Please Help Me - Part - 12 in Gujarati Adventure Stories by chandni books and stories PDF | પ્લીઝ હેલ્પ મી - ૧૨

The Author
Featured Books
Categories
Share

પ્લીઝ હેલ્પ મી - ૧૨

નામ : ચાંદની

Email -chandnikd75@gmail.com

વાર્તા નું નામ :- પ્લીઝ હેલ્પ મી,

પાર્ટ-12

વિષય : સસ્પેન્સ સ્ટોરી.

(આપણે આગળના પ્રકરણમાં જોયુ કે લોપા લંડનથી બચીને ઝુલ્લુની મદદથી ભારત પહોંચી જાય છે અને ત્યાં મુંબઇના રસ્તા પર તેનો અકસ્માત થઇ જાય છે. ઝલક નામનો યુવાન તેને બચાવી લે છે અને તેને હોસ્પિટલ લઇ જાય છે, ત્યાંથી લોપા તેના પપ્પાના મિત્ર રાજેશભાઇના ઘરે જઇ બધી વાત કરે છે અને રાજેશભાઇ અને તેમનો પુત્ર રોહન દિપકભાઇને શોધવામાં તેની મદદ કરે છે. રોહન દિપકભાઇની તપાસ માટે નવસારી જાય છે ત્યાંથી તેને પ્રતાપ અંકલ પાસેથી જાણવા મળે છે કે દિપકભાઇ અને અનસુયાબેન બન્ને સતાવીસ કરોડ રુપિયાનો બંદોબસ્ત કરી મલેશિયા ગયા છે, હવે જુઓ આગળ.) લોપાએ દોડતા આવીને જોયુ કે રોહન સુતો હતો. લોપાને રોહનને જગાવવાનુ યોગ્ય ન લાગ્યુ. તે બહાર નીકળવા જતી જ હતી કે ડોર સાથે લોપાનો પગ અથડાતા રોહન જાગી ગયો.

“અરે લોપા, કાંઇ વાગ્યુ તો નથી ને???” “ના ના આઇ એમ ઑલરાઇટ. સોરી તારી ઊંઘ બગાડી મે.”

“અરે ના ના એવુ કાંઇ નથી. બોલો કાંઇ કામ હતુ?” “રોહન મમ્મી પપ્પા વિશે કાંઇ માહિતી મળી?? મારે તો એ જ જાણવુ હતુ પણ તુ ઊંઘમાં હતો તેથી હું જવા ગઇ ત્યાં મને ઠેસ લાગી ગઇ અને તારી ઊંઘ ઉડી ગઇ.” “બેસ અહી. હં બધી વાત તને કરું. લોપા પ્રતાપ અંકલને હું મળવા ગયો હતો ત્યાંથી મને બહુ આઘાતજનક વાત જાણવા મળી. અંકલે તેની બધી મિલ્કત વેચી નાખી છે અને સતાવીસ કરોડનો ઇન્તઝામ કરી અંકલ આન્ટી બન્ને મલેશિયા ગયા છે. હવે મલેશિયા તો અંકલ આન્ટી મલેશિયા ફરવા તો જાય નહી અને એ પણ સતાવીસ કરોડ લઇને. તો પેચીદો પ્રશ્ન એ છે કે સતાવીસ કરોડનું અંકલને શું કામ હતુ અને તેઓ બન્ને મલેશિયા ગયા છે શું કામ?

