Oh ! Nayantara - 7 in Gujarati Fiction Stories by Naresh k Dodiya books and stories PDF | ઓહ ! નયનતારા - પ્રકરણ – 7

Featured Books
Categories
Share

ઓહ ! નયનતારા - પ્રકરણ – 7

ઓહ ! નયનતારા

નરેશ કે, ડોડીયા

પ્રકરણ – 7


'હું તારો મદન છું..!'


અમારી કાર જામનગરના રસ્તે દોડે છે. રોમાન્સભર્યા ખીતો કારટેપમાં વાગ્યા કરે છે. મારા જીવનની શ્રેષ્ઠ પળને માણતો નયનતારાની આંગળીઓ સાથે રમું છું.નયનતારાના ખુલ્લા વાળ બારીમાંથી આવતી હવાથી લહેરાય છે. આ હવા પણ બહુ મસ્તીખોર હોય છે. તેને ખબર છે કે દરેક પ્રેમી તેની પ્રેમિકાના રૂપનો ઘેલો હોય છે. હવાને થયું કે હું પણ નયનતારાની ખૂબસૂરતીમાં ઉડતી ઝુલ્ફોનો વધારો કરું અને તેની ખૂબસૂરતીમાં નિખાર લાવું ! પણ હવાને ખબર નથી કે એકાંતમાં બે પ્રેમીઓ જ્યારે ઉત્તેજીત થાય છે ત્યારે આ હવા જ ઉદ્દીપકનું કામ કરે છે.


મારું મન ડગમગે નહીં તે માટે બન્ને તરફની બારીઓનાં કાચ ચડાવી દીધા. ક્યારેક નયનતારા વિશે મારા મનપુરુષનાં વિચારો અને મારા દિલમાં રહેતાં પ્રેમી પુરુષનાં વિચારો વચ્ચે ટકરાવ થાય છે ત્યારે મારી હાલત સૂડી વચ્ચે સોપારી જેવી થઈ થાય છે ! વિચાર આવે છે કે કદાચ હું સત્તર વર્ષની ઉંમરથી ધંધાદારી બની ગયો હોવાથી આટલી ગંભીરતા મારામાં આવી છે. વેપારી હોવાના નાતે મનને મારી અને દિલની વાત માનવી પડે છે. એકાંતમાં નયનતારા સાથે કલાકો ગુજાર્યા છતાં તેને અક્ષત રાખવાનું વેપારી ઝનૂન મારા સંસ્કારમાં હોઈ શકે છે ?


નયનતારાને હોસ્ટેલ છોડી અને સામે પાનવાળાની દુકાને તલપ મીટાવવા જવું પડે છે ત્યાં પહોંચતા મારા આશ્વર્યનો પાર ન રહ્યો. મારી સાથે ભણતા ત્રણેય મિત્રો જે આ મેડિકલ કોલેજમાં અભ્યાસ કરે છે - નિરવ મહેતા અને મનિષ, અમિત દોશી બંન્ને જોડિયા ભાઈઓ છે. તેઓ અનાયાસે મળી જાય છે.


મનિષ કહે છે : ' સાલ્લા.. ! અમારી કોલેજની છોકરીઓને કારમાં ફેરવે છે અને તેની સાથે રોમાન્સ કરે છે ! તને શરમ નથી આવતી. અમારા ભાગનો કોળિયો છીનવી જતાં ?' હવે અમિત પણ કહે છે : 'તું બહુ મતલબી બની ગયો છે. કેમ્પસમાં બે વખત તું કારમાં જતો હતો ત્યારે મારા પર તારી નજર પણ ન પડી ? બહુ ખોટું કહેવાય કે એક છોકરીની ખાતર આપણી દોસ્તારી ભૂલી જાય છે.'


