Timir Madhye Tejkiran - 3 in Gujarati Love Stories by Shabdavkash books and stories PDF | Timir madhye tej kiran

Featured Books
Categories
Share

Timir madhye tej kiran

તિમિર મધ્યે તેજ કિરણ

પ્રકરણ :3

"મીટ્ટી કી તરહ ઉડ જાયેગા એક દિન રાહો સે,
સબ શોર મચાતે હૈ જબ તક લહુ તાજા હૈ "

એક દ્રષ્ટિનું કિરણ પ્રણાલીની બદામી કીકીઓમાંથી નીકળી નીચે પાર્કિંગ સ્લોટમાં સ્ટાર્ટ થતી યામાહા બાઇક ઉપર સિટિંગ પોઝીશન લઇ રહેલી બે આકૃતિમાંથી પરાવર્તિત થઇને પ્રણાલીનાં મસ્તિષ્કમાં અંકિત થઇ રહયું હતું . અને એક છબી જે થોડી ક્ષણો પહેલાં જ એના મગજે કંડારી હતી . શું પ્રની અને અશુમાં કોઇ ભેદ નહી લાગતો હોય અનિકેત ને?? પ્રણાલી પોતાનો સ્વેટી ટ્રેક સુટ ચેન્જ કરવા જતાં વિચારે ચઢી. ચેન્જ કરીને આવેલી પ્રણાલીનું કર્વી બોડી .. જાણે કે બ્લેક સાટીન ગાઉનમાંથી થનગનાટ કરી રહેલું યૌવન . સુંદરતાની પરિભાષા સમો આ ચમકતો ચાંદ વાદળની માફક લહેરાતા રેશ્મી પડદાઓ વચ્ચે વિચારોમાં મગ્ન, નિસ્તેજ વદને ,સ્કાયવ્યુ વિન્ડોની ઓટલીનો ટેકો લઇને ઉભો હતો .

શું અનિકેત અને આ "નવાબ" ગાઢ મિત્રો જ છે કે પછી...."
મૈ યે ભી ચાહતી હુ કી ઉસકા ઘર બસા રહે,
ઔર યે ભી ચાહતી હુ વો અપને ઘર ભી ન જાયે"

અશ્ફાક પૂરી છ ફુટ લંબાઇ, પહોળા જડબા, હડપચીમાં ખાડો, ગાલમાં ખંજન, લાંબુ નાક અને કાળી પાણીદાર આંખો..લાંબા વાળની સ્ટાઇલ, નિયમિત અખાડાબાજ, સ્કીનફીટ ટીશર્ટ પહેરતો ત્યારે એવું લાગતુ જાણે બાયસેપ્સ બાંય ફાડી બહાર ડોકાઈ જશે . મખમલી ગળાનો માલિક અશ્ફાક જયારે એની લખનવી તેહજીબમાં બોલતો ,ત્યારે એની વાણીમાંથી રીતસર ફુલ ઝરતાં . અને શાયરીનાં શોખીન અશ્ફાકને એના ખણકતા અવાજનાં કારણે જ કોલેજના લગભગ દરેક પ્રોગ્રામમાં એન્કરીંગ કરવાનો વણલખ્યો અધિકાર મળ્યો હતો . એ જયારે બાઇક લઇને નીકળતો ત્યારે લહેરાતા વાળ અને ઘોડેસવારની અદામાં બેસવાની આદતને કારણે કોઇ નવાબ અશ્વસવારી કરતો હોય એવું દ્રષ્ય પ્રતિપાદીત થતું . અને એટલે જ કોલેજમાં એનું હુલામણુ નામ "નવાબ" પડી ગયું હતું.