લોપાને એ બધુ જાણી ખુબ નવાઇ લાગી. તેની આંખમાં આંસુ આવી ગયા. તે ઉદાસ થતી ઉભી થઇ તેના રૂમમાં જવા ઉભી થઇ ત્યાં રોહને તેનો હાથ પકડી લીધો. “આઇ ક્નો લોપા તુ બહુ ઉદાસ છે પણ તને મારા પર ભરોસો છે કે નહી? હું પપ્પા અને પ્રતાપઅંકલ બધા તારા પેરેન્ટસને શોધીને જ રહેશું. પપ્પા આજે મીટીંગ માટે સુરત ગયા છે, તેઓ આજે સાંજે આવે કે તરત જ કાંઇક ઠોંસ કદમ લેવા તરફ અમે આગળ વધીશું. જરૂર પડી તો આપણે પોલીસની પણ મદદ લઇશું. પ્લીઝ ડોન્ટ ક્રાઇ.” રોહને હમદર્દીથી તેને કહ્યુ. “થેન્ક્સ રોહન. આઇ એમ રીઅલી વેરી થેન્કફુલ ટુ યુ.” કહેતી લોપા રોહનના ખભે માથુ ઢાળી રડી પડી. રાત્રે રાજેશભાઇ આવી જતા રોહને બધી વાત તેના પપ્પાને કરી. રાજેશભાઇ પણ આ બધુ જાણી જરા વિસ્મયમાં પડી ગયા કે દિપક કેમ આટલી મોટી રકમનો મેળ કરી મલેશિયા ગયો? “રોહન આપણે તાત્કાલિક પોલીસની મદદ લેવી જોઇએ. શું કહે છે તુ?” “હા પપ્પા મને પણ એમ જ લાગે છે કે દિપકભાઇ મુશ્કેલીમાં છે અને તેમને બચાવવા માટે આપણે પોલીસને જાણ કરવી જ રહી.” “ઓ.કે. હું પ્રતાપને કહી નવસારી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવાનુ કહી દઉ છું. અને મારા જાણીતા પોલીસ કમિશ્નનરને કહીને આ કેસની તપાસ જલ્દી થાય એ માટે ભલામણ કરી દઉ છું.” “હા પપ્પા.” રાજેશભાઇએ પ્રતાપભાઇને કહીને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવાનું કહી દીધુ. બીજે દિવસે પ્રતાપભાઇએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી દીધી. થોડા દિવસ ગયા પણ કેસમાં કોઇ પ્રગતિ જણાતી ન હતી. આ જાણી લોપા ખુબ ઉદાસ બની ગઇ હતી. “હેય લોપા, કેમ ઉદાસ છે તુ? લોપા આ રીતે ઉદાસ થવાથી કોઇ ફાયદો નથી. ભગવાન પર ભરોસો રાખ.” “રોહન શું કામ ઉદાસ ન થાઉ? મને ખબર છે કે ધૃવે જ મમ્મી પપ્પાને જાળમાં ફસાવીને જ સતાવીસ કરોડ રૂપિયા લઇને મલેશિયા તેડાવ્યા છે અને ત્યાં તેને કોઇ મુશ્કેલી હશે જ. તેઓ મને બચાવવા માટે મલેશિયા ગયા હશે પણ તેમને તો ક્યાં ખબર જ હશે કે હું ખુદ મલેશિયા નથી, ધૃવ મને દગો કરીને લંડનમા જ હોટેલમાં વેચી નાખી હતી.” “એક કામ કરીએ તો લોપા?” “જો ધૃવ તને લંડનમાં હોટેલમાં છોડીને નીકળી ગયો હતો તો કદાચ તે લંડનમાં હોય પણ તારા કહેવા મુજબ ધૃવે જ અંકલ આન્ટીને મલેશિયા તેડાવ્યા હશે તો જો તુ કહે તો આપણે જઇએ મલેશિયા અને અંકલ આન્ટીની તપાસ કરીએ તો?” “વાહ રોહન ધેટ્સ અ ગ્રેટ આઇડિયા પણ તારે અહી બીઝનેશ સંભાળવાનો અને બીજા ઘણા કામ હશે તે મારા કારણે.......” “અરે તું ક્યાં કોઇ અન્જાન છે? અને તારા માટે હું થોડા દિવસો કામ ખોટી કરુ તો કાંઇ ઓછા વધુ નહી થઇ જાય લોપા.” “થેન્ક્સ રોહન પણ અંકલ આપણે બન્નેને એકલા મલેશિયા જવાની સંમતિ આપશે?” “હા દીકરા હા, હું શું કામ તમને બન્નેને ના કહું? મને રોહન પર પુરો ભરોસો છે, જાઓ તમે બન્ને મલેશિયા અને ધૃવને શોધવાનો પ્રયત્ન હાથ ધરો. હું અહીથી પ્રયત્ન કરીશ કે ત્યાંની લોકલ પોલીસની તમને હેલ્પ મળી રહે.” રાજેશભાઇએ પાછળથી આવતા કહ્યુ. “થેન્ક્સ અંકલ. હું આજીવન તમારી ઋણી રહીશ.” લોપાએ બે હાથ જોડી કહ્યુ. “અરે અરે બેટા, દીકરીઓ આ રીતે હાથ જોડે એ સારુ ન કહેવાય. દિપક આખા ગુજરાત અને ગુજરાત બહાર પણ તેની સેવાભાવી પ્રવૃતિને લીધે પ્રસિધ્ધ છે અને અત્યારે તે મુશ્કેલીમાં છે તો અમે શું કાંઇ હાથ પર હાથ ધરીને બેઠા રહેવાના? જરા પણ ચિંતા કર્યા વિના તમે જાઓ મલેશિયા. અને મારા અંગત લોકો કે જેઓ ત્યાં બહુ વગ ધરાવે છે તેમને પણ કહી દઉ છું કે તેઓ રોહનના સંપર્કમાં રહે.” “ઓ.કે પાપા, તમે મને તમારા મિત્રોના નામ અને સંપર્ક નંબર મને મોકલી આપો. હું પેકિંગ કરી લઉ છું અને ઓંનલાઇન બે ટીકીટ બુક કરાવી લઉ છું. લોપા તુ પણ પેકીંગ કરી લે.” રોહન સ્ફુર્તિથી ઉભો થતો રૂમ તરફ જતો રહ્યો. લોપા પણ તેના રૂમમાં જઇ પેકીંગ કરવા લાગી.