હવે નિરવનો બોલવાનો વારો આવે છે : 'તને યાદ છે ? ત્રણ ચાર મહિના પહેલાં તેં મને પૂછ્યું હતું એ જ છોકરી અને એ પણ અમારી મેડિકલ કોલેજની કઈ રીતે કાગડાની નાતમાં ભળી ગઈ છે ?'


'અરે યાર.. એવું કંઈ નથી. આ પાનવાળાની દુકાને રોજ આવતો હતો એટલે આપણું કામ થઈ ગયું,'
ફરીથી મનિષ બોલે છે : 'આ નયનતારાને પોતાની સુંદરતાનું બહુ અભિમાન છે અને બહુ અતડી છે. પોતાની જાતને સમજે છે શું ?'


' સાલ્લા નાલાયક ડૉક્ટરો... દ્રાક્ષ ચાખવા ન મળી એટલે ખાટી થઈ ગઈ અને તમારી ભાભી વિશે એલફેલ બોલતાં શરમ નથી આવતી ?'


'મિત્ર' નામની ડિગ્રી ધરાવતા અમો ચારેય યુવાનો હસી પડ્યાં. મનિષ મારો હાથ દબાવીને બોલ્યો : 'યાર તું લક્કી છે ! આ હિરાને સાચવીને રાખજે અને બહુ લાગણીશીલ છોકરી છે. જેટલી દેખાવમાં સુંદર છે એટલી જ સુશીલ છે ! આટલા વર્ષોમાં એકપણ સ્ટુડન્ટની નજીક આવી નથી, એટલે તું સમજી શકે છે કે આ હિરાને સાચવીને પેટીમાં પેક કરી અને ચાવી તારી પાસે રાખજે ! ગુડલક સાલ્લા..!'


હવે પાનવાળો પણ આ ડૉક્ટરી વાતોમાં સાદ પૂરાવતાં કહે છે : ' ડૉક્ટરાણીના પ્રેમમાં પડે એટલે માણસો એની મેળે સુધરી જાય છે.'


મનોમન મારી છાતને થપથપાવી અને શાબાશી આપતો મારા ઘર જવા નીકળું છું. રાબેતા મુજબ પ્રિયા દરવાજો ખોલે છે અને કહે છે : ' ભાઈ...! તારી રાધારાણીને દ્વારકામાં છોડીને આવ્યો નથી ને ?'


પ્રિયાને ચૂપ કરવા માટે કહું છું : 'ધીરે ધીરે બોલ પપ્પા અને મમ્મી સાંભળી જશે !'


પ્રિયા કહે : 'પપ્પાને તારા બધા કરતૂતોની ખબર પડી ગઈ છે.'


'સાચું બોલે છે ?'


'ખોટું બોલું છું ! આ તો જરા તારું થોબડું જોવા માંગતી હતી એટલે તારી મજાક કરતી હતી.'


એટલે પ્રિયાને ચીંટિયો ભરું છું અને પ્રિયા જોરથી ચિલ્લાય છે: 'મમ્મી, મમ્મી.' અંદરથી મમ્મી બોલે છે : ' આવતાવેંત બાળકોની જેમ ઝઘડવાનું શરૂ કરી દીધું ? હવે તો તમે બન્ને મોટા થઈ ગયા છો.' પપ્પા પણ હસી પડે છે.


પ્રિયા હવે કટાક્ષમાં બોલે છે : 'તારા લગ્ન થઈ જાય પછી તારી બાયડી ઉપર સુરાતન દેખાડજે એટલે તારું પાણી આપોઆપ મપાઈ જશે.'


પ્રિયા અને મારી વચ્ચે ભાઈબહેન કરતા મિત્રાચારી વધારે છે. ક્યારેક મને પૂછતી કે, ' ભાઈ...! મારી આટલી ફ્રેન્ડ્સ છે પણ કદી એક પણ ફ્રેન્ડ સામે જોવાની તસ્દી લીધી છે ? કે તારે કોઈ હિરોઈન સાથે લગ્ન કરવા છે ?'


