Kayo Love - Part - 17 in Gujarati Love Stories by Pravina Mahyavanshi books and stories PDF | કયો લવ ભાગ ૧૭

Featured Books
Categories
Share

કયો લવ ભાગ ૧૭

કયો લવ ?

ભાગ (૧૭)

પ્રસ્તાવના

“કયો લવ ?” સંપૂર્ણપણે એક કાલ્પનિક પ્રેમકહાની છે. વાર્તામાં આવતા નામ, ઘટના, સ્થળ અને બીજા બધા જ બનાવો અને ચિત્રણ કાલ્પનિક છે.

પ્યારમાં પડનારા પ્રેમી પંખીડાઓની લવ ઘટનામાં પ્યાર, ધોખા અને સેક્સ જેવી વાતો તો બનતી જ રહે છે.

“કયો લવ ?” ની મુખ્યપાત્ર પ્રિયાની જિંદગીમાં કયો વળાંક આવશે ? ફેંસલો, કોને ક્યાં સુધી લઈ જશે?

જાણવાં માટે વાંચતા રહો “ કયો લવ ? ” ભાગ : ૧૭

ભાગ (૧૭)

“ ખોલને દરવાજો...પ્રિયા પ્લીઝ...પ્રિયા ફોર ગોડ સેક...દરવાજો ખોલ...” સોની દરવાજા પર બંને હાથે પછાડા કરતી આંસુ સારતી,કરગરતી,મોટા અવાજમાં તાણમાં કહેવાં લાગી.

પ્રિયાએ પોતાને બેડરૂમમાં પૂરી દીધી હતી, તે કોઈની સાથે પણ વાતો કરવા માંગતી ન હતી.

રાતના સમયે, બધી જ લાઈટ્સ ઓફ કરી, અંધકારમય બેડરૂમનાં એક ખૂણે, પોતાનું માથું ટેકીને, લાંબા છુટ્ટા વાળો લઈ, બંને હાથે માથું દબાવતી પ્રિયા, ટગરટગર એક પણ પલકારા માર્યા વગર અંધારામાં પણ સીલીંગ પર લટકેલું કાચના ઝુંમરમાં જાણે સર્વસ્વ ભાન ભૂલીને એવાં ગાઢ વિચારોમાં ધકેલાઈ ગઈ હતી, કે આંખમાંથી આંસુની અવિરતપણે ધારા ક્યાં વહીને, એના જ કપડાને ભીંજવીને સુકવી પણ નાંખતા, એનો ક્રમ અશ્રુનાં ટપ ટપ કરતા ટપકા જ જાણતા.

પ્રિયાને, ગાંડાની જેમ ચાહનારો એ વ્યક્તિના શબ્દો, કાનમાં જાણે કોઈ તીષ્ણ વસ્તુનાં ઘાથી થતાં દર્દોની જેમ ભોંકાતા હતાં....“ કયો લવ ? અરે કયો લવ...વવવવવવ...”

“ આઈ એમ પ્રેગનેન્ટ, કેમ નથી સમજતો તું........પ્રિયા કરગરતી હતી ”

( જો તમે, ‘કયો લવ? ભાગ : ૧ થી ૧૬ ’વાંચી શક્યા ન હોય તો વાંચી શકો છો. અહીં ટુંકમાં પણ, કહી દેવા માગું છું, ભાગ:(૧) થી ભાગ:(૧૬) સુધીમાં આપણે વાચ્યું કે, મુખ્યપાત્ર પ્રિયા, બિન્દાસ બ્યુટીફૂલ કોલેજ ગર્લ હોય છે, જેની બેસ્ટ ફ્રેન્ડ સોની, બંને એક જ બિલ્ડીંગમાં રહેતા હોય છે.

SYBCOM નાં ક્લાસમાં ભણાવનાર હેન્ડસમ સર “નીલ વોરા” પ્રત્યે પોતે કેવી રીતે આકર્ષાઈ હતી અને કેવા સંજોગોમાં ૧૦ મિનીટની, છ મહિના પહેલા મુલાકાત થઈ હતી.....અને ફરી છ મહિના બાદ નીલ વોરા પ્રિયાની જિંદગીમાં કેવી રીતે આવે છે....

