Complicated Krisha - 4 in Gujarati Love Stories by Prince Karkar books and stories PDF | કોમ્પ્લીકેટેડ ક્રિષા 4

Featured Books
Categories
Share

કોમ્પ્લીકેટેડ ક્રિષા 4

Pg 14

“આઈ લાઇક યુ ફ્રોમ ધ ફર્સ્ટ ટાઇમ આઈ હેવ સીન યુ” જશે કોલેજમાં જતા જતા મેસેજ જોયો ક્રિષાનો, ઉઠવામાં મોડું થઇ ગયેલું તો મેસેજ જોવાનો ટાઇમ નહોતો આજે.

“મેં આજે કહી દીધું કે આઈ લાઇક યુ” ક્રિષા ગરીમાને કહેતી હતી સવારે કોલેજ જતી વખતે, કાજલની તબિયત ખરાબ હતી તો આજે ઘરે જ રોકાઈ હતી તે.

“ઓહ હો... શું રીપ્લાય આવ્યો તેનો??”

“હજુ રીડ નતો કર્યો તેણે”

“ઓકે મને કહેજે શું કહે છે તે, પાર્ટી આપવી પડશે”

“હા હો આપી દઈશ, પેલા કઈક રીપ્લાય તો આવવા દે.”

આજે વળી ક્રિષાના લેકચર કેન્સલ થયેલા, તે તેને કોલેજ જઈને ખબર પડી. ત્યાં તો બધી છોકરીઓ રડો નાખવા લાગી, હરામી જેવા સાલાઓ પહેલા કહેવાય ને, રૂમ પર જ રહેતે. આવી જ છું તો કેન્ટીનમાં જતી આવું એવું વિચારી ને તેણે ત્યાં જઈને શેરડીનો રસ મંગાવ્યો. મોબાઈલ માં એક મેસેજ આવ્યો હતો જશનો.(ક્રિષાને શેરડીનો રસ ખુબ જ પસંદ હતો.)

“ઓહ્હ હો... આ બધું શું હે લાઇક યુ ??”

“કેમ ગુજરાતી કરતા નથી આવડતું??” ક્રિષાએ હસતા હસતા કહ્યું

“લાઇક કે બીજું કઈ “ જશ નો રીપ્લાય આવ્યો

“હંમમ બીજું પણ “ ક્રિષાના મનમાં અલગ જ આનંદ હતો.

જશને પણ લેકચર ભરવાનું મૂડ હતું નહિ એટલે લાયબ્રેરીમાં બેઠો હતો. હવે જે કઈ પણ કહેવાનું હતું એના માટે બંને જણ એક વાર ફોન પર વાત કરે તો સારું એવું બન્નેને લાગતું હતું. પણ બે માંથી કોઈએ પણ કઈ ના કીધું.

ક્રિષા કરતા જશ વધુ અવઢવમાં હતો કે કઈ રીતે તે કહેશે

“જો ક્રિષા આપણે કઈ આગળ કરીએ તે પહેલા એક વાત કરી દેવા માગું છું તમને...”

“હાં બોલોને એમાં શું “

“હું તમને ક્યારેય પણ લવ કરી શકું તેમ નહિ. તમે ભલે મને કીધું નથી પણ હું જાણું છું કે તમે મને પ્રેમ કરો જ છો. એન્ડ ધેટ ઈઝ ટોટલી ઓકે. મારે મારા ઘણા પ્રોબ્લેમ્સ છે, પ્રોબ્લેમ્સ તો ઠીક પણ હું જ કેપેબલ નથી એ કરવા માટે અથવા તો હું ભૂલી ગયો છું એ બધું. પહેલા તો હું સારો એક માણસ નથી, ખબર નહી કેમ? મારા પર વિશ્વાસ કરીને મારાથી તૂટી જાય એ મને પસંદ નથી . એટલે બને ત્યાં સુધી દુર રહું છું આવા સીરીયસ એટેચમેન્ટથી.”

“બીજું, હું સ્મોકિંગ કરું છું. અને આ બધી મેટર્સને બહાના નથી બનાવતો આવું ના કરવા માટે, પણ મારાથી એવી ફીલીન્ગ્સ તમને અપાય એમ નથી”

માટે...

(જશને આગળ શું કહેવું એ ખબર ના પડી એટલે આટલું લખીને તે ટીપ કરતો બંધ થઇ ગયો અને સેન્ડ પર ક્લિક કર્યું )

હવે ક્રિષાનો વારો હતો કઈક બોલવાનો. જશને આશા હતી કે તે સમજી જશે અને કઈક ડીસીઝન લેશે.

