“વિષ્ણુ મર્ચન્ટ”
પ્રકરણ – 15
“કાલનો શુ પ્લાન છે?” બોલતાજ એ પલંગમા બેઠો
“કંઇ નહિ, ઘરેજ છુ”
“તો મારી સાથે આવશો”
“ક્યા?” મારુ ધ્યાન ટી.વી. મા હતુ
“તમે આવશો કે નહિ?”
“આવીશ પણ ક્યા જવાનુ છે?”
“શોપીંગ કરવા”
“ઓહો શોપીંગ વોપીંગ”
“તો કાલે સવારે દસ વાગ્યે નીકળી જઇશુ”
એટલુ બોલતાજ એ નીકળી ગયો. મને થોડો અચંભો થયો કારણ કે એ આવતો ત્યારે બે ત્રણ કલાક ઓછામા ઓછા બેસતો.
સવારે નવ વાગ્યે તો એ દરવાજે હતો. હુ તો હજી ઉઠ્યા જ હતો. એણે મને એક પણ મીનીટ બેસવા ના દીધો. જ્યા સુધી તૈયાર ના થયો એ મારી પાછળ પડી રહ્યો.
“આપણે ક્યા જવાનુ છે?”
“ચલો બેસો બાઇક પર”
અમે સીધા ગયા આઇનોક્સ, 10˸30 ના શો મા સલમાનનુ એક મસ્ત મૂવી જોયુ. કયુ હતુ એ યાદ નથી. મૂવી જોઇને અમે ગયા, પીઝાહટ મા, ત્યાંથી ગયા અલ્કાપુરી પારસ પાન, ત્યાં સીગારેટને કસ માર્યા.
“હવે ક્યા?” કસ ખેંચતા ખેંચતા
“હવે તો મેઇન છે”
“મેઇન?”
“હા હવે તો મેઇન છે, સીગારેટ પતાવો પછી”
સીગારેટ પતાવી.
“અરે બાઇક નથી લેવી?”
“હવે અહિંયા ચાલતા ચાલતા ફરીશુ”
“અહિંયા ફરવાનુ શુ છે? આ તો મોટા મોટા શો રૂમનો એરીયા છે, જ્યા જુઓ ત્યા શોપીંગ કોમ્પલેક્ષ છે”
“શોપીંગ તો કરવાની છે”
“અહિંયા તને પોષાશે?”
“અરે વિષ્ણુભાઇ, છંલ્લી વાર ખરીદી કરવાની છે એમા શુ કંજુસાઇ”
“છેલ્લી વાર?”
“વિગતો પર ધ્યાન ના આપો, મને બેસ્ટ કપડા સીલેક્ટ કરવામા મદદ કરો”
“પણ છેલ્લી વાર કેમ?”
“એટલે અહિંયાથી છેલ્લીવાર”
“ઓ.કે., કેટલા જોડ લેવાના છે?”
“જોઇએ હજી વિચાર્યુ નથી, ચલોને તમે”
હુ થોડો મૂંજવણમા હતો કે આ માંડામાંડ દસ હજાર કમાતો હશે અને અહિંયા ખરીદી કરવા આવ્યો છે.
એ મને એક શો રૂમમા લઇ ગયો.
“અહિંયા કેમ? અહિંયા તો ખાલી શેરવાની મળે છે” મે પ્રશ્નાર્થ ચિહ્નવાળા ચહેરે એની સામે જોયુ
એ મારા સામે જોઇને હસ્યો.
“શેરવાનીજ લેવાની છે”
મને થયુ કે કુટુંબમા કોઇ નજીકના સગાના લગ્ન હશે અને ત્યા કોઇ છોકરીને મળવાનુ સેટીંગ થવાનુ હશે એટલે ભાઇ કોઇ કસર છોડવા નથી માંગતો.
“શુ બતાવુ સર?” એક એમ્પ્લોઇએ મને પૂછ્યુ
“શેરવાની” અશોકે જવાબ આપ્યો
“તમારા માટે જોઇએ છે?”
