નામ : ચાંદની
Email -chandnikd75@gmail.com
વાર્તા નું નામ :- પ્લીઝ હેલ્પ મી,
પાર્ટ-11
વિષય : સસ્પેન્સ સ્ટોરી.
લોપા ઝડપી કદમે ચાલી જઇ રહી હતી. હજુ તેને ડર હતો કે ક્યાંક તે ધૃવના સાગરીતો તેને અહી ભારતમાંથી પણ પકડી ન લે. અંધારામાં તેને કાંઇ સુઝતુ જ ન હતુ. બસ જલ્દીથી તેને માતા પિતાને મળવુ હતુ પરતુ કોઇ રસ્તો દેખાતો ન હતો. તે મુંબઇના ભીડવાળા રસ્તા પર ગહન વિચારમાં ચાલે જઇ રહી હતી. સામે આવતા વાહનોનુ પણ ધ્યાન લોપાને ન હતુ. લોપા આમ બેધ્યાનપણે ચાલે જઇ રહી હતી ત્યાં અચાનક એક કાર પુરપાટ આવતી હતી તેમાં અથડાઇને લોપા દુર ફેંકાઇ ગઇ. લોપા દૂર ફંગોળાઇને ઢળી પડી અને બેભાન થઇ ગઇ. તેના માથામાં ઉંડો ઘા લાગ્યો હતો અને લોહી વહે જઇ રહ્યુ હતુ. થોડીવારમાં જ લોકોનુ ટોળુ એકઠુ થઇ ગયુ અને કોઇ શુભચિંતક લોકોની મદદ મેળવી લોપાને દવાખાને લઇ ગયા. તેને ખુબ જ લાગ્યુ હતુ અને તે બેભાન બની ગઇ. લોપાને ભાન આવ્યુ ત્યારે તે એક હોસ્પિટલમાં હતી. લોપા ખુદ અચંબામાં હતી કે તે હોસ્પિટલમાં કઇ રીતે પહોંચી ગઇ. તેણે જોયુ તો એક નવયુવાન ત્યાં તેના બેડની બાજુમાં બેઠેલો હતો.
“થેંક ગોડ કે તમે હોંશમાં આવી ગયા. તમારો કોંટેક શોધવા માટે ઘણી ટ્રાય કરી પરંતુ કાઇ મળ્યુ નહી. તમે મુંબઇમાં જ રહો છો કે આઉટ ઓફ મુંબઇના છો?” “તમે કોણ છો અને મને શુ થયુ છે? હું અહી કઇ રીતે પહોંચી?” “અરે કોઇ પીધેલો કારચાલક તમને ઠોકર મારીને જતો રહ્યો પછી તમને અહીં લાવ્યા અને કાલે રાત્રિના તમે બેભાન પડેલા છો. એન્ડ માય નેમ ઇઝ ઝલક પટેલ.” “ઓહ થેંક્યુ વેરી મચ મારી કેર કરવા માટે.” “યુ આર વેલકમ હમણાં બપોરે તમને ડિસ્ચાર્જ કરી દેવામાં આવશે તમે કયાં રહો છો એ જણાવો એટલે તમારા પરિવારને ઇન્ફોર્મ કરી આપુ.” “મારુ અહીં ઘર નથી હુ નવસારી રહુ છુ મને તમારા ફોન પરથી પપ્પાને ફોન કરવા દેશો.” “ઓહ શ્યોર વાઇ નોટ? તમે કરી દો તમારા પપ્પાને ફોન અને નિરાંતે વાત કરી લેજો. અને હવે તમારી તબિયત ખુબ સારી છે એટલે નાહક તેને ચિંતા ન કરાવતા અને તમને પ્રોબ્લેમ ન હોય તો હુ સાંજે સુરત કામ છે તો જવાનો છુ તો તમને તમારા ઘરે છોડી આવીશ.” “ઓહ્હ થેંક્યુ વેરી મચ. હુ તમારી સાથે આવી જઇશ પહેલા પપ્પા સાથે વાત કરી લઉ.” “લો ફોન” પેટન્ટ લોક ખોલીને ઝલકે પોતાનો ફોન આપ્યો.