ત્યારે પ્રિયાને હું છવાબ આપતો કે, ' તું જે છોકરી પસંદ કરશે તેની સાથે હું લગ્ન કરી લઈશ.'
ત્યારે પ્રિયા કહેતી કે, ' કદાચ હું મારી કોઈ એક ફ્રેન્ડ સાથે તેરું પાક્કું કરી નાંખુ તો તું તેની સાથે લગ્ન કરીશ...?'


ત્યારે જવાબ આપતો કે, 'મને મંજૂર છે, મારી બહેન પર મને પૂરો ભરોસો છે.'


પછી પ્રિયા કહેતી કે, 'ભાઈ....! તારા માટે સૌથી સુંદર અને સંસ્કારી છોકરી શોધી અને પરણાવવાની મારી જવાબદારી છે.'


ત્યારે મને લાગ્યું કે પ્રિયા અને નયનતારા વચ્ચે જરૂર કોઈ વાત થઈ હશે ? અને અચાનક ત્રણ -ચાર મહિના પછી ફક્ત બે દિવસમાં નયનતારાનું આકર્ષણ મારા તરફ વધી ગયું હતું ! પ્રિયા કદાચ સમજી વિચારીને નેવી-ડેમાં મારી સાથે આવવાનો આગ્રહ શા માટે કર્યો હશે ? વિચારોમાં ક્યારે આંખો બિડાઈ ગઈ તે યાદ નથી.


ત્રીસ ડિસેમ્બરની સવારનું ખુશનુમા વાતાવરણ હતું. જીમમાંથી આવ્યા બાદ રોજ બારી પાસે ઊભા રહીને પક્ષીઓનાં મધુર કલરવ સાંભળવાની આદત પડી ગઈ હતી. સામે મેદાનમાં નજર પડતા બે-ત્રણ મોર અને ઢેલ દેખાય દેખાય છે. ઠંડીની અસર એક કળા કરેલા મોર પર સ્પષ્ટ દેખાય આવે છે. કળા કરીને ઢેલની આસપાસ ચક્કર કાપે છે.


અચાનક આવતી કાલની થર્ટી ફર્સ્ટની પાર્ટીની યાદ આવે છે અને મનોમન મારા મનના બધા મોરલાઓ કળા કરીને ઑઆચવા લાગ્યા હતા. નયનતારા વિશે મોરપીંછ જેવા ખ્યાલો મનમાં આવવા લાગે છે. કયા કપડાં પહેરશે ?

હેરસ્ટાઈલ તો બદલાવવી પડશે ? કંઈક ન સમજાય તેવી ગડમથલ પેદા થાય છે. આખો દિવસ લક્ષ્મીજીની માયામાં વીતાવવી પડે છે. સાંજ સુધી નયનતારા ભૂલાય છે. લક્ષ્મીની માયા જ એવી છે.


આજે થર્ટી ફર્સ્ટ ડિસેમ્બર છે. બપોરના સમયે ઘરે પહોંચ્યા બાદ પ્રિયા મારી પાસેથી એક હજાર રૂપિયા માંગે છે. એટલે મેં પ્રિયાને પૂછ્યું : ' શા માટે તારે રૂપિયા જોઈએ છે ?'


પ્રિયા લટકાઝટકા કરતા કહે છે : આજે હું અને ભાભી બ્યુટીપાર્લરમાં જવાના છીએ, ભાભીને ગુલાબજળમાં સ્નાન કરાવવું છે, બ્યુટી ટ્રીટમેન્ટ આપવાની છે, આગળની લટો કર્લી કરાવવી છે. વગેરે... વગેરે.....!'


પ્રિયાને એક હજાર રૂપિયા આપી અને કહ્યું : 'તને જે રીતે ઠીક લાગે તેમ તારી ભાભીની સજાવટ કરજે.'