મલેશિયા જતા પહેલા રોહને લોપાને એક નવો મોબાઇલ ફોન અને સીમકાર્ડ એકટિવ કરાવી દીધુ જેથી તેને કોઇ પ્રોબ્લેમ ન થાય અને બન્ને મલેશિયા જવા નીકળી ગયા. મલેશિયા પહોચતા જ એરપોર્ટ પર જ રાજેશભાઇનો એક મિત્ર બન્નેને રીસીવ કરવા આવી ગયો અને બન્નેને એ જ હોટેલમાં લઇ ગયો જ્યાં દિપકભાઇ અને અનસુયાબેનને ધૃવે કેદ કરીને રાખ્યા હતા.

“લોપા તુ આરામ કરી લે. હું જરા હમણા આવું છું.” કહેતો રોહન નીચે જવા નીકળી ગયો. લિફ્ટમાંથી બહાર નીકળતી વખતે રોહનનુ ધ્યાન ફોનમાં હતુ. જેવો તે બહાર જવા ગયો કે તે સામેથી આવી રહેલા ધૃવ સાથે અથડાયો.

“આઇ એમ સોરી.” કહેતો રોહન ત્યાંથી નીકળી ગયો. ધૃવે પણ બહુ ધ્યાન આપ્યા વિના ત્યાંથી નીકળી જવાનુ મુનાસિબ માન્યુ. “શું રહેજા માન્યો કે નહી પૈસાનો બંદોબસ્ત કરવા માટે?” ધૃવે ઉપર તૈનાત તેના માણસોને પુછ્યુ. “હા બોસ. તે માની તો ગયા છે.” “તો સારૂ છે, નહી તો તે બન્નેને એવી સજા આપો કે તે મોત માંગે પણ તેના નસિબમાં મોત પણ ન મળે. તેઓ બધા સેવાભાવી ભારતમાં આપના બોસનું ડ્રગ્સ અને નસીલી દવાનો બીઝનેશ ઠપ્પ કરીને બેઠા છે અને પોતાની વાહ વાહ કરાવે છે, પણ હવે તેને મેહસુસ થશે કે આપણી સામે માથુ ઉચકવાનો અંજામ શું આવે છે?” કહેતો તે રૂમમાં જઇ બન્નેની હાલત જોઇ બહાર નીકળી ગયો. આ બાજુ રોહન તેના પપ્પાના મિત્રની મદદથી ત્યાંના સ્થાનિક પોલીસની હેલ્પ માટે ગયો હતો ત્યાં પોલીસે તેની પાસેથી ધૃવની તસવીર માંગી, જે લેવા માટે રોહન ફરી હોટેલ આવતો હતો ત્યાં ફરી હોટેલના મેઇન દ્વાર પાસે જ ફરી ધૃવ તેની સામે અથડાયો. “હેય મિસ્ટર, પ્લીઝ બી કેરફુલ વ્હાઇલ વોકીંગ.” ધૃવે જરા ગુસ્સાથી કહ્યુ. રોહન પણ તેના આ શબ્દોથી થોડો ચિડાઇ તો ગયો પણ અત્યારે અજાણ લોકો સાથે ઝઘડો કરવો તેને યોગ્ય ન લાગ્યુ એટલે માંફી માંગતો ફરી તે રૂમ તરફ જતો રહ્યો.