“હા” અશોક
એ અમને એક કાઉન્ટર તરફ લઇ ગયો. એ એક પછી એક શેરવાની બતાવવા લાગ્યો. મારી ભાવ પર નજર પડી તો પચ્ચીસ હજાર દેખાયુ.
“તારુ બજેટ કેટલુ છે?” મે એને ઘીરેથી પૂછ્યુ
“બજેટ ફજેટ કંઇ નક્કિ નથી કર્યુ, ગમે તો લઇ લઇશ”
આટલી મોંઘી શેરવાની કેમ લે છે એવુ પૂછવા જતો હતો પણ એ સમય મને અનુકૂળ ના લાગ્યો. સેલ્સ એક્ઝેક્યુટીવ એક પછી એક શેરવાની બતાવવા લાગ્યો. 10000, 15000, 17000, 20000, 25000, 30000 માંગો એ ભાવની, સેલ્સ એક્ઝેક્યુટીવ એના બનાવટ અને સજાવટ જીણવટથી સમજાવી રહ્યા હતો.
“આમાંથી કંઇ લાવાય?”
“એક પણ ના લેવાય” મારાથી ના રહેવાયુ
“કેમ”
“આ તો લગ્નની શેરવાની છે જે વરરાજા પહેરે, સંબંધીઓ નહિ”
“તમે એ બધુ છોડો, બસ તમારી પસંદ કહી દો”
“અરે અશોક.....”
“હવે એક પણ સવાલ ના પૂછો, બસ પસંદ કરાવો”
મે એને સમજાવવાનો ખૂબ પ્રયત્ન કર્યો પણ એ ના માન્યા તો નાજ માન્યો. મને આભાસ થઇ ગયો કે એ કંઇક છુપાવે છે પણ શુ છુપાવે છે એ સમજાતુ નહોતુ.
એણે 22500 વાળી લીધી.
“સર માપ આપી દો, ફીટીંગ કરાવવુ પડશે”
એણે ફીટીંગ કરાવવાની પણ ના પાડી. મને થયુ કે આટલી મોંઘી ખરીદે છે પણ ફીટીંગમા કેમ જતુ કરે છે.
“ફીટીંગ કરાવી લે”
“મારી પાસે એટલો ટાઇમ નથી”
“કેમ?”
“રાત્રેજ નીકળી જઇશ”
“ક્યા જવાનો છે?” એણે સવાલને ઇગ્નોર કર્યો, એણે જવાબ ના આપ્યો
“કોના મેરેજ છે?” આ સવાલ પણ એણે ઇગ્નોર કર્યો.
પછી એની મોજડી લેવા ગયા. નાસ્તો કર્યો, જમ્યા, ખૂબ ફર્યા, એ ખૂબ ખુશ લાગતો હતો. એક એક પળને એ એન્જોય કરી રહ્યો હતો. એ હસતો હતો, મારા એક સવાલે એને હસી છીનવી લીધી.
“તારા લગ્ન છે?”
એક મીનીટ પછી ફરી પાછો હસવા લાગ્યો પણ એણે જવાબ ના આપ્યો.
મને અંદેશો આવી ગયો હતો કે કંઇક તો હતુ એ મારાથી છુપાવે છે પણ આટલા પ્રયત્ન પછી પણ એ કંઇ કહેવા નથી માંગતો તો ચૂપ રહેવામા શાણપણ છે એવુ વિચારી મે પછી એને એક પણ સવાલ ના પૂછ્યો.
રાત્રે દસ વાગ્યે પાછા ઘરે પહોચ્યા. એના ચહેરા પર થોડી ઉદાસી દેખાતી હતી પણ હુ થાક સમજ્યો. એ બાઇક પાર્ક કરીને આવ્યો. સીગારેટ કાઢી.
“કેટલી?”
“આ છેલ્લી”
બંન્ને એક પછી એક કસ મારવા લાગ્યા.
“પાછો ક્યારે આવાનો?” મે પૂછ્યુ
એણે કંઇ જવાબ ના આપ્યો.
“તમે જલ્દીથી લગ્ન કરી લેજો”
“કરી લેજો? કેમ તુ નહિ હોય?”