હંમેશ મુજબ રાઇડર અશ્ફાક હતો. એરોડાયનેમીક અંદાજમાં થોડું ઝુકીને બેઠો .બાઇકની નાની સીટ અને ખભા પકડીને બેસવાની આદતના કારણે અનિકેત અશ્ફાકને લગોલગ ચોંટીને એના ઉપર ઝુકીને બેસતો . બાઇક સ્ટાર્ટ થઇ થોડી જ આગળ વધી અને અનિકેત કંઇક બોલ્યો. હવાની ઘર્રાટી અને હેલમેટનાં કારણે અશ્ફાકને કંઇ સંભળાયુ નહિ . એટલે અનિકેત થોડુ વધુ ઝુકીને અશ્ફાકના કાનમાં બરાડયો.

"સાલે સરૈયાકી ચકાચોંધસે અંધા તો હુઆ, અબ કાનસે ભી ગયા કયા"

અશ્ફાકે પાછળ કોણી મારી અને કહયું ." અનિ મસ્તી મત કર .ઢંગસે બેઠ."

કૂછ જરુરી બાત કરનીથી યાર..અનિકેત થોડી ગંભીરતા સાથે બોલ્યો . તરત જ શોર્ટ બ્રેક વાગી અને બાઇક સાઇડમાં ઉભી થઇ ગઇ . હેલમેટ ઉતારી પોતાનાં લાંબા વાળને બાઇકના રીઅર વ્યુ મિરરમાં જોઇ હાથ વડે જ સરખા કરતા જઇ અશ્ફાક.બોલ્યો .

"બોલ લાલેકી જાન . તેરી જરુરી બાત પેહલે . વૈસે મુઝે ભી કુછ બાત કરની થી યારા . થોડા સિરિયસ મેટર હય . કયોં ન સારે કામ કલ કે લિયે પેન્ડીંગ કર દીયે જાય . મૌકા ભી હૈ દસ્તુર ભી હૈ .વૈસે ભી બહોત દિન હો ગયે હૈ. હમે જાના ચાહીયે વર્ના વો શિશેવાલે કે બચ્ચે નંગે ભૂખે રેહ જાયેંગે ."

બંનેએ એકબીજા સામે ખંધુ હસ્યા. એકબીજાને તાળી આપી અને આંખોથી જ સહમતી સંધાઇ ગઇ. ફરી પાછા બંને બાઇક ઉપર ગોઠવાઇ ગયા. ઇગ્નીશન થયું અને પુરપાટ વેગે દુર દિશામાં અદ્રશ્ય થતી યામાહા ઉપર વિન્ડોમાંથી અવલોકન કરતી પ્રણાલીની કેમકોર્ડર જેવી બે આંખો જોતી રહી ....

જયારે પણ કોમ્પલીકેટેડ કેસ આવતો ત્યારે ડોકટર સરૈયાના બદલાતા વ્યવહારથી મીના વાકેફ હતી . પણ આજનો રઘવાટ કંઇક અલગ જ ચાડી કરતો હતો . દીકરીને ઓવરસીસ મોકલવાનો નિર્ણય પ્રનીને પૂછયા વગર અનિલ કઇ રીતે થોપી શકે?શું દીકરી માટે આટલું બધું પઝેશન સારુ કહેવાય? જો ખરેખર અનિલ પઝેસિવ થવા લાગ્યો છે તો દીકરીને વળાવતી વેળા અનોખા ડીપ્રેશનમાં સરી પડશે . અને જો એવું જ હોય તો આ લાંબા ગાળે વિપરિત અસરો ઉભી કરી શકે એવો પ્રશ્ન છે . અને આ વાતની ચર્ચા અત્યારથી જ થવી જોઇએ..મનોમન વિચારતી મીના ડોકટર સરૈયા પાસે સોફા પર જઇને બેઠી .

"શું છે સર આજકાલ પિંક સ્ટાફ સ્ટ્રાઇક પર છે.? સાહેબનું મન ઘરમાં પણ નથી લાગતુ કે હોસ્પિટલમાં પણ નથી લાગતુ ." મીના થોડા મસ્તી ભર્યા સ્વરે બોલી .

ડોકટર સરૈયાએ હળવું સ્મિત કર્યુ. મીનાને થોડી હાશ થઇ . એટલે થોડી વાત આગળ વધારી .