પ્રિયા પોતાને ઓળખાવી શકે, અને નીલને પોતાની તરફ આકર્ષવા માટે જાત જાતનાં અખતરા કરે છે...એક દિવસ નીલ સર પ્રિયાને ઓળખી જાય છે, એવામાં કુલદીપ નામના છોકરાનું, પ્રિયાના ગ્રૂપમાં એન્ટ્રી થાય છે...ક્રિસમસ વેકેશન દરમિયાન પ્રિયા ફરી, નીલને એક મોલમાં શોપિંગ કરતો જોય છે, અને ત્યાં બંનેની ફરી મુલાકાત થાય છે.

ક્રિસમસ વેકેશન પત્યા બાદ, પ્રિયા, કુલદીપનો ઇરાદો શું હતો, પોતાનાં ગ્રૂપમાં શામિલ થવાનો એ જાણી જાય છે, અને પોતાનો પિત્તો ગુમાવતા એક જોરદારની થપ્પડ ખેંચી દે છે, આ જોઈ વિનીત ગુસ્સામાં આવી પ્રિયાના બાવડે પોતાનાં આંગળીના લાલ નિશાન પાડી નાંખે છે.

રવિવારના દિવસે પ્રિયા પોતાનાં ફેમિલી સાથે એક લગ્ન પ્રસંગમાં જાય છે, જેમાં રુદ્ર નામના છોકરા સાથે મુલાકાત થાય છે, પણ તે પણ તોછડી મુલાકાત, જેઓ બંને નથી જાણતા કે, એકમેકના પરિવારજન, બંનેને ભાવી જીવનસાથીમાં જોવા માંગે છે.

રૂદ્ર અને પ્રિયા બંને મળે તો છે…સૌમ્ય અને રિંકલ બંને મળી હોટેલની ડાબી બાજું સ્થિત, એક ગાર્ડનવાળી જગ્યે બંનેને છોડીને આવે છે, જ્યાં બંને બેસીને પીગળેલી આઈસ્ક્રીમનો સ્વાદ માંડે છે, પરંતુ પ્રિયા, એના પહેલા રુદ્રના એકપણ સવાલનો જવાબ આપતી નથી.

રુદ્ર, પ્રિયાનો મોબાઈલ નંબર માંગે છે. પ્રિયા રોજની જેમ કોલેજ જાય છે ત્યાં જ વિનીત માંફી માંગવા માટે મોકાની તલાશ કરતો રહેતો હોય છે, પ્રિયા વિનીતની વાત સાંભળવામાં રસ દાખવતી નથી, ત્યાંજ વિનીત પ્રિયાનો હાથ પકડી, કુલદીપ વિશેની સફાઈ આપે છે, ત્યાં જ રુદ્રનો કોલ આવે છે.

પ્રિયા શોર્ટ જીન્સ પહેરીને પહેલી મુલાકાત માટે રુદ્રને મળવા માટે જાય છે, તે દરમિયાન, પ્રિયા, રુદ્રને પ્રશ્ન પૂછે છે કે,“મારા પ્રમાણે, હું બધાની જ વાત નથી કરી રહી, અમુક લોકોની વાત, જે લગ્ન પહેલા તો બલુનની જેમ રહેતા હોય છે, અને લગ્ન બાદ હસબન્ડ, રબરબેન્ડની જેમ થઈ જતા હોય છે, લગ્ન પહેલા હોટ અને સેક્સી કહી વખાણોનાં ફૂલો ઉગાવી દેતા હોય છે, અને લગ્ન બાદ આ બધી જ બાબતો માટેની, કરમાયેલી મર્યાદાઓ બતાવતા હોય છે.”

રૂદ્રે અને પ્રિયાની મુલાકાતમાં, સારી એવી વાર્તાલાપ થાય છે, એ દરમિયાન રુદ્ર પ્રિયાને “આય લાઈક યુ” કહી દે છે...કોલેજમાં પ્રિયા, વિનીત સાથે વાત નથી કરતી...શનિવારે જ વિનીતનો બર્થડે હોય છે અને તે જ દિવસે પ્રિયાએ રુદ્રને, કોલેજ રોડને ત્યાં, લાસ્ટ લેકચર પત્યાં બાદ, મળવા માટે બોલાવ્યો હતો.