લોપાએ ઘરના ફોનમાં ટ્રાય કરી પરંતુ રીંગ વાગતી રહી કોઇએ ફોન પીક અપ કર્યો નહિ. પછી મમ્મી પપ્પા બંન્નેના મોબાઇલ પર વારાફરતી ઘણીવાર સુધી ફોન લગાવ્યો પરંતુ અનરિચેબલ જ બતાવતા હતા ફોન. તેને ખબર પડી ગઇ કે તે ભાગી ગઇ તેની ખબર તે લોકોને પડી ગઇ છે અને તેના માતા પિતા પણ કોઇ મુશીબતમાં છે. હવે નવસારી ઘરે જવામાં પણ ખતરો લાગતો હતો તેને. તે પલંગ પરથી બેઠી થઇ ગઇ અને બોલી મને જલ્દી વર્લી ચાર રસ્તા પર લઇ જાઓ. “ઓકે ઓકે કામ ડાઉન શુ થયુ અચાનક” “પ્લીઝ મારો પરિવાર મુશ્કેલીમાં છે મને લઇ જાઓ પ્લીઝ. મને વર્લી ચાર રસ્તા પર લઇ જાવ.” ‘ઓ.કે બટ ડોકટર સાહેબ રજા આપશે પછી હુ તમે જયાં કહેશો ત્યાં મુકી જઇશ.” “ના મારે જવુ બહુ જરૂરી છે હુ એક મોટી મુશીબતમાં ફસાઇ ચુકી છુ. પ્લીઝ મને અત્યારે જ મુકી જાઓ” લોપાએ રડતા રડતા કહ્યુ એટલે ઝલકે ચુપચાપ ડોક્ટરને કોઇને ખબર ના પડે તેમ લોપાને ત્યાંથી પોતાની કારમાં લઇ ગયો. આમ કરવુ આમ તો ગુનો થાય પરંતુ તેઓએ પોતાનુ બિલ પુરેપુરુ ચુકતે કરી દીધુ હતુ આથી ડોકટરે પણ ઝાઝી ચિંતા કરી નહી. “મિસ તમે કહેશો મને એવુ તે શુ છે? જેના કારણે તમારે આ રીતે હોસ્પિટલમાંથી ભાગવુ પડ્યુ.” ઝલકે કારમાં રસ્તામાં જતા પુછ્યુલોપાએ એકવાર ધ્રુવ પર ભરોસો કર્યો હતો તેનુ તેણે ખુબ જ ભયંકર પરિણામ ભોગવવુ પડયુ હતુ આથી તે હવે કોઇ પર ભરોસો કરવા માંગતી ન હતી.
“પ્લીઝ તમે કાંઇ ન પુછશો તો વધારે સારું રહેશે.
ઠીક છે, હવે હું તમને કાંઇ નહી પુછું પણ હું તમને એટલુ જરૂર કહીશ કે તમને કાંઇ પણ તકલિફ હોય અને તમને મારી જરૂર પડે તો બીન્દાસ મને જણાવજો. હું એનીટાઇમ તમને હેલ્પ કરવા તૈયાર છું.” “થેન્ક્સ મિ.ઝલક. થેન્ક્સ અ લોટ.” બન્ને વાત ચીત કરતા હતા ત્યાં તેઓ નક્કી કરેલા પોઇન્ટ પર પહોંચી ગયા. લોપા તેમનો આભાર વ્યક્ત કરતી નીકળી ગઇ. જતા જતા ઝલકે લોપાને તેનુ આઇ.કાર્ડ આપી દીધુ જે લોપાએ ઉત્તાવળમાં જોયા વિના બેગમાં રાખી દીધુ અને નીકળી ગઇ. જલ્દીથી દોડીને તે નજીક આવેલા ભવ્ય આલીશાન મકાન “અક્ષર હાઉસ” માં પહોંચી ગઇ. અક્ષર હાઉસ મકાન મુંબઇના જાણીતા સેવાભાવી કાર્યકર અને લોપાના પિતાજી દિપકભાઇના ખાસ મિત્ર શ્રીમાન રાજેશ જેરાજાણીનો હતો.