"યાદ છે અનિલ બા કાયમ કહેતા કે ઘરમાં કાચ તુટે એ સારું શુકન ગણાય. મતલબ કંઇક સારું જ થવાનુ છે." મીના વાક્ય પુરું કરે એના પહેલા જ વચ્ચે સરૈયા ચીઢ સાથે બોલ્યા .

"આઇ કેન્ટ બિલિવ એન્ડ યૂ ટુ મિસિસ સરૈયા, સ્ટોપ બિલીવિંગ ઇન ધીસ રબિશ થીંગ"

અચાનક સરૈયાના તાડુકવાથી મીના થોડી હેબતાઇને બોલી..

"વોટસ ધ પ્રોબલમ અનિલ? આઇ હેવ નોટિસડ સીન્સ લાસ્ટ ઇવ . વ્હાય આર યુ બીહેવિંગ લાઇક અ વિઅર્ડ ?" મીનાએ એક ઠરેલ અને સમજદાર પત્ની જેવો જ સવાલ પુછ્યો .

"વીલ યૂ પ્લીઝ લીવ મી અલોન ફોર અ વ્હાઇલ? ડોન્ટ ઇરીટેટ મી એની મોર ." હાથ જોડતા જઇને ડોકટર સરૈયા ઉભા થઇ ગયા. અને બ્લેઝર હાથમાં લઇ બોલ્યા.."
આઇ હેવ ડયૂ વિઝીટ એટ અપોલો. આઇ મસ્ટ હેવ ટુ લીવ રાઇટ નાઉ. એઝ આઇ હેવ ઓલરેડી ગોટ લેટ બીકોઝ ઓફ ધેટ રાસ્કલ"

મીના કંઇ સમજે એ પહેલા સરૈયા ચાલવા લાગ્યા . નિરાશ વદને મીના સરૈયાને માત્ર જતાં જોઇ રહી . મીનાનાં માથે આભ તો નહોતું તૂટી પડ્યું પણ અનુભવી આંખોને આંધી લાવી શકે એવા તોફાની મોજા દુરથી જોવાઇ રહયાં હતાં...

શહેરનાં પરા જેવા વિસ્તારમાં "પર્સિયન શિશા બાર" એક થીમ બેસ્ડ એરિસ્ટ્રોકેટ હુકકા પાર્લર કમ બાર હતું . વિશાળ છત નીચે એક સળંગ ફલોર એરીઆ . રંગીન મીણબત્તી જેવા મંદ પ્રકાશ ફેંકતા નિયોન લાઇટ, કલબ મ્યુઝીક અને રશોસી દુબઇનું એર ફ્રેશનર વાતાવરણને મદહોંશ બનાવવા માટે પુરતુ હતું . પાંચ હજાર ચોરસ ફુટ જેવો એક વિશાળ કોર્નર હુક્કા માટે એલોટ કરેલો હતો . દર દશ મીટરના અંતરે બાર કાઉંટર હતાં . મીણનાં પુતળા જેવી તૂર્કી બાર ટેન્ડરો, અને વચ્ચોવચ ઓરક્રેસ્ટ્રા..એની બિલકુલ સામે ડાન્સ ફલોર હતો . જયાં વોલ્ટ ડાન્સમાં કપલ્સ એકમેકમાં ખોવાઇ રહેતા .અનિકેત અને અશ્ફાક હુકકા કોર્નરમાં એક શાહી ગાદલા પર ગોળ તકીયાનો ટેકો લઇ પગ લંબાવી ગોઠવાઇ ગયાં . કલબ ગિટારીસ્ટ પૂરી લયમાં આવી ગયો હતો . અને વોકલિસ્ટ પૂરી જુગલબંધીનાં મુડમાં હતો . રોક્ષેટનુ "ઇટ મસ્ટ બી લવ" પાંચમી વાર વન્સ મોર થઇને હારમન કોર્ડન સ્પીકર્સ મારફત વાતાવરણમાં રેલાઇ રહયું હતુ. એક ખુણામાં હુકકાના ગુડગુડ વચ્ચે અનિકેત સિંગર તરફ ઇશારો કરતા જઇ બોલ્યો .