રોહને લોપા માટે બ્રેકફાસ્ટ મંગાવ્યો અને બન્ને બ્રેકફાસ્ટ કરતા કરતા તેણે લોપાને બધી વાત કરી અને ધૃવનો ફોટો માંગ્યો. પહેલા તો લોપાને ધૃવનો ફોટો મેળવવાનુ અઘરુ જ લાગ્યુ પણ પછી તેને યાદ આવ્યુ કે તેણે ઇ-મેઇલ થ્રુ તેના મમ્મી પપ્પાને ધૃવ અને તેના લગ્નજીવન બાદ ફોટો મોકલ્યા હતા. તેણે ફટાફટ રોહનના લેપટોપમાંથી પોતાનુ મેઇલ આઇ.ડી. ઓપન કરી સેન્ટ આઇટમ્સમાંથી ધૃવનો ફોટો રોહનને બતાવ્યો. રોહન એ જોઇને દંગ બની ગયો. “લોપા આ ધૃવ છે? ઇઝ ધીસ ધૃવ? આઇ કાન્ટ બીલીવ. અરે યાર આ માણસને તો મે હમણા બે વખત આ જ હોટેલમાં જોયો છે.” લોપા રોહનની વાત સાંભળી સફાળી ઉભી થઇ ગઇ. “વ્હોટ રોહન આર યુ શ્યોર કે તે ધૃવને જ જોયો હતો?” “હા લોપ મે ધૃવને જ જોયો હતો. આઇ એમ ૧૦૦% શ્યોર. એક વખત તો તે મારી સામે અથડાયો હતો એટલે ખુબ નજીકથી તેને મે જોયો હતો. મારી આંખો દગો ન ખાઇ શકે. આ એ જ માણસ છે જેને મે આ જ હોટેલમાં જોયો હતો.” “રોહન તો કદાચ એવુ પણ બની શકે કે મમ્મી પપ્પા પણ આ જ હોટેલમાં હોઇ શકે. આપણે જલ્દીથી કાંઇક યોગ્ય કદમ લેવા જોઇએ જેથી આપણે મમી પપ્પાને છોડાવી શકીએ.” “લોપા તુ જેટલુ આસાન ધારે છે તેટલુ સહેલુ નથી આ કામ કારણ કે તેણે અહી અંકલ આન્ટીને એકલા તો નહી રાખ્યા હોય. તેના માણસો ચોવીસ કલાક પહેરો આપતા હશે અને પહેલા તો એ જાણવુ પડે કે અંકલ આન્ટી અહી છે કે નહી. પછી આપણે પોલીસની મદદથી કાંઇક કદમ ઉઠાવી શકીએ.” “ઠીક છે, પણ તેને અહી જોઇને મને ડર લાગે છે. ક્યાંક તે મને જોઇ જશે તો મારા કારણે તારે પણ ખતરો ઉભો થઇ જશે.” “ડોન્ટ વરી લોપા. આઇ વીલ હેન્ડલ, યુ જસ્ટ ટેક કેર ઓફ યોર સેલ્ફ બાકી બધુ તુ મારા પર છોડી દે.” રોહને પોલીસને ફોન કરી ધૃવનો ફોટો મેઇલ કરી દીધો અને એ પણ જણાવ્યુ કે ધૃવને તે લોકોએ હોટેલમાં જોયો હતો. પોલીસે તે હોટેલ પર છુપી નજર રાખવાની શરૂ કરી દીધુ પણ ધૃવને તે દિવસ બાદ ક્યારેય એ હોટેલમાં આવતા તેણે જોયો જ નહતો.