ઘરના નોકરે લોપાને હોલમાં બેસવા કહ્યુ ત્યાં ઉપરથી રાજેશભાઇનો પુત્ર રોહન આવ્યો. રોહન લોપાને જોતાવેંત જ ઓળખી ગયો. “હેલ્લો લોપા, હાઉ આર યુ? વ્હોટ અ ગ્રેટ સરપ્રાઇઝ!!!
“હાય રોહન, આઇ એમ ફાઇન. હાઉ આર યુ?” “આઇ એમ અલ્વોઝ કુલ યુ ક્નો.” “રોહન મારે અંકલને મળવુ છે. તે ઘરે છે કે નહી?” “હા પપ્પા તો ઘરે જ છે. આવે જ છે નીચે.” થોડીવારમાં મિસ્ટર જેરાજાણી આવ્યા. નોકર બન્ને માટે ચા લઇને આવ્યો. “કેમ છે બેટા? તારા ચહેરા પરથી જોતા કાંઇક મુંઝવણમાં હોય તેવો આભાસ થાય છે મને.” “અંકલ વાત જ કાંઇક એવી છે. હું ખુબ જ ટેન્શનમાં છું. સમજાતુ ન હતુ કે શુ કરુ ત્યાં અચાનક તમારુ મગજમાં આવતા હું દોડીને તમારી હેલ્પ માટે આવી ગઇ. “બોલ દીકરી, શું ટેન્શનમાં છે તું? આ તારુ જ ઘર સમજીને મને બધી વાત કરી શકે છે તું.” લોપાએ તેના લગ્ન બાદ ઘટેલી બધી વાત શ્રીમાન જેરાજાણીને કહી અને ઇન્ડિયા આવ્યા બાદ શું થયુ તે પણ બધી હકિકત તેમને કહી સંભળાવી. “ઓહ માય ગોડ. દિપકે આટલુ બધુ બની ગયુ અને મને તો કાંઇ વાત જ ન કરી. લગભગ વીકમાં બે-ત્રણ વખત તો અમારે વાતચીત થાય જ છે. “અંકલ એમા બન્યુ એવુ કે મમ્મી પપ્પાને પણ આ બાબતે કાંઇ જાણ નથી. હું ત્યાંથી જેમતેમ કરીને ભાગીને અહી આવી ત્યાં મારો અકસ્માત થઇ ગયો અને મને હોંશ આવતા મે પપ્પાને અને મમ્મીને વારાફરથી ફોન કર્યા પણ કોઇ ફોન રીસીવ કરતુ જ નથી. ઘરે પણ કોઇ ફોન ઉપાડતુ નથી. મને લાગે છે નક્કી મમ્મી પપ્પા કોઇ મુસિબતમાં છે. “ડોન્ટ વરી તું હમણા નવસારી જવાનુ રહેવા દે અને અહી મારા ઘરે જ રોકાઇ જા. હું નવસારીમાં દિપકની તપાસ કરાવી લઉ છું. “પપ્પા એક કામ કરીએ તો, બીજા કોઇ નહી હું જ નવસારી જઇ આવુ છું અને દિપક અંકલની તપાસ કરી આવું તો કેવુ રહેશે?” રોહને કહ્યુ. “વાહ બેટા એ તો સૌથી બેસ્ટ રહેશે. તું જઇ આવે તેના જેવુ બીજું કાઇ નહી પણ એક વાત ખાસ ધ્યાનમાં રાખજે કે કોઇને કાનોકાન ખબર ન પડે કે લોપા અહી આપણા ઘરે છે નહી તો અકારણ લોપા ટેન્શનમાં આવી જશે. “ઓ.