ક: અરે એમાં શું થઇ ગયું, મેં થોડું એમ કીધું છે કે તમે પણ મને લવ કરો જ પરાણે. મેં કોઈ આવી આશા સાથે તમને લવ નથી કર્યો. તમે તમ તમારે બિન્દાસ રહો. હું ક્યારેય પણ એના માટે તમને ફોર્સ નહી કરું.

ખાલી સ્મોકિંગનું નવીન લાગ્યું. હું અત્યારે રીલેશનશીપ તોડવા નહી માગતી, જસ્ટ બી વિથ મી.

જ: (ક્રિષાના આટલા સહજ જવાબ થી જશ ચોંકી ગયો કારણ કે આવું જરા પણ તેણે એક્સપેક્ટ નહોતું કર્યું)

પણ આપણી રીલેશનશીપનું કોઈ ફ્યુચર નથી અને આપણને આપણા ફેમેલી બેકગ્રાઉન્ડની ખબર જ છે સારી રીતે.

ક: યા...મને સારી રીતે ખબર છે કંઇ જ ફ્યુચર નથી આ રીલેશનશીપનું, પરંતુ મારે થોડુક જીવી લેવું છે સરખું મને ગમે એવું, જેમાં હું સાચી રીતે સુખી રહી શકું કોઈ પણ જાતની શરતો વગર. અને તમેં ફેમેલી ની જે વાત કરી તે તો મારા માટે પણ સૌપ્રથમ અગ્રિમતા પર આવે છે.

એમના વિરુધ્ધમાં કંઇ પણ નહી.

જ: તો પછી કઈ કરવું જોઈએ આગળ?? આટલી ખબર પડે છે તોય..!!

ક: મને બીજી કંઇ ખબર નથી પડતી પણ એટલી ઈચ્છા છે કે જેટલો ટાઇમ તમે કોન્ટેક્ટમાં છો એટલો ટાઇમ હું જીવી લઉં મારી લાઈફનો બેસ્ટ ટાઇમ. પછી તો જવાબદારીઓ, વફદારીઓ અને ઘણું બધું નિભાવવાનું જ છે.

જ: પણ તમે જે ફીલીન્ગ્સની અને રીલેશનશીપની વાત કરો છો તેમાં તમે જ હશો દર વખતે, ત્યારે હર્ટ નહી થાય??

ક: એ તમારે ક્યાં જોવાનું, તમારું ખાલી હોવું એજ મારા માટે સઘળું છે.

જ: (હવે જશ પાસે કઇ પણ આર્ગ્યુમેન્ટ હતી નહી અને તે ટોટલી સ્પીચલેસ થઇ ગયેલો)

ક: હેય ...ઇટ્સ ઓકે અને હુ પણ ઓકે છું.

તમે ક્યાય વાચ્યું નથી કે પ્રેમ નિસ્વાર્થ હોય છે. હા હા હા .(ક્રિષાએ સાવ હળવા મૂડમાં રીપ્લાય કર્યો)

જ: હાં હો...

ક: તમે મળવા તો આવશો ને??( ક્રિષાને આટલા ડિસ્કશન પછી આ સવાલ પૂછવો જરૂરી લાગ્યો)

જ: અરે સ્યોર આવીશ અને હવે તો કાલે જ નીકળું છું જોવો.

ક: થેન્ક યુ સો મચ...

જ: અને હવે આવી ફોર્માલીટી નહી કરવાની હો આપણે

ક: સાચે કહ્યું ફોર્માલીટી નહોતી.

જ: ઓકે ઓકે ચાલો નક્કી કરેલું બધું એમજ છે એમ ને આપણે તો..!!

ક: કેમ હજુ કઈ શક છે ?

જ: ના ના હવે કઈ નથી ...બસ હવે આવવું જ છે.

ક: મોસ્ટ વેલકમ ઓલ્વેઝ

જ: યા ...ચાલો બાય

ક: બાય

અત્યારે સમજાય કે હજું યુવાનીમાં પગ મુકું મુકું થય રહ્યા હોય અને એકબીજાને સરખા જોયા પણ ના હોય તેવા છોકરો અને છોકરી એકબીજાને પ્રેમની વાતો કરી રહ્યા છે. દુનિયાની કદાચ સૌથી મોટી ફીલોસોફી જે પ્રેમ ઉપર લખાઈ હશે તેને આ લોકો ખાલી એકબીજાના મેસેજમાં સમજી રહ્યા હતા.