રાત્રિના આઠ વાગે ઘરે પહોંચી અને થર્ટી ફર્સ્ટની તૈયારી શરૂ થાય છે. બ્લેક શૂટ, લાઈટ પીંક શર્ટ અને સિલ્કની રેડ કલરની ટપકીવાળી ટાઈ પહેરીને હું અંગ્રેજ જેવો લાગતો હતો અને રાહ જોઉં છું. ખૂબસૂરતીના નવા આયામની, ખૂબસૂરતીની નવી ભાષાની, ખૂબસૂરતીની નવી નજાકતની અને નાગરાણી નયનતારાની સવારી આવી પહોંચે છે.


એક ખૂબસૂરતીનો નઝારો મારી સામે છે. નયનતારાને જોઈને દિલ એક ધબકારો ચૂકી જાય છે. વિશ્વાસ આવતો નથી કે દુનિયાની આ ખૂબસૂરત વિરાસત પર મારા એકલાનો અધિકાર છે ! હું સપનું તો નથી જોઈ રહ્યો ને ?


સોડિયમ લાઈટની નીચે ઊભેલી નયનતારાનાં રૂપનાં અજવાળાં સામે સોડિયમ લાઈટ ગુસ્સે થઈને કેસરી પ્રકાશ રેલાવતી હતી ! સફેદ રંગની સાડીમાં ઝીણી ઝીણી ટીકીઓ લગાડેલી હતી, જેના પર સ્ટ્રીટ લાઈટનો પ્રકાશ પડતાં સફેદ પ્રતિમામાંથી પ્રકાશ રેલાતો હોય તેવું લાગતું હતું. અચાનક આ આ દેવી આકૃતિ મારા તરફ ડગ માંડે છે. રૂમઝૂમ કરતી સોહે નાર નાગરની, નાગરાણીનાં અત્તરની ખુશ્બો રેલાવતી, દિલને બોલવા મજબૂર કરતી, જબાનને ધડકવા મજબૂર કરતી આ ખૂબસૂરતીની ચકાચૌંધ રોશની જોઈને સારી કાયનાત મને તાન ચડાવતી હતી.


અંગ્રેજી તહેવાર અને સાડી, પૂર્વ અને પશ્વિમનો સંગમ, પૂર્વની નજાકત અને પશ્વિમની ખૂબસૂરતી, ચહેરો હિન્દુસ્તાની નાગરાણીનો અને આગળની કર્લી કરેલી લટો પોર્ટુગિઝ છોકરી જેવી ! આ જોઈને ભગવાનને યાદ કરું છું : 'હે ભગવાન....! તું પણ વરણાગી બની ગયો છે. તારામાં પણ હવે પશ્વિમની છાંટ વરતાય છે ! આ બધું કોના માટે ? ફક્ત મારા માટે ? મેં જિંદગીમાં કદી પણ તારા નામે એક પણ ઉપવાસ કરેલો નથી.'
ફરીથી બીજો વિચાર આવે છે : 'હે ભગવાન...! મેં તો તારી પાસે ખૂબસૂરતીની લોનની અરજી પણ કરી નથી ! છતાં પણ આટલી મહેરબાની શા માટે ? તેં મને ખૂબસૂરત બેન્ક લિ. ની આખેઆખી ચેકબુક મારા હવાલે કરી દીધી છે અને ખૂબસૂરતીની તમામ બેલેન્સ મારા ખાતામાં ટ્રાન્સફર કરી દીધી છે. તેં મને ખૂબસૂરતીની મિલકતનો અબજોપતિ બનાવી દીધો છે !' અચાનક મારી ખૂબસૂરત મિલકત નયનતારા મારી નજીક આવીને કહે છે : 'જાગતા સપના જોવાનું બંધ કર અને કારનું એન્જન સ્ટાર્ટ કર.'