પ્રિયા, વિનીતને બર્થડે વિશ નથી કરતી, તેથી વિનીતને ઘણું ખોટું લાગે છે...પ્રિયા, રુદ્રને મળવા માટે કોલેજ રોડને ત્યાં જઈ ઉભી રહે છે, ત્યાં તો વિનીત સ્પીડમાં પોતાનું બાઈક લઈ, પ્રિયાના ફરતે, બાઈકનાં ગોળ ચક્કર લગાવે છે, ત્યાં જ રુદ્રની કાર ઉભી રહે છે....રુદ્ર અને વિનીતની વચ્ચે ઝપાઝપી થાય છે, પ્રિયા આ જોઈ રુદ્ર સાથે મુલાકાત કરવા વગર પોતાનાં ઘરે ચાલી જાય છે, રુદ્ર ખૂબ નારાજ થઈ જાય છે, તે ઘરે આવી પ્રિયા અને પોતાની વચ્ચે પ્રઘાડ ચુંબન કરતું સપનું નિહાળે છે.

રુદ્રને પ્રિયા વગર જરા પણ ન ગમતું હતું, તેથી તે રવિવારે પ્રિયાના ઘરે જવા માટે નિર્ધાર કરે છે...બીજી તરફ સોની અને પ્રિયા લગ્ન સમારોહનો કાર્યક્રમ પતાવી, ઓટોમાં પોતાની બિલ્ડીંગને ત્યાં પહોંચે છે ત્યાં તો કુલદીપ પહેલાથી જ ઊભેલો હતો, આ જોઈ પ્રિયા અને સોની કુલદીપને ધમકાવે છે. બીજી તરફ રુદ્ર પણ પ્રિયાનાં ઘરે મળવાં માટે આવેલો હોય છે, પરંતુ તે પ્રિયાની રાહ જોઈ, હવે નીકળવાની તૈયારી કરે છે.

રુદ્ર અને પ્રિયાની અણધારી મુલાકાત દાદરા પર થાય છે, જ્યાં બંનેનો ટકરાવ થાય છે, એવામાં જ પ્રિયા પોતાનું બેલેન્સ ગુમાવતાં, રીતસરનો રુદ્રની છાતીનો ટેકો લેવાઈ જાય છે...પ્રિયા પોતાને સ્વસ્થ કરતાં ત્યાંથી શરમાઈને દોડી જાય છે...રુદ્રને સ્ટેશન છોડવા આવતી પ્રિયાને, કુલદીપ તેની આસપાસ હોય એવો આભાસ થતો હોય છે.

પ્રિયા ફિક્કી પડી જાય છે, પરંતુ તરત જ પોતાને સ્વસ્થ કરી લે છે....રુદ્ર અને પ્રિયા એક હોટેલમાં જઈ બેસે છે, ત્યાં લગ્ન કરવાં માટેની ઈચ્છા શું છે એ અગત્યની વાત પ્રિયા, રુદ્રને જણાવે છે, ત્યાં જ પ્રિયાને વાંકડિયા વાળ વાળો કુલદીપનો ફ્રેન્ડ હોટેલમાં દેખાઈ આવે છે, પ્રિયા, એ છોકરાની પાછળ ભાગતી હોટેલની બહાર આવી જતાં કુલદીપ અને તેનો ફ્રેન્ડ બાઈક પર સવાર થઈ રફતારમાં જતાં રહે છે…

અચાનક કુલદીપ કોલેજમાં મળી જાય છે, પ્રિયા સામે તે ઘણી વાર, પોતે ઘણો પ્યાર કરે છે એવું રટતો જ રહે છે, પ્રિયા પોતાનો પિત્તો ગુમાવતાં જોરદારનો ચાટો લગાવી દે છે. વિનીત પણ કુલદીપને સમજાવે છે...વાતને ઠંડી પાડવા રોનક ટ્રીપ માટેનું સૂચન કરે છે...રુદ્ર સાથે મળીને પ્રિયા કુલદીપ વિશેની હકીકત જણાવે છે...મોબ ડાન્સનો દિવસ આવી જ જાય છે.

મોબ ડાન્સ પત્યા બાદ પ્રિયાને બે અણજાણ રોબર્ટ અને સના, નામનાં છોકરા છોકરી સાથે મુલાકાત થાય છે. પ્રિયા આ ઘટનાની બધી જ વિગત સોનીને કહે છે, સોની તેને ચેતવા માટે ઘણું બધું કહી રાખે છે. રવિવારે અણધારી રીતે એક મોલમાં નીલ સર સાથે પ્રિયાની મુલાકાત થાય છે, જ્યાં પ્રિયા સાથે રુદ્ર પણ હતો.