કે. પાપા. તમે ચિંતા ન કરો. અને લોપા તું પણ ટેન્શનમાં રહેવાનુ છોડી દે. હું આજે જ નવસારી જવા નીકળી જાંઉ છું.” રોહને સ્મિતસહ લોપા સામે જોઇ કહ્યુ અને નીકળી ગયો. “મારો રોહન પણ ગજબ છે, કોઇને દુઃખી ન જોઇ શકે. જોજે લોપા હવે તે તારા પપ્પાની માહિતી લઇને જ નવસારીથી આવશે. હવે તું પણ થાકી ગઇ હશે આરામ કરી લે બેટા. હું જરા ઓફિસ જાંઉ છું. કાઇ પણ જરૂર હોય કાકાને કહેજે. જરા પણ મુંઝાતી નહી.” કહેતા મિસ્ટર જેરાજાણી ઓફીસ જવા નીકળી ગયા. જાદવકાકાએ લોપાને ગેસ્ટ રૂમ બતાવ્યો. લોપાને એ.સી. રૂમમાં પણ ચહેરા પરથી પસીનો છુટી રહ્યો હતો. તે તેના માતા-પિતાની ચિંતા ખાઇ રહી હતી. પોતે ત્યાંથી ભાગી તો ગઇ પણ તે વખતે તેણે તેના માતા-પિતા વિષે ન વિચાર્યુ એ બાબતે હવે તેને પસ્તાવો થઇ રહ્યો હતો પણ બીચારી લોપાને ક્યાં ખબર જ હતી કે પોતે લંડનથી ભાગી એ પહેલા જ તેના માતા-પિતા ધૃવના જાળમાં ફસાઇ ગયા હતા.
સાંજે રાજેશભાઇ ઓફીસેથી પાછા આવ્યા ત્યારે લોપા ગાર્ડનમાં સુનમુન બેઠી હતી. તેની પાસે જઇ રાજેશભાઇએ કહ્યુ , “બેટા આમ ઉદાસ થવાનો આ સમય નથી. અત્યારે તારે હિમ્મતથી કામ લેવાની જરૂર છે અને એક વાત ખાસ યાદ રાખજે કે દિપકનુ ગૃપ ખુબ મોટુ છે, અમે કોઇ તેનો વાળ પણ વાંકો થવા નહી દઇએ. મે લંડનના મારા બે-ત્રણ અંગત માણસોને કહીને ધૃવનો પતો મેળવવાનુ કામ સોંપી જ દીધુ છે અને રોહનનો પણ ફોન પણ આવશે ત્યારે નવસારીની વિગત આપને મળી રહેશે.” “થેન્ક્સ અંકલ. તમે અને રોહન મારી હેલ્પ કરી નહી તો હું એકલી ક્યાં શોધવા જાત મારા મમ્મી પપ્પાને?” “અરે દીકરી, થેન્ક્સ કહીને કેમ મને પરાયો બનાવે છે? અમારુ સેવાભાવી ટ્રસ્ટ દુનિયાના ખુણેખુણામાં પથરાયેલુ છે. ગમે ત્યાં હશે દિપક તેનો પતો તો આમ ચપટી વગાડતા જ મળી જશે.” રાજેશભાઇ ગર્વથી બોલી ઉઠ્યા. તેના બુલંડ સ્વરોથી લોપાના દિલને થોડી ટાઢક તો થઇ પણ હજુ સુધી રોહનનો કોલ આવ્યો ન હતો એટલે મનમાં મુંઝારો તો થોડો હતો જ.