કાર સ્ટાર્ટ કરતાં કરતાં નયનતારાને પૂછું છું : 'તેં આજે ચાર કલાક સુધી બ્યુટીપાર્લરમાં શું શું કરાવ્યું તે તો કહે ?'
નયનતારા પોતાની કર્લી લટો પર હાથ ફેરવતાં કહે છે : 'મારો ચહેરો જોઈને તને ખ્યાલ તો આવી ગયો હશે ! પોતાનાં પ્રેમીને ખુશ કરવા પ્રેમિકાને જે ટ્રીટમેન્ટ કરાવવી પડે તે બધી જ ટ્રીટમેન્ટ કરાવી છે. છતાં પણ હું તને ન ગમતી હોય તો હોસ્ટેલ પાછી મૂકી જા !'


' નયનતારા ! એક વખત તારો હાથ પકડીને છોડવાની હિંમત ચાલે નહીં અને તને મેં મહા મુશ્કેલીએ મેળવી છે. હું તને થોડી છવા દેવાનો છું ? તારે મારો જિંદગીભર સાથ નિભાવવાનો છે.'


નયનતારા હવે ખીલી ઊઠે છે અને કહે છે : ' બહુ વેવલો ના થા..! તને મેં નેવી-ડેમાં જવાની ઑફર શા માટે કરી હતી ? પ્રિયાને પૂછજે !'


' શું પૂછું ?'


' પ્રિયા તને છવાબ આપશે કે જ્યારથી તું નયનતારાને પેલા પાનવાળાની દુકાન પાસે ઊભો રહી અને એકીટશે તેને નિહાળતો હતો તેનાં થોડાં દિવસોમાં નયનતારાને પણ તારી જેમ એકબીજાને એકીટશે નિહાળવાની આદત પડી ગઈ હતી ! પછી તારા જેવી પરિસ્થિતિ ઊભી થતાં આ સમસ્યાનો ઉકેલ લાવવા નેવી-ડેમાં જવાનો પ્લાન બનાવ્યો હતો.'


' ઓહ..! મને હજુ બે દિવસ પહેલાં જ વિચાર આવ્યો હતો કે નયનતારાએ સામે ચાલીને નેવી-ડેમાં જવાની વાત શા માટે કરી હતી ?'


' તારી બહેન બહુ સમજદાર અને લાગણીશીલ છે. બન્ને ભાઈ બહેનમાં જમીન આસમાનનો તફાવત છે.' નયનતારાનું હંમેશા એક જ નિશાન છે. તેનો પ્રેમી એટલે હું !


' નયનતારા ! આજે સાડી પહેરવાનો વિચાર કેમ આવ્યો ? સાડીમાં તું એકદમ મસ્ત અને સેક્સી લાગે છે...! સાડી પહેરેલી સ્ત્રીની કમર હંમેશા પુરુષોનું આકર્ષણ કેન્દ્ર બને છે. મારા માનવા મુજબ સાડી દુનિયાનો સૌથી સેક્સી ડ્રેસ છે.'

નયનતારાને ખુશ કરવા રોજ અલાઉદ્દીનનાં નવા નવા જીન શોધવા પડે છે.


' વાહ વાહ... તું તો કોઈ મોટો ફેશન ડિઝાઈનર કે ફિલોસોફર હોય તે રીતે વાત કરે છે. સ્ત્રીને પ્રેમ કરવાની શરૂઆત નાભીને ચૂમીને કરવાની હોય છે. એક જ એવો સ્પૉટ છે જેને નુરુષના હોઠનો સ્પર્શ થતાં જ સ્ત્રી એક ઝાટકે ઉત્તેજિત થઈ જાય છે.' આજે ખબર પડી કે સૌંદર્યનાં ગુલશનમાં અરબી ફૂલોની નસલ પણ ઊગે છે.