અને એ પણ પોત પોતાની મર્યાદામાં રહીને કે આપણા વડીલો દુખી થાય એવું કોઈ કામ નહી કરીએ એવું નક્કી કરીને. આનાથી મોટી ખાનદાની અને પ્રેમનું સમર્પણ બીજું શું હોઈ શકે. કદાચ આ ગુણો પણ ક્રિષા અને જશમાં એમના માતા પિતા માંથી જ આવ્યા હશે. જેમ કોઈ ડીલ કરતી વખતે ટર્મ્સ અને કન્ડીશનસ લખેલા હોય છે પ્રોડક્ટ્સ પર એમ પોતાની રીલેશનશીપની લીમીટ્સ જાતે જ તેઓએ દિલની અંદર બાંધી લીધી હતી.

ક્રિષાના મનમાં લડ્ડુ ફૂટવા લાગ્યા હતા અને તે હવે મળવાની જ રાહ જોઈને બેથી હતી.

ગરિમા અને કાજલને પર્ત્ય મળવાની હતી એ બન્નેની મીટીંગ પછી.

Pg. 15

ફાઈનલી બીજે જ દિવસે જશે નક્કી કરી નાખ્યું મળવા જવાનું

બાઈક હજુ હતી નહિ જશ પાસે તો ફ્રેન્ડની બાઈક માગી ને સવારમાં નીકળી પડ્યો, મમ્મીએ પૂછ્યું કે “અત્યારમાં ક્યાં ઉપડ્યો છો આજે તો રવિવાર પણ નથી તોય.”

“મમ્મી મુવી જોવા જાવ છું સવારનો શો છે.”

“હા તું એજ કરજે હો. રખડવા સિવાય કઈ કાન નય ઘરે આવે એટલે,” મમ્મીએ મીઠો ઠપકો આપતા કહ્યું.

ક્યારેક વિચાર આવે કે આ લાઇફમાં સાલું પછી આમ કરશું ને પછી તમારે જલસા જ છે.એવું ક્યારેય આવતું જ નથી. ઉદાહરણ સામે જ છે. સ્કુલમાં હોઈએ ત્યારેજ, 10th માં બોર્ડની એક્ઝામ કહેવાય આમાં ધ્યાન આપો સરખું એટલે સાયન્સ મળી જાય. સાયન્સમાં હોયે ત્યારે, અત્યારે મહેનત કરી લો એટલે સારી કોલેજમાં અને ગવર્મેન્ટમાં એડમીશન મળી જાય. પછી કોલેજમાં તો તમારે જલસા જ છે ને ...(હવે કોણ સમજાવે કે સારી અને ગવર્મેન્ટ કોલેજ બંને એક ના હોય)

અને કોલેજમાં આવ્યા પછી, આવી બકરા જેવી દાઢી અને શીળા જેવા વાળ શું રાખ્યા છે? ધ્યાન રાખજો હો એટીકેટી ના આવે નહિ તો કોઈ જોબ નહી આપે.

ચાલો આટલું તો પત્યું પણ આ ઇમોશનલ અત્યાચાર હજુ પણ ચાલુ જ હોય જેમ કે, હવે થોડાક સમાજમાં રહેતા શીખો, ઘરે કોઈ આવે એને આવો બેસો અને જાય ત્યારે આવજો એમ કહેવાય, આવી ખબર નહી પડતી હોય તો કોઈ છોકરી પણ નહી આપે. અને નોકરી તો કરવી જ પડે તો જ ભાન આવે કેમ થાય બધું તે. બ્લા બ્લા બ્લા...

આવું તો ચાલતું જ રહેવાનું પણ અત્યારે તો ક્રિષા ક્યારની એના જશની વાત જોઈને કોલેજથી થોડે દુર એની કોઈ ફ્રેન્ડ જોઈ ના જાય તેની બીકે ઉભી હતી. (આવા કામ છુપાઈને જ કરવાના હોય ને. હહાહા )

જશને આવવામાં થોડી વાર લાગી, તે નક્કી કરેલી જગ્યા પર આવી પહોચ્યો હતો.

બાજુમાં પાનનો ગલ્લો અને ચા ની કેબીન જેવું હતું, ત્યાં મારવાડી છોકરો ચા બનાવી રહ્યો હતો અને ચા પાકવાની સ્મેલ જશને આવી રહી હતી. આમતેમ જોયા પછી જશને કોઈ દેખાણું નહી એટલે તેણે હેલ્મેટ કાઢીને બાઈકના અરીસા પર લગાવ્યું અને કોલ કર્યો ક્રિષાને. હજુ રીંગ વાગી ત્યાં જ ડાઈરેક્ટ અવાજ સંભળાયો

“ગ્રીન ટી શર્ટ ફૂલ સ્લીવ અને બ્લેક પેન્ટ ??”

