I Love You in Gujarati Poems by Sunita Vyas books and stories PDF | આઈ લવ યુ

Featured Books
Categories
Share

આઈ લવ યુ

અનુક્રમણિકા

૧ . “ કેમ થઇ જાય છે “

૨. “ આઈ લવ યુ “

૩. “ પ્રેમ નથી થઈ જતો “

૪. “ કરવો હતો પ્રેમ “

૫. “ શું તમને લાગે છે ? “

૬. “ હું તેને શોધું છું “

૭. “ જોઉં છું ત્યારે “

૮. “ આવી છું “

૯. “ પૂછ્યું “

૧૦. “ કોણ હતું એ “

“ કેમ થઇ જાય છે “

Vyas Sunita

9429955817

_____________________________________________________________________

જેને મળુ તેની સાથે પ્રેમ થઇ જાય છે

ન જાણે ખબર નથી આવું કેમ થઈ જાય છે

એ જુવે બીજાને ને હું એને જોઉં છું

ન જાણે ખબર નથી આવું કેમ થઇ જાય છે

એ ભૂલી જાય મને ને હું એને યાદ કરું છું

ન જાણે ખબર નથી આવું કેમ થઈ જાય છે

એ ડૂબે મસ્તીમાં ને હું ડૂબુ કસ્તીમાં

ન જાણે ખબર નથી આવું કેમ થઈ જાય છે

એ આપે દર્દ ને દવા થઈ જાય છે

ન જાણે ખબર નથી આવું કેમ થઈ જાય છે

એ આપે ભીડ ને એકાંત થઈ જાય છે

ન જાણે ખબર નથી આવું કેમ થઈ જાય છે

એ આપે અંધકાર ને પ્રકાશ થઈ જાય છે

ન જાણે ખબર નથી આવું કેમ થઈ જાય છે

એ આપે પતઝડ ને બહાર થઈ જાય છે

ન જાણે ખબર નથી આવું કેમ થઈ જાય છે

એ આપે વેદના ને વરસાદ થઈ જાય છે

ન જાણે ખબર નથી આવું કેમ થઈ જાય છે

“ આઈ લવ યુ “

Vyas Sunita

9429955817

_____________________________________________________________________

આંખોના પલકારમાં તું

હૃદયના ધબકારમાં તું

હોઠોના મલકારમાં તું

સપનાના આકારમાં તું

ખુશીની લ્હેરોમાં તું

દર્દની આહોમાં તું

બધા જ રંગોમાં તું

આકાશના વિસ્તારમાં તું

ચંદ્રના આકારમાં તું

સૂર્યના પ્રકાશમાં તું

શ્વાસ ને વિશ્વાસમાં તું

વીણા ને સંગીતમાં તું

શબ્દ ને સૂરોમાં તું

અર્થના વિસ્તારમાં તું

પ્રેમના વિચારમાં તું

મનની ગહરાઈમાં તું

સાગરની લહેરોમાં તું

મસ્તીના નશામાં તું

વસંત ને પતજડમાં તું

અણુ ને પરમાણુમાં તું

દિલની ધડ્કનમાં તું

શૂન્ય ના વિસ્તારમાં તું

“ પ્રેમ નથી થઈ જતો “

Vyas Sunita

9429955817

_____________________________________________________________________

ફૂલો ને ગિફ્ટ આપી દેવાથી પ્રેમ નથી થઈ જતો

લગ્નના ફેરા ફરવાથી પ્રેમ નથી થઈ જતો

એક ઘરમાં સાથે રહેવાથી પ્રેમ નથી થઈ જતો

માતા-પિતા બની જવાથી પ્રેમ નથી થઈ જતો

વૃદ્ધાશ્રમમાં રૂપિયા આપવાથી પ્રેમ નથી થઈ જતો

ફેસબુક પર વાતો કરવાથી પ્રેમ નથી થઈ જતો

ફોન મેસેજ કરી દેવાથી પ્રેમ નથી થઈ જતો

વૉટસએપ પર વાતો કરવાથી પ્રેમ નથી થઈ જતો

જીંદગી ભર સાથે રહેવાથી પ્રેમ નથી થઈ જતો

બે શરીરને મળી જવાથી પ્રેમ નથી થઈ જતો

હેલો ડાર્લીંગ બોલવાથી પ્રેમ નથી થઈ જતો

વેલેનટાઈ ડે ઉજવવાથી પ્રેમ નથી થઈ જતો

આઈ લવ યુ કહી દેવાથી પ્રેમ નથી થઈ જતો

મંદિરમાં રોજ જવાથી પ્રેમ નથી થઈ જતો

પાઠ પૂજા કરી દેવાથી પ્રેમ નથી થઈ જતો

વ્રત ઉપવાસ કરી દેવાથી પ્રેમ નથી થઈ જતો

મારું તારું કરવાથી પ્રેમ નથી થઈ જતો

અહંકારમાં ડૂબી જવાથી પ્રેમ નથી થઈ જતો

આત્મામાં ડૂબ્યા વગર પ્રેમ નથી થઈ જતો

“ કરવો હતો પ્રેમ “

Vyas Sunita

9429955817