“અરે ના ના એવુ કંઇ નથી”
એના હાવ બાવ બદલાવા લાગ્યા. એના ચહેરાના હાવ ભાવ બદલાવા લાગ્યા. મને વિશ્વાસ થઇ ગયો કે એ કંઇક તો છુપાવે છે.
અચાનક એની આંખો ઉભરાવા લાગી. એ મારાથી ચહેરો છુપાવતા ગળે મળી ચાલવા લાગ્યો. હુ એની પાછળ ગયો, એને ખભો પકડી રોક્યો.
“કેમ રડે છે?, શુ થયુ?”
એ ખભો છોડાવી ખાલી એટલુ બોલ્યો કે કંઇ નહિ બસ કોઇની યાદ આવી ગઇ. એ વધારે વાત ના કરતા એ જતો રહ્યો અને મે રોક્યા પણ નહિ, વિચાર્યુ કે એને એના હાલ પર છોડી દઉ.
બીજા દિવસે સવારે હુ જ્યારે નીકળ્યો મે એના ફ્લેટ તરફ જોયુ, એ તરફ પગ ઉપડ્યા પણ એમ વિચારી પાછો વળી ગયો કે એ તે નીકળી ગયો હશે. મે ફોન કર્યો પણ એણે ફોન ના ઉપાડ્યો.
મને પણ ઓફિસ જવામા લેઇટ થતુ હતુ એટલે વઘારે મહત્વ ના આપ્યુ અને નીકળી ગયો.
હુ આખો દિવસ મારા કામમા મસ્ત રહ્યો, અશોકનો વિચાર પણ ના આયો. ટી બ્રેક હતી, મારો ફોન રણક્યો.
“હેલો”
“વિષ્ણુભાઇ?”
“હા, કોણ?”
“ઇન્સ્પેક્ટર પટેલ”
હુ ઝબકીને ઊભો થઇ ગયો. ધબકારા વઘી ગયા. કોમલનુ લફડુ તો નહિ હોયને કે પછી લાલાએ તો.
“શુ થયુ સર?” જરા ઘભરાતા ઘભરાતા
“તમે અશોકને ઓળખો છો?”
“હા, શુ થયુ?”
“તમે અશોકના ઘરે તાત્કાલિત પહોચો”
“પણ શુ થયુ એ તો કહો?”
“તમે આવો પછી સમજાવુ”
એમણે ફોન કાપી નાખ્યો. હુ તો તરતજ રજા લઇને નીકળ્યો પણ રસ્તો હતો એ કપાતોજ નહોતો. મનમા નવા નવા હજાર સવાલો ઉઠતા હતા પણ એની ઝડપ એટલી હતી કે એક સવાલ હજી તો પતતો નહોતો ત્યા નવો સવાલ ઉઠી જતો.
ફ્લેટની નીચે ભારે ભીડ હતી. બઘા કંઇક ગુસપુસ કરી રહ્યા હતા. જેવો હુ પહોચ્યો બધા મારી સામે જોવા લાગ્યા. હુ સીધો ઉપર ભાગ્યો. આખા ફ્લેટમા જ્યા જુઓ ત્યાં ભીડ. હુ જેવો એના ઘરે પહોચ્યો, બહાર પણ લોકો ઊભા હતા, જોરજોરથી રડવાનો અવાજ આવી રહ્યો હતો. હુ જગ્યા કરી જેવો રૂમમાં પ્રવેશ્યો, જાણે શરીરમા લોહીનો પ્રવાહ અટકી ગયો, હ્રદયે જાણે કામ કરવાનુ બંધ કરી દીધુ, શ્વાસોશ્વાસ જાણે થંભી ગયા, આંખો સામે અંધારા છવાઇ ગયા, હુ ત્યાંજ ફસડાઇ પડ્યા. મારી બાજુમા ઊભેલા એક ભાઇએ મને પકડી રાખ્યો. એક જણ ફટાફટ પાણી લઇ આવ્યુ.
મારી સામે અશોકનો મૃતદેહ પડ્યો હતો અને એ પણ એજ શેરવાનીમા જે અમે કાલે ખરીદીને લાવ્યા હતા.
