Cable Cut - 12 in Gujarati Fiction Stories by Rupen Patel books and stories PDF | કેબલ કટ, પ્રકરણ ૧૨

Featured Books
Categories
Share

કેબલ કટ, પ્રકરણ ૧૨

આ નવલકથાના તમામ પાત્રો અને ઘટનાઓ કાલ્પનિક છે.

પ્રકરણ ૧૨

ખાન સાહેબે સુજાતાના વિચારોને અટકાવીને તરત ફુલટનને ફોન કર્યો અને કહ્યું, “ હું તને હમણાં એક ડોક્ટરનું નામ અને એડ્રેસ મોકલું છું. તારે અને હાફટને હમણાંજ ત્યાં જઈ ગમે તે બહાને ડોક્ટરને મળવાનું છે અને ત્યાં આજથી કાલ રાત સુધી આવનાર લોકો પર પળેપળેની નજર રાખવાની છે. ખાસ કરીને બબલુની પત્ની સુજાતાની.”

“હા સાહેબ, પણ બબલુના પત્ની તો મને ઓળખે છે. મને ત્યાં જોઇને તરત ઓળખી જશે.”

“બેવકુફ. તારે ડોક્ટરની કલીનીક પર ખાનગી રીતે વોચ રાખવાની છે, નહી કે બહાર બેસીને. તારું મગજ ક્યારે બંધ થઇ જાય છે તે મને સમજાતું નથી.

“અરે ના ના સાહેબ એવું નથી. સોરી. હું સમજી ગયો. ચિંતા ના કરો, હું ખુફિયા રીતે વોચ ગોઠવું છું અને તમને રીપોર્ટ આપતો રહીશ.”

“ફુલટન તું યાદ રાખજે સુજાતા કોઈ સામન્ય સ્ત્રી નથી, તે બબલુની પત્ની છે અને હવે બબલુના બે નંબરના ધંધાની એકમાત્ર માલિક. મને તેના પર શક છે એટલે તને ચેતવું છું, તેની પર વોચ ધ્યાનથી રાખજે.”

“હા સાહેબ.”

ખાન સાહેબ ફોન કટ કરી પાછા વિચારે ચડી ગયા કે એવી તો કઈ વાત હશે તે મને સુજાતા ખાનગીમાં કહેવા માંગે છે, તે આટલી બધી ઉત્સુક કેમ છે, એવી તો શું વાત હશે તેને કહેવા મને તાત્કલિક ફોન કરવો પડે, પાછું ક્યાં અને કેવી રીતે મળવાનું પણ પ્લાનીગ કરી રાખ્યું છે, ડોક્ટર તેને કેમ અને કઈ રીતે મદદ કરતો હશે. તેની વાતનો બબલુના મર્ડર જોડે શું સંબંધ હશે.

ખાન સાહેબે તેમની ઓફિસમાં મોબાઈલ અને સાયબર ટીમના એક્સપર્ટ સૌરીનને બોલાવી સુચના આપે છે, “તમે મને બબલુના મોબાઈલ નંબરની છેલ્લા પંદર દિવસની કોલ ડીટેલ આપો અને લો આ બીજો મોબાઈલ નંબર, તમે મને આ મોબાઈલ પરથી છેલ્લા પંદર દિવસની કોલની ડીટેલ પણ આપો. આ ફોન નંબર બબલુના પત્નીનો છે. બબલુના પત્નીનો મોબાઈલ નંબર અત્યારથી જ ટ્રેસ કરી વોચ પર મુકો. હાલ આ નંબર પરથી કોને કોલ થાય છે અને ક્યાં નંબરના કોલ રીસીવ થાય છે તેનો ડેટા મને આપો. છેલ્લા પંદર દિવસમાં આ બે મોબાઈલ નંબર પર સૌથી વધુ કોની સાથે વાત થઇ છે તે નંબરની પણ મને જલ્દીથી ઇન્ફોર્મેશન આપો.”

