Chamdi tog nivaran in Gujarati Health by paresh barai books and stories PDF | ચામડી રોગ નિવારણ

Featured Books
Categories
Share

ચામડી રોગ નિવારણ

ચામડી રોગ નિવારણ – આયુર્વેદિક ઉપાય

  • લીંબુ ના બે ફાડા કરી ને દાદ, ખાજ, ખંજવાળ અથવા ચામડી પર કાળા ડાઘા હોઈ તે જગ્યાએ ઘસવા થી ચામડી ને રાહત મળે છે. તેમજ થોડા જ દિવસો માં બિલકુલ મટી જાય છે. ચામડી ના દરેક રોગ માટે લીંબુ ખુબ જ ઉપયોગી છે.
  • ખંજવાળ આવતી હોય ત્યારે નાળીયેર ના તેલ સાથે લીંબુનો રસ ભેળવીને મસાજ કરવાથી ખંજવાળ મટે છે. તેમજ, જો ફોલી વાળી ખંજવાળ હોય તો નાળીયેર ના તેલ ને ગરમ કરી લીંબુ સાથે ભેળવી ને લગાવવાથી લાભ થાય છે.
  • હાથ ધોઈ ને લીંબુ ને કાપી હાથ મા ઘસવાથી હથેરી મુલાયમ થાય છે તેમજ નખ સારીરીતે સાફ થાય છે. દાદ અને ખંજવાળ માં તુલસી નો રસ અને લીંબુ નો રસ સરખે ભાગે ભેળવી ને લગાવવાથી લાભ થાય છે.
  • લીમડો, નિર્ગુડી, અને કરંજ ને પીસી લેપ બનાવી તૈયાર કરી ચામડી પર ની ફૂગ ને ફેલાવનાર જંતુ ને આગળ વધતા અટકાવે છે, તેમજ ફૂગ ને પણ પૂરી રીતે નાબુદ કરે છે.
  • લીમડાના કુણી કુંપણ ના પત્તા ૮ થી ૧૦ ખાલી પેટે ખાવાથી તેમજ લીમડાના પાણી થી નાવાથી ચામડી ના રોગ માટે છે. લીમડા ની છાલ ને પાણી મા ઘસી ને ફોલા કે ફૂગી ઉપર લગાવવાથી રાહત મળે છે.
  • લીમડા નું જુના ઝાડ ની છાલ ને પીસી પાવડર બનાવી ને રાત્રે ૩ ગ્રામ જેટલો પાણી માં પલાળી ને સવારે મધ સાથે લેવાથે દાદ, ખંજવાળ ફૂગી, કે ઉપદેંશ જેવા ચામડી ના રો મટાડે છે.
  • લીમડા ના ઝાડ મા થતી લીંબોળી ના તેલ ને ચામડી ઉપર લોહી બગાડ ના દાગ હોઈ તો લગાડવાથી દાગ દૂર થાય છે.
  • ચામડી ના કાપા ઉપર લીમડાના પાન ના રસ વાળો પાટો બાંધવાથી અને તેને થોડી-થોડી વાર માં બદલતા રહેવાથી ચામડીના ઘાવ કે કાપા રૂઝાય જાય છે.
  • ચામડી ના કોઈ પણ રોગ માટે મૂળા ના પાન નો રસ ખુબ જ ઉપયોગી છે.
  • દરરોજ મૂળા તેમજ તલ ખાવાથી સોજી ગયેલ ચામડી વાળા ભાગ મા નીચે ભરાયેલ પાણી સુકાય જાય છે અને સોજો ઉતરી જાય છે. મૂળનો રસ ૨૦ થી ૫૦ મિલીલીટર પીવાથી પણ સોજો ઉતારી જાય છે.
  • રોજના મૂળા ના સેવન થી જૂરી, દાગ, ખીલ વગેરે માટી જાય છે.
  • મૂળા મા સોડીયમ કલોરીન તત્વ હોવાથી, રોજ સેવન કરવાથી પેટ સાફ રહે છે. તેમજ મૂળા મા રહેલ મેગ્નેશિયમ પાચન ક્રિયા ને મજબુત રાખે છે.ગન્ધાકીય તત્વ ચામડીના રોગો ને ઠીક કરે છે.
  • મગફળી નું મિલાવટ વગર ના શુદ્ધ તેલ થી ચામડી પર માલીશ કરવાથી રાહત મળે છે.
  • રોજ કાચા પપૈયા નો બે ચમચી રસ સવારે ને સાંજે લેવાથી ચામડી ના મોટા ભાગ ના રોગ મટે છે.
  • ફટકડી વાળા પાણી થી ચામડી ધોવાથી ખંજવાળ ,ખજ, ખસ માટે છે.
  • ૧૦૦ મિલી લીટર સરસવ ના તેલ મા ૮ લીલા મરચા પીસી ને પકાવવું ત્યારબાદ બરોબેર પાકી જાય એટલે ગાળી ને એક શીશીમા ભરી આ બનાવેલા તેલ ને ચામડીના રોગ ઉપર લગાવવાથી લાભ થાય છે.
  • ૨૫૦ મિલીલીટર સરસવ ના તેલ મા ૫૦ ગ્રામ લીમડાના કુંપણ નાખી ઉકાળી તેલ ઉકાળી ગયા પછી તને ઠંડુ કરી ગલી ને તેલ લાગવાથી એક્જીમાં ના રોગ માટે છે.
  • સરસૌ ના તેલ થી માલીશ કરી ને પછી નહાવાથી શરીર ની ચામડી મુલાયમ રહે છે અને ફાટલી નથી.
  • સફરજનનો રસ કાઢી ને ચામડી ઉપર લગાવવાથી ચામડી ના રોગોમાં રાહત મળે છે. દરરોજ બે સફરજન ખાવા થી ચામડી ના દરેક પ્રકાર ના રોગ મા રાહત મળે છે. એક સફરજન ને પીસી ને મોઢા ઉપર લાગવી ૧૦ થી ૧૫ મિનીટ રહેવા દેવું ત્યાર પછીમોઢું ગરમ હુફાળા પાણી થી ધોઈલેવું જેથી મોઢા પેર નું તીલીપન દુર થાય છે.
  • કારેલાના રસ ને ચામડીના દાદ, ખજ, ખંજવાળ જેવા રોગ મા લગાવવાથી ઘણો ફાયદો થાય છે. સવારે ખાલી પેટે આશરે ૧ ગ્રામ નો ચોથો ભાગ જેટલા કરેલા ના ફળ નો રસ પીવાથી લોહી સાફ થાય છે તેમજ ચામડી ના રોગ નથી થતા.
  • ગૌમૂત્ર ને દાદ,ખંજવાળ મા ચામડી પેર લગાવવાથી ફાયદો થાય છે.
  • મોગરા ના પાન વાટી ને જ્યાં દાદ, ફૂગી, ખાજ હોઈ એ ભાગ પેર લગાવવાથી રાહત મળે છે.
  • જો ચામડી સુકાઈ ગઈ હોય તો સરસવ ના તેલ મા હળદર નાખી ને એ તેલ થી ચામડી પર માલીશ કરવાથી રાહત થાય છે.
  • હળદર ની ગાંઠને પાણી મા ઘસી ને ચહેરા પર લગાવવાથી ચહેરા પર ના કાળા દાગ દુર થય છે.
  • તલ ના તેલ મા હળદર ને પીસી ભેળવીને તેનાથી ચામડી પર માલીશ કરવાથી ચામડી ના દરેક પ્રકાર ના રોગ દુર થાય છે.
  • ચામડી રોગ જેવાકે, ખંજવાળ, કુંગી, ફોલી હોય તેના ઉપર લસણ નો રસ લગાવવા થી રાહત રહે છે.
  • લસણઅને સુરજમુખી ને પીસી તેને પોટલી બનાવી ગળા ની ગાઠ હોઈ તેના ઉપર બાંધવીજેથી રાહત મળશે.
  • સરસવ ના તેલ મા લસણ નાખી ગરમ કરી ખજ, ચામડી પર લગાવવાથી ખંજવાળ માટે છે.
  • ગાજર નો રસ રોજ એક કપ પીવાથી ચામડીના બધા રોગ માટે છે.
  • ગાજર નો રસ જંતુ નાશક છે. તેમજ તે સંક્રમણ ને પણ દુર કરે છે. તેમજ લોહીશુદ્ધ કરે છે, જેથી ચામડી ના રોગ જેવા કે ખીલ, ફોલી વિગેરે માંતેચ્ચે.
  • ગાજર માં વિટામીન A હોય છે, ઠંડી મા ગાજર ની સીઝન પણ હોય છે, જયારે ઠંડી માં ખાસ ચામડી સુકાય જાય છે. જેમા ગાજર નો ઉપયોગ લાભદાયી છે.
  • રૂ થી ગાજરના રસ ને ગરદન ઉપર લગાવી થોડી વાર રાખી ઠંડા પાણી થી ધોઈ નાખવાથી ચામડી સાફ તેમજ ચમકદાર થાય છે.
  • સવારે નહતી વખતે હુફાળા પાણીમાં ગંધક નાખી નાહવા થી ચામડી ના બધા રોગ મા રાહત રહે છે.
  • કાળી માટી મા થોડુ મધ નાખી લેપ ને ફોલી, ફૂગ્લ ઉપર લગાવવાથી લાભ થાય છે.
  • ફોલી ઉપર શુદ્ધ મધ લગાડવાથી તરત જ રાહત મળે છે.
  • રોજ ૨૦ ગ્રામ મધ પાણી મા લેવાથી ગરમી, ખંજવાળ, ફૂગી દરેક ચામડીના રોગ મા રાહત મળે છે.
  • શરીર મા જ્યાં ખંજવાળ આવતી હોય તે જગ્યાએ ૧૫ મિનીટ સુધી પાણી ની ધાર કરવાથી ખંજવાળ મટે છે.
  • કાકડી ના રોજ ઉપયોગ કરવાથી ચામડી ના રોગ માટે છે.
  • ગરમી મા થતા ચામડી ના રોગ માતે ખસખસ નું શરબત પીવાથી ચામડી ના દરેક રોગ માટે છે તેમજ ચેપી ચામડીના રોગ મા પણ રાહત મળે છે.
  • ડુંગરી ને આગ મા શેકી ગરમ-ગરમ પોટલી ને ગાંઠ કે,ફોલી ઉપર બાંધવાથી તરત ફૂટી જાય છે.
  • ફોદીનો પીસી ને ૨૦ મિનીટ સુધી ચહેરા ઉપર લગાવવાથી ચહેરા પર ની ગરમી મટે છે. હળદર અને ફોદીના ના રસ ને બરાબર માત્રા ભેળવી ને ખંજવાળ, ખરજવું જેવા ચામડી ના રોગ મા રાહત મળે છે.
  • ૧૨૫ ગ્રામ લાલમરચું ૩૭૫ મિલીલીટર સરસવ નું તેલ ગરમ કરી ને જયારે ઉકાળી જાય પછી ઠંડુ થવાદેવું અને ગાળી લેવું ખુબજ જૂનું ફૂગી, અને ચામડી ના રોગ ને મટાડે છે.
  • અજમા:- અજમાને પીસી ગરમપાણી મા ભેળવી ખરજવું, ખંજવાળ,દાદ ઉપર લેપ લગાવવાથી રાહત મળે છે.
  • અજમા ને ગરમ પાણી મા ઉકાળી ને જખમ ઉપર ધોવાથી રાહત મળે છે.
  • ઠંડી મા ચામડી ના થતા રોગ માટે ગરમ પાણી મા મીઠું નાખી નહાવાથી ફાયદો થાય છે.
  • ગરમ પાણી મા મીઠું નાખી ચામડી ને ધોવાથી કે શેક લેવાથી હાથ, પગ તેમજ એડી ના કાપા મા રાહત મળે છે.
  • હોઠ અને ચામડી ના ફાટવાથી તેના ઉપર ગ્લીસરીન લાગવાવથી રાહત મળે છે.