"યાર નવાબ એક બાત બતા, યે અંગ્રેજ તો દેશ આઝાદ હુઆ તબ ચલે ગયે થે . તો યે નયી પીઢીયા બનાને આતેજાતે રેહતે હે કયા?" ઓરક્રેસ્ટ્રાના એકસ્ટ્રાબાસ સાઉંડમાં કાન પાસે જઇ મોટેથી બોલવુ પડતુ. અનિકેત એ જ રીતે અશ્ફાકનાં કાન સાથે હોઠ ચોંટાડીને બોલ્યો પછી હસ્યો .

"અબે યહાં સિરિયસ ટોક કે લિયે આયે હય ઔર તૂજે મસ્તી સુજ રહી હૈ? " અનિકેતનાં ગળામાં હાથ ભરાવી અશ્ફાક બોલ્યો .

"નારાજ ન હો જાન, લે બંદા સિરિયસ" અનિકેત અશ્ફાકનાં ગાલ ખેંચતા જઇને બોલ્યો.

"યાર ઉલઝન આન પડી હૈ. મેરા બાપ સઠીયા ગયા હૈ . પતા નહી કિસ ખબીસને ઉસકો બોલ દીયા હે કી વો દો મહીનેમે મરને વાલા હે . બાવા એક હી જીદ પે અડા હે કી મરને સે પેહલે મેરી મંગની કરદે ." અશ્ફાક નિરાશા સાથે બોલતો ગયો .

'આયે હાયે..મન મે લડ્ડુ ફુટે? તો હર્જ કયા હે ઉસમે નવાબસાબ? ' અનિકેતે મસ્તી ભર્યો પ્રશ્નાર્થ કર્યો.

"અરે યાર...પૂરી બાત તો સૂન .

મેરે ચાચા કી લડકી હૈ ના સંજીદા"

"હાં,હાં વો ઐશ્વર્યા?" અનિકેતે ટાપસી પૂરી..

"હાં વોહી . ઉસસે કરને કો કેહતે હે." અશ્ફાકનો અવાજ થોડો હતાશ થઇ રહયો હતો ."
તૂજે નહી કરની તો મેરી હી બાત ચલા દે . ઇતની ખૂબસૂરત હમસફર કે લિયે તો મે અનિકેતખાં બનને કો ભી તૈયાર હું" અનિકેત ની ટીખળ ચાલુ રહી.

"ચલ યાર, તેરે સે બાત કરના બેકાર હે. તુ સાલા તેરી મસ્તીવાલી હરકતો સે બાજ નહિ આયેગા. " અશ્ફાક ગળા પરથી અનિકેતનો હાથ હટાવતા જઇ બોલ્યો .

અને તરત જ અનિકેતે અશ્ફાકનાં બંને ખભા પકડી કાન પાસે આવી કહયું .

"ગુસ્તાખી માફ કરદો નવાબસાબ .અબ કોઇ શરારત નહી હોગી ."

" અનિ તેરે કો પતા હે ના ચાચા છોટી ઉમ્ર મે ચલ બસે થે . સંજીદા હમારે ઘર પે હી બડી હુઇ હે .હમ સગે ભાઇ બહનકી તરહ હી બડે હુએ હે . ઔર સબસે બડા મસલા યે હૈ કી મે થેલેસેમીયા ટ્રેઇટ હુ . જો બાપ કે ડી.એન.એ. સે આયા હે .ઔર બાપકી જીદ પે અગર રીશ્તા કર લેતા હુ તો મેરે બચ્ચોંકા ફયુચર કયા હોગા? ઇંટર ફેમિલિ મેરેજ કે નુકશાનાત મેરે પઢે લીખે બાપકો કૈસે પઢાઉ? "અશ્ફાકનાં લાચાર સ્વર અનિકેતની હડપચી પર આવેલી આંગળીઓના કારણે અટકયા .