“યસ સર. હું તમને હમણાં જ મોબાઈલ સર્વિસ પ્રોવાઈડર પાસેથી ડેટા કલેક્ટ કરીને રીપોર્ટ આપું છું અને તે નંબર પર વોચ ગોઠવું છું.”

ખાન સાહેબે ક્રાઈમ બ્રાંચની ટીમને પોતાની ઓફિસમાં બોલાવી પીન્ટોએ આપેલ શકમંદ નામની ચર્ચા કરવા મીટીંગ શરુ કરી. ખાન સાહેબે રિમાન્ડ એક્સપર્ટ સિનીયર પોલીસ ઇન્સ્પેક્ટર મેવાડાને આ શકમંદો પાસેથી ગમે તે રીતે ઇન્ફોર્મેશન કઢાવવાની સુચના આપી. તેમણે શકમંદ નામોનો પોલીસ રેકોર્ડ ચેક કરવા માટે સુચના આપી અને આ શકમંદોની હાલની લોકેશન ક્યાં છે અને બબલુના મર્ડર વખતે તે ક્યાં હતાં તેની તપાસ કરવા માટે પણ સુચના આપે છે. શક્ય હોય તે બધાને ખાનગી રાહે મળવા અને જરૂર પડે કાયદેસર રીતે હાજર કરી પુછપરછ કરવા જણાવે છે. તેમણે સાયબર ટીમને તે બધા શકમંદો ના મોબાઈલ નંબર મેળવી લો અને તેના ટ્રેક રેકોર્ડ કાઢી તે નંબરો પર પણ વોચ ગોઠવવા સુચના આપે છે.શકમંદો અને બબલુ વચ્ચે મોબાઈલ પર કોઈ કોલ થયા હોય તો તેની કોલ ડીટેલનો ડેટા મેળવી રીપોર્ટ આપવા જણાવે છે.”

મીટીંગ પુર્ણ કરી ત્યાંજ ફુલ ટનનો ફોન આવે છે અને કહે છે, “ અરે સાહેબ, આ ડોક્ટરને અત્યારે તો મળવું મુશ્કેલ છે. તેના ત્યાં અપોઈમેન્ટ વગર એન્ટ્રી જ નથી મળતી અને ઈમરજન્સીના કેસ તે નજીકમાં આવેલ બીજા એક્સપર્ટ ડોકટરની હોસ્પીટલમાં ટ્રાન્સફર કરે છે.”

“અરે કોઈ આઈડિયા વાપરીને મળો.”

“અરે સાહેબ, હું અત્યારે હાફ ટન ને એમ્બ્યુલન્સમાં સુવડાવીને ત્યાં લઇ આવ્યો હતો પણ ડોક્ટર ઈમરજન્સીવાળા કેસને બીજી હોસ્પીટલમાં રીફર કરે છે, તો પણ હું ગમેતેમ કરીને એમને એક મીનીટ માટે પણ મળી આવ્યો એટલે ખબર પડી તેમના કલીનીકમાં બહુ ભીડ હોય છે. અને સર, ત્યાં ડોકટરે બાઉન્સર રાખ્યા છે એટલે બહુ વધારે બળ કરવા જઈએ તો .. તમે જાણો જ છો, શું થાય.”

“હા. મને ખબર છે ,તમે બાહુબલી છો. તમારે મગજ પર ગરમી જલ્દી ચડી જાય છે.”

“અરે સોરી સાહેબ, એમ નથી. તમે આઈડિયા આપો શું કરીએ.”

“હું વિચારીને ફોન કરું છું, એમ્બ્યુલન્સ ને જવા દો અને તમે ડોક્ટરની કલીનીકની નજીકમાં જ રહેજો.”