નીલ સર સામે, રુદ્રને પોતાને ઈગ્નોર થવા જેવું લાગતા, તે મોલની બહાર નીકળી જાય છે. રુદ્ર, પ્રિયા સાથે નારાજ રહે છે...પ્રિયા બધી જ વાત કરીને રુદ્રને મનાવી લે છે, ત્યાં જ રોબર્ટનો ફોન આવે છે.....ઈન્ટરેસ્ટીંગ સ્ટોરી છે, એના માટે ભાગ:૧ થી ભાગ:૧૬ જરૂર વાંચજો..)

હવે આગળ...........

ત્યાં જ લોકોની ભીડભાડ ઘણી દેખાતી હતી. જ્યાં ઘણી બધી લારી એક પછી એક ઊભી દેખાતી હતી અને બધી જ લારીઓ પર લોકોનું ટોળું વીંટળાયેલું હતું. સોનીને પાવભાજીની લારી દેખાય છે, એ જોતા જ સોની કહી ઉઠે છે, “યાર ભૂખ લાગી છે, પહેલા પેટ પૂજા કરીએ.”

ત્યાં જ પ્રિયાના મોબાઈલની રીંગ વાગી ઊઠે છે, પ્રિયા કોલને રિસિવ કરે છે. સામેથી રોબર્ટનો સ્વર સંભાળાય છે, “પહોંચ ગઈ ક્યાં તું ?”

“હમ્મ..” પ્રિયાએ એટલું જ કહ્યું.

“કહા પર હે અભી તું.” રોબર્ટે પૂછ્યું.

“યે લારીયા લગી હે ના, વહા પર..” પ્રિયા આવી તો હતી, પોતાનાં મરજીથી, પણ ઉત્તર તે થોડી કટાક્ષ સ્વરે આપી રહી હતી.

“હા અબ સૂન, વહા પર હી રુકના, મેં તુજે જેસા ફોન પર કહૂંગા વેસા આના હોગા, તુજે મેસેજ પર જો એડ્રેસ ભેજા ગયા હે, વો પૂરા સહી નહી હે, તો વો એડ્રેસ પર ખાલી ફૂકટ કા જાને કા નહી, ક્યાં સમજી..” રોબર્ટ પોતાની ભાષામાં સમજાવતો ગયો.

“અબે ઘૂમા મત બે..” પ્રિયાએ પણ ગુસ્સાથી એવો જ જવાબ આપ્યો.

“આના હે તો બોલ, તુજ સે કોઈ જબજ્સ્તી નહી હે, તું વહી સે નિકલ સકતી હે.” રોબર્ટે એવી રીતે, જવાબ આપ્યો જાણે પ્રિયાનું જ કામ હોય..

“પન્દ્રાં બીસ મિનટમે કોલ કરતી હું.” પ્રિયાએ એટલું કહીને ફોન કટ કરી દીધો.

પ્રિયા, રોનક અને સોનીને, રોબર્ટ સાથે થયેલી ફોન પરની વાત કહેવાં નથી માંગતી, કારણ એટલું જ કે બંને ના જ પાડશે, અને પ્રિયાને જે જબજસ્ત ની જીજ્ઞાસા ‘શું છે એ જાણવાની’ હતી તે કદાચ સંતોષાય નહિ તો......!!

પ્રિયા પોતાનાં ચહેરા પર જાણે કઈ જ ન થયું હોય તેવો હાવભાવ લાવી, સોની અને રોનક સાથે પાવ ભાજીની લારીને ત્યાં આવી ઉભી રહી જાય છે.

“ભૈયા તીન પ્લેટ પાવભાજી.” સોનીએ લારીવાળા ભાઈને ઓર્ડર આપતા કહ્યું.

પ્રિયા સોની અને રોનક, જ્યાં પ્લાસ્ટિકની લાલ પીળા કલરની ખુરશીઓ ગોઠવી હતી, ત્યાં જઈને બેસે છે, થોડા સમયમાં એક ભાઈ ત્રણેને ગરમ ગરમ પાવભાજીની પ્લેટ આપી જાય છે.