મને સામાન્ય થતા દસ મીનીટ જેવુ લાગ્યુ. જેવો સામાન્ય થયો એક પોલીસવાળો મને અંદરના રૂમમા લઇ ગયો.
“તો તમે છો વિષ્ણુભાઇ” ઇન્સ્પેક્ટર
“હા”
“આજે સવારે તમે એને ફોન કરેલો?”
“હા”
“કાલે આખો દિવસ તમે એની સાથે હતા?”
“હા”
“તમને કાલે એણે કંઇ વાત કરેલી કે તમને એવો આભાસ થયો હતો એ આત્મહત્યા કરવાનો છે?”
“એ આત્મહત્યા ના કરી શકે, કાલે તો એ બઉંજ ખુશ લાગતો હતો, નવી શેરવાની પણ લીઘી હતી અને ક્યાંક જવાની વાત કરતો હતો”
“સર, વાન આવી ગઇ છે” હવાલદાર
“અમે બોડીને પોસ્ટમોર્ટમ માટે લઇ જઇએ છીએ, તમને બોલાવુ ત્યારે સ્ટેટમેન્ટ આપવા આવી જજો”
મારુ મન તો હજી માનવા તૈયારજ નહોતુ કે મરી ગયો. મારી સ્થિતી ખૂબજ ખરાબ હતી. એને જોઇને હુ પણ એકલો ખુશ રહેતા શીખવા લાગ્યા હતો અને એજ મને છોડીને જતો રહ્યો. હુ કપાળે હાથ દઇને બેઠો હતો એટલામા ઇન્સ્પેક્ટર ના શબ્દો મનમા ઘૂમરાવા લાગ્યા “તમને એવો આભાસ થયો હતો કે એ આત્મહત્યા કરવાનો છે”
હુ અમારી વચ્ચે થયેલી વાતચીત વાગોળવા લાગ્યો.
“અરે વિષ્ણુભાઇ, છંલ્લી વાર ખરીદી કરવાની છે એમા શુ કંજુસાઇ”
“છેલ્લી વાર?”
“વિગતો પર ધ્યાન ના આપો, મને બેસ્ટ કપડા સીલેક્ટ કરવામા મદદ કરો”
“પણ છેલ્લી વાર કેમ?”
મે ઊંડો નિસાસો નાખ્યો.
“પાછો ક્યારે આવાનો?” મે પૂછ્યુ
એણે કંઇ જવાબ ના આપ્યો.
“તમે જલ્દીથી લગ્ન કરી લેજો”
“કરી લેજો? કેમ તુ નહિ હોય?”
હુ આકુળવ્યાકુળ થઇ ગયો. મન વેદનાથી તરબતર થઇ ગયુ, કદાચ હુ એને રોકી શક્યા હોત.
“પણ એને આત્મહત્યા કેમ કરી?”
“એ આત્મહત્યા કરી ના શકે?”
“કાલે તે કેટલો ખુશ હતો”
“હા પણ રાત્રે જતા જતા એ રડી પડ્યો હતો”
“શેરવાની લેતા વખતે કેટલો ખુશ હતો અને એજ પહેરીને આત્મહત્યા?”
“હા જતા વખતે એ રડી પડ્યો હતો”
હુ વિચારોના વમળમાં ગૂંચવાતો જતો હતો.
મને ખબર ના પડી ક્યારે રાત પડી ગઇ. મૃતદેહ પાછો લઇ આવ્યા હતા હવે રાહ જોવાની હતી સવાર પડવાની અને અંતિમસંસ્કાર કરવાની.
કોઇ મારી પાસે આવ્યુ અને મને નામથી બોલાવ્યો.
“વિષ્ણુભાઇ, તમે જમ્યા?”
શુ જવાબ આપતો મારી તો ભૂખજ મરી ગઇ હતી. મે કોઇ જવાબ ના આપ્યો.
“ચાલો બાલ્કનીમાં જઇએ, તમે ક્યારના અહિંયા બેઠા છો”
મે એની સામે જોયુ.
“હુ અશોકનો ભાઇ છુ, નાનો”
હુ ઊભો થઇને એની સાથે બાલ્કનીમા ગયો. એણે સીગારેટ ઓફર કરી.