' હું તારી સાથે સહમત નથો. આ વિચાર આપણી શાકાહારી ભારતીય પુરુષોએ ઠોકી બેસાડેલો છે. સ્ત્રીનું શરીર તો પગની પાની થી માથાના વાળ સુધી વિસ્તરતું પુરુષોને ઓગાળી નાંખતું તેજાબી વલય છે. સ્ત્રીનાં પગની પાનીથી હોઠોની વટેમાર્ગુ પ્રવૃત્તિ શરૂ થઈને તેના હોઠ સુધીની મંજીલમાં ત્રણ પડાવ પાસ કરવા પડે છે અને દરેક પડાવે પડાવે હોઠોને પ્યાસ બુઝાવવી પડે છે અને ત્યારે જ સ્ત્રી અને પુરુષોનાં હોઠોનું મિલન શક્ય બને છે અને ત્યારબાદ ઈશ્વરે બનાવેલી સૃષ્ટિનું સંપૂર્ણ શૃંગારિક અને સાંસ્કૃતિક રીતે શુધ્ધ એવું કાર્ય સંપન્ન થાય છે ! જ્યારે સ્ત્રીની આંખોમાં પ્રસન્નતાભાવ હોય છે અને પુરુષની આંખોમાં અહોભાવ હોય છે.' આટલું બોલવું મારા જેવા કુંવારા પુરુષ માટે એક આનંદપર્વ સમાન હતું અને જેના માનમાં આ આનંદ પર્વ ઉજવતો હતો તેનું નામ હતું નયનતારા...!


' બસ હવે બંધ કર તારી સાહિત્યરસિકતાની વાતો ! આવી સાહિત્યની સરવાણીનાં કારણે તું મને હંમેશ કસમયે ઉત્તેજિત કરી નાંખે છે.' હવે નયનતારા ખરેખર શરમાઈ જાય છે અને ધીરેથી બોલે છે ! ' આજે નેવી-ડે વાળી બાકી રહી ગયેલી કસર પૂરી કરવાનો તારો ઈરાદો લાગે છે..?'


' નયનતારા... ! તારું રૂપ અને સૌંદર્ય એવું છે કે એક વખતમાં કસર પૂરી ન થઈ શકે. આ તો ઈશ્વરીય વરદાન થકી મળેલો શુધ્ધ પાણીનો દરિયો છે. જેટલા ઊંડા ઉતરીએ એટલું વધુ જાણવા મળે છે. શું કરીએ, દસ ધોરણ પેસ પ્રેમીને પોતાની ડૉક્ટરી જેવા ઉચ્ચ અભ્યાસી પ્રેમિકા સાથે તાલમેલ જાળવવા સાહિત્યનો આશરો ફરજિયાત લેવો પડે છે.'


' અત્યારે તું બોલે છે એ બધું મારા માટે 'ફિલગુડ' જેવું રહસ્ય છે. પ્રેમિકાને પત્ની બનાવતાં પહેલાં અક્ષતા રાખવાનું તારું વેપારી ઝનૂન જોઈને મને એવું લાગે છે કે તું ખરેખર માયાવી સૃષ્ટિનો કાઠિયાવાડી માણસ છે.
' અત્યારે તો તારું 'ફિલગુડ' ફેક્ટર એક પ્રકારની ફેન્ટશી છે. જ્યારે આપણાં લગ્નની પહેલી રાત્રિ હશે ત્યારે તારા 'ફિલગુડ' ફેક્ટરને ફેન્ટશીમાંથી હકીકતની દુનિયામાં કદમ રાખવા મારું 'વન પોઈન્ટ સોલ્યુસન' જ કામ લાગવાનું છે. અને આ સોલ્યુસન ઈન્ટરનેશનલ સ્ટાન્ડર્ડનું છે. સમજી ગઈ કે મારે સમજાવવું પડશે મારી નયનતારા ડાર્લિંગ...!'