સોની તો પાવભાજીની ગરમાગરમ સુંગંધથી જ થોડી પાગલ થઈ જાય છે, કારણ કે સોનીને પાવભાજી ખૂબ જ ભાવતી.

ત્યાં રોનક જ થોડી વારમાં બોલી ઉઠે છે, “બોલ સોની, પાવભાજી કેવી લાગે છે?”

પ્રિયાને, સોનીનું બધું જ ખબર હોય છે તેથી તે કહે છે, “ અરે રોનક, પ્લેટમાં ગરમાગરમ પાવભાજી, એના પર મસ્ત બટરરરરર..બાજુમાં કાપેલા કાંદા...લીંબુ અને મસ્કો મારીને પાવ, આહ હા હા...બીજુ શું જોય સોનીને, તું બાજુમાં બેઠેલો છે એ પણ ભૂલી જશે થોડી જ સેકેંડમાં..સોની તો....” પ્રિયાએ થોડું મજાક કરતા, રોનકને કહ્યું.

“પ્રિયા, મને ખાવા દે તો ટેસ્ટ કરીને..” સોનીએ કહ્યું.

આંખના ઈશારા દ્વારા પ્રિયાએ કહ્યું, “ જોયું રોનક, તું જોતો જ રહેજે હવે..”

પ્રિયા અને રોનક બંને હસવા લાગે છે.

થોડીવારમાં પ્રિયા, સોની અને રોનક પાવભાજીને ન્યાય આપી, ત્યાં જ ઊભા રહી આમ તેમ જોવા લાગે છે.

“પ્રિયા, બોલ ક્યાં જવાનું છે? એડ્રેસ બતાવ તો..” રોનકે પૂછ્યું.

“અરે વેઈટને, હું રોબર્ટને કોલ કરીને પૂછું છું, એ ક્યાં આવાનું છે, એ તરત જ કહેશે એટલે ખ્યાલ આવી જશે.” પ્રિયા રોનકને ખોટું બોલી દે છે અને રોબર્ટને ફોન કરે છે.

“અબે કહા આના હે, બોલ ચલ અબ.” પ્રિયાએ કહ્યું.

“હા સૂન, પાવભાજીકી લારી સે નિકલ કર, વો સામને હી એક છોટી ગલ્લી દીખ રહી હૈ ક્યાં ? વહા એન્ડ મેં એક રેડ કલર કા બડા પોસ્ટર દિખેગા, વહા પર પેહેલે પહોંચ જાઓ.” રોબર્ટે કહ્યું.

પ્રિયા, સોની અને રોનકને લઈને જે ગલ્લી કહી હતી અને જે પોસ્ટર કહ્યું હતું ત્યાં આવીને ઊભી રહી જાય છે. ફરી કોન્ટેક્ટ કરતા રોબર્ટ જણાવે છે કે, “ વહી ગલ્લી સે લેફ્ટ માર.”

લેફ્ટ મારતા જ હવે એક નાનકડી ચોલ દેખાઈ આવતી હતી. ત્યાં જ પ્રિયા, રોનક અને સોની જાણે કોઈને શોધતા હોય એવી રીતે ચાલવા લાગ્યા.

સમય બપોરનાં લગભગ બાર વાગ્યાનો થઈ રહ્યો હતો, તડકો જણાતો હતો, પણ હવાની લહેરકીઓ ફુંકાઈ રહી હતી જે પ્રિયા, સોની અને રોનકનાં શરીરે ઠંડકનો, થોડો હાશકારો આપી રહી હતી.

પ્રિયા, સોની અને રોનક નિહાળે છે કે ડાબી અને જમણી એમ બંને બાજુ, બધાનાં જ ઘરો લગોલગ જોડાયેલા હતાં, વચ્ચે બે મોટરકાર પસાર થાય એટલો જ રસ્તો જણાતો હતો. કોઈને ત્યાં દરવાજો ખુલ્લો હતો, તો કોઈ ઘરને તાળું લગાવેલું હતું. તો કોઈના ઘરનાં બારણે ટુંકો પડદો લટકાવેલો હતો, જે હવાથી ઊડી રહ્યો હતો, એમાં જ વસ્ત્ર વગરનું બેસેલું, કોઈ નાનું બે વર્ષનું લાગતું બાળક, ટીવી જોતું, રમી રહ્યું હતું, જે ઉડતાં જતાં પડદામાં થોડું દ્રશ્ય દેખાઈ આવતું હતું. પ્રિયાની નજર ચાલીસેક વર્ષની લાગતી શરીરે સ્થૂળ એવી એક બાઈ પર જાય છે, જે બ્લુ રંગના મોટા ડ્રમમાંથી પાણી કાઢતી, બરાડા પાડી રહી હતી, એવું જણાતું હતું કે પોતાનાં પતિ સાથે જ કદાજ ઝગડો કરી રહી હોય..!!

