have shu in Gujarati Short Stories by Paurvi Trivedi books and stories PDF | હવે શું

Featured Books
Categories
Share

હવે શું

હવે શું?
સુગર ફ઼્રી નાંખી હલાવતી તરલને હું જોઈ રહી હતી,આમ તો હું એના ચહેરાને વાંચવાનો પ્રયત્ન કરી રહી હતી.એનો ધારદાર પ્રશ્ન મને ગુંચવી રહ્યો હતો.
હું મુંઝાઈ ગઈ હતી,શું જવાબ આપુ?ત્રિભેટે એ ઉભી હતી અને ત્રિશંકુ બની,સવાલ મારી સામે ઝુલતો હતો.ખાખી કવરમાં બિડાયેલી નોટીસ ,એની જીંદગી ને ખુલ્લી પાડવા માટે પૂરતી હતી.
આખરે એણે મૌન તોડ્યુ,
"હું શું કરૂ?"
૨૫ વરસથી એ જીંદગી જીવી એની હું એક સાક્ષી હતી.એની ઉછળતી અને પછડાતી પળોની જે એ જીવી હતી,યશ સાથે એની જિંદગી નું સમાધાન ,જે એણે કથિતનાં મ્રુત્યુ બાદ દીકરી હેલી માટે કરેલુ.કથિત એટલે આનંદનો ઘૂઘવતો દરિયો,પુરી ૬ ફ઼ૂટની એની કાયા,વાંકડીયા વાળ શ્યામ વર્ણ એનાં વ્યક્તીત્વની વિશેષ અને આગવી ઓળખ હતા
. ત્રણ જણનું નાનું સુખી કુટુંબ હતુ.એક પ્રતિષ્ઠિત બેંકમાં મેનેજરની પદવી સાથે પાંચ આંકડાનો એનો પગાર હતો.વિન્ડો શોપીંગ નો ઘેલો કથિત,કેટલીય વાર તરલ અને હેલી ને મોંઘાદાટ વસ્ત્રો અને મોંઘેરી ભેટથી નવાજી દેતો.પ્રેમ પણ એનો હેલી અને તરલ માટે અવ્વલ ડોકાતો હતો.
હેલી એટલે એની જિંદગી ને તરલ એના શ્વાસ જેમ હતી.
હેલી મોટી થઈ હવે તો આઠમા ધોરણ માં હતી.એ પણ ભણવામાં અને ઈતર પ્રવ્રુતિમાં ખૂબ હોંશિયાર ,રૂપાળી પણ ખરી.
સાચે જ સમય જતા વાર લાગતી નથી .
થોડા દિવસથી કથિત મોડો આવતો કે બેંકમાં કામ બહુ રહે છે,ધીરે ધીરે આ ક્રમ વધવા લાગ્યો એટ્લે તરલે પૂછ્યુ તો કંઈ વ્યવસ્થિત જવાબ ન મળ્યો .એની ચિંતા વધી ,એવામાં એક દિવસ સવારે અચાનક જ કથિત નું બી.પી. વધી ગયુ,એ બેભાન થઈ ગયો.રડતી તરલે તરત ડોક્ટર બોલાવ્યા,ડઘાઈ ગયેલા હેલી અને તરલ ખૂબ રડ્યા.કથિતને થોડી પેરાલીસીસ ની અસર મોઢા પર થઈ હતી.એની જીભ થોથવાતી હતી.