_____________________________________________________________________

પ્રેમ ઘણો કરવો હતો મારે આ દુનિયાને

એટલે તો પથ્થર માંથી મૂર્તિ બની ગઈ

કોઈક દિ કરશે પ્રેમ એ આશામાં ઉભી રહી

માણસ ઈચ્છા પૂર્તિ માટે બસ મને મળતો રહ્યો

હું સમજી એને પ્રેમ ગાતી રહી ગજલ

દુનિયા કહે વાહ ! વાહ ! આ હતી મહેફિલ

ગાવાં હતાં ઝરણાં શાં ગીત ઉડવું હતું પંખી બની

મ્હેકવું હતું ફૂલોની જેમ ,ન મ્હેંકી શકી કદી હું

નદી બની વ્હેતી રહી દુનિયા માટે આજ સુધી

પ્રેમ ઘણો કરવો હતો મારે આ દુનિયા ને

એટલે ..........

પથ્થરમાંથી ......

મૂર્તિ બની .....

ગઈ .........

“ શું તમને લાગે છે ? “

Vyas Sunita

9429955817

_____________________________________________________________________

એક દિન ન મળીએ તો લાગે વર્ષો થયા છે

શું તમને પણ લાગે છે કે ફક્ત મને જ લાગે છે

થોડી ક્ષણો મળો તો પણ લાગે ઘણું મળ્યા છો

શું તમને પણ લાગે છે કે ફક્ત મને જ લાગે છે

એક પલ પણ નથી તમે દૂર મારાથી

છતાં પૃથ્વી ને બ્રહ્માંડ જેમ દૂર લાગે છે

શું મને જ લાગે છે કે તમને પણ લાગે છે

રોજ સવારે બપોરે સાંજે મળવું રહયું આપણું

છતાં જાણે વર્ષોની જુદાઈ જેવું

શું મને જ લાગે છે કે તમને પણ લાગે છે

મિલન હતું આપણું એવું ન થઈ કદી જુદાઈ

છતાં ક્ષિતિજની રેખાઓ જેવું લાગે છે

શું મને જ લાગે છે કે તમને પણ લાગે છે

તમારું મળવું એવું જેમ ફૂલનું સુગંધ ને મળવું

છતાં તેને પકડી નથી શકાતી

શું મને જ લાગે છે કે તમને પણ લાગે છે

હું ભૂલું ત્યારે યાદ કરોને યાદ કરુ ત્યારે ભૂલો તમે

છતાં બિંદુનું મળવું સિંધુ માંહી

શું મને જ લાગે છે કે તમને પણ લાગે છે

“ હું તેને શોધું છું “

Vyas Sunita

9429955817

_____________________________________________________________________

હું તો મનના હિંડોળે ઝૂલું છું

હું તો તેની યાદોમાં ડોલું છું

હું તો ફૂલોની સુગંધમાં શોધું છું

હું તો પંખીના કલરવમાં શોધું છું

હું તો વસંતી વાયરાને પૂછુ છું

હું તો હવાના સ્પર્શને ચૂમું છું

હું તો પહાડોમાં તેને જોઉં છું

હું તો ઘટાઓ માં તેને શોધું છું

હું તો આકાશને પકડી ને પૂછું છું

હું તો ચાંદ - તારામાં તેને જોઉં છું

હું તો સુરજમાં તેને શોધું છું

હું તો સાગરમાં તેને જોઉં છું

હું તો આકાશના વાદળને પૂછું છું

હું તો વરસતા વરસાદમાં તરસું છું

હું તો સાગરમાં તેને જોઉં છું

હું તો અંદર બહાર તેને શોધું છું

હું તો બધેજ તેને શોધું છું

હું તો બધામાં તેને જોઉં છું

“ જોઉં છું ત્યારે “

Vyas Sunita

9429955817

_____________________________________________________________________

જેને મળું છું એને ચાહી નથી શકતી

જેને ચાહું છું એને મળી નથી શકતી

જયારે મળે છે ત્યારે બોલી નથી શકતી

જયારે સાંભળું છું ત્યારે જોઈ નથી શકતી

મારી અંદર બહાર છે છતાં પકડી નથી શકતી

જયારે જોઉં છું ત્યારે સ્પર્શી નથી શકતી

મળી એક ક્ષણ ત્યારે તેને સ્વપ્ન માની બૈઠી

હવે સ્વપ્ન પણ જાગરણ ને જાગરણ સ્વપ્ન છે

હર રંગમાં હર રૂપમાં અંદર બહાર બસ એ છે

બસ હું પણ હવે ખુદને મળી નથી શકતી

હર કણમાં એનું રૂપ હર આકારમાં એ છે

હું એનામાં એ મારામાં બોલો ક્યાં શોધું એને

જેને મળું છું એને .................!