રાત્રે રાજેશભાઇએ લોપાને આગ્રહ કરી કરીને જમાડી. બહુ લાંબા સમયથી લોપાએ ગુજરાતી ભોજન લીધુ ન હતુ તો તેણે પણ પેટ ભરીને જમ્યુ. જમ્યા બાદ રાજેશભાઇ તો ગાર્ડનમાં ટહેલવા જતા રહ્યા અને જાદવકાકા પણ ઘરના કામકાજમાં વ્યસ્ત બની ગયા. અચાનક ઘરના ફોનની રીંગ વાગી. લોપાએ જોયુ કે કોઇ આજુબાજુ છે નહી તો તેણે જ પીકઅપ કર્યો. સામેથી રોહન “હેલ્લો” બોલ્યો ત્યાં લોપાની ઉત્સુકતા વધી ગઇ. “હેલ્લો રોહન. શું થયુ? પહોંચી ગયો તું નવસારી? મમ્મી પપ્પાના કાંઇ ન્યુઝ મળ્યા? શું થયુ પ્લીઝ મને જલ્દી બતાવ પ્લીઝ.” લોપાએ પ્રશ્નોનો મારો ચલાવે દીધો. “અરે પ્રશ્નાર્થ ચિન્હ, જરા શ્વાસ તો લે. આટલા પ્રશ્ન પુછી લીધા કે હવે શું કહેવા માટે કોલ કર્યો હતો એ હું ભૂલી જ ગયો.” “અરે રોહન તું કાંઇ નાનો છે તે આમ ભૂલી જાય? પ્લીઝ મજાક મસ્તી છોડી દે અને મને કહે કે શું થયુ ?” લોપાએ જરા ઉદાસીનતાથી કહ્યુ. “હા, હા. કહું છું લોપા. હું નવસારી આવી ગયો છું. અંકલ આન્ટીની તપાસ કરી પણ આજુબાજુવાળા પડોશીએ કહ્યુ કે અંકલ આન્ટી તો થોડા દિવસથી આઉટ ઓફ સ્ટેશન છે. આન્ટીએ પણ કોલેજમાં સીક લીવ લીધેલી છે. પડોશી લોકો પણ ચિંતામાં છે કે અંકલ આન્ટી કોઇને કહ્યા વિના ક્યાં જતા રહ્યા છે?” રોહને જવાબ આપ્યો. “ઓહ માય ગોડ. મમ્મી પપ્પા ઓચિંતા કોઇને કહ્યા વિના ક્યાં જતા રહ્યા? કેટલા દિવસથી આઉટ ઓફ સ્ટેશન છે એ કાંઇ ખબર પડી રોહન?” “લગભગ એકાદ વીકથી તે લોકો અહી નથી તેવુ આન્ટીના જોબ સ્થળેથી જાણવા મળ્યુ લોપા.” લોપાએ મનોમન વિચાર્યુ કે એક વીક પહેલા તો તે ભાગી પણ નથી તો મમ્મી પપ્પા ક્યાં ગયા હશે અને એ પણ કોઇને પણ જાણ કર્યા વિના. “ઓ મેડમ ક્યાં ખોવાઇ ગયા તમે?” સામા છેડેથી રોહનનો અવાજ સંભળાતા લોપા તેની વિચારયાત્રામાંથી બહાર નીકળી. “રોહન તું ત્યાં જ છે ત ઓ એક કામ કર. પપ્પાના બેસ્ટ ફ્રેન્ડ પ્રતાપ અંકલ પાસે જઇ જાણકારી મેળવવાની ટ્રાય કર.” “ઓ.કે. તુ મને પ્રતાપ અંકલના નંબર વ્હોટ્સ એપમાં મોકલી આપ, હું તેમને કોલ કરીને મળી લઉ છું.”
“ઓ.કે .હું હમણા જ આપુ છું તને.” કહેતા લોપાએ ફોન કટ કરી ગાર્ડનમાં જઇ તેણે રાજેશભાઇ પાસેથી પ્રતાપ અંકલના નંબર મેળવી રોહનને આપી દીધા.