“ઓહહહહ હો ,,,”

“ક્યાં છો તમે દેખાતા નથી”

“એકઝેટલી તમારી પાછળ”

(ક્રીષાએ પણ તેનો ચહેરો નતો જોયો પણ તેના ફીઝીક પરથી તેણે ઓલ્હી લીધો. અને જશની કોઈને શોધી રહેલી બોડી લેન્ગવેજ પરથી તેનું દિલ પણ એજ કહેતું હતું કે આજ જશ હોવો જોઈએ.)

જશે પહેલા ફક્ત 180° પર પોતાનું મસ્તક ફેરવ્યું ત્યારે તેણે નેવી બ્લુ ટી શર્ટ અને બ્લેક જીન્સમાં ક્રિષાને જોઈ. અને એજ સેકન્ડમાં ફરીથી બાઈક પર ત્યાર થઈને બાઈક ઘુમાવી અને ક્રિષાને કીધું કે બેસી જાઓ. જશે સરખી જોઈ પણ નહોતી ક્રિષાને. ક્રિષા પણ કઈ બોલ્યા વગર બેસી જ ગઈ. જશે ખાલી એટલું જ પૂછ્યું કે થીએટર ક્યાં છે અહિયાં?

“રાઈટ લઈને સીધું જ.”

2 અજાણ્યા માણસો હોય એમ આટલી જ વાત થઇ અને બંને થીએટરના પાર્કિંગમાં પહોંચી ગયા.

Pg. 16

(બાઈક પાછળ બેસેલી ક્રિષા થોડાક સમય પહેલા જોયેલા જશને 2 વર્ષ પહેલાના જશ સાથે સરખાવવાની કોશિશ કરી રહી હતી. ઘણો બદલાયેલો હતો અત્યારે તે. તેણે હેલ્મેટ ફરીથી પહેર્યું નહિ એ વાત ક્રિષાને બહુ જ ગમી, કારણ કે તેને 2-૫ સેકન્ડ માટે તેનો ચહેરો જોવા મળી ગયો.

ભરાવદાર ચહેરો હતો પણ ગોળમટોળ નહોતો લાગતો, પણ એની આંખો એજ હતી, દાઢી પર 2 દિવસ પહેલા કરેલા ક્લીન શેવના થોડાક વૅલ હતા અને તે તેને વધારે મસ્ત દેખાડતા હતા. પરફેક્ટ બોડી ફિઝિક, મસ્ક્યુલર બાવડાં અને નોંધ લેવી પડે એવી છાતી. આ બધા સાથે તે પરફેક્ટ હેન્ડસમ હંક લાગતો હતો.

ક્રિષા મનમાં ને મનમાં આવા "માલ"ની પાછળ બેસવામાં ગૌરવ અનુભવતી હોય એમ અને ભગવાનને થેન્કયુ કહેતી હોય એમ આકાશમાં જોતી જોતી અંગુઠો બતાવતી હતી.)

"હવે મોઢાના દર્શન તો કરાવો" જશે માંડ માંડ હિમ્મત કરીને વાત કરવાની શરૂઆત કરી.

"અરે હા..." આટલું બોલીને ક્રિષા, મોઢા પર જે બાંધ્યું હતું તે છોડવા જેમ પાછળની બાજુથી રૂમાલ જેવા કપડાંની ગાંઠ ખુલતી હતી તેમ તેમ જશ પણ હવે ફેસ ટુ ફેસ જોવા માટે તલસી રહ્યો હતો. 1-2 મિનિટમાં વાળ અને મોં બંને વ્યવસ્થિત કરીને તે બોલી લો જોઈ લો ...

"ઓહહ થેન્ક્સ" મજાક કરતા જશ બોલ્યો.

હવે જશ જોઈ રહ્યો હતો એને સરખી રીતે. આજે જ જસ્ટ વોશ કરેલા એના વાળ ઘણી વાર સુધી સરખા કર્યા હોવા છતાં વિખરાયેલાં હતા, તેનું કપાળ હતું એકદમ ચોખ્ખું કોઈ પણ ખીલ કે ફોડલીઓ વગરનું, તેની આંખોમાં એક પ્રકારની આતુરતા હતી જે તેને વધુ સુંદર બનાવતી હતી, તેના ગાલ પર એક બાજુ રહેલા ખંજનની હલન ચલન અને હોઠ પરથી તેની નર્વસનેસ ચોખ્ખી દેખાઇ રહી હતી.

જશ પોતે પણ એટલો જ નર્વસ હતો. તેના હાથમાં પરસેવો વળવા લાગ્યો હતો. છતાં પણ ક્રિષાને જોવાનું ચાલુ જ રાખેલું તેણે.