રોહનને પણ હવી મેહસુસ થવા લાગ્યુ હતુ કે કદાચ લોપાના મમ્મી પપ્પાને આ હોટેલમાં નહી રાખવામાં આવ્યા હોય, પણ લોપાને હજુ વિશ્વાસ આવતો ન હતો.

એક દિવસ રોહને રૂમ સર્વીસનો ડ્રેસ પહેરી ઉપરના માળે દરેક રૂમ સફાઇ કરવાનુ નક્કી કર્યુ. કદાચ કાંઇ જાણવા મળે. તે એક પછી એક દરેક રૂમ ક્લીન કરવાના બહાને ચેક કરવા લાગ્યો. સફાઇ કરતા કરતા તે બધુ ધ્યાનથી નિરીક્ષણ કરતો હતો. જેવો તે રૂમ નં ૧૨૫ પાસે પહોચ્યો તો તેણે જોયુ કે રૂમ લોક હતો, આથી તે નીચે જવા લાગ્યો ત્યાં અચાનક તેને એ રૂમમાંથી કોઇનો અવાજ આવતો હોય તેવુ ફીલ થયુ. તેણે રૂમના દરવાજાની નજીક જઇ વાત સાંભળવાની ટ્રાય કરી પણ ચોખ્ખો અવાજ આવતો ન હતો.

હવે તેને પણ શક જવા લાગ્યો હતો કે નક્કી આ રૂમમાં કાંઇક ભેદ છે. તેણે નીચે રીશેપ્શન પાસે જઇ તે રૂમ કોના નામથી બુક્ડ છે તે બાબતે પુછતાછ કરી પણ તે લોકોની પોલીસી મુજબ કોઇ અજાણ લોકોને તે રૂમ કોના નામથી બુકડ છે તે જણાવતા ન હતા. આથી તેણે પોલીસની મદદ લેવાનુ નક્કી કર્યુ. થોડી જ વારમાં પોલીસ ત્યાં આવી પહોંચી. પોલીસ હોટેલમાં આવી છે એ જાણી ધૃવના માણસો ગભરાયા અને ધૃવને કોલ કર્યો. ધૃવ એ વખતે દારૂના નશામાં ચકચુર હતો અને એ બાબતે પણ એકદમ અજાણ હતો કે લોપા અને તેનો મિત્ર રોહન એ જ હોટેલમાં છે અને તેણે જ પોલીસને બોલાવી છે તેથી તેણે આ વાતને ગંભીરતાથી ન લેતા ત્યાં આવવાનુ ટાળ્યુ.