થોડી આગળ જતા સોની અને રોનકનું ધ્યાન એક વૃદ્ધ લાગતા માણસ પર જાય છે, જે કોગળા કરીને પોતાનો ચહેરો, ઘરની નજદીક આવેલી ગટરને ત્યાં ધોહી રહ્યો હતો. લોકોનું આવનજાવન ચાલું હતું તે દેખાઈ આવતું હતું.

ત્યાં જ રોબર્ટ ફરી જણાવે છે પ્રિયાને કે, આ ચોલ પૂરી થતાં જ હજુ એક લાસ્ટ વાર લેફ્ટ મારજે.

પ્રિયા, રોનક અને સોની રોબર્ટનાં કહ્યાં પ્રમાણે એક લાસ્ટનો લેફ્ટ મારી, જે સ્થળે આવવાં માટે કહ્યું હોય, ત્યાં આવી ઊભા થઈ જાય છે. પ્રિયાને આ બધું જોતા જ અજુગતું લાગે છે. પ્રિયા સોનીને કહે છે, “ સોની મોઢા પર સ્કાફ બાંધી લેજે પ્લીઝ, અને ગોગ્લસ પણ પહેરી લે.”

બીજી તરફ પ્રિયાએ પણ પોતાનાં ચહેરે સ્કાફ બાંધી લીધો અને આંખ પર ગોગ્લસ પહેરી લીધો.

ત્યાં જ સોની, પ્રિયાને કાનમાં ગુપસુપ કરે છે, “ યારા ટેન્શન નહિ લેતી, આપણાને તાત્કાલિક કામ લાગે એવું એપ્પસ, છોકરીઓ માટેનું ઈન્સ્ટોલ કરેલું જ છે, નંબર મારી પાસે બધા જ છે, અને સેફટી માટે અહિયાં જો...મારી પાસે આપણી પહેલાની ટાંકણી છે જ, પ્રિયા આ વખતે તો લાલ મરચું પણ છે જ..” સોનીએ આંખ મારતા કહ્યું.

“ઈઈઈઈ...ધીરે બોલ, આપણાને રોબર્ટ જોતો જ હશે, એ અહિયાં જ ક્યાંક છે એવું મારું અનુમાન છે, શું કામ છે મારું ! કોણ જાણે ..?” પ્રિયાએ દબાતા સ્વરે કીધું.

ત્યાં જ પ્રિયાના મોબાઈલની રીંગ ફરી વાગી ઉઠે છે, પણ આ વખતે સામેથી કોઈ છોકરીનો અવાજ સંભળાય છે, “ કહા પર હે તું.”

પ્રિયાએ કહ્યું “ હા, વો જો, એક ગેટ બોલા હે...વહા ખડી હું.”

ત્યાં જ સામેથી, એ ગેટમાંથી, પ્રિયાને મળેલી, કરલી વાળ વાળી છોકરી નજર આવતી દેખાય છે. જે સના નામની છોકરી હતી. સનાને, બે છોકરીના મોઢા પર સ્કાફ બાંધેલો દેખાવા લાગ્યો અને સાથે જ એક છોકરો પણ ઊભેલો દેખાયો.

પ્રિયા, સનાને જોતા જ આંખ પરનો ગોગ્લસ ઉતારી દે છે. સના પ્રિયાની જીણી આંખોને ઓળખી જતા કહેવાં લાગે છે, “ મેં સના...ઉસ્સ દિન મિલી થી પહેંચાનતી હે ક્યાં મુજે ?”

પ્રિયાએ એટલું જ કહ્યું, “હમ્મ”.