"ગંભીર સમસ્યા હે વત્સ, એક કામ કર કોઇ લડકી ઇન્સટંટ પટા કે અબ્બા કો ચોંકા દે. " બેફીકરાઇ હતી અનિકેતના અવાજમાં .

"વો તો હમારા જીગરી લે ગયા . જો હમારી જાન થી વોહ અબ દોસ્તકી જાન હે. ઔર હમારે લિયે અબ દોસ્ત હી હમારી જાન હે"

અશ્ફાક થોડી હળવી મસ્તીમાં બોલી ગયો .

...અનિ તેરી બાત બતા ડાર્લિંગ...

"યાર આજ સુબહ સે સરૈયા કુછ વીઅર્ડલી બિહેવ કર રહા હે . આજ સુબહ કો .ઉનસે ગ્લાસ ટુટા . મે ઉસે હેલ્પ કરને ફૌરન ઉનકે પાસ ભાગા . ઉનહોને ફટ સે હાથ ખીંચ લીયા . બોલે 'હોસ્પિટલ સે આ રહા હું મૂજે મત છૂ'. ઔર વહીં મીના આંટીને ડ્રેસિંગ કીયા . યાર સુબહ વો તો હોસ્પિટલ ગયે હી કહાં થે? વો તો ટેનિસ ખેલને ગયે થે મેરે સાથ ..!!ટેનિસ લોન પે ભી ઉખડે સે જવાબ દે રહે થે .ઔર પતા નહી પ્રની કો અચાનક પી.જી.કે લિયે લંડન ભેજ રહે હે . કલ તક તો હમને બાખુશી સારી બાતે કી..ડેડ કો ઇન્ડીઆ બુલાને તક કી બાતે હમ ને કરી . પતા નહી બુઢ્ઢે કો કયા સાંપ સૂંઘ ગયા હે આજ સુબહસે ." અનિકેતનો ચિઢ ભર્યો અવાજ અશ્ફાકના કાને પડી રહયો હતો . ગિટારીસ્ટ હવે પિક પર હતો . જાણે તાર તોડી નાખવાનો હોય એમ કોન્સોલ પાસે કુદી કુદીને વગાડી રહયો હતો .અને વાતાવરણને પૂરું પમ્પઅપ કરી રહયો હતો .

===================================="
ચલ કીસી હસીનાકા દુપટ્ટા કુછ દેર ઉધાર લેતે હે. ઇતના પ્યારા મ્યુઝીક બજ રહા હે . ઇન મશરુફ કપલ્સ કે બીચ વોલ્ટજ કે લિયે એક ઔર કપલ જગહ બના લેગા" કહેતા જઇને અશ્ફાકે આંખ મારી.

"નહી યાર,મેરા જી મચલ રહા હે. વાપસ રુમ પે ચલતે હે " અનિકેત કયારનો મસ્તીના મૂડમાં હતો . અને અચાનક એનો ઢીલો થયેલો અવાજ સાંભળી અશ્ફાક ઘબરાયો .

"આર યૂ ઓલરાઇટ જાન? તૂને આજ દવાઇ લી કે નહિ?" બંને હાથોમાં અનિકેતનો ચહેરો પકડી અશ્ફાક આજીજી ભર્યા સ્વરે પુછી રહયો હતો . અનિકેતનો ચહેરો અચાનક ફીક્કો પડવા લાગ્યો હતો . અશ્ફાક ગળગળો થઇને કહેવા લાગ્યો . " અનિ તેરે હાથ જોડતા હું યાર. ઇતના કેયરલેસ કયું બન જાતા હે? તેરે સિવા ઇસ નવાબકા હે કોન ઇસ દુનિયામે ?ચલ અભી હી ડોકટર સરૈયા ઘર પર હી હોંગે. તૂજે સસુરાલમે ભરતી કર દેતે હે ." "
નહી યાર તુ મૂજે રુમપે હી લે ચલ. આઇ નીડ રેસ્ટ" હળવા સ્મિત સાથે અનિકેતે પ્રત્યૂત્તર આપ્યો . અને બંને ઉભા થયા .અશ્ફાકે મજબુતીથી અનિકેતને ખભા પાસેથી પકડી રાખ્યો હતો . અને એકઝીટ તરફ આગળ વધ્યા .