પોલીસે હોટેલ ઓથોરીટીને રોમ નં ૧૨૫ ખોલવા માટે કહ્યુ, હોટેલ માલીક કે જે ધૃવ સાથે મળેલો હતો તેણે ઘણી મહેનત કરી કે આ મામલો અહી જ ક્લોજ્ડ થાય પણ પોલીસે કાંઇ પણ વાત સાંભળ્યા વિના એ રૂમ ખોલાવ્યો,

રૂમ ખોલતાની સાથે જ લોપા અને રોહન બન્ને દંગ રહે ગયા. દિપકભાઇ અને અનસુયાબેન અધમરી હાલતમાં બાંધેલી હાલતમાં ખુરશીમાં પડ્યા હતા. લોપાને આ જોઇ ખુબ દુઃખ થયુ. પોલીસે હોટેલ માલીકને ગીરફ્તાર કરી લીધો અને આ બન્ને લોકોને અહી બંદી કરવા પાછળનો ઉદેશ્ય અને તેનુ માસ્ટર માઇન્ડ કોણ છે તે બાબતે સઘન પુછતાછ કરવાનુ શરૂ કરી દીધુ. લોપાએ તેના માતા-પિતાને ત્યાં જ હોસ્પિટલમાં એડમિટ કરાવી દીધા. એક રીતે લોપા તેના મમ્મી પપ્પાને મેળવી ખુબ જ ખુશ હતી પણ તેમની આવી હાલત તેનાથી જોઇ શકાતી ન હતી. પ્રાથમિક સારવારથી ચોવીસ કલાકમાં બન્નેને હોંશ આવી ગયુ. દિપકભાઇ અને અનસુયાબેન લોપાને સેઇફ જોઇ ખુબ ખુશ થયા. થોડા દિવસની પોલીસની મહેનત બાદ ધૃવ ઉર્ફ જગ્ગુ પણ પકડાઇ ગયો. મલેશિયા પોલીસે તેને ઇન્ડિયન પોલીસને હવાલે કરી દીધો. ઇન્ડિયન પોલીસે તેના પર થર્ડ દીગ્રી અપનાવી તેના માલીક ફહામને પણ પકડી લીધો. તેને જોઇને દિપકભાઇ ખુબ ચોંકી ગયા. આ એ જ ફહામ હતો જે મુંબઇ અને ગુજરાતના પ્રદેશોમાં ગેરકાયદે ડ્રગ્ઝ સપ્લાય કરતો હતો અને આજથી ત્રણ વર્ષ પહેલા દિપકભાઇ અને તેની સદભાવના ટીમે તેને પકડાવ્યો હતો પણ ત્યારે તે લોકઅપમાંથી ભાગી નીકળવામાં સફળ રહ્યો હતો. ફહામે એ સ્વિકાર્યુ હતુ કે દિપકભાઇ સાથે બદલો વાળવા માટે જ તેણે આ આખુ નાટક રચ્યુ હતુ. પોલીસની મદદથી દિપકભાઇના સતાવીસ કરોડ પણ પરત આવી ગયા અને તેમની વહાલસોયી દીકરી લોપા પણ ખુશી ખુશી ઘરે પાછી આવી ગઇ હતી. દિપલભાઇ અને અનસુયાબહેને રાજેશભાઇ અને રોહનનો ખુબ આભાર માન્યો. હવે આનસુયાબેન ફરીથી જોબ જોઇન કરી લીધી અને લોપાએ આજીવન દિપકભાઇ સાથે રહી ટીમ સદભાવના સાથે રહી સેવાભાવી કામ કરવામાં તેનું જીવન વ્યતિત કર્યુ. રોહન પણ તેના આ કાર્યમાં મદદ કરતો. લોપાની હિમ્મતે તેના અને તેના માતા પિતા પર પડેલા મુશ્કેલીના વાદળને હટાવી દીધા. હવે તે સ્ત્રીઓને આપત્તિ સમયે હિમ્મત ન હારવા અને હિમ્મતથી લડવા માટે સમજાવતી.

સમાપ્ત “