તેના ટી શર્ટના પાતળા એવા કાપડમાં તેના બ્રેસ્ટના પરફેક્ટ રાઉન્ડ શેપ તેણે પહેરેલી બ્રા થકી દેખાઈ રહ્યા હતા, આના લીધે તેનું સુંદર શરીર સેક્સી પણ લાગતું હતું. જેવા એના બ્રેસ્ટ હતા એનાથી પણ વધુ કામુક અને સેક્સી એની કમર હતી. સંપુર્ણપણે જશ સમોવડી અને તેનાથી પણ બહેતર લાગતી ક્રિષાને જશ સાથે જોઈને સ્યોરલી જલન થવાની હતી આજુ બાજુના કાપલ્સને.

મૌનની ક્ષણો વધી ગઈ હતી ક્રિષાએ મૌન તોડતા કહ્યું કે "એક રિક્વેસ્ટ કરું??"

"હા બોલોને..."

"તમે મને તમે ના કહો, તમે મોટા છો મારાથી. મને ઓકવર્ડ લાગે"

"હા તો હું પણ કાંઈ તમારો ઘરવાળો તો નથી , તમારે પણ તું જ કહેવાનું તો હું કહું."

ક્રિષાને ગમ્યું નહિ પણ તેને હા પાડી દીધી. "ચાલો હવે "નો તમે" ઓકે??"

આટલું બોલતા જ જશે જમણા હાથની ટચલી આંગળી આગળ ધરી

આ શું? ક્રિષાએ આશ્ચર્ય સાથે પૂછ્યું.

ના ના છોકરાઓ પ્રોમિસ કરે ને એવું..!!

ઓહહ ક્રિષાએ પણ તેના જમણા હાથની ટચલી આંગળી આગાક ધરી અને બંને એ આંગળી ભેરવીને બાળ સહજ પ્રોમિસ કર્યું. એ પહેલો ટચ હતો બંનેનો એક બીજાનો. બાઇક પાછળ બેસેલી ત્યારે પણ ટચ ના થાય તેનું ધ્યાન રાખેલું ક્રિષાએ

મુવી ચાલુ થવાને વાર હતી તો બન્ને હજુ પાર્કિંગમાં જ બેઠા હતા.

"નર્વસ??" જશ હવે બધી સાચી ને ક્વોલિટી વાળી વાત કરવા માંગતો હતો.

"બોવવવવજ..." ક્રિષાએ ઇયરરીંગ સરખા કરતા કહ્યું.

"હા એતો દેખાય છે, ક્યારેક ઇરરિંગ,ક્યારેક બેગ તો ક્યારેક બાઇક. અને યાર મને પણ અજીબ લાગે છે. પહેલી વાર ડેટ પર..." જશે શરમાતા કહ્યું.

"અને એ પણ પહેલી જ મુલાકાતમાં" ક્રિષાએ સુર પુરાવ્યો.

"સાચે આટલો નર્વસ તો હું ક્યારેય નહી થયો, સારા સારા ને પાડી દઈએ બોલવામાં, મજાક ઉડાવવામાં અને બીજાને હેરાન કરવામાં. પણ અહીંયા તો સાવ બંધ થઇ ગયું બધું." જશ એક જ શ્વાસે બોલી ગયો.

"હંમમ મારે પણ એવું જ છે. હું કોઈકની ખેંચવા ઉઓર ઉતરી આવું એટલે મારી ફ્રેન્ડ્સ બધી જ કંટાળી જાય કે હવે આ બંધ કરે તો સારું." ક્રિષાએ એજ વાત આગળ વધારી.

"કાંઈ નહિ ચાલ હવે છોડી દે નર્વસનેસ હમણાં મુવી ચાલુ થશે ટિકીટ્સ લઇ લઈએ" જશે ધ્યાન ડાયવર્ટ કર્યું.

"હા એતો લેવી જ પડે ને"

"લાસ્ટ રો, કોર્નર હં??" ક્રિષા સામે આંખ મારતા તેણે રોમેન્ટિક મૂડમાં કીધું.

"મને શું ખબર મારે તો મુવી જોવું છે, એ ગમે ત્યાંથી જોવાય"(ક્રિષાએ પણ નૉટી અવાજ માં કહ્યું.)

"ઓકે તો તો એકદમ સેન્ટરમાં લઇ લવ.

"ઑયે ના હવે..." ક્રિષાએ તેને ધક્કો મારતા કીધું પણ પ્રયત્ન નિષ્ફળ રહ્યો, તેનો હાથ ઘણો મજબૂત હતો. અને બોલી

"આને ક્યાં કાંઈ અસર થાય એમ છે."