' આવી ગયોને સીધી લાઈન ઉપર...!' આટલું બોલીને મારો ડાબો હાથ સખ્તાઈથી દબાવતા કહે છે : 'આજ સુધી મને કોઈપણ પુરુષ પ્રત્યે એટલી જલદમાત્રામાં આકર્ષણ થયું નથી જેટલું તારા પ્રત્યે છે. કુદરતે જરૂર કોઈ એવી શરીરની ગંધ દરેક સ્ત્રી પુરુષમાં મૂકી હશે જે પસંદગીનું પાત્ર જોવાની સાથે એકબીજાના શરીરની ગંધ આપોઆપ બહાર નીકળી અને ફક્ત પસંદગીનાં પાત્રનાં નાક સુધી પહોંચી જાય છે. મીઠુ... આ અમારું મેડિકલ સાયન્સ છે જે તારી સમજની બહાર છે.' આજે નયનતારા તેની લાક્ષણિક શૈલીમાં સ્ત્રીનાં મર્દાનગીનાં ભાવ દેખાડે છે.


' તું મેડિકલ કોલેજની છાત્રા છે એટલે અભિમાન કરે છે ? તું તારી જાતને હોંશિયાર સમજતી હોત તો તું મારા પ્રેમમાં પડવાની ભૂલ કરે નહીં ! પ્રેમમાં પડવા માટે કોઈ ડિગ્રીની જરૂર પડતી નથી. આ અમારું કાઠિયાવાડી સાયન્સ છે....

નયનતારા ડાર્લિંગ ! '


' ઓહ...! મુખ મેં રામ ઔર બગલમેં છૂરી, પ્રેમ કરવા માટે તારી પાસે ટ્યુશન લેવું પડશે.... માય બેબી બોય...!'

નયનતારા મારી સામે જોઈ અને આંખો ચૂંચી કરે છે અને હસે છે.


' નયનતારા...! એક વાત સાંભળ.... પ્રેમમાં પડ્યા પછી છોકરાઓની જિંદગી બદલી જાય છે. આસપાસનાં વાતાવરણમાં એક નવું તત્વ ઉમેરાય છે ! છોકરાઓની નજર આપોઆપ ખૂબસૂરત વસ્તુઓ પર પડે છે ! ઉડતાં દુપટ્ટા, ખીલતાં પુષ્પો, ઉડતી સાડીઓ, ખૂબસૂરત છોકરીઓ પર અચાનક નજર પડવા લાગે છે ! કદાચ હું નાની ઉંમરમાં બિઝનેસમાં જોડાયો અને દુનિયાદારી સમજવા લાગ્યો એટલે આપણાં બંન્નેનો પ્રેમ પાકટ છે ! કદાચ તું અને હું સ્ટુડન્ટ હોત તો, તારા માટે ગિફ્ટ લેવી, ચોકલેટ લેવી, તને ફૂલો આપવાં, સરપ્રાઈઝ આપવી વગેરે કાર્યોમાં ભારો ફાલતું સમય બગડતો હોત.'


' આવી ગયોને વેપારીની લાઈનમાં ! મને ખબર હતી કે પ્રેમમાં પડ્યા પછી પણ વેપારીના દીકરાઓ ગણતરી કરવાનું ભૂલતા નથી.' નયનતારા સાચો-ખોટો ગુસ્સો કરે છે.


'ઓકે ઓકે, ડાર્લિંગ શાંત થઈ જા.. ગુસ્સે થવું એ તારી ખૂબસૂરતી માટે સારું નથી.'


નયનતારા મારા ચહેરા પર હાથ ફેરવતાં ફેરવતાં કહે છે: 'મારા મીઠુ તારે જે રીતે પ્રેમ કરવો હોય તે રીતે તારી નયનતારાને કરજે, મારે કોઈ ગિફ્ટ કે સરપ્રાઈઝ જોઈતી નથી. તારી માયાવી શરીરની ખુશ્બો જ મારે માટે મખમલી સરપ્રાઈઝ છે.'