આ બેખબર યારોને નહોતી ખબર કે એસેલરનાં એન્ટીગ્લેર ગ્લાસિસ પાછળથી બે ભૂરી આંખો એમનું અવલોકન કરતી વધુ પરેશાન થઇ રહી છે .હંમેશા મુજબ ડોકટર સરૈયા મષ્તિસ્કમાં વધેલા દબાણને ધુમાડા વાટે બહાર કાઢવા શિશાબારમાં આવ્યા હતાં .પણ જેવી હુકકાની પાઇપ હોઠ પર લગાવવા ગયા અને એમની નજર જાણે ચીસ પાડી ઉઠી . સામે દૂર ખૂણામાં અનિકેત અને અશ્ફાક એકબીજાની પીઠનો ટેકો લઇને એક જ પાઇપ શેયર કરતા જઇને ગુડગુડ કરી રહયા હતાં . હોઠો સુધી લાવેલી પાઇપ સરૈયાએ પાછી મુકી દીધી અને મેનેજરને બોલાવવા અટેંડરને કહયુ. અને જાણતા હોવા છતાં ખાતરી કરવા મેનેજરને પૂછયુ.

"કેન યૂ એસ્યોર મી ધેટ હીયર ઇચ પર્સન હેસ કસ્ટમાઇઝડ માઉથપીસ?".સરૈયાનો ભારે અવાજ ફલોર મેનેજરના કાને અથડાયો .

"વી નેવર ટોટ ટુ રિસાયકલ ધી થીંગ હીયર. પ્લિઝ ડોન્ટ વરી સર, ઇચ એન્ડ એવરીથીંગ ઇસ ડીસપોસેબલ હીયર. એનીથીંગ એલ્સ સર?" સ્મિત સાથે શાલીન જવાબ આપ્યો મેનેજરે .

"નો,નોટ નાઉ..થેંકસ" સરૈયાનો રુઆબી અવાજ પડઘાયો .====================================

અશ્ફાક બાઇક સ્ટાર્ટ કરવા ઇગનીશનમાટે અંગુઠો દબાવવા જતો હતો ત્યાં જ એને અનુભવ્યુ કે અનિકેત ધ્રુજી રહયો છે . નવાબી ચહેરો પણ હવે ઉતરી રહયો હતો . અનિકેતને ગળે વળગાડી છાતી સરસો ચાંપી એના મોઢા પાસે જઇ અશ્ફાક રડમસ અવાજે બોલ્યો.

" યાર યૂ વેર નોટ ફિલિંગ વેલ . ધેન વ્હાય ડીડ યૂ એગ્રી ટુ બી હીયર સ્ટુપીડ?" '
યારોમે "મના" લફ્જ કા ઇસ્તેમાલ હોને લગેગા તો લોગ યારીપે હી શક કરને લગેંગે .ચલ અબ મૂજે જલ્દીસે પ્રનીકે પાસ લે ચલ. યે બિમારે ઈશ્ક હૈ ઉસે દવાકી નહિ દિદારે યાર કી જરુરત હૈ" .

તુ હે આખિર કહાં કે આજ મુજે,

બે તહાસા અપની યાદ આ રહી હે"

અનિકેતના દબાયેલા અવાજમાં પણ મસ્તીનો ખણકાટ અલગ તરી આવતો હતો .

ઠંડી લાગવાના કારણે ધ્રુજારી ઓછી કરવા અશ્ફાકને લગોલગ ચોંટીને બેઠો . અને બાઇકના ફૂટરેસ્ટ પર પગ સરખા ગોઠવતો હતો ત્યાં જ પાછળથી ઘેરો કટાક્ષ ભર્યો અવાજ પડઘાયો .