આખરે બે મહિનામાં એ બરાબર થઈ ગયો.તરલ હવે મુંઝાતી હતી ,એના મનમાં અનેક સવાલો હતા. આખરે એણે હિંમત કરી કથિત ને હળવેથી પુછ્યુ,
"તારે કંઈ પ્રોબ્લેમ છે બેંકમાં?"ત્યારે એ રીતસર મોટેથી રડી પડ્યો.વાતે વાતે તરલને એણે કહ્યુ કે બેંકમાં એના ઉપરી ઓફ઼િસરો જેની સાથે એની રોજની ઉઠ્બેઠ હતી ,એમણે એને ફ઼સાવ્યો હતો.ચોપડે સહી એની બોલતી હતી.સપનામાં પણ ના વિચારી હોય એટલી મોટી રકમ એને ચૂકવવાની થતી હતી.તરલ સ્તબ્ધ જ થઈ ગઈ.હવે શું?તોય એણે કથિતને હિંમત આપી.ચિંતા ના કર ,આપણે કંઈ રસ્તો કરીશુ.બેંકમાં થી રાજીનામુ ફ઼રજીયાત મુકવુ પડ્યુ.સતત પૈસાની તાણ વરતાવા લાગી.પોલીસ પણ વોરંટ લઈ ઘરનાં ચક્કર કાપવા લાગી .બધુ જ અસહ્ય હતુ.વિચાર્યુ હેલીની ફ઼ાઈનલ એક્ઝામ પછી ફ઼્લેટ વેચી દઈશુ
વાતે વાતે ધ્યાન રાખવુ પડતુ કે હેલી બધુ સાંભળી ના જાય.
. રવીવાર હતો,કથિત સવારે ઉઠ્યો ને કહે "ચલો આજે મુવી જોઈશુ અને બહાર જ કંઈ જમી લઈશુ."
તરલ ચૂપ હતી.હેલી ને પણ હજી એક પેપર બાકી હતુ.સવાલો મનમાં ઘૂમરાતા હતા પણ કથિતને ઘણા સમયે મૂડમાં જોયો હતો,એટલે મન મનાવી બંન્ને મા દીકરી તૈયાર થઈ ગયા. પીક્ચર જોયુ અને જમ્યા બહાર ત્યારે એવો અનુભવ થયો કે પહેલા જેવુ થોડા સમય માં ત્રણે સાથે હોઇશુ તો જીવી જઈશું.સાંજ સુધી ફ઼રીને પાછા આવ્યા .હેલી વાંચવા બેઠી ને તરલ પણ કામે વળગી.કથિત ટીવી જોતો હતો તે એણે ઓફ઼ કર્યુ ને કહ્યુ,"હું થોડી પૈસાની સગવડ કરવા જઈને આવુ."તરલ પણ કામમાં હતી મોબાઈલ લઈ ને જજે એમ કહેતી બહાર આવી ત્યારે કથિત લિફ઼્ટમાં નીચે ઊતરી ગયો હતો.એ બાલ્કનીમાં આવી,ત્યારે કથિત દેખાયો નહિ,મોબાઈલ રહી ગયો હતો.
સ્કુટરની ચાવી પણ પડી હતી.તરલને થયુ કે રોકડ લાવવાની હશે,ને આઠ પણ વાગી ગયા હતા.એણે ટીવી ઓન કર્યુ ,તરલનું ધ્યાન સતત આગળ વધતા સમય પર હતુ,કથિત નંબર પણ આપીને ગયો ન હતો,ઉચાટ હવે એને ૬ઠ્ઠા માળની બાલ્કની સુધી ખેંચી લાવ્ય઼ો.થોડીવાર ત્યાં પણ જીવ ન લાગ્યો.એટલે રસોડામાં ગઈ ચાલ હવે ખીચડી બનાવુ,ત્યાં કથિત આવી જશે.એ અંદર હતી ને ફ઼ોનની રીંગ વાગી,પણ હેલીએ ઉપાડ્યો એટલે એ કામ કરતી રહી.બહાર આવી એણે પુછ્યુ,"કોનો ફ઼ોન હતો?"હેલીએ જણાવ્યુ ડેડીનો .એટલેકે કથિતનો ફ઼ોન આવેલો.હેલીને કહ્યુ તું બરાબર ભણજે .આટલુ અમસ્તુ કહી વાત અટકી ગયેલી.તરલની વિમાસણ વધતી ચાલી,વિચારવા સિવાય ઉપાય ન હતો.છેવટે એણે ૨ વાગે મિત્રોને ફ઼ોન કર્યા.બધા ફ઼ોન કરી તપાસ કરવા લાગ્ય઼ા કે કંઈ માહિતિ મળે.પણ સવાર સુધી મેસેજ મળ્યા નહિ.રડીને આંખો લાલઘૂમ તરલની થઈ ગઈ હતી.આખરે પોલીસ કંપ્લેઈન પણ લખાવી.હોસ્પીટલોમાં તપાસ ચાલુ રાખી પરિણામ શૂન્ય.તૂટેલી તરલ ને આશ્વાસન આપતા ,ને એ પણ ફ઼ોનની રાહમાં બેઠી રહી.બપોરનાં સાડાબાર થયાને ફ઼ોન રણ્ક્યો..........