પછી તરજ જ અધીરાઈથી પૂછ્યું, “ ક્યાં, તુમ મુજે, બતા સકતી હો, મુજે યહા પર કયું બુલાયા ગયા હે? ક્યાં આપલોગ મુજે પહેલે સે જાનતે હો ક્યાં? કોઈ ફસાને કા પ્લાન તો નહી હે ના તુમલોગો કા?” પ્રિયા બધું જ કહી ગઈ.

“દેખો ઐસા કુછ નહી હે, પહેલે તુમ મેરે સાથ આવો, અભી કોઈ સવાલ મત કરનાં..” સનાએ કીધું.

પ્રિયા જોઈ રહી હતી કે, આ સના નામની છોકરીનો ચહેરો જયારે મળી હતી, એના કરતા આજે સ્વસ્થ લાગતો હતો.

સના, પ્રિયા સોની અને રોનકને સાથે લઈ જાય છે. તે ગેટનો મુખ્ય દ્વાર ખોલે છે. પ્રિયા જોઈ રહી હતી કે મુખ્ય ગેટ બહુ જ જુનો લાકડાનો કાળો પડી ગયેલો હતો. જે જેમતેમ કરીને સના બંધ કરી રહી હતી. સના બધાને, એણી પાછળ આવાનો ઈશારો કરે છે. ગેટની અંદર જતાંની સાથે જ ત્રણ ચાર કુકડાઓ ફરી રહ્યાં હતાં. આજુબાજુ લીલા વેલાઓ કિનારે બાંધેલી તારમાં ઉગી નીકળ્યાં હતાં. એક વાત નોંધવા જેવી લાગી હતી કે, તે ચોલના વાતાવરણ કરતા આ ગેટની અંદર આવતાની સાથે જ અમુક પ્રકારની શાંતિ જણાતી હતી.

ગેટની અંદર થોડા આગળ જતા, એક જર્જરિત હાલતમાં બે માળનો નાનકડો બંગલો દેખાઈ આવતો હતો, મકાનનો કલર લાઈટ બ્લુ કલરનો હતો, પરંતુ દિવાલના પોપડા ઉખડેલા દેખાતાં હતાં, અમુક દીવાલે, કદાચ તિરાડોના કારણે નવું જ કરાવેલું સિમેન્ટનું પ્લાસ્ટર દેખાતું હતું, ઉપરના માળે જવાની દાદરાની સીડીઓ લાકડાની બનેલી દેખાતી હતી, જે બહારની તરફ ઊભેલી હતી જે થોડી સડેલી અને ખૂબ જ કાળી દેખાઈ રહી હતી.

“પ્રિયા, અંદર સિર્ફ તુમ્હે હી આના હૈ.” સના બંગલાનાં મુખ્ય દરવાજાનાં બહાર ઉભી, કહી રહી હતી.

ત્યાં જ સોની જ વચ્ચે કહી ઉઠે છે, “ કયું ? હમલોગ સબ સાથ મેં આયે હે, હમલોગ ભી આયેગે.”

“એહહહ, ચૂપ કર લડકી, તુજે કિસને બુલાયા હે?” સના રાડો પાડતી કહેવાં લાગી.

ત્યાં તો અચાનક બંગલામાંથી એક કૂતરાનો જોર જોરથી ભસવાનો અવાજ આવવા લાગ્યો.

પ્રિયાએ તરજ જ કહ્યું, “હે સના, યે મેરે સાથ આયે હે, મેરે ફ્રેન્ડ્સ હે, હમલોગ આયેંગે તો સબ સાથ મેં હી અંદર આયેગે.”

“ ચલો..” એમ કહીને સના બંગલાના મુખ્ય દરવાજાની અંદર પ્રવેશ કરે છે, પાછળ પ્રિયા સોની અને રોનક પણ જવા લાગે છે.

