Mansikta - 1 in Gujarati Short Stories by Prasil Kapadiya books and stories PDF | માનસિકતા ( ભાગ-1 )

Featured Books
Categories
Share

માનસિકતા ( ભાગ-1 )

માનસિકતા

( ભાગ -1 )

  • પ્રસિલ કાપડીયા
  • માનસિકતા (ભાગ-1)

    AT PRESENT….

    ભાવનગર જિલ્લા ની આ વાર્તા છે. ભાવનગર જિલ્લા ના બોટાદ ગામ માંથી બે યુવાન છોકરાઓની લાશ મળી છે. પોલીસ તપાસ કરી રહી છે. મૃતક યુવકો ની પેન્ટ ના ગજવા માંથી તેમના કોલેજનો I- CARD મળે છે. I-CARD પરથી પોલીસ ને એ વાત ની ખબર પડે છે કે એક છોકરા નું નામ હાર્દિક અને બીજા નું નામ અપૂર્વ છે. બંને સુરત ની SVNIT માં PH.D નો અભ્યાસ કરી રહ્યા હતા. બંને ની લાશ પરથી પોલીસ ને એવું લાગતું હતું કે એ બંને એ આત્મહત્યા કરી છે. પણ વાત તો કઈક અલગ જ હતી...

    ***********************************

    AT PRESENT …

    વિવાન પોતાની પત્ની તનીષા સાથે વાત કરી રહ્યો છે :

    “ હું, હાર્દિક, અપૂર્વ, ભાવિક અને સુહાની ખૂબ જ સારા મિત્રો હતા. અમને પાંચેય ને એકબીજા વગર ચાલે એમ નહોતું. એમાં હાર્દિક અને અપૂર્વ તો એકબીજા ની ખૂબ જ close હતા. તો શા માટે આ બંને એ આત્મહત્યા કરી.? આ બંને ની આત્મહત્યા બાદ ભાવિક તો કોણ જાણે ક્યાં જતો રહ્યો છે ? એનો તો કોઈ અતોપતો જ નથી. મેં એને કેટલા કોલ કર્યા, પણ એનો કોલ જ લાગતો નથી... ” તનીષા કહે છે: “મેં પણ સુહાની ને આ વિશે પૂછ્યું પણ એને પણ કઈ ખબર નહોતી...”

    વિવાન અને તનીષા ના બે મહિના પહેલા જ લગ્ન થયા છે. તેઓ હનીમૂન માટે નૈનીતાલ જવાની તૈયારી કરી રહ્યા છે. હાર્દિક અને અપૂર્વ ના આત્મહત્યા થી અને ભાવિક ના અચાનક ગાયબ થઇ જવાથી તે બંને દુઃખી પણ છે..

    ***********************************

    8 YEARS AGO….

    અપૂર્વ, હાર્દિક, વિવાન, ભાવિક, તનીષા અને સુહાની કોલેજ ના સમય ના ખૂબ જ સારા મિત્રો હતા. એ છ મિત્રો સુરત ની SVNIT કોલેજ ના student હતા.....

    વિવાન ભાવનગર થી સુરત પોતાની રજા પૂરી થયા બાદ આવ્યો ત્યારે રેલ્વે સ્ટેશન પર તેની મુલાકાત તનીષા જોડે થઇ. તનીશા પાસે બસ ની ટીકીટ ના પૈસા નહોતા. વિવાને તનીષા ને હકીકત પૂછી. તનીષાએ કહ્યું : “હું ભાવનગર થી ટીકીટ લઈને ટ્રેન માં ચઢી હતી. ટ્રેન માં મારુ પર્સ કોઈએ ચોરી લીધુ હતું. પર્સ માં ટીકીટ અને રૂપિયા હતા. સ્ટેશન પર હું જેવી ઉતરી તેવી જ ટી.સી. એ મારી પાસે ટીકીટ માંગી. પણ મારી પાસે ટીકીટ નહોતી, એટલે ટી.સી. એ મારી પાસે પૈસા માંગ્યા. મેં કહ્યું કે મારુ પર્શ ચોરી થઈ ગયું છે. જેમ તેમ કરી ને મેં ટી.સી. ને સમજાવ્યો અને પછી એણે મને છોડી દીધી.”