"અરે મજાક કરું, ચાલ કોર્નર માં બેસીએ જઈને" એમ કરીને જશે તેનો હાથ પકડ્યો અને બંને ચાલવા લાગ્યા. ક્રિષા કાંઈ જ બોલી ના શકી ફક્ત તેણે પકડેલા હાથ સામે અને પાછળથી દેખાતા જશના વાળને જોતી રહી, પોતે પણ હાથની પકડ મજબૂત બનાવી. જશે સામે જોયું ત્યારે એક વિસ્મયકારી અને નિખાલસ સ્મિત આવી ગયું તેના ચહેરા પર.

"બોવ ઉતાવળ છે?? અંદર જઈને કરશું ને બધું...!!"

ફરીથી ક્રિષાએ તેને હડસેલવાની ટ્રાય કરી પણ આ વખતે પ્રેમથી.

અને હવે તેણી મુવી ક્યારે ચાલુ થશે એની ડેસપરેટલી રાહ જોતી હતી.

Pg.17

લાઇટ્સ બંધ થઇ અને તેમને જે સિટ્સ જોઈતી હતી તે જ તેમને મળી ગઈ હતી.

A01, A02 લાસ્ટ રો કોર્નંર.

અંદરનો માહોલ ના હોવા છતાં રોમેન્ટિક હતો.

જશ અને ક્રિષા જેવા કાપલ્સ જ હતા થિયેટરમાં અને બધા જ કોર્નંર પર 2-2 વ્યક્તિઓ બેસી ગયા હતા. સિનેમા વાળાંના મોર્નિંગ શો તો આવા કાપલ્સ ના લીધે જ ચાલતા હશે એવો વિચાર ક્રિષાને આવ્યો.

છેલ્લી 3 રો માં બંને કોર્નંર પર તો કપલ જ હતા અને વચ્ચે વચ્ચે પણ ક્યાંક ક્યાંક બેઠા હતા. પણ વચ્ચે બેઠેલા એ લોકો હજુ શરૂઆતના ફેઝમાં હશે આવું વિચારતા બન્ને એકબીજા સામું જોઈને હસ્યાં.

મુવીના નંબર આવવા લાગ્યા હતા, પ્રોડ્યુસર અને ડિરેક્ટરના નામ આવી ચુક્યા હતા.

જશે તેની આંખ સામે ચપટી વગાડીને ક્રિષાને મુવી જોવામાંથી ડિસટ્રેક્ટ કરી અને કીધું કે "ઑયે તું સાચે મુવી જોવા આવી છે???"

"કેમ બીજું શું કરવાનું હતું??"

"ઓક કઈ નહિ તું જો મુવી."

"અરે એમજ કહું છું, બોલને શું કરવું બોલ, હવે નહીં જોવા મુવી બસ...!"

"શું વાત થઇ હતી આપણે?"

"કિસ ની"

"હા તો કરવી નહિ?"

"કરવી છે ને પણ..."

ક્રિષા શું અવઢવમાં હતી એ એને ખુદને જ ખબર નહોતી, તે જશ સમજતો હતો.

"ઓકે કાંઈ નહિ ચાલ, થોડો ટાઈમ જાવા દઈએ."

"હંમમ એ બેટર રહેશે." ક્રિષાએ કહ્યું.

જશને ખબર હતી કે પ્રાઇવસી મુવી પૂરતી જ મળવાની છે તો સમયનો યુટીલાઇઝ કરવો જ પડશે. એમ પણ છોકરાઓ આવી બાબતમાં વધુ જાગૃત હોય છે.

જશને આજે બધી છૂટ હતી તો પણ તેણે પૂછ્યું, "શોલ્ડર પર હાથ રાખું તને કન્ફરટેબલ હોય તો?"

"પૂછવાની જરૂર લાગી?" એટલું બોલીને ક્રિષા મોં બગાડીને મુવી જોવા લાગી.

તરત જ જશે તેને થોડી પોતાની બાજુ લીધી અને પોતાની સીટ માંથી તેની બાજુ ખસ્યો અને ક્રિષાના મોં ની બીજી બાજુ હાથ જવા દીધો. હવે થોડીક સ્માઈલ આવી તેણીના ચહેરા પર. જશની ચેસ્ટ મોટી હતી અને હાઇટ પણ વધુ હતી એટલે હવે તેનું માથું જશની છાતી અને ખભા પર આવે તેમ હતું અને એજ સમયે ક્રિષાએ પોતાનું માથું તેની છાતી પર ઢાળી દીધું અને આંખો બંધ કરી દીધી.