“વિષ્ણુભાઇ, અશોકભાઇએ આત્મહત્યાજ કરી છે”
મે આશ્ચર્યથી એમની તરફ જોયુ
“એ સ્યુસાઇડ નોટ લખીને ગયા છે”
“પણ એણે આત્મહત્યા કરી કેમ?” વાતાવરણ થોડુ હળવુ થયુ
“લાગે છે ભાઇ તમારા ખૂબજ નજીક આવી ગયા હતા”
“અમે સારા મિત્રો બની ગયા હતા, એ મને બઘુજ કહેતો પણ એ આવુ પગલુ ઉઠાવવાનો છે એની મને ભનક પણ નહોતી આવવા દીઘી”
અમારી વાતજ ચાલતી હતી ને કોઇ આવી ચડ્યુ.
“સમીર ચલ બેટા, પોલીસ સ્ટેશન જવાનુ છે”
“કાકા, હા ચલો હુ આવુ છુ”
“વિષ્ણુભાઇ, આપળે શાંતિથી મળીએ”
સમીર નીકળી ગયો. એ દુખી નહોતો લાગતો. થોડો આશ્ચર્ય તો થયુ પણ જ્યારે એમણે અશોક વિષે વિસ્તારથી કહ્યુ.
સવારે અંતિમસંસ્કાર પતાવી ઘરે હુ પહોચ્યો સીઘો પથારીમા ફસડાયો. આંખમાંથી આંસુ સરી પડ્યા. ઊંઘવાનો પ્રયત્ન કર્યો પણ ઊંઘ ના આવી. વિચારોની સેના એના હથીયારો લઇને પાછી ઉમટી પડી. ઊંઘ મનના પાછલા દરવાજે ઘૂસવાનો પ્રયત્ન કરતી પણ વિચારોના પહેરેદાર એને રોકી લેતા. એકાદ બે વાર તો યુધ્ધ પણ થયુ પણ છેલ્લે ઊંઘ હારી ગઇ. હજી બપોર હતી ઓફિસમાંથી તો રજા લીધી હતી. વિચારોને રોકવા એકજ રસ્તો હતો “કોમલ”.
નસીબ સારુ હતુ કે કોમલ પણ ફ્રી હતી. એ મારા કરતા પણ પહેલા પહોંચી ગઇ હતી.
“થાકેલો લાગે છે?”
પલંગ પર હાથ ટેકવીને, માથુ નીચુ નાખીને બેઠો.
“શુ થયુ?” એણે ખબા પર હાથ મુક્યો
મે જવાબ ના આપ્યો. મે એના તરફ જોયુ. એણે એજ યુસુયલ મારા હાથ એની છાતી પર મુકી દીધા. ક્યારે એના શરીરને ભોગવીને સૂઇ ગયો ખબરજ ના પડી.એ રાત પણ અમે ત્યાંજ રોકાયા. મે એને અશોક વિષે વાત કરી. એણે પણ અફસોસ વ્યક્ત કર્યો. એણે પણ એજ સવાલ પૂછ્યો કે એણે આત્મહત્યા કેમ કરી?
“કદાચ એકલવાયુ જીવન જીવીને કંટાળી ગયો હતો” મે કહ્યુ
*****
પોલીસે પણ એવાજ તારણ પર આવી કે અશોકે આત્મહત્યાર કરી છે.
રવિવાર હતો, હુ ઘરેજ હતો. મારા મનમા અશોકજ ઘૂમ્યા કરતો હતો. આખો પરિવાર વડોદરામા રહેતો હતો તો એ એકલા અહિંયા કેમ રહેતો હતો? એ લગ્ન કેમ નહોતો કરતો? કે પછી થતા નહોતા? એવુ તો શુ થઇ ગયુ કે એણે આત્મહત્યા કરી? મને જે કારણ દેખાતુ હતુ એ એજ હતુ કે એ એકલો હતો મારી જેમ.
દરવાજે ટકોરા પડ્યા. દરવાજો ખોલ્યા તો અશોકનો ભાઇ સમીર હતો.