જેને ચાહું છું એને .................!

“ આવી છું “

Vyas Sunita

9429955817

_____________________________________________________________________

હું એકાંતમાં ભીડને મળવા આવી છું

હું કોણ છું ના રહસ્યને જાણવા આવી છું

જીંદગીની વસંતને શોધવા આવી છું

હંસ બની ભેદને જાણવા આવી છું

પંખી બની આકાશે ઉડવા આવી છું

ભીતરના નાદને સાંભળવા આવી છું

અનહદના સંગીતને સમજવા આવી છું

પૂરા બ્રહ્માંડને દિલ આપવા આવી છું

ઘરની દિવાલોને ભેટવા આવી છું

હર કણમાં છુપેલાને પ્રેમ કરવા આવી છું

એક ક્ષણમાં સદીઓ જીવવા આવી છું

જો મળે મારી જાત તો મળવા આવી છું

સાચી સ્વતંત્રતા ને જાણવા આવી છું

દિલની ધડકનને સાંભળવા આવી છું

ભીતરના કચરાને સાફ કરવા આવી છું

મૌનના સંગીતને સાંભળવા આવી છું

કવિયત્રી બનીને કવિતા લખવા આવી છું

સંગીતના સૂરોને સમજવા આવી છું

કૃષ્ણની મોરલી બનવા આવી છું

જીંદગીના રહસ્યને શોધવા આવી છું

અણુ પરમાણું માં ધ્યાન લગાવવા આવી છું

ઊર્જા ના રહસ્ય ને શોધવા આવી છું

જીવનના સૂનામીને રોકવા આવી છું

તૂફાન સાથે દોસ્તી કરવા આવી છું

અનુભવોનો સરવાળો કરવા આવી છું

મુક્તિના અર્થને જાણવા આવી છું

પરિવર્તનની શોધ મારામાં કરવા આવી છું

હર ક્ષણની ચાહતને પામવા આવી છું

ભીતરના શ્વાસોને મળવા આવી છું

દર્દના ઈલાજને શોધવા આવી છું

પ્રશ્નોના જવાબોને જાણવા આવી છું

સુગંધને શ્વાસોમાં ભરવા આવી છું

અંદર બહાર રહેલાને શોધવા આવી છું

સાંભળે મને તો એને કહેવા આવી છું

ભીતરના સાગરને મળવા આવી છું

જીવનની બગીયામાં ફરવા આવી છું

ઉગેલા ઘાસને ફેંકવા આવી છું

ખુશીનો ખજાનો શોધવા આવી છું

તરસી માછલીને પૂછવા આવી છું

પ્રકાશ શોધતા સૂરજને મળવા આવી છું

દુઃખની આદતો ને છોડવા આવી છું

આઇનામાં ખુદને જોવા આવી છું

પ્રેમના અર્થને સમજવા આવી છું

કલ્પનાને હકીકત બનાવવા આવી છું

ત્યાગના રહસ્યને પામવા આવી છું

કમળ કાદવનો ભેદ જાણવા આવી છું

ઔરંગઝેબના મોહને સમજવા આવી છું

બિંદુને સાગરનો ભેદ શોધવા આવી છું

પ્રેમમાં સમર્પણ કરવા આવી છું

પરમાત્માના પ્રેમને પીવા આવી છું

જીવનની ગજલને ગીત બનાવવા આવી છું

પ્યાસી નદી થઈ સાગરને પીવા આવી છું

“ પૂછ્યું “

Vyas Sunita

9429955817

_____________________________________________________________________

એક લાશે બીજી લાશને પૂછ્યું

તને પ્રેમ કરવો ગમે ?

બીજી લાશે જવાબ આપ્યો

ગમતો હતો માટે તો લાશ બની

નહીંતર ........( ૨ )

માણસ બનીને જીવતી હોત

પંખી બનીને ઉડતી હોત

કોઇથી ના ડરતી હોત

હવે તો પ્રેમ થી પણ ..........!

“ કોણ હતું એ “

Vyas Sunita

9429955817

_____________________________________________________________________

તમે આવ્યા એ ક્ષણની વાત

રડતા એ દિલની વાત

કોને કહું .............

કોણ પુકારી રહ્યું મને

એ તૂટતા દિલની વાત

કોને કહું ............

નદીમાં મીન પિયાસી

એ ઝાકળના બુંદોની વાત

કોને કહું...............

ખીલ્યો છે સારો બાગ

છે સપનાની વાત

કોને કહું................

સ્નેહ કરેને દૂર રહે

ક્ષિતિજની રેખાની જેમ

કોને કહું..............

અણમોલ એ પ્યારની વાત

દર્દની શહેનાઈના સૂર

કોને કહું..............