જશે તેને ઉઠાડી પણ નહિ અને પોતાનો હાથ તેના માથા પર મૂકી તેના વાળ થોડા મોંમાં આવતા હતા તેના પર જ કિસ કરી લીધી. પોતાના માથા પર રહેલા જશના હાથને ક્રિષાએ પોતાના ડાબા હાથ વડે અને જશના ડાબા હાથને પોતાના જમણા હાથ વડે ટાઈટ પકડી રાખયા હતા. 1-2 મિનિટ એમ જ રહ્યા પછી ક્રિષાએ માથું ઉંચુ કરી લીધું અને સ્કાર્ફથી આંખો સાફ કરી. જશને અત્યારે તે પૂછવું ઉચિત ના લાગ્યું.

"જશે પૂછ્યું હગ કરવું છે??"

આટલું બોલતાની સાથે જ ક્રિષા જોરથી ભેંટી પડી અને એક ધ્રુસ્કુ નીકળી ગયું તેનાથી.

"હેય હેય...ઇટ્સ ઓકે ઓકે...હું છું ને ડિયર" તે સાંત્વનામાં આટલુજ બોલી શક્યો, કારણ કે એને ખબર જ હતી કે આ આંસુ ખુશીના જ છે.

સીટ વચ્ચેનું હાથ મુકવાનું નીકળે એમ નહોતું એટકે જોયે તેવું હગ ના થયું, પણ ક્રિષાના બ્રેસટ્સ તેની છાતી ને ટચ કરતા હતા. થોડી વાર પછી હગ ઓછું ટાઈટ થયું અને ક્રિષા પોતાની સીટમાં વ્યવસ્થિત ગોઠવાણી. હવે તેના ચહેરા પર નર્વસનેસ જરા પણ નહોતી.

"ચાલ હવે તું કંઈક કેતો હતો કરવાનું. હિમ્મત નહિ કે શું??"

ક્રિષા હવે સંપૂર્ણ સ્વસ્થ થઈ ચુકી હતી અને રમતિયાળ અંદાજમાં આવી ગઈ હતી.

ત્યાં તો લાઇટ્સ ચાલુ સ્ક્રીન પર ઇન્ટરમીશન લખેલું બંને એ જોયું.

જશની તો હજુ ફાટતી જ હતી એટલે એને તો ત્યારે ટોયલેટમાં એક નંબર કરવા જવું પડ્યું. અને પેશાબ કરતા કરતા પણ એ વિચારતો હતો કે યાર છોકરીને આટલી નજીક જોઈને આ ટાઈટ થઇ જાય છે, હજુ કિસ તો કરી નથી. કિસ કરીશ ત્યારે તો શું થશે.! જે થાય તે જોયું જશે એમ વિચારીને જશે ઝીપ બંધ કરી અને ફુલ તૈયારી સાથે અને કોન્ફિડન્સ સાથે બહાર નીકળ્યો.

"તું નહીં ગઈ વોશરૂમ?"

"ના , નતું જવું મારે"

"ઓકે"

ઇન્ટરમીશનમાં આવતી એડ્વર્ટાઈઝ જોઈને બંનેને ચીડ ચડતી હતી કે હવે આ પતે તો સારું.

ફરીથી લાઈટ બંધ થઈ.

જશ હવે એક સેકન્ડ માટે પણ સ્ક્રીન સામે નહોતો જોતો. અને વળી તે આંખ એકદમ ક્રિષાની સામે આવે એમ સ્ક્રીનથી કાટખૂણે બેસી ગયો. અને ક્રિષા પણ હવે પોતાની તરસ છિપાવાની છે ફાયનલી, એવું જાણી ને હરખાવા લાગી.

ક્રિષા શરૂઆત નહિ જ કરે એ જશને ખબર હતી એટલે તેણે જ ઈનીશીયેટ લીધું. પોતાનો હાથ તેના ચહેરા પાછળ વાળ બાંધેલા હતા ત્યાં જવા દીધો અને થોડીક એવી પકડ કરીને પોતાના મોં પાસે તેનું મોં લીધું, બંનેની આંખો એકબીજાને તાકી રહી હતી. ક્રિષાએ આંખો ઢાળીને સમર્પણ કરી દીધું, એ જ ઈશારો હતો જશને શ્રી ગણેશ કરવાનો.

જશે પણ એજ સેકન્ડે આંખ બંધ કરીને સૌથી પહેલા તેના સપાટ અને સુંદર લલાટ પર એક સ્વસ્થ કિસ કરી, પછી બંને આંખ પર, પછી બંને ગાલ પર અને છેલ્લે હોઠ પર.