અંદર જતાની સાથે જ જેવું બંગલાનું બહારનું જર્જરિત, તિરાડવાળું દ્રશ્ય દેખાતું હતું. તેવો જ હાલ બંગલાની અંદર પણ લાગતો હતો, અંદરનો બેઠકખંડ ચોરસ આકારનો, પ્રમાણમાં મોટો દેખાઈ રહ્યો હતો, પ્રકાશ અંદર ભરપૂર દેખાતો હતો. પરંતુ સીલીંગનાં ઉપર લટકાવેલો ધૂળવાળો પંખો, જાણે મરવાના લાસ્ટ સ્ટેજ પર પહોંચી ગયો હોય, તેમ કિચૂડ કિચૂડ કરતો ચાલી રહ્યો હતો, અંદરની ગંદકી દેખાઈ જ આવતી હતી, કોઈ સ્વચ્છતા દેખાતી ન હતી, જાણે આખા ગામનો પસારો આ જ બંગલામાં નાંખ્યો હોય, રંગબેરંગી લાલ પીળા કલરના લાંબા લાંબા સિલ્કી પડદાનો ઢગલો એક સાથે નાંખેલો, અને બીજા મંડપને લગતો સામાન અસ્તવ્યસ્ત દેખાઈ આવતો હતો, તે પસારા પરથી જણાઈ આવતું હતું કે કોઈ મંડપ ડેકોરેટ વાળાનો ધંધો કદાચ કોઈ કરતું હશે.

“આરે પ્રિયા... તેરા હી ઇન્તેઝારમે હમલોગ બેઠે થે.” સામેથી બડબડતો, લથડીયા ખાતો, ધીરે ધીરે પગલા ભરતો રોબર્ટ આવતો દેખાયો.

“એ સના, ચાઈ પાણી મગા રે..” રોબર્ટ, રોબ જમાવતો મોટા સ્વરમાં કહી રહ્યો હતો.

“અરે પ્રિયા બેઠ ના..” લાકડાના બનાવેલા બે સોફા દેખાઈ રહ્યાં હતાં, જે કેટલા વર્ષોનાં વપરાશ વગરના પડ્યા હોય તેવા જણાતા હતાં, એના પર રોબર્ટે બેસવાનો ઈશારા કરતા પ્રિયાને કહ્યું.

પ્રિયા જોઈ રહી હતી કે ઉંમરમાં ઘણો નાનો લાગતો યુવાન, પોતાની ઉંમર કરતા, કઈક વધારે જ મોટાઈ દેખાડી રહ્યો હતો.

“અરે તુજે નહી બેઠનેકા હે...!! ઠીક હે, મેં હી બેઠ જાતા હું.” એમ કહીને રોબર્ટ જ સોફા પર બેસતાં ઢળી પડે છે, અને ફરી તે કહેવાં માંડે છે, “ યે દોનો ફન્ટરલોગ કોન હે રે?”

“મેરે ફ્રેન્ડ હે, અબ તુ જલ્દી સે બોલ, મુજે યહા કયું બુલાયા ગયા હે..” હજુ સુધી બધું જ, શાંતિથી જોઈ રહેલી પ્રિયાએ પોતાની ચુપકીદી તોડતા કહ્યું.

રોનક શાંતિથી ઊભો રહી બધું જ નિહાળી રહ્યો હતો. જયારે સોનીને અંદર પ્રવેશતા જ ગંદકી જોઇને ચીડ ચઢી હતી.

“એ સના કીધર ગઈ રે...તુમ દોનો યહા પર હી બેઠો, હમલોગ આતે હે.” રોબર્ટે, સોફા પરથી ઉઠતા રોનક અને સોનીને જણાવતા કહ્યું.

ત્યાં જ રોનકે કીધું, “ નહી...હમદોનો ભી સાથ મેં આયેગે.”

રોબર્ટ પગલા ભરતો, રોનકના નજદીક જઈને આંખ મેળવીને કહેવાં લાગ્યો, “ અબે, એક બાર કહા તો, દિમાગ મેં ફીટ નહી હુવા ક્યાં, બોલા ના, તુમ દોનો કો યહા પર હી ખડે રહેનેકા હે .”

રોનકને, રોબર્ટનાં મોઢામાંથી ગંદી શરાબનો ગંધ આવતા, તે આવેશમાં આવી, અચાનક રોબર્ટનાં છાતી પર પોતાનાં બંને હાથો મારીને અળગો કરતા ગુસ્સામાં કહેવાં લાગ્યો, “ અબે પિયેલા હે ક્યાં ?? સાલે..નજદીક આ કે બાત મત કર મુજસે....દૂર રેહ કર બાત કર ”

રોબર્ટ પણ જોરથી ચિલ્લાવતા કહી ઉઠ્યો, “ એએએએએએએ...”

ત્યાં જ કૂતરાનો ભસવાનો અવાજ જોર જોરથી સંભળાવા લાગ્યો.

(ક્રમશ..)