જાણવાનો મોંઘેરો અવસર છે.માત્ર રંગોની બોછારો વચ્ચે જ નહીં પણ પ્રિયજન સાથે કાદવને પણ ક્યારી સમજી ખરડાવાનું ગમે એવો તહેવાર છે.
રંગ અને સ્વજન બન્ને નશો થઈને મન હ્ય્દય પર છવાઈ જાય છે.વાતાવરણનો ઉન્માદ ભીતરને જંજોડી નાખે છે.તોફાની મન એ આનંદનો લહાવો લેવા "તુ રંગાઈ જાને રંગમા"નો રાગ આલાપે છે.
આવા મેઘધનુષી અવસર પર જો આપણી અંદર કેસૂડો ફૂટું ફૂટું ન થાય તો જીવતર સાચે જ ફટ્ટ જાણવું.
આવા ફોરમતા ફાગણ સાથે આપ સૌ મિત્રોને હોળીની રંગભરી શુભેચ્છા.
ગોપાલી બુચ.
ર્સ્િી-પીંછ
કાનજી મકવાણા
૩. ર્સ્િી- પીંછ
કૌતુક કથા
હર્ષ કે. પંડ્યા
ઈ-દ્બટ્ઠૈઙ્મ : દ્બટ્ઠહરટ્ઠિ૮૭જ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ
૪. “રંગો સર્જકતાના, રંગો વિવેચકતાના”
સૌ પહેલા તો સૌ રીડર દોસ્તોને હોળી-ધુળેટી પર્વની રંગસભર શુભેચ્છાઓ. આજે આપણે વાત કરીશું વિવેચનની અને સર્જનની.
“ઓહો, ન્યુયોર્ક ટાઈમ્સની ફેમસ ક્રીટિક પણ અહીંયા બેસીને લખી રહી છે ને?”
“તારૂં પ્લે અને એનો પ્રિવ્યુ જોવામાં મને બિલકુલ રસ નથી. સાંભળ્યું તે? હું આ પ્લેની બેન્ડ બજાવી નાંખવાની છું. કાલે સવારે તારૂં પ્લે આ થીયેટરમાંથી ઉતરે એ હું વધુ પસંદ કરીશ. આર્ટ શું કહેવાય એ તારી જેવા પોર્ન કોમિક બુક જેવા હીરોને શું ખબર પડે? તને થીયેટર આપ્યું એના કરતા બીજાને આપવાની જરૂર હતી.”
“ન્ૈજીંહ ર્એ કૈઙ્મંરઅર્ ઙ્મઙ્ઘ ર્જ ષ્ઠટ્ઠઙ્મઙ્મીઙ્ઘ ષ્ઠિૈૈંષ્ઠ. ર્રૂે ર્ીઙ્મી દ્ઘેજં ુિૈીંર્ હ ટ્ઠ ૈીષ્ઠીર્ ક ટ્ઠીિ ટ્ઠહઙ્ઘ જર્ૈઙ્મ ટ્ઠહઅ ઙ્મટ્ઠઅ ત્નેંજી્ મ્રૂ જીૈં્્ૈંદ્ગય્ર્ હ ટ્ઠ હ્વર્િાીહ ષ્ઠરટ્ઠૈિ ટ્ઠહઙ્ઘ ર્એ ંરૈહા ર્એ ાર્હુ ટ્ઠિં હ્વીંીંિ? ર્રૂે રટ્ઠદૃીહ’ં ેં ટ્ઠહઅંરૈહખ્ત ૈહ ંરૈજ ઙ્મટ્ઠઅ; ૈં રટ્ઠદૃી ેં દ્બઅ ીદૃીિઅંરૈહખ્ત ર્કિ ંરૈજ ઙ્મટ્ઠઅ, ર્જ દ્ઘેજં જરેં ે. ર્રૂે દ્ઘેજં ર્ઙ્ઘહ’ં ાર્હુ ર્રુ ંરી હ્વર્ઙ્મર્ઙ્ઘઅ રીઙ્મઙ્મ ૈં’જ ર્ં ાીી ીદૃીિઅંરૈહખ્ત ટ્ઠં ંરી જંટ્ઠષ્ઠા. ”
ધારદાર કહેવાય એવો ઉપરનો સંવાદ સમાજમાં બની બેઠેલા કળાપારખુ લોકો માટે સટ્ટાક કરતો ચાબુકનો કોરડો વીંઝે છે. કોઈ પણ સર્જન એના સર્જકનો હોરક્રક્સ છે. બકૌલ જે.કે.રોલિંગ, હોરક્રક્સ એટલે વ્યક્તિના આત્માનો ટુકડો. કોઈ પણ સર્જન એના સર્જકની પોતાની જિંદગીના એક્સપોઝરનું જ પ્રતિબિંબ હોય છે. એ ન હોય તો એ સર્જન જ નથી. ફિલ્મ ‘આર્ટીફીશીયલ ઈન્ટેલીજન્સ’ માં ડો.એલન હોબી એ જેટલા માનવ જેવા લાગતા મેકા રોબોટ્સ બનાવ્યા હોય છે એનો ચહેરો એના મૃત દીકરા જેવો જ હોય છે. યાદ કરો “લજ્જા” ફિલ્મ. જેમાં નાટ્ય અભિનેત્રી માધુરી સીતાજીના પાત્રમાં એવો તાળીમાર ડાયલોગ બોલે છે, ‘જબ મૈ નહીં થી તબ રામ ભી અકેલે રહે થે. અકેલી મેરી અગ્નિપરીક્ષા કયું? રામ ભી ઉતરેંગે અગ્નિ મેં..’ અને ફિલ્મમાં બતાવ્યા મુજબ, હુલ્લડ થઈ જાય છે. માધુરી વિરૂદ્ધ વિરોધ ફાટી નીકળે છે. મજાની વાત એ છે કે “લજ્જા” ફિલ્મમાં દરેક પાત્રના નામ સીતાજીના સમાનાર્થી હોય છે. વૈદેહી, જાનકી બુઆ વગેરે.
ઘણીવાર સતત વિશિષ્ટ જ્જ્ઞાન, ઉંચું શાસ્રીય સંગીત...એ બધાના નામે કેટલાક બુદ્ધીબુઠ્ઠાઓ એટલું બધું વિવેચી નાંખે છે કે મુળ મુદ્દો એક બાજુ રહે છે અને આવું સાંભળીને ખરેખર સારા જ્જ્ઞાન-ગીતનો આશિક મુંઝાય જાય છે અને એ આવા સ્યુડો ભાવકોથી દુર ભાગે છે. નતીજા, ખરેખર સારી ક્રુતિથી એ વંચિત રહી જાય છે. કળા અને એના આશિક સાથે આ રીતસરની છેતરપિંડી છે.
આપણે અને એ કહેવાતા ભાવકો એ ભુલી જઈએ છીએ કે કલા કઈ ખાક-એ-ઝમીન ફાડીને નીકળે છે!! કોઈ જેન્યુયિન અને ખરેખર વીર્યવાન ક્રુતિને ખરાબ કે દમ વગરની કહેનારની લાયકાત એ જે-તે ક્રુતિનું મીટર નથી. કલાકારનું કન્વિક્શન એના વિવેચનનું મોહતાજ નથી. ભિન્ન મત અને વાહિયાત મત દેનારાના મોઢા ઝટ પકડાતા નથી.
કેટલાક વિવેચન,ખરેખર દાદને પાત્ર હોય છે એ ય ફેસબુકના જમાનામાં સ્વીકારવું પડશે. પણ સર્જક હોય કે વિવેચક,અપડેટ થવું એ અનિવાર્ય છે. ક્રિટીકબાજી પહેલા આટલી નેગેટીવ નહોતી. એક દાખલો-
"ઘણાને એવું લાગ્યું હશે કે આ કથા એ વિક્ટર હ્યુગોની ધ લાફિંગ મેન પર આધારિત છે. હું એ સ્વીકારૂં છું કે આ વાર્તામાં આવતા પાત્રો એ મહાન ક્રુતિની અસર ધરાવે છે,પણ દરેક પાત્રોનું ખેડાણ તો મેં મારી રીતે જ કર્યું છે."
હજી એક-
"મેં જ્યારે આ કથા લખી ત્યારે વિવેચકોએ એમાંથી શોધેલા સિમ્બોલ્સ વિચાર્યા નહોતા."
દોસ્ત, પહેલું લખાણ ઝવેરચંદ મેઘાણીની ’વસુંધરાના વહાલા દવલા’ વાર્તાની પ્રસ્તાવનાનું છે. બીજું લખાણ અર્નેસ્ટ હેમિંગ્વેની ’ધ ઓલ્ડ મેન એન્ડ ધ સી’ નોવેલ હીટ ગઈ એ સમયે એમણે આપેલા ઈન્ટરવ્યુનું છે.
તમને કોઈ ક્રુતિ બહુ જ સરસ લાગી,ફાઈન.તમે મને આપી,મને વાહિયાત લાગી. ક્રુતિ એની એ જ છે. તો તમે ય સાચા ને હું ય સાચો. અર્થ તો એ છે જે આપણે તારવીએ છીએ..સિયાવર રામચંદ્ર કી જે... :ઁ
પાપી સજેશનઃ
પ્રેમરંગ સૌથી ઉંચો છે. એમાં રંગાવા મળે પછી શું ધૂળેટી, શું હોળી? ;)
માર્કેટિંગ મંચ
મુર્તઝા પટેલ
૫. માર્કેટિંગની ગોળીથી રમીએ રંગ’હોળી’
આ રીતે પણ કરી શકાય !
રંગ કોઈ પણ તહેવારનો હોય. એ પછી રંગોળીનો હોય કે રંગ‘હોળી’નો. એમાંથી નીકળતા ઉમંગો અને તરંગોની ખુશીની કોઈ સીમા હોતી નથી.
સ્કુલમાં હતો ત્યારે આખા વર્ષમાં માત્ર આ એક તહેવારથી હું ડરતો. ડરપરંગોનો નહિ પણ કપડાં ખરાબ થશે ને મા વઢશે, ગુસ્સે થશે અને પછી ઘસી ઘસીને ધોવાની તકલીફ એને પડશે એનો લાગતો. એટલે વધુ ભાગે હોળી-ધુળેટીના એક દિવસ પહેલા નાનીમા કે દાદીમા પાસે રહેવા ચાલ્યો જતો. એમની પાસે ઝેડ સિક્યોરીટી રહેતી. એમને પણ ખબર કેપઆ છોટે ઉસ્તાદને આવા રંગ-કામમાં કોઈ રસ નથી. ક્યારેક આખો દહાડો ઘરમાં પૂરાયેલો રહેતો ને બારી કે ગેલેરીમાંથી બહારના રંગ-ઢંગ જોઈ લેતો.
પણ પ્રાઈમરી-સેકન્ડરી પાસ કરી કોલેજ કાળમાં આવ્યો ત્યારેપથોડો રંજ થયો. ઓહફઓ!પજવાનીમાં આટલાં બધાં રંગો ખીલ્યા હોય છે?!?!?! ત્યારે પસાર થયેલા દિવસો પર પાણી ફરી ગયું હોય એમ લાગ્યું. તોયે..તદ્દન કોરો-કટ પણ રહ્યો નથી હોકે! રંગોને પારખવાની ને પરખાવવાની અક્કલ ક્યારની આવી ગઈ હતી. કોલેજ કેમ્પસમાં હોળીના એક દિવસ પહેલા ગ્રુપમાં દોસ્તો-દોસ્તાનીઓ અચાનક ગુલાલનું પડીકું ખોલી એક-બીજાના ગાલો પર ‘ગમતાનો સરપ્રાઈઝ ગુલાલ કરી લેતા’. ઉનકો ભી કુછ ન હોતા ઔર હમારા કામ ભી બન જાતા.
દોસ્તો, તમે નસીબદાર છો ત્યારેપ..
•જ્યારે કોઈ અચાનક આવીને તમને ગાલ પર વિવિધ રંગોની નિશાની લગાવી જાય છે.
•જ્યારે આખા વર્ષ દરમિયાન ‘એ’ તમને જરાયે ભાવ ના આપે ને આ દિવસે તમારી ભાવનાને અહોભાવથી ગળે લગાડી દે.
•જ્યારે ૫-૨૫નુ ટોળું તમને ઊંંચકીને પાણીના કે કીચડ-રંગ-હોજમાં નાખી છબછબીયા કરાવે.
•જ્યારે બચ્ચાં-લોગ તમને પરાણે ખેંચીને-ઘેરીને નાનકડી પિચકારીઓથી રમવા બોલાવે. (આવા ટાણે તો કોમ્યુટર-ઈન્ટરનેટનેય હોજમાં નાખી દેવું જોઈએ ને?)
•જ્યારે ક્યાંક દૂર કોઈક એક જન (કે જાન) તમને ‘હોલી’ ગણી તમારા રંગમાં રંગાઈ જવા માટે આતુર હોય. પછી ભલેને એની દુનિયા બેરંગ હોય. તમારો તો ત્યાં પહોચવાનો એક માત્ર કોફી રંગ જ કાફી હોય છે.
• ને ત્યારે તો નસીબદારીનું નોબેલ પ્રાઈઝ જાતે જ લઈ લેજો જ્યારે તમારા માત-પિતા હાથમાંથી લાકડી બાજુ પર મૂકી પિચકારી લઈ એકબીજાને પકડવા-રંગવા-રંગાવામાં ખોવાઈ જાયપ.એમાં તો માની જ લેવાનું કે ખરો ‘હોલી-ડે’ તમારી પાસે પડયો છે.
રંગો ઉડાડવા માટે જાતની સાથે મીનીમમ એક વ્યક્તિના વ્યવહારની પણ જરૂર પડતી જ હોય છે. એકલા એકલા હવામાં શું ખાક ઉડાડશો?
રંગીન-વ્યવહારની વાત આવે ત્યારે હોળીના આ તહેવારને પણ ઈન્ટરનેટ પર થતાં વિવિધ-રંગી વેપારના સંદર્ભે જોડી દેવાનું મન થાય છે. કેમ કે અગણિત ડીજીટલ રંગોની ભરમાર બીજે ક્યાં જોવા મળે?
નેટના વેપારમાં આપણને કોનો, કોને, કેવો, કેટલો રંગ-સંગ અસર કરે છે એ બધાંનો દારોમદાર આપણા ખુદ પર છે. બીજાને તકલીફ ન પડે તેમ લગાવેલા શબ્દો, વિચારો, આઈડિયા, મદદ, ખુશી, કુનેહ, સમજદારી, જ્જ્ઞાન, અનુભવપ..નો રંગ લાંબા સમય સુધી ટકી રહે એની તકેદારી રાખી ‘નેટવર્કિંગ’-વ્યવહાર થાય તો ચઢેલાં રંગોની મજબૂતીનું મૂલ્ય વધે છે.
કોઈને જબરદસ્તીથી પિચકારી મારવી કે કમને સામેની પાર્ટીને જાણ્યા વગર રંગ લગાડવા માટે મજબૂર કરવુ એ તો સંબંધોનો રંગ ઉતારવા જેવું થાય છે. પોતાના ટાર્ગેટ ગ્રાહકોને જાણ્યા વગર દરેકને મેસેજ માથે મારવો એ તો ‘સ્પામરો’ નું કામ! (એ માટે મારા પેલાં સેઠ સાહેબ “ીદ્બિૈજર્જૈહ’ પર બહુ મોટી વાત કરી ગયા છે. ક્યારેક એ વિશે પણ જરૂરથી જણાવીશ.)
શરૂઆતથી જ માલ વેચવોનું વલણ રાખી ધંધાની ઈમારતનો પાયો ઢીલો રાખવા કરતાં સમજણપૂર્વક ઈન્ટરનેટ માર્કેટિંગથી શરૂઆત કરી પાયો મજબૂત કરવામાં આવે તો બજારને પણ મેસેજ મળી જાય છે કે તમે કેટલા પાણીમાં છો. કેમકે નેટની આ દુનિયામાં ડીજીટલ રંગો એટલાં બધાં છે કેપમાત્ર એકથી જ બોર કરતાં રહેવું મૂર્ખામી છે. વખતો-વખત રં(ગોળી) નાખતા રહેવું ચતુરાઈ છે.
પ્રોડક્ટ કે સર્વિસના પાકા રંગની અસર લગાવવા કાંઈ એક જ વારમાં રંગ લગાવવો લાભદાયક ખરો?- જરાયે નહિ સાહેબ! એ માટે તો ઓપ્શન્સ, વેરાઈટીઝ, રંગોની હાર કરાવવી પડે તો જ માર્કેટમાં જીતી જવાય છે. કેમ કે એકનો એક રંગ પણ કોને જોવો કે વાપરવો ગમે છે? વેપારીક રંગ કેટલો નાખ્યો એ કરતાં ‘રંગ રાખ્યો’ એની નોંધ વધારે લેવાય તો સારૂં.
ગ્રુપમાં શામેલ થઈ, લાકડાં ભેગા કરી સામુહિક હોળી પ્રગટાવવી ‘ટીમ-વર્ક’ ગણાય છે. જેમાં બિન જરૂરી બાબતોનો કચરો, નારિયેલ-ઘી સાથે હોમી દેવામાં સ્માર્ટનેસ છેપ.વ્યવ્હારૂતા છેપપ્રોડક્ટીવિટી છે. તમને શું ગમે?ઃ વાસ કે ફ્લાવર-વાઝ?
વખત આવ્યે હોળીના રંગો પણ ધોવાતા જશે. ધુમાડો પણ ચાલ્યો જશે. બીજે વર્ષે ‘નવી હોળી નવો દાવ’ શરૂ થશે. નવા રંગો ચઢશે, જુના ઉતરશે. તો રંગોને માણવાને બદલે બચી ગયેલી રાખને શરીરે ચોળીને કે મનમાં રાખીને શું ફાયદો થશે દોસ્તો?
“હર ફિક્ર કો ધુએં મેં ઉડાતા ચલા ગયા” જેવું વલણ જ વેપારીની રંગ’હોળી’ને લાંબો સમય ટકાવી ‘રાખ’વામાં મદદ કરે છે.
પિચકારીઃ
"રંગ એવો ન લગાડજો કે ‘એની’ આંખોમાંથી દુઃખનું પાણી ટપકી પડેપ. રંગ તો એવો લગાવજો કેપ એની આંખોમાંથી આંસુ ટપકી પડેપખુશીના!"
ફૂડ સફારી
આકાંક્ષા દેસાઈ
ઈ-દ્બટ્ઠૈઙ્મ : ઙ્ઘીજટ્ઠૈ.ટ્ઠટ્ઠાટ્ઠહાજરટ્ઠ૮૭જ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ
૬. ‘હોળીની રંગબિરંગી વાનગીઓ’
હોળી એ રંગોનો તહેવાર છે. આપણી ચારેબાજુ જે રંગોની દુનિયા છે એ એક બહુ મજેદાર વિશ્વ છે. અને જયારે રંગ અને સ્વાદ ભેગા મળે છે ત્યારે તે આપણા મન પર એક અલગ જ છાપ છોડે છે. આપણું મન ખાવાની દરેક વસ્તુને એક ચોક્કસ રંગથી જોવા ટેવાયેલું છે, તે સિવાયનો રંગ જો જોઈએ તો આપણે એના સ્વાદ વિષે જાતજાતની કલ્પનાઓ કરવા લાગીએ છીએ.
હમણાં થોડા સમય પહેલા અમેરિકાની એક જાણીતી કેન્ડી કંપનીએ એની એક ખૂબ મશહૂર એવી બ્રાંડ ‘એમ એન્ડ એમ’ - કેડબરીની જેમ્સ જેવી ચોકલેટ- ની કેન્ડી બેગમાં એક નવો રંગ ઉમેર્યો - બ્લુ/ભૂરો. આ રંગ કેમ ઉમેર્યો ખબર નહી, પરંતુ એક સર્વે કરતા ખબર પડી કે આ તમામ કેન્ડી બેગમાં જયારે છેલ્લે અમુક જ ચોકલેટ્સ વધતી ત્યારે મોટેભાગે તે આ ભૂરી કેન્ડીઝ જ બચતી- કારણ?
કારણ ફક્ત એટલું જ કે આ કાળા માથાના માનવીનું મગજ ભૂરા રંગને ‘એપેટીટ સપ્રેસંટ’ એટલેકે ભૂખ દબાવનાર રંગ તરીકે ઓળખે છે (જો તમારે વજન ઉતરવું હોય તો આજ થી જ ભૂરા રંગની પ્લેટમાં જમવા માંડો!) કેમકે કુદરતી રીતે કોઈ પણ ફળફળાદિ કે શાકભાજી ભૂરા રંગના નથી હોતા એટલે આપણું મગજ આવા રંગ વાળા ફૂડને બાય ડીફોલ્ટ અકુદરતી ગણી ખાતા અચકાય છે.
આવી જ રીતે આપણા મગજની એક બીજી કરામત છે જેને વૈજ્જ્ઞાનિક ભાષામાં સિનેસ્થેશિયા કહે છે. આ સ્થિતિ આપણી ઈન્દ્રિયો સાથે મળીને કામ કેવી રીતે કરે છે તેનું વર્ણન કરે છે. ઉદાહરણ તરીકે - દૃષ્ટિ, સ્વાદ અને ગંધની બાબતમાં - એક રંગ જોઈને અનેક સંવેદના ઉદ્ભવી સહજે છે. જેમકે લીલો રંગ તાજા ઘાસ ની સુગંધ ઉદભાવે છે, તો પીળો એક ખાટા સ્વાદને.
આ વખતની ફૂડ સફારી રંગોને આભારી છે. આપણે જયારે પણ કોઈ રેસ્ટોરંટમાં જઈએ છીએ અને મેનુ જોઈએ છીએ ત્યારે આપણું મગજ જે તે વાનગીના વર્ણન પરથી સ્વાદનું અનુમાન લગાવે છે. તેવી જ રીતે કોઈ પેસ્ટ્રી શોપમાં જઈએ છીએ ત્યારે પણ ગુલાબી પેસ્ટ્રી સ્ટ્રોબેરી વાળી કે પીળી પેસ્ટ્રી પાઈનેપલ વાળી છે એ સમજી જઈએ છીએ. આજે આપણે બે આવી જ રંગબેરંગી વાનગીઓ જોઈશું.
રેઈનબો ઝીબ્રા કેક એ જાત જાતના રંગો ભેગા કરીને બનાવેલી એક માર્બલ ઈફેક્ટવાળી સ્પંજ કેક છે. જયારે સેવેન લેયર્ડ સલાડ એ એક સ્વાદિષ્ટ મેક્સિકન સલાડ છે
* રેઈનબો ઝીબ્રા કેકઃ
સામગ્રીઃ
૨ કપ મેંદો
૧/૪ ટીસ્પૂન ખાવાનો સોડા
૧/૪ ટીસ્પૂન બેકિંગ પાઉડર
૧ ટિન કન્ડેન્સ્ડ મિલ્ક (૪૦૦ ગ્રામ)
૧/૨ કપ માખણ
૨ ટેબલસ્પૂન તેલ
૧/૪ ટીસ્પૂન વેનીલા એસેન્સ (ઓપ્શનલ)
૩/૪ કપ દૂધ
તમારી પસંદગીના ખાદ્ય રંગો (કેકમાં બજારૂ રંગો નાખવાને બદલે વિવિધ ફળોનો પલ્પ કે જ્યુસ નો ઉપયોગ કરી શકાય છે, જેમકે લાલ રંગ માટે સ્ટ્રોબેરી પલ્પ, કેસરી માટે ઓરેન્જ પલ્પ વગેરે)
રીતઃ
* ઓવેનને ૨૦૦ સે. તાપમાન પર પ્રીહિત કરો. અને એક બેકિંગ ટીનને ગ્રીઝ કરી બાજુ માં રહેવા દો.
* માખણ, તેલ અને કન્ડેન્સ્ડ મિલ્કને સ્મૂધ થાય ત્યાં સુધી ફેંટો. તેમાં વેનીલા એસ્સેન્સ મેળવો અને ફરીથી ભેળવો.
* બીજા એક બાઉલમાં મેંદો, ખાવાનો સોદા અને બેકિંગ પાઉડરને ભેગા કરીને વ્યવસ્થિત ચાળો.
* એક ચમચો ડરાય સામગ્રી ને એક ચમચો દૂધ એમ ભેળવો, જ્યાં સુધી મેંદા વાળું મિશ્રણ પ્રવાહી મિશ્રણમાં બરાબર ભળી ના જાય.
* હવે તમારે જેટલા રંગ ભેગા કરવા હોય એટલા ભાગમાં મિશ્રણને વહેંચી દો. અને દરેક ભાગમાં એક એક રંગ ભેળવી બરાબર મિક્સ કરી દો.
* હવે એક બાઉલમાંથી અડધા ચમચા જેટલું મિશ્રણ બેકિંગ ટીનની વચ્ચે મૂકો, તેને થોડું ફેલાવા દો. તેની ઉપર અન્ય રંગનું મિશ્રણ, લગભગ અડધી ચમચી જેટલું મૂકો, તેને ફેલાવા દો. આ રીતે દરેક રંગના મિશ્રણને વારાફરતી, એક ની ઉપર એક ઉમેરો.
* મિશ્રણને પહેલા દસ મિનીટ માટે ૨૦૦ સે. તાપમાન પર બેક કરો, પછી તાપમાન ઘટાડી, ૧૭૫ સે. પર લગભગ ૪૦-૪૫ મિનીટ માટે બેક કરો. કેકની વચ્ચે ટૂથપિક ખોસતા એ સાફ બહાર આવે ત્યારે કેકને ઓવેનમાંથી બહાર કાઢો.
* કેક ઠંડી પડે એટલે વ્હીપ્ડ ક્રીમ કે આઈસ ક્રીમ સાથે સર્વ કરો.
* સેવેન લેયર્ડ સલાડઃ
સામગ્રીઃ
૧ પણી લેટીસ, હાથથી ચીરેલી
૧ લાલ ડુંગળી, પતલી સમારેલી
૧ ઝૂમખું લીલા ડુંગળી, સમારેલી
૧ રાજમા આખી રાત પલાળી ને બાફેલા
૧ કપ મેયોનેઝ
૧ કપ નીતારેલું દહીં
૧ કપ છીણેલું ચેડાર ચીઝ (અથવા પ્રોસેસ્ડ ચીઝ)
સમારેલા હાલાપીનીઓ મરચા, સ્વાદ મુજબ
૧ ટમેટા, સમારેલુ
૧/૩ કપ કાળા ઓલિવ
રીતઃ
* એક મોટા બાઉલમાં પ્રથમ ૪ સામગ્રીઓને સ્તરમાં ગોઠવો.
* મેયોનેઝ અને નીતારેલા દહીને ભેગું કરો.
* તેને સલાડ ઉપર બરાબર પાથરો.
* અન્ય સામગ્રીથી સલાડને સજાવો.
* પીરસતાં પહેલાં સલાડને ઠંડો કરો, જો શક્ય હોય તો આખી રાત ઠંડુ થવા દો.
* એકદમ ઠંડુ પીરસો.
ઝીંદગી રોક્સ
ભૂમિકા દેસાઈ શાહ
૭. “હોલી કે દિન દિલ મિલ જાતે હૈ...”
“જળ એ જ જીવન. આ હોળી રમીએ માત્ર ગુલાલથી!”
“સેવ વોટર, સેવ લાઈફ. પ્લે હોલી વિથ હર્બલ કલર્સ..”
“પાણીનો બગાડ એટલે જીન્દગીનો બગાડ.”
“આવો બચાવીએ પાણી, આપણા બાળકોના બહેતર ભવિષ્ય માટે. રમીએ હોળી માત્ર ગુલાલથી!”
હોળી આવી નથી અને ચારે બાજુ પાણી બચાવોની બુમો પડવાની શરૂ થઈ જાય. આખું વર્ષ મૌજથી પાણી બગાડનારા બેજવાબદાર લોકો પણ હોળી આવે એટલે ફેસબુક, ટ્વીટર, વોટ્સએપ-પર પાણી બચાવોની કાગારોળ મચાવી દે. મન તો એમ થાય કે આવા દોગલા લોકોને કોલરેથી પકડીને એમણે આખું વર્ષ જેટલું પાણી બગાડયું છે એટલા જ તમાચા મારીએ, પણ આપણો દેશ લોકશાહી એટલે આવા લોકોને સહન કરવા જ રહ્યા.
“મોમ, આ વખતે આપણો હોળીનો શું પ્લાન છે?”-તમારી ટીનએજર દીકરીએ ઉત્સાહમાં પૂછ્યું.
“પ્લાન દર વખત જેવો જ છે. સવારે મન મુકીને ધુળેટી રમવાનું અને સાંજે મઝાનું ગેટ-ટુ-ગેધર કરવાનું. તારો શું પ્લાન છે? ફ્રેન્ડસ સાથે હોળી રમવાની કે અમારી સાથે?”-તમે દીકરીને રોજની જેમ ચીઢવતા પૂછ્યું.
“મોમ, ઓફકોર્સ દર વર્ષની જેમ ફેમીલી સાથે હોળી રમવાની. પણ આ વખતે પાપાને કહેજે કે મ્યુઝીક પણ જોઈએ- એકદમ લાઉડ.”-દીકરીએ કૈક નવી ફરમાઈશ મૂકી અને તમને પણ એમાં રસ પડયો.
“ડીલ. મ્યુઝીકની એરેન્જમેન્ટ હું કરી દઈશ. પણ તારા પેલા હની સીંગન યો-યો સોન્ગ્સ નહિ ચાલે. હોળીનો તહેવાર છે એટલે હોળીનાં કલર જેવા ગીતો જ વગાડીશું.”-તમે દીકરીનાં આઈડિયામાં તમારા આઈડિયાનું ફ્યુઝન કરતા કહ્યું.
“મોમ, ઢીન્ચાક હોળીનાં સેલીબ્રેશનમાં ગીતો પણ રોકિંગ જોઈએ. લવલા-લવલીનાં તમારા જમાનાનાં ગીતોમાં મઝા નહિ આવે. હની સિંગના ગીતો ગમે એટલા ફાલતું હોય, એના મ્યુઝીકથી આપોઆપ ડાન્સ થવા લાગે. એવા ગીતો હોય તો કઈ માહોલ બને!”-દીકરીએ મ્યુઝીક અને જનરેશન ગેપનો પ્રશ્ન હળવાશથી રજુ કર્યો...
“બોલે તો તારા હની સીંગ સિવાયના તને એવા સોન્ગ્સ સંભળાવું કે તું અત્યારે ને અત્યારે જ ઉભી થઈને નાચવા લાગે? હોળીનું વાતાવરણ ટોટલ પુરબહાર ખીલી ઉઠે એવા સોન્ગ્સ..”-તમે દીકરીની ઈ-સ્ટાઈલમાં જ એને જવાબ આપ્યો.
“થઈ જાય મોમ.. થઈ જાય એક ક્વિક પ્રી-કેપ તમારા હોળી સ્પેશિયલ ગીતોનું...”-ઉત્સાહમાં આવીને દીકરીએ એના હાથમાં રહેલા મોબાઈલને માઈકની અદાથી તમારી સામે ધર્યું.
“ઓકે.. શરૂ કરીએ આપણા બંને નાં ફેવરેટ રણબીરથી- ઈતના મઝા કયું આ રાહ હે તુને હવા મેં ભાંગ મિલાયા... દુગના નશા કયું હો રાહ હે આંખો સે મીઠા તુને ખીલાયા.. ઓ તેરી મલમલ કી કુર્તી ગુલાબી હો ગયી, તું ચલી ચાલ કેસે નવાબી હો ગયી.. તો બલમ પિચકારી જો તુને મુજે મારી તો સીધી સાધી છોરી શરાબી હો ગયી.. “-તમે લહેકામાં યે જવાની હે દીવાનીનું ગીત ગઈ રહ્યા અને તમારી લાડલી અદ્દલ દીપિકાની અદામાં ઠુમકા લગાવી રહી..
“મોમ, આઈ લવ ધેટ સોંગ.. ઈટ્સ સો હોટ એન્ડ હેપનિંગ.. વોટ નેકસ્ટ?”-દીકરીએ ફરીથી મોબાઈલને માઈકની જિમ તમારી સામે ધરી દીધો.
“અંગ સે અંગ લગાના, બલમ હમે એસે રંગ લગાના.. ગાલોસે યે ગાલ લગાકે, નૈનોસે યે નૈન મિલાકે, હોલી આજ મનાના- સજન હંમે એસે રંગ લાગના...”-તમે તોફાની અવાજમાં ડર પિક્ચરનું તમારૂં ફેવરેટ હોલીસોંગ રજુ કર્યું.
“મોમ, શું રોમેન્ટિક ગીત છે નહિ? હોળી અને રોમાન્સ એટલે જાણે ગુલાલ અને પાણી. જેમ પાણી વગર ખાલી ગુલાલથી હોળી રમીએ એ એકદમ ફીકી લાગે એમ રોમાંસ વગર હોળીમાં શું મઝા નહિ?”-ટીનએજર દીકરીએ શરારત સાથે આંખ મારતા કહ્યું..
“અરે રોમાંસ અને હોળી એટલે તો અમિતાભ બચ્ચન અને રેખા.. અને - લોન્ગા ઈલાચીકા બિડા લાગ્યા.. ખાયે ગોરીકા યાર બલમ તરસે રંગ બરસે..રંગ બરસે ભીગે ચુનરવા રે, રંગ બરસે.. - કરોડોમાં કોઈ એક જ હશે જે આ ગીત જોઈએ સાંભળીને મદહોશ નાં થઈ જાય..”-તમે હોળીના રંગીન ગીતોનો સીલસીલો ચાલુ રાખતા કહ્યું.
“મોમ, આ બધા ગીતો આમતો જાણીતા અને નવા છે.. પેહેલાનાં જમાનાનાં હોલી સોન્ગ્સમાં પણ રોમાન્સનાં કલર્સ અવાજ તેજ તર્રાર હતા કે?”-તમારી દીકરીને હવે તમારા મ્યુઝીક લીસ્ટમાં ખરેખર રસ પડયો.
“હાસ્તો.. પહેલાના ગીતો પણ અવાજ રંગીન અને રોમેન્ટિક હતા. રાજેશ ખન્નાનું કટી પતંગનું હોલી ગીત એટલે જાણે રંગો અને રોમાન્સનો વરસાદ. - આજ નાં છોડેંગે બસ હમજોલી ખેલેંગે હમ હોલી.. ખેલેંગે હમ હોલી.. ચાહે ભીગે તેરી ચુનરિયા, ચાહે ભીગે રે ચોલી.. ખેલેંગે હમ હોલી..”- તમે કાકાનાં પેટન્ટ અંદાઝમાં હાથ હલાવીને જ ગીત લલકાર્યું..
“વાહ, મોમ.. એકદમ સીઝ્લીંગ સાઉન્ડ કરે છે.. ઉભા થઈને નાચવાનું મન થઈ જાય એવું. પણ મોમ, બ્લેક-એન્ડ-વ્હાઈટ મુવીઝમાં હોળીનાં રંગો કઈ રીતે ખીલાવતા હતા?”-બોલીવુડના તમારા પિટારાને ધીમે ધીમે તમારી દીકરી મઝા લઈ-લઈને ખોલી રહી.
“અરે બ્લેક-એન્ડ-વ્હાઈટ જમાનામાં પણ હોળી આવીજ રંગીન અને તોફાની હતી. નવરંગ મૂવીનું હોલી ગીત સંભળાવું - અરે જા રે હટ નટખટ નાં ખોલ મેરા ઘૂંઘટ, પલટ કે દુંગી આજ તુઝે ગાલી રે.. મુજે સમઝો નાં તુમ ભોલીભાલી રે.. ”-તમે આંખોને એજ અદાએ નચાવતા બ્લેકએન્ડવ્હાઈટ મુવીનું એકદમ રંગીન ગીત ગાયું.
“ઓય-હોય! મોમ - તુસ્સી ગ્રેટ હો.. યુ આર રોકિંગ. બોલીવુડનાં હોલીસોન્ગ્સ જેટલા હોટ-હેપનિંગ-સીઝ્લીંગ અને રોમેન્ટિક ગીતો સામે તો હજાર હની સીંગ અને કરોડો ડીજેનાં રેપસોન્ગ્સ કુરબાન.. એટલે આ હોળી...?”-તમારી દીકરીએ તમને ઉભા કરીને એની સાથે નચાવતા લહેકામાં પૂછ્યુ..
“હાસ્તો- આ હોળી એકદમ બોલીવુડવાળી..”-અને તમે તમારી દીકરી એટલેકે ખાસમખાસ મિત્રને ગળે લગાવતા એનો લહ્કો પુરો કર્યો...
અને માં-દીકરી બની ઉભા થઈને ટોટલ અમિતાભ ઈસ્ટાઈલમાં ડાન્સ કરતા કરતા ગાવા લાગ્યા-“હોલી ખેલે રઘુવીરા, અવધમેં હોલી ખેલે રઘુવીરા...”
***
સિફરઃ
હોળી એટલે રંગોનો અને રોમાન્સનો તહેવાર. ચાલો આ હોળી અને ધુળેટી પર પ્રેમ અને ગુલાલથી ડીલ અને દિલ બંનેને રંગી નાખીએ- બોલીવુડના રંગીન હોલીગીતોની સાથે!
ગ્લોબલ મેનેજમેન્ટ
દિપક ભટ્ટ
ઈ-દ્બટ્ઠૈઙ્મ : ુિૈીંર્ંઙ્ઘીીટ્ઠાહ્વરટ્ઠંંજ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ
૮. સફળતાની કિંમત ભવિષ્યની ચેલેન્જ છે.
એ જ પ્રગતિને આવકાર
એક માણસે છાપામાં જાહેરાત આપી "એક યોગ્ય બાળકની જરૂર છે." આ જાહેરાતના જવાબમાં ત્રણ આવેદનપત્રો આવ્યા. જાહેરાત આપનારે આ ત્રણે બાળકોને બોલાવ્યાં અને ત્રણે બાળકોના હાથમાં વારાફરતી બોલ મૂકી દુર રાખેલ નિશાન પર મારવા કહ્યું. ત્રણે બાળકોમાંથી કોઈનું પણ નિશાન ન લાગ્યું. તેણે ત્રણેય બાળકોને કાઢી મુક્યાં. બીજે દિવસે એક નાનકડો છોકરો આવ્યો. બોલ્યો, ’શ્રીમાન, હું કામ કરવા ઈચ્છુ છું.’ પેલા માણસે તો તેના હાથમાં બોલ પકડાવી દીધો અને લક્ષ્ય પર મારવા કહ્યું. બલકે તરત જ લક્ષ્ય વીંધી નાખ્યું. પેલા માણસે પૂછ્યું, "તે આ કેવી રીતે કર્યું?" "મને મારા મિત્ર પાસેથી જાણવા મળી ગયું કે તમે આવી રીતે પરીક્ષા કરો છો, મેં આખી રાત પ્રેક્ટીસ કરી છે, ને મારી માં માંદી છે, તે ગરીબ છે. હું તેણે મદદરૂપ થવા ઈચ્છુ છું." પેલા માણસે આ છોકરાને કામ પર રાખી લીધો. એ બાળકે લક્ષ્યવેધ કરી દીધું હતું. જીવનમાં લક્ષ્ય બનાવવું સહેલું છે, પણ એ લક્ષ્ય વીંધી કાઢવું ખુબ કઠીન છે. તમે જ્યાં સુધી લક્ષ્યભેદ નહિ કરો ત્યાં સુધી તમારો કાયાકલ્પ નહિ થાય.
તમારૂં લક્ષ્ય નક્કી કરો. પછી એ લક્ષ્ય તરફ આગળ વધવા માંડો. તમે તે સિદ્ધ નહિ કરો ત્યાં સુધી તો તમને લક્ષ્ય દૂર જ લાગશે. ગુરૂ શંકરાચાર્યે બાળપણમાં જ સન્યાસી બનવાનો નિર્ધાર કરી લીધો હતો. મગરમચ્છનું નાટક કરીને તે પોતાની માતાની આજ્જ્ઞા મેળવી શક્યા. સમય જતાં તે બાળક ભારતના એક સુખ્યાત ધર્માચાર્ય બન્યા. યુવાનીમાં અબ્રાહમ લિંકન પોતાની વાણીમાં જાદુ કરવા ઈચ્છતા હતા. તે પોતાના અધ્યાપક મેન્ટર ગ્રેહામને મળ્યા અને અને પોતાની મહેચ્છા તેમની આગળ રજુ કરી. અધ્યાપકે જવાબ આપ્યો, "જો તું તારામાં કોઈક જાદુઈ અસર લાવવા માંગતો હોય તો તારે હંમેશા વ્યાકરણનું ધ્યાન રાખવું પડશે." લીન્કને સ્વીકારી લીધું. તે દિવસોમાં વ્યાકરણના પુસ્તક સરળતાથી મળતાં નહોતા, લિંકનના ઘરથી પાંચ કિલોમીટર દૂર એક ગામમાં આ વ્યાકરણનું પુસ્તક હતું. તે એ ગામ પહોંચી ગયા. ત્યાંથી પુસ્તક ઉધાર માગીને ઘેરે લાવ્યા. પછી તો તેમણે રાત ને દિવસ જોયા વગર એ પુસ્તકનું અધ્યયન કરવા માંડયું. લગભગ બે અઠવાડિયાની મહેનત પછી તેમણે ઘણુબધું વ્યાકરણ કંઠસ્થ કરી લીધું. લિંકનની આ રૂચી જોઈને પછી તો આસપાસના લોકો પણ તેમણે મદદ કરવા લાગ્યા હતા. સ્કુલના શિક્ષક પણ તેમને યથાશક્તિ મદદ કરતા હતા. આમ પોતાના સમયના સૌથી ઉત્તમ વક્તા તરીકે અબ્રાહમ લિંકન ખ્યાતી પામ્યા. પોતાના ધ્યેયની સિદ્ધિ માટેના દ્રઢ મનોબળને આધારે માણસ શું ન કરી શકે? એક વખત દ્રઢ સંકલ્પ કરી તેણે અમલમાં મુકવાનો આરંભ કરો.
માણસ એકવાર ડગ ભરવા માંડે છે, તે પોતાના ગુણ ઓળખી લે છે, પછી તો તે સતત આગળ જ વધતો રહે છે, તેણે કોઈ રોકી શકતું નથી. વારાણસીના શ્રી રામકુરા ચૌબેએ ચૌદ વિષયોમાં એમ. એ. ની ડીગ્રી મેળવી હતી અને ચૌદ વર્ષો સુધી એક એક વિષયમાં દર વર્ષે એમ. એ. પડવી તે મેળવતા રહ્યા હતા. એકવાર લક્ષ્ય નક્કી કરી લીધું, પછી તેણે હાંસલ કરવા તરફ જ મનહૃદય રાતદિવસ કામ કરે છે.
કોઈ માણસને સફળતા મળે છે તે જાણીને-જોઈને આપણામાં પ્રથમ ઈર્ષા ઉદભવે છે. આપણે એની સફળતા પાછળ રહેલા સંઘર્ષના ઈતિહાસ તરફ ધ્યાન આપતા નથી. આપણે તેનું હૃદય જો જોઈ શકીએ તો સમજાશે કે તેણે કેટલા બધા ઘા પડયા છે! તેના હૈયા પર આવા ઘાના એક-બે નહિ પરંતુ સેંકડો નિશાન છે. જીવનમાં કાંઈ જ મફતમાં મળતું નથી, સફળતાનું એવું જ છે. દરેક સિદ્ધિની કિંમત લોહી-પસીનાથી ચૂકવવી જ પડે છે.
ભલે પધાર્યા
વર્ષા બારોટ
૯. “એવા તે રંગમાં રંગાવું શું? “
એવા તે રંગમાં રંગાવું શું ? સખી લાગે નહિ જે કદી ઘેરા,
રંગાવું હોય તો રૂદિયાના રંગમાં નહીંતર રે’જો તમે કોરા.
જીવતરની કાચી કુંપળને કદી ફૂટે જો ફાગણના ફૂલ,
તો ખૂશ્બોના હિંડોળે બેસજો ઘડી ને પછી ગમતાને કે’જો કે ઝૂલ !
મોકો મળે તો સખી ખીલવાની મૌસમમાં ખુલી જજો પુરા,
રંગાવું હોય તો રૂદિયાના રંગમાં નહીંતર રે’જો તમે કોરા.
પાંપણની ડાળખીને ઉગે ઉજાગરા તો શમણાંને દેજો બે પાંખો,
લથબથતી લાગણીને ઢોલિયે બીછાવજો ને પાંગતે બેસાડજો આંખો !
હેતઘેલા હૈયાનાં જોજો ના રહી જાય ઓરતાં એકે અધૂરા,
રંગાવું હોય તો રૂદિયાના રંગમાં નહીંતર રે’જો તમે કોરા.
-ઃ વર્ષા બારોટની પાંચ ગઝલો :-
૧
પીડા સૌ પરવારી બેઠી
હું પણ કેવું ધારી બેઠી
પડઘા પણ ડૂબી જાવાના
છો ને હું ચિત્કારી બેઠી
તારા માથે એક જનમ શું !
સાતે ભવ હું વારી બેઠી
લાવારસ છે જીવન કેવળ
તો પણ જો સત્કારી બેઠી
સાવ જુઠ્ઠો છે કાના જેવો
એને ક્યાં સંભારી બેઠી
લે હિસાબ પળેપળ નો લઈ લે
લે પળેપળ હું હારી બેઠી
૨
નથી હોતું જ એ ઘર ’ઘર’ હકીકત માં
હૃદય પણ જ્યાં બને પથ્થર હકીકત માં
બની શમણા હકીકતમાં આવવું તારૂં
નયન ને હોય છે અવસર હકીકત માં
લખોટી ને રમકડાથી બધી વાતે
હતા બચપણ મહી પગભર હકીકતમાં
રડી ને કેમ ઉજવે છે મરણ ને સૌ
જે અંતિમ હોય છે અવસર હકીકત માં
ખરેખર એ જ છોડી ને ગયા છે ઘર
રમ્યા’તા જે કદી ઘર ઘર હકીકતમાં
ઝુરાપો જિંદગીભર નો ગયા આપી
રહ્યા’તા જે અહી પળભર હકીકતમાં
૩
આગમન એમનું ટાળવું ક્યાં સુધી ?
દુખ દરદ પાછું પણ વાળવું ક્યાં સુધી ?
ઉમ્રભર રાહ માં ઝૂરતી આંખ થઈ
દૂર તો દૂર પણ ભાળવું ક્યાં સુધી ?
સાચવી રાખું લો તે છતાં આંખથી
યાદના અશ્રૂ ને ખાળવું ક્યાં સુધી ?
એક તો ચિંથરે હાલ છે જીંદગી
ને વચન શ્વાસ નું પાળવું ક્યાં સુધી ?
સાંજ ને બારણે શોધવા સૂર્ય ને
આશના પીંડ ને બાળવું ક્યાં સુધી ?
૪
છે આ બધું સ્વભાવગત
જો, સૂર્ય તડકા માં જ રત
જો થાય તો આસ્વાદ કર,
લે મોકલું પીડા ની પ્રત
હોવાપણા નો અહસાસ આ
મેં જ મને લખ્યો છે ખત
એને ય આંખો હોય છે
ખોટું - ખરૂં જુવે છે છત
ને પાનખર એ ઋતુ નથી,
પણ સૌ વૃક્ષો પાળે છે વ્રત
૫
પછી જીવવું ય મારૂં આ કમાલ હોઈ શકે
જરા અમથું ય જો તારૂં વ્હાલ હોઈ શકે
લૂછે છે કોણ સુરજ ના આંસુઓ ને કહો,
નથી લાગતું ? હવા પણ રૂમાલ હોઈ શકે
જીવન,હું,તું અને ઈશ્વર શું હશે આ બધું ?
નહિ સમજાય ઓ ખાલી ધમાલ હોઈ શકે
નથી આસાન પંખી ની જેમ ઉડવું અહી,
ને કો જ’ જેહાદ ના નામે જલાલ હોઈ શકે
મરણ વખતેય, જેની માયા ન છૂટી શકે,
જીવન પીઠ્ઠું જ હો, તો તું કલાલ હોઈ શકે
સંજય દ્રષ્ટિ
સંજય પિઠડીયા
૧૦. કલમજ્યોતિ અને નારીસાહિત્ય
સન ૧૯૧૧માં વિશ્વમાં પહેલી વાર ‘આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ’ ઉજવાયો. દર વર્ષે ૮મી માર્ચે ઉજવાતો આ શક્તિની સરાહના માટેનો પર્વ આ વખતે કંઈક અલગ રીતે ઉજવવો છે. ચૂલા-ચૌકા ચલાવનારી નારી જ્યારે કલમ ચલાવે ત્યારે કેવા ઝળહળતાં વિવિધ પાસાં ઉજાગર થાય છે એની આજે વાત કરવી છે. ગુજરાતી સાહિત્યને સબળું સર્જન આપનારી તમામ લેખિકા, કવિયત્રીઓ અને મહિલા-સર્જકોને આ લેખ સમર્પ્િાત છે.
આજના અગ્રગણ્ય મહિલા સર્જકોમાં કાજલ ઓઝા-વૈદ્ય, સૌમ્યા જોશી, ગોપાલી બુચ, પિન્કી દલાલ, વર્ષા પાઠક, લતા હિરાણી, શેફાલી પંડયા ‘અમી’ અને બીજા ઘણાં નામો સમાવિષ્ટ કરી શકાય પણ ગુજરાતી સાહિત્યના ધ્રૂવતારક સમાન લેખિકાઓ એટલે ધીરૂબહેન પટેલ અને કુંદનિકા કાપડિયા. તેમના માતબર સર્જનથી ભાગ્યે જ કોઈ ગુજરાતી વાચક અજાણ હશે. પોતાની કૃતિઓ દ્વારા આ બે લેખિકાઓએ સમાજમાં જબરદસ્ત પરિવર્તન આણ્યું છે. અર્વાચીન મહિલા સાહિત્યકાર કુંદનિકાબહેન પ્રગતિશીલ, નારીવાદી અને જીવનલક્ષી સર્જક-ચિંતક છે. ‘સાત પગલાં આકાશમાં’ - આ એક જ નામ તેમની ઓળખ આપવા માટે કાફી છે. આજથી લગભગ ત્રીસેક વર્ષ અગાઉ પોતાના જીવનસાથી મકરંદ દવેની સાથે માયાવી નગરી મુંબઈથી દૂર પાંચેક હજારની વસ્તી ધરાવતા ગામમાં તેમણે ‘નંદિગ્રામ’ નામની નાનકડી સંસ્થાનું નિર્માણ કર્યું. આજે તેઓ ‘ઈશા-કુંદનિકા’ના નામથી ઓળખાય છે. બીજી તરફ ગુજરાતી સાહિત્ય પરિષદનાં ભૂતપૂર્વ અને પ્રથમ મહિલા પ્રમુખ ધીરૂબહેન પટેલ સીમાસ્તંભરૂપ લેખિકા છે. મુંબઈની ભવન્સ કોલેજમાં અંગ્રેજીના પ્રોફેસર રહી ચૂકેલા ધીરૂબહેને ગુજરાતી સાહિત્ય અકાદમીનું પ્રથમ પારિતોષ્િાક મેળવનાર કૃતિ ‘વડવાનલ’ સિવાય ‘વાંસનો અંકુર’, ‘આગંતુક’, ‘હુતાશન’, ‘આંધળી ગલી’ જેવી ઉત્કૃષ્ટ કૃતિઓ આપી છે.
કહેવાય છે કે શબ્દને અગ્નિ બાળી શકતો નથી અને વાયુ સૂકવી શકતો નથી. ગુજરાતી સાહિત્ય પણ વારસામાં મળેલા શબ્દોથી અને સ્ત્રીસર્જકોથી રળિયાત છે. ‘મોરના ઈંડાને ચીતરવાં ન પડે’ એમ ઘણી ગુજરાતી લેખિકાઓ અને મહિલા-સર્જકોને સાહિત્યિક વારસો ગળથૂથીમાં જ મળ્યો છે. ધૂરંધર વાર્તાકાર વર્ષા અડાલજા એ લોકપ્રિય વાર્તાકાર ગુણવંતરાય આચાર્યના પુત્રી છે. વર્ષાબહેનના સાતથી વધુ નવલિકાસંગ્રહો, ત્રેવીસથી વધુ નવલકથાઓ અને ચાર નાટ્યસંગ્રહો પ્રચલિત છે. તેમના લેખિકા બહેન એટલે ઈલા આરબ મહેતા. તેમની વાર્તાઓ પણ ગુજરાતી સાહિત્યરસિકોના હ્ય્દયે વસેલી છે. લેખિકા અને સુપ્રસિદ્ધ વાર્તાકાર કાજલ ઓઝા-વૈદ્ય વરિષ્ઠ પત્રકાર દિગંત ઓઝાના પુત્રી લેખનક્ષેત્રે કાર્યરત છે. ડૉ. વર્ષા દાસ એ આપણા ગણમાન્યવાર્તાકાર લાભુબહેન મહેતાના દીકરી છે. ભગવતીકુમાર શર્માના પુત્રી રીના મહેતા અને કનુભાઈ જાનીના પુત્રી નયનાબહેન જાની પણ સાહિત્યક્ષેત્રે પ્રચલિત છે. કવિ સુન્દરમ્ ના પુત્રી સુધા સુન્દરમ્ પોંડિચેરીમાં આધ્યાત્મિક લેખન કરી રહ્યા છે. આ યાત્રામાં ભદ્રંભદ્ર વાળા સ્વ. રમણભાઈ નીલકંઠના પુત્રી સ્વ. વિનોદિની નીલકંઠ અને સ્વ. વિદ્યાગૌરી નીલકંઠને પણ સાદર સ્મરીએ.
આપણા પુરૂષ સર્જકોની જેમ સ્ત્રી સર્જકોને પણ લોક-અદાલતમાં સામાજિક પરિબળોનો સામનો કરવો પડયો જ છે. સ્ત્રીસર્જકો દ્વારા લખાયેલી કૃતિઓને પણ ચર્ચાની એરણે ચડાવવામાં આવી હતી અને આવી જ કોન્ટ્રોવર્શીયલ કૃતિઓમાં વર્ષા દાસની ‘કનુપ્રિયા’, સ્વ. સરોજ પાઠકની ‘મન નામે મહાસાગર’ અને બિન્દુ ભટ્ટની લઘુનવલ ‘મીરાં યાજ્જ્ઞ્િાકની ડાયરી’નો સમાવેશ કરી શકાય. ‘મન નામે મહાસાગર’ નવલકથામાં લેસ્બિયન સંબંધની વાત થઈ તો ‘ટાઈમબોમ્બ’ નામની નવલકથામાં લગ્નેતર શારીરિક સંબંધની વાત થઈ છે. ‘મીરાં યાજ્જ્ઞ્િાકની ડાયરી’માં કથાની નાયિકાના મનોભાવ, આવેગ, લાગણી અને એની સુખની શોધનું યથાર્થ ચિત્રણ આપ્યું છે અને એ સાથે જ નાયિકાના સજાતીય અને વિજાતીય સંબંધોની વાત લગભગ અઢી દાયકા પહેલાંની છે. એ સિવાય ૨૦૦૨માં હિમાંશી શેલતે અમૃતા શેરગ્િાલના જીવન પર આધારિત નવલકથા ‘આઠમો રંગ’માં સજાતિય સંબંધોની વાત કરી છે તથા સ્ત્રીના જાતિય આવેગો વિશે પણ લખ્યું છે.
ગુજરાતી ફિલ્મક્ષેત્રે મહિલા સર્જકોની યાત્રા કેટલેક અંશે સફળ રહી કહેવાય. ગુજરાતી નવલિકા કે નવલકથા સાથે ગુજરાતી ફિલ્મોનો સંબંધ ચકાસીએ તો ત્રણ નામ તરતા દેખાય - ‘કાશીનો દીકરો’, ‘ભવની ભવાઈ’ અને ‘મોતીના ચોક રે સપનામાં દીઠાં’. વર્ષ ૧૯૭૯માં આવેલી વિનોદીની નીલકંઠની ટૂંકી વાર્તા ‘દીકરો’ પરથી નાટ્ય દિગ્દર્શક કાંતિ મડિયાએ પહેલી વાર ફિલ્મક્ષેત્રે જંપલાવ્યું. કાશી એના દિયરને મોટો કરે છે પણ ભરયુવાનીમાં દિયરનું મૃત્યુ થાય છે. પતિની ભૂલને કારણે માતૃત્વ ધારણ કરી ચૂકેલી દેરાણીને બચાવવાનો કાશીનો સંઘર્ષ સચોટ રીતે આ ફિલ્મમાં વણાયો હતો. એ પછી વર્ષ ૧૯૮૦માં ધીરૂબેન પટેલની વાર્તા પરથી બનેલી ‘ભવની ભવાઈ’ દ્વારા કેતન મહેતા ચમક્યા. દુષ્કાળગ્રસ્ત વિસ્તારમાં આવેલી વાવમાં પાણી તો જ ભરાય જો કોઈ દલિત વર્ગનો બત્રીસ લક્ષણા પુરૂષનો ભોગ અપાય - આવી સૂક્ષ્મ વિષયની વાર્તા અને સ્મિતા પાટીલ, નસીરૂદ્દીન શાહ, ઓમ પૂરી, મોહન ગોખલે, દીના પાઠક જેવા ઉચ્ચ સ્તરના હિંદી અને ગુજરાતી કલાકારોને લઈને બનેલી આ ફિલ્મને આંતરરાષ્ટ્રીય પારિતોષ્િાક પણ મળ્યાં. ત્યારબાદ વર્ષા અડાલજાની વાર્તા ‘મારે પણ એક ઘર હોય’ પરથી વર્ષ ૧૯૯૯માં બની ‘મોતીના ચોક રે સપનામાં દીઠાં’. ગુજરાત સરકાર તરફથી ઘણાં એવોર્ડસ આ ફિલ્મને ફાળવવામાં આવ્યા.
સ્ત્રીલેખિકાઓ માનવ મનના અજ્જ્ઞાત ખૂણાને વધુ સારી રીતે સમજી શકતી હશે. ગુજરાતી સાહિત્યમાં ઝગમગતાં, વિરલ, અવિસ્મરણીય નારીપાત્રો વિષે વાત કરીએ તો કુમુદ, કુસુમ, મૃણાલ, મીનળદેવી, મંજરી, રોહિણી, રાજુ, ચંદા, સુશીલા, અમૃતા, લાવણ્ય, અન્ના, અનુરાધા...કેટકેટલાં નામો સ્મરણમાં છવાઈ જાય છે. પન્નાલાલ પટેલની ‘માનવીની ભવાઈ’ની રાજુ હોય, ગો.મા. ત્રિપાઠીની કુમુદ-કુસુમ હોય કે મેઘાણીની નવલકથા ‘વેવિશાળ’ની સુશીલા અને તેની ભાભુ ઘેલીબેન હોય - સ્ત્રીપાત્રોને લોકો સમક્ષ લાવવામાં આપણા લેખકોએ જબરી સમજદારી બતાવી છે. મુનશીની કૃતિ ‘ગુજરાતનો નાથ’ની મંજરી પોતાના કુળનું અને સંસ્કારનું ગૌરવ છે. એ જ મુનશીએ ‘પૃથિવીવલ્લભ’માં મૃણાલ અને મીનળદેવીના પાત્રોને સુંદર શબ્દો દ્વારા સજાવ્યાં છે. ઈશ્વર પેટલીકરની નવલકથા ‘જન્મટીપ’ની ચંદા એક તેજસ્વી અને બળકટ પાત્ર છે. અને હા, ‘ચૌદ વરસની ચારણકન્યા’ને કેમ ભૂલાય? એ પણ સ્ત્રીશક્તિ જ છે!
‘પ્રવાસ’ ક્ષેત્રે ગુજરાતી સાહિત્યમાં અનોખું પ્રદાન કરનાર એક નામ એટલે વિશ્વપ્રવાસિની પ્રીતિ સેનગુપ્તા. ચંદન સેનગુપ્તા નામના બંગાળી યુવક સાથે પરણી પ્રીતિ ‘શાહ’ માંથી ‘સેનગુપ્તા’ બનેલા પ્રીતિબેન હાલમાં યુ.એસ.એ.માં રહે છે. જિંદગીનો મોટા ભાગનો સમય તેમણે વિદેશની ભૂમિ પર વિતાવ્યો છે પણ એકલા, કોઈના સાથસંગાથ વિના અજાણી ભોમકા અને અજાણ્યા લોકો વચ્ચે બિંદાસ બનીને ફરતાં રહેતાં પ્રીતિબેનના પ્રવાસવર્ણનો ખૂબ જ લોકપ્રિય બન્યાં છે. ફિલાડેલ્ફિયામાં રહેતા પન્ના નાયકની ઓળખ આપણે ‘હાઈકુ’ સાથે સરખાવી શકીએ. ‘હાઈકુ’ આમ તો જાપાની સાહિત્યમાંથી આવેલો એક પ્રકાર છે પણ ગુજરાતી સાહિત્યમાં પન્નાબહેનના હાઈકુ ખૂબ જ પ્રચલિત છે. મહિલાઓમાં રમૂજવૃત્તિનો અભાવ હોય એવું નથી પણ આપણા સાહિત્યમાં હાસ્યલેખન ક્ષેત્રે મહિલાઓની સંખ્યા વધુ નથી. આંગળીના વેઢે ગણી શકાય એવા નામોમાં શિરમોર છે આયુર્વેદના ડૉ. નલિની ગણાત્રા. તેમના પુસ્તક ‘હાસ્યમ્ શરણમ્’ને સાહિત્ય અકાદમી તરફથી હાસ્યવિભાગનું દ્વિતીય પારિતોષ્િાક પણ પ્રાપ્ત થયું છે. હાસ્યનો વારસો ધરાવતા હાસ્યલેખક સ્વ. બકુલ ત્રિપાઠીના એક બહેન સ્વાતિ મેઢ અને બીજા બહેન મિનાક્ષી દીક્ષિતનું નામ પણ હાસ્યક્ષેત્રે જાણીતું છે. એ સિવાય ઉચ્છલના કલ્પના દેસાઈને પણ હાસ્યલેખિકાઓના લિસ્ટમાં સામેલ કરવા પડે. બાળકોના માનસપટ પર ત્રણ વસ્તુની ઊંંડી અસર પડે છે - કુટુંબનું વાતાવરણ, શિક્ષણપ્રણાલી અને બાળસાહિત્ય! ગુજરાતી બાળસાહિત્યને અણમોલ ભેટ આપનારાં ભાવનગરનાં પ્રાધ્યાપિકા ડૉ. રક્ષાબહેન દવેને ગુજરાત સાહિત્ય અકાદમી તરફથી ગ્િાજુભાઈ બધેકા સુવર્ણચંદ્ર પ્રાપ્ત થયેલો છે. એ સિવાય બાળસાહિત્ય ક્ષેત્રે રણમાં વીરડી સમાન લેખિકાઓમાં એનીબહેન સરૈયા, તારાબહેન મોડક, હંસા મહેતા, લાભુબહેન મહેતા અને મિનાક્ષી ત્રિવેદીના નામ મોખરે છે. ‘તારલિયા’, ‘મોતીડા’, ‘ઝગમગ્િાયાં’, ‘ટોમકાકા’, ‘કેસરીસિંહ’ જેવી કૃતિઓ ગુજરાતી બાળકોમાં અતિપ્રિય રહી છે.
ગુજરાતી સાહિત્યમાં અણમોલ પ્રદાન આપનારા સાહિત્યકારને ૧૯૨૯થી ‘રણજિતરામ સુવર્ણચંદ્રક’ આપવામાં આવે છે. મહિલા સર્જકોમાં પ્રથમ વાર ૧૯૭૪માં એ હીરાબહેન પાઠકને આપવામાં આવ્યો હતો. ત્યારબાદ ૧૯૮૦માં જાણીતા લેખિકા ધીરૂબહેન પટેલને અને વર્ષ ૨૦૦૫માં વર્ષા અડાલજાને રણજિતરામ સુવર્ણચંદ્રકથી નવાજવામાં આવ્યા છે. ભારત સરકારે ૧૯૫૪માં સાહિત્ય અકાદમીની સ્થાપના કરી. આ સંસ્થા દ્વારા દર વર્ષે ગુજરાતી સહિત ભારતની બાવીસ ભાષાઓમાં ‘સાહિત્ય અકાદમી એવોર્ડ’ આપવામાં આવે છે. આ લબ્ધપ્રતિષ્ઠિત પુરસ્કાર મેળવનાર ગુજરાતી મહિલા સર્જકોઃ કુંદનિકા કાપડિયા (સાત પગલાં આકાશમાં, ૧૯૮૫), વર્ષા અડાલજા (અણસાર, ૧૯૯૫), હિમાંશી શેલત (અંધારી ગલીમાં સફેદ ટપકાં, ૧૯૯૬), ધીરૂબહેન પટેલ (આગંતુક, ૨૦૦૧) અને બિંદુ ભટ્ટ (અખેપાતર, ૨૦૦૩).
સ્ત્રી શક્તિ છે અને એ શક્તિ જ્યારે સાહિત્યક્ષેત્રે આગળ વધે ત્યારે એમની કલમેથી લાવારસ પણ ઝરે અને પ્રેમરસ પણ. આ જ રીતે મહિલાસર્જકો આગળ વધે અને અવનવી અદ્ભૂત કૃતિઓ આપણને મળતી રહે એવી આશા સાથે આવનારા ‘આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ’ની શુભકામનાઓ!!
પડઘોઃ
પૃથ્વી પોતાની ધરી ઉપર ફરે, તેને પરિભ્રમણ કહેવાય. પૃથ્વી સૂર્યની આસપાસ ફરે, તેને પ્રદક્ષિણા કહેવાય.
હું સ્ત્રી છું -
સંસારચક્રની ધરી પર પરિભ્રમણ કરતાં કરતાં, સાહિત્ય-સંગીતના સૂર્યની પ્રદક્ષિણા હું કરી શકીશ?...
- સંધ્યા ભટ્ટ
મિર્ચી ક્યારો
યશવંત ઠક્કર
૧૧. “હોળીના બહાને”
હોળીના બહાને બોલ્યુંચાલ્યું માફ હોય છે! આ તકનો લાભ લઈને મને એવું એવું કહેવાનું મન થાય છે કે...
- અન્નાજીએ હવે ‘અન્ના પાઠશાળા’ ખોલો નાખવી જોઈએ. જે પાઠશાળામાં નેતાઓ તૈયાર થાય! આ પાઠશાળામાં પ્રાયોગ્િાક શિક્ષણ માટે દિલ્હીના રામલીલા મેદાનને કાયમી ધોરણે સ્થાન આપી દેવું જોઈએ.
- આમીરખાન પર જે રીતે માછલાં ધોવાયાં છે એ જોઈને હવે તો દેશના હવામાન ખાતાએ પણ લોકોને છૈંમ્ના કાર્યક્રમનો વિરોધ કરવાના જોખમથી દૂર રહેવાની જાહેર ચેતવણી આપી દેવી જોઈએ.
- શ્રી નરેન્દ્ર મોદીના સૂટનાં વેચાણમાંથી ઉપજેલી રકમનો ઉપયોગ ગંગાની સફાઈની સાથેસાથે ચકેજરીવાલનાૃ ગળાની સફાઈ માટે થવો જોઈએ.
- આમ આદમી પાર્ટીનું મુખ્ય સૂત્ર હોવું જોઈએ કે : ‘મફત વીજળી ને મફત પાણી, મત લાવે તાણી તાણી’.
- દિલ્હી કોંગ્રેસને સહુથી વધુ ગુસ્સો શૂન્યની શોધ કરનારા પર આવતો હશે.
- ગુજરાતી ગઝલનાં બહોળા ઉત્પાદનને ધ્યાનમાં રાખીને સરકારે ગઝલ માટે ટેકાના ભાવ જાહેર કરવા જોઈએ. જેવી રીતે જરૂર પડયે અમુક ખેતપેદાશ માટે ટેકાના ભાવ જાહેર કરે છે.
- રામદેવ બાબાએ ‘વિસ્મૃતિ આસન’ જેવું કોઈ આસન શોધી કાઢવું જોઈએ કે જેની મદદથી શ્રી નરેન્દ્ર મોદી અને અમિત શાહ દિલ્હી વિધાનસભાની ચૂંટણીનું પરિણામ જ ભૂલી જાય.
- ભાજપની જ સાથીદાર એવી શિવસેના હવે ભાજપની ટીકા કરવામાં પાછી નથી પડતી એ કારણે નીતીશકુમાર માટે ‘શિવસેના’ હવે ‘પ્રિયસેના’માં ફેરવાઈ ગઈ છે. .
- નીતીશકુમાર અને જીતેનરામ માંઝી એટલે બિહારના આધુનિક રામ અને ભરત.
- કિરણ બેદી એટેલે ભાજપના કોથળામાંથી નીકળેલી બિલાડી.
- અમિતાભ બચ્ચને ‘એક ચઅમિતાભૃબચ્ચન સાથે એક ચઅભિષેકૃ બચ્ચન ફ્રી’ એવી સ્કીમ અમલમાં મૂકવી જોઈએ.
- વડોદરા શહેરમાં આજકાલ લોકોએ આવું કહેવું જોઈએ કેઃ ‘શેર સે નહીં, કુત્તે સે ડર લગતા હૈ.’ કારણ કે- એક સમાચાર મુજબ ‘વડોદરા શહેરમાં દર એક કલાકે એક વ્યક્તિને કૂતરૂં કરડે છે.’
- ઉપરાઉપરી મળતી નિષ્ફળતાથી દુઃખી થયેલા રાહુલ ગાંધીએ માટે મંથન કરવા માટે ગુજરાતમાં ખાપરા-કોડિયાની ગુફામાં બેસવા જેવું હતું. અમિતાભ બચ્ચન કેટલા પ્રેમથી પ્રવાસીઓને ગુજરાતમાં થોડાક દિવસો પસાર કરવાનું કહે છે!
- પંદર પંદર મિનિટ સુધી જાહેરાતો દેખાડયા પછી માત્ર અર્ધી મિનિટ સમાચાર આપીને ફરીથી જાહેરાતો આપનારી દેશની રાષ્ટ્રીય સમાચાર ચેનલો ખરેખર તો ‘રાષ્ટ્રીય અત્યાચાર ચેનલો’ તરીકે ઓળખાવી જોઈએ.
- મનમોહનસિંહે વડાપ્રધાન તરીકે દસ દસ વર્ષો સુધી કરેલી શબ્દોની બચત નરેન્દ્ર મોદીએ વડાપ્રધાન બનીને માત્ર નવ મહિનામાં વાપરી નાખી છે.
- આપણા દેશમાં કેટલાક લોકો માટે ક્રિકેટ ધર્મ છે ને સટ્ટો કર્મ છે.
- ‘રાજકારણમાં કશું અશક્ય નથી.’ આ પૂર્ણ સત્ય નથી, અર્ધ સત્ય છે...જ્યાં સુધી ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષો મળીને ગઠબંધનની સરકાર ન બનાવે ત્યાં સુધી.
- દિવાળી અને હોળી બંને તહેવારોમાં રંગોળીનું મહત્ત્વ છે. ફેર એટલો કે દિવાળીમાં રંગોળી ઘરના આંગણામાં હોય છે જ્યારે હોળીમાં રંગોળી બીજાના મોઢા પર હોય છે.
પ્રાઈમ ટાઈમ
હેલી વોરા
૧૨. હોલી આઈ હૈ
૫ વર્ષ ના કમલ ની મમ્મી કેલેન્ડર જોઈ રહી હતી. નોકરિયાતો અને તેમના પરિવાર વાળા સામાન્ય રીતે કેલેન્ડર બે કારણોથી જોતા હોય છે.એક તો રજાઓ શોધવા અને બીજું દૂધ નો કે છાપા નો હિસાબ મેઈન્ટેઈન કરવા. રજાઓ શેના માટે? બસ એમાજ તો એમને થોડું જીવવાનો મોકો મળતો હોય છે. તારીખીયું જોતા જોતા મમ્મી બોલી આ વખતે આપણી હોળી ગઈ. બાજુમાં ટેબલ નું ખાનું ખોલી ને તેમાનો કીચેઈન, ચાવીઓ, સ્ટેપલર, જૂની કંકોત્રીઓ નો ખજાનો ચુપ ચાપ ફંફોસી રહેલા કમલ ના કાન હોળી ના નામ પર ચમક્યા. હાથ માં નેલકટર સાથે તે તરત મમ્મી પાસે દોડયો.
‘મમ્મી હોલી આઈ હૈ?’
‘ સંક્રાંત ની રાજા પણ રવિવાર માં ગઈ અને આ વખતે ધૂળેટી પણ ગઈ’. મમ્મી હજી કેલેન્ડર થી જ વાતો કરતી હતી.
‘ મમ્મી કે ને.... હોલી આવશે?’ કમલ ઈંગ્લીશ મીડીયમ સ્કુલ માં ભણતો એટલે ‘હોળી’ બોલતા ન આવડતું.
‘વળી તે ડરોઅર ખોલ્યુંને?’ મમ્મી તાડૂકી. ‘નેલ કટર વાગી જશે તને હજાર વાર કહ્યું છે.’
‘હા પણ મમ્મી હોલી આવવાની છે?’
‘પેલા નેલ કટર ડરોઅર માં મુક તો જોઉં.’
કમલ દોડી ને મૂકી આવ્યો. એટલા માટે નહિ કે તે કહ્યાગરો હતો.પણ એટલા માટે કે તેને મમ્મી પાસે થી જવાબ જોઈતો હતો.
‘હવે તો કહીશ ને?’
‘ડરોઅર બંધ કોણ કરશે?’ આપણે આપણો સમાજ ટટળાવે અને આપણે આપણા બાળકો ને.
વળી તે દોડયો ને જોરથી ડરોઅર ને ધક્કો માર્યો.
‘હવે તો કે’
‘શું?’ આટલી જ સીરીઅસલી લઈએ છીએ આપણે બાળકો ની વાતોને.
‘અરે હોલી મમ્મી કેટલી વાર કહું?’
‘આવા જવાબ આપતા શીખવે છે તારી સ્કુલ માં? આજે જ આવું છું તારી સ્કુલ માં’
હવે આંસુડા આવ્યા..... સ્કુલ એટલે બાળક નું ભવિષ્ય સુધારવા વર્તમાન ની વાટ લગાવતી સંસ્થા. ખાસ તો ત્યારે જયારે બાળક નાનું હોય.
‘ના મમ્મી ના... ના જાજે. નહિ જાને? બોલ ને નહિ જાને સ્કુલ? બોલ ને....’
‘હવે ધ્યાન રાખજે બોલવામાં.
આંખમાં આંસુડા સાથે તે મસ્ત હસ્યો, રીલીફ સ્માઈલ. પણ માઈન્ડ માં એક પ્રશ્ન હશે.... ‘યે સાલા બોલવામાં ધ્યાન કૈસે રખા જાતા હોગા?’
‘હોલી ક્યારે આવશે કેને...’
‘આવતા રવિવારે...સન્ડેના...’
‘યેસ યેસ યેસ યેસ....હોલી...હોલી...હોલી.... સન્ડે એટલે કેટલા દિવસ પછી?’
‘એઈટ’
‘વન ટુ થ્રી ફોર ફાઈવ સિક્સ એઈટ....આવડા બધા નહિ...ટુ દિવસ પછી હો?પ્લીઝ મમ્મી. હું નેલ કટર નહિ અડું બસ? ટુ દિવસ પછી.ઓકે?’
હવે મમ્મી હસી.એટલે કમલ ની હિંમત થઈ એની પાસે જવા માટે. એને હસતી મમ્મી બહુજ ગમતી.પણ એ ક્યારેક જ હસતી.
‘બેટા એમ ન હોય. હોળી આવે ત્યારે જ આવે.’
આંખો ગોળ ગોળ ફેરવી ને પછી કમલે સ્વીકારી લીધું કે ટુ દિવસ પછી જુગાડ નહિ થાય. એઈટ દિવસો સ્વીકારવા જ પડશે.
‘તો ત્યાં સુધી આપણે શું કરશું?’
‘પિચકારી ગયા વર્ષ વાળી તૂટી ગઈ છે. પપ્પા ને તું બજાર માંથી નવી લઈ આવજો. અને કલર પણ.’
‘યસ યસ યસ’ કમલ દોડી ને આખા હોલ માં ગોળ ગોળ ચક્કર લગાવવા લાગ્યો.
‘મોટી પિચકારી બંદુક વાળી ઓરેન્જ કલર ની ને કલર પિંક ને ગ્રીન ને રેડ ને યેલ્લો પણ લઈશ. દીદી ને લગાવીશ ને મોન્ટુ ને તો આખો ભરી નાખીશ ગ્રીન કલરથી. અને એટલું બધું પાણી ભરી જઈશ શેરી માં કે ખલાસ જ ન થાય. બધા ગ્લાસ અને વાટકા ને ચમચીઓ પણ ભરી જઈશ.અને રાત સુધી બધા ને રંગી નાખીશ. કાકા ને, દાદી ને, માસી ને, બાબુ ને....આખી દુનિયા ને રંગી નાખીશ.અને સ્કુલ માં છુટ્ટી ટેન ડેઝ યે યે યે યે . અને અને અને જલેબી લાવજે હો.. લાવીશ ને મમ્મી?’ મમ્મી તો બીઝી એઝ યુંઝુઅલ.
‘હા.પણ એના માટે આજે તારે લેસન કરવું પડશે રાતે , અને ખીચડી માં નખરા ન કરજે સાંજે, અને ચ્યવનપ્રાશ માં મોઢું બગડતો નહિ પછી શરદી થઈ જાય છે અને...’ એક જલેબી અને કેટલી બધી શરતો.
‘પપ્પા ને હજી કેટલી વાર છે આવવાને?’
‘રોજ નાં ટાઈમે આવશે સાંજે. કદાચ લેટ પણ થાય.’
‘ફોન કરને ... મારે વાત કરવી છે. કરને ‘
‘તું લોહી ન પી હવે. પપ્પા ને કામ હોય અને મને પણ કામ છે અત્યારે.’ આપણે ઈમ્પોર્ટન્ટ લોકો અને અને આપણા કામો પણ ઈમ્પોર્ટન્ટ.
સાંજ સુધી તો ખુરશી ઢસેડી ને કબાટ માંથી રંગોળી ના રંગો શોધી કાઢ્યા. તૂટેલી પિચકારી પોતે આખા પલળી ને ધોઈ નાખી. ગંદી અડે તો તો મમ્મી વઢે ને. મમ્મી તો જો કે તોય લોશીજ.
‘કમલ બધું કેવું વેરી મુક્યું છે? આ ભંગાર પિચકારી ક્યાંથી ઉપાડી લાવ્યો? અને આખો પલળ્યો કેમ છે?’
‘હવે તૈયાર કરી દે પપ્પા આવશે સિક્સ ઉપર કાંટો આવશે એટલે.’ ભીના કમલ ને તૈયાર કરવો જ પડે એમ હતો. કમલ શુઝ પહેરી ને ગેટ પકડી ને ઉભો રહી ગયો. હર્ષ અને દર્શિની બોલાવવા આવ્યા રમવા માટે. તો બુમો પાડી ને કહેવા લાગ્યો. ‘મેં આજ પિચકારી લેને જાને વાલા હું. ઔર કલર ભી’. પછી ગેટ એક હાથે પકડી બીજા હાથ ની આંગળીઓ લેખવા લાગ્યો..’.પિંક,ગ્રીન,યલ્લો.. પપ્પા કે સાથ... બાઈક પે જાઉંગા..ખેલને નહિ આઉંગા.તુમ લોગ જાઓ.’ વેલ હર્ષ અને દર્શિની પણ ગુજરાતી જ હતા!
‘મુજેભી દેગા પિચકારી?’ હર્ષે પૂછ્યું.
‘નહિ.... .... ઠીક હૈ દુંગા પર તું મુજસે કિટ્ટી મત હોના કલ કે જૈસે.’
બીજા પાડોશી બાળકો ને પણ વગર પૂછી વધામણી આપવા લાગ્યો.પંદરેક મિનીટ ગેટ ને લટક્યા પછી તેના હાથ દુખવા લાગ્યા. એટલે આંગણ માં ફરવા લાગ્યો. કલર ના નામો યાદ કરતા કરતા. થોડી થોડી વારે ગેટ પર જોઈ આવતો, અંધારૂં થવા લાગ્યું. આસપાસ વાળા અંકલ ના બાઈક ની હેડ લાઈટ દેખાઈ નથી કે તે પપ્પા...પપ્પા કરતો દોડયો નથી. ફરી ભોંઠો પડી ને આંગણ માં ફરવા લાગે.
આખરે બાઈક આવ્યું. અને થાકેલા કમલ ના જીવ માં જીવ આવ્યો. ‘પપ્પા હાલો પિચકારી લેવા’ પપ્પા એ એને ધક્કો મારી ને બાઈક ઘર માં લીધું અને બરાડયા. ‘શું મગજમારી માંડી છે આવતા વેંત?’ ડરી ગયેલો કમલ બોલ્યો’મમ્મી એ પણ કીધું હતું કે લેવા જવાની છે... હોલી આવશે એઈટ ડેઝ પછી....’
‘વર્ષા.... શું છે આવતા વેંત?’ બોસ પીડિત પપ્પા વધુ જોર થી તાડૂક્યા અને અંદર તરફ ધસ્યા.
કમલ બહાર બેસી રહ્યો અંદર જવાની હિંમત ન થઈ. પિચકારી અને કલરો દુર જવા લાગ્યા... અને આંખ માં ફરી આંસુડા આવી ગયા...
પપ્પાએ ચા પીધી ગરમ ગરમ ‘અને આ બોસ લોહી ઉકાળે છે... પગાર હજુ થયો નથી ને કે છે રજા નહિ આપું હોળી ની.... હદ છે. આજે પણ બે કલાક એક્સ્ટ્રા કામ કરાવ્યું.અને અપમાન કરે વારે વારે એ અલગ. આ તો નોકરી છે કે નરક......’ ચા અંદર ગઈ. ઉભરો બહાર આવ્યો પછી યાદ આવ્યું કે કમલ ક્યાં? ભાઈ કમલ તો બહાર બેઠા બેઠા આંસુ સારી રહ્યા હતા. પપ્પા ને દેખી ને નારાજ થઈ ને મોઢું ફેરવી લીધું.
‘ કયા કયા કલર લેવા છે તારે?’ પપ્પા તેની બાજુમાં બેસી ગયા.
અને કમલ ની આંખો માં જ બધા રંગો દેખાવા લાગ્યા.
હેપ્પી હોલી.
બોલીસોફી
સિધ્ધાર્થ છાયા
ઈ-દ્બટ્ઠૈઙ્મ : જૈઙ્ઘઙ્ઘરટ્ઠિંર.ષ્ઠરરટ્ઠઅટ્ઠજ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ
૧૩. હોળીનું એક અલગ રૂપ - દામિની
જી હા, આ અંકથી આપણી કોલમનું ફક્ત નામ જ બદલાયું છે બાકી મૂડ તો કાયમની જેમ બોલીવુડી જ રહેશે એની ગેરંટી! પહેલા આપણે બોલીવૂડમાં ઘટતી સાંપ્રત ઘટનાઓ વિષે ચર્ચા કરતાં પણ સમય જતાં એવું લાગ્યું કે આ વાત તો બધેજ થતી હોય છે અને એથીજ એ કદાચ બોરીંગ પણ લાગે છે, તો પછી ‘હું ગુજરાતી’એ કશુંક નવું કેમ ન કરવું? અને ખુબ વિચાર્યા પછી આ ‘બોલીસોફી’ નો વિચાર આવ્યો. બોલીસોફી એટલે બોલીવુડની ફિલ્મોમાં રહેલી કેટલીક ફિલોસોફીઓ જે એની સતહ પર નથી દેખાતી પણ જો ઊંંડાણમાં જઈને વિચાર કરીએ તો જ એ સામે આવે છે. એટલે આવીજ અલગઅલગ બોલીવૂડ + ફિલોસોફી એટલેકે ‘બોલીસોફી’ વિષે આપણે ‘હું ગુજરાતી’ના આવનારાં અંકોમાં મસ્ત મજાની વાતો કરશું. આ વખતે હોળીનો એક અલગજ રંગ આપણે જોઈશું એ આપણને ફિલ્મ દામિનીએ દેખાડયો છે.
શ્રીમંત પરિવારમાં હોળીનો ઉત્સવ ઉજવાતો હોય અને એમાં શામેલ થવા ઘરનો સહુથી નાનો દીકરો પોતાના મિત્રોને આમંત્રિત કરે અને પછી એ એના મિત્રો સાથેજ ઘરમાં કામ કરતી છોકરી પર ભાંગ અને દારૂનાં નશામાં ચૂર થઈને બળાત્કાર ગુજારે એ વાત ફિલ્મોમાં કદાચ પહેલીવાર આપણી સમક્ષ આવી હતી. પરંતુ એનો મતલબ એવો જરાય ન હતો કે આવી ઘટનાઓ આપણા ભારતમાં દામિની પહેલા અને દામિની બાદ નહોતી થતી અથવા તો નથી થઈ રહી. ઘરનાં નોકર ચાકરો તો ઠીક પણ ઘણીવાર તો ઘરનાં સભ્યો સાથે પણ એમની ઈચ્છા વિરૂદ્ધ આવી ઘટના બનતી હોય છે. આવે સમયે મોટાભાગના કિસ્સાઓમાં સ્વાભાવિકરીતે ઢાંકપિછોડો કરી દેવામાં આવે છે. જો ભોગ બનનાર નોકર કે નાના તપકાની વ્યક્તિ હોય તો તેને પૈસા આપીને મૂંગી કરી દેવાય અને ભોગ બનનાર જો કુટુંબી હોય તો સમાજમાં કુટુંબનું નામ ‘ખરાબ’ ન થાય એની દુહાઈઓ દઈને પણ મામલો સગેવગે કરી દેવામાં આવે છે.
હિંદી ફિલ્મોમાં હોળીના અવસરનો ઉપયોગ મોટેભાગે ગીતોમાં વધુ થયો છે. હા ‘શોલે’ અથવા ‘ડર’ જેવા કેટલાંક અપવાદો તો છે જ, પણ દામિનીની વાર્તા તો હોળીના આ પ્રસંગથીજ વળાંક લે છે. આ એક એવો વળાંક છે જે નારીશક્તિની વ્યાખ્યાને એના નક્કર સ્વરૂપમાં આપણી સામે લઈ આવે છે. દામિની એ કુટુંબની વહુ છે. એના સાસુ-સસરા તો ઠીક પણ એનો પતિ પણ એની નોકરાણી ઊંર્મિ પર થયેલા બળાત્કારને ભૂલી જવાનું કહે છે. પણ દામિની એના નિર્ણય પર અફર રહે છે. ખરેખર તો એને એજ સમજાતું નથી કે લોકો અન્યાય સામે સાવ મૂંગામંતર કેમ થઈ શકે? અને આથીજ તે પોતે એકલી ઊંર્મિની મદદ કરવાનું નક્કી કરે છે અને હોળી માંથી ઉદ્ભવેલી દામિની નામની ચિનગારી છેવટે એક લાંબી લડાઈ બાદ એના કુટુંબને જેલનાં સળીયા ગણતું કરી દે છે. જો કે દામિનીની આ સફર એટલી સહેલી નહોતી. હોંશિયાર પણ શઠ વકીલ ચડઢાના પેંતરાઓ એક સમયે દામિનીને પાગલ બનવાની કગાર સુધી પહોંચાડી દે છે, પણ દામિની તેમાંથી પણ ઊંગરે છે અને એને મદદ મળે છે એક બેકાર બની ગયેલા વકીલ ગોવિંદની જે દામિની અને ઊંર્મિને ન્યાય અપાવે છે.
દામિનીની ફિલોસોફી એકદમ સિમ્પલ છે. પહેલાતો ઘરની અંદર કોઈપણ વ્યક્તિ સાથે તમે કોઈજ અન્યાય ન કરો અને થવા પણ ન દો. પણ તેમછતાં જો આવી કોઈ ઘટના સામે આવે અને એમાં ઘરનો વ્યક્તિ જ દોષી હોય તો પણ તેને કાયદાને હવાલે કરી દો નહીં કે એના કુટુંબીજન હોવાનો ખોટો ફાયદો એને લેવા દઈને ભોગ બનનારને અન્યાય કરવો. ન્યાયની આ લડતમાં જો સચ્ચાઈ તમારી સાથે જ છે એવો વિશ્વાસ તમને અને તમારા આત્માને હોય તો પછી તમારા કુટુંબીઓ સામે પણ તમે લડો અને જો આમ કર્યું તો પછી સમજી લેજો કે તમારી જીત પાક્કી જ છે. બસ આટલી આસાન વાત દામિની આપણને કરે છે. જયારે તમે સચ્ચાઈને પક્ષે હશો ત્યારે દુનિયાની કોઈપણ અદાલત તમને અસલી ગુનેગારને સજા અપાવતાં રોકી નહીં શકે. હા, તમને રોકવા, તમને ટોકવા અથવાતો તમારો કાંટોજ કાઢી નાખવા કેટલાય લોકો તમારી સામે પડશે, પણ તમે તમારૂં કામ કરે જાવ અને સફળતા વહેલી તો મળશે જ નહીં પરંતુ મોડેથી તો જરૂર મળશે જ એ વાતની ખાત્રી રાખજો. અને હા, આ વાત માત્ર મહિલાઓ ને જ નહીં પુરૂષોને પણ એટલીજ લાગુ પડે છે.
ઘણીવાર ફિલ્મોની આવી ફિલોસોફી આપણને મનોરંજનના મેકઅપની અંદર દેખાતી નથી, પણ આ મેકઅપ ઉતર્યા બાદ જો આપણે એના વિષે શાંતિથી વિચારીએ તો આપણને ઘણીબધી ફિલોસોફીઓ હિંદી ફિલ્મોમાંથી પણ મળે છે. હોળીનો એક અલગ જ રંગ દેખાડતી આવી હજારો દામીનીઓને લાખ લાખ સલામ.
ઓડકાર
“ન્યાયની અદાલત ઉપરાંત તમારા આત્માની પણ એક અદાલત છે. આ અદાલત સામે દુનિયાની કોઈપણ અદાલત હંમેશા નાની જ હોય છે.”
- મહાત્મા ગાંધીના આ અવતરણ પરથી જ દામિની ફિલ્મનો વિચાર લેવામાં આવ્યો છે.
૨૨.૦૨.૧૫ (રવિવાર)
અમદાવાદ
લઘરી વાતો
વ્યવસ્થીત લઘરવઘર અમદાવાદી
ઈ-દ્બટ્ઠૈઙ્મ : હ્વરૈજરદ્બટ્ઠાટ્ઠહઙ્ઘૈંજ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ
૧૪. ‘’હોળી’’ ્રી - નિબંધ
આમ તો આ લેખ નું ટાઈટલ ફક્ત ‘’’હોળી’’ જ હતું પણ ટેગ લાઈન માં ્રી શબ્દ પ્રયોગ કરવો એ આજકાલ નો ટ્રેન્ડ છે અને એવા મુવી હિટ પણ જાય છે એટેલ મારી મચેડીને ટેગ લાઈન સેટ કરી છે. હોળી એ ગબ્બર નો પ્રિય તહેવાર તરીકે દર વર્ષ ઉજવાતો આયો છે , ગબ્બર ગુજરી ગયે વર્ષો થઈ ગયા તો પણ એનો ઘોડા પર બેઠેલો ફોટો કે હોલી કબ હૈ કબ હૈ હોલી ફરતો રહે છે . એનું કારણ છે ઠાકુર નાં હાથ હતા નહિ એટલે ગબ્બર ને એને દર વર્ષે રંગવાની મજા આવતી હતી એ સામે રંગ પણ નાં લગાવી શકે . ઘણા લોકો ખોટો શો - ઓફ કરવાની આદત હોય છે એ લોકો માટે બારેમાસ હોળી હોય છે કેમકે બારેમાસ એ લોકો કલર કરે રાખતા હોય છે .
હોળી તેહવાર પાછળ નો મુખ્ય વાર્તા એ છે કે પ્રહલાદ હોલિકા માં થી જીવતો પાછો આવ્યો હતો અને સત્ય નો અસત્ય પર વિજય થયો હતો . આ આખી વાર્તા માંથી અમિતાબ બચ્ચન ને તો ‘’વિજય ‘’ શબ્દ પર જ ફોકસ કર્યું અને મોટા ભાગ નાં પોતાના મુવી માં કેરેક્ટર નું નામ વિજય રાખી દીધું . અને એ હોળી નાં તહેવાર ની જેમ હિટ પણ ગયું હતું .
હોળી નાં તેહવાર એક એવો તેહવાર છે જેમાં ખાતા ખાતા હોળી ભૂખ્યા રહેવાનો ઉપવાસ કરવાનો હોય છે ધાણી , મમરા , સિંગ , ચણા , ચવાણું , ચીક્ક્કી બધું ખાતું જ રેહવાનું હોય છે આમે ગુજરાતીઓ ને જમવાના સમયે પણ કોરા નાસ્તા નો ડબ્બો સાઈડમાં જોઈએ એટલે મોટાભાગ નાં લોકો ખાઈ-પી ને ઉપવાસ કરવાના આ તેહવાર માં ઉપવાસ કરતા હોય છે . પણ એક વાત છે કે તમને પોપકોર્ન ગમે તેટલા ભાવતા હોય પણ જ્યારે એજ પોપકોર્ન તમારી આગળ ‘’ધાણી ‘’ તરીકે પીરસવામાં આવે છે ત્યારે અચાનક જ ભૂખ મરી જતી હોય છે.
સોસાયટી સોસાયટી એ હોળી પ્રગટાવામાં આવતી હોય છે પણ એની પાછળ કેટલાય નાના બાળકો નો અથાક પ્રયત્ન રહેલો હોય છે સૌથી વધારે પ્રયત્ન નો સોસાયટી નાં સભાસદો પાસેથી હોળી નો ફાળો ઉઘરાવાનો હોય છે , પ્રહલાદ ને જેટલી તકલીફ નહિ પડી હોય એના કરતા વધારે તકલીફ હોળી પ્રગટવા માટે રૂપિયા ઉઘરાવામાં નાના બાળકો ને પડતી હોય છે . ઘણા લોકો તો પચાસ રૂપિયા નાં ફાળો આપતા સુધી બાળકો ને પચાસ સવાલ પૂછી નાખતા હોય છે . તો પણ આવો કઠિન માર્ગ માંથી પસાર થઈ હોળી શણગારવામાં આવે છે , આપડે ગુજરાતીઓ જૂની વસ્તુઓ નો ઉપયોગ કરવામાં ઘણા પાવરધા છીએ એટલે હોળી શણગારવામાં પણ ઉતરાયણ નાં પડી રહેલા પતંગો નો ઉપયોગ કરવામાં આવે છે .
હોળી નાં બીજા દિવસ ને ધુળેટી કહે છે. આ દિવસે એક બીજા ને હર્ષ ઉલ્લાસ સાથે રંગવામાં આવે છે અહી ઘણા લોકો ફક્ત એટલે રંગાતા હોય છે કે સેલ્ફી ક્લિક કરી શકે અને પોતાનો ફોટો ફેસબુક અને બીજી સોશ્યલ સાઈટો પર પોસ્ટ કરી શકે અને ઘણા એટલે રંગાતા હોય છે કે એમને રંગ લગાવો બહુ ગમતો હોય છે ઘણા તો આખા સિલ્વર કલર નાં રંગ થી રંગાતા હોય છે એમને જઈને કોઈ સોની ની દુકાને વેચી આવીએ તો સિલ્વર નો બંધ ભાવ મળે એવા રંગાઈ ચુક્યા હોય છે . ઘણા તો એટલા બધા ટાઈપ નાં રંગ લગાવી દીધા હોય છે કે એમને તડકે ઉભા રાખીએ અને દુર થી એમનો ચેહરો જોઈએ તો મેઘધનુષ્ય જેવો લાગે . ઘણા નાં ચેહરા પર બધા કલરો ભેગા થઈ ને કાળા કલર માં પરિવર્તીત થયા હોય છે . આ કાળો કલર તેમની આંખ ની આજુબાજુ એવો લાગતો હોય છે જાણે મેશ આંજી હોય .
આમ અલગ અલગ રીતે આ તેહવાર ઉજવાતો હોય છે સુકી હોળી , ભીની હોળી , ઈકોફ્રેન્ડલી હોળી હવે મને લાગે છે આગામી વર્ષો માં ઈ - હોળી આવશે જેમાં ફક્ત એક બીજા નાં પ્રોફાઈલ પિક્ચર ને ફોટોશોપ માં રંગી કાઢવાના પણ ગમે તે હોય આ તેહવાર ની મજા કઈક અનોખી છે કદાચ ઉજવણી નાં સ્વરૂપ બદલાય પણ તહેવાર નો ઉત્સાહ નહિ બદલાય .