"હોલ્ડ હીમ ટાઇટલી જેંટલમેન . ઔર નવાબસાબ! જરા સંભલકે..યાર કહી ગિર ન જાયે"

"સંભલ કર ધ્યાનસે એય દોસ્ત,
તેજ રફતારમે પાંઉ ગલત પડતે હે"
અને ....અશ્ફાકનાં થોડા હાશકારા વાળા શબ્દો મોઢામાં જ રહી ગયા . "સર અનિ કો ઠંડ ચઢી હે. થેંકસ ગોડ..આપ કી કાર મે........"અને ડોકટર સરૈયાની બી.એમ.560નાં ડયુઅલ એકઝોસ્ટ જ દૂર સુધી અદ્રશ્ય થતાં જોઇ રહયો અને વિન્ડો પાવરઅપ થઇ ગઇ ..

સ્ટીયરીંગ કોના હાથમાં હતુ?

એક્ષપર્ટ ઓપિનીયન માટે નામાંકીત ડોકટર સરૈયા,

કે ઇન્ફેકશીયસ ડિસિસ અવેરનેસ માટે એકેડેમીકલી ઇનવોલ્વડ સોશિયલ વર્કર સરૈયા.સાહેબ,

કે કલેજાનાં ટુકડાના લાગણીશીલ પિતા મિ.અનિલ? ....ડોકટર સરૈયાનું મન ચકરાવે ચઢયુ હતુ .

"મારી ઢીંગલીએ લાગણીના આવેશમાં આવી કોઇ ભૂલ તો નહી કરી નાંખી હોય? શું હું પ્રનીને અનિકેતના સેકસુઅલ ઓરીએન્ટેશન અને બિમારીથી માહિતગાર કરવામાં મોડો પડયો છું? મીનાને પ્રિકોશન રાખવા વાત કરવી જોઇતી હતી .એનામાં ફેક્ટ સ્વીકારવાની હિમ્મત હશે ખરી? અને આ નવાબજાદા ને ? મને કોઇ બાયસ નથી એના માટે પણ એજુયુકેટ તો કરવો જ જોઇએ ને..? અને આ અનિકેત..સાલો ચિટકુ..હોમો હોય તો મને શું વાંધો હોય . ઇટસ ઓકે... ફાઇન પણ એ પ્રનીને કેમ અંધારામાં રાખતો હશે? પ્રની માટે તો આ બંને વાતો ધ્રાસ્કો આપનારી છે . " તારો વુડ બી ફિઆન્સ 'ગે' છે..આ વાત તો જરુર મસ્તીમાં કાઢી નાંખશે પણ...ચિટકુ એચ.આઇ.વી. પોજિટિવ છે. "સાંભળીને તુટી જશે મારી દીકરી....ઓકેશનલ સ્મોકર ડોકટર સરૈયા આજે ચેઇન સ્મોકર બની ગયો હતો .પોતે જ સવાલ ઉભા કરતો અને જાતને આશ્વાસન મળે એવો જવાબ શોધવા મથતો. આખા શહેરનાં નામી હોસ્પિટલોમાં એક્ષપર્ટ ઓપિનિયન તરીકે સેવા આપનાર ડોકટર સરૈયાની એક્ષપર્ટીસ આજે એક દાયરામાં સિમિત થઇ ગઇ હોય એવું લાગતું હતુ . સરૈયા કુટુંબનો મોજા ઉછાળતો મસ્તીએ ચઢેલો સમુદ્ર અચાનક એક શાંત,ઉંડી ઝિલમાં રુપાંતરીત થઇ રહયો હતો....

"હવાસે કહેદો કે ખુદ કો આજમા કે દીખાયે,
બહોત ચિરાગ બુઝાતી હે,એક જલા કે દીખાયે'....

ક્રમશ :