    “તું મારી બસ ની ટીકીટ ના પૈસા કાઢી લેશે ??” તનીષાએ વિવાન ને પૂછ્યું. વિવાને કહ્યું: “yaa, ofcourse… ” તનીષા અને વિવાન કોલેજ પર પહોચે છે. એ સમયે કોલેજ ની બહાર ખૂબ વરસાદ પડતો હતો. તનીષા ને વરસાદ માં પલળવાનો ખૂબ શોખ હતો.એટલે એ વરસાદ માં પલાળવા લાગી. તનીષાએ વિવાન ને પણ રીક્વેસ્ટ કરી. વિવાન પણ તેની સાથે વરસાદ માં પલળવા લાગ્યો. વરસાદ બંધ થતા એ બંને એ કોલેજ ની બહાર ભજીયા ના stole પર ગરમા-ગરમ ભજીયા ખાધા અને થોડી વાતો કરી. થોડા જ દિવસો માં વિવાન અને તનીષા વચ્ચે love શરૂ થઇ ગયો.....

    હાર્દિક અને અપૂર્વ એક્ટિંગ માં ખુબ હોશિયાર હતા. તે બંને કોલેજ માં કોઈ નાટક ભજવવાનું હોય એટલે હંમેશા તૈયાર જ હોય. એક વખત એમણે કોલેજ માં એક super નાટક “માનસિકતા” ભજવ્યું હતું. નાટક માં એ બંને એ homosexual couple નો રોલ કર્યો હતો. એમણે ભજવેલું નાટક “માનસિકતા” નેશનલ લેવેલ પર બીજા નંબરે આવ્યું હતું...

    ભાવિક એટલે maths અને maths એટલે ભાવિક. ભાવિક ને maths ના કોઈ પણ પ્રશ્ન પૂછીએ એટલે એ ગણતરી ની સેકન્ડો માં જવાબ આપી દે. ભાવિક સુડોકુ નો ચેમ્પિયન હતો. કોલેજ માં એક સુડોકુની સ્પર્ધા યોજાવાની હતી. ભાવિક એ સ્પર્ધા માં registration ની તારીખ ચૂકી ગયો હતો. એટલે એનાથી registration થયી શક્યું નહિ. સુહાની class ની C.R. હતી. ભાવિકે સુહાની ને વિનંતી કરી કે કોઈ પણ રીતે એનું નામ સ્પર્ધા માં લખાવી આપે. પેહલા તો સુહાની ના પડી દે છે, પછી ખુબ request બાદ એ માની જાય છે. ભાવિક નું નામ સુડોકુ ની સ્પર્ધા માં આવી જાય છે અને સુડોકુની સ્પર્ધા માં એને second prize મળે છે. ભાવિક સુહાની નો આભાર માનવા માટે સુહાની ને canteen માં બોલાવે છે. પણ સુહાની જાણી જોઈ ને થોડો સમય મોડું જાય છે. ભાવિક અને સુહાની વાતો કરે છે. સુહાની ભાવિક ને પસંદ કરતી હોય છે. સુહાની ભાવિક સામે પ્રપોસલ મુકે છે. ભાવિક પણ એને પસંદ કરતો હોય છે અને બંને ની love story શરૂ થાય છે....

    કોલેજ ના પેહલા જ વર્ષ માં તેમનું ખુબ સારું group બની જાય છે....