પૌરવી

હવે શું? ભાગ ૨
રેલ્વે પોલીસ માં થી ફ઼ોન હતો "કથિતનું ડ્રાઈવીંગ લાઈસન્સ રેલ્વેનાં પાટા પાસેથી મળ્યુ છે.થોડે દૂરથી એક ડેડબોડી પણ મળ્યુ છે,તો તાત્કાલિક ઓળખ માટે આવી જશો".અંગત મિત્રે ફ઼ોન ઊપાડેલો,સ્ત્બધ એવો એ તૂટ્યુ ફ઼ૂટ્યુ બોલ્યો,"જવુ પડશે"
તરલ ત્યાં જ ઢ્ગલો થઈ ગઈ.ફ઼રી ફ઼ોનની રાહમાં હતા કે ઓળખ માટે ગયા છે,એ ખરાબ સમાચાર ના આપે.માણસનાં મનમાં આવા સમયે ખરાબ વિચારો જલ્દી આવે છે.તરલનો ભાઈ સાથે ઓળખ માટે ગયો હતો.કોઈ કશું બોલી શકતુ ન હતુ,ત્યારે એક પળ પણ યુગ જેવી વીતતી હતી.આખરે ફ઼ોન નાં બદલે તરલનો ભાઈ આવ્યો,ચૂપચાપ સીધો જ તરલ પાસે ગયો,લાલઘૂમ તરલની આંખો સામે એણે એક વીંટી અને શર્ટનો એક ટુકડો ધર્યો.
તે સાથે તરલની એ ચીસ આજે પણ મારા કાને પડઘાય છે.આંસુ અને દર્દથી ઘર કણસવા લાગ્યુ.બધી જ દિવાલો એકસાથે તૂટી પડી એવુ લાગ્યુ.
હેલી ખૂણામાં અફ઼ાટ રડતી હતી. કથિતનાં નશ્વર દેહને પોસ્ટમોર્ટમ બાદ એકઠો કરી પોટલામાં લવાયો.
મોં ખોલવાનો તો પ્રશ્ન જ ન હતો.કથિતની ચિરવિદાય કેટલાય પ્રશ્ન મુકતી ગઈ.
સ્યુસાઈડ કેસને એક્સીડ્ન્ટ કેસમાં તબદીલ કર્યો.બેંકમાંથી તો વળતર મળે તેમ હતુ નહિ,લાઈફ઼ ઈન્સ્યોરન્સમાં થી સામાન્ય રકમ મળી, પ્રિમિયમ ચૂકવાયા ન હતા.તરલ એનાં ભાઈને ઘરે ગઈ,ફ઼્લેટ વેચી દીધો,હાથમાં કશું રહ્યુ નહિ,ત્યારે તરલને અફ઼સોસ થયો કે સ્નાતક સુધી ભણી હોત તો સારુ હતુ.
"જિંદગી કે સફ઼રમેં ગુજર જાતે હૈ,વો મકામ ફ઼િર નહી આતે"
તરલ હવે હેલીને ભણાવવાની જવાબદારી સમજવા લાગી.ભાઈ એક માત્ર પિયરમાં હતો,જે પણ આટલી બધી જવાબદારી ઉઠાવી શકે તેમ હતો નહિ,એ વાત સમજાવા લાગી.