જેવા જશના રફ અને ટફ હોઠ ક્રિષાના સોફ્ટ અને સેક્સી હોઠ પર પડ્યા એટલે બંને જણા કોઈ અલગ ભાવ વિશ્વમાં જતા રહ્યા હોય એવું લાગ્યું. અને ક્રિષાની ઘણા સમય પહેલાની તરસ છીપાતી હોય તેવું તેણે લાગ્યું.

જશના બંને હાથ હવે તેણીના મોં પર હતા અને તેણે પકડી રાખતા હતા. ક્રિષાના બંને હાથ જે બિનકાર્યરત હતા તે પણ હવે જશની પાછળના થોડા લાંબા વાળ ને રમાડી રહ્યા હતા અને તે કીસને વધુ પેશનેટ બનાવતા હતા. જશ વારા ફરતી તેણીના ઉપરનાં અને નીચેનાં હોઠનો રસ પીય રહ્યો હતો, બે એક મિનીટ પછી ક્રિષા પણ તેના હોઠ ને પીવા લાગી. કોણ કોની પ્યાસ બુજાવતું હતું તે નક્કી કરવું અઘરું થઇ રહ્યું હતું.

બંનેને શ્વાસ લેવાની જરૂર હોય તેવું લાગ્યું ત્યારે બંને છુટા પડ્યા. 5 એક મિનીટ કિસ ચાલી હશે, અને સમગ્ર સમય દરમિયાન બંનેની આંખો સંપુર્ણપણે બંધ હતી. આટલા સમય પછી આંખો ખોલ્યા પછી થોડીક વાર કશું દેખાયું નહિ. દ્રશ્ય ચોખ્ખું થયું ત્યારે બન્નેએ એકબીજાની સામે જોયું, હવે શબ્દોને વાચા રહી નહોતી.

હજુ તો કાઈ વિચાર આવે કે ના આવે તે પહેલા જ ક્રિષા આંખ બંધ કરીને જશને ચોંટી જ ગઈ.

આ વખતની કિસ વધુ મજબૂત અને સુંદર હતી. હોઠ પરથી હવે બંનેને એકબીજાના દાંતનો સ્પર્શ થવા લાગ્યો હતો. બંનેના માથા પાછળના વાળ પુરા વિખરાઈ ચુક્યા હતા. ફરી બંને થાક્યા એટલે છુટા પડ્યા, અને ભર બપોરે ખેતરમાં કામ કરતા ખેડૂતને વધારે પાણી પીવું હોય પણ લોટામાં પાણી ખૂટી જાય તેવી તરસ હજુ પણ બંનેના હોઠ પર હતી.

હવે શું બોલવું એ સમજ નહોતી પડતી કોઈને, ક્રિષા જશની છતી અને ખભા પર માથું ઢાળીને બેઠી. જશ તેનો હાથ ક્રીષાના ટી શર્ટના નેક માંથી અંદર નાખવાની કોશિશ કરતો હતો ત્યાં તેણીએ તેને અટકાવ્યો,

“ના જશ એ નહિ પ્લીઝ...”

“કેમ”

“બસ એમજ એ નહિ પ્લીઝ”

“ઓકકે નો પ્રોબ્લેમ”

આટલું બોલતા જ ફરીથી ક્રીષાએ જશને હોઠ પર તસતસતી કીસ કરી અને થોડુક બાઈટ કર્યું, જશની આંખો ખુલ્લી જ રહી ગઈ.

“ઓય વાઈડી ...દુખ્યું”

“હા હા હા મજા આવી મજા આવી...” ક્રિષા બોલવાનું પૂરું કરે એ પહેલા જશે પકડીને પોતાની તરફ ખેંચી અને એક વાઈલ્ડ કિસ કરી દીધી.

“લે બસ હવે??”

“યેસ્સ મારે તો એજ જોઈતું હતું.” ક્રિષા મુસ્કુરાણી

જશ શરમાયો અને ક્રિષાના ગાલને પ્રેમથી ચૂમીને ટપલી મારી.

હવે તો મુવી પૂરું થઇ ચુક્યું હતું. બંને જણ પોતપોતાના વાળ અને કપડા સરખા કરવા લાગ્યા.(બંને નહિ પણ લગભગ જેટલા હતા તે બધા જ આમ કરતા હતા.)

“ઘણું જલ્દી પતિ ગયું મુવી નહી..!!” જશે હાથ પકડી જ રાખ્યો હતો હજુ.

“હંમમ” ક્રિષા બોલી.

“કોલેજ આવું હું?” જશે પૂછ્યું.

“તારી ઈચ્છા,હું તો કહું જ છું ક્યારની કે ચાલ”

“ઓકકે ચાલ જઈએ. હું પણ કોલેજ જોઈ લવ ને.”