    વિવાન અને તનીષા પેહલા ની જેમ જ એકબીજા ને love કરતા હોય છે. આખરે final year માં તનીષા અને સુહાની ને campus માંથી જ interview દ્વારા જોબ મળી જાય છે. વિવાન ને job મળતી નથી. family અને તનીષા ના કેહવા પર વિવાન હજી આગળ ભણવા માટે તૈયાર થાય છે. સાથે ભાવિક પણ આગળ ભણવા તૈયાર થાય છે. તનીષા અને સુહાની બંને job ના લીધે વિવાન અને ભાવિક થી દૂર જતા રહે છે, અને બીજી તરફ વિવાન, હાર્દિક, ભાવિક અને અપૂર્વ M.Tech નો અભ્યાસ શરૂ કરે છે. તનીષા અને વિવાન હજી પણ ફોન દ્વારા સંપર્ક માં છે. અને બીજી તરફ હાર્દિક અને અપૂર્વ પેહલા ની જેમ જ હજી પણ ખૂબ close છે. સુહાની અને ભાવિક નું પણ પ્રેમ પ્રકરણ હજી ચાલુ જ છે. M.Tech કરતા કરતા વિવાન ને અભ્યાસ માં વધુ રસ જાગે છે. આથી વિવાન પોતાના subject માં Ph.D કરવાનું વિચારે છે. ભાવિક M.TECH પૂરું કર્યા બાદ job શરૂ કરે છે. હાર્દિક અને અપૂર્વ ની સાથે વિવાન પણ Ph.D માં જોડાય છે.

    આ દરમિયાન વિવાન તનીષા સામે લગ્ન નો પ્રસ્તાવ મુકે છે. ત્યારે તનીષા વિવાન ને કહે છે કે : “ હું તને પ્રેમ કરું છું. પણ તું હજી વધારે successful થયો નથી. તું અને તારી family પૈસાથી સુખી નથી. તું કોઈપણ રીતે પૈસા મેળવ, તો જ હું મારા family ને વાત કરીશ કે મારા લગ્ન તારી જોડે કરાવે. હું હજી પણ એક વર્ષ થોભવા માટે તૈયાર છું.... ”

    કોલેજ ના આટલા વર્ષો દરમિયાન વિવાન ને એક raaz ની વાત ખબર પડે છે. આ raaz વિવાન કોઈને જ કેહતો નથી, તનીષા ને પણ નહિ..

    Ph.D જોઈન કર્યાના થોડા જ સમય ગાળા માં વિવાન પોતાના research paper publish કરે છે. આથી થોડા જ સમય ગાળા માં વિવાન પાસે ખૂબ પૈસો આવી જાય છે. બે-ત્રણ અઠવાડિયા માં તનીષા અને વિવાન પોતાની family ની મંજુરી થી લગ્ન કરે છે....

    વિવાન અને તનીષા ના લગ્ન બાદ જ આગળ જણાવ્યા મુજબ ભાવનગર થી હાર્દિક અને અપૂર્વ ની લાશ મળે છે. અને ભાવિક અચાનક જ કશે ગાયબ થઇ જાય છે....

    ***********************************

    AT PRESENT …

    હાર્દિક અને અપૂર્વ ની લાશ ના postmoterm પરથી સામે આવેલી વાતો થી પોલીસ દંગ થઇ જાય છે. પોલીસ ના જણાવ્યા પ્રમાણે હાર્દિક અને અપૂર્વ ને સૌ પ્રથમ બેહોશ કરવામાં આવ્યા હતા અને ત્યાર બાદ તેમના શરીર નું ગુપ્તાંગ કાપી નાખવામાં આવ્યું હતું.

    ***********************************

    AT PRESENT ( 2 DAYS BEFORE GOING TO NAINITAL )…

    હાર્દિક અને અપૂર્વ ની લાશ મળવાથી તેમજ ભાવિક ના અચાનક જ ગાયબ થઇ જવાથી વિવાન અને તનીષા બંને ખૂબ જ પરેશાન છે.

  • અચાનક ભાવિક ક્યાં ગાયબ થઇ જાય છે ?
  • વિવાન ને college દરમિયાન એવા કયા raaz ની જાણ થાય છે જે વિવાન કોઈને કેહતો નથી?
  • ભાવિક ના ગાયબ થવા પાછળ શું સુહાની નો હાથ છે??
  • વધુ જાણવા માટે આગળ wait કરો....

    મને ખાતરી છે કે તમને આ વાર્તા પસંદ પડી હશે. આ વાર્તા ને reviews અને ratings આપવાનું ભૂલશો નહિ અને share કરવાનું પણ ભૂલશો નહિ. તમે પોતાના reviews મને મારા whatsapp no. 8460653664 પર આપી શકો છો.....

    વધુ આવતા અંકે..