એણે પણ મસાલા અને કોસ્મેટીક્સ જેવો વ્યવસાય શરૂ કર્યો,હેલીની ફ઼ીની વ્યવસ્થા થઈ શકે.એમાં એટલુ વળતર ન હતુ કે હેલી અને એ બેનું પૂરૂ થઈ શકે.એટ્લે મિત્રો અને હિતેચ્છુ એ નિર્ણય કર્યો કે હજી તરલ માત્ર ચાલીસની જ છે,એનાં લગ્ન કરાવા રહ્યા,જેથી હેલીને પણ પિતાની હૂંફ઼ અને ઓથ મળે. તરલની સહમતિ લેવી અઘરી હતી,પણ બહુ સમજાવ્યા પછી એ સહમત થઈ.લગ્ન બ્યુરોમાં અને સગામાં તપાસ શરૂ કરી.હેલી પણ ૧૦ માં ધોરણ માં હતી.એની કારકીર્દી ઘણી જ ઉજ્જવળ હતી,સાથે ઈતરપ્રવ્રુતિમાં પણ પ્રવિણ હતી.એ તરલ સાથે ક્યારેક કથિતની સ્મ્રુતિ શેર કરતી ત્યારે બે ય ભેટીને આંસુ અંધારે સારી લેતા.

એવામાં એક સગા દ્વારા યશની વાત આવી,એની પત્ની અવની ૧ વરસ પહેલા બે સંતાન કરણ અને કુંજલને મુકી એક બિમારી માં અવસાન પામી હતી,યશ એક ગવરમેન્ટ ઓફ઼િસર હતો,ને નાનો એવા બંગલાનો માલિક હતો,મુલાકાત ગોઠવાઈ,બધુ બરાબર લાગ્યુ,હેલી પણ સંમત થઈ અને સાદાઈથી લગ્ન થયા.શરૂઆત માં પરિચિત થી એક્મેકને ઓળખવામાં સમય ગયો.તરલ બેય સંતાનને અનુકુળ થવા પ્રયત્ન સતત કરતી રહી.રહેણીકરણી ઘણી અલગ હતી.
એક્બાજુ અથાગ કોશિશ કરવા છતાં કરણ અને કુંજલ તરલને મા તરીકે સ્વીકારતા ન હતા,અને હેલી ક્યારેય ય઼શને ડેડી તરીકે જોતી ન હતી.
સમય સરતો જતો હતો,યશ એકદમ ઘરે રહેવા ટેવાયેલો,મિત્રવર્તુળ નામે શૂન્ય હતુ.યશ પણ તરલને કામ પુરતી જ વાત કરતો,હેલી બારમા ધોરણ માં આવી,એણે જાણીજોઈ ને કોમર્સ લીધેલુ.હેલી બારમા માં ખુબ સારા માર્ક સાથે પાસ થઈ,પણ ત્યારે એણે નક્કી કરી લીધુ કે હવે મામાને ત્યાં રહી ને આગળ ભણશે,કમને પણ તરલે હા પાડી,યશને કે બીજાને કોઈ ફ઼રક પડતો જ ન હતો.પારકા ને પોતાના કરવાની તરલની બધી જ કોશિશ નિષ્ફ઼ળ જતી હતી,
કામ કરવાથી વધુ એની કોઈ જગ્યા ના હતી,હેલીનાં ગયા પછી એ મુંઝારો અનુભવતી,ઓશીકે રડી લેતી.ભીંજાતુ ઓશીકુ એની કેટલીય જાગતી રાતોનું સાથી હતુ.
યશે એને ખબર નહિ કેમ દિલથી અપનાવી શક્યો ન હતો.કોઇજ અંતરંગ વાતોની આપલે થઈ જ નહિ.એ અંગત વાત કરવા જતી તેમ સહુ એને પારકી કરતા,
આ વેદના કોઈને કહેવાતી ન હતી,છ્તાં સમય જતા બધુ ઠીક થઈ જશે એમ માની તરલ જીવતી રહી.હેલીએ બી.બી.એમાં એડમીશન લીધુ હતુ,એ તો મળવા આવતી નહિ,તરલ મળી આવતી,એ વાત યશને કઠતી.ડાન્સ શીખડાવી,જાતજાતનાં કાર્ડ બનાવી,દિવા બનાવી હેલી એનો ખર્ચ કાઢી લેતી.
હેલી જેમ મોટી થઇ તેમ ખુબ રુપાળી લાગતી ને વધુ સમજદાર થઇ ગયેલી .
હેલીને એમ.બી.એ. માં એડમીશન મળ્યુ,ત્યારે એ યશને મળવા આવી,પણ એને કોઈ ફ઼રક ન હતો.
એવામાં હેલીને બે ય હાથે સ્કુટર પરથી પડી ગઈ અને ફ઼ેક્ચર થયુ.આટલા વરસે પહેલીવાર તરલ યશ સામે રડી ,ને હેલી પાસે જવા પરવાનગી માંગી,
હા તો પાડી નહિ યશે,છતાં તરલે કહ્યું "હું એની પાસે જઊ,એને બહુ જ તક્લીફ઼ પડશે."
એ બધી ત્યાં યશ ની અને કુંજલ અને કરણ ની સગવડ કરી ને નીકળી.
"જાઉ છું ,
બને એમ જલ્દી પાછી ફ઼રીશ.રડતી નીકળી ગઈ,
અહિં ખરે જ હેલી મુશ્કેલી હતી.એની સાથે બે દિવસ ક્યાં નીકળી ગયા.ખબર પણ ના પડી.વચ્ચે બે વાર તરલે યશ ની સાથે ફ઼ોનથી વાત પણ કરી.
બીજા ચાર દિવસ થયા અને નોટિસ આવી.
તરલ તો આવાક થઈ ગઈ,યશે એને છૂટાછેડા માટેની નોટિસ મોકલેલી,
કારણ પણ એવા દર્શાવેલા જેની કલ્પના પણ ના હોય,અને અગત્યની વાત એ હતી કે તરલ જો એના ભાઈ અને દિકરી હેલીસાથે સંબધ ના રાખે તો એને કોઇ જ વાંધો નથી.
ત્રિભેટે ઉભેલી એ ,ખાખી કવર સામે જોઈ તરલ મને ધારદાર પ્રશ્ન કરતી હતી,
" હવે શું કરૂ?"
મેં એને ઘણાં પ્રશ્ન કર્યા કે સાવ જ આવો વિચાર યશને કેમ આવ્યો?તન,મન અને ધનથી પૂર્ણ રીતે લગ્ન સ્વીકાર્યા અને નિભાવાની ભરપૂર કોશિશ , નિષ્ફ઼ળ રહી હતી તરલની.
સાચુ પુછો તો હું પણ હેબતાઈ ગઈ હતી.હવે એનો ચહેરો વાંચવાને બદલે મેં એની આંખો માં જોઈ સવાલ કર્યો,"બોલ તારે શું કરવુ છે?"
એ ચૂપ બેસી રહી,મને પીડા દેખાતી હતી.ત્યાં મસ્ત પિન્ક ટીશર્ટ અને બ્લ્યુ જિન્સમાં હેલી આવી.
એ મારી બાજુમાં બેઠી.વચ્ચે પડેલુ કવર એણે જોયુ ને મને કહ્યુ
" ખોલી આપો,મારે વાંચવુ છે"
હું આનાકાની કરી જ ના શકી.ચૂપચાપ એણે વાંચ્ય઼ુ,
તરલને એણે સીધો સવાલ કર્યો
."તું મામા અને મારા વગર જીવી શકીશ?
મને ખબર છે ,તારી બે આંખ અમે છીએ."મોમ હું એમ.બી.એ.બે મહિનામાં થઈ જઈશ,હવે તું કોઇ સમાધાન નહિ કરે"
.તરલ હેલીને ભેટી પડી.આજે એને ગર્વ હતો .દિકરીએ દિકરાની ગરજ સારી હતી.
હું સ્નેહસભર બસ મા દીકરીને જોતી જ રહી.
એના સવાલ નો જવાબ મળી ગયો હતો.
સુખદ્ પળ આંખમાં આંજી હળવે બારણુ આડુ કરી હુ એક અજબ હાશ ની અનુભુતિ સાથે બહાર નિકળી .
અનાયસે બે હાથ જોડી મેં આકાશ તરફ જોયુ.
"હા,તું છે ખરો હોં"
સહજ જ મારાથી બોલાઇ ગયુ.
"હવે ખમ્મા કરજે"
પૌરવી