ચાલતી કારમાં નયનતારા વિચારમગ્ન થઈ જાય છે. કારટેપ માંથી નીકળતી ગીતની સુરાવલીમાં ખોવાઈ મનમાં કંઈક ગણગણે છે. તેની ખૂબસૂરતીમાં વધારો કરતું કર્લિ લટોનું રહસ્ય ઉમેરાઈ ગયું છે. મારા મનને ભ્રમિત કરનારી આ સૌંદર્યશક્તિને અચંબિત કરવા તેની સાડીને કારણે દેખાતી ખુલ્લી કમર પર ધીરેથી બે આંગળીઓનો સ્પર્શ કરું છું.


અચંબિત થવાને બદલે મારો હાથ પકડી રાખે છેઅને કહે છે : ' બસ... મને તારી આ જ વસ્તુ ગમે છે. એટલે તો નયનતારા તારી પાછળ પાગલ છે.' એકધારું મારી સામે તાક્યા રાખે છે - જાણે મારું નિરિક્ષણ કરતી હોય તેવું લાગ્યું અને ફરી કહે છે : ' તારો ઘઉંવર્ણો રંગ એટલે કે અમારી ભાષામાં કોપર કલર, મારી સમકક્ષ હાઈટ, પાછળથી લાંબા વાળ અને સફાચટ મુલાયમ ચહેરો અને કાળી કાળી સામેવાળાની ઊંડાઈ માપી લેતી આંખો આ બધું જોતાં તારામાં કાંઈક છે જે ભને અન્ય પુરુષમાં દેખાતું નથી.' આ સાંભળીને ઊલટાનો અચંબિત હું થઈ ગયો છું.


' નયનતારા... ! તું મને કેટલો પ્રેમ કરે છે...?' નયનતારાને ધીરગંભીર અવાજે પૂછ્યું.


' ના...! તું મને પહેલાં કહે.... કે તું મને કેટલો પ્રેમ કરે છે એનું વર્ણન પણ તારી સાહિત્યની ભાષામાં કરવાનું રહેશે.'


' ઓકે..! પહેલાં આપણી કારને રોડની એક સાઈડમાં પાર્ક કરીએ એટલે તને શાંતિથી સાહિત્યની ભાષામાં વર્ણન કરવાની મજા આવે..!'


શાંત વાતાવરણ છે. જરા પણ ચહલપહલ નથી, હાઈવે પર થોડાં વાહનોની આવનજાવન ચાલુ છે. ડિસેમ્બરની ઠંડીનાં કારણે બંન્ને બારીઓનાં કાચ ચડાવી દીધા છે અને ઈશ્વરનો આભાર માનવા નયનતારા નામની મારી પ્રેમિકાને ખુશ કરવા વેપારીને ફરજિયાત કવિ બનવું પડે છે.


' તારું પાણીદાર સૌંદર્ય,

તારા શરીરનું પાણી... !

હા...! એ પાણી હું છું.

તારા શરીરમાં પ્રજ્વલિત,

પ્રેમનો અગ્નિ...!
હા...! એ અગ્નિ હું છું.
તારા શરીરમાં ઉછળતો
દરિયો અને તેની ખારાશ,
હા...! એ ખારું પાણી હું છું.
તારા શ્વાસોચ્છ્વાસમાંથી
નીકળતી વરાળોની ખુશ્બો.
હા..! એ ખુશ્બો હું છું.
તું તારી આંખો પટપટાવે છે.
તેમાંથી તારાઓ ખરે છે.
હા..! હું તારો ધૂમકેતુ છું.
તારા શરીરમાંથી થતું
વર્ષારાણીનું આગમન...!
હા...! હું વરૂણદેવ છું.
તારા હૃદયની ઉછળતી
ઊર્મિઓ..!
હા... ! એ ઊર્મિ હું જ છું.
તારા રૂપમાં રતિ અને
રાધાનો સંગમ છે.
હા... ! હું તારો મદન છું.
હા.. ! હું તારો કાન છું.'