ખાન સાહેબે વિચાર્યું આટલા વ્યસ્ત ડોક્ટરને કાલે શાંતિથી મળવાનું સુજાતાએ કઈ રીતે ગોઠવ્યું હશે. આ ડોક્ટરના રીપોર્ટ પણ કઢાવવા પડશે એવું મનોમન વિચારી ખાન સાહેબ હસી રહ્યા હતાં.

સાયબર ટીમના એક્સપર્ટ સૌરીન પોતાનો રીપોર્ટ લઇ હાજર થાય છે અને કહે છે, “ સર બબલુના મોબાઈલ નંબર પર પાછળના પંદર દિવસમાં ઘણા બધા કોલ આવ્યા અને ગયા. પણ તેમાંથી આ ત્રણ નંબર પર વધુ વાતચીત થઇ છે. અને સર બે નંબર પરથી મિસ કોલ જ આવ્યા છે. તે નંબર પર કોલ કરવામાં પણ નથી આવ્યા.”

“યસ. આ ત્રણ નંબર કોના કોના છે?”

“સર. એક નંબર પીન્ટોનો છે. બીજો બબલુના પત્ની સુજાતાનો છે અને ત્રીજો નંબર એક ડોકટરનો છે.”

“ડોક્ટર. મને તેમનું નામ આપો.”

“હા સર. એ નંબર ડોકટર આયંગર નો છે.”

“એક મિનીટ વેઇટ કરો.” તેમણે સુજાતાએ આપેલ ડોકટરના નામ સાથે ચેક કરી જોયું તો એ જ ડોક્ટરનું નામ હતું જેમને કાલે મળવા જવાનું હતું.

“તમે આ ડોક્ટરની કોલ ડીટેલ ચેક કરી?”

“હા. તેમાં ઘણાબધા નંબરો પર વાતચીત થયેલ છે અને તે નંબર પરથી સુજાતા સાથે પણ ઘણીવાર વાતચીત થયેલ છે.”

“ઓકે.”

“સર. સુજાતાના મોબાઈલ પર પણ ઘણાબધા કોલ થયેલ છે અને તેમાં સૌથી વધુ વાતચીત બબલુ અને ડોક્ટર આયંગર સાથે થઈ છે.”

“ઓકે.”

“સર. સુજાતાના ફોન પરથી રોજ એવરેજ ડોક્ટરને એકવાર ફોન કરવામાં આવે જ છે અને સુજાતા પાસે આ સિવાય પણ કોઈ ખાનગી નંબર હશે.”

“એની તપાસ પણ કરાવી લઈએ.”

“હા સર. હાલ ડોક્ટર અને સુજાતાના નંબર પર વોચ રાખી છે. તમને બીજો રીપોર્ટ પણ થોડીવારમાં આપું છું.”

“અને પેલા મિસ કોલ વાળો નંબર કોનો છે?”

“હા સર, તે બેય નંબરનો ડેટા મોબાઈલ સર્વિસ પ્રોવાઈડર પાસે ચેક કરાવ્યો તો તે બબલુના નામે છે.”

“ઓકે. તેમાં બીજા કોઈ કોલ?”

“ના સર. તે મોબાઈલ નંબર લગભગ બંધ જ હોય છે અને અત્યારે પણ બંધ જ છે. તેની પરથી માત્ર બબલુના નંબર પર મિસ કોલ જ આવે છે.”

“ઓકે. તેની પર પણ વોચ રાખજો અને એક મીનીટ. મારે જાણવું છે કે, આપણે સુજાતાના મોબાઈલ ના ડેટાને જાણવો હોય અને તેના ફોન મેસેજ, વોટ્સઅપ મેસેજ ટ્રેપ કરવા હોય તો થઇ શકે?”

સાયબર ટીમના એક્સપર્ટ સૌરીન હસતાં હસતાં બોલી ઉઠે છે,” એટલે સર આપણે સુજાતાનો મોબાઈલ હેક કરવાનો છે એમ ને.”

“હા. તમે જે સમજો એ જ. તમને ગમતું કામ.”

“હા સર. પણ તેના માટે થોડીવાર માટે સુજાતાનો મોબાઈલ મારા હાથમાં આવવો જોઈએ.”

“તમારે કેટલી મીનીટ થશે આ કામ માટે?”

“લગભગ ૧૫ મીનીટ.”

“ઓકે. તમને ૩૦ મીનીટ મળશે. કાલે તમારે મારી સાથે આવવાનું છે. મારે સુજાતા સાથે ઓફ ધ રેકોર્ડ મીટીંગ છે. તે મને મળીને કંઈ કહેવા માંગે છે. હું તેને મળતાં પહેલા તેનો અને મારો ફોન તમારી પાસે જમા કરાવી દઈશ એટલે તમને મોબાઈલ ફોન મળશે પછી તમે તમારું કામ પતાવી લેજો.

“ઓકે સર. ડન કાલે કામ થઇ જશે.”

“પણ મારે સુજાતા સાથે જે વાત થાય તે રેકોર્ડ કરવી છે તો તે કઈ રીતે થઇ શકે તેનો આઈડિયા આપો.”

“સર તેના માટે આપણે પેન રેકોર્ડર કે બટન રેકોર્ડર નો યુઝ કરી શકીએ.”

“હા. તમે તેની એરેજ્મેન્ટ કરો અને મારે કાલે આપણી સાથે સુજાતાને મળવા એક વિશ્વાસુ લેડીઝ કોન્સટેબલ પણ આવે તેની એરજમેન્ટ કરવી પડશે. કોઈ લેડીઝને મળતાં પહેલા ઘણું બધું વિચારવું પડે.”

સાયબર ટીમના એક્સપર્ટ સૌરીન ખાન સાહેબ સાથે હાથ મિલાવી ઓફિસમાંથી બહાર નીકળે છે. ખાન સાહેબ ડોક્ટરને ફોન કરવાનું વિચારે છે. પણ એ પહેલા ડોક્ટરની કલીનીક પાસેની માહિતી જાણવા ફુલટનને ફોન કરે છે, “ શું ઇન્ફોર્મેશન છે?”

“સાહેબ અહી બહુ પેશન્ટની અવરજવર છે. લાગતું નથી સુજાતા અત્યારે આવે.”

“હા તો એક કામ કર તું હાફટન ને બબલુના ઘરની આસપાસ સુજાતાની પર વોચ રાખવા મોકલી દે અને તે ત્યાં હોય તો ફોન તેને આપ.”

“હા બોલો સાહેબ. હું હાફ ટન.”

“જો સાંભળ, તું બબલુના ઘરે જઇને ત્યાં આવતા જતાં લોકો પર નજર રાખજે. ખાસ સુજાતા પર. સુજાતા ક્યાંય બહાર જાય તો મને જાણ કરજે અને શક્ય હોય તેને ટ્રેસ કરજે. બબલુનો કોઈ સાગરીત તને મળી જાય તો પીન્ટો ને મળજે અને મારું નામ આપજે એટલે તે સમજી જશે.”

ખાન સાહેબ ફોન કટ કરી બબલુના કેસની અત્યાર સુધી થયેલ તપાસની ફાઈલ ચેક કરવા બેસી ગયા. જરૂર લાગતા મુદ્દાઓ પોતાની ડાયરીમાં નોંધતા હતાં એવામાં ખાન સાહેબના મોબાઈલ પર કોઈ ફોન આવે છે અને ખાન સાહેબ તેનું નામ સ્ક્રીન પર જોઈ આખા દિવસના કામના સ્ટ્રેસ વચ્ચે પણ મલકાઈ જાય છે.

પ્રકરણ ૧૨ પૂર્ણ

પ્રકરણ ૧3 માટે થોડી રાહ જુઓ અને જોડાયેલ રહેજો ...

આપની કોમેન્ટ્સ અને રીવ્યુ પણ આપજો