રોહને પણ જરા પણ સમય બગાડ્યા વિના પ્રતાપ અંકલને ફોન કરી એડ્રેસ મેળવી તેમની ઓફીસ જવા નીકળી ગયો.
“આવ આવ બેટા. રાજેશનો પુત્ર છે ને તું?” “હા અંકલ હું રાજેશભાઇનો પુત્ર છું. મારે તમારી પાસેથી દિપક અંકલ વિષે માહિતી મેળવવી હતી.”
“દિપક રહેજા વિષે?” “હા અંકલ દિપક રહેજા વિષે.” “શું કહું બેટા? દિપક હમણા થોડા દિવસોથી બહુ ટેન્શનમાં છે. તેણે પોતાનુ ઘરબાર અને ઘણીખરી સંપતિ વેચી દીધી છે અને મારી પાસેથી પણ મોટી રકમનો ઉપાડ કર્યો છે.” “બધુ વેચી નાખ્યુ છે સર??? સ્ટ્રેન્જ....... પણ અંકલ એવું ક્યા કારણથી કર્યુ એ બાબતે તમને કાંઇ માહિતી છે?” “ના એ બાબતે તો મને કાઇ ખાસ ખ્યાલ નથી પણ હા, તેણે મને એમ કહ્યુ હતુ કે તે અને ભાભી મલેશિયા જાય છે. હવે કોઇ માણસ આમ રજા લઇને ઓચિંતા ફરવા માટે મલેશિયા ન જાય. મને શક છે કે નક્કી કાંઇ બહુ મોટી પ્રોબ્લેમમાં છે દિપક.” “પણ બેટા તારે કેમ માહિતી જોઇએ છે દિપકની?” રોહને લોપા વિષે બધી વાત કરી અને લોપા સાથે બનેલી અઘટિત ઘટના વિષે વિસ્તારથી વાત કરી. પ્રાતાપભાઇને પણ આ બધુ જાણી ખુબ આંચકો લાગ્યો. તે પણ ટેન્શનમાં આવી ગયા.
“અંકલ મારા પપ્પા પણ દિપક અંકલ વિષે જાણવા માટે પ્રયત્ન ચાલુ કરી દીધા છે, તમને કાંઇ ખબર પડે તો પ્લીઝ પપ્પાને કોલ કરજો.” “હા બેટા ચોક્કસ. પપ્પાને કહેજે કે મારા લગત કોઇ પણ કામ હોય તો મને કહી દે.” “ઠીક છે અંકલ. ચલો હવે હું નીકળું.” રોહન બીજે દિવસે સવારે મુંબઇ આવ્યો ત્યારે લોપા સુતી હતી. તે પણ ફ્રેશ થઇ આરામ કરવા જતો રહ્યો. લોપા ઉઠી કે તેણે તરત જ રોહનને કોલ કર્યો પણ તેનો ફોન આઉટ ઓફ કવરેજ આવી રહ્યો હતો. તે ફ્રેશ થઇ નીચે આવી અને જાદવકાકાને રોહન વિષે પુછ્યુ તો કાકાએ કહ્યુ કે રોહનબાબા આવી ગયા છે અને તેના રૂમમાં છે. લોપાને તેના મમ્મી પપ્પા વિષે જાણવાની ખુબ ઉત્સુકતા હતી એટલે કાંઇ પણ વિચાર્યા વિના તે સીધી દોડીને રોહનના રૂમમાં તેને મળવા દોડી ગઇ.
ક્રમશઃ
લોપા તેના માતા પિતા વિશે જાણશે તો શુ થશે? શુ રોહન અને રાજેશભાઇની મદદથી લોપા તેના માતા પિતાને કિડનેપર્સ પાસેથી છોડાવી શકશે? શુ થશે આગળ જાણવા માટે વાંચો નેક્સ્ટ પાર્ટ..................