  • ૩ ચમચી આમળા ના પાઉડર ને ૧ ગ્લાસ પાણી મા રાત્રે પલાળી રાખી સવારે ગલી તેમાં ૪ ચમચી મધ નાખી તે પાણી પીવા થી ચામડી ના બધા જ રોગ મટે છે.
  • આમળાનો રસ, ગંધક, મારી નો પાઉડર સરખે ભાગે લઈ તેમાં ૨ ગણું ઘી મેળવી તેને ચામડી ઉપર લગાવવાથી અને પછી સામાન્યતડકામાં બેસી જાવ થોડા જ દિવસ મા ચામડી ની ખંજવાળ માટે છે. આમળા ના રસ માં મધ ભેળવી ને પાણી પીવાથી ચામડીના બધા જ રોગ મા રાહત મળે છે.
  • નારંગી નો રસ રોજ પીવાથી લોહી શુદ્ધ થાયછે. તેમજ ચામડી ના બધા રોગ માટે છે.
  • આલુચા રોજ ખાવાથી સફેદ કોઢ નો રોગ માટે છે.
  • ચણા ના લોટ ને પાણી મા ભેળવી લેપ બનાવી ચામડી પર લગાવી સુકાય જાય પછી પાણી થી ધોઈ લેવું જેથી ખરજવું, ખંજવાળ, ફૂગી વિગેરે ચામડી ના રોગ મટે છે.
  • અંજીર નું દૂધલગાવવાથી દીનાય અને દાદ માટે છે.
  • કાચા અંજીર નું દૂધ ચામડી ઉપર લગાવવાથી બધાજ ચામડીના રોગ માટે છે.
  • પાકેલા કેળાના ગર્ભ માં લીંબુનો રસ મેળવી ને ચામડી પેર લગાવવાથી ખરજવું, ખંજવાળ, ફૂગી, દાદ વિગેરે ચામડી ના રોગ મટે છે.
  • દાદ અને ખંજવાળ થતી હોય ત્યારે કરોન્દાના મૂળ ને લીંબુના રસમા વાટી ને લગાવવાથી તરત જ ફાયદો થાય છે.
  • પરવળ નું શાક ખાવાથી ખરજવું, ખંજવાળ, કોઢનો રોગ મટે છે. તેમજ પરવળના પાન નો રસ થી ચામડી પર મસાજ કરવાથી ચામડીના રોગ મા રાહત મળે છે.
  • ફૂલકોબી નું શાક ખાવાથી લોહીશુદ્ધ થાય છે. તેમજ ચામડીના રોગ મટે છે.
  • શેરડી નો રસ રોજ એક ગ્લાસ જમીને પીવાથી ચામડીના રોગ મટે છે.
  • સોપારી ની રાખ ને તલ ના તેલ મા ભેળવી ને લગાવવાથી ખંજવાળમાટે છે.
  • ચંદન ના તેલ મા લીંબુ નો રસ ભેળવીને લાગવાવથી ખંજવાળ માટે છે.
  • કાજુ નિયમિત ખાવાથી સફેદ કોઢ નો રોગ મટે છે.
  • દહીં નું પાણી લઇ માલીશ કરવાથી ચામડીની ગરમી મા રાહત મળે છે.
  • આંબલી ના પાઉડર ને ઘી સાથે ભેળવી ચામડી ઉપર લગાવવાથી દાજી ગયેલ ના દાગ માટે છે.
  • તુલસી ના પાન નો રસ અને લીંબુ નો રસ સરખે ભાગે ભેળવી ને લગાવવાથી દાદ ખરજવું, ખંજવાળતેમજ ચામડીના અન્ય રોગ મા રાહત મળે છે.
  • ગુલકંદ રોજ ખાવાથી લોહી શુદ્ધ થાય છે અને ચામડીના બધા જ રોગ માટે છે.
  • ત્રિફલા ૧ ચમચી રોજ રાત્રે પાણી સાથે લેવાથી લોહી શુદ્ધ થાય છે અને ચામડીના બધા જ રોગ માટે છે.
  • નોંધ – કોઈ પણ પ્રકાર ના આયુર્વેદિક ઉપચાર શરુ કરતા પહેલા ડોક્ટર ની સલાહ